દાસી જીવણના ભજનો
જાઉં છે મરી ....
જાઉં છે મરી ,જાઉં છે મરી,મેરણ,જાઉં છે મરી
લે લગાડી રામ ભજીલે જાઉં છે મરી (૨)
મેડી, વંડી,માળીયા તારા જાશે રે પડી,
કાચી કાયાનું ધડ બંધાણું,જાણે ધૂળની ઘડી,
જાઉં છે મરી ......
સગા, કુટુંબ તારા લૂંટવા લાગે,કાલની ઘડી,
કાઢો કાઢો સહુ કહે હવે રોકો માં ઘડી,
જાઉં છે મરી......
ફુલણજીની જેમ ફૂલી રહ્યો છે,જાણે વૃથજમાં ઘડી
જમડા આવશે જીવને લેવા ,ભાંગશે નળી
જાઉં છે મરી.......
સાધુ સંતનો સંગાથ કરી લે,ગુરુની સેવા એ વાત ખરી,
દાસી જીવણ ભીમને ચરણે,જનમ જાયે ઘડી,
જાઉં છે મરી.......
જેનો હંસલો...
એ ગુરુજી, જેનો હંસલો ગંગાજીમાં નાયો,
ગુરુજી મારા ભૂલ્યા નર ભ્રાતુમાં ભટકાણા...(૨)
પોતાના મંદિરીયાની પથિક નથી પાળતો ને
પારકે મંદિરિયે પૂજવા જાય રે..એ રે મંદિરિયેથી પાછો ફરે
તો ભવ રે ચોર્યાસીમાં જાય -ગુરુજી મારા......
સહુને પેઠે મૂર્ખે આ માયા ભેળી કીધી ને
નવ ખર્ચે નવ ખાય,લોભિયાની જેમ માયા ભેળી કીધી,
જમડા આવે જયારે જીવડાને લેવા ભાઈ,
ત્યારે જીવની શી ગત થાય,-ગુરુજી મારા.....
સાધુ શૂરા એ તો સન્મુખ રેવે,ને
કાયર કંપે મનની માય,(૨)
કાયર મનડાને એ જી ઘણું સમજાવો ભાઈ,
છતાં ગાફિલ ગોથા ખાય,ગુરુજી મારા,,......
મુજ અબળાને મહેલે આવો,મારા નાથજી ને
દાસી તમારા શુરને ગાય,(૨)
દાસી જીવણ સંતો,ભીમ કેરે શરણે,
એ તો ઘોળી ઘોળી અમીરસ પાય,ગુરુજી મારા.....
એ ગુરુજી, જેનો હંસલો ગંગાજીમાં નાયો,
ગુરુજી મારા ભૂલ્યા નર ભ્રાતુમાં ભટકાણા...(૨)
રામ સમર મન ........
રામ સમર મન રામ સમરી લે,અરે મૂરખ મન ક્યુ સુતા,(૨)
જાગૃત નગરીમાં ચોર ન લૂંટે,જખ મારે જમદુતા ...રામ સમર......
જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર,કાશીએ જય કરવત લેતા,(૨)
મુવા પછી એની મુક્તિ ન હોવે,રણમે સર્જે જમદુતા..રામ સમર......
જોગી હોકર જટા બધાએ,અંગ લગાવે ભભુતા(૨)
શમણાં ટાણે સેહ જલાવે,જોગી નહિ જગ જુઠ્ઠા...રામ સમર......
જોગી હોય સો બસે જંગલમેં,કામ ક્રોધ કો દે જંગા(૨)
અધર પટલ પર આપ મિલા દે વો જોગી હૈ અવધૂત...રામ સમર.....
સુતા નર ગયા ચોર્યાસી,જાગ્યા સોઈ નિર્ભય હોતા,(૨)
દાસી જીવણ ભીમને શરણે ,અનુભવી નર અનુભવ લેતા ...રામ સામ
જય શ્રી કૃષ્ણ.
No comments:
Post a Comment