Monday, March 23, 2026

ચૈત્રી નવરાત્રની શુભકામનાઓ

 


 ચૈત્રી નવરાત્રની શુભકામનાઓ 









પ્રિય વાચક મિત્રો
મોગરાના ફૂલ તરફથી આપ સહુને કુટુંબ સહીત ચૈત્રી નવરાત્રની શુભકામનાઓ માતાજી સહુ ઉપર અવિરત કૃપા કરે તેવી મનોકામના સાથે


મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.

Sunday, March 22, 2026

નાનું નાજુક આ ઘર …

 નાનું નાજુક આ ઘર …

family

નાનું નાજુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે (૨)

જાળવીને કરજો જતન પ્રભુએ મને રહેવા આપ્યું છે .


ભવના ફેરામાં ફરતા રે ફરતા,

ભૂલ ભુલવણીમાં રસ્તે રઝળતા 

મોંઘુ મળ્યું છે આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે 


એવી કારિગળી કરી પ્રભુએ 

વિચાર પામતા પાર ન પામીયે 

એવો આ ચણનારો ચતુર,પ્રભુએ મને રહેવા આપ્યું છે


નવ નવ દરવાજે મેલ્યા છે જાળીયા

જાણીયે ઝાળીયે રેશમના પડદા 

ઘટમાં બિરાજે ઘડનાર, પ્રબુએ મને રહેવા આપ્યું છે.


ત્રિલોકનો નાથ આ ઘરનો માલીક છે 

વહીવટ કરવો એ તારે રે હાથ છે 

હિસાબ એ માંગશે જરૂર,  પ્રભુએ મને રહેવા આપ્યું છે


ભક્તિના ભાવનો ઓટ ચઢાવજો 

રામનામ મંત્રનો રંગ લગાવજો 

સત્સંગનો કરજો શણગાર, પ્રભુએ મને રહેવા આપ્યું છે.


કાયમ નથી વસવાટ આ ઘરમાં 

ખાલી કરવાની નોટિસૂ આવશે 

કરી ચિંતા લેવી વિદાય, પ્રભુએ મને રહેવા આપ્યું છે.


જય શ્રી કૃષ્ણ.



Thursday, March 19, 2026

જો લેખ લિખે હૈ કર્મોમેં

 જો લેખ લિખે હૈ 


 



 


જો લેખ લિખે હૈ કર્મોમેં ઇસ લેખકે આગે કોઈ નહિ,

સચ બાત હૈ યે દુનિયાવાલો, સંસારમેં અપના કોઈ નહિ.

સીતાકે રામ રખવાલે થે, જબ હરણ હુઆ તો કોઈ નહિ 

જો લેખ લિખે …….


દ્રૌપદીકે સાથ પાંચ પાંડવ થે, જબ ચીર હરા તો કોઈ નહિ

જો લેખ લિખે ….

દ્શરથકે ચાર દુલારે થે જબ પ્રાણ તજે તબ કોઈ નહિ 

જો લેખ લિખે ….


રાવન ભી શક્તીશાલી થા જબ લંકા જલી તબ કોઈ નહિ 

જો લેખ લિખે ….

લક્ષ્મણ ભી વીર યોદ્ધા થા જબ શક્તિ લગી તબ કોઈ નહિ 

જો લેખ લિખે …….


શ્રી કૃષ્ણ સુદર્શન ધારી થે જબ તિર લગા તબ કોઈ નહિ 

જો લેખ લિખે ……,


જય શ્રી કૃષ્ણ .



 

Saturday, February 21, 2026

ડર છોડો

 ડર છોડો 

 


ડર છોડો કેમકે ડર તમને અંદરથી કમજોર કરી નાખે છે 

શ્રી કૃષ્ણ કહે છે - જયારે તમે ડરો છો ત્યારે તમે તમારી શક્તિ પર શક કરવા લાગો છો.જીવનની દરેક પરીક્ષા તમને મજબૂત કરવા આવે છે કમજોર કરવા નહિ. જે થયું તેનો સ્વીકાર કરો,જે છે તેના પર ભરોષો રાખો,અને જે આવવાનું  છે તેને મારા ચરણોમાં સોંપી દો.

અંધકાર ભલે ગમે તેટલો ગહન હોય એક દીવાની જ્યોત તેને ચીરી નાંખે છે રડો નહિ, થાકો નહિ અને હાર ન માનો.દુનિયા ભલે તમારો સાથ છોડી દે હું તે એકે એક પળ તમારી સાથે છું.ડર છોડો અને કર્મ કરતા રહો.

 જેણે તમારો સાથ છોડ્યો તેને જવા દો,કેમકે જે પોતાનું છે તે ક્યારેય દૂર જતું નથી.આંસુ વહેવા એ કમજોરી નથી આત્માની સફાઈ છે.મારા પર વિશ્વાસ રાખો હું દરેક પરીક્ષા પછી જવાબ આપીશ.છેલ્લે પ્રેમ જ સત્ય છે અને હું પ્રેમ છું. 

એકવાર એક દુઃખી મનુષ્ય રડતો રડતો શ્રી કૃષ્ણ પાસે ગયો.તેણે કહ્યું પ્રભુ! મારા જીવનમાં દુઃખ જ દુઃખ છે,શ્રી કૃષ્ણ હસીને બોલ્યા દુઃખ એ  કાયમનું રહેનારું નથી.એ  તારા કર્મ અને વિચારોનું પરિણામ છે.જેમ રાત પછી સવાર થાય છે તેમ દુઃખ પછી સુખ અવશ્ય આવે છે.તેમણે આગળ કહ્યું તારા મનને મારા ચરણોમાં સમર્પિત કર અને વિશ્વાસ રાખ, જે થાય છે તે તારા ભલા માટે થાય છે. તે વ્યક્તિએ શ્રદ્ધાથી માથું નમાવી દીધું. તેના મનમાં શાંતિ પ્રસરી ગઈ તેને સમજાઈ ગયું સાચો વિશ્વાસ જ દુઃખનો અંત છે.

જીવનના ખરાબ સમયમાં જ જયારે પોતાના સાથ છોડી દે છે ત્યારે મન ભાંગી પડે છે.એવું જ અર્જુન સાથે થયું મિત્રો દૂર થઇ ગયા,સંબંધો તૂટી ગયા. અને તે પોતાને એકલો સમજવા લાગ્યો તેણે આકાશ તરફ જોયું અને  પોકાર કર્યો,હે કૃષ્ણ! હવે કોણ મારુ છે ત્યારે તેના હૃદયમાં એક મધુર વાણી થઇ, હે અર્જુન ! જયારે સંસાર સાથ છોડી દે ત્યારે એમ સમજ હું તારી ખુબ જ પાસે છું. જે તારાથી દૂર થયા તે તારે સહારે હતા પણ હું તારો આધાર છું.અર્જુનની આંખોમાં આંસુ વહેવા લાગ્યા પણ આ વખતે તે દુઃખના ન હતા વિશ્વાસના હતા.કેમકે જયારે બધા સાથ છોડી જાય છે ત્યારે શ્રી કૃષ્ણ કદી નથી છોડતા.


જય શ્રી કૃષ્ણ 

Tuesday, February 17, 2026

ખુશી દેજે જમાનાને (ભજન )

 ખુશી દેજે જમાનાને (ભજન )


ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે 

અવરને આપજે ગુલશન મને વેરાન વન દેજે 

ખુશી દેજે ………

જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો 

હું પરખું પાપને મારા એવા નયન દેજે 

ખુશી દેજે……..

હું મુક્તિનો ચાહક છું મને બંધન નથી ગમતા 

અરે કમળ ભીડાઈ તે પહેલા તું ભ્રમરને ઉડિયન દેજે 

ખુશી દેજે ……..

ખુદાયાતને વિનંતી છે તુજ ને નાદિરની

અગર તું દઈ શકે મુજને ધરતી પર દગન દેજે 

ખુશી દેજે ……..


જય શ્રી કૃષ્ણ 





Monday, February 9, 2026

આ ઘર નથી તમારું

 આ ઘર નથી તમારું 



આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના,

કરશો ના મારુ મારુ પળમાં બધું જવાનું 

આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના 

કાયમ નથી રહેવાનું મહેમાન ચાર દિનના 

મહેમાન ચાર દિનના 


સુગંધ મૂકી જવાનું જગતના આંગણામાં 

જગતના આંગણામાં 

કદી એ ન વાત ભૂલશો (૩) 

અહેશાન છે પ્રભુના 


આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના,

જેને ઘેરે જવાનું ગમતા તેને થવાનું 

ગમતા તેને થવાનું 

નિયમમાં ચાલવાનું ઘર ના બગાડવાનું 

ઘર ના બગાડવાનું  

 કૃતજ્ઞિ થઈને રહેજો (૩) 

ઉપકાર છે પ્રભુના 


આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના,

રહેજો હળી મળીને પરિવારમાં ભળીને 

ગુણો ઉપાડી લેજો, દોષો જજો ગળીને 

ડાહ્યા જરૂર ગણાશો દરબારમા પ્રભુના 


આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના,

વાણી વિચાર વર્તન આ શુદ્ધ જો હશેતો 

નોતરશે ફરી તમને યજમાન ખુશ હશે તો 

નહીંતર ભગાડી મુકશે (૩) 

એ ધામથી પ્રભુના 


આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના

આ શીખ ના અમારી.આ બોધ ન અમારો 

જીવન વિકાસ માટે આ પાઠ  છે અમારો 

સંતો કહે છે રહેજો ભાઈ નામમાં પ્રભુના 


આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના,

કરશો ના મારુ મારુ પળમાં બધું જવાનું

આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના 


જય શ્રી કૃષ્ણ 




Sunday, January 25, 2026

ગણતંત્ર દિવસની શુભકામનાઓ

ગણતંત્ર દિવસની શુભકામનાઓ

 


 ગણતંત્ર દિવસની આપ સહુ વાચક મિત્રોને કુટુંબ સહીત ‘ મોગરાના ફૂલ’ બ્લોગ તરફથી ખુબ ખુબ શુભકામનાઓ. 

જય શ્રી કૃષ્ણ.

Friday, January 23, 2026

વસંત પંચમી શુભકામનાઓ

 વસંત પંચમી શુભકામનાઓ

 



વસંત પંચમીની આપ સહુ વાચકમિત્રોને ‘મોગરાના ફૂલ’ બ્લોગ વતી કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ.

મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.

Friday, January 16, 2026

ક્યાં ગુમાન કરના …



 ક્યાં ગુમાન કરના …



ક્યાં ગુમાન કરના બે મિટટીમે મિલ જાના

માન અપમાન છોડકે તું સંતોકે ચારનોમે આના

ક્યાં ગુમાન ………

મિટ્ટી ખોદકર મહલ બનાયા,ગવાર કહે એ ઘર મેરા,

આ ગયા ભવ્વર લે ગયા,જીવ ન ઘર તેરા ન મેરા 

ક્યાં ગુમાન……….

મિટ્ટી ખાના, મિટ્ટી પીના,મિટ્ટી કરના ભોગો 

મિટ્ટીસે મિટ્ટી મિલ ગઈ તો ઉપર ચલે સબ લોગો 

ક્યાં ગુમાન………..

હાડ જલે જૈસે લકડીકી મુલી,કેસ ઝરે જૈસે ઘાસા

સોના સરીખી કાયા જલ ગયી, કોઈ ન આવે પાસા

ક્યાં ગુમાન………..

કહત કબીર સુનો ભાઈ સાધુ, જુઠ્ઠી હૈ સબ માયા 

ભજન કરો ઔર ધ્યાન ઘરો, પવિત્ર હોગી કાયા

ક્યાં ગુમાન ………..


જય શ્રી કૃષ્ણ .



Thursday, January 15, 2026

માં બાપસે બઢકર…….(હિન્દી ભજન)

 માં બાપસે બઢકર…….(હિન્દી ભજન)





માં બાપસે બઢકર જગમેં કોઈ દુજા નહિ ખજાના,

જિસને તુજે જનમ દિયા હૈ ઉનકા નહિ દિલ દુખાના


દિનરાત તુઝે તેરી માને અપને હાથોંમેં ઝુલાયા

ખુદ ગિલેમે માં સોઈ ,સુખેમેં તુઝે સુલાયા.

તું કોઈ દુઃખ દેકર ના માંકો કભી રૂલાના

જિસને તુઝે જનમ દિયા હૈ ઉનકા નહિ દિલ દુખાના 


માંબાપકી શરણસે બઢકર, દૂસરા કોઈ સ્વર્ગ નહિ હૈ 

સબ દૌડકે તીરથ બંદે કરલે માબાપકી પુંજા .

ઇસ જનમ મરણસે તુજકો અગર હૈ મુક્તિ પાનાં

જિસને તુજે જનમ દિયા હૈ ઉનકા નહિ દિલ દુઃખાના


માં બાપસે બઢકર જગમેં કોઈ દુજા નહિ ખજાના,

જિસને તુજે જનમ દિયા હૈ ઉનકા નહિ દિલ દુખાના.


જય શ્રી કૃષ્ણ.




Tuesday, January 13, 2026

Happy Makarsankranti

  Happy Makarsankranti friends with your family


Jai Shree Krushna.

શ્રી ભાગવત ગીતાની ૧૮ જ્ઞાનની વાતો

 શ્રી ભાગવત ગીતાની ૧૮ જ્ઞાનની વાતો

 


(૧) યુવાનીમાં જેણે પાપ કર્યા છે તેને વૃદ્ધાવસ્થામાં ઊંઘ નથી આવતી તેને તેઓ પશ્ચાતાપ માં ગુજારે છે.

(૨) ભગવાને જેને સંપત્તિ આપી હોય તેણે ગાય રાખી તેની સેવા કરવી જોઈએ તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે.

(૩) જુગાર, દારૂ પીવો, પરસ્ત્રી માટે જવું,હિંસા કરવી,જુથ્થુ બોલવું,અભિમાન, આસક્તિ અને નિર્દયતા એ બધામાં કળિયુગનો વાસ છે એટલે એનું એક બીજું નામ છે ઘોર કળિયુગ.

(૪) અધિકારી શિષ્યને એટલે જે જ્ઞાન મેળવવા માટે મહેનત કરે છે તેને સદ્ગુર (સારા ગુરુ ) જરૂર મળે છે.

(૫) ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યે પોતાના હૃદયને વારંવાર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ,ઈશ્વર સિવાય તેનું કોઈ નથી, સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે તેનું આ બ્રહ્માંડમાં પણ કોઈ નથી જે તેનો સાથ આપશે.

(૬) ભોગમાં ક્ષણિક સુખની પ્રાપ્તિ થાય છે જયારે એની સાથે ત્યાગમાં સ્થાયી સુખ કે આનંદ મળે છે. 

(૭) શ્રી કૃષ્ણ કહે છે કે સત્સંગ ઈશ્વરની કૃપાથી મળે છે,જયારે કુસંગમાં પડવું પોતાના જ વિચારોનું કારણ હોય છે.

(૮) લોભ અને મોંહ માયા પાપના માતા પિતા કહેવાય છે સાથેજ લોભ પાપનો બાપ જ છે.

(૯) શ્રી કૃષ્ણ કહે છે કે સ્ત્રીનો ધર્મ છે કે તુલસી અને પાર્વતીની પુંજા કરે તેનાથી તેની સુખ સમૃદ્ધિ કાયમ રહે છે.

(૧૦) મનુષ્યે પોતાના મન અને બુદ્ધિ પર હંમેશા વિશ્વાસ ન કરવો જોઈએ કેમકે તે વારંવાર મનુષ્યને દગો કરે છે,પોતાને નિર્દોષ માનવું એ ઘણો મોટો ગુનો સાબિત થાય છે.

(૧૧) પતિ પત્ની પવિત્ર સંબંધ બનાવી રાખે તો પ્રભુ તેમના ઘેર જન્મ લેવાની ઈચ્છા રાખે છે.

(૧૨) ભગવાન એ બધી કસોટીયો પર કસી કસીને ઓરખી મનુષ્યને સ્વીકારે છે એટલે મનમાં ખોટા વિચારો ન લાવવા જોઈએ કાયમ અને બીજાની સાથે પ્રેમભાવથી રહેવું જોઈએ.

(૧૩) સુખ તેમજ આનંદ કાયમ મનુષ્યમાજ વસે છે પરંતુ મનુષ્ય તેને સ્ત્રી, ઘર અને બહારની સુખ પ્રાપ્તીમાંજ  શોધ્યા કરતો હોય છે. 

(૧૪) શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાનની ઉપાસના ફક્ત શરીરથી જ નહિ પણ મનથી પણ કરવી જોઈએ.ભગવાનના પ્રણામ તેને પ્રેમબંધનમાં બાંધે છે .

(૧૫) મનુષ્યની વાસના જ તેના પુનર્જન્મનું કારણ બને છે.

(૧૬) મનુષ્ય ઇન્દ્રિયોને આધીન રહે છે એટલે જ તેને જીવનમાં વિકાર અને મુશ્કેલીયો આવે છે.

(૧૭) મનુષ્યમાં ધીરજ,સદાચાર,સ્નેહ અને સેવા જેવા ગુણો સત્સંગ વગર આવતા નથી.

(૧૮) શ્રી કૃષ્ણ કહે છે વસ્ત્ર મેલા થતા શરીર પરથી બદલાય છે બસ તેવી જ રીતે મન અને હૃદયમાં મેલ આવે તો તેને કાઢી નાખવો જોઈએ.


જય શ્રી કૃષ્ણ.

Monday, January 12, 2026

બ્રહ્મમુહૂર્ત

 બ્રહ્મમુહૂર્ત 

બ્રહ્મમુહૂર્ત નો અર્થ બ્રહ્માનો સમય,એ ૪૮ મિનિટનો સમય જે સૂર્યોદય પહેલા એક કલાક અને ૩૬ મિનિટ પહેલા શરુ થાય. એ સામાન્ય રીતે રાતનું મુહર્ત જે સ્પિરિટયુઅલ માટેનો ઉમદા સમય,યોગા માટે અને મેડિટેશન માટેનો ઉમદા સમય, આ સમય દરમ્યાન સ્પિરિટ માટેનું કામ કરાય તે દિવસના બીજા કોઈ સમય કરતા વધુ અસરવાળું હોય.

બ્રહ્મમુહૂર્ત એ રાત્રિની ૧૪ મી કળા છે. એક મુહૂર્ત એ ૪૮ મિનિટનો સમય છે આખી રાત્રી આવા ૧૫ મુહૂર્તમાં વહેંચાયેલી છે.સૂર્યોદય ભૌગોલિક વર્ષના સ્થળ અને સમય પ્રમાણે બદલાય છે અને તેની સાથે બ્રહ્મમુહૂર્તનો સમય પણ બદલાય છે,દા.ત. જો સૂર્યોદય સવારે ૬:૦૦ વાગ્યાનો હોય તો બ્રહ્મમુહૂર્ત સવારે ૪:૨૪ શરુ થાય અને સવારે  ૫:૧૨ વાગ્યે પૂરું થાય.

સંતોના વિચાર 

સ્વામી શિવાનંદ અને સદ્ગુરુ માને છે કે બ્રહ્મમુહૂર્તનાં સમય દરમ્યાન મન પ્રાકૃતિક રીતે સાહજિકપણે ઓછા પ્રયત્ને મેડિટેશનમાં એકાકાર થાય છે.તે વખતે મન પ્રાકૃતિક રીતે શાંત,ચોખ્ખું અને તૈયાર હોય છે.દિવસના અવાજો અને ઘોઘાટોથી ફ્રી હોય છે.મેડિટેશન કરવા બહુ મહેનત કરવી પડતી નથી. તે વખતે ભગવાન સાથે મનને એકાકાર કરવું સહેલું થઇ જાય છે. પ્રાર્થના અને પુંજા બ્રહ્માંડ સાથે બહુ સહેલાઈથી એકાકાર થાય જ્યાં પ્રભુનો વાસ છે. બ્રહ્માંડ સાથે જે અલૌકિક ઉર્જા જોડાયેલી છે તેને સાકાર કરી અનુભવવું સહેલું થઇ જાય છે.જયારે મન બ્રહ્મમાં લિન થાય છે ત્યારે ભક્ત બ્રહ્માંડ તરફથી આવતા મોજાને ગોળાકારે પોતાનામાં ભળતા જોવાનો અનુભવ કરે છે,કોઈ તેજસ્વી ઉર્જા તેની આસપાસ ભ્રમણ કરતી પણ અનુભવાય છે. આત્મા આ સમયમાં પોતાની બ્રહ્મ સાથેની સ્થિતિ અભ્યાસ પ્રમાણે વધારતો જાય છે જે સામાન્ય કરતા ઘણો અલૌકિક હોય છે જ્યાં બ્રહ્મ સાથેના તાર જોડાય છે. જેમાં બીજા યોગિયોં અને આત્માઓના મોકલાતા મોજાઓનો પણ અનુભવ થાય છે. 

 સાધુગુરુ કહે છે બ્રહ્મમુહૂર્ત એ બ્રહ્મનો સમય છે તમે એવી રીતે પણ જોય શકો કે એ સમય જયારે તમોએ તમને બનાવ્યા,એ સમયે કુદરત સાથે ઓતપ્રોત થઇ શકાય. 

પ્રાચીન અષ્ટાંગ હૃદયં માં કહ્યું છે કે આ સમય દરમ્યાન ચાલવાની ક્રિયા ખુબજ લાભદાયક,લાબું આયુષ્ય અને રોગપ્રતિકારક હોય છે.

બ્રહ્મમુહૂર્ત પવિત્ર,જોરદાર અને યુનિક ઓપ્પોર્ટુનિટી રોજ બરોજ વધારે છે દરેક દિવસે અંદર શાંતિ,મનની ચોખ્ખાઈ અને ડિવાઇન સાથેનું ઊંડું જોડાણ થાય છે.


જય શ્રી કૃષ્ણ 


Sunday, January 11, 2026

સંત જલારામ બાપા

 સંત જલારામ બાપા 

સંત શ્રી જલારામબાપા સન ૧૭૯૯ માં કારતક માસની સાતમે ગુજરાતમાં રાજકોટ જિલ્લાના વીરપુર ગામે પિતા શ્રી પ્રધાન ઠક્કર તથા  માતા રાજબાઇ ઠક્કર ને ત્યાં જનમ્યા હતા,તેઓનો પરિવાર લોહાણા હતો, પૂજ્ય શ્રી જલારામ બાપા ભગવાન રામના ભક્ત હતા. તેઓ પૂજ્ય પિતાશ્રી ના ધંધાની જવાબદારી સંભાળતા, ખાસ કરીને તેઓ યાત્રાળુ, સાધુઓ અને સંતોની સેવામાં રચ્યા પચ્યા રહેતા. તેઓ તેમના પિતાશ્રીના ધંધાથી જુદા થયા ત્યારે તેમના 

.કાકા વાલજીભાઈએ તેમને અને તેમની પત્ની વીરબાઈ સાથે તેમના ઘરમાં રહેવાનું કહ્યું .

પૂજ્ય શ્રી બાપા સોળ વર્ષની ઉંમરે ૧૮૧૬ માં આટકોટના શ્રી પ્રાગજીભાઈ ઠક્કર ના પુત્રી વીરબાઈ સાથે તેમના લગ્ન થયા.તેઓએ પોતાની જીવન શૈલી ભૂખ્યા તથા ગરીબોની જરૂરિયાતો પૂર્ણ કરવામાં બદલી કાઢી જેમાં વીરબાઈએ સંપૂર્ણ સાથ નિભાવ્યો.

૧૮ વર્ષની ઉંમરે હિન્દૂ પવિત્ર સ્થળોની યાત્રા પુરી કર્યા પછી ફતેહપુરના ભોજા ભગત પાસે આવ્યા જ્યાં તેમને શિષ્ય તરીકે સ્વીકાર થયો અને તેમને રામ નામનો ગુરુમંત્ર અને જપમાળા તેમના ગુરુ શ્રી ભોજલરામે આપ્યા. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘ સદાવ્રત’ અન્નભંડાર ખોલ્યું જ્યાં ભૂખ્યા,સંતો,સાધુઓને ગમે તે સમયે ખાવા માટેની સગવડ કરવામાં આવી. 

એક દિવસ એક સાધુ તેમને ત્યાં આવ્યા રામભક્તિની વાત સાથે તેમને કહ્યું રામભક્ત હનુમાન તથા રામભક્તો જલ્દી આવશે, શ્રી જલારામ બાપાએ શ્રી રામને કુટુંબના દેવ માન્યા અને થોડા સમયમાં હનુમાન ભક્તો બધેથી આવ્યા પછી સીતામાતા અને લક્ષમણ પણ દેખાયા આ એક અલૌકિક હતું ,તેમના ઘરમાં જ્યાં સદાવ્રત માટે અનાજ રખાતું તે ભંડાર પણ ઉભરાઈ ગયો,પછી તો ગામના બીજા ભક્તો અને ગામના લોકો માનવ કલ્યાણના તેમના ભગીરથ કામ સાથે જોડાઈ ગયા. 

ત્યાર પછી આજ સુધી વીરપુરમાં કોઈ પણ વર્ગની વ્યક્તિને પછી તે હિન્દૂ ,મુસલમાન, ઊંચી કે નીચી જાતિના હોય બધાને એકસરખું ભોજન આપવામાં આવે છે.

એવું કહેવાય છે કે એક વખત એક હરજી નામનો દરજી પેટના ભયંકર દુઃખથી પીડાતો તેમની પાસે આવ્યો અને જલારામ બાપાએ તેને માટે પ્રાર્થના કરી અને તેનું દુઃખ દૂર થઇ ગયું,તે એકદમ તેમના પગમાં પડી ‘ બાપા ‘ બોલ્યો ત્યારથી સંત શ્રી જલારામ, જલારામ બાપા તરીકે ઓરખાવા લાગ્યા. 

જોતજોતામાં તેમના ચાહનારા ખુબ વધ્યા અને લોકો તેમના રોગો મટાડવા તથા મુશ્કેલીયો દૂર કરવા આવતા જલારામ બાપા તેમને માટે ભગવાન રામ પાસે પ્રાર્થના કરતા અને અલૌકિક રીતે તેમના કામ થઇ જતા. હિન્દૂ અને મુસ્લિમો બંને વર્ગ તેમને માનતા.૧૮૨૨ માં જમાલ નામનો એક મુસ્લિમ વેપારીનો દીકરો માંદો પડ્યો અને બધા ડોક્ટરો પાસે તેનો ઈલાજ ન થયો તે વખતે હરજી દરજીએ જમાલને પોતાનો અનુભવ કહ્યો,જમાલે તેના ઘેરથી પ્રાર્થના કરતા કહ્યું કે જો તેનો દીકરો સાજો થઇ જશે તો તે જલારામબાપાના સદાવ્રત માટે ૪૦ બોરી ઘઉં આપશે 

અને તેનો છોકરો સાજો થઇ ગયો એટલે તે ગાડું ભરીને ઘઉં લઇ જલારામબાપા પાસે ગયો અને  સદાવ્રતમા આપતા જલારામ બાપા માટે બોલ્યો ‘ જલા સો અલ્લાહ’

એવું કહેવાય છે કે ભગવાને એક વૃદ્ધ સંતના વેશમાં આવી શ્રી જલારામને કહ્યું કે વીરબાઈને તેમની સેવા માટે મોકલ,જલારામે વીરબાઈને પૂછ્યું પછી તે સંમત થતા સંતની સાથે મોકલ્યા પણ પછી થોડાક માઈલો ચાલ્યા પછી જંગલમાં પહોંચતા સંતે વીરબાઈને કહ્યું કે અહીં તું મારા માટે રાહ જોજે. તે રોકાયા પણ સંત પાછા ન આવ્યા એમણે આકાશવાણી સાંભળી કે ‘ આ તો ફક્ત તમારી જોડીના કેવો આવકાર છે એની ચકાસણી હતી,’ સંતે જતા પહેલા તેમની ઝોળી અને દંડ વીરબાઈ પાસે રવા દીધા હતા,વીરબાઈ તે દંડ અને ઝોળી સાથે લઇ (જે આકાશવાણીના શબ્દો પ્રમાણે ) જલારામ પાસે પાછા આવ્યા. હજુ પણ વીરપુરમાં એક કાચના બોક્સમાં તે દંડ અને ઝોળી દર્શન માટે સંઘરેલા છે. 

જલારામબાપા ૧૮૮૧ માં ફેબ્રુઆરીની ૨૩ તારીખે ૮૧ વર્ષની ઉંમરે દેહાંત થયા. હજુ પણ તેમને માનનારા ભક્તો માને છે કે વીરપુરમાં તેમના માની ન શકાય તેવા પરચા જોવા મળે છે. એક પરચો એવો છે કે તેમના મરણ પછી તેમણે એક બહેનને પાણી પાયું  હતું. 


( વિલકૉપીડીયાના આધારે )


જય જલારામ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.



Friday, January 9, 2026

હે કરુણાના કરનારા…..

 હે કરુણાના કરનારા…..





હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી (૨)

હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી (૨)


મેં પાપો કર્યા છે એવા હું ભુલ્યો તારી સેવા (૨)

હે ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી 

હે કરુણાના કરનારા …..


હું અંતરમાં થઇ રાજી,ખેલ્યો  છું અવળી બાજી (૨)

અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી 

હે કરુણાના કરનારા ………


હે પરમ કૃપાળુ વ્હાલા મેં પીધા વિષનાં પ્યાલા (૨)

વિષને અમૃત કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી 

હે કરુણાના કરનારા ………


કદી છોરું કછોરું થાયે તું માવતર કહેલાયે (૨) 

મીઠી છાંયા દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી 

હે કરુણાના કરનારા ………


મને જડતો નથી કિનારો મારો ક્યાંથી આવે આરો (૨)

મારા સાચા કેવનહારા તારી કરુણાનો કોઈ પાર નથી 

હે કરુણાના કરનારા ………


છે મારુ જીવન ઉદાસી તું શરણે લે અવિનાશી (૨)

મારા અંતરમાં રહેનારા તારી કરુણાનો કોઈ પાર નથી 

હે કરુણાના કરનારા ………


હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી (૨) 

હે કરુણાના કરનારા ………


જય શ્રી કૃષ્ણ 



Tuesday, January 6, 2026

જગન્નાથ ધામનો મહાપ્રસાદ

 જગન્નાથ ધામનો મહાપ્રસાદ



ભારતમાં જેવી રીતે મહાદેવ શિવના ૧૨ જ્યોતિર્લિંગસ તેમના નિવાસસ્થાનને આધારે પ્રખ્યાત છે, બસ તેવી જ રીતે દેશમાં ચારે દિશાઓમાં ચાર વૈષ્ણવ ધામ પણ છે જો કે તે ભગવાન વિષ્ણુના ઘર કહેવાય છે.એ ચારેય વિષ્ણુ ધામ ચાર પૂરિયોના રૂપમાં પ્રખ્યાત છે.જેમાં જગન્નાથ ધામનું અલગજ મહત્વ છે.એક માન્યતા છે કે શ્રી વિષ્ણુ બદ્રીનાથમાં 

અલકનંદા નદીમાં સ્નાન કરે છે.દ્વારકાપુરીમાં વસ્ત્ર પહેરે છે પુરી એટલે જગન્નાથ ધામમાં ભોજન કરે છે અને પછી 

રામેશ્વરમાં રાત્રી શયન કરે છે.બદ્રીનાથમા જ્યાં ભગવાન, વિષ્ણુ અવતારમાં છે.તો દ્વારકામાં તેઓ દ્વારકાધીશ કૃષ્ણ છે અને રાજા છે,રામેશ્વરમ જોકે એમ તો મહાદેવ શિવજીનું ધામ છે પણ અહીં ભગવાન વિષ્ણુ શ્રી રામના રૂપે પુંજવામા આવે છે તો પુરી ધામમાં તે આમ ભક્તો માટે સરળતાથી ઉપલબ્ધ છે અહીં તે સખા છે સાથી છે અને પોતાનું દીનબંધુ નામને સાર્થક કરે છે.પુરીમાં વિષ્ણુજીના ભોજન કરવાની માન્યતાને કારણેજ અહીંનો મહાપ્રસાદ- મહાભોગ ખુબ જ પ્રખ્યાત છે.


એમ કહેવાય છે કે બધાને કૃપાના રૂપમાં મળનારો આ મહાપ્રસાદ પહેલા ફક્ત શ્રી વિષ્ણુજી માટે જ હતો.અહીં દેવી લક્ષ્મીજી એમના માટે પોતાના હાથે પકવાન બનાવી અને થાળ સજાવી તેમને ભોજન કરાવતા હતા.એવું એટલા માટે કે ત્રેતા યુગમાં તેઓ સીતાજીના રૂપમાં શ્રી રામજીને સારી રીતે ભોજન કરાવી શક્યા ન હતા. આ મહાભોગને મેળવવા માટે શિવજી અને બ્રહ્માજીએ ખુબ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ તેમાં સફળ થઇ શક્યા ન હતા.પછી તેમણે યોજના બનાવી નારદમુનિને પોતાની લાલચ પુરી કરવા વચમાં લીધા.


દેવર્ષિ નારદ જગન્નાથ પુરી ધામમાં ગયા તો હતા મહાભોગની લાલચમાં પણ તે તેમાં સફળ ન થયા પછી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરતા કરતા કહ્યું કે નારાયણની સેવા તો હું હંમેશા કરતોજ રહું છું આપની સેવાનો પણ લાભ આપ મને આપો. દેવી લક્ષ્મીજીએ નારદ મુનિની વાત માન્ય રાખી અને તેમને ક્યારેક ઇંધણ લાવવા,ક્યારેક પાણી લાવવા અને ક્યારેક અનાજ લાવવાના કામમાં લગાવી દીધા.એવી રીતે ભકત નારદજી ૧૨ વર્ષો સુધી દેવી શ્રી લક્ષ્મીજીની સેવા કરતા રહ્યા.એવી રીતે તેઓ દેવી શ્રીની સવારથી લઇ સાંજ સુધીની આખી દિનચર્યા સમજી ગયા હતા.એક દિવસ નારદજી પરોઢની પુંજા માટે વનમાંથી લાવેલા કેટલાય સુગંધી ફૂલોની માળા બનાવી શ્રી લક્ષ્મીજીની સેવા કરવા ગયા અને તેમને એ માળા પુંજા માટે ભેટ ધરી. તેમાંના કેટલાક ફૂલોની સુંગંધ અને શ્રી નારદજીની એટલા વર્ષોની સેવાથી પ્રભાવિત થઇ નારદજીને તે દિવસે વરદાન માંગવા કહી દીધું. 


નારદમુનિ,જે બાર વર્ષોથી એ એક દિવસની રાહ જોઈ રહ્યા હતા એમણે મોકો મળતાજ ઝડપથી પોતાનું મનમાન્યું વરદાન માંગી લીધું. એમણે કહ્યું, માતાજી બસ મને એકવાર ભગવાન જગન્નાથજી નો મહાપ્રસાદ ચાખવા દો. નારદજીની એ ઈચ્છા સાંભળતાજ શ્રી લક્ષ્મીજી વિચારમાં પડી ગયા.હવે વચનથી શ્રી નારાયણજીને આપેલા વચનનો કયાં તો ભંગ થવાનો હતો અથવા ક્યાં નારદજીને આપેલા વચનનો. એવામાં તેમણે કહ્યું સારું, તેનો સાચો સમય આવતા હું આપને મહાભોગ જરૂર ખવડાવીશ.નારદજી એ સાંભળતા જ ખુશીયોના માર્યા ત્યાંથી ચાલ્યા ગયા.આગલા દિવસે જયારે શ્રી વિષ્ણુજી ભોજન આરોગવા પહોંચ્યા ત્યારે શ્રી લક્ષ્મીજીને ચિંતાગ્રસ્ત સ્થિતિમાં જોઈ તેનું કારણ પુંછ્યું. તેમના પૂછવાથી શ્રી લક્ષ્મીજીએ નારદજીને આપેલા વરદાન અંગે જણાવી દીધું. બધીજ વાત સારી રીતે સમજી શ્રી વિષ્ણુજીએ કહ્યું, સારું દેવીજી, આપનું વરદાન એ મારુ પણ વરદાન છે આપ દેવર્ષિ શ્રી નારદજીને જરૂરથી મહાભોગ ખવડાવો પણ તેમને જરૂરથી સાથે સાથે કહેશો કે ભોજનની સાથે સાથે એ વાત પણ પચાવી દે કે તેમણે મહાભોગ ચાખ્યો છે પણ જો એવું ન થાય તો શૈકાઓથી જે બધા માટે એંની હું મનાઈ કરતો આવ્યો છું તેનાથી શિવજી અને બ્રહ્માજીને સારું તો નહિ લાગે.


શ્રી વિષ્ણુજીની અનુમતિ મળતા શ્રી લક્ષ્મીજીએ શ્રી નારદમુનિને એક દિવસ ભોજન માટે આમંત્રણ આપ્યું અને તેમને પ્રભુજીનો મહાપ્રસાદ ચખાડ્યો.શ્રી નારદજી એ દિવ્ય ભોજન કરીને ન ફક્ત તૃપ્ત થયા પણ આનંદથી ભરાઈ ગયા.તેમણે થોડું વધારે ભોજન પછી માટે પણ માંગી લીધું અને તેમની પોટલીમાં ભરી ત્રિલોકમાં ફરતા રહ્યા એ દિવ્ય ભોજન પછી તેમની ખુશીનો કોઈ પાર ન હતો અને તે નારાયણ નારાયણનો નાદ કરતા કરતા મનમાં ને મનમાં હસતા મુસ્કરાતા ચાલ્યા જતા હતા એ બાજુ કૈલાશ ઉપર મહાદેવે દેવતાઓની એક સભા બોલાવી હતી.એ સભામાં  ઇન્દ્ર અને યમ રાજાની સમસ્યાઓ પર વાત થવાની હતી. યમ રાજાની સમસ્યા એ હતી કે ધરતી પર સ્વર્ગ આવી જવાથી કર્મનો સિંધ્ધાંત અને સમતોલન બગડી રહ્યું છે એ વાત પર ચર્ચા થઇ રહી હતી એટલામાં દેવર્ષિ નારદ પર ત્યાં આવી ગયા.બધાએ તેમનો સત્કાર કર્યો પછી ચર્ચા શરુ થઇ.એ દરમ્યાન શ્રી મહાદેવે કહ્યું, એમ તો ખુબ આનંદની વાત છે કે ધરતી પર શ્રી જગન્નાથ ધામની સ્થાપના થઇ છે અને શ્રદ્ધાળુઓને ધરતી પર જ સ્વર્ગનું સુખ મળી રહ્યું છે શું એનાથી પણ વધારે આનંદની વાત હોય શકે છે ? દેવર્ષિ નારદ જે હજુ સુધી મહાભોગનાં સ્વાદમાં ડૂબેલા હતા અચાનક જ બોલી પડ્યા ,

‘ થઇ શકે છે મહાદેવ, જરૂર થઇ શકે છે જો તમે જગન્નાથ ધામનો મહાભોગ પ્રસાદ ચાખ્યો હોય તો……’

એ સાંભળીને શિવજી સાથે બધા લોકો વિસ્મિત થઇ ગયા અને ત્યાં નારદમુનિ પણ ગભરાઈ ગયા કે અજાણતા એમણે શું કહી નાખ્યું, આ વાતને તો ગુપ્ત રાખવાની હતી


હવે તેમની વાત સાંભળીને શિવજીએ પૂછ્યું કે, ‘શું તમે મહાપ્રસાદ ચાખ્યો છે ? ‘ હવે નારદમુનિ ફસાઈ ગયા હતા અને ખોટું બોલી શકતા ન હતા, એટલે એમણે બધી વાત કહી દીધી,કે તેઓ થોડો પ્રસાદ સાથે લઈને પણ આવ્યા છે એ સાંભળીને શિવજીએ કહ્યું,મને પણ એ પ્રસાદ આપો. નારદમુનિને એ પ્રસાદ તેમની સાથે વહેંચવો પડ્યો, એને ચાખીને મહાદેવ પણ વિહ્વળ થઇ ગયા અને આનંદનું તાંડવઃ કરવા લાગ્યા, શિવજીના તાંડવથી જયારે કૈલાસ ડોલવા લાગ્યો ત્યારે પાર્વતી દોડતા આવી પહોંચ્યા તેમણે શિવજીને એટલા આનંદનું રહસ્ય પૂછ્યું. શિવજીએ કહ્યું કે તેમણે જગન્નાથજીનો મહાપ્રસાદ ચાખી લીધો છે.તેથી પાર્વતીજીએ કહ્યું મને પણ ખવડાવો.શિવજીએ કહ્યું હવે મારી પાસે પણ પ્રસાદ નથી બચ્યો. તેથી પાર્વતીજી ખીજવાઈને બોલ્યા, તમે એકલાજ પ્રસાદ ચાખી લીધો, હવે એ પ્રસાદ આખી દુનિયાને મળશે, ચાલો મારી સાથે.


એવું કહીને પાર્વતીજી અને શિવજી જગન્નાથ ધામ પર ગયા. પાર્વતીજી એક સંબંધમાં વિષ્ણુજીની બહેન પણ થાય છે.એટલે આજે એ અધિકારથી ગયા હતા જેમ કોઈ રિસાયેલી બહેન ભાઈને પોતાની વાત મનાવવા જાય છે. પાર્વતીજીને ગુસ્સામાં જોઈ લક્ષ્મીજી પણ કઈ કહી ન શક્યા અને જગન્નાથજી પણ નજરો ચોરાવવા લાગ્યા. તેથી પાર્વતીજીએ જ મૌન તોડી લક્ષ્મીજીને ભાભી કહી સંબોધિત કર્યા અને કહ્યું , કેમ ભાભી, મને કઈ ખવડાવશો નહિ,કેટલા દિવસ પછી પિયર આવી છું ? , લક્ષ્મીજી એ સાંભળીને તરત ફળો અને મીઠાઈઓ લઇ આવ્યા. ત્યારે પાર્વતીએ કહ્યું બપોર થઇ ગઈ છે ભોજનનો સમય છે તમે ફળ ને મીઠાઈ ખવડાવશો, ખાવાનું નથી થયું. એ સાંભળીને લક્ષ્મીજીએ જગન્નાથજી તરફ જોયું તેઓ નજરો ચૉરાવી હસવા લાગ્યા, એટલામાં નારદ મુનિ પણ આવી પહોંચ્યા પણ બધાની સામે આવતા ખચકાવા લાગ્યા ત્યારે જગન્નાથજીએ કહ્યું આ બધું કર્યું ધર્યું તમારું જ છે સામે આવો, હું એકલો બધો ક્રોધ કેમ સહન કરું ? 


ત્યારે પાર્વતીજીએ ક્રોધ કરી કહ્યું , કે આપે મહાભોગ તમારા સુધી જ કેમ સીમિત રાખ્યો ? એ તો જગતના નાથ માટે કોઈ સારી વાત નથી. જગન્નાથ ભગવાન વિષ્ણુએ કહ્યું કે દેવી લક્ષ્મીજીના હાથનો બનાવેલો ભોગનો પ્રસાદ ખાવાથી બધા કર્મના સિદ્ધાંતથી વિમુખ થઇ શકતા હતા એવી રીતે પાપ પુણ્યનું સમતોલન બગડી જતું એટલે મેં તેને મારા સુધી સીમિત રાખ્યો હતો પણ હવે તમે કહો છો એટલે હવે હું આજથીજ સાર્વજનિક કરી નાખું છું હવેથી જગન્નાથ માટે જે પણ મહાભોગ તૈયાર થશે તે પહેલા આપને જ ચઢાવવામાં આવશે તેના પછી જ હું મારો ભોગ લગાવીશ.તમે તમારા પુત્રોને કેટલા નિર્મલ- વિમલ ભાવથી પ્રેમ કરો છો એટલે આજથી આપ પણ દેવી વિમલાના નામથી જગન્નાથ ધામમાં નિવાસ કરશો. તેને વિમલા શક્તિ પીઠના નામે જાણવામાં આવશે. મહાદેવ પણ પોતાના ભૈરવ સ્વરૂપ જગતના નામથી અહીં નિવાસ કરશે અને મારા જગન્નાથ નામને સાર્થક કરશે. અને એની સાથે જ જે પણ શ્રદ્ધાળુ ફક્ત શ્રદ્ધા અને ભક્તિ ભાવથી આપના અને મારા દર્શન કરીને એ જ ભાવથી પ્રસાદ લેશે તે પોતાના બંધનોથી મુક્ત થઇ જશે. પરંતુ પ્રસાદ લેતી વખતે જો તે સ્વાદ, ગંધ,કામના કે અન્ય સાંસારિક વિષયોમાં વિચારમગ્ન થશે તો તેમના માટે એ પ્રસાદ ફક્ત એક વ્યંજન પૂરતો જ રહેશે.એટલે કહેવાય છે કે પ્રસાદને પ્રભુના સાક્ષાત દર્શનની રીતે જોવા જોઈએ અને તેને લેતી વખતે ફક્ત ભક્તિ ભાવથી જ લેવો જોઈએ, સાંસારિક વાતો વચમાં ન હોવી જોઈએ .

 

આ ‘ કથા સંગ્રહ ‘ દ્વારા રચિત હિન્દી પબ્લિશ લેખનું ગુજરાતીમાં રૂપાંતર છે જે આપને માટે અહીં ‘મોગરાના ફૂલ‘બ્લોગમાં મૂક્યું છે જે આપને ગમ્યું હશે. 


જય શ્રી કૃષ્ણ.