Sunday, September 29, 2019

નવરાત્રીની શુભ કામનાઓ


જય માતાજી






















આજથી શરુ થતા નવરાત્રી ઉત્સવની સહુ વાચક મિત્રોને ‘મોગરાનાફૂલ’ બ્લોગ વતી કુટુંબ સહીત ખૂબ જ શુભ કામનાઓ માતાજીના આશીર્વાદ સહુ પર ઉતરે,જય માતાજી,

મહેન્દ્ર ભટ્ટ


એક માહિતી
જય આદ્યા શક્તિના રચયિતા કોણ હતા.
ઈ.સ.૧૫૪૧ માં જન્મેલા સ્વામી શિવાનંદ નામના નાગર બ્રાહ્મણે,આ ખુબ જ ભાવવાહી લોકપ્રિય આરતીની રચના કરી હતી.મૂળ વડનગરના વતની તેમના દાદા હરિહર કાકદેવ પંડ્યા ૧૪ મી સદીમાં વડનગરથી સુરત આવીને વસ્યા હતા.તેમના પિતા વામદેવ હરિહર પંડ્યાના અવસાન બાદ કાકા સદાશિવે તેમને ઉછેરીને મોટા કર્યા હતા.તેઓ સુરતમાં અંબાજી રોડ ઉપર નાગર ફળિયામાં રહેતા હતા.આ આરતી શિવાનંદ સ્વામીએ,ઈ.સ. ૧૬૦૧ માં અંકલેશ્વર નજીક માંડવી બુઝુર્ગ ગામે આવેલા માર્કંડ મુનિ આશ્રમના યજ્ઞ સંપન્ન કર્યા બાદ લખી હતી.જગદંબાના વિવિધ રૂપ અને ગુણોની સ્તુતિ આ આરતી દ્વારા કરવામાં આવી છે.

Thursday, September 12, 2019

ગણેશ પુરાણ અંગે કેટલીક વાતો

ગણેશ પુરાણ અંગે કેટલીક વાતો



કોઈ પણ પૂજા અર્ચના કરતા પહેલા પૂજ્ય ગણપતિમહારાજની આરાધના કરવામાં આવે છે.ગણેશ પુરાણના પાથ કરવાથી બધા કાર્યો સફળ થાય છે.
૧.પહેલો ભાગ -આરંભ ખંડ-આ ભાગમાં સુતજીએ જે કથાઓ સંભળાવી છે તે બધી મંગળ કરનારી કથાઓ છે.બધાથી પહેલી કથા કહેતા જણાવ્યું કે કેવી રીતે પ્રજાઓની દુનિયા સર્જાઈ અને ખુબ જ મહાન દેવ ગણપતિનો આવિર્ભાવ કેવી રીતે થયો.
આગળ સુતજીએ શિવજીના અનેક રૂપોનું વર્ણન કર્યું છે. તે કેવી રીતે દુનિયાની ઉત્ત્પત્તિનાશ અને પાલન કરે છે.અને સાથે કહ્યું છે કે વિષ્ણુનું એક વર્ષ શિવજીના એક દિવસ બરાબર હોય છે.અને તેની સાથે સતીજીની કથા છે જેમનો શિવજી સાથે વિવાહ થયો હતો.
૨. બીજો ભાગ-પરિચય ખંડ -આ ખંડ પરિચય ખંડ છે જેમાં ગણેશજીના જન્મની કથાઓનો પરિચય આપવામાં આવ્યો છે.તેમાં જુદા જુદા પુરાણો પ્રમાણે કથાઓ કહેવામાં આવી છે.જેમ પદ્મ  લિંગ અને પુરાણ પ્રમાણે,અને છેલ્લે ગણપતિજીની ઉત્તપત્તિની સવિસ્તાર કથા છે.
૩.ત્રીજો ભાગ-માતા પાર્વતી ખંડ-ત્રીજો ખંડ માતા પાર્વતી છે.જેમાં માતા પાર્વતીની હિમાલયને ત્યાં જન્મની કથા છે.અને શિવજી સાથે વિવાહની કથા છે.આગળ કાર્તિકેયના જન્મની કથા છે જેમાં તારકાસુરના અત્યાચાર સાથે કાર્તિકેયના જન્મની કથા છે.આ ખંડમાં વશિષ્ઠજી દ્વારા સંભળાવેલી અરણ્યરાજની કથા છે.
૪.ચોથો ભાગ-યુદ્ધ ખંડ-ચોથો ખંડ યુદ્ધ ખંડના નામે છે.તેમાં શરૂઆતમાં મત્સર નાનામના અસુરની કથા છે.જેણે બ્રહ્માની આરાધના કરીને ત્રણેય લોકોનું સ્વામિત્વ મેળવ્યું હતું.સાથે તેમાં મહોદર અથવા મમના અસુરની જન્મની કથા છે.જેણે રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય પાસેથી પંચાક્ષરી મંત્રની દીક્ષા લીધી હતી.આગળ તારક હાસુરઃના પોતાના યુદ્ધની કથા છે.લોભાસુર અને ગજાનનની કથા પણ છે જેમાં લોભાસુરે ગજાનનનું મૂળ મહત્વ સમજ્યું અને તેના કેટલાય ચરણોની વંદના કરવા લાગ્યો.આમ આગળ  ક્રોઘાસુર અને લમ્બોદરની કથા છે.
૫.પાંચમો ભાગ-મહાદેવ પુણ્ય કથા ખંડ-પાંચમો મહાદેવ પુણ્ય કથા ખંડ છે.તેમાં સુતજીએ ઋષિયોને કહ્યું,તમો કૃપા કરીને ગણેશ અને પાર્વતીજીના યુગોનો પરિચય આપો.ત્યારે આગળ આ ખંડમાં સતયુગ,ત્રેતાયુગ અને દ્વાપર યુગ વિષે બતાવ્યું છે.જન્માસુર અને તારકાસુરની કથાઓ સાથે આ પુરાણનો અંત થયો છે.


કથા ટૂંકાણમાં...



ઘણા જુના સમયની વાત ચિ એક વાર નૈમિષારણ્યમાં કથાવાચક સુતજી આવ્યા.તેમને આવેલા જોઈ ત્યાં રહેતા ઋષિ મુનિયોએ તેમનું અભિવાદન કર્યું.અભિવાદન કર્યા પછી સહુ ઋષિ મુનિ પોતપોતાના આસન પર બેસી ગયા ત્યારે તેમાંથી કોઈ એકે સુતજીને કહ્યું,
"હે સુતજી,તમો લોકો અને લોકોને લગતા જ્ઞાન અને ધ્યાનથી પરિપૂર્ણ કથા  વાંચનમાં સિદ્ધ છો.અમે આપને નિવેદન કરીએ છીએ કે આપ અમોને અમારું શુભ થાય તેવી કથાઓ સંભળાવો."
ઋષિયોથી આદર મળતા સુતજી ખૂબ જ પ્રસન્ન થયા.તેમણે કહ્યું,
"આપે જે મને આદર આપ્યો છે તે ખૂબ જ પ્રસંસનીય છે.હું તમોને ખુબ જ કલ્યાણ કરવાવાળી કથા સંભળાવીશ."સુતજીએ કહ્યું,
"બ્રહ્મા,વિષ્ણુ મહેશ બ્રહ્મના ત્રણ રૂપો છે.હું કાયમ તેની શરણમાં રહુ છું.એટલેકે વિષ્ણુ સંસાર પાલક
અને બ્રહ્માની ઉત્તપન્ન કરેલી સૃષ્ટિનું પાલન કરે છે.
બ્રહ્માએ જ  દેવ -દાનવ,પ્રજાપતિ તથા અન્ય યોનિજઃ અને અયોનિજઃ સૃષ્ટિની રચના કરી છે.રુદ્ર પોતાના સંપૂર્ણ કલ્યાણકારી કૃત્યથી સૃષ્ટિના બદલાવનો આધાર રજુ કરે છે.પહેલા તો હું તમોને બતાવીશ કઈ રીતે પ્રજાઓ ની દુનિયા બની અને પછી તેમાં સર્વશ્રેષ્ઠ દેવ ભગવાન શ્રી ગણેશજીનો આવિર્ભાવ કેવી રીતે થયો.
ભગવાન બ્રહ્માએ જયારે પ્રથમ સૃષ્ટિની રચના કરી તો તેમની પ્રજા નિયમાનુસાર માર્ગમાં પ્રવુત ન થઇ તે બધા જુદા રહી ગયા.તેટલા માટે સહુ પ્રથમ બ્રહ્માએ તામસી સૃષ્ટિ બનાવી,પછી રાજસી,છતાંપણ ધારેલું ફળ પ્રાપ્ત ન થયું.જયારે રજોગુણ અને તમોગુણને ઢાંકી દીધા તો તેથી એક મીથુનનું સર્જન થયું. બ્રહ્માના પગોમાથી અધર્મ અને શોકથી માનવનો જન્મ થયો.બ્રહ્માએ આ મલિન શરીરને બે ભાગોમાં વહેંચી કાઢ્યું.

એક પુરુષ અને એક સ્ત્રી,સ્ત્રી નું નામ સતરૂપા થયું.તેણે જાતે મનુને પતિના રૂપમાં વર્ણવી તેમની સાથે ફરવા લાગી.ફરવાને કારણે તેમનું નામ રતી થયું.પછી બ્રહ્માએ વિરાટને સર્જી ત્યારે વિરાટથી વૈરાજ મનુની ઉત્તપત્તિ થઇ.પછી મનુ અને સતરૂપા થી પ્રિયવ્રત અને ઉત્તાનુંપાત બે પુત્રો ઉત્તપન્ન થયા અને આપુતિ અને પ્રસુતિ નામની બે પુત્રીઓ થઇ.

એ બે પુત્રિયોથી બધી પ્રજા ઉત્તપન્ન થઇ.મનુએ પ્રસુતિને દક્ષના હાથમાં સોંપી દીધી.જે પ્રાણ છે તે દક્ષ છે અને સંકલ્પ છે તે મનુ છે.મનુએ રુચિ પ્રજાપતિને આપુતિ નામની કન્યા ભેટમાં આપી.પછી તેનાથી યજ્ઞ અને દક્ષિણા નામના સંતાનો થયા.દક્ષિણાથી બાર પુત્રો થયા જેને યામ કહેવામાં આવ્યા.

તેમાં શ્રદ્ધા,લક્ષ્મી વગેરે મુખ્ય છે.તેનાથી ફરી આ દુનિયા વિકસિત થઇ.અધર્મ ને હિંસાના ગર્ભથી
નીર્કતિ ઉત્તપન્ન થઇ અને અનિદ્ધ નામનો પુત્ર થયો.ત્યાર પછી આ વંશક્રમ વધતો ગયો.કેટલાક સમય પછી નીલરોહિત,નિરૂપ,પ્રજાઓની ઉત્તપત્તિ થઇ અને તેને રુદ્ર નામે પ્રતિષ્ઠ કરાઈ.

રુદ્રે પહેલાજ બતાવી દીધું હતું કે બધા શતરુદ્ર નામથી પ્રખ્યાત થશે.એ સાંભળીને બ્રહ્માજી ખુશ થયા અને પછી તેમણે પૃથ્વી ઉપર મૈથુની સૃષ્ટિની શરૂઆત કરીને શેષ પ્રજાની સૃષ્ટિ બંધ કરી દીધી.
સુતજીની વાતો સાંભળીને ઋષિ મુનિઓએ કહ્યું,
"તમે અમોને જે બતાવ્યું છે તેનાથી અમે ખુબ ખુશ થયા છીએ.તમો કૃપા કરીને અમોને અમારા પૂજનીય દેવના વિષય વિષે સમજાવો,જે દેવતા આપણને પ્રિય હોય અને તેમની કૃપાથી આપણે તથા આગળ આવનારી પ્રજાના શુભ કર્યો પુરા થાય."ઋષિઓની વાત સાંભળીને સુતજીએ કહ્યું,
"એવા દેવ તો એક જ છે અને તેઓ છે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર શ્રી ગણેશ."

બોલો શ્રી ગણપતિ  ભગવાનની જય.
(એક પબ્લિશ લેખના આધારે હિન્દીમાંથી ગુજરાતી અનુવાદ)
અનુવાદક -મહેન્દ્ર ભટ્ટ.

Tuesday, September 3, 2019

ગણેશ ચતુર્થીની શુભકામનાઓ

ગણેશ ચતુર્થીની શુભકામનાઓ 






પ્રિય વાચક મિત્રો આપ સહુને તેમજ આપણા કુટુંબીજનોને પવિત્ર તહેવાર ગણેશચતુર્થીની શુભ કામનાઓ,આપ સહુ ઉપર ભગવાન ગણપતિજીના આશીર્વાદ ઉતરે.
મોગરાનાફૂલ વતી,
-મહેન્દ્ર ભટ્ટ.

ગણેશજી અંગે હિન્દૂ માન્યતા અનુસાર એક વખત ભગવાન શિવજીની ગેરહાજરીમાં માતા પાર્વતી સ્નાન કરતા હતા ત્યારે એમને દ્વાર પર કોઈ આવે નહિ તે માટે એક બાળકની પ્રતિમાનું નિર્માણ કરી તેમાં પ્રાણ પૂર્યા અને દ્વાર ઉપર પહેરો ભરી  કોઈને પણ ન આવવાં દેવાનું સૂચન કર્યું.માતાજીની આજ્ઞા વશ બાળકે  પહેરો ભરવા મંડ્યો તે દરમ્યાન શિવજીના ત્રણ ગણો આવ્યા અને ઘરમાં જવાનો આગ્રહ કર્યો પણ અવજ્ઞા કરતા યુદ્ધ થયું અને બાળકે  ગણોને પરાસ્ત મારી નાખ્યા  આથી અંતે ભગવાન શિવજીએ ક્રોધિત થઇ બાળકનું માથું કાપી નાખ્યું,માતા પાર્વતી ક્રોધે ભરાયા અને સર્વનાશની ઘોષણા કરી આથી દેવો ખુબ ગભરાયા અને માતા પાર્વતીને પ્રાથના કરી શાંત કર્યા,શ્રી વિષ્ણુ ભગવાને ઉત્તરમાં પ્રયાણ કરી એક હાથીનું ડોકું કાપી લાવ્યા જેને  ભગવાન રુદ્રે બાળકના કપાયેલા શરીર સાથે જોડતા ભગવાન ગણપતિજીનું સર્જન થયું જેથી માતાજી હર્ષિત થયા અને બાલ ગણપતિને ભેટી પડ્યા દેવોએ ભગવાન ગણપતિને બધાથી ઉંચુ સ્થાન આપી તેમની પ્રથમ પુંજા પછી જ બીજી પૂજા થાય તેવું નક્કી કર્યું,અને સર્વત્ર આનંદની લાગણી છવાઈ ગઈ આ ઘટના ભાદરવા માસની શુક્લપક્ષની ચોથે બની એટલે ત્યારથી ગણેશચતુર્થીને  હિન્દૂ સમાજ ધૂમ ધામથી મનાવી ભગવાન ગણપતિની આરાધના કરે છે. 

Friday, August 23, 2019

શુભકામનાઓ.


શુભકામનાઓ.



પ્રિય વાચક મિત્રો
આપ સહુને તથા કુટુંબીજનોને મોગરાના ફૂલ બ્લોગ વતી જન્માષ્ટમીની ખુબ શુભકામનાઓ.
-મહેન્દ્ર ભટ્ટ.


શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો.

ભગવાન શ્રી કૃષ્ણના ખડગનું  નામ નંદક,ગદાનું નામ કૌમોદકી અને શંખનું નામ પંચજન્ય જે ગુલાબી રંગનો હતો.
ભગવાન શ્રી કૃષ્ણુના ધનુષ્યનું નામ સારંગને મુખ્ય શસ્ત્ર ચક્રનું નામ સુદર્શન હતું,તે લૌકિક,દિવ્યાસ્ત્ર અથવા દેવાસ્ત્ર ત્રેણય રૂપમાં કામ કરી શકતું હતું.તેની બરાબરીના દુનિયામાં બીજા બે શસ્ત્રો હતા, પાશુપતાસ્ત્ર (શિવ કૃષ્ણ અને અર્જુન પાસે હતા)અને પ્રસ્વંપાસ્ત્ર (શિવ,વસુગણ,ભીષ્મઅને કૃષ્ણ પાસે હતા) 
ભગવાન શ્રી કૃષ્ણના પરદાદી "મારિષા" અથવા અપરમા રોહિણી (બલરામની માં)નાગ જ્ઞાતિના હતા.
ભગવાન શ્રી કૃષ્ણ સાથે જેલમાં બદલેલી યશોદા પુત્રીનું નામ એકાંશા હતું.જે આજે વિધ્યવાસિની દેવીના નામે પૂજવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમિકા રાધાનું વર્ણન મહાભારત,વિષ્ણુપુરાણ,હરિવંશપુરાણ ,ભગવતપુરાણમાં નથી.તેનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્તપુરાણ,ગીતગોવિંદ જેવી જનશ્રુતિઓમાં છે.
 ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લા સમય સિવાય  છ મહિનાથી વધારે દ્વારકામાં નથી રહ્યા.
ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું ભણતર ઉજ્જૈનના સાંદિપની આશ્રમમાં થોડાક મહિનામાં પૂરું કર્યું હતું.
શ્રી કૃષ્ણને કાલારીપટ્ટુના પ્રથમ આચાર્ય માનવામાં આવે છે.તે કારણથી નારાયણી સેનાભારતની સહુથી ભયંકર પ્રહારક સેનાએ બની ગઈ હતી.
ભગવાન શ્રી કૃષ્ણના મસલ્સ લવર્ણમય અથવા મૃદુ હતા પરંતુ યુદ્ધના સમયમાં તે વધીને કઠણ થઇ જતા.એટલે કન્યાની માફક દેખાતું તેમનું સુંદર શરીર યુદ્ધના સમયમાં ભયંકર દેખાવા લાગતું હતું.
ભગવાન શ્રીકૃષ્ણે કેટલાય યુદ્ધોનું સંચાલન કર્યું હતું પરંતુ તેમાંના ત્રણ બધામાં ભયંકર હતા.
૧.મહાભારત,૨.જરાસંઘ અને કલ્યવાનની સામે અને ૩.નરકાસુરની સામે.
ભગવાન શ્રી કૃષ્ણે ૧૬ વર્ષની ઉંમરમાં દુનિયામાં પ્રચલિત ચારુણ અને મુષ્ટિક જેવા પહેલવાનોનો વધ કર્યો હતો.મથુરામાં દુષ્ટ રજકના માથાને હથેળીના પ્રહારથી કાપી નાખ્યું હતું.
ભગવાન શ્રી કૃષ્ણના જીવનનું મોટામાં મોટું ભયાનક યુદ્ધ સુભદ્રાની  પ્રતિજ્ઞાને  કારણે અર્જુન સાથે થયું હતું જેમાં બંને એ પોત પોતાના વિનાશક શસ્ત્રો અનુક્રમે સુદર્શન અને પાશુપતાસ્ત્ર કાઢ્યા હતા પછી દેવોના વચ્ચે પડવાથી બંને શાંત થયા હતા.
ભગવાન શ્રી કૃષ્ણે બે શહેરોની સ્થાપના કરી હતી દ્વારકા(પુરાણમાં કુશાવતી)અને પાંડવ પુત્રો દ્વારા ઇન્દ્રપ્રસ્થ (પુરાણમાં ખાંડવપ્રસ્થ)
 ભગવાન શ્રી કૃષ્ણે કાલારીપટ્ટનો પાયો નાખ્યો જે પછીથી બૌદ્ધધર્મનથી થી આધુનિક માર્શલઆર્ટમાં વિકસિત થઇ.
ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ્ભગવતગીતાના રૂપમાં આધ્યાત્મિકતાની વૈજ્ઞાનિક વ્યાખ્યા આપી જે માનવતા માટે આશાનો ખુબજ મોટો સંદેશો હતો,છે અને કાયમ રહેશે.
(એક પબ્લિશ હિન્દી માહિતીના આધારે)
અનુવાદક-મહેન્દ્ર ભટ્ટ.

Tuesday, August 13, 2019

શુભ કામનાઓ.






                                     સ્વાતંત્ર દિવસ  તેમજ 


રક્ષા બંધનની હાર્દિક શુભેચ્છાઓ

Image result for raksha bandhan 2019 date



વાચક મિત્રો ,
સ્વાતંત્ર દિવસ ૧૫ મી ઓગસ્ટ ની તેમજ ભાઈ બહેનના પવિત્ર દિવસ રક્ષાબંધન ની પ્રિય વાચક મિત્રોને તથા કુટુંબીજનોને "મોગરાના ફૂલ" બ્લોગ વતી હાર્દિક શુભ કામનાઓ.

-મહેન્દ્ર ભટ્ટ.

Thursday, August 1, 2019

પાણીમાં ડૂબેલી મહાભારત સમયની દ્વારિકા નગરી સાથે જોડાયેલા ૧૨ રહસ્યો

પાણીમાં ડૂબેલી મહાભારત સમયની દ્વારિકા નગરી સાથે જોડાયેલા ૧૨ રહસ્યો ●●●●


ગુજરાત રાજ્યના પિશ્ચમ સમુદ્રના કિનારે આવેલા ચાર ધામોમાંથી એક ધામ અને ૭ પવિત્ર પુરીઓમાંની એક પુરી દ્વારકા છે , જ્યા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના થાય છે ચાલો તેના રહસ્યોના ઇતિહાસ અંગે જાણીયે..

૧. પુરાણી કથાઓ પ્રમાણે મહારાજા રેવાતકના સમુદ્ર તટ પર કુશ પાથરીને યજ્ઞ કરવાને કારણે આ નગરીનું નામ પહેલા કુશસ્થલી હતું.

૨. હરિવંશ પુરાણના આધારે કુશસ્થલીના ઉઝડી ગયા પછી શ્રી કૃષ્ણના આદેશ થી મયાસુર અને  ઋષિ વિશ્વામિત્રે અહીં ભવ્ય નગરનું નિર્માણ કર્યું હતું જેનું નામ દ્વારિકા રાખવામાં આવ્યું હતું.

૩.કેટલાય દરવાજાનું શહેર હોવાથી દ્વારિકાને દ્વારાવતી,કુશસ્થલી,આનર્તક,ઓખા-મંડળ,ગોમતી દ્વારિકા,ચક્રતીર્થ,અંતરદ્વીપ,વારિદુર્ગ,અને ઉદધિમથ્યસ્થાન પણ કહેવાય છે.

૪. આ નગરમાં વિશાળકાય સભામંડપ હતો.સમુદ્રી વહેપાર માટે બંદરગાહ પણ હતું. કહેવાય છે કે શહેરમાં સોનુ,રજત અને રત્નો સાથે ૭,૦૦,૦૦૦ મહેલો હતા.તેના સિવાય કુદરતી ઉદ્યાન અને ઝરણાઓ પણ હતા.

૫. જૈન સૂત્રના 'અંતકૃતદશાંગ'માં ૧૨ યોજન લાંબા અને ૯ યોજન પહોળા વિસ્તારનો ઉલ્લેખ છે.તથા તેનું કુબેર દ્વારા નિર્માણ બતાવવામાં આવ્યું છે.અને તેના વૈભવ અને સુંદરતાને કારણે તેની તુલના અલકા સાથે કરવામાં આવી છે.

૬. ઘણા પુરાણકારો માને છે કે શ્રી કૃષ્ણ ૧૮ સાથી અને કુળ સાથે દ્વારકા આવ્યા હતા. અહીં તેમણે ૩૬ વર્ષો સુધી રાજ કર્યું હતું.તેમના નિર્વાણ પછી દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી અને યાદવ કુળનો નાશ થયો હતો.

૭. એ પણ કહેવામાં આવે છે કે ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી અને દુર્વાશા ઋષિએ  યદુવંશના નાશ માટેનો શ્રાપ આપ્યો હતો તેના કારણે દ્વારિકા નાશ પામી હતી.

૮. એક માન્યતા  એ પણ છે કે આ નગર અરબી સમુદ્રમાં ૬ વાર ડૂબી ગયું હતું અને વર્તમાન દ્વારકા સાતમું શહેર અથવા નગર છે જેનું પુરાણી દ્વારકા પાસે ફરી નિર્માણ કરવામાં આવ્યું છે.

૯.વર્તમાન દ્વારિકા નગરી આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત છે.દ્વારકાધીશ મંદિરનું વર્તમાન સ્વરૂપ ૧૬મી સદીમાં નિર્માણ પામ્યું હતું.અહીં પહેલા કેટલાય મંદિરો હતા પણ મોગલોએ તેને તોડી નાખ્યા હતા.

૧૦. દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહમાં ચાંદીના સિંહાસન ઉપર ભગવાન શ્રી કૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભુજ પ્રતિમા વિરાજમાન છે.અહીં તેને 'રણછોડજી' પણ કહેવામાં આવે છે.કહેવાય છે કે આ મંદિરની જગ્યા પહેલા અહીં નિજીમહેલ અને હરિગૃહ હતા.

૧૧. વર્તમાન દ્વારિકા બે છે,ગોમતી દ્વારિકા,બેટ દ્વારિકા.ગોમતી દ્વારિકા ધામ છે.અને બેટ દ્વારિકા પુરી છે બેટ દ્વારિકા માટે સમુદ્ર માર્ગે જવું પડે છે. 

૧૨.'ધ હિન્દૂ' ની એક રિપોર્ટ અનુસાર ૧૯૬૩ માં સહુથી પહેલા દ્વારકા નગરીની ઍસ્કવેશન ડેક્કન કોલેજ પુણે,ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી અને ગુજરાત સરકારે મળીને કર્યું હતું. તે વખતે ૩૦૦૦ હજાર વર્ષો પુરાણા વાસણો મળ્યા હતા.ત્યાર પછી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ની અંડરવોટર આર્કિયોલોજિ  વિંગને સમુદ્રમાં કેટલાક ત્રામ્બાના સિક્કાઓ અને ગ્રેનાઈટ સ્ટ્રક્ચરો પણ મળ્યા હતા.ત્યાર પછી આખું નગર શોધી કઢાયું.

(એક પુબ્લીશ રિપોર્ટનો અનુવાદ.-રજૂઆત મહેન્દ્ર ભટ્ટ.)

Tuesday, July 16, 2019

ગુરુકૃપા હી કેવલમ


ગુરુકૃપા હી કેવલમ 



"ગુરુબ્રહ્મા ગુરૂવિષ્ણુ: ગુરુદેવો મહેશ્વર:
ગુરુ:સાક્ષાત પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવેં નમઃ
ગુરુપૂર્ણિમાની આપ સહુ વાચક મિત્રો તેમજ કુટુંબીજનોને "મોગરાનાફૂલ બ્લોગ વતી" ખુબ ખુબ શુભ કામનાઓ.