સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર
ત્રેતાયુગની આ વાત છે રાજા હરિશ્ચંદ્ર
એક પ્રામાણિક અને ઉમદા રાજા હતા.ખૂબ જ શાંતિમય અને હંમેશા ખુશી રહેતા રાજાની પત્નીનું નામ શિવયા(તારામતી) હતું અને તેમનો એક પુત્ર રોહિતાસ્વા હતો.રાજા પુત્રને ધનુષ્ય બાણથી કેવી રીતે નિશાન લગાવવું તેની શિક્ષા આપતો હતો,અને કેટલાક લોકોએ તેને શિકારની સૂચના કરી એટલે સુવ્વરનો શિકાર કરવા નિકરેલા રાજાને કોઈ રડતી નારીનો અવાજ સંભળાયો અને રાજા અવાજની દિશામાં પોતાના ધનુષ્ય બાણ સાથે ગયો તો તે અવાજ વિશ્વામિત્ર ઋષિના આશ્રમ તરફથી આવતો હતી જ્યાં ઋષિ ત્રિગુણી શક્તિ માટે યજ્ઞ કરી રહ્યા હતા.નારીનો અવાજ કોઈ માયા હતી અને તે રાજાને આવતા જોતા ઋષિના શરીરમાં પ્રવેશી ગઈ અને રાજા હરીશચંદ્રે ઋષિની તપસ્યામાં ભંગ કર્યો આથી ઋષિએ તપનું ફળ ખોયું ,રાજાને પોતાની ભૂલ સમજાઈ એટલે તરત ઋષિના પગમાં પડી માફી માંગવા લાગ્યો પણ ભૂલ તો ઘણી મોટી હતી એટલે માફી તો મળી પણ ઋષિએ દક્ષિણાં માંગી અને તેમાં પોતાની પત્ની અને બાળકને બાદ કરતા જે કઈ તેની પાસે હતું તે ઋષિએ માંગી લીધું રાજાએ ઋષિની વાતનો સ્વીકાર કર્યો અને જયારે તે આશ્રમથી બહાર નીકળ્યો તો ઋષિએ બીજી દક્ષિણાં માંગી તો રાજાએ કહ્યું મારી પાસે હવે કૈજ નથી છતાં તેણે પૂછ્યું તો ઋષિએ કહ્યું તારે ૧૫૦૦ સોનામહોરો એક મહિનામાં આપી દેવી રાજા સામેલ થયો મહેલમાં આવ્યો અને પત્ની અને પુત્ર સાથે પહેરેલા કપડે તે કાશી જવા વિદાય થયો.કાશી આવી રોજગાર શોધવા લાગ્યો પરંતુ કઈ ન મળતા કેટલોક સમય પસાર થઇ ગયો તે પોતે સત્યવાદી હતો ૧૫ દિવસમાં વિશ્વામિત્રે ફરી દક્ષીણાની માંગ કરી એટલે પત્ની સમક્ષ પોતાનું સત્યની પ્રતિજ્ઞા તોડવાના ની રજુઆત કરી તો પત્નીએ સુઝાવ દેતા કહ્યું તમો મને અને પુત્રને વેચીને જે કઈ મળે તે આપી દો.અને લાચાર પતિએ કાશીના બજારમાં પોતાની પત્નીને વેચવા જણાવતા એક બ્રાહ્મણ ૧૦૦૦ સોનામહોર આપવા તૈયાર થયો અને પુત્ર અને પત્નીને વેચી ,આવેલ સોનામહોર તેમણે ઋષિને આપી અને બીજી ૫૦૦ મહિનાના અંત સુધીમાં આપવાનું કહેતા ઋષિએ સંમતિ આપી,તેણે કામ શોધવા માંડ્યું અને પોતાને વેચવા પણ તૈયાર થયો,તો ત્યાં ઉભેલ એક ભયંકર ચહેરા વાળા ચાંડાલે તેને તેના સ્મશાનમાં કામ આપ્યું જે સ્મશાનમાં મડદું બાળવાની ફી અને અનાજ આવે તેમાંથી અડધું ત્યાંના રાજાને અને અડધામાંથી પોતે અને ચાંડાલનો ભાગ થોડાક દિવસો પસાર થયા અને રાતે સ્વપ્નમાં તે રડવા લાગ્યો કેમકે પોતાની પત્ની અને બાળકની દશા તેનાથી સહન ન થઇ,અને તે સફાળો જાગ્યો તો એક સ્ત્રી તેની સામે હતી અને તેના હાથમાં એક બાળકનો મૃતદેહ જે સર્પદંશથી મૃત્યુ પામ્યો હતો.તેને સમજતા વાર ન લાગી તે પોતાનો પુત્ર હતો અને તારામતી તેને દાહ આપવા વિનંતી કરવા લાગી તેને પણ ખુબ શોક થયો પરંતુ સ્મશાનના નિયમે તેણે ફીની માંગણી કરી બેવશ પત્ની રડવા લાગી પણ રાજા સત્યવાદી હતો પોતાની પત્નીની વિનંતીનો તે સ્વીકાર કરી ન શક્યો લાચાર પત્ની જયારે જવા લાગી તો ચાંડાલ ત્યાં ઉપસ્થિત થયો અને સાથે વિશ્વામિત્ર પણ આવ્યા ,ચાંડાલ ધર્મ હતા,સહુએ કહ્યું આ તો ફક્ત તમારી પરીક્ષા હતી તેમાં તમે પાર ઉતર્યા,દેવોની ઉપસ્થિતિમાં સતના પ્રભાવે તેમનો પુત્ર સજીવન થયો સહુએ રાજા હરિશ્ચંદ્રને સ્વર્ગમાં આવવા આમંત્રણ આપ્યું પણ તેણે ના સ્વીકાર્યું એટલે વિશ્વામિત્રે તેમનું બધુજ પાછું આપ્યું અને રાજાએ પોતાના લોકોની ખુશી સાથે સુખેથી પત્ની પુત્ર સાથે રાજ્ય કર્યું.
રાજા હરિશ્ચંદ્ર પર ભારતમાં ૧૯૧૩માં પહેલી અબોલી (સાઇલન્ટ) શોર્ટ ફિલ્મ બની.
(એક પબ્લિશ હિન્દી લેખના આધારે )
જય શ્રી કૃષ્ણ.
No comments:
Post a Comment