Monday, August 10, 2020

પવિત્ર શ્રાવણ માસ

 પવિત્ર શ્રાવણ માસ 

શિવપુરાણમાં શિવજીએ  સનત કુમારોને કહ્યું હતું કે ચંદ્રમા ,સૂર્ય અને અગ્નિ એ ત્રણ મારી આંખો છે.ચંદ્રમા એ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કર્કરાશીનો સ્વામી છે,સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે  અને શ્રાવણમાસમાં કર્ક રાશિમાંથી સિંહરાશિમાં સંક્રાંતિ થાય છે.શ્રાવણ માસ શિવજીનો અગત્યનો માસ છે.   

તેમાં શિવજીના જાપનો મહિમા છે,પંચાક્ષરી મંત્ર 'ઓમઃનમ;શિવાય',મહામ્રુત્યંનજય મંત્ર,'ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ ,જન્મ,મૃત્યુ જરા વ્યાધિ પીઢિતમ કર્મબંધનેહિ 'અથવા વેદોક્ત મહામૃતુંન્જય મંત્ર 'ૐ ત્રયંબકમ યજામહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ,ઉર્વારૃકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામરતાત' આ મંત્રોના જાપ ખુબ જ પુણ્યશાળી માનવામાં આવ્યા છે,રુદ્ર અભિષેકનો મહિમા છે,મહીં સ્ત્રોત્ર પાઠનો મહિમા છે. આ માસમાં કેટલાક તહેવારો આવે છે શ્રાવણ માસનું નામ ૨૭ નક્ષત્રોમાં આવેલું શ્રવન નક્ષત્ર ઉપરથી રાખવામાં આવ્યું છે,આ માસમાં પરમાત્માના ગુણોની કથા સાંભળવાનો મહિમા છે.શ્રવણ એટલે સાંભળવું,નવધા ભક્તિમાં પ્રથમ ભક્તિ શ્રવણ છે એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન થાય છે.આ માસમાં જન્માષ્ટમી પણ આવે છે.એટલે હરિ અને હર બંનેના પૂજનનો ભક્તો લ્હાવો લે છે.શ્રાવણમાસમાં વરસાદથી ખેતરોમાં બીજ અંકુરિત થતા અન્ન પ્રાપ્તિની આશા બંધાય છે પ્રભુની ભક્તિ નો આ માસ છે,ઉપવાસ કરી ભક્તો પ્રભુની આરાધના કરે છે.આ મહિનાથી ચાતુર્માસ શરુ થાય છે માટે પણ તેનો મહિમા વિશેષ છે.શ્રાવણ માસના સોમવાર નું શિવપૂજન માટે વિશેષ મહત્વ છે.શિવ મહીમ ગાવાનો પણ મહિમા છે.

મહાદેવના પ્રથમ પત્ની સતી દક્ષ પ્રજાપતિની પુત્રી હતી દક્ષ પ્રજાપતિએ મહાદેવનું અપમાન કરવા યજ્ઞ રચ્યો અને બધા દેવોને આમંત્રણ આપ્યું પણ મહાદેવ અને સતીને ન બોલાવ્યા.અને યજ્ઞ કરતા પહેલા રાખવામાં આવતા દેવોના સ્થાનમાં પણ મહાદેવનું સ્થાન ન રાખ્યું જયારે દેવોના વિમાનો કૈલાશ ઉપરથી પસાર થયા ત્યારે સતીને પ્રશ્ન થયો અને મહાદેવને કારણ પૂછ્યું ,જવાબમાં મહાદેવે દક્ષના યજ્ઞ અને તેમને આમંત્રણ નથી તે જણાવતા,સતીએ પિતાના યજ્ઞમાં આમંત્રણની શી જરૂર એવું કહી મહાદેવ પાસે જવાની આજ્ઞા માંગી મહાદેવે સમજાવ્યા પણ ન માનતા જવાની આજ્ઞા આપી અને સતીને પિતાનું અપમાન સહન કરવું પડ્યું મહાદેવનું સ્થાન દેવોના સ્થાનમાં ન જોતા સતી પિતા પર ક્રોધિત થયા અને યજ્ઞમાં પડી જીવનને  અંત આપ્યો મહાદેવને સતીના મૃત્યુની ખબર પડતા ક્રોધ આવ્યો અને વીરભદ્રનને મોકલી યજ્ઞ તથા દક્ષ પ્રજાપતિનો નાશ કર્યો પણ કરુણાના સાગર મહાદેવને દક્ષ ઉપર દયા આવી અને તેના  કપાયેલા  શરીરને એક બકરાના માથાથી જોડી તેને જીવતદાન આપ્યું દક્ષપ્રજાપતિએ મહાદેવની સ્તુતિ કરી.શ્રાવણ માસમાં આ સ્તુતિ ગાવાનો પણ મહિમા છે 


રાવણ શિવજીનો પરમ ભક્ત હતો તેણે શિવ તાંડવઃ સ્તોત્ર રચ્યું હતું તેને ગાવાનો પણ મહિમા છે.આમ આ શ્રાવણ માસ ભક્તિ માટેનો શ્રેષ્ઠ માસ ગણાય છે.શિવજી ભોળા દેવ છે ફળની પ્રાપ્તિ અતિ સરળતાથી દેનારા દેવનો મહિમા ગાઈ આપણું જીવન ધન્ય કરીયે 


પવિત્ર માસની  શુભકામનાઓ સાથે 

હર હર મહાદેવ 

Saturday, July 25, 2020

ગિલોય (ઔષધી)

ગિલોય (અમૃતા )




ગિલોય એક એવો વેલો છે તેને આપણે ૧૦૦ રોગની એક દવા જેવી કહી શકીયે.એટલા માટે તેને સંસ્કૃતમાં અમૃતા નામ અપાયું છે.દેવતા અને દાનવો વચ્ચે જયારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી નીકળેલા અમૃતના છાંટા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં ગિલોયની ઉત્ત્તપત્તિ થઇ.
તેનું વનસ્પતિ નામ ટિનોસ્પોરા કોર્ડીફોલિઆ  છે તેના પાંદડા નાગરવેલનાં પાન જેવા દેખાય છે,અને તે જે છોડ પર ચઢી ગઈ તે છોડને મરવા નથી દેતી.તેના ઘણા બધા લાભ આયુર્વેદમાં બતાવવામાં આવ્યા છે.તેમાં તે તબિયત તો સારી રાખે જ છે ઉપરાંત સુંદરતા પણ વધારે છે.કેટલુંક તેના ફાયદા વિષે ;
ગિલોય રોગપ્રતિરોધક  છે,તે એક એવી વેલ છે જે વ્યક્તિની રોપ્રતિરોધક શક્તિનો વધારો કરી તેને માંદગીથી દૂર રાખે છે.તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેડેટ્સ હોય છે જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. તે લોહી સાફ કરે છે.બેક્ટેરિયાથી લડે છે.લીવર અને કિડનીની સારી સંભાળ લેવાનું પણ તેનું એક કામ છે.આ બંને અંગો લોહી સાફ રાખવાનું કામ કરે છે.

તાવમાં : જો કોઈને વારંવાર તાવ આવતો હોય તો તેને ગિલોયનું સેવન કરવું જોઈએ.તે કોઈ પણ પ્રકારના તાવમાં મદદ કરે છે, એટલા માટે તો ડેન્ગ્યુ ના દર્દીઓને ગિલોયના સેવનની સલાહ અપાય છે ડેન્ગ્યુ સિવાય મલેરિયા,સ્વાઈન ફ્લુમાં આવતા તાવમાં પણ ગિલોય છુટકારો અપાવે છે.
મધુમેહ(ડાયાબિટીસ) માટે: ગિલોય એક હાઈપોગ્લાઇસેમિક એજન્ટ છે,એટલે તે લોહીમાં ખાંડની માત્રા ઓછી કરે છે.તેનો ફાયદો ટાઈપ -૨ દર્દીઓને થાય છે.
પાચન શક્તિ વધારે છે,આ વેલ પાચન તંત્રના બધા કામોને સારી રીતે સંચાલિત કરે છે.અને ખાવાનું પચાવવામાં મદદ કરે છે.તેનાથી માણસ કબ્જ અને બીજી બધી દુરસ્તીથી બચે છે.
સ્ટ્રેસ ઓછો કરે છે: ભયંકર પ્રતિસ્પર્ધાની દોડમાં તણાવ અને સ્ટ્રેસ એક મોટી મુસીબત થઇ પડી છે.ગિલોય એસ્ટોજનની માફક કામ કરે છે અને માનસિક તણાવ અને ચિંતા (એન્ઝાયટી) ના સ્તરોને ઓછા કરે છે.તેની મદદથી યાદદાસ્ત સારી થાય છે ઉપરાંત મગજની કાર્યશક્તિ દુરસ્ત થઇ એકાગ્રતા વધે છે.
આંખોનું તેજ :ગીલીને પાંપણોની ઉપર લગાવવાથી આંખોનું તેજ વધે છે.તેના માટે ગિલોયના પાવડરને પાણીમાં ગરમ કર્યા પછી જયારે તે સારીરીતે ઠંડુ પડી જાય પછી તેને પાપણ ઉપર લગાવવું.
અસ્થમામાં ફાયદો: ઋતુનો બદલાવ ખાસ કરીને ઠંડીની ઋતુમાં અસ્થમાના દર્દીઓને ખુબ જ પરેશાની થતી હોય છે તેવા સમયે દર્દીઓએ ગિલયની મોટી ડાળખીને ચાવવી જોઈએ અથવા તેનો રસ પીવો જોઈએ.તેનાથી તેને ખુબ આરામ મળે છે.
ગઠિયામાં ઉપીયોગી:ગાંઠિયા એટલે આર્થરાઇટિસમાં ફક્ત સાંધામાં દર્દ થતા ચાલવા ફરવામાં પણ પરેશાની થાય છે.ગિલોયમાં એન્ટી અર્થરાઈટિક ગુણ હોય છે. જેનાથી સાંધાના દર્દો સિવાય તેના કેટલાય લક્ષણોમાં ફાયદો થાય છે.
એનિમિયા : ભારતની સ્ત્રીઓ એનિમિયા એટલે લોહીની ઓછપથી પીડાતી હોય છે.તેનાથી તેઓ થાક અને કમજોરી અનુભવતી હોય છે.ગિલોયના સેવનથી લોહીમાં લાલ કણોનું પ્રમાણ વધે છે એટલે તેમને એનિમિયામાં રાહત થાય છે.
કાનનો મેલ: કાનનો જામેલો મેલ બહાર ન આવતો હોય તો થોડી ગિલોય છૂંદી પાણીમાં ઉકાળી ઠંડુ કરી ગાળી લઇ થોડાક ટીપા કાનમાં નાખતા એક બે દિવસમાં બધો મેલ બહાર આવી જશે.
પેટની ચરબી :ગિલોય શરીરનું ઉંપાપયય ( મેટાબોલિજ્મ) સુધારે છે સોજો દૂર કરે છે,અને પાચનશક્તિ વધારે છે તેનાથી પેટની આજુબાજુ ચરબી જમા થતી નથી અને વજન ઓછું થાય છે.
યોનની ઈચ્છા: કોઈ પણ દવા વગર યૌનેચ્છા વધારવા માટે ગિલોયનો ઉપીયોગ કરવો જેમાં તે વધારવાના ગુણો હોવાથી જાતિ(યૌન) સબંધ સારા થાય છે.
સુંદરતા: ગિલોય તબિયત સુધારે છે ઉપરાંત સુંદરતા અને વાળો પર પણ ચમત્કારિક રૂપથી અસર કરે છે.
યુવાની : ગિલોયમાં એન્ટી એજિંગ ગુણ હોવાથી તે ચહેરાના કાળા ધાબા,ખીલ,ઝીણી રેખા અને કરચલી દૂર કરી શકાય છે.તેના સેવનથી ખુબ સુંદર અને ચમકતી ત્વચા થાય છે જેની ઈચ્છા ઘણા   બધાને હોય છે.જો તેને ઘા પર લગાડતા તે જલ્દી સારો થઇ જાય છે.ચામડી પર લગાવવા ગિલોયના પાંદડાંને વાટીને  પેસ્ટ બનાવવી, એક વાસણમાં થોડા લીમડા અથવા દિવેલાનું તેલ ઉકાળવું,તેમાં ગિલોયની પેસ્ટ ઉમેરી,ઠંડુ થતા ઘા  પર લગાવવું  આ પેસ્ટ લગાડવાથી ચામડીમાં કસાવટ પણ આવે છે.
વાળની સમસ્યા હોય ,વાળમાં ડેન્ટરપ,વાળ ખરવા કે માથાની ચામડીની બીજી સમસ્યાને ગિલોય દૂર કરે છે.
ગિલોયના ફાયદા જાણ્યા પછી તેનો ઉપીયોગ જાણો;
ગિલોય નો રસ: ગિલોયની દાંડીયો ઉપરથી છાલ કાઢી તેને પાણી સાથે મિક્સચરમાં સારી રીતે મિક્સ કરી ગાળી લઇ સવારે સવારે ખાલી પેટે પીવો.,જુદા જુદા બ્રાન્ડના ગિલોય રસ બજારમાં મળે છે.
ગિલોયનો ઉકાળો :ચાર ઇંચ ગિલોયની દાંડીને નાના ટુકડા કરી એક કપ પાણીમાં નાખી ઉકાળી લેવું,પાણી ઉકળતા અડધું રહે એટલે ગાળીને પીવું,વધારે ફાયદા માટે તેમાં લવીંગ,શુંઠ,તુલસી પણ મૂકી શકાય છે.
પાઉડર: આમ તો ગિલોયનો પાવડર બજારમાં મળે છે.તેને ઘરે પણ બનાવી   શકાય,તેને તડકામાં સુકવતા સુકાઈ જાય પછી નાના ટુકડા કરી મિક્સચરમાં પાવડર બનાવી શકાય.
ગિલોયવટી : બજારમાં ગિલોયની ગોળીયો એટલે ટેબ્લેટ્સ પણ મળે છે.ઘરની આજુબાજુ તાજી ગિલોયની વેલ ન હોય તો તેનો ઉપીયોગ કરી શકાય.
સાથે જુદી જુદી માંદગીમાં તે કામ આવે :
દિવેલાનું તેલ અથવા કેસ્ટર ઓઇલ સાથે ગિલોય મેળવી લગાવવાથી સાંધાના(ગઠિયા) દુખાવામાં આરામ થાય છે. તેને શુંઠ સાથે મેળવી લેવાથી રુમેટાઇડ આર્થરાઈટ્સ ની સમસ્યાથી લડી શકાય છે.ખાંડની સાથે તેને લેવાથી ચામડી અને લીવરની માંદગી દૂર થાય છે.આર્થરાઇટિસથી આરામ માટે તેને ઘી સાથે ઉપીયોગ કરવો.કબ્જ થાય તો તેને ગોળ સાથે મેળવી ખાવી.
સાઈડ ઇફેક્ટનું ધ્યાન રાખવું:
આમ તો ગિલોયને નિયમિત રૂપથી ઉપીયોગ કરવાથી કોઈ ગંભીર દુષ્પરિણામ અત્યાર સુધી સામે નથી આવ્યા,પરંતુ તે લોહીમાં ખાંડનું પ્રમાણ ઓછું કરે છે માટે એ વાત ઉપર ધ્યાન રાખવું કે બ્લડસુગર જરૂરથી વધારે ઓછી ન થઇ જાય.ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ગિલોયનું સેવન ન કરવું જોઈએ.પાંચ વર્ષથી નાના બાળકો ગિલોયનો ઉપીયોગ ન કરે તેનું સહુએ ધ્યાન રાખવું જોઈએ.
એક નિવેદન છે  વર્ષાઋતુમાં આપણા ઘરમાં એક મોટા કુંડામાં અથવા  આંગણામાં જ્યાં પણ ઉચિત સ્થાન હોય ગિલોયનો વેલો જરૂર લગાવો,તેમજ બીજા સ્વજનોને પણ આપો.આ બહુ જ ઉપીયોગી વનસ્પતિ જ નહિ પણ આયુર્વેદનું અમૃત અને ઈશ્વરનું અવદાન છે ,આભાર.
(સૃજનના પબ્લિશ લેખના આધારે એક મહત્વની ઔષધિની માહિતીનો ગુજરાતી અનુવાદ.)
ગાયત્રીમાતાની જય 

Monday, July 20, 2020

શ્રાવણ માસની શુભકામનાઓ


શ્રાવણ માસની શુભકામનાઓ 



Hindi HelpGuru on Twitter: "kaal bhairav jayanti Video Status For ...





કાલથી શરૂ થતા  શ્રાવણ માસ અને ચાતુર્માસની આપ સહુને ખુબ ખુબ શુભ કામનાઓ કાલભૈરવ
 મહાદેવની કૃપા આપ સહુ તેમજ આપના કુટુંબી જનો પર વર્ષે તેવી મોગરાનાફૂલ બ્લોગ વતી ખુબ ખુબ શુભ કામનાઓ.
હર હર મહાદેવ.

Monday, June 15, 2020

મનકે ગહરે અંધિયાલેમેં........(હિન્દી ભજન)

મનકે ગહરે અંધિયાલેમેં........(હિન્દી ભજન)


મનકે ગહેરે અંધિયાલેમેં સાંઈ નામ દીયે જૈસા...સાંઈ નામ દીયે જૈસા..સાંઈ...
જિસને સાંઈ સાંઈ ધ્યાયા ઉસને જીવનકા સુખ પાયા (૨)
સાંસોકે બહતે ધારોંમેં  સાંઈ નામ દીયે જૈસા ... સાંઈ નામ ...
મનકે ........
ક્યાં મેરા ક્યાં મેરા અપના સારા જગ હૈ જુઠા સપના (૨)
જગમાયાકે ચોબારેમે સાંઈ નામ દીયે જૈસા...,..સાંઈ નામ....
મનકે .........
કોઈ ન જિસકા ઇસ દુનિયામેં સાંઈ ઉસકી બાંહે ઠામે (૨)
બિન ચંદાકે પખવારેમેં સાંઈ નામ દીયે જૈસા ......સાંઈ નામ .....
મનકે ......,

કોવિદ-૧૯ ના કાળમાં પૂજ્ય બાબાની કૃપા સહુ પર થાય તેવી અભ્યર્થના
જય શ્રી સાઈ બાબા 

Saturday, May 16, 2020

રાધે કૃષ્ણ

રાધે કૃષ્ણ 



આ એક કાલ્પનિક વાર્તા છે અને દિલની ઊંડાઈને સ્પર્શ કરનારી,એક વાર સ્વર્ગમાં વિચરણ કરતા કરતા શ્રી કૃષ્ણ અને રાધા એક બીજાની સામે આવી ગયા,કૃષ્ણ સ્તબ્ધ,રાધાએ સ્માઈલ કર્યું,,વિચલિત શ્રી કૃષ્ણ, પ્રસન્ન ચિત્ત રાધા,તે પહેલા કે શ્રી  કૃષ્ણ કઈ કહે રાધા બોલી,
'કેમ છો દ્વારિકાધીશ' જે રાધા તેમને કાના કાના કહીને બોલાવતી હતી,તેના મોઢે દ્વારિકાધીશનું સંબોધન,કૃષ્ણને અંદર સુધી ઘાયલ કરી ગયું,છતાં પણ કોઈ પણ રીતે તેમણે તેમને સંભાર્યા,રાધાને કહ્યું 'હું તારા માટે પહેલા તો કાના છું તું તો મને દ્વારિકાધીશ ન કહે,આવ , બેસીએ,કૈક હું કહું,કૈક તું તારું સંભળાવ,સાચું કહું રાધા જયારે જયારે તારી યાદ આવતી હતી,આ આખોથી આંસુઓની બૂંદો નીકળી આવતી હતી, 'રાધાએ કહ્યું,
'મારી સાથે એવું કઈ જ નથી થયું,ન તમારી યાદ આવી ન આખોથી આસું વહ્યા,કેમકે હું તને ભૂલી ક્યાં હતી,જો તું યાદ આવે,આ આંખોમાં તો કાયમ તમે જ હતા,ક્યાંક આસુંઓની સાથે નીકળી ન જાવ,એટલે રડતી પણ ન હતી,કાના,પ્રેમથી અલગ થઈને તે શું ખોયું,એનું એક પ્રતિબિંબ બતાવું તને,કેટલુંક કડવું સત્ય સાંભળી શકો તો સંભળાવું,ક્યારેય વિચાર્યું છે !,આ પ્રગતિમાં તમે કેટલા ખોવાઈ ગયા,યમુનાના મીઠા પાણીથી જીવનની શરૂઆત કરી,અને સમુદ્રના ખારા પાણી સુધી પહોંચી ગયા,એક આંગળી ઉપર ચાલતા સુદર્શન ઉપર ભરોષો કરી લીધો,અને દશ આંગળીયો પર ચાલનારી બંસરીને ભૂલી ગયા ?,કાના,જયારે તમે પ્રેમથી જોડાયેલા હતા તો જે આંગળીયો ગોવર્ધન પર્વત ઉઠાવતી હતી, પ્રેમથી અલગ થવાથી તેજ આંગળીયો કેવા કેવા રંગ દેખાડવા લાગી,સુદર્શન ચક્ર ઉઠાવીને વિનાશના કામમાં આવવા લાગી,કાના અને દ્વારકાધીશમાં શું અંતર હોય છે,બતાવું,કાના હોતા તો તમે સુદામાને ઘેર જતા,સુદામા તમારે ઘેર ન આવતા,યુદ્ધમાં અને પ્રેમમાં આજ ફર્ક હોય છે યુદ્ધમાં પોતાને મટાવીને જીતે છે અને પ્રેમમાં જાતે મિટાઈને જીતે છે.કાના, પ્રેમમાં ડૂબેલો માણસ જીવતો તો રહી શકે છે,પણ કોઈને દુઃખી નથી કરી શકતો,તમો તો કેટલીય કલાઓના સ્વામી છો,સ્વપ્ન દૂર દ્રષ્ટા છો,ગીતા જેવા ગ્રંથના દાતા છો,પણ તમે આ શુ નિર્ણય લીધો,તમે તમારી આખી સેના કૌરવોને આપી દીધી અને પોતની જાતે પાંડવો સાથે થયા,સેના તો તમારી પ્રજા હતી,રાજા તો પાલક હોય છે,તેમનો રક્ષક હોય છે,તમારા જેવા મહાન જ્ઞાની તે રથને ચલાવી રહ્યા હતા,જેની ઉપર બેઠેલો અર્જુન તમારી પ્રજાને જ મારી રહ્યો હતો,તમારી પ્રજાને મરતી જોઈને તમારામાં દયા ન આવી,કેમકે તમો પ્રેમથી શૂન્ય થઇ ગયા હતા,આજે પણ ધરતી પર જઈને જુઓ,
તમારી દ્વારિકાધીશવાળી છબીને શોધતા રહી જશો,દરેક જગ્યાએ દરેક મંદિરમાં મારી જ સાથે ઉભેલા દેખાશો.હું જાણું છું કાના,લોકો ગીતાના જ્ઞાનની વાતો કરે છે,તેના મહત્વની વાત કરે છે,પણ દુનિયાના લોકો યુદ્ધવાળા દ્વારિકાધીશ ઉપર નહિ,પ્રેમવાળા કાના પર ભરોષો કરે છે.ગીતામાં મારુ દૂર દૂર સુધી નામ નથી,પણ આજે પણ લોકો તેમના સમાપન ઉપર 'રાધે રાધે' કહે છે,'
આ વાર્તા કાલ્પનિક જરૂર છે,પણ તેની અંદર છુપાયેલી શિખામણ ખુબ અગત્યની છે,શ્રીકૃષ્ણની પાસે ક્યારે કોઈ પ્રશ્નનો ઉત્તર ન હોય,એવું તો થઇ જ ન શકે,પરંતુ રાધા દ્વારા લગાવેલા પ્રશ્નચિન્હો પર કાના મૌન રહ્યા.એજ છે પ્રેમમાં સમર્પણ નો ભાવ,પરાક્રમમાં આપણે દરેક વ્યક્તિને હરાવવા ના હોય છે,ત્યરે પણ આપણે જીતીને હારી જઇયે છીએ,પરંતુ પ્રેમમાં,એક જ કેટલાયનો પ્રેમ જીતી લે છે,સાચું કહ્યું છે,કે નાની એવી ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડનાર ભગવાન શ્રીકૃષ્ણ નાની એવી વાંસળીને બંને  હાથોથી  પકડતા હતા.ફરી મળીશું દોસ્તો બીજી વાર્તા સાથે ત્યાં સુધી આપનો ખ્યાલ રાખશો.અને હંમેશા હસતા રહેશો,રાધે કૃષ્ણ.
લેખક-પવન દત્તા
(પબ્લિશ હિન્દી વાર્તાનો અનુવાદ.)
જય શ્રી કૃષ્ણ.

Friday, May 15, 2020

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર


A coloured painting of Harishchandra parting with his wife and son
ત્રેતાયુગની આ વાત છે રાજા હરિશ્ચંદ્ર
 એક પ્રામાણિક અને ઉમદા રાજા હતા.ખૂબ જ શાંતિમય અને હંમેશા ખુશી રહેતા રાજાની પત્નીનું નામ શિવયા(તારામતી) હતું અને તેમનો એક પુત્ર રોહિતાસ્વા હતો.રાજા પુત્રને ધનુષ્ય બાણથી કેવી રીતે નિશાન લગાવવું તેની શિક્ષા આપતો હતો,અને કેટલાક લોકોએ તેને શિકારની સૂચના કરી એટલે  સુવ્વરનો શિકાર કરવા નિકરેલા રાજાને કોઈ રડતી નારીનો અવાજ સંભળાયો અને રાજા અવાજની દિશામાં પોતાના ધનુષ્ય બાણ સાથે ગયો તો તે અવાજ વિશ્વામિત્ર ઋષિના આશ્રમ તરફથી આવતો હતી જ્યાં ઋષિ ત્રિગુણી શક્તિ માટે યજ્ઞ કરી રહ્યા હતા.નારીનો અવાજ કોઈ માયા હતી અને તે રાજાને આવતા જોતા ઋષિના શરીરમાં  પ્રવેશી ગઈ અને રાજા હરીશચંદ્રે ઋષિની તપસ્યામાં ભંગ કર્યો આથી ઋષિએ તપનું ફળ ખોયું ,રાજાને પોતાની ભૂલ સમજાઈ એટલે તરત ઋષિના પગમાં પડી માફી માંગવા  લાગ્યો પણ ભૂલ તો ઘણી મોટી હતી એટલે માફી તો મળી પણ ઋષિએ દક્ષિણાં માંગી અને તેમાં પોતાની પત્ની અને બાળકને બાદ કરતા જે કઈ તેની પાસે હતું તે ઋષિએ માંગી લીધું રાજાએ ઋષિની વાતનો સ્વીકાર કર્યો અને જયારે તે આશ્રમથી બહાર નીકળ્યો તો ઋષિએ બીજી દક્ષિણાં માંગી તો રાજાએ કહ્યું મારી પાસે હવે કૈજ નથી છતાં તેણે પૂછ્યું તો ઋષિએ કહ્યું તારે ૧૫૦૦ સોનામહોરો એક મહિનામાં આપી દેવી રાજા સામેલ થયો મહેલમાં આવ્યો અને પત્ની અને પુત્ર સાથે પહેરેલા કપડે તે કાશી જવા વિદાય થયો.કાશી આવી રોજગાર શોધવા લાગ્યો પરંતુ કઈ ન મળતા કેટલોક સમય પસાર થઇ ગયો તે પોતે સત્યવાદી હતો  ૧૫ દિવસમાં વિશ્વામિત્રે ફરી દક્ષીણાની માંગ કરી એટલે પત્ની સમક્ષ પોતાનું સત્યની પ્રતિજ્ઞા તોડવાના ની રજુઆત કરી તો પત્નીએ સુઝાવ દેતા કહ્યું તમો મને અને પુત્રને વેચીને જે કઈ મળે તે આપી દો.અને લાચાર પતિએ કાશીના બજારમાં પોતાની પત્નીને વેચવા જણાવતા એક બ્રાહ્મણ ૧૦૦૦ સોનામહોર આપવા તૈયાર થયો અને પુત્ર અને પત્નીને વેચી ,આવેલ સોનામહોર તેમણે ઋષિને આપી અને બીજી ૫૦૦ મહિનાના અંત સુધીમાં આપવાનું કહેતા ઋષિએ સંમતિ આપી,તેણે કામ શોધવા માંડ્યું અને પોતાને વેચવા પણ તૈયાર થયો,તો ત્યાં ઉભેલ એક ભયંકર ચહેરા વાળા ચાંડાલે તેને તેના સ્મશાનમાં કામ આપ્યું જે સ્મશાનમાં મડદું બાળવાની ફી અને અનાજ આવે તેમાંથી અડધું ત્યાંના રાજાને અને અડધામાંથી પોતે અને ચાંડાલનો ભાગ થોડાક દિવસો પસાર થયા અને રાતે સ્વપ્નમાં તે રડવા લાગ્યો કેમકે પોતાની પત્ની અને બાળકની દશા તેનાથી સહન ન થઇ,અને તે સફાળો જાગ્યો તો એક સ્ત્રી તેની સામે હતી અને તેના હાથમાં એક બાળકનો મૃતદેહ જે સર્પદંશથી મૃત્યુ પામ્યો હતો.તેને સમજતા વાર ન લાગી તે પોતાનો પુત્ર હતો અને તારામતી તેને દાહ આપવા વિનંતી કરવા લાગી તેને પણ ખુબ શોક થયો પરંતુ સ્મશાનના નિયમે તેણે ફીની માંગણી કરી બેવશ પત્ની રડવા લાગી પણ રાજા સત્યવાદી હતો પોતાની પત્નીની વિનંતીનો તે સ્વીકાર કરી ન શક્યો લાચાર પત્ની જયારે જવા લાગી તો ચાંડાલ ત્યાં ઉપસ્થિત થયો અને સાથે વિશ્વામિત્ર પણ આવ્યા ,ચાંડાલ ધર્મ હતા,સહુએ કહ્યું આ તો ફક્ત તમારી પરીક્ષા હતી તેમાં તમે પાર ઉતર્યા,દેવોની ઉપસ્થિતિમાં સતના પ્રભાવે તેમનો પુત્ર સજીવન થયો સહુએ રાજા હરિશ્ચંદ્રને સ્વર્ગમાં  આવવા આમંત્રણ આપ્યું પણ તેણે ના સ્વીકાર્યું એટલે વિશ્વામિત્રે તેમનું બધુજ પાછું આપ્યું અને રાજાએ પોતાના લોકોની  ખુશી સાથે સુખેથી પત્ની પુત્ર સાથે રાજ્ય કર્યું.
રાજા હરિશ્ચંદ્ર પર ભારતમાં ૧૯૧૩માં પહેલી અબોલી (સાઇલન્ટ) શોર્ટ ફિલ્મ બની.

(એક પબ્લિશ હિન્દી લેખના આધારે )
જય શ્રી કૃષ્ણ.

Sunday, April 26, 2020

અખાત્રીજ


અખાત્રીજ






અખાત્રીજની સહુ વાચક મિત્રોને શુભેચ્છાઓ
કેટલુંક આ વિષય વિષે .


અક્ષયતૃતીયા  ( અખાત્રીજ )  નું મહત્વ શુ છે ?વૈશાખ સુદ ત્રીજ  અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે

 .. ૧ અક્ષય તૃતીયા નાં  દિવસેશ્રી આપણા વહાલા શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં      શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો.

.. ૨ અક્ષયતૃતીયાનાં શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો..

..૩   આજના દિવસે કરેલ કોઈ પણ કાર્ય અક્ષય રહે છે, તેથી આજે હોમ, તપ જપ દાન પિતૃ તર્પણ વિ  વિ કરવું જોઈએ

..૪  અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી વેદ્વ્યસ્જીએ ગણેશજી ની સહાય થી મહાભારત લખવાનું  આરંભ કરેલ

.. ૫  અક્ષયતૃતીયાનાં દિવસે માં ગંગાજી ભૂતલ ઉપર પધારેલ

.. ૬  અક્ષયતૃતીયાનાં દિવસે સતયુગ અને તેત્રાયુગ નો આરંભ થયેલ..

.. ૭  અક્ષયતૃતીયાનાં દિવસે સૂર્ય દેવે “અક્ષય પાત્ર “ પાંડવોને વનવાસ દરમ્યાન આપેલ, જે  અખૂટ ભોજન થી ભરપુર રહેતું.

.. ૮ અક્ષયતૃતીયાનાં દિવસે માં લક્ષ્મીજી એ કુબેરજીને (સ્વર્ગના ખજાનચી) અખૂટ સંપતિ બક્ષેલ.

..૯  અક્ષયતૃતીયાનાં દિવસે ભગવાન પરશુરામનો જન્મ ભૃગુ ઋષિના કુળમાં થયો હોઈ તેઓ “ભાર્ગવ” અને જમદગ્નિ ઋષિને ત્યાં થયો હોઈ તેઓ “જામદગ્નૈ” તરીકે ઓળખાતા

.. ૧૦  અક્ષયતૃતીયાનાં દિવસે એકજ વાર વૃંદાવન માં શ્રી બાંકેબિહારીજીના શ્રી ચરણો ના દર્શન થાય છે,

..૧૧  અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ, વગેરે

..૧૨   અક્ષયતૃતીયાનાં દિવસે. લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં બિરાજી રહ્યા

..૧૩   અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી કૃષ્ણે દ્રૌપદી ના ચીર પૂરી રક્ષા કરેલ.

.. ૧૪  અક્ષયતૃતીયાનાં દિવસે મહાભારત ના યુદ્દ્ધ ની સમાપ્તિ થયેલ.

..૧૫  અક્ષયતૃતીયાનાં આ પાવન દિવસથી જ ઉત્તર ભારતસ્થિત  બદરી કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્ય          મંદિરોનાં દ્વાર ખૂલે છે.

..૧૬  અક્ષયતૃતીયાનાં દિવસે જ હયગ્રીવ અવતાર, નરનારાયણ પ્રગટીકરણ, તેમજ માં અન્નપુર્ણ નો જન્મ  થયેલ.

..17  બ્રહ્મા જી ના પુત્ર અક્ષય કુમાર નું આજે પ્રાકટ્ય થયેલ..

..૧૮    અક્ષયતૃતીયાનાં દિવસે જગન્નાથ પૂરી માં ભગવાન ના રથ નું નિર્માણ કાર્ય આજથી શરુ થાય છે,

સનાતન (હિન્દુ)  ધર્મમાં અક્ષય તૃતીયા માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય  મૂહુર્ત  માનવામાં આવે છે. આ ઈશ્વરીય તિથિ પણ કહેવામાં આવે છે. વાસ્તવામાં, 'અક્ષય' શબ્દનો અર્થ છે -  જેનો ક્ષય કે નાશ ન થાય.                  માટે આ દિવસે દાન પુણ્ય વગેરે શુભ કાર્ય કરવા.

🌷ગુરુ ચરણ માં દંડવત પ્રણામ🌷
જય શ્રી કૃષ્ણ ( એક પબ્લિશ લેખ.)