Thursday, January 26, 2017

જય ભારત



જય ભારત

Image result for rast dhwaj photo






             ભારતમાતાના ૬૮માં ગણતંત્ર દિવસે મોગરાના ફૂલબ્લોગ  વતી સહુમિત્રોને ખુબ ખુબ વધાઈ

 ભારતમાતાની જય 




મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.

Monday, January 9, 2017

ચીમન કાકા

ચીમન કાકા



દેસાઈ સાહેબ આજેતો કાકા જબરજસ્ત રુઆબમાં દેખાય છે ને,ધોયેલી ધોતી,સફેદ કફની ને ઉપર બ્રાઉન બંડી,મોજડી જેવા નરમ બુટ,ચશ્માંની ચમક ને માથે કાલી ટોપી,જબરજસ્ત ચાલ ને પાછો  ખભે  ભેરવેલો ખલતો,ને અસલ ખાદીનો,જાણે ખમીરવંતી જાતિનો અસલ ગુજરાતી,
દેસાઈ સાહેબને ગંગારામની વણથંભી વાણીને રોકવા એક નજરની જરૂર પડી, કાગળ ઉપરથી ગંગારામ ઉપર નજર અટકી ને ગંગારામ ચૂપ,
"આજે ભાભીએ શું ખવડાવી દીધું છે, તે ખમીરવંતી જાતિ સુધી પહોંચી ગયા, આ કેસોની લાઈન દેખાય છે,બધામાં દેસાઈની જરૂર છે, ચારેબાજુ માતમ ફેલાય ગયો છે,ને તમે મસ્તીમાં ઝૂમો છો,જવાબદારીનું કઈ ભાન છે?"
અને  ગંગારામ ચૂપ થઇ ગયા,સાહેબનો મિજાજ  જ કઈ એવો હતો,પણ તેમના માટે પણ ખાસ વાત હતી, ગંભીર થઈને કહેવા કરતા તેમણે મઝાકમાં છેડી,સાહેબ મઝા કરે છે પણ અત્યારે સમય નથી,
સાહેબ, હું ચીમનકાકાનું કહેવા જતો હતો, "
" હા તો એમાં આટલું લાબું ...હો, મારા સસરા, પણ તે આ બાજુ આવેજ નહિ, તેમને ખબર છે કે અહીં મારી ઓફિસ છે,ગંગારામ તમારી ભૂલ થતી હશે..! અને થોડીવાર દેસાઈનું કામ ખોરંભાયું પણ સસરાની વાત હતી એટલે જમાદારને સાંભળવામાં તેમણે દિલચસ્પી લીધી,
" ના, ના, સાહેબ આટલા વખતથી તમારા ગંગારામની નજર ખોટી ન પડે, હું ખરું કહું છું સાહેબ, તમે જાતે જ જોઈ લો, બહુ દૂર ગયા નહિ હોય,"દેસાઈ સાહેબને નવાઈ લાગી તે ઉભા થયા,
"ચાલો.."ત્યાં બે હવલદાર એક ખતરનાક માણસને પકડીને લાવ્યા હતા,તે કઈ દેસાઈ સાહેબને કહેવા જતા હતા,સાહેબે કહ્યું તેને ત્યાં બાસ્ટિલ પર બેસાડો હું હમણાં આવું છું.અને પાછળ પાછળ જતા ગંગારામ બોલ્યા "સાહેબ કાકાનો ખલતો ભારે લાગતો હતો,હું બહાર ઉભો રસ્તા ઉપર નજર નાખતો હતો અને સૂરજના કિરણો તેમના ચશ્મા ઉપર પડતા સીધા મારી આંખ ઉપર, હું અંજાઈ ગયો પણ તેમણે મને જોયો નથી” સાહેબ ઝડપથી ગંગારામ સાથે બહાર આવ્યા, સાથે,ભરવાડ સાહેબ જોડાઈ ગયા, દેસાઈ ગંભીર દેખાતા,તેઓ પણ સાથે થયા,થોડાક દૂર ગયેલા કાકા તેમના સસરાજ હતા,તેની ખાતરી થતા ગંગારામ ને મોટરસાયકલ કાઢવા કહ્યું,અને ગંગારામે રોયલ  હેન્ડ ફિલ્ડ ને કિક મારી,
ભરવાડ સાહેબે દેસાઈ સાથે વાત કરી,કઈ ગંભીર ન હતું એટલે તે તેમની ડેસ્ક તરફ પાછા વળ્યાં,
ગંગારામ પણ આજે સાહેબને રાઈડ આપવાનો જાણે ગર્વ લેતા હતા,આવો મોકો ક્યારેક જ મળતો, કાકા બસસ્ટોપ બાજુ જતા હતા એટલે દેસાઈ સાહેબે ગંગારામને ઉભા રાખી કાકાના થેલાની હળવી તપાસ કરવાનું કહી તે એક બાજુ ઝાડની ઓથે ઉભા રહ્યા, ગંગારામે સાહેબના હુકમનો અમલ કરી મોટરસાયકલ કાકા આગળ જઈ ઉભી રાખી,દેસાઈ સાહેબ જોતા હતા, પોલીસને જોઈ કાકા ડઘાઈ ગયા,તેમણે આ પહેલા પોતાના સસરાની આવી સ્થિતિ જોઈ ન હતી,કાકા ગંગારામ સાથે ખંધુ હસતા વાત કરતા હતા,
જ્યા સુધી ગંગારામ આવે નહિ ત્યાં સુધી દેસાઈ સાહેબને ખલતામાં શું મળ્યું તેની માહિતી ન મળે પણ બંને વચ્ચેની ચર્ચાને આટલા વર્ષોના અનુભવ પછી તેમણે તારવણી કરી તો પોતાના સસરા ફરી કોઈ દોષ કરી રહ્યા હોય તેવું તેમને લાગ્યું,આગળ બે બનાવો માં તો જેમતેમ બહાર આવ્યા હતા,શોભાએ પણ સમજાવ્યા પણ વારેઘડી કેમ હરકતો કર્યા કરે છે તેની ખબર નથી પડતી,અનુભવી દેસાઈ કાકાને  જોતાજ
હિમ્મત હારી જાય છે,ઈન લોનો મામલો કઈ એવોજ હોય,હવે તો શોભા પણ પતિ ને પિતા વચ્ચે પોતાનું ભાન ભૂલવા માંડી હતી,દેસાઈ સાહેબને પણ શોભાની દયા આવતી હતી,પણ સસરા માટે કોઈ વધુ પડતું સમજવું સારું નહિ,બાકી કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. હવે તો હરકતોની હદ આવી ગઈ છે,દેસાઈ સાહેબની એક નજરથી ભલભલા નજર છુપાવે પણ ચીમન કાકા માટે કેમનું કરવું ,દેસાઈ સાહેબ પાસે કોઈ હલ ન હતું,ચિંતામાં ડૂબેલા દેસાઈ સાહેબ પરસેવે રેબઝેબ થઇ ગયા ,ઘડીકવાર માટે તેમણે આંખો બંધ કરી લીધી.ખુલી ત્યારે સામે ગંગારામ હાજર હતા,
"સાહેબ, કાકાના થેલામાં શાકભાજી છે ને ભાભી માટે લઇ જાય છે"
"ખોટું, સરાસર ખોટું, ગંગારામ તમે બરાબર જોયું!!"
"હા, સાહેબ કઈ શંકાસ્પદ નથી "અને દેસાઈ સાહેબનો પરસેવો ઘટવાને બદલે વધ્યો
"મારે જાતે કઈ કહેવું નોતું એટલે તમને મોકલ્યા, પણ હવે છૂટકો નથી,"અને દેસાઈ સાહેબ બસ સ્ટોપ બાજુ ચાલવા મંડ્યા, પાછળ ગંગારામ પણ પોતાની વાત દોહરાવતા ચાલવા મંડ્યા,
"દેશમાં જુદા જુદા અભ્યાન ચાલતા હોય ને દેસાઈ સાહેબ ઘરના ગુચવાડામાંથી બહાર આવવા ફાંફા મારે છે, ગંગારામ, તમને કઈ સમજાય છે..?"
" હા, સાહેબ પણ શાંત થઇ જાવ, કાકા તો મને જોઈને જ અડધા થઇ ગયા હતા, તેમણે જાતેજ થેલો બતાવી દીધો, સાહેબ અંદર કઈ નોતું"
"જો એવું હોય તો સારું, તો દેસાઈ શાંત થઇ જશે, પણ એ હું જાણું છું, એમને હું બરાબર ઓળખું છું હવે તો ગમે તેમ કરીને જાણવું પડશે,શા માટે તે કઈ વિચારતા નથી,પોતાના જમાઈનો આટલો મોભો,ને
કોઈ જાતનો વિચાર નહિ,ઘડીક આ પેકેટ તો ઘડીક પેલું "અને અડધે પહોંચતા કાકાની નજર દેસાઈ પર પડીને તેમના મોતિયા મરી ગયા, હવે કાકા વધુ ગભરાયા જેટલું ગંગારામથી નહોતા ગભરાયા. ગંગારામ ખોટા નહોતા તપાસ તો બરાબર કરી હતી,પણ દેસાઈ સાહેબની ચાલના જોશ થી તેમને લાગતું હતું કે જો સાહેબને કઈ મળ્યું તો તેમની સામે નજર મિલાવવાની શક્તિ પણ નહિ રહે,આગળના અનુભવથી પરિચિત દેસાઈ પોતાના સસરાને જાણતા હતા પણ,ઘભરાયેલા કાકા નો ચહેરો જરૂર કોઈ ચાડી ખાતો હતો,હજુ દેસાઈ  સાહેબ ચાલ્યા જતા હતા કોઈ ગંગારામ માટે હુકમ નહોતો,પણ કાકા પાસે પહોંચતા જરૂર સજાનો સંદેશો આવશે જે ગંગારામને કાકાના લાચાર ચહેરાની દયાને જોતા જોતા બજાવવો પડશે.
હુકમ એ મોગલ  રાજાઓ અને રજવાડાનો શબ્દ છે,પણ ગજબનો શબ્દ છે,તેનું પાલન અવશ્ય થતું,નહિ તો સજાએ મોત,સુલતાન ,રાજાઓ અને રજવાડાઓ પણ ગયા પણ ગંગારામ માટે દેસાઈ સાહેબ એવાજ કોઈ મિજાજમાં હતા,તેમના મિજાજને તેમનો સ્ટાફ ખુબજ બારીકાઈથી જોઈ તેમને ફોલો કરતો,ગંગારામ જે ધારતા હતા તેવીજ મોમેન્ટ આવી ગઈ,દેસાઈ સાહેબે કહ્યું,
"ગંગારામ,આ વખતે પપ્પા દોષિત નીકળે તો સામાન્ય દોષિતને જે સજા થાય તે તેમને થશે,કોઈ બાંધ છોડ કરવાની નથી,હું શોભા સાથે વાત કરી લઈશ."ગંગારામ ખુબજ શોકમાં હતા પણ સાહેબના આદેશને માથું હલાવી સ્વીકાર કર્યો,બસ સ્ટોપ આવી ગયું.
"પ્રણામ પપ્પાજી,શું આ બાજુ આવ્યા તેની જાણ મને કરી હોત તો હું તમારે માટે વ્યવસ્થા કરત.અને શોભાએ શાકભાજી મંગાવી છે કે તમે જાતે ખરીદી,પહેલા બે વખત દોષના અભાવથી તમે બચી ગયા,કેમકે તેમાં મારી તપાસ નહોતી,વડીલ છો શોભા અને હું બંને તમને પ્યાર કરીએ છીએ,ગંગારામ મારા પોતાના વિશ્વાસુ માણસ છે,પણ મને તમારી આ હરકતો બરાબર નથી લગતી ,કોણ છે તમને આવી વાતોમાં ફસાવે છે,જે કઈ હોયતે મને કહો જેથી તેનો નિકાલ આવે,અમે બંને પતિ પત્ની કેટલા પરેશાન છીએ,તેમનું તમને ભાન છે," આગળના દોષોમાં પણ કાકાનો જે જવાબ હતો તે આજે તેમણે ફરીથી દોહરાવ્યો,
"કોઈ મને ફરજ નથી પાડતું, દોષિત હોઉં તો જે સજા થાય તે કરજો,હું પણ તમને બંને ને ખુબ પ્યાર કરું છું,બહુત ગઈ થોડી રહી,હવે જે રહી છે,તે શાંતિથી પસાર થાય,"
"કેવી રીતે, શાંતિથી પસાર થાય,માફ કરજો પણ મને હવે એકલી અશાંતિ જ દેખાય છે,જુઓ હું એક અધિકારી છું,મારુ કર્તવ્ય  દોષિતને સજા આપવાનું છે,પછી મારા સસરા કેમ ન હોય."
"મેં ગંગારામને બધું બતાવી દીધું,તમે પણ જોઈ લો, ખલતામાં ખાલી શાકભાજી છે."એમ કહી કાકાએ થેલો જમાઈ સામે ધર્યો,
"બસ રહેવા દો,ગંગારામની તપાસ બરાબર હોય,પણ તમારી ધોતીની ઓટમાંનું પડીકું મને આપી દો"
અને કાકા ગભરાઈ ગયા,દેખાતી સજા તેમનું ગળું દબાવતી હતી,કોઈ ઉપાય ન હતો,સામે જમાઈ હતા,બીજું કઈ થાય તેમ ન હતું,ખબર નહિ શું થશે,પણ દેસાઈ સામે કાકાએ પડીકું આપી દીધું,
કોઈના હીરા કાકા પાસેથી મળતાં,દાણચોરીનો દોષ થયો,કાકા સજા માટે તૈયાર થયા પણ કોઈનું નામ ન બોલ્યા,દેસાઈની બધી કોશિશ બેકાર ગઈ,કાકા એકના બે ન થયા,શોભા સાથે વાત કરાવી પણ કાકાએ કોઈનું નામ ન દીધું,ગંગારામે જે કરવાનું હતું તે કર્યું અને કાકા જેલ ભેગા થયા.
શોભા જેલમાં મલીને કાકાનો હાથ પકડી ખુબ રડી પણ કાકાએ કોઈનું નામ ન આપ્યું,દેસાઈના સ્ટાફે અનુમાન કર્યું કાકા કોઈ ભયંકર માણસના સકંજામાં હતા,બધા ચિંતામાં પડી ગયા,શોભા બિચારી થઇ દેસાઈ સામે જોતી રહી,કાકા પણ ચિંતિત દેખાય પણ નીચું જોતા ખામોશ રહ્યા,થોડા સમયમાં જેલનો ડ્રેસ પણ આવી જશે,અને જેલનું ખાવાનું પણ,અહીં,જેલના ઉપરી જુદા હતા,કાકા બધાના આદેશ મુજબ ફોલો કરતા ગયા, જેલમાં દાખલ થયા,કોર્ટ પણ આવશે ,પછી સુનાવણી ,ને સજા,
કાકાને કોઈ વાંધો ન હતો,પણ જ્યા તેમને જેલમાં દાખલ કર્યા ત્યાં ભરવાડ સાહેબના માણસ એક ખુંખાર માણસને લઈને આવ્યા,કાકાને જોતા,તે ઉભો રહી ગયો,જમાદારે તેને ચાલવા કહ્યું પણ એક મિનિટ કહી તેમને રોક્યા,વાત ગંભીર દેખાતા જેલર સાહેબ પણ ત્યાં આવી ગયા,
પેલો બોલ્યો,"કાકા તમે પણ આવી ગયા,"
જેલર બોલ્યા "કેમ તું કાકાને ઓળખે છે?"
કાકા કઈ ન બોલ્યા પણ જેલર પામી ગયા જરૂર કોઈ વાત હતી,દેસાઈ સાહેબને ફોન કરી આ બાબતની જાણ કરી,અને તપાસ કડક રીતે થવા માંડી,પેલાનું નામ જીવણ કાણ્યો  હતું,તે એક ખુંખાર દાણચોર હતો,કાકાને પણ તેની જાળમાં ફસાવી દેસાઈને તે હીરા તેના માણસને નહિ પહોંચતા કરે તો જમાઈ દીકરી બંનેને મોતને ઘાટ ઉતારી દેશે તેવી ધમકી આપી હતી એટલે કાકા ચૂપ હતા,વાતનો પર્દાફાશ થતા દેસાઈ અને શોભાએ કાકાને આલિંગન આપી રડી પડ્યા,
દેસાઈ સાહેબે એકજ સલાહ આપી, પપ્પા સરહદ ઉપર ફરજ બજાવતા,જવાનોને તો કાયમનું જોખમ હોય,તેવુંજ અહીં,કોઈથી ડરીને અહીં જોબ ન થાય,અપરાધી તો ગમે તેવી ધમકી આપે,ખાલી મને જણાવવું તો હતું,પણ કઈ વાંધો નહિ,હજુ બહુ મોડું નથી થયું,પણ તમને અમારી ચિંતા છે એટલુંજ અમારે માટે બસ છે,સાહેબની બાજુમાં ઉભેલા ગંગારામ બોલ્યા
"ચીમન કાકા તમે મહાન છો "


-મહેન્દ્ર ભટ્ટ.

Monday, January 2, 2017

કામદેવ અને રાસલીલા


કામદેવ અને રાસલીલા 


જ્યારે કામદેવ કૃષ્ણ સામે ઉપસ્થિત થયો ત્યારે તેણે ભગવાન સાથે યુદ્ધ ની માંગણી કરી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું આવો પ્રયત્ન તે શિવજી પાસે પણ કર્યો હતો તો તેણે કહ્યું તે વખતે હું ખોટા માણસ પાસે ઉપસ્થિત થયો હતો અને તેઓ સદાય સમાધિસ્થ રહેતા એટલે હાર્યો ,તો શ્રી કૃષ્ણે કહ્યું તો રામજી સામે શું થયું તો કહ્યું રામવતારમાં તમે એક પત્નીત્વ અને મર્યાદા પુરુષોત્તમ હતા એટલે યુદ્ધ શક્ય ન હતું તો ભગવાને કહ્યું તો અત્યારે શું છે,તો કામદેવ બોલ્યો પ્રભુ અત્યારે તમો ઘણી પત્નીઓના પતિ છો અને ગોપ ગોપીયો સાથે રાસ લીલા કરો છો એટલે યુદ્ધનું સાનુકૂળ વાતાવરણ છે,માટે હું અહીં આવ્યો છું તો શ્રી કૃષ્ણે કહ્યું તો તેનો પણ લાવો લઇ જો,આ પછી રાસમાં કામદેવે ઘણા બાણ માર્યા પણ રાસમાં એટલી પવિત્રતા હતી કે તેને હારવું પડ્યું,રાસમાં ભગવાન જોડાયા નહોતા કેમકે રાધારાણીની રાહ જોવાતી હતી ,આવી હતી ભગવાનની લીલા,જ્યાં સદાય પવિત્ર સબંધો હતા,એ રાસની કેટલીક ઝલક

હે વ્રજ રંગન,દેવકીનંદન,હે,વ્રજવાસી,કૃષ્ણ મુરારી,
હે મનમોહન ,હે કૃષ્ણ મુરારી,ગોવિંદ વલ્લભ,હે ગિરધારી,
આઓ રાસ રચાઓ ગિરધર ,આઓ રાસ રચાઓ ગિરધર.

હો રાધારાણી બુલાઈ રહી આઓ જી સંગ રાધાકે રાસ રચાઓજી,(૨)
માખણચોર હૈ,રાસ રચૈયા,(૨) કામલીવાલે કૃષ્ણ કનૈયા,
ગોકુલવાલે ગૈયા ચરૈયા,મથુરા વૃન્દાવનકા બસૈયા,
હે કામેશ્વર,હે અખિલેશ્વર,હો રાધારાની બુલાઈ રહી...............

હે લીલાધર હે યોગેશ્વરનટવર નાગર હે કમલેશ્વર,
દ્વારકાધીશ ,ચંદ્ર મોહેશ્વર,હે પ્રાણેશ્વર,હે રાધેશ્વર
હે પરમેશ્વર,હે રાધેશ્વર,  ,હે યોગેશ્વર,
ધમકી આરતી ,ઉનકો ભાતી,રાધારાની બુલાઈ રહી............

મોતી ઐસે મોહ કે વિહારી,ચિત્તચોર હૈ નૈંન  વિહારી,
હે મોહનજીને મોહી વ્રજબાલા,શ્યામ વર્ણી મુખ નયન વિશાલા,
કાનન કુંડલ,મોર મુકુટ સોહે,કંઠમેં માલાકી રાજત સુરત
રાધારાની  બુલાઈ રહી.......

જય શ્રી કૃષ્ણ.

શ્રીમદ ભાગવત ગીતા




                              શ્રીમદ ભાગવત ગીતા ભાગ-૧  


                               શ્રીમદ ભાગવત ગીતા ભાગ-૨ 

શ્રીમદ ભાગવત ગીતા ભાગ-

                              શ્રીમદ ભાગવત ગીતા ભાગ- 

શ્રીમદ ભાગવત ગીતા ભાગ-  

શ્રીમદ ભાગવત ગીતા ભાગ-   

શ્રીમદ ભાગવત ગીતા ભાગ-૭ 

શ્રીમદ ભાગવત ગીતા ભાગ-

શ્રીમદ ભાગવત ગીતા ભાગ-

શ્રીમદ ભાગવત ગીતા ભાગ- ૧૦

શ્રીમદ ભાગવત ગીતા ભાગ-૧૧ 

 

શ્રીમદ ભાગવત ગીતા ભાગ-૧૨

                                                                                                                                                                                                           

શ્રીમદ ભાગવત ગીતા ભાગ-૧૩

શ્રીમદ ભાગવત ગીતા ભાગ-૧૪

શ્રીમદ ભાગવત ગીતા ભાગ- ૧૫

શ્રીમદ ભાગવત ગીતા ભાગ- ૧૬

 

નવા વર્ષમાં શ્રીમદ ભાગવત ગીતાજીના સંવાદોનું ગુજરાતીમાં વાંચન સાંભળીયે જે મેં મારા માતૃશ્રી તેમજ પિતૃશ્રી ના સ્મરણાથે કર્યું છે,તેને ભાગ઼ ૧ થી ૧૩ અને ૧૪ થી ૧૮ એમ બે ડીવીડી કેસેટોમાં વહેંચવામાં આવ્યું છે.આ બે ડીવીડી મેં મારા કોમ્પ્યુટર ઉપરથી બનાવી છે વાંચવામાં ઉચ્ચારોની કોઈ ક્ષતિયોનો અનુભવ કરો તો કૃપા કરી સુધારીને સાંભળશો. ઇબે ઉપર ૧૨ ડોલરમાં વેચાણમાં ઉપલબ્ધ છે,Shop for gujarati DVD on ebay on Googleજે આપ ગિફ્ટ માટે કે ધાર્મિક ઉપીયોગ માટે  મેળવી વસાવી શકો છો,ગીતા જ્ઞાન યજ્ઞમાં અહીં આવી ભાગ લેવા બદલ આપ સહુનો ખુબ  ખુબ આભાર,આ અંગે આપની ટિપ્પણી લખશો તો આનંદ થશે



-મહેન્દ્ર ભટ્ટ ના જય-
 શ્રી કૃષ્ણ. 

Monday, December 26, 2016

બાપુની વાતો એક જાદુગર.

બાપુની વાતો -એક જાદુગર.


દસેક વર્ષની ઉંમરમાં બાપુએ કહેલી વાતોની હજુ સ્મૃતિ છે,તેમાં એક જાદુગરની વાત તો બહુજ તન્મય થઇ અમે સાંભળતા,એક જાદુગર નામ તેનું મહમદ છેલ આમ તો તે એક ફકીર હતા,અને લોકોની ભલાઈ માટે તથા લોકોના આનંદ માટે જાતજાતના પ્રયોગો કરતા,તેમનામાં કોઈ એવો પાવર હતો કે તે ધારતા તેવું કરી શકતા,અને લોકોને પણ ખુબ ગમતું,તેઓનો જન્મ ૧૮૫૦ માં નીંગાલા,ગદાધા તાલુકા,ભાવનગર સૌરાષ્ટ્રમાં  માં થયેલો અને ૧૯૨૫ માં મૃત્યુ પામ્યા હતા સામાન્ય રીતે ટ્રેઈનમાં મુસાફરી કરતા અને મુસાફરી દરમ્યાન જાત જાતના પ્રયોગ કરી લોકોના દિલ બહેકાવતા,અને ટિકિટ તો ક્યારેય લેતા નહિ, ટિકિટ ચેકર આવે ત્યારે તેના જાદુનો રંગ દેખાડી ગમે તે કાગળની ટિકિટ દેખાડી દેતા, ઘણી વખત મોડા પડે અને ગાડી સ્ટેશન છોડી ચુકી હોય તો  હોય તો તેમના જાદુથી ટ્રેઇનનું એન્જીન ટ્રેઇનથી છૂટું કરી દેતા અને કહેતા હવે જાઓ મારા વગર,લોકો પણ જાણતા તેમને ખબર પડી જતી આ મહંમદ છેલનું કામ છે,જયારે તેઓ ગાડીમાં આવી જતા ફરીથી એન્જીન જોડાઈ જતું,
એક વખત ગાડીમાં ભીડમાં ઉભા હતા અને તેમણે સામે ઉભેલા એક ભાઈ ને પૂછ્યું ''કેટલા વાગ્યા"
પેલાએ પોતાના ખિસ્સામાં રહેલું ચેઇન સાથે જોડેલું ઘડિયાળ  ઉપર નજર કરી સમય કહ્યો ,એટલે તેમણે કહ્યું,"તમારું ઘડિયાળ તથા ચેઇન ચાંદીનું લાગે છે,ખુબ સુંદર લાગે છે,હું જોઈ શકું" પેલાએ તેના વખાણ થતા ઘડિયાળ તેમને જોવા આપ્યું,મહંમદ છેલે તેનું ઘડિયાળ બારી ખુલ્લી હતી તેમાંથી બહાર ફેંકી દીધું,ઘડિયાળ એક પસાર થતા ઝાડના થડ સાથે અથડાઈને તૂટી  ગયું,પેલો અવાક બનીને જોઈ રહ્યો,અને આ બનાવ જોતા લોકોમાં પણ સોપો છવાઈ ગયો કોકે કહ્યું તમારે આ કિંમતી ઘડિયાળના પૈસા આપવા પડશે,છેલ તેની સામે જોઈને બોલ્યા" મેં ઘડિયાળ લીધુંજ નથી,"અને લોકો કઈ કહે તે પહેલા એક પાઘડી વાળા ગ્રામીણ તરફ આંગળી બતાવતા કહ્યું "આ ભાઈએ ચોર્યું છે" અને પેલા નિર્દોષ ગ્રામીણે  તેનો વિરોધ કરતા કહ્યું મેં લીધું જ નથી,અમે ચોર નથી,અને તે ગુસ્સે ભરાયો એટલે છેલે બધાને તેની પાઘડી તપાસવા કહ્યું અને બધાની અરજથી પેલાએ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ જાય તે માટે બધા સામે તેની પાઘડી ઉતારી તો પાઘડીના વળમાંથી પેલું ઘડિયાળ નીકળ્યું,પેલો નવાઈ પામી છેલ તરફ જોઈ રહ્યો,અને લોકોને પણ આનંદ આપી પેલાના માથામાં છેલ પોતાનો હાથથી મસાજ કરતા હસતા હસતા બીજા સ્ટેશને ઉતરી ગયા,  
 એક વખત ગાડીમાં મુસાફરી દરમ્યાન એક ડબ્બામાં કેટલાક ગ્રામીણ હતા અને વચ્ચે એક પાસે મીઠાઈનું બોક્સ હતું તે કોઈ તેના તરફ જોતું ન હોય ત્યારે એકાદ મીઠાઈનો ટુકડો પોતાના મોઢામાં મૂકી દેતો હતો,આ દ્રશ્ય જોતા છેલ સાહેબને કઈ કૌતુક કરવાનો વિચાર થયો,તેમણે પેલાને કહ્યું આ તારી મીઠાઈ બધાની સાથે વહેંચીને ખા,પેલાએ છેલની વાત પર ધ્યાન આપ્યું નહિ,એટલે તેના તરફ જોઈ રહેલા છેલે  મોઢા ઉપર સ્માઈલ લાવીને કહ્યું, હવે તું જ્યારે બીજી વખત આ બાસ્કેટમાં મીઠાઈ માટે હાથ નાખે તો ધ્યાન રાખજે,પણ છેલની આ ચેતવણી તેણે  ગણકારી નહિ,અને બીજી વખત હાથ નાખ્યો તો અંદરથી મીઠાઈને બદલે સાપ તેના હાથમાં હતો,
આવા છેલ  ક્યારેક તોફાની પ્રયોગો પણ કરતા,સાધુ સંતો સાથે પણ ક્યારેક મઝાક કરી લેતા પણ ખાલી લોકોના આનંદ માટે,એક વખત જ્યારે જૈન સાધુઓ પોતાના ભિક્ષા પાત્રમાં વહોરીને જે ખાવાનું લાવ્યા હતા,ત્યારે છેલને મઝાક સુધી અને કહ્યું કે તમે જે વહોરીને લાવ્યા તે અનાજ નથી અને સાધુઓએ જોયું તો અંદર જુદું હતું સાધુઓએ તે ફેંકી દીધું અને તે સાધુઓના ગુરુજીને છેલની આ મઝાકની પોતાના ધ્યાનમાં ખબર પડી અને બાપાના કહેવા મુજબ ગુરુજીએ પોતાના તપથી છેલને મઝાક કરવા માટે જ્યા ઉભા હતા ત્યાં જમીનમાં ગળા ડુબ ઉતારી દીધા ,છેલને   આ મઝાક મોંઘી પડી પણ જયારે ગુરુજી તેમની સમક્ષ આવ્યા ત્યારે એક શરતે તેમણે છેલને માફ કરવા કહ્યું, કે આજ પછી તેમણે ક્યારેય જાણે અજાણે સાધુ સંતોની મઝાક ન કરવી છેલ્લે ગુરુજી  ની શરત માથું નમાવી સ્વીકારી અને વચન આપ્યું, તે પણ એક ફકીર હતા પણ તે વખતે તપનો મહિમા ખૂબ જ હતો એટલે જેટલું તે જાણતા તેનાથી વધારે ઋષિ મુનિ પાસે જ્ઞાન હતું એટલે આ બનાવ પછી તે કાયમ સાધુ સંતોને માન આપી પ્રણામ કરતા.આ  ગુરુજી  જૈન મુનિશ્રી નું નામ વિજયમિસૂરીજી મહારાજ હતું.
ભાદર નદીને કિનારે ગિરનારની તળેટીમાં નજીકના મંજેવાડીમાં દર વર્ષે જમાતનો મેળો ભરાતો તેમાં શાદી તથા વિધ વિધ પ્રસંગો યોજાતા  મૌલાબાપાને મળવા સહુ આવતા, મંજેવાડીના ઇમામ શાહ સુલતાન એક ખાસ કેમ્પમા નદીના કિનારે રંગીન ટેન્ટમાં રહેતા,ઇમામ તેમની ૧૮ વર્ષની ઉંમરમાં હતા,
મહંમદ છેલે ઈમામની બાબતમાં સાંભળ્યું અને પોતાના જાદુનો પ્રભાવ દેખાડવા તે ત્યાં જઈ પહોંચ્યો,
મૌલા  બાપાના કેમ્પમાં તેને પૂછવામાં આવ્યું 'તારે શું કામ છે ભાઈ?' તેણે કહ્યું 'મારે આગા સાહેબને મળવું છે,હું જાદુગર છું ,માખણમાંથી ગેસોલીન બનાવી દઉં છું અને ભેસમાંથી ગાય  બનાવી દઉં છું,' આ ચર્ચા દરમ્યાન ઇમામ બહાર આવ્યા તેમનો ચહેરો ચમકતો હતો,તે એક ખુબ તેજસ્વી ગુણવત્તા ધરાવતા હતા,છેલે તેમનો આદર કર્યો તેમણે છેલને પૂછ્યું,'તારે શું કામ છે,'છેલે કહ્યું 'હું એક મોટો જાદુગર છું,ઘણી મોટી ટ્રિકથી જાદુ કરી શકું છું ,'ઇમામે કહ્યું,'મને આવી ટ્રિક કે જાદુનું મહત્વ નથી,'તેમણે પોતાના માણસ તરફ જોયું અને જાદુગરને ૨૦૦ રૂપિયા આપવા કહ્યું,છેલે કહ્યું ' મારે પૈસાની જરૂર નથી સાબ ભગવાનની કૃપાથી ખુબ પૈસો છે' મૌલા હસ્યાં અને કહ્યું 'તો બીજું શું,'તો છેલે કહ્યું 'સાબ મારે તમને મારી ટ્રીકો બતાવવી   છે,હું એવી ટ્રિક બતાવીશ કે તમે અચરજ પામશો અને જીવન ભર તમને યાદ રહેશે,'
 ઇમામે કહ્યું 'એમ એટલે' છેલે કહ્યું 'તમે મને જીવનભર યાદ રાખશો,'તેણે ઇમામને વધુ મોહિત કરવા પ્રયત્ન કર્યો,સાંભળી રહેલા ઇમામે કહ્યું,'હવે કઈ વધારે' ત્યારે છેલ બોલ્યા' ના સાબ હું તમારી પરવાનગીની રાહ જોઉં છું.મૌલા તેમના હાથમાં એક શેરડીનો નાનો ટુકડો લઇ આવ્યા અને જમીન
પર ફેંક્યો,અને જાદુગરને કહ્યું' ઉઠાવી લે' છેલ બોલ્યો 'એમાં શું મોટી વાત છે એ તો બચ્ચાનો ખેલ છે,'તેણે તેનો જાદુ કરતા પહેલા કહ્યું
'પછી મને આપ,તું જોઈએ તો બે હાથનો ઉપીયોગ કરી શકે છે' ઇમામે કહ્યું છેલે મંત્ર વગેરે બોલી તાલિ પાડી ફૂંક મારી ટુકડાને ખસેડવા પ્રયત્ન કર્યો જયારે ટુકડો ન ખસ્યો ત્યારે મૌલાએ કહ્યું 'ખાલી હાથથી ઉઠાવી લેતેણે એક હાથનો ઉપીયોગ કર્યો પછી બેહાથનો ઉપીયોગ કર્યો અને પછી શરીરની બધી તાકાત લગાવી દીધી પણ શેરડીના ટુકડાને જાણે જમીન સાથે ચોંટાડી દીધો હોય તેમ તે પરસેવે રેબઝેબ થઇ ગયો પણ ટુકડો ખસેડી ન શક્યો.મૌલા હસતા રહ્યા
છેલ બોલ્યો "હું માફી માંગુ છું,મારુ કમનસીબ છે કે હું આપની શક્તિ સમજી ન શક્યો,મને માફ કરો'
મૌલા બોલ્યા 'તું પરાસ્ત થયો"છેલ કઈ પણ બોલ્યા વગર વીલા મોઢે ચાલવા મંડ્યો ત્યારે મૌલાએ તેને પાછો બોલાવ્યો'અને કહ્યું 'કેમ ચાલવા માંડ્યો?'
અને મૌલાએ સામે રમતા એક રસોયાના સાત વર્ષના છોકરાને બોલાવી કહ્યું 'બેટા મને આ ટુકડો આપ' અને પેલા છોકરાએ સહેલાઈથી ઉઠાવી મૌલાને આપી દીધો અને છેલને કહ્યું 'જો આ ખરેખર બચ્ચાનો ખેલ હતો ' આ સાંભળી છેલ ખુબ શરમાયો ત્યારે ઇમામે સાદાઈથી કહ્યું 'જો હું એક ઇમામ છું અને ઈમામની ઈચ્છા વગર કઈ બની શકતું નથી'છેલ ખુબ શરમ જનક સ્થિતિમાં ત્યાંથી જતો રહ્યો.
આવા તો ઘણા કિસ્સાઓ મહંમદ છેલના હતા,ગણી વાર્તાઓ પણ બની,મારા પૂજ્ય પિતાશ્રી જેમને હું બાપુ કહીને બોલાવતો તેમની પાસેથી આવી ઘણી વાર્તાઓ બાળપણમાં સાંભળવા મળી હતી જેનું આજે પણ સ્મરણ છે.

-મહેન્દ્ર ભટ્ટ.