Saturday, December 24, 2016

સપનાની બંગડી

સપનાની બંગડી


Image result for sonani bangadi

 જં ગલના રસ્તે પસાર થતા,સંધ્યારાણીના આગમનને માન આપી સુરજ દાદા અસ્તાચલમાં ગતિમાન હતા,જે સ્થળે રેણુ અને ગિરીશને જવાનું હતું તે અડધા કલાકના અંતરે હતું,અને ગાડીની લાઈટ ઓન કરવી પડે તેટલું ઝાંખું દેખાતું હતું,રોડ ના કિનારે કેટલાક હરણાં ચરતા નજરે પડતા હતા,અંધારે હિંસક પશુ પણ દેખાતા હશે.રસ્તો પાકો હતો પણ જંગલના કિનારે હોય તેમ વચ્ચે ખુલ્લો ભાગ દેખાતો હતો,કપલ હતું એટલે ગિરીશ ક્યારેક મઝાક કરતો રેણુને બીવડાવતો હતો,રેણુને કઈ બીક નહોતી લાગતી પણ મસ્તીમાં તે પણ બી જતી હોય એવી એક્ષન કરતી હતી,અને મઝાક માં ગિરીશે થોડુંક વધારે જોડી દીધુંને બોલ્યો,
"રેણુ જો ગાડીમાં કઈ થાય ને રોકાય જાય તો, અહીં શું થાય.!"
"તને આવું સૂઝે છે, બીજો કોઈ વિષય નથી, મને આવી મઝાક પસંદ નથી."
અને રેણુ બગડી,હવે બગડી એટલે,તેના ચહેરા પરનું હાસ્ય પણ અટક્યું,નવું કપલ હતું, ગિરીશને પણ જંગલનો કોઈ અનુભવ નહોતો,પણ જંગલ આવ્યું એટલે તેના મનમાં આવ્યું એ કહી દીધું,હવે રેણુના ચહેરા ઉપર ગભરાટ  ઉપસતો દેખાયો તેણે બારી બાજુ મોઢું ફેરવી લીધું,અને બારી ખુલ્લી હતી તે ગ્લાસ ચઢાવીને બંધ કરી દીધી,
ગિરીશે હસતા ચહેરે તેને મનાવવા પ્રયત્ન કર્યો,હું તો મઝાક કરતો હતો,રેણુ,નારાજ થઇ ગઈ,સોર્રી ,વગેરે જે ઉપયોગમાં લેવાય તેવા શબ્દનો પ્રયોગ કરી તેણે રેણુ ને મનાવી,રેણુને  પણ એમ થયું આ જંગલમાં ચારે બાજુ ભય છવાયો હોય, ત્યાં એકબીજા સિવાય અહીં કોણ,એટલે ગિરીશની હસી ને તેણે સ્વીકારી અને તેની નજીક સરકી,પછી કઈ બોલી નહિ,કેમકે હજુ ગભરાટ તેનામાંથી જતો ન હતો,કઈ બને નહિ તો ભગવાનનો પાડ,પણ બને તો,તોતેર મણ ના તોનું  શું કરવું, તેની નજર આજુબાજુ ફરી વળી અહીં કોઈ રહેવાનું સ્થાન પણ દેખાતું ન હતું,એક વખત ગભરાટનાં વિચાર મન માં ક્યાંક સ્થાન પ્રાપ્ત કરે પછી,લાબું ચાલે,આંખ બંધ કરી અંદર ખોવાઈ જાય તોય તે પીછો ન છોડે,અને સ્ત્રીનું હૃદય તો આમેય કોમળ, ગિરીશને પણ થયું કે મોટી ભૂલ થઇ તેનો એક હાથ સ્ટિયરિંગ ઉપર અને બીજો પ્રિયાને શાંત કરતો રહ્યો,ગાડી હતી,કપલ પાસે પૈસાની કોઈ ખુંટ ન હતી,પણ રસ્તો જંગલનો હતો,અને સંધ્યા ઢળતી જતી હતી,ઘડી પછી અંધારું સ્થાન લેવાનું હતું, 
સારામાંની ગાડી હતી એટલે ગિરીશને વિશ્વાસ હતો,ગાડીમાં તો કોઈ તકલીફ ન થાય.,અડધો પોણો કલાકનો સમય છે પછી તો તેના કાકા નું ઘર આવી જશે,રસ્તો પણ પાકો હતો,આ કપલ પેહેલી વખત કાકાના આગ્રહને માન આપી મુલાકાત માટે જઈ રહ્યું હતું,આ વનમાં હરણાં હતા એટલે ક્યાંક હિંસક પશુઓ હોવાની શક્યતાઓ હતી,તેમની નજરે હજુ હરણાં સિવાય બીજું કઈ નજરે નહોતું પડ્યું અને હરણાં પણ શાંતિથી ચરતા નજરે પડતા હતા,કાકાએ તો કહ્યું હતું કે અહીં બધું સેફ છે,અહીં કોઈ બનાવ  એવો બન્યો નથી કે જેનાથી કોઈ માન હાનિ થઇ હોય,રસ્તો તેમના માટે નવો હતો,પણ કાકાના વિશ્વાસે ગિરીશ ભય વગર ગાડી ચલાવી રહ્યો હતો,હવે ગભરાયેલી રેણુને શાંત કરવાનું તેનું પ્રથમ ધ્યેય થતું જતું હતું,થોડી વારે તો તેના ચહેરા પર પણ પોતાની મઝાક કેટલી ગંભીર હતી,તે ઉપસતી જતી હતી,પણ જો તે હિમ્મત ગુમાવે તો,રેણુ થી કોઈ મદદ થાય એવી તો નહોતી,અને પડી એવી દેવાશે,એ વાક્ય પણ જ્યારે ખરેખરી પડે ત્યારે કેટલું સાચું પડે,ઘણું અઘરું પડી જાય,અને પૈસામાં માલતા આ કપલે તો કોઈ મુસીબત જોઈ જ નથી.ગિરીશે ગાડીની લાઈટ ચાલુ કરી એટલે રસ્તો એકદમ ઉજળો થઇ ગયો અને અંધારું કાપતી ગાડી આગળ વધી આગળ એક વણાંક આવ્યો,રેણુની આંખ ઘડીક માટે ગિરીશના ખભે માથું ઢળતા મીચાઈ ગઈ,ગિરીશે અનુભવ કર્યો પણ રેણુની સ્થિતિને એમ ને એમ રહેવા દીધી,રસ્તો આગળ વણાંક લેતો હતો  એટલે ગિરીશે ગાડી થોડી ધીરી કરી ત્યાં વણાંક ઉપર એક માણસ ફાનસ લઈને ઉભો રહ્યો હતો અને લાકડી  રોડ બાજુ લાંબી કરી,ગાડીને ઉભી રાખવાનું સૂચન કરતો દેખાયો,હવે ગિરીશના ચહેરા ઉપર ગભરાટે સ્થાન લીધું ,શું કરવું,એક ઝડપી વિચાર પસાર થઇ ગયો,રેણુ પણ તેજ સ્થિતિમાં હતી,મિનિટ પણ પુરી વિચારવાની ન હતી,જંગલ હતું,કાકાના વિશ્વાસે જઈ રહેલો ગિરીશ ખુબ ચિંતિત થઇ ગયો,પણ કદાચ કોઈ મદદ માટે ઉભું હોય,તેના મનમાં થોડીક દયા ડોક્યું કરી ગઈ અને બ્રેક વાગી ગાડી ઉભી રહી ગઈ,રેણુ જાગી ગઈ,બેબાકળી બની જોવા મંડી,
પેલો ગ્રામીણ માણસ સફેદ પાઘડી અને મોટી મોટી વણાંકવાળી સફેદ મૂછોવાળો બારી નજીક આવ્યો,હાથમાં ફાનસ હતું,તેણે બારી ખોલવા કહ્યું,ગિરીશે તેના કહેવા પ્રમાણે બારી ખોલતા પહેલા રેણુ સામે જોયું,સુંદર ચહેરાવાળી રેણુની સ્થિતિ યથાવત રહી,તેનું કોઈ સૂચન ન જોતા,ગિરીશે, હિમ્મત કરી બારી ખોલી,
"સાહેબ ગભરાવવાની જરૂર નથી, હું કોઈ ડાકુ લૂંટારો નથી, બેન ગભરાશો નહિ, મારે થોડી મદદની જરૂર છે."
અને ગિરીશ બોલ્યો,"જુઓ કાકા ,અમે અહીં અજાણ્યા છીએ, અને ચોર લૂંટારા ઉપર કોઈ નામ લખેલું નથી હોતું,એટલે તમારે શું કહેવું છે તે કહો,અમારાથી થશે તો મદદ કરીશું."
"સાહેબ અમે આ ઝાડીમાં રહીયે છીએ, મારી દીકરી જેવી છોરી,ખુબ ઘમ્ભીર છે અને જો સહાય ન મળે તો તે બચી ન શકે,અહીં અડધા કલાકથી ઉભો છું,હજુ મોડું નથી થયું જો તમે મદદ કરો નજીકના ગામે લઇ જઈ શકાય."
મદદની જરૂર હતી અને બીજો કોઈ રસ્તો ન હતો અજાણ્યા સ્થળે ગિરીશ રેણુ સામે જોઈ રહ્યો રેણુ પણ નિશ્ચિત ન કરી શકી,ભાર પુરે પૂરો વધી ગયો,ઉંમરવાળા કાકાના હાથ જોડાયેલા હતા,અને આંખોમાં પારાવાર કરુણા દેખાતી હતી ગિરીશે હિમ્મત કરી મદદ માટે સંમત થયો,કાકાના ચહેરા ઉપર ખુશીની લાગણી પ્રસરી ગઈ,
"સાહેબ, ગાડી તો અંદર નહિ જઈ શકે પણ તમે જો મદદ કરો તો આપણે બે ત્રણ મિનિટમાં દીકરીને લઇ આવીયે," હવે ખરેખરી કસોટીમાં  ગિરીશે કઈ સમજ ન પડતા માથું ખજવાળવા માંડ્યું ,રેણુના શ્વાસની ગતિ પણ વધી ગઈ,કાકાએ જોયું માંડ મદદ મળી ને આ ભાઈ ના પાડી દે તો મોટી મુશ્કેલી થઇ જાય,
ગિરીશ બોલ્યો
"બીજું કોઈ મદદ  ન કરી શકે,મારી પત્નીને એકલી મૂકી કેવી રીતે અવાય,"
"સાહેબ બીજું કોઈ નથી હું ને સપના બેજ છીએ"અને ગિરીશે રેણુ ને પૂછ્યું તું થોડીવાર એકલી રહી શકશે,"અને રેણુ તરત બોલી
"ના હું એકલી એક સેકન્ડ માટે પણ ન રહું , ગાડી થોડી બાજુ પર લઇ લો ને હું પણ સાથે આવું."
કાકા તરત બોલ્યા" અહીં કોઈ ડર જેવું નથી ,પણ રાત છે એટલે થોડું સાવચેત રહેવું પડે."ગિરીશે રેણુ સંમત થઇ તેનાથી ખુશ થયો,અને અહીં કોઈને મદદ થશે તેનાથી સંતોષ લીધો, સારું કામ હતું.
છેલ્લે કારને રસ્તા ઉપર છોડી આગળ કાકા, ગિરીશ અને તેની નજીકમાં તેનો હાથ પકડીને રેણુ ચાલવા માંડ્યા,રસ્તા પરથી એક કેડી અંદર જતી હતી,રસ્તા પર કારની લાઇટનો પ્રકાશ હતો કેડી ઉપર ફાનસ ના અજવાળે તેઓ ચાલ્યા જતા હતા,ગિરીશને રેણુ છેલ્લી નજર રોડ પર નાખી બધું યથાવત હતું,ભલે બધું યથાવત હતું,પણ કેડી પર આગળ વધતા બંને સતત ચિંતિત હતા,આમ તો ગામડાના માણસો બહુ ભોળા હોય એટલે ગિરીશ બધું ભગવાન ભરોશે છોડી જઈ રહ્યો હતો,આગળ એક જૂનું મકાન ફાનસના પ્રકાશમાં દેખાયું.અંદર બીજા ફાનસનો પ્રકાશ હતો તેઓ પગથિયા ચઢી અંદર પ્રવેશ્યા અને ખાટ પર સુતેલી છોકરી બેઠી થઈને બોલી "આવો"રેણુ ને ગિરીશ હેબતાઈ ગયા,અને પાછા વળી દગો થયો એવું લાગતા પાછા ફરી ભાગવાનો પ્રયત્ન કર્યો કેમકે છોકરી એકદમ સાજી હતી અને તેનું શરીર ફાનસના પ્રકાશ કરતા પણ વધારે ઉજળું દેખાતું હતું ,પેલા કાકા તો પગથિયા ઉપર ફાનસ મૂકીને નટ મસ્તક બેસી ગયા.ગિરીશે તેમની સામે જોયું,રેણુ ગિરીશને વળગી પડી,ગિરીશને ગુસ્સો આવ્યો તે કઈ કહેવા જતો હતો પણ બોલી ન શક્યો,
"હું સપના છું,માલુકાકા ને જે કહેવું પડ્યું તે માટે હું માફી માંગુ છું પણ એમ ન કહે તો તમે અહીં આવતે નહિ બંને જણા શાંત પડો, હું કોઈ ઇજા નહિ પહોચાડું" અને છતાં ગિરિશનો અવાજ ન ખુલ્યો,તેને કોઈ પરલોકના જીવનો ભેટો થયો એવું લાગ્યું ,પણ આંખનો એક પણ મિચકારો ન મારતી સપના બોલી
"હું કેટલાય જન્મોથી અહીં છું, અને તું મારા ભવોભવનો સાથી હતો,હું તે જાણું છું અને તેની તને ખબર નથી,પણ તારી સાથે તારી આ ભવની પત્ની લાગે છે,એના રસ્તામાં હું અડચણ ઉભી નહિ કરું,કદાચ તે યોગ્ય પણ નથી,ફક્ત મારી આ બે સોનાની બંગડી તારી આ પત્ની ધારણ કરી લે એટલે હું મુક્ત થઈશ અને માલુકાકાની પણ મુક્તિ થશે." અને બંગડી ગ્રહણ કરવાની વાતથી રેણુ ખુબ ડરી ગઈ,અને ગિરીશની વાચા ખુલી
"સપના,તું જે હોય તે,પણ તું માનવ નથી,તો તારી સાથે બનેલી ઘટનાથી તું અમને શું કામ હેરાન કરે છે,
શું ખાતરી કે બંગડી ધારણ કર્યા પછી મારી પત્ની હેમખેમ રહેશે"
"જો તે ગ્રહણ નહિ કરે તો મને ખબર નથી મારુ શું થશે, પણ મને મુક્તિ નહિ મળે,એક પત્ની તરીકે અત્યાર સુધી રાહ જોતી પત્ની માટે હવે બધો તારા પર આધાર છે,પણ મારી મુક્તિ થતા તેનાથી તારા જીવનમાં ક્યાંય અડચણ નહિ આવે.બસ મને મુક્ત કર" અને તે ઉભી થઇ અને ગિરીશના પગમાં પડી,કાકા દયામણા ચહેરે જોતા રહ્યા ત્યાં રેણુમાં ક્યાંકથી હિમ્મત આવી તેને અહીંથી છૂટવું હતું, સપનાના હાથમાંથી તેણે  
 બંગડી લઇ પહેરી લીધી,સપના ઉભી થઇ તેના શરીરમાંથી પ્રકાશ ફેલાયો અને બંને જણાને પગે લાગતી તે વાતાવરણમાં ભળી ગઈ,કાકા પણ ત્યાં ન હતા,અને મકાન પણ જતું રહ્યું,
સપાટ જમીન પર બંને ઉભા હતા,અચરજ પામ્યા,ત્યાં કોઈ પ્રકાશ નહોતો,બધું ક્યાં જતું રહ્યું કઈ ખબર ન પડી,અને કેડી જે ઝાંખી દેખાતી હતી,તેના પર છેલ્લા નમસ્કાર કરી નવું કપલ રોડ તરફ જવા પાછું વળ્યું,રોડ પર આવ્યું ગાડી યથાવત હતી,ગાડીમાં બેઠા પછી બંને એકબીજાને વળગી પડ્યા,કોઈ ભયાનક તત્વનો અનુભવ લઇ આ ઘટના કોઈને ન કહેવાના નિર્ણય સાથે ગિરીશે ગાડી આગળ વધારી, રેણુએ જોયું બધું અલોપ થઇ ગયું પણ સપનાની બંગડી તેના પહોંચામાં એવી ને એવી હતી,  ગાડી અંધારું ફાડતી  ત્યાંથી જતી રહી.

-મહેન્દ્ર ભટ્ટ.

પરિવર્તન

પરિવર્તન (એક હિન્દી રચના)


ઈશ્વર જો કરતા હૈ ,વો અચ્છા હી કરતા હૈ,
માનવ તું પરિવર્તનસે કાહેકો ડરતા હૈ.
જબસે દુનિયા બની હૈ,તબસે બદલતી રહતી હૈ,
દેખી વો અદલાબદલી તું કાહે ડરતા હૈ ...માનવ તું.....
સુખ દુઃખ આતે જાતે ઐસે સબકે જીવનમેં
પતઝડ ઔર બહારે જૈસે દોનો ગુલશનમેં,
ચલતા હૈ તુફાન કભી ઔર સમતા રહેતા હૈ ...માનવ તું....
કિતની લાંબી રાત હૈ ફિર ભી દિન તો આયેગા,
જલમેં કમલ ખીલેગા ફિરસે વો મુસ્કાયેગા,
હોતા હૈ કષ્ટ તુઝે હંસી હી દેતા હૈ,
હોતા હૈ કષ્ટ વો હી કષ્ટોસે હરતા હૈ...માનવ તું ...

Tuesday, December 6, 2016

અવધૂતજીનો પરિચય


                                    અવધૂતજીનો  પરિચય



અવધૂતજીના કુળનો પરિચયમા  બધાજ પરિવારના સભ્યો આધ્યાત્મિકતા  તરફ વળેલા હતા,સંસારના સર્વે ક્લેશમાંથી છુટકારો મેળવી ધ્યાન- મોક્ષ કેળવી જન્મ મરણની ઝંઝારમાથી   છૂટી પ્રભુ તરફ જવું,

એમનું મૂળ વતન રત્નાગીરી જિલ્લાના સંગમેશ્વર તાલુકામાં આવેલું  દેવળે નામનું નાનું ગામ એમના બાપ દાદા ત્યાં રહેતા હતા,ખડગેશ્વર મહાદેવની ઉપાસના આજે પણ એ કુળમાં ચાલે છે.દાદા જેંરામ  ભટ્ટને,બાલં ભટ્ટના વહાલા નામથી ઓળખતા.તે અતિ વિદ્વાન દસગ્રંથિ બાહ્મણ હતા,યજ્ઞયાગાદિમા તેમની ખૂબ ખ્યાતિ હતી,બ્રાહ્મણધર્મ ખુબજ કડકરીતે પાળતા,પરોપકારી અને ધર્મમય જીવન ગુજારતા,
જે રામ ભટ્ટને ચાર દીકરા હતા,તેમાં ત્રીજા નંબરના દીકરાનું  નામ વિઠ્ઠલ હતું,તેજ અવધૂતજીના પિતાજી અવધૂતજીનું મૂળ નામ પાંડુરંગ હતું.માતાજીનું મૂળ નામ કાશી હતું.પરંતુ દક્ષિણી રિવાજ મુજબ તેમનું નામ રુક્મણિ રાખવામાં આવ્યું અને પાછળથી  તેઓ અવધૂત પરિવારમાં  માં રુકમામ્બા તરીકે
જાણીતા થયાં.
ગોધરા( જિલ્લો પંચમહાલ) મા વિઠ્ઠલમંદિર આવેલું છે.એના મૂળ પુરુષ સખારામ સરપોતદાર કરીને હતા.તેમની વિનંતીથી જેરામ ભટ્ટજીએ તેમના ત્રીજા નંબરના  પુત્ર શ્રી વિઠ્ઠલ ભટ્ટજીને વિઠ્ઠલ મંદિરના પૂજા કાર્ય  માટે મકલ્યા .આથી વિઠ્ઠલ પંત અને રુક્મણિ માતા ગોધરા આવીને વસ્યા .વિઠલ મંદિરની પુંજા ઉપરાંત તેઓ યજ્ઞયાગ્યાદિનું  કાર્ય પણ કરતા થોડા સમયમાં તેમનું કાર્ય પ્રશંસાને  પાત્ર બન્યું ,
તેઓ થોડા સમયમાં એક વિદ્વાન બ્રાહ્મણ તરીકે પ્રખ્યાત થયાં. માતા રુકમામ્બા વ્રત તપ પૂજા નિત્ય કરતા.તેઓ તુલસીની પૂજા કાયમ કરતા.એક વખત તો તેમણે એક વ્રત તરીકે તુલસીની એક લાખ પ્રદક્ષિણા કરી હતી.શ્રદ્ધા અને ત્યાગનું  તેઓ મૂર્તિમંત સ્વરૂપ હતા.તેઓ સદા પ્રસન્નવદન અને વાત્સલ્યપૂર્ણ હતા.

આવા પવિત્ર કુળમાં શ્રી અવધૂતજીનો જન્મ કારતક સુદી (આઠમ ઉપર) નોમને  દિવસે વી.સં .1955 ,તા.21-11-1898 ને સોમવારે પ્રદોષ સમયે થયો  હતો.એમના  જન્મ  પહેલાજ વિઠ્ઠલ મંદિર નજીક આગ લાગી હતી.તે વખતે બમ્બા તો હતા નહીં એટલે માતા રુક્મણિ પણ અન્ય વ્યક્તિઓ સાથે આગ ઓલવવાના કામમાં
લાગ્યા હતા.આગ શાંત થયા પછી થોડીજ વારમાં પાંડુરંગનો જન્મ થયો હતો જગતના ત્રિવિધ તાપને શમાવવા તેમનો જન્મ છે તેવું પ્રકૃતિ માતાનું સૂચન હોય તેમ તેમણે અનેક બળેલા હૈયાને શાતા આપી હતી

પાંડુરંગ બાળપણથીજ હોશિયાર અને તેજસ્વી હતા, નવ મહિનાની  ઉંમરે તો તે સ્પષ્ટ રીતે વાતચીત કરતા હતા, એક વખત સ્મશાનમાં મડદાને લઈ જતા તેના સગાવ્હાલાને રડતા જોઈ પિતાને પૂછ્યું 'આ બધા કેમ રડે છે? અને તેને ક્યાં લઈ જાય છે,'પિતાએ પાંડુરંગને જવાબ આપતા કહ્યું' તે મરી ગયો છે અને એને બાળવા માટે સ્મશાન લઈ જાય છે.એના મરી જવાથી તેના સગા વ્હાલા રડે છે,'તો બીજો પ્રશ્ન આવ્યો' તેને બાળે તો તે દાઝે નહીં 'તો પિતાએ જવાબ આપ્યો 'મરી જાય તે દાઝે નહીં 'તો પ્રશ્ન થયો'મરી જવું એટલે શું' અને તેનો પણ જવાબ આપતા પિતાએ કહ્યું 'ખોળિયામાંથી જીવ જતો રહે અને બીજે જન્મ લે 'તો કુતુહુલવશ પુત્રે પૂછ્યું'એટલે એ જન્મે અને પાછો મરે,ફરી જન્મે અને ફરી મરે એવું થયા કરે ઍમજને' પિતાએ ટૂંકમાં કહ્યું  'હા'ત્યારે તેણે પૂછ્યું 'એનાથી છૂટાય નહીં  મરવુંજ ન પડે એવું  કઈ ન થાય?' ત્યારે પિતાએ કહ્યું 'જરૂર થાય' 'રામનું નામ લેવાથી જન્મવું પણ નપડે અને  મરવું પણ ન પડે' અને આમ બાળકને ગુરુમંત્ર મળી ગયો દોઢ વર્ષની નાની  ઉંમરે રામનામના તારકમંત્રની ઉપાસના શરૂ કરી દીધી,
પાંડુરંગ આઠ વર્ષના હતા ત્યારે તેમને જનોઈ આપવા માતાજી દેવળે ગયા પિતાજી વિઠ્ઠલપંત તેમની પાંચ વર્ષની ઉંમર હતી ત્યારે ગોધરામાં ચાલેલા પ્લેગના રોગનો ભોગ બન્યા હતા,અને તેમના એક નાના  ભાઈ નારાયણ ત્રણ વર્ષના હતા.જનોઈનો પ્રસંગ પૂરો થયા પછી દેવના દર્શન કરવા બધા નરસોબાની     વાડીએ ગયા.દત્તાત્રેયના અવતાર શ્રીનૃસિંહ સરસ્વતીનું લીલાસ્થાન છે, મહારાષ્ટ્રમાં કોલ્હાપુર નજીક આવેલું છે,તે વખતે શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ત્યાં બિરાજતા હતા,તેથી તેમના  દર્શને બધા ગયા,તેમને દત્તાત્રેય ભગવાનનો સાક્ષાત્કાર થયો હતો .બાળ પાંડુરંગને જોતાજ સ્વામી બોલી ઉઠ્યા "આ બાળક તો અમારો છે,કેમ રે છોકરા તું કોનો?"બાળકે તરત જવાબ આપ્યો"આપનો" અને તે સ્વામીના ખોળામાં માથું મુકવા અપવિત્ર કપડાં સાથે દોડ્યા માતાજીએ તેમને રોક્યા પણ મનોમન તેમણે  માની લીધું કે ગુરુકૃપા થઈ ગઈ છે અને મનોમન પોતાનું સર્વસ્વ ગુરુચરણમાં   અર્પણ કરી દીધું
આમ નાનપણમાંજ તેમને ગુરુજી તરફથી અનોખી દીક્ષાએ મળી ગઇ.આ ગુરુમહારાજના સદેહે ફરીથી દર્શન ન થયા પણ જ્યારે પણ વાત નીકળે તેઓ શ્રી કહેતા તમને મારું માથું ભલે ધડ પર દેખાતું હોય પણ મેં તો મારું માથું ગુરુ મહારાજના ખોળામાં ત્યારનુજ મૂકી દીધું છે.
શ્રી પાંડુ રંગ એક સ્પષ્ટ વક્તા હતા,બેફિકર અને હાજરજવાબી હતા, મેટ્રિકની મૌખિક પરીક્ષામા  તેઓને પ્રથમ નંબર મળ્યો હતો,તેઓ બ્રાહ્મણના લેબાશમાં હતા, વિશિષ્ઠ પહેરવેશ માથે ચોટલી અને બધાથી જુદા તરી  આવતા હતા તેમણે જનોઈ,ચોટલી,ઘારી વગેરે અંગે એવા તો હાજરજવાબ આપ્યા કે તેમને પહેલે નંબરે પાસ કરી દીધા અને એમણે આર્ય સંસ્કૃતિના પ્રતીક છે એમ પુરવાર કર્યું હતું .

તેઓનું સ્થાન સ્કૂલમાં કલાસમાં પહેલી પાટલી ઉપર રહેતું,તેઓ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી હતા,તેમને નાનપણથી જ્ઞાનવૈરાગ્ય ભક્તિપ્રધાન સાહિત્યમાંજ વધારે રસ હતો,છઠ્ઠા ધોરણમાં શિક્ષકોએ પણ ન વાંચ્યા હોય તેવા પુસ્તકો તેઓ વાંચતા,રાજકીય પ્રવુતિ અને વિદ્યાર્થી મંડળની પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લેતા,
અવધૂતજી જ્યારે ગોધરામાં ભણતા ત્યારે તેમનીસાથે એક મામલતદારનો છોકરો ભણતો,તેનું દફ્તર તેનો પટાવાળો  ઉંચકીને ચાલતો એટલે પાંડુરંગ તેને કહેતા આટલો સરસ્વતીમાતાનો ભાર તારાથી નથી ઉંચકાતો પછી સરસવતી માતા તારા ઉપર કેવીરીતે કૃપા કરે,સરસ્વતીમાતાની ઉપાસના કરનાર વિદ્યાર્થીએ જાતે મહેનત કરે તો ભગવાનની કૃપા ઉતરે.
 એક વખત પાડોશમાંથી કોઈ બાઈ રીંગણાં આપી ગઈ તેને વધ્યા હશે તે આપી ગઈ,આવો વ્યવહાર માતાજી પાંડુરંગની ગેરહાજરી હોય ત્યારે કરતા,આમ તો  વિઠઠલપંતનાં અવસાન પછી પૈસા ન હોય ત્યારે શાક લાવવામાં આવતું નહીં,જેમ બાળક માતાજીને ઓછું ન આવે તેવો વ્યહાર કરે એટલે તેમ માતાજી પણ બાળકની કાળજી રાખતા, પણ પેલી બાઈ તે દિવસે પાંડુરંગની હાજરીમાં રીંગણા આપી ગઈ,બાઈના ગયા પછી પાંડુરંગે માતાજીને કહ્યું મા તમે બધું કરજો, બધું ભુલી જજો પણ એ ન ભૂલશો    તમે  સિંહની માતા છે,મારી બે હાથ જોડીને પ્રાર્થના છે શાક વગર ચલાવશું,પણ આમ ઉધાર કે ઉછીનું જરા પણ કરશો નહીં,
ઈંટરની પરીક્ષા હતી અને પાંડુરંગ બીમારીમાં પટકાયા,તે વખતે એક બંગાળી સ્વામી બ્રહ્માનંદજીએ કહ્યું તારા ગ્રહો સારા નથી,માંદગીને લીધે તું પરીક્ષા આપવાનું માંડીવાળ,નાપાસ થઈશ તો તારી આબરૂ જશે તેમણે તેજસ્વીતા અને આત્મબળના હિસાબે સ્વામીજીને વિનયપૂર્વક કહ્યું હું પરીક્ષા આપીશ  અને પાસ પણ થઈશ,ને તેઓ બધાના આશ્ચર્ય વચ્ચે બીજા વર્ગમાં ઉતીર્ણ થયા,

 ગોધરામાં અભ્યાસ કરતા ત્યારે રોજ સાંજે અડધો કલાક વાંસળી વાગડતા, એક દિવસ બેચેની જેવું   લાગ્યું  ને વાંસળી વગાડી નહીં,સીધા ફરવા બહાર જવા નીકળ્યા .સામેની મેડી ઉપર બારીમાં એક બહેન બેઠેલા એમણે પૂછ્યું "કેમ આજે વાંસળી વગાડી નહીં ?"તે ચમકી ગયા,સામે પ્રશ્ન પૂછ્યો " તમે    કેમ આમ પૂછો છો?""મને તમારી વાંસળી સાંભળવી ગમે છે .હું દરરોજ  તે સાંભળું છું અને આ સમયે
રોજ રાહ જોઈને બેસું છું ." તે ઘેર પાછા ગયા અને એક મોટા પથ્થરથી તે વાંસળી તોડી નાખી કુવામાં પધરાવી દીધી,પાણી મૂક્યું કે આજથી કોઈ દિવસ વાંસળી વગાડવી નહીં કોઈના મોહનું કારણ બનવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થવા જ ન દેવી  એ જ  આની પાછળનું કારણ હતું.

તેમને એકાંતમાં વહેલી સવારે ભજન લાલકારવાનો અભ્યાસ હતો પણ તેથી માજીની ઊંઘમાં ખલેલ પડે છે તેની જાણ થઈ એટલે તે શોખ પણ વિના સંકોચે છોડી દીધો
વાળ કપાવવામાં પણ બીજાના ઉપર આધાર રાખવો પડે છે તે જ્યારે અનુભવાયું તો તેને બંધ કરી  લાંબા વાળ રાખવાનું શરૂ કર્યું. આમ વિધ વિધ રીતે તે જીવન ભર તે સ્વાવલંબી રહ્યા.

જય ગુરુદેવ

સંત સાઇની ટૂંક

સંત સાઇની ટૂંક

રણમાંથી પસાર થતા ધોળી માર્ગ પર રોજની બે ચાર  બળદગાડાની વેલ પસાર થતી તે મૉટે ભાગે હરિદ્વાર ના દર્શનની જાત્રા માટે બે અઠવાડિયા માટે નીકળતી,રણ હતું રણની એકબાજુ આવેલા કેટલાય ગામોમાંથી ભગવાનમાં અપાર શ્રદ્ધાના દર્શન માટે લોકો જતા,અને દર્શન કરી પાછા વળી દર્શન કર્યાનો સંતોષ માનતા,રણનો રસ્તો એટલે મુસીબતો તો હોય જ છતાં બે ત્રણ વેલ સાથે નીકળતી એટલે મુસીબતમાં એકબીજાને મદદ કરી શકાય,જીવન જરૂરિયાતનો સર સામાન સાથેજ રાખવો પડતો,રાત પડતી એટલે રસ્તામાંજ રાંધીને દરેક સભ્યો પેટની ક્ષુધા મિટાવતા,એક વેલમાં આ બધો સરસામાન રખાતો,વધુતો લોકોને ભગવાનની અપાર શ્રધાને લીધે બીજી બધી મુસીબતો સામાન્ય થઇ જતી,રણમાં માર્ગ ઉપર થોરના ઝાડો જોવા મળતાં બાકી અન્ય વનસ્પતિ નું નામ ન હતું એકાદ બે તોતિંગ ઝાડ આવતા પણ તેમાં થડ જાડા અને ઉપર ફેલાયેલી ડાળીઓમાં પાંદડા ઝીણા અને ઓછા,લાંબા રસ્તા પર કોઈ વસ્તી ન હતી,
 આવી એક વેલની હાર એકાદ તોતિંગ ઝાડ પાસેથી પસાર થઇ અને થોડીક આગળ ગઈ ત્યાં કોઈ ભાઈને બહાર મૂકી દેવામાં આવ્યા,આ માણસ ખુબ ખાસતો હતો અને આક્રંદ કરતો હતો પણ કોઈ કારણસર ધાર્મિક લોકોમાં કોઈ ફેરફાર ન થયો અને વેલના ક્રોધનો તે ભોગ બન્યો,હવે કોઈ બીજી વેલ આવે ને તેનો બચાવ થાય બાકી ત્યાંની હવામાં તેની આજુબાજુ જમના ઓળા મંડરાવવા લાગ્યા,ખાંસીનો રોગ તેને કોઈ ખોરાકમાંથી જ લાગી ગયો હોય તેમ તે સતત ખાસતો હતો,બીજો કોઈ ઉપાય નહોતો,વેલનો કાફલો જતો રહ્યો કેટલીય વાર તે ખાસતો પડ્યો રહ્યો છેવટે શરીરની બધી શક્તિ ભેગી કરીને ભગવાનનું નામ લેતો તે પેલા તોતિંગ ઝાડ બાજુ ધીરે ધીરે ચાલવા મંડ્યો,કદાચ કોઈ જીવવાનો સહારો મળી જાય,ભગવાનમાં અપાર શ્રદ્ધા હતી, હવે કોઈ ચમત્કાર થાય ને તે બચી જાય,બાકી તેનો સહારો ત્યાંથી ક્યારનો અદ્રશ્ય થઇ ગયો હતો,ગમે તેમ કરીને તે ઝાડ પાસે પહોંચ્યો ભયંકરતા તેના મોઢા ઉપર ચોખ્ખી દેખાતી હતી,પણ જોવા વાળું કોઈ ન હતું,બિચારો બની તેણે ઝાડના થડમાં પોતાની જાતને પડતી મૂકી,તેનું મન થોડીવાર માટે અંધારું અનુભવી ભાન ગુમાવી બેઠું,જ્યારે જાગ્યું ત્યારે વહેતા ગરમ પવન વચ્ચે કોઈક ભેદી અવાઝ આવ્યો,તે એકદમ સચેત બન્યો,તેને સહારો જોઈતો હતો પોતે આ ભેદી અવાજ તરફ નજર ફેરવવા મંડ્યો અને આખરે તેની નજર ઝાડ ઉપર સ્થિર થઇ ત્યાં એક કાગડો બેઠેલો હતો અને તેને વાચા ફૂટી હતી,તેની એક પાંખ બરાબર લાગતી ન હતી,તે બોલ્યો
"તું એક બ્રાહ્મણ લાગે છે,"
આ સંબોધનને ખાસ્તા ખાસ્તા તેણે તરત કહ્યું,
"હા, હા, પણ તને કેવી રીતે ખબર પડી, અને તું કેવી રીતે માણસની ભાષા બોલી શકે છે, શું તું કોઈ ઓલ્યો, સાધુ કે કોઈ ભૂત પ્રેત છે,મને જણાવ, કેમકે કદાચ તુજ મારો જીવવાનો આધાર બની શકે,"અને તે ખુબ રડવા મંડ્યો
કાગડો બોલ્યો
"શાંત થા ભાઈ,તું સમજે છે એવું કઈ નથી,હું પણ તારા જેવી જ મારી જાતિનો સભ્ય છું,અમારા કાગડાઓનું ટોળું આ રણ પરથી પસાર થતું હતું અને નર વિભાગમાં વિવાદ થતા લડાઈ થઇ,ખુબ લડ્યો અને અમારી લડાઈ એક નારી કે જે મારી સાથી  બનવાની હતી તેના માટે થઇ કેટલાક જુવાનિયાઓ સહન ન કરી શક્યા,અને પરિણામે મારી પાંખને નુકશાન થયું,પણ મેં હારને કબુલ ન કરી,થોડો સમય તો હું ટોળા સાથે ઉડતો રહ્યો પણ છેલ્લે અહીં આ ઝાડ પર બેસી પડ્યો,પછી ઉડી ન શક્યો,સાથ છોડતા ટોળામાં મારી સાથી પણ આખરે ભળી ગઈ અને હવે મેં મારા જેવાજ તમને જોયા એટલે મરતા પહેલા એક વખત તમને કહેવા પ્રયત્ન કર્યો અને મને વાચા ફૂટી કદાચ ,કાગ ભુશંડી ઋષિના સમયનો  હું કોઈ જીવ હોઉં,પણ એક થી ભલા બે એકબીજાને મદદ કરવાનો પ્રયત્ન કરીશું," અને આમ ભયંકરતાના તોળાતા વાદળોમાં કોઈ હાસ્ય અને ખુશીઓની લહેરો ફરી વળી,બ્રાહ્મણ પોતાનું દુઃખ ભૂલી ગયો અને આમ એક પક્ષી અને એક માણસ એક રાત માટે તો જરૂર એકબીજાના ખાસ મિત્રો બની ગયા, વાતો કરતા સાંજ પડી સૂર્ય મહારાજ વિશાલ રૂપ ધરી અસ્તાચળ તરફ ગતિમાન હતા,રણમાં વાતાવરણ ફેરવવા લાગ્યું હતું,હવે ક્યાંક ક્યાંક નાના પ્રાણીઓ દેખાતા હતા,પવન પણ ઠંડો વાય રહ્યો હતો,જેટલો દિવસ ગરમ હતો એટલીજ ઝડપથી સંધ્યા ઠંડી થતી જતી હતી,કેટલીક વાર શાંત થયેલા આ બે મિત્રોમાં કાગે મૌન ભંગ કરી કહ્યું,
"હું, અઠવાડિયાથી અહીં છું, ક્યારેક ક્યારેક આ વેલ પસાર થાય ને કોઈક અહીં રાતવાસે રોકાય તેમાંથી બચેલા,કે ફેંકાયેલા ખોરાકને પ્રભુનો પ્રસાદ ગણી આરોગી અત્યાર સુધી તો ક્ષેમ કુશળ છું,બીજો કોઈ ભય અહીં ઉપર તો નથી,પણ રોજ હું કોઈ પ્રકાશ જોઉં છું,સાંજે તે થોડેક દૂર તે આજ ટાણે ઉદ્ભવી રણમાં સમાય જાય છે,અને કદાચ તેની હાજરી અહીં કોઈ હિંસા થવા દેતી નહિ હોય."
અને તરત જ બ્રાહ્મણ બોલ્યો
"એવું હોય તો સારું પણ અત્યારે તો આપણે એકબીજાના પૂરક છીએ".અને થોડો સમય એકબીજા સાથે વાતો કરી ભયથી પોતાને મુક્ત બનાવવા મથતા મિત્રો રાત આવી એટલે તેના સહારે પોતાની જાતને સોંપી ઊંઘી ગયા,કોણ જાણે બીજા દિવસની સવાર કેવી હશે,
રાત પસાર થઇ ગઈ 
બીજા દિવસની સવાર પણ થઇ,કાગની આંખો ખુલી ત્યારે તેનો મિત્ર હજી ઊંઘતો હતો,તે થોડું તો ઉડી શકતો હતો એટલે ખોરાક માટે ઝાડ પરથી નીચે આવતો,તે તેના મિત્ર પાસે આવ્યો આજુબાજુ કીડી મંકોડી ફરતી હતી,પણ તેનો મિત્ર સલામત હતો,તેણે તેને સુવા દીધો,થોડીવાર તે થડના એક ઊંચા ભાગ ઉપર બેઠો બેઠો સવારની લાલીમાના દર્શન કરતો મિત્રના ઊઠવાની રાહ જોવા લાગ્યો,ગઈકાલે પશ્ચિમે આથમેલાં સુરજ દાદા ફરીથી પૂર્વે ઉદ્ભવ્યા,તેમની આ રોજની ક્રિયા ઉપર નિર્ભર થતી આ દુનિયાને એક માત્ર તેમનો આધાર હતો અને તેમાં આ બંને મિત્રો પણ બાકાત ન હતા,બ્રાહ્મણ એક આળસ મરડી બગાસું ખાતો એકદમ  બેઠો થઇ બોલવા લાગ્યો
"તે ક્યાં છે, તે ક્યાં છે " અને આજુબાજુ જોવા લાગ્યો તો તેના મિત્ર કાગ ઉપર તેની દ્રષ્ટિ પડી, તે થોડું ઓછું ખાસતો હતો, કાગે કહ્યું
"કોણ ક્યાં છે મિત્ર, અહીં તો હું ને તું જ છીએ, બીજું કોઈ નથી ફક્ત એકજ ફેરફાર છે કે તારી ચિંતામાં હું ઝાડ પરથી નીચે આવી પડ્યો છું"બ્રાહ્મણ મિત્રે કહ્યું
"મિત્ર સવાર સવારમાં મને કોઈ ફકીરે જગાડ્યો ને કહે દસ પગલે ખાડો ખોદ હું, ત્યાં હું છું"
કાગ બોલી ઉઠ્યો
"તો રાહ કોની જુએ છે, એજ કોઈ પેલા પ્રકાશનો આધાર છે, અને કદાચ જોગાનું જોગ તેને માટેજ આપણે અહીં છીએ, ચાલ જલ્દી, અને તેણે ચાલવા માંડ્યું, દસ ડગલે તે રોકાયો કાગ પણ ઉડીને ત્યાં આવ્યો,અને ખાડો ખોદવા મંડ્યો એક ફુટ ખોદતાં તો તેને પરસેવો વળવા મંડ્યો,આખરે થાક્યો વધુ ખોદી ન શક્યો અને બંને મિત્રો નિરાશ થઇ ફરીથી ઝાડ પાસે આવ્યા,હવે તો ભવિષ્ય ભગવાન જાણે,ઘડી પછી શું થશે  કોને ખબર,પણ સુરજ દાદા ઉપર જોતા કાગના મનમાં એક વિચાર ઝબુક્યો અને તરત તે બોલ્યો,
"મિત્ર, ખાડાની દિશા જો, તે સુરજ દાદાની બાજુની દિશા નથી"
અને બ્રાહ્મણ મિત્રને પણ તે સાચું લાગ્યું એક નવા સંકેતનું સર્જન થયુ,અને બંને મિત્રોએ  નવી આશા તરફ પ્રયાણ કર્યું,ધીરે ધીરે દસ પગલાં પુરા થતા બંને મિત્રો એકબીજા તરફ ખુશીથી જોતા,સ્વપ્નના સાકાર માટે અધીરા બન્યા,ઘડીક વાર માટે બધા દુઃખો ભુલાય ગયા,સંતોની વાણીમાં પણ એવુજ  કહેવાતું હોય છે કે જ્યા પ્રભુ કે પ્રભુ ભક્તિના સંચાર હોય ત્યાંથી દુઃખ જોજનો દૂર જતા રહેતા હોય છે તેવુંજ અહીં બન્યું,બંને મિત્રની આતુરતાનો અંત આવ્યો એક ફુટનો ખાડો ખોદતાં તેમાંથી સાંઈની એક
એક વેંત જેટલી નાની મૂર્તિ નીકળી,બંને મિત્રો મૂર્તિ લઈને નાચવા લાગ્યા ત્યાં કોઈ ન હતું બે મિત્રો અને મિત્રો ની ભક્તિ,સાઇની મૂર્તિ ,બંને ઝાડના થડ પાસે મૂર્તિ લઈને આવ્યા,બ્રાહ્મણ મિત્રની ખાંસી ક્યાં જતી રહી,ક્યાં તો તે ખાંસી ખાવાનું ભૂલી ગયો કે,સાઈનો પ્રભાવ પડ્યો કાગ પણ ઉડી ને બેસતો અને બેસીને ઉડતો તેના મિત્ર સાથે ક્યાંય સુધી નાચતો રહ્યો અંતે બંને મિત્રોએ ઝાડ પાસે ઝાડની સૂકી ડાળીઓ ભેગી કરી એક ઊંચું સ્થાન બનાવ્યું તેમાં બ્રાહ્મણનો ખેસ મૂકી રેતી પુરી તેના ઉપર મૂર્તિ મૂકી અને મૂર્તિ ઉપર પણ ઝાડ ની ડાળી અને પાનથી આવરણ બનાવ્યું  બંને મિત્રો ગઈકાલને  ભૂલી ગયા,
ભક્તિનો સંચાર થયો ,ત્યાં એક નાનો પથ્થર પડ્યો હતો તેનાથી ઝાડ પાસે રજા માંગી તેના થડ ઉપર
કોતરવામાં આવ્યું."સંત સાઇની ટૂંક" અને પછી તો વેલે વેલે વાત ફેલાઈ ગઈ અને ભક્તિમાં વસ્તીએ વધારો કરી સાઈના મંદિરને શરગાણ કર્યો,ભક્તિ વધીને બ્રાહ્મણને જોડું મળ્યું,ઘણું મોટું સ્થાન બની ગયું,રણમાં મંગલ થયું,પાછા વળતા કાગના ટોળાએ પણ કૈક નવું જોઈ ઉતરાણ કર્યું,ખાધા ખોરાકીનો કોઈ પ્રશ્ન ન હતો,કાગની લડાઈમાં કાગને છોડી ગયેલી તેની સાથી પણ ટોળામાં હતી,ખાધા ખોરાક પછી સંતોષ પામેલું કાગનું ટોળું ફરીથી પોતાના સ્થાન માટે ઉડ્યું પણ ભક્તિનો માર્ગ પકડી ચૂકેલા કાગે પોતાના મિત્રનો સાથ ન છોડ્યો,તેને ઝાડ ઉપર જ પોતાનો વસવાટ ચાલુ કર્યો,અને અંતે તેની કાગ સાથીએ પણ તેની સાથે પોતાના જીવનનું સ્વાર્પણ   કરી દીધું ,કાગ ટોળું ઉડી ગયું,પણ સાઇની એક નાની મૂર્તિએ,એક પક્ષી અને એક બ્રાહ્મણનું જીવન ભક્તિમય બનાવી દીધું,સમય જતા નામ પ્રચલિત થયું
 "સંત સાઇની ટૂંક"
(એક કાલ્પનિક વાર્તા.)
શ્રી સંત સાઈ બાબાકી જય 

-મહેન્દ્ર ભટ્ટ

Thursday, December 1, 2016

મોરનો ટહુકારો

મોરનો ટહુકારો


"અલ્યા, ભાઈ ઉમેશ આ દુર્બનનથી ઝાડ પર શું જોયા કરે છે!!"
"જીવાકાકા, આ દુર્બન નથી, કેમેરો છે "ઉમેશે જીવાકાકાને સમજણ આપી
"અને દુર્બન નહિ, દૂરબીન કહેવાય " કાકાની જોડણી સુધારતો ઉમેશ હસ્યો,
"એ તો તારે સુધારી લેવાનું ભાઈ, અમને તો તારા જેવું થોડું આવડે છે, પણ તું થાકતો નથી એ તારા આનંદી ચહેરા ઉપર મને ચોખ્ખું વંચાઈ છે"અને કાકા હસ્યા એટલે તેમનું મોઢું ખુલ્યું અને ઉમેશનો કેમેરો પડી ગયેલા દાંત અને રહી ગયેલા દાંત વચ્ચે ભીંસાયેલી બીડીના અનેરા દૃસ્યને કંડારતો ગયો"કાકાએ સળગાવેલી દીવાસળી ઉમેશ બાજુ ફેંકીને બોલ્યા
"લે તો જા, તારા કાકાને કંડારવાનું ઇનામ, અલ્યા ઉ તારો વડીલ ને તને મશ્કરી સૂઝે છે."
ઉમેશે દીવાસળી ના કાકાના ઘાને જમ્પ કરીને ચુકવ્યો ને ઘાસમાં  પડેલી દીવાસળી આગમાં   લપેટાઈ તે પહેલા પોતાના જોડાથી બુઝાવી દીધી"અને કાકા તરફ જોતા બોલ્યો
"કાકા તમે જબરા હાજર જવાબી છો, પણ હાલમાં તો તમે એકદમ ખોટી બાજુ છો "અને બીજી દિવાસળીયે સળગેલી બીડીનો કસ ખેંચતા કાકા બોલ્યા
"કેમ ભાઈ આ શહેર નથી, અહીં તો પડે એવી દેવાનો રિવાજ છે, નહિ તો જીવાય નહિ, અને હું ખોટો કેમ?"કાકાએ પ્રશ્નાર્થના વણાંક   ઉપરના ભારને ઝીણી નજરે ઉમેશ બાજુ વહેતો કર્યો.
"કાકા એકતો ચિનગારી આ વનરાઈમાં આગ બની કેટલા ય જીવોનો ખાત્મો બોલાવે તેનો તમને વિચાર નથી, અને બીડી તમારા કલેજાને બાળીને કોલસો બનાવી રહી છે તેનો અંદાજ છે ખરો.?"
"હવે ભઈ આ ઉંમરે શું અંદાજ લેવાનો, ચિનગારી વાળી વાત સાચી પણ તું આવ્યો ત્યારથી અત્યાર સુધી મારા મોઢા ઉપર કોઈ દુઃખ જોયું, કાયમ હસતા આ કાકાને કાયમની હસીનું કારણ તો આ બીડી છે, તારી કાકી વર્ષ પહેલા ગઈ પણ કાકાની આ ચહેરા પરની કરચલીઓમાં પણ એટલો સંતોષ લેતી ગઈ કે હસ્તી હસ્તી ગઈ, બાકી કોને મરતા હસવું ગમે, પણ તને હાચુ કહું છું, તારી કાકીએ જીવનમાં આનંદની કોઈ તક ગુમાવી નથી, ધર્મના જીવનમાં પણ પતિ ધર્મ તે બજાવતી હતી,હવે આ કાકો એકલો પડી ગયો,
તારા બંને ભાઈયો શહેરના રંગોમાં રંગાઈને હવે પત્ની ધર્મ બજાવી રહ્યા છે,બાપને મળવા ક્યારેક આવી ચઢે છે થોડી ચિન્તયા તો થાયને પણ હવે બંને સુખી છે એટલે મારો આત્મા ઠરે છે ભલે ગમે તેમ રહે,સુખી રહે" અને કાકાની પાંપણો ભીની થઇ ઉમેશે પણ હસતા કાકાની  એકલવાયી સ્થિતિ જોઈ ચિંતા અનુભવી,પણ કાકાનો  જમણો હાથ તેના ખભા ઉપર આવી ગયો,એક પળ ઉદાસીની ક્યાં જતી રહી અને ફરીથી કાકામાં ઉમેશે ભઈબંધીનો અનુભવ કર્યો,કાકા બોલ્યા
" ઉમેશ, તું કેમ ખેંચાઈને આ જીવાકાકાને મળવા આવ્યા કરે છે તેનું પણ એક કારણ છે.બાકી મને એકલવાયું રહેવું ગમે છે "અને સ્મિત રેલાવી ઉમેશે કહ્યું
" શું કારણ છે કાકા, હું પણ જાણું."
"ભાઈ જ્યા દિલ હોય ત્યાંજ દિલ મળે, તું તારા કેમેરામાં હસ્તી કુદરતના અનેરા ફોટા પાડે છે ત્યાંજ તારી જાતની ઓળખ આવી જાય છે કે તું એક ભગવાનનો માણસ છે, પેલા લોકોમાં કેટલાક વાત વાતમાં કહેતા હોય છે ને " કે ભલા માણસ જવા દોને હવે, ભલા માણસ જોવું તો હતું, વગેરે વગેરે, તે તું છે, તું એક ભલો માણસ, કાકો ભલો ને કાકાનો ભત્રીજો ભલો, ત્યારે જ તો દિલનો મેળ ખાય. બાકી ખુશામત તો પકડાતા વાળ ન લાગે,પણ તું ખરો માણસ છે,આજે આવ્યો પણ કાકાની પાછળ પાછળ ખેતરમાં હો ખેંચાઈને આવ્યો,મારી આજ સુધરી ગઈ ઉમેશ,આ આજને ખુશી સિવાય બીજું કઈ યોગ્ય નથી" અને કેમેરાની ચાંપો દબાવતો ઉમેશ પણ ખુશીના ગીતને સ્વીકારતો રહ્યો.તેણે કહ્યું
"કાકા, મેં અનુભવ કર્યો છે, કે ગામના બધાજ માણસો ભોળા હોય છે, કદાચ ગામમાં લહેરાતા ઠંડા પવનનું એ પરિણામ હશે, દયા ધર્મ પણ અહીં પડાવ નાખીને પડ્યા હોય છે, કદાચ જીવન ગામડામાં સુખનો અનુભવ કરે છે, મારુ ચાલે તો અહીજ તમારી સેવામાં રોકાઈ જાઉં"
"તો રોકાઈ જાને એક થી ભલા બે, ખેતરમાં કોઈ ગીતની લોરી ગાઈશું આનંદ કરીશું"કાકાએ પોતાનું અંતર ઠાલવી નાખ્યું,
"કાકા,રોકાવાય તેવું નથી,પણ થોડાક વધારે ફોટા ખેંચી લઉં,અને ફરીથી ઝાડ પરના માળા સામે તે કેમેરામાં જોતો આજુબાજુ ઉડતા રંગીલા પક્ષીના ફોટા પાડી રહ્યો હતો ત્યાં કાકાની અનુભવી આંખે માળા ના પક્ષીઓ ઉડી ઉડીને પોતાની ચાંચથી હુમલો કરતા હતા તે તેના બચ્ચાનો બચાવ કરી રહ્યા હતા,કાળોતરો સાપ માળામાં ઘુસવા પ્રયત્ન કરતો હતો અને પક્ષીઓ ઉડી ઉડીને તેના માથા ઉપર ચાંચ મારી રહ્યા હતા,ઘડીક પહેલાના  ઉમેશ અને કાકાના ચહેરા પણ ચિંતિત બન્યા,કાકા બોલ્યા
"કાળોતરો કોળિયો કરી જશે તો નવું જીવન અસ્ત થઇ જશે તે,બરાબર નથી"કાકા એ એક પથ્થર લીધો,
અને ઉમેશ બોલ્યો
" કાકા શું કરો છો?"
"પથ્થર મારી કાળોતરાને ભગાડું છું"
" પણ પથ્થર ઉડતા પક્ષીને કે બચ્ચાને વાગ્યો   તો !!"ઘડીવાર માટે કાકા મજબુર બન્યા અને રોકાયા પણ કાળોતરો તેના પ્રયત્નમાં  મશગુલ હતો,પણ તેના શરીરનો ભાર તેની પકડ ઉપરનો કાબુ ગુમાવતો હતો,આખરે પક્ષીઓના કકળાટમાં બીજા ઝાડના પક્ષીઓ પણ મદદે આવી ચઢ્યા અને હિમ્મત કરી કરીને જીવલેણ હુમલો કરવા મંડ્યા આખરે "સંપ ત્યાં જંપ"કાળોતરો પકડ મજબૂત કરતો પકડ ગુમાવી બેઠો અને ઝાડ પરથી ફેંકાયો,સીધો પડ્યો કાકાથી થોડે દૂર અને જાણે ખિજવાયેલો હોય તેમ તેણે એક ફુટ ઊંચો થઇ તેની ફણા ફેલાવી ઉમેશે પણ તેને બરાબર કેમેરામાં જકડી લીધો,પણ સાપ તે પછી ત્યાંથી ઘાસમાં અદ્રશ્ય થઇ ગયો,કુદરતની ભવ્ય શાંતિમાં આવી અશાંતિ પણ હોય તે ઉમેશે પહેલી વખત અનુભવ્યું,કાકા બોલ્યા,
"જીવ જીવના આશરે,કોઈ સુખી તો કોઈ દુઃખી,બધી ઉપરવાળાની મહેરબાની"
અને ઉમેશ બોલ્યો
"કાકા, ઉપરવાળાની મેહરબાની જોવી છે "
"ભાઈ શું મઝાક કરે છે,"
" મઝાક નથી કાકા ,આ જુઓ મારો કેમેરો બતાવે છે ,અને કાકા ઉત્સુકતાથી ઉમેશ બાજુ તેના કેમેરા ઉપર જોવા મંડ્યા," અને ખરેખર તેમાં ઉમેશ જેમ ચાપ દબાવતો તેમ ફોટો બદલાતો,અજબના કુદરતના રંગીન દ્રસ્યો કાકાની આંખ પહોળી કરવા મંડ્યા આખરે એક દ્રસ્ય એવું આવ્યું કે કાકાથી ન રહેવાયું અને ફોટામાં મોરની પહોળી ચાંચો  જોઈ તેમણે મોરના અવાજમાં જોરથી ટહુકારો કર્યો, આજુબાજુ પર્વતોની કંદરા નહોતી નહિ તો કાકાનો અવાજ વાતાવરણને પડઘામાં ફેરવી નાંખતે,ઉમેશના કેમેરાની મોરની ઉપજ કાકાની ખુશી વધારતી ગઈ,
ફોટોગ્રાફરની ફોટોગ્રાફી પણ એક નજરાણું છે.


-મહેન્દ્ર ભટ્ટ