સંત સાઇની ટૂંક
રણમાંથી પસાર થતા
ધોળી માર્ગ પર રોજની બે ચાર બળદગાડાની વેલ
પસાર થતી તે મૉટે ભાગે હરિદ્વાર ના દર્શનની જાત્રા માટે બે અઠવાડિયા માટે નીકળતી,રણ હતું રણની એકબાજુ આવેલા કેટલાય ગામોમાંથી
ભગવાનમાં અપાર શ્રદ્ધાના દર્શન માટે લોકો જતા,અને દર્શન કરી પાછા વળી દર્શન કર્યાનો સંતોષ
માનતા,રણનો રસ્તો એટલે મુસીબતો
તો હોય જ છતાં બે ત્રણ વેલ સાથે નીકળતી એટલે મુસીબતમાં એકબીજાને મદદ કરી શકાય,જીવન જરૂરિયાતનો સર સામાન સાથેજ રાખવો પડતો,રાત પડતી એટલે રસ્તામાંજ રાંધીને દરેક સભ્યો
પેટની ક્ષુધા મિટાવતા,એક વેલમાં આ બધો સરસામાન
રખાતો,વધુતો લોકોને ભગવાનની
અપાર શ્રધાને લીધે બીજી બધી મુસીબતો સામાન્ય થઇ જતી,રણમાં માર્ગ ઉપર થોરના ઝાડો જોવા મળતાં બાકી
અન્ય વનસ્પતિ નું નામ ન હતું એકાદ બે તોતિંગ ઝાડ આવતા પણ તેમાં થડ જાડા અને ઉપર
ફેલાયેલી ડાળીઓમાં પાંદડા ઝીણા અને ઓછા,લાંબા રસ્તા પર કોઈ વસ્તી ન હતી,
આવી એક વેલની હાર એકાદ તોતિંગ ઝાડ પાસેથી પસાર
થઇ અને થોડીક આગળ ગઈ ત્યાં કોઈ ભાઈને બહાર મૂકી દેવામાં આવ્યા,આ માણસ ખુબ ખાસતો હતો અને આક્રંદ કરતો હતો પણ
કોઈ કારણસર ધાર્મિક લોકોમાં કોઈ ફેરફાર ન થયો અને વેલના ક્રોધનો તે ભોગ બન્યો,હવે કોઈ બીજી વેલ આવે ને તેનો બચાવ થાય બાકી
ત્યાંની હવામાં તેની આજુબાજુ જમના ઓળા મંડરાવવા લાગ્યા,ખાંસીનો રોગ તેને કોઈ ખોરાકમાંથી જ લાગી ગયો
હોય તેમ તે સતત ખાસતો હતો,બીજો કોઈ ઉપાય
નહોતો,વેલનો કાફલો જતો રહ્યો
કેટલીય વાર તે ખાસતો પડ્યો રહ્યો છેવટે શરીરની બધી શક્તિ ભેગી કરીને ભગવાનનું નામ
લેતો તે પેલા તોતિંગ ઝાડ બાજુ ધીરે ધીરે ચાલવા મંડ્યો,કદાચ કોઈ જીવવાનો સહારો મળી જાય,ભગવાનમાં અપાર શ્રદ્ધા હતી, હવે કોઈ ચમત્કાર થાય ને તે બચી જાય,બાકી તેનો સહારો ત્યાંથી ક્યારનો અદ્રશ્ય થઇ
ગયો હતો,ગમે તેમ કરીને તે ઝાડ
પાસે પહોંચ્યો ભયંકરતા તેના મોઢા ઉપર ચોખ્ખી દેખાતી હતી,પણ જોવા વાળું કોઈ ન હતું,બિચારો બની તેણે ઝાડના થડમાં પોતાની જાતને પડતી
મૂકી,તેનું મન થોડીવાર માટે
અંધારું અનુભવી ભાન ગુમાવી બેઠું,જ્યારે જાગ્યું
ત્યારે વહેતા ગરમ પવન વચ્ચે કોઈક ભેદી અવાઝ આવ્યો,તે એકદમ સચેત બન્યો,તેને સહારો જોઈતો હતો પોતે આ ભેદી અવાજ તરફ નજર
ફેરવવા મંડ્યો અને આખરે તેની નજર ઝાડ ઉપર સ્થિર થઇ ત્યાં એક કાગડો બેઠેલો હતો અને
તેને વાચા ફૂટી હતી,તેની એક પાંખ
બરાબર લાગતી ન હતી,તે બોલ્યો
"તું એક બ્રાહ્મણ
લાગે છે,"
આ સંબોધનને
ખાસ્તા ખાસ્તા તેણે તરત કહ્યું,
"હા, હા, પણ તને કેવી રીતે ખબર પડી, અને તું કેવી
રીતે માણસની ભાષા બોલી શકે છે, શું તું કોઈ
ઓલ્યો, સાધુ કે કોઈ ભૂત પ્રેત છે,મને જણાવ, કેમકે કદાચ તુજ મારો જીવવાનો આધાર બની શકે,"અને તે ખુબ રડવા મંડ્યો
કાગડો બોલ્યો
"શાંત થા ભાઈ,તું સમજે છે એવું કઈ નથી,હું પણ તારા જેવી જ મારી જાતિનો સભ્ય છું,અમારા કાગડાઓનું ટોળું આ રણ પરથી પસાર થતું
હતું અને નર વિભાગમાં વિવાદ થતા લડાઈ થઇ,ખુબ લડ્યો અને અમારી લડાઈ એક નારી કે જે મારી સાથી બનવાની હતી તેના માટે થઇ કેટલાક જુવાનિયાઓ સહન
ન કરી શક્યા,અને પરિણામે મારી
પાંખને નુકશાન થયું,પણ મેં હારને
કબુલ ન કરી,થોડો સમય તો હું
ટોળા સાથે ઉડતો રહ્યો પણ છેલ્લે અહીં આ ઝાડ પર બેસી પડ્યો,પછી ઉડી ન શક્યો,સાથ છોડતા ટોળામાં મારી સાથી પણ આખરે ભળી ગઈ
અને હવે મેં મારા જેવાજ તમને જોયા એટલે મરતા પહેલા એક વખત તમને કહેવા પ્રયત્ન
કર્યો અને મને વાચા ફૂટી કદાચ ,કાગ ભુશંડી ઋષિના
સમયનો હું કોઈ જીવ હોઉં,પણ એક થી ભલા બે એકબીજાને મદદ કરવાનો પ્રયત્ન
કરીશું," અને આમ ભયંકરતાના
તોળાતા વાદળોમાં કોઈ હાસ્ય અને ખુશીઓની લહેરો ફરી વળી,બ્રાહ્મણ પોતાનું દુઃખ ભૂલી ગયો અને આમ એક
પક્ષી અને એક માણસ એક રાત માટે તો જરૂર એકબીજાના ખાસ મિત્રો બની ગયા, વાતો કરતા સાંજ
પડી સૂર્ય મહારાજ વિશાલ રૂપ ધરી અસ્તાચળ તરફ ગતિમાન હતા,રણમાં વાતાવરણ ફેરવવા લાગ્યું હતું,હવે ક્યાંક ક્યાંક નાના પ્રાણીઓ દેખાતા હતા,પવન પણ ઠંડો વાય રહ્યો હતો,જેટલો દિવસ ગરમ હતો એટલીજ ઝડપથી સંધ્યા ઠંડી
થતી જતી હતી,કેટલીક વાર શાંત
થયેલા આ બે મિત્રોમાં કાગે મૌન ભંગ કરી કહ્યું,
"હું, અઠવાડિયાથી અહીં છું, ક્યારેક ક્યારેક આ વેલ પસાર થાય ને કોઈક અહીં
રાતવાસે રોકાય તેમાંથી બચેલા,કે ફેંકાયેલા
ખોરાકને પ્રભુનો પ્રસાદ ગણી આરોગી અત્યાર સુધી તો ક્ષેમ કુશળ છું,બીજો કોઈ ભય અહીં ઉપર તો નથી,પણ રોજ હું કોઈ પ્રકાશ જોઉં છું,સાંજે તે થોડેક દૂર તે આજ ટાણે ઉદ્ભવી રણમાં
સમાય જાય છે,અને કદાચ તેની
હાજરી અહીં કોઈ હિંસા થવા દેતી નહિ હોય."
અને તરત જ
બ્રાહ્મણ બોલ્યો
"એવું હોય તો
સારું પણ અત્યારે તો આપણે એકબીજાના પૂરક છીએ".અને થોડો સમય એકબીજા સાથે વાતો
કરી ભયથી પોતાને મુક્ત બનાવવા મથતા મિત્રો રાત આવી એટલે તેના સહારે પોતાની જાતને
સોંપી ઊંઘી ગયા,કોણ જાણે બીજા
દિવસની સવાર કેવી હશે,
રાત પસાર થઇ
ગઈ
બીજા દિવસની સવાર
પણ થઇ,કાગની આંખો ખુલી ત્યારે
તેનો મિત્ર હજી ઊંઘતો હતો,તે થોડું તો ઉડી
શકતો હતો એટલે ખોરાક માટે ઝાડ પરથી નીચે આવતો,તે તેના મિત્ર પાસે આવ્યો આજુબાજુ કીડી મંકોડી
ફરતી હતી,પણ તેનો મિત્ર
સલામત હતો,તેણે તેને સુવા
દીધો,થોડીવાર તે થડના એક ઊંચા
ભાગ ઉપર બેઠો બેઠો સવારની લાલીમાના દર્શન કરતો મિત્રના ઊઠવાની રાહ જોવા લાગ્યો,ગઈકાલે પશ્ચિમે આથમેલાં સુરજ દાદા ફરીથી પૂર્વે
ઉદ્ભવ્યા,તેમની આ રોજની
ક્રિયા ઉપર નિર્ભર થતી આ દુનિયાને એક માત્ર તેમનો આધાર હતો અને તેમાં આ બંને
મિત્રો પણ બાકાત ન હતા,બ્રાહ્મણ એક આળસ
મરડી બગાસું ખાતો એકદમ બેઠો થઇ બોલવા લાગ્યો
"તે ક્યાં છે,
તે ક્યાં છે " અને
આજુબાજુ જોવા લાગ્યો તો તેના મિત્ર કાગ ઉપર તેની દ્રષ્ટિ પડી, તે થોડું ઓછું ખાસતો હતો, કાગે કહ્યું
"કોણ ક્યાં છે
મિત્ર, અહીં તો હું ને તું જ છીએ,
બીજું કોઈ નથી ફક્ત એકજ
ફેરફાર છે કે તારી ચિંતામાં હું ઝાડ પરથી નીચે આવી પડ્યો છું"બ્રાહ્મણ મિત્રે
કહ્યું
"મિત્ર સવાર
સવારમાં મને કોઈ ફકીરે જગાડ્યો ને કહે દસ પગલે ખાડો ખોદ હું, ત્યાં હું છું"
કાગ બોલી ઉઠ્યો
"તો રાહ કોની જુએ
છે, એજ કોઈ પેલા પ્રકાશનો
આધાર છે, અને કદાચ જોગાનું
જોગ તેને માટેજ આપણે અહીં છીએ, ચાલ જલ્દી,
અને તેણે ચાલવા માંડ્યું,
દસ ડગલે તે રોકાયો કાગ પણ
ઉડીને ત્યાં આવ્યો,અને ખાડો ખોદવા
મંડ્યો એક ફુટ ખોદતાં તો તેને પરસેવો વળવા મંડ્યો,આખરે થાક્યો વધુ ખોદી ન શક્યો અને બંને મિત્રો
નિરાશ થઇ ફરીથી ઝાડ પાસે આવ્યા,હવે તો ભવિષ્ય
ભગવાન જાણે,ઘડી પછી શું
થશે કોને ખબર,પણ સુરજ દાદા ઉપર જોતા કાગના મનમાં એક વિચાર
ઝબુક્યો અને તરત તે બોલ્યો,
"મિત્ર, ખાડાની દિશા જો, તે સુરજ દાદાની બાજુની દિશા નથી"
અને બ્રાહ્મણ
મિત્રને પણ તે સાચું લાગ્યું એક નવા સંકેતનું સર્જન થયુ,અને બંને મિત્રોએ નવી આશા તરફ પ્રયાણ કર્યું,ધીરે ધીરે દસ પગલાં પુરા થતા બંને મિત્રો
એકબીજા તરફ ખુશીથી જોતા,સ્વપ્નના સાકાર
માટે અધીરા બન્યા,ઘડીક વાર માટે
બધા દુઃખો ભુલાય ગયા,સંતોની વાણીમાં
પણ એવુજ કહેવાતું હોય છે કે જ્યા પ્રભુ કે
પ્રભુ ભક્તિના સંચાર હોય ત્યાંથી દુઃખ જોજનો દૂર જતા રહેતા હોય છે તેવુંજ અહીં
બન્યું,બંને મિત્રની આતુરતાનો
અંત આવ્યો એક ફુટનો ખાડો ખોદતાં
તેમાંથી સાંઈની એક
એક વેંત જેટલી
નાની મૂર્તિ નીકળી,બંને મિત્રો
મૂર્તિ લઈને નાચવા લાગ્યા ત્યાં કોઈ ન હતું બે મિત્રો અને મિત્રો ની ભક્તિ,સાઇની મૂર્તિ ,બંને ઝાડના થડ પાસે મૂર્તિ લઈને આવ્યા,બ્રાહ્મણ મિત્રની ખાંસી ક્યાં જતી રહી,ક્યાં તો તે ખાંસી ખાવાનું ભૂલી ગયો કે,સાઈનો પ્રભાવ પડ્યો કાગ પણ ઉડી ને બેસતો અને
બેસીને ઉડતો તેના મિત્ર સાથે ક્યાંય સુધી નાચતો રહ્યો અંતે બંને મિત્રોએ ઝાડ પાસે
ઝાડની સૂકી ડાળીઓ ભેગી કરી એક ઊંચું સ્થાન બનાવ્યું તેમાં બ્રાહ્મણનો ખેસ મૂકી
રેતી પુરી તેના ઉપર મૂર્તિ મૂકી અને મૂર્તિ ઉપર પણ ઝાડ ની ડાળી અને પાનથી આવરણ
બનાવ્યું બંને મિત્રો ગઈકાલને ભૂલી ગયા,
ભક્તિનો સંચાર
થયો ,ત્યાં એક નાનો પથ્થર
પડ્યો હતો તેનાથી ઝાડ પાસે રજા માંગી તેના થડ ઉપર
કોતરવામાં
આવ્યું."સંત સાઇની ટૂંક" અને પછી તો વેલે વેલે વાત ફેલાઈ ગઈ અને
ભક્તિમાં વસ્તીએ વધારો કરી સાઈના મંદિરને શરગાણ કર્યો,ભક્તિ વધીને બ્રાહ્મણને જોડું મળ્યું,ઘણું મોટું સ્થાન બની ગયું,રણમાં મંગલ થયું,પાછા વળતા કાગના ટોળાએ પણ કૈક નવું જોઈ ઉતરાણ કર્યું,ખાધા ખોરાકીનો કોઈ પ્રશ્ન ન હતો,કાગની લડાઈમાં કાગને છોડી ગયેલી તેની સાથી પણ
ટોળામાં હતી,ખાધા ખોરાક પછી
સંતોષ પામેલું કાગનું ટોળું ફરીથી પોતાના સ્થાન માટે ઉડ્યું પણ ભક્તિનો માર્ગ પકડી
ચૂકેલા કાગે પોતાના મિત્રનો સાથ ન છોડ્યો,તેને ઝાડ ઉપર જ પોતાનો વસવાટ ચાલુ કર્યો,અને અંતે તેની કાગ સાથીએ પણ તેની સાથે પોતાના
જીવનનું સ્વાર્પણ કરી દીધું ,કાગ ટોળું ઉડી ગયું,પણ સાઇની એક નાની મૂર્તિએ,એક પક્ષી અને એક બ્રાહ્મણનું જીવન ભક્તિમય
બનાવી દીધું,સમય જતા નામ
પ્રચલિત થયું
"સંત સાઇની ટૂંક"
(એક કાલ્પનિક વાર્તા.)
શ્રી સંત સાઈ બાબાકી જય -મહેન્દ્ર ભટ્ટ
No comments:
Post a Comment