ચીમન કાકા
દેસાઈ સાહેબ આજેતો કાકા જબરજસ્ત રુઆબમાં દેખાય છે ને,ધોયેલી ધોતી,સફેદ કફની ને ઉપર
બ્રાઉન બંડી,મોજડી જેવા નરમ બુટ,ચશ્માંની ચમક ને
માથે કાલી ટોપી,જબરજસ્ત ચાલ ને પાછો
ખભે ભેરવેલો ખલતો,ને અસલ ખાદીનો,જાણે ખમીરવંતી
જાતિનો અસલ ગુજરાતી,
દેસાઈ સાહેબને ગંગારામની વણથંભી વાણીને રોકવા એક નજરની જરૂર
પડી, કાગળ ઉપરથી ગંગારામ ઉપર નજર અટકી ને ગંગારામ ચૂપ,
"આજે ભાભીએ શું ખવડાવી દીધું છે, તે ખમીરવંતી જાતિ
સુધી પહોંચી ગયા, આ કેસોની લાઈન દેખાય છે,બધામાં દેસાઈની
જરૂર છે, ચારેબાજુ માતમ ફેલાય ગયો છે,ને તમે મસ્તીમાં
ઝૂમો છો,જવાબદારીનું કઈ ભાન છે?"
અને ગંગારામ ચૂપ થઇ
ગયા,સાહેબનો મિજાજ જ કઈ
એવો હતો,પણ તેમના માટે પણ ખાસ વાત હતી, ગંભીર થઈને કહેવા
કરતા તેમણે મઝાકમાં છેડી,સાહેબ મઝા કરે છે પણ અત્યારે સમય નથી,
“સાહેબ, હું ચીમનકાકાનું કહેવા જતો હતો, "
" હા તો એમાં આટલું લાબું ...હો, મારા સસરા, પણ તે આ બાજુ
આવેજ નહિ, તેમને ખબર છે કે અહીં મારી ઓફિસ છે,ગંગારામ તમારી
ભૂલ થતી હશે..! અને થોડીવાર દેસાઈનું કામ ખોરંભાયું પણ સસરાની વાત હતી એટલે
જમાદારને સાંભળવામાં તેમણે દિલચસ્પી લીધી,
" ના, ના, સાહેબ આટલા વખતથી
તમારા ગંગારામની નજર ખોટી ન પડે, હું ખરું કહું છું સાહેબ, તમે જાતે જ જોઈ
લો, બહુ દૂર ગયા નહિ હોય,"દેસાઈ સાહેબને
નવાઈ લાગી તે ઉભા થયા,
"ચાલો.."ત્યાં બે હવલદાર એક ખતરનાક માણસને પકડીને
લાવ્યા હતા,તે કઈ દેસાઈ સાહેબને કહેવા જતા હતા,સાહેબે કહ્યું
તેને ત્યાં બાસ્ટિલ પર બેસાડો હું હમણાં આવું છું.અને પાછળ પાછળ જતા ગંગારામ
બોલ્યા "સાહેબ કાકાનો ખલતો ભારે લાગતો હતો,હું બહાર ઉભો
રસ્તા ઉપર નજર નાખતો હતો અને સૂરજના કિરણો તેમના ચશ્મા ઉપર પડતા સીધા મારી આંખ ઉપર, હું અંજાઈ ગયો પણ
તેમણે મને જોયો નથી” સાહેબ ઝડપથી ગંગારામ સાથે બહાર આવ્યા, સાથે,ભરવાડ સાહેબ જોડાઈ
ગયા, દેસાઈ ગંભીર દેખાતા,તેઓ પણ સાથે થયા,થોડાક દૂર ગયેલા
કાકા તેમના સસરાજ હતા,તેની ખાતરી થતા ગંગારામ ને મોટરસાયકલ કાઢવા
કહ્યું,અને ગંગારામે રોયલ
હેન્ડ ફિલ્ડ ને કિક મારી,
ભરવાડ સાહેબે દેસાઈ સાથે વાત કરી,કઈ ગંભીર ન હતું
એટલે તે તેમની ડેસ્ક તરફ પાછા વળ્યાં,
ગંગારામ પણ આજે સાહેબને રાઈડ આપવાનો જાણે ગર્વ લેતા હતા,આવો મોકો ક્યારેક
જ મળતો, કાકા બસસ્ટોપ બાજુ જતા હતા એટલે દેસાઈ સાહેબે ગંગારામને ઉભા
રાખી કાકાના થેલાની હળવી તપાસ કરવાનું કહી તે એક બાજુ ઝાડની ઓથે ઉભા રહ્યા, ગંગારામે સાહેબના
હુકમનો અમલ કરી મોટરસાયકલ કાકા આગળ જઈ ઉભી રાખી,દેસાઈ સાહેબ જોતા
હતા, પોલીસને જોઈ કાકા ડઘાઈ ગયા,તેમણે આ પહેલા
પોતાના સસરાની આવી સ્થિતિ જોઈ ન હતી,કાકા ગંગારામ
સાથે ખંધુ હસતા વાત કરતા હતા,
જ્યા સુધી ગંગારામ આવે નહિ ત્યાં સુધી દેસાઈ સાહેબને
ખલતામાં શું મળ્યું તેની માહિતી ન મળે પણ બંને વચ્ચેની ચર્ચાને આટલા વર્ષોના અનુભવ
પછી તેમણે તારવણી કરી તો પોતાના સસરા ફરી કોઈ દોષ કરી રહ્યા હોય તેવું તેમને
લાગ્યું,આગળ બે બનાવો માં તો જેમતેમ બહાર આવ્યા હતા,શોભાએ પણ
સમજાવ્યા પણ વારેઘડી કેમ હરકતો કર્યા કરે છે તેની ખબર નથી પડતી,અનુભવી દેસાઈ
કાકાને જોતાજ
હિમ્મત હારી જાય છે,ઈન લોનો મામલો કઈ
એવોજ હોય,હવે તો શોભા પણ પતિ ને પિતા વચ્ચે પોતાનું ભાન ભૂલવા માંડી
હતી,દેસાઈ સાહેબને પણ શોભાની દયા આવતી હતી,પણ સસરા માટે કોઈ
વધુ પડતું સમજવું સારું નહિ,બાકી કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. હવે તો
હરકતોની હદ આવી ગઈ છે,દેસાઈ સાહેબની એક નજરથી ભલભલા નજર છુપાવે પણ
ચીમન કાકા માટે કેમનું કરવું ,દેસાઈ સાહેબ પાસે કોઈ હલ ન હતું,ચિંતામાં ડૂબેલા
દેસાઈ સાહેબ પરસેવે રેબઝેબ થઇ ગયા ,ઘડીકવાર માટે
તેમણે આંખો બંધ કરી લીધી.ખુલી ત્યારે સામે ગંગારામ હાજર હતા,
"સાહેબ, કાકાના થેલામાં શાકભાજી છે ને ભાભી માટે લઇ જાય
છે"
"ખોટું, સરાસર ખોટું, ગંગારામ તમે
બરાબર જોયું!!"
"હા, સાહેબ કઈ શંકાસ્પદ નથી "અને દેસાઈ સાહેબનો
પરસેવો ઘટવાને બદલે વધ્યો
"મારે જાતે કઈ કહેવું નોતું એટલે તમને મોકલ્યા, પણ હવે છૂટકો નથી,"અને દેસાઈ સાહેબ
બસ સ્ટોપ બાજુ ચાલવા મંડ્યા, પાછળ ગંગારામ પણ પોતાની વાત દોહરાવતા ચાલવા
મંડ્યા,
"દેશમાં જુદા જુદા અભ્યાન ચાલતા હોય ને દેસાઈ સાહેબ ઘરના
ગુચવાડામાંથી બહાર આવવા ફાંફા મારે છે, ગંગારામ, તમને કઈ સમજાય
છે..?"
" હા, સાહેબ પણ શાંત થઇ જાવ, કાકા તો મને
જોઈને જ અડધા થઇ ગયા હતા, તેમણે જાતેજ થેલો બતાવી દીધો, સાહેબ અંદર કઈ
નોતું"
"જો એવું હોય તો સારું, તો દેસાઈ શાંત થઇ
જશે, પણ એ હું જાણું છું, એમને હું બરાબર
ઓળખું છું હવે તો ગમે તેમ કરીને જાણવું પડશે,શા માટે તે કઈ
વિચારતા નથી,પોતાના જમાઈનો આટલો મોભો,ને
કોઈ જાતનો વિચાર નહિ,ઘડીક આ પેકેટ તો
ઘડીક પેલું "અને અડધે પહોંચતા કાકાની નજર દેસાઈ પર પડીને તેમના મોતિયા મરી
ગયા, હવે કાકા વધુ ગભરાયા જેટલું ગંગારામથી નહોતા ગભરાયા.
ગંગારામ ખોટા નહોતા તપાસ તો બરાબર કરી હતી,પણ દેસાઈ સાહેબની
ચાલના જોશ થી તેમને લાગતું હતું કે જો સાહેબને કઈ મળ્યું તો તેમની સામે નજર
મિલાવવાની શક્તિ પણ નહિ રહે,આગળના અનુભવથી પરિચિત દેસાઈ પોતાના સસરાને
જાણતા હતા પણ,ઘભરાયેલા કાકા નો ચહેરો જરૂર કોઈ ચાડી ખાતો હતો,હજુ દેસાઈ સાહેબ ચાલ્યા જતા હતા કોઈ ગંગારામ માટે હુકમ
નહોતો,પણ કાકા પાસે પહોંચતા જરૂર સજાનો સંદેશો આવશે જે ગંગારામને
કાકાના લાચાર ચહેરાની દયાને જોતા જોતા બજાવવો પડશે.
હુકમ એ મોગલ રાજાઓ
અને રજવાડાનો શબ્દ છે,પણ ગજબનો શબ્દ છે,તેનું પાલન અવશ્ય
થતું,નહિ તો સજાએ મોત,સુલતાન ,રાજાઓ અને
રજવાડાઓ પણ ગયા પણ ગંગારામ માટે દેસાઈ સાહેબ એવાજ કોઈ મિજાજમાં હતા,તેમના મિજાજને
તેમનો સ્ટાફ ખુબજ બારીકાઈથી જોઈ તેમને ફોલો કરતો,ગંગારામ જે ધારતા
હતા તેવીજ મોમેન્ટ આવી ગઈ,દેસાઈ સાહેબે કહ્યું,
"ગંગારામ,આ વખતે પપ્પા દોષિત નીકળે તો સામાન્ય દોષિતને
જે સજા થાય તે તેમને થશે,કોઈ બાંધ છોડ કરવાની નથી,હું શોભા સાથે
વાત કરી લઈશ."ગંગારામ ખુબજ શોકમાં હતા પણ સાહેબના આદેશને માથું હલાવી સ્વીકાર
કર્યો,બસ સ્ટોપ આવી ગયું.
"પ્રણામ પપ્પાજી,શું આ બાજુ આવ્યા
તેની જાણ મને કરી હોત તો હું તમારે માટે વ્યવસ્થા કરત.અને શોભાએ શાકભાજી મંગાવી છે
કે તમે જાતે ખરીદી,પહેલા બે વખત દોષના અભાવથી તમે બચી ગયા,કેમકે તેમાં મારી
તપાસ નહોતી,વડીલ છો શોભા અને હું બંને તમને પ્યાર કરીએ છીએ,ગંગારામ મારા
પોતાના વિશ્વાસુ માણસ છે,પણ મને તમારી આ હરકતો બરાબર નથી લગતી ,કોણ છે તમને આવી
વાતોમાં ફસાવે છે,જે કઈ હોયતે મને કહો જેથી તેનો નિકાલ આવે,અમે બંને પતિ
પત્ની કેટલા પરેશાન છીએ,તેમનું તમને ભાન છે," આગળના દોષોમાં પણ
કાકાનો જે જવાબ હતો તે આજે તેમણે ફરીથી દોહરાવ્યો,
"કોઈ મને ફરજ નથી પાડતું, દોષિત હોઉં તો જે
સજા થાય તે કરજો,હું પણ તમને બંને ને ખુબ પ્યાર કરું છું,બહુત ગઈ થોડી રહી,હવે જે રહી છે,તે શાંતિથી પસાર
થાય,"
"કેવી રીતે, શાંતિથી પસાર થાય,માફ કરજો પણ મને
હવે એકલી અશાંતિ જ દેખાય છે,જુઓ હું એક અધિકારી છું,મારુ
કર્તવ્ય દોષિતને સજા આપવાનું છે,પછી મારા સસરા
કેમ ન હોય."
"મેં ગંગારામને બધું બતાવી દીધું,તમે પણ જોઈ લો, ખલતામાં ખાલી
શાકભાજી છે."એમ કહી કાકાએ થેલો જમાઈ સામે ધર્યો,
"બસ રહેવા દો,ગંગારામની તપાસ
બરાબર હોય,પણ તમારી ધોતીની ઓટમાંનું પડીકું મને આપી દો"
અને કાકા ગભરાઈ ગયા,દેખાતી સજા
તેમનું ગળું દબાવતી હતી,કોઈ ઉપાય ન હતો,સામે જમાઈ હતા,બીજું કઈ થાય તેમ
ન હતું,ખબર નહિ શું થશે,પણ દેસાઈ સામે
કાકાએ પડીકું આપી દીધું,
કોઈના હીરા કાકા પાસેથી મળતાં,દાણચોરીનો દોષ
થયો,કાકા સજા માટે તૈયાર થયા પણ કોઈનું નામ ન બોલ્યા,દેસાઈની બધી
કોશિશ બેકાર ગઈ,કાકા એકના બે ન થયા,શોભા સાથે વાત
કરાવી પણ કાકાએ કોઈનું નામ ન દીધું,ગંગારામે જે
કરવાનું હતું તે કર્યું અને કાકા જેલ ભેગા થયા.
શોભા જેલમાં મલીને કાકાનો હાથ પકડી ખુબ રડી પણ કાકાએ કોઈનું
નામ ન આપ્યું,દેસાઈના સ્ટાફે અનુમાન કર્યું કાકા કોઈ ભયંકર માણસના
સકંજામાં હતા,બધા ચિંતામાં પડી ગયા,શોભા બિચારી થઇ
દેસાઈ સામે જોતી રહી,કાકા પણ ચિંતિત દેખાય પણ નીચું જોતા ખામોશ
રહ્યા,થોડા સમયમાં જેલનો ડ્રેસ પણ આવી જશે,અને જેલનું
ખાવાનું પણ,અહીં,જેલના ઉપરી જુદા હતા,કાકા બધાના આદેશ
મુજબ ફોલો કરતા ગયા, જેલમાં દાખલ થયા,કોર્ટ પણ આવશે ,પછી સુનાવણી ,ને સજા,
કાકાને કોઈ વાંધો ન હતો,પણ જ્યા તેમને
જેલમાં દાખલ કર્યા ત્યાં ભરવાડ સાહેબના માણસ એક ખુંખાર માણસને લઈને આવ્યા,કાકાને જોતા,તે ઉભો રહી ગયો,જમાદારે તેને
ચાલવા કહ્યું પણ એક મિનિટ કહી તેમને રોક્યા,વાત ગંભીર દેખાતા
જેલર સાહેબ પણ ત્યાં આવી ગયા,
પેલો બોલ્યો,"કાકા તમે પણ આવી
ગયા,"
જેલર બોલ્યા "કેમ તું કાકાને ઓળખે છે?"
કાકા કઈ ન બોલ્યા પણ જેલર પામી ગયા જરૂર કોઈ વાત હતી,દેસાઈ સાહેબને
ફોન કરી આ બાબતની જાણ કરી,અને તપાસ કડક રીતે થવા માંડી,પેલાનું નામ જીવણ
કાણ્યો હતું,તે એક ખુંખાર
દાણચોર હતો,કાકાને પણ તેની જાળમાં ફસાવી દેસાઈને તે હીરા તેના માણસને
નહિ પહોંચતા કરે તો જમાઈ દીકરી બંનેને મોતને ઘાટ ઉતારી દેશે તેવી ધમકી આપી હતી
એટલે કાકા ચૂપ હતા,વાતનો પર્દાફાશ થતા દેસાઈ અને શોભાએ કાકાને
આલિંગન આપી રડી પડ્યા,
દેસાઈ સાહેબે એકજ સલાહ આપી, પપ્પા સરહદ ઉપર
ફરજ બજાવતા,જવાનોને તો કાયમનું જોખમ હોય,તેવુંજ અહીં,કોઈથી ડરીને અહીં
જોબ ન થાય,અપરાધી તો ગમે તેવી ધમકી આપે,ખાલી મને જણાવવું
તો હતું,પણ કઈ વાંધો નહિ,હજુ બહુ મોડું
નથી થયું,પણ તમને અમારી ચિંતા છે એટલુંજ અમારે માટે બસ છે,સાહેબની બાજુમાં
ઉભેલા ગંગારામ બોલ્યા
"ચીમન કાકા તમે મહાન છો "
-મહેન્દ્ર ભટ્ટ.
No comments:
Post a Comment