વાચક મિત્રો,
મોગરાના ફૂલ બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે.વિધ વિધ ગુજરાતી સામગ્રી આ બ્લોગમાં રજુ કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે.આ બાબતને ધ્યાનમાં લઇ આપની કૉમેન્ટ્સ જરૂર આપશો જેથી આપની પસંદગીનું લખાણ પણ મૂકી શકાય,ભૂલ ચૂકને માફી આપી સતત પ્રેમથી સ્વીકારી આપના ગમા અણગમાથી અમને વાકેફ કરશો,આભાર સાથે મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.
If you like paintings please visit my http://www.ompaintingblog.com/ Thanks.
શ્રી કૃષ્ણ કહે છે - જયારે તમે ડરો છો ત્યારે તમે તમારી શક્તિ પર શક કરવા લાગો છો.જીવનની દરેક પરીક્ષા તમને મજબૂત કરવા આવે છે કમજોર કરવા નહિ. જે થયું તેનો સ્વીકાર કરો,જે છે તેના પર ભરોષો રાખો,અને જે આવવાનું છે તેને મારા ચરણોમાં સોંપી દો.
અંધકાર ભલે ગમે તેટલો ગહન હોય એક દીવાની જ્યોત તેને ચીરી નાંખે છે રડો નહિ, થાકો નહિ અને હાર ન માનો.દુનિયા ભલે તમારો સાથ છોડી દે હું તે એકે એક પળ તમારી સાથે છું.ડર છોડો અને કર્મ કરતા રહો.
જેણે તમારો સાથ છોડ્યો તેને જવા દો,કેમકે જે પોતાનું છે તે ક્યારેય દૂર જતું નથી.આંસુ વહેવા એ કમજોરી નથી આત્માની સફાઈ છે.મારા પર વિશ્વાસ રાખો હું દરેક પરીક્ષા પછી જવાબ આપીશ.છેલ્લે પ્રેમ જ સત્ય છે અને હું પ્રેમ છું.
એકવાર એક દુઃખી મનુષ્ય રડતો રડતો શ્રી કૃષ્ણ પાસે ગયો.તેણે કહ્યું પ્રભુ! મારા જીવનમાં દુઃખ જ દુઃખ છે,શ્રી કૃષ્ણ હસીને બોલ્યા દુઃખ એ કાયમનું રહેનારું નથી.એ તારા કર્મ અને વિચારોનું પરિણામ છે.જેમ રાત પછી સવાર થાય છે તેમ દુઃખ પછી સુખ અવશ્ય આવે છે.તેમણે આગળ કહ્યું તારા મનને મારા ચરણોમાં સમર્પિત કર અને વિશ્વાસ રાખ, જે થાય છે તે તારા ભલા માટે થાય છે. તે વ્યક્તિએ શ્રદ્ધાથી માથું નમાવી દીધું. તેના મનમાં શાંતિ પ્રસરી ગઈ તેને સમજાઈ ગયું સાચો વિશ્વાસ જ દુઃખનો અંત છે.
જીવનના ખરાબ સમયમાં જ જયારે પોતાના સાથ છોડી દે છે ત્યારે મન ભાંગી પડે છે.એવું જ અર્જુન સાથે થયું મિત્રો દૂર થઇ ગયા,સંબંધો તૂટી ગયા. અને તે પોતાને એકલો સમજવા લાગ્યો તેણે આકાશ તરફ જોયું અને પોકાર કર્યો,હે કૃષ્ણ! હવે કોણ મારુ છે ત્યારે તેના હૃદયમાં એક મધુર વાણી થઇ, હે અર્જુન ! જયારે સંસાર સાથ છોડી દે ત્યારે એમ સમજ હું તારી ખુબ જ પાસે છું. જે તારાથી દૂર થયા તે તારે સહારે હતા પણ હું તારો આધાર છું.અર્જુનની આંખોમાં આંસુ વહેવા લાગ્યા પણ આ વખતે તે દુઃખના ન હતા વિશ્વાસના હતા.કેમકે જયારે બધા સાથ છોડી જાય છે ત્યારે શ્રી કૃષ્ણ કદી નથી છોડતા.