Friday, February 12, 2021

આજ દધિ મીઠો મદન ગોપાલ

 


આજ દધિ મીઠો મદન ગોપાલ





આજ દધિ મીઠો મદન ગોપાલ (૨) ભાવે મોહી તિહારો  જૂથો

સુંદર નયન વિશાલ...

બહુત દિવસ હમ રહે કુમુદવન(૨) કૃષ્ણ તિહારે સાથ 

ઐસો સ્વાદ હમ કબહૂં ન દેખ્યો સુન ગોકુલકે નાથ 

અન્ન પત્ર લગાએ દોના,(૨)દીયે સબહિંન બાંટ 

જિન નહિ પાયો સુન રે ભૈયા મેરી હથેળી ચાટ 

અપુન હસત,હસાવત ઔરંન (૨) માનો લિયા રૂપ 

પરમાનંદ પ્રભુ ઈન જાનત હોન તુમ ત્રિભુવન કે ભૂપ 



Thursday, December 24, 2020

ક્રિસ્મસ તેમજ નવું વર્ષ ૨૦૨૧ ની શુભકામના

 


 ક્રિસ્મસ 

તેમજ નવું વર્ષ  ૨૦૨૧  આપ સહુ વાચક મિત્રો તેમજ આપના કુટુંબીજનોને મુબારક, પ્રભુ આપ સહુને ખુબ સુખ સર્મુધ્ધી આપે એવી શુભકામના સાથે, 
આપત્તિકાળમાં સહુ નિયમોનું પાલન કરી સલામતી વર્તી સલામત રહીયે.
"મોગરાના ફૂલ" બ્લોગ વતી મહેન્દ્ર ભટ્ટના 

Saturday, November 21, 2020

ઓ વ્રજ કે નંદ લાલા ઓ વ્રજ કે નંદ લાલા


 ઓ વ્રજ કે નંદ લાલા 


ઓ વ્રજ કે  નંદલાલા,કે રાધાજીકે સાંવરિયા 

સબ દુઃખ દૂર હુએ ,જબ તેરા નામ લિયા...(૨)

મીરા પુકારે તુમ્હે ,ગિરધર ગોપાલા(૨)

બન ગયા અમૃતમય, વિષકા ભરા પ્યાલા  

કે કૌન મીટાયે ઉન્હેં જિસે તુને રાખ લિયા   સબ.....

નૈનોમેં શ્યામ બસે મનમેં  બનમાલી(૨)

સુધી વિસરાયે ગઈ મુરલી  કી ધૂન પ્યારી

મેરે મન મંદિર મેં ,કે રાસ રચાઓ પિયા   સબ.......

દેખ રહે હો તુમ મેરે મનકે દુઃખડે (૨)

કબ દર્શન દોગે  મેરે આંખો કે તારે 

કે અધરોપે મુરલી હૈ કાંધે પે કામારિયા કાલી  સબ.....

જબ તેરે ગોકુલમે  આયી  વિપદા ભારી

એક ઈશારે પે સારી વિપદા ટાળી

કે ઝુક ગયા ગોવર્ધન જિસે તુને ઉઠા રે લિયા  સબ....

 

ઓ વ્રજ કે  નંદલાલા,કે રાધાજીકે સાંવરિયા 

સબ દુઃખ દૂર હુએ ,જબ તેરા નામ લિયા...(૨)


જય શ્રી કૃષ્ણ 




Monday, November 9, 2020

એવા રે અમે એવા રે એવા.(ગુજરાતી ભજન )



 એવા રે અમે એવા રે એવા.


એવા રે અમો એવા રે એવા, 

તમો કહો છો વળી તેવા રે (૨)

ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તો,

કરશું દામોદરની સેવા રે (૨)  એવા રે.

જેનું મન જે સાથે બંધાણું

પહેલું હતું તે ઘર રાતું રે (૨)

હવે થયું છે હરિરસ માતુ  ,

ઘેર ઘેર હીડે છે ગાતું રે(૨) એવા રે .

સઘળા સાથમાં હું એક ભૂંડો,

ભૂંડાથી વળી ભૂંડો રે (૨) 

તમારે મન માને તે કહેજો,

સ્નેહ લાગ્યો મને ઊંડો રે (૨) એવા રે .

કર્મ ધર્મની વાત છે જેટલી ,

તે મુજને નવ ભાવે રે (૨)

સઘળા પદારથ જે થકી પામે,

મારા પ્રભુની તુલે ના આવે રે.(૨) એવા રે.

હળવા કર્મનો હું નરસૈંયો,

મુજને તો વૈષ્ણવ વાલા રે(૨)

હરિજનથી જે અંતર .ગણશે,

તેના ફોગટ ફેરા ઠાલા રે (૨) એવા રે. 


ભક્ત કવિ નરસૈંયો.

જય શ્રી કૃષ્ણ 

Sunday, October 18, 2020

નવરાત્રની શુભ કામનાઓ



 નવરાત્રની શુભ કામનાઓ






ચાલી રહેલા પૂજ્ય માતાજીના શુભનવરાત્રની આપ સહુ વાચક મિત્રોને કુટુંબ સહીત
‘મોગરાના ફૂલ’બ્લોગ વતી ખુબ ખુબ શુભ કામનાઓ.


જય માતાદી, જય શ્રી કૃષ્ણ.

મહેન્દ્ર ભટ્ટ .

Saturday, August 15, 2020

સ્વાતત્ર્યદિવસની શુભ કામનાઓ






     સ્વાતત્ર્યદિવસની  શુભ કામનાઓ 



પ્યારા વાચક મિત્રો ૧૫ મી ઓગસ્ટ સ્વાતત્ર્યદિવસની આપ સહુને કુટુંબ સાથે શુભ કામનાઓ 

કોવિદ -૧૯ ના કપરા સમયમાં નિયમોનું પાલન કરી સુરક્ષિત રહો એ જ અભ્યર્થના 

ભારત માતાની જય 

Tuesday, August 11, 2020

જન્માષ્ટમીની શુભ કામનાઓ


 જન્માષ્ટમીની શુભ કામનાઓ 

પવિત્ર શ્રાવણ માસની અષ્ટમી ,ગોકુળાષ્ટમી મુરલી મનોહર શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ની આપ સહુ વાચક મિત્રોને 'મોગરાના ફૂલ બ્લોગ' વતી કુટુંબ સહીત શુભ કામનાઓ,પ્રભુ સહુને સુખ શાંતિ અર્પે. 

જય શ્રી કૃષ્ણ.