Thursday, February 2, 2012

પ્લાસ્ટીકની રીંગ ( ગુજરાતી વાર્તા )





પ્લાસ્ટીકની રીંગ

લેખક-મહેન્દ્ર ભટ્ટ

માધવીના મનને ચેન પડતું ન હતું,છોકરાનો કોઈ પ્રોબ્લેમ ન હતો,મજાના બે છોકરાને જોઇને માધવીને કોઈ રાહત મળી જતી અને બે વર્ષનો શાન તો માધવીના આવવાની રાહ જોઈનેજ બેઠો હોય,માધવીને જોતાજ દોડીને ગળે લપેટાય જતો ,અને માધવી પણ તેનામાં ખોવાઈ જતી,જયારે શ્રુતિ શાનને ખેચતી અને
"અલા મમ્મીને ઘરમાં તો આવવા દે,તું પાડી નાખીશ,"ત્યારે તેના તરફ મોઢું ફેરવી શાન કહેતો
"મારી મમ્મી છે તારે શું..?"અને અણગમો તેના ચહેરા ઉપર ફેરવાય જતો,અને મમ્મી પણ બંનેના
ચહેરા જોઇને સંતોષ અનુભવતી,હસતી ને કહેતી ,
"એવું ના કહેવાય બેટા,મમ્મી તો બેનની પણ ખરીજને..."
સાત વર્ષની શ્રુતિ તેની ઉમરના પ્રમાણમાં ઘણી હોશિયાર અને શાનની ખુબજ કાળજી કરતી, શાન નાખુશ થતો તો પણ તે હસતી જ રહેતી,માધવીની સરકારી નોકરી હતી,આખો દિવસની જવાબદારી પછી ઘેર આવ્યા પછી છોકરાઓમાં ખોવાયને ઘરની જવાબદારી સંભાળી લેતી, શાંતિલાલ ખાનગી કંપની માં નોકરી કરતા એટલે આવવાના સમયમાં થોડું વહેલું મોડું થતું ,શાંતિલાલના બા આખો દિવસ છોકરાઓની ખબર રાખતા,વહુને
દીકરાના ઘરે આવી ગયા પછી તે જવાબદારીમાં થોડી રાહત લઇ,પુંજા પાથમાં ખોવાઈ જતા,ઉમર હતી,શાંતિલાલના પિતા આઠ વર્ષ પહેલા હૃદયની બીમારીનો ભોગ બન્યા હતા,અને સનાતન સત્યનો સ્વીકાર કરી દીકરાના પરિવાર સાથે મન મનાવી લીધું હતું,પરિવારના મહોરાના પરિવર્તનથી રૂઢીચુસ્ત માતાનું હૃદય ક્યારેક ધબકારા ચુકી જતું પણ સમજનો સાથ લઇ માજી મનના ઉભરાતને શાંત કરતા,અને પતિના ગયા પછીની સ્થિતીમાં શાંતિથી જીવવું હોય તો એ સિવાય બીજો રસ્તો પણ ન હતો,ચાલતી આવતી પરિવારની રીત રસમોનો ઊંચા પ્રકારની નોકરી કરતા પરિવારના સભ્યો માટે નિભાવ શક્ય ન હતો અને પરાણે વારેઘડીએ તે માટે છોકરાને પરેશાન કરવાનું ભાગીમાએ છોડી દીધું હતું,આમતો માજીનું નામ ભાગ્યલક્ષ્મી હતું પણ પતિએ તેને ટુકાવી ભાગી કરી નાખ્યું હતું અને પછી ભાગ્યલક્ષ્મી ક્યારેય બોલાંયુ ન હતું,અને ઉમરના પ્રભાવે ભાગીમાને પોતાના નામનો હર્ષ શોક ન હતો,પણ હવે તો પરિવારની સુખ શાંતિ જેવી રીતે શાંત રહે તેવી રીતની તેમની તૈયારી હતી ,અને એટલેજ માધવી સાથેના સબંધોમાં કોઈ તનાવ ન હતો,બધું સમતોલિત હતું,દીકરો અને વહુ સારું કમાતા
હતા એટલે બધી સગવડતા હતી, પણ કયારેક ભાગીમાં પોતાના અનુભવની આંખોથી જોતા ત્યારે માધવીના ચહેરો શાંતિ આવવાનો હોય તે પહેલા કોઈ ચિંતામાં દેખાતો,શું હશે તે જાણવામાં અધીરાઈ થતી પણ જાણવું કોની પાસે ,ક્યાંક તો ઉણપ હતી,ભાગીમાંને તો ઘરમાં ને ઘરમાં રહેવાનું એટલે ક્યાં તો માધવી પાસેથી જાણવા મલે કે શાંતિ પાસેથી,પણ આ તનાવ દુર થવો જરૂરી હતો, નહિ તો દીકરાની શાંતિ જરૂર જોખમમાં હતી, કદાચ વહેમ
ગણીને કાઢી કરાય પણ તેમ ન હતું, સમસ્યા થોડી ગંભીર હતી ,આજે પણ માધવીએ આવીને છોકરાઓ સાથે પ્યારથી સમય વિતાવ્યો ભાગીમાં સાથે પણ વાત કરી બધું જાણ્યું પણ શાંતિલાલના આવતા પહેલા તે તેમના બેડરૂમમાં જતી રહી,શાન તેની પાછળ જતો હતો પણ શ્રુતીં વચ્ચે આવી,
"પપ્પા મમ્મીના રૂમમાં ન જવાય શાન,"
"પણ કેમ,ન જવાય? "નાનું મન કેમના વાતાવરણમાં છવાઈ તે પહેલા ભાગીમાએ બાજી હાથમાં
લઇ , શાનને બીજા રૂમમાં લઇ ગયા,થોડીવારે શાંતિલાલ આવ્યા છોકરા પપ્પા આવી ગયા એમ કહેતા દોડ્યા ,આગળ શ્રુતી અને પાછળ શાન દોડીને પપ્પાને ભેટી પડ્યા,પપ્પાએ પણ બંનેને આલીગન આપ્યું ,ભાગીમાની નજર શાંતિના ચહેરા ઉપર હતી,જયારે માં દીકરાની નજર મળી,ત્યારે ભાગીમાને દીકરાનો ચહેરો થોડો પરેશાન દેખાયો,પૂછવાનું મન થયું ,શું વાત છે દીકરા ,પણ ભાગીમાની હિંમત ન ચાલી,કામ
પરથી થાકીને આવેલા પરેશાન દીકરા માટે તેમ કરી પરેશાની વધારવી તેમને યોગ્ય ન લાગી,પાણીનો ગ્લાસ ભરવા ગયા,ત્યાં શાંતિલાલે કહ્યું ,"રેવા દે માં,હું જાતે પી લઈશ 'અને ઉમેર્યું "માધવી તો આવીજ ગઈ હશે,પછી તેને કરવાનું કામ તારે શું કરવા કરવું પડે...?"
માડી લાચાર નજરે દીકરાને જોઈ રહ્યા,
"શું વાત છે શાંતિ...?,આવું પહેલા ક્યારેય ન હતું ,કોઈ વાત બની હોય તો સમજીને નિકાલ કરો,આ છોકરાનો સમય રમવાનો ને માં-બાપના વ્હાલ કરવાનો છે,પછી તમારી સામે બિચારા બની જોયા કરે તે સારું નહિ,"
"તારી વહુ તો તને પણ સાંભળે છે તો પછી મને એકલાને શું કરવા કહે છે "પોતાની વ્યથા રજુ કરી
"પણ તું મને સાચી વસ્તુ બતાવી શકવાનો નથી,અને તમારી બંને વચ્ચે ઉભી થયેલી મુસીબત હું શી રીતે દુર કરું ,એતો તમારે બંને એ આપસમાંજ સમજવું પડે."અને માધવી આ સાંભળી નીચે આવી
"બા,સવાલ કોઈ મોટો નથી ,દીવાસળી નો ઉપયોગ ન કરે તો."
"માને શું સમજાવે છે, હું કઈ સિગારેટ નથી પીતો ..."
"અરે તમાંરી બંનેની વાતમાં મને તો કઈ ખબર નથી પડતી,પણ માંડીને વાત કરો તો સમજ પડે.અને માધવી ભાગીમાને રૂમમાં લઇ ગઈ.
"લો,માને પણ મસકા મારવા માંડ્યા,ધણી માં ધરપત નથી" અને શાંતિલાલ બીજી કોઈ વાત થાય તે પહેલા કપડા બદલવા ગયા. શાંતિલાલ કપડા બદલીને આવી સોફા પર બેઠા,બાજુમાં ટેબલ ઉપર પડેલું છાપું લઇ પાના
ફેરવી જોયા પણ મન ન લાગ્યું,વારેઘડીએ તેની નજર બંધ બારણા તરફ જોતી રહી,શાંતિલાલને ખબર હતી,મુસીબત ની,કદાચ પોતાનીજ ભૂલ હતી,પણ કબુલ કરવા મન તૈયાર ન હતું અને આમને આમ તો ક્યાં સુધી
ચાલે માધવી ના બે દિવસથી અબોલા હતા,કોકડું બરાબર ગુચવાતું હતું ,અને સમયસર તેનો ઉકેલ ન આવે તો ,તો પછી ક્યારેય ઉકેલી ન શકાય,અને કુટુંબના બીજા સભ્યોનું શું...?!સદા સુખી કુટુંબમાં પહેલી વખત મુસીબતોના વાદળ ઘેરાયા હતા ,બે દિવસ પહેલા રજુ થયેલી માધવીની રજૂઆત પછી વાતે વણાંક લીધો હતો ,વાત હતી રસીક્લાલાની કે જેમની નવી નવી બદલી માધવીના વિભાગમાં માધવીના હાથ નીચે થઇ હતી,રસિકલાલ ખુશ
હતા તેમણે માધવી સાથે તેમના એક બીજાના કુટુંબના પરિચય માટે ભેગા થવાની દરખાસ્ત કરી અને માધવીએ હસતા હસતા તેનો સ્વીકાર કર્યો અને એજ રજૂઆત શાંતિલાલને હસતા હસતા કરી ,અને તેનો સ્વીકાર પણ થયો, પણ માધવીએ વધુમાં ઉમેર્યું કે રસિકલાલ કોલેજકાળ દરમ્યાન તેના મિત્ર હતા,ત્યારે શાંન્તીલાલે મઝાક છેડી,અને માધવીને કોઈ ખાસ મિત્ર કે ખાલી મિત્ર વચ્ચે ઉભી કરી ત્યાં સમસ્યા અને શંકા ઉભા થયા પછી તોફાન ,અને બે દિવસથી અબોલા થયા કાલે તો મહેમાન આવવાના ,નિકાલ તો આવવોજ જોઈએ ,બંધ બારણું ખુલ્યું અને ભાગીબા ચિતિત ચહેરે શાંતિલાલ પાસે આવી બાજુના સોફામાં બેઠા પણ માધવી ન આવી
"આ બધું શું છે બેટા શાંતી ?,"
"શું બધું બા, મેં તો ખાલી મઝાક કરી હતી ,"
"આવીમઝાક હોય બેટા ,તું જુએ છેને પરિણામ ,"માધવી મઝાક
શબ્દ સાંભળીને ધસી આવી ભાગીમાની બાજુમાં બેસી ગઈ
"બા,એમને કહો કે રીસ્પેક્ત વગરના સબંધોનો કોઈ અર્થ નથી "
"બાને વચ્ચે હોડીનું નારીયેર શું કરવા બનાવે છે,મને કહે ,હું બરાબર સાંભળી શકું છું "
માધવીએ ન તો તેના તરફ જોયું કે કહ્યું તે મુક અવસ્થામાં રહી
"અરે,શ્રીમતીજી હું તમને કહું છું"
"બહુ વાયદા થવાની જરૂર નથી" હજુ માધવી કાબુ વિહીન હતી
" ચાલો સારું,મજાક મારી ભૂલ હતી સોરી,સજા કાન પકડવાની હોય તો કાન પણ પકડીશ"
દીકરા અને વહુ વચ્ચેના સંવાદમાં ભાગીમાની નજર આમથી તેમ ઝોલા ખાતી હતી.
"પણ માધવી,તારા હાથમાં રીંગ નથી,"અને માધવીની નજર ઝુકી ગઈ પહેલી વખત તેના હાથમાં રીંગ ન હતી ,તે બાથરૂમમાં ભૂલી ગઈ હતી,ભૂલનો એકરાર કર્યો,પણ રિંગની વાત બીજી જગ્યાએ પણ સંભરાઈ,પોતાની મસ્તીમાં રમતો શાન દોડ્યો તેની પાછળ શ્રુતિ પણ દોડી,શાન સીધો તેની મમ્મી તરફ ધસ્યો અને ભોળા ભાવે બોલ્યો,
"મમ્મી ,ચિંતા ન કરતી હું તને મારી રીંગ પહેરાવીશ "અને શ્રુતિ એટલા મોટેથી હસી કે તેનો પડઘો પડતોજ રહ્યો ,જાણે કઈ બન્યુજ ન હતું ,ભાગીમાની આંખે આસું વેરાયા ,શાનને તેની મમ્મીએ છાતી સરસે ચાપ્યો
,શ્રુતિએ બુમ પાડી
"શાન તું ગાંડો છે,..."અને તે હસતીજ રહી,શાન ગભરાયો,શું થયું તેની ખબર ન પડી, આ બધા કેમ
હસતા હશે ,દાદીનો અવાઝ આવ્યો
"પહેરાવી દે બેટા...."માધવીની આંખોમાં આંસુ અવિરત વહેતા હતા ,ફક્ત શાનના હાથમાં પ્લાસ્ટીકની રીંગ હતી અને તે મમ્મીની આંગળી શોધવામાં મશગુલ હતો .

સમાપ્ત

Wednesday, February 1, 2012

અરજી મારા પ્રભુને ( ગુજરાતી કાવ્ય )




અરજી મારા પ્રભુને

-મહેન્દ્ર ભટ્ટ

પ્રભુ મારા જીવનને એવું બનાવો, કોઈ ખોટ રહેવા એમાં ન પામે
શ્વાસે શ્વાસે પ્રભુ તારું નામ લેવાય, જ્યાં સુધી જીવનની જ્યોતિ બુઝાય
હે માધવા,મધુસુદના,હે યાદવા,રઘુનંદના
કરો મારા જીવનને ઉજ્જવળ એવું ,કોઈ દોષ તેમાં રહેવા ન પામે
જ્યાં જ્યાં હું જોઉં ત્યાં ત્યાં હું પામું ,શામળ તારું રૂપ નિરાળું
હે માધવા,મધુસુદના,હે યાદવા,રઘુનંદના
બસ એક અરજી પ્રભુ તારી પાસે,જીવન થાય પૂરું તને પામવામાં
પ્રભુ તારા દર્શન છે અતિ દુર્લભ ,કરું તપ એવા કે સુલભ બનાવે
હે માધવા,મધુસુદના,હે યાદવા,રઘુનંદના
અંતરમાં જીવનની જ્યોતિ જગાવી સતત રહું હું તને શોધવામાં
ઘટાઓમાં શોધું કે હવામાં હું નીરખું,ખબર નથી પ્રભુ હું ક્યા તને શોધું
હે માધવા,મધુસુદના,હે યાદવા,રઘુનંદના
અધીરાઈમાં હું સતત ફાફા મારું,દયા કરી દર્શન દેજે મારા સ્વામી,
હે માધવા,મધુસુદના,હે યાદવા,રઘુનંદના
હે યાદવા,રઘુનંદના ...............
જય શ્રી કૃષ્ણ

Thursday, January 19, 2012

ઇતના તો કરના.......(હિન્દી ભજન)






ઇતના તો કરના.......(હિન્દી ભજન)

ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નિકલે(૨)
ગોવિંદ નામ લેકર, ફિર પ્રાણ તનસે નિકલે ,ફિર પ્રાણ.....ઇતના તો....
શ્રી ગન્ગાજીકા તટ હૈ યા યમુનાકા બંસીપત હૈ ,મેરા સાંવરા નિકટ હો જબ પ્રાણ.....(૨)
શ્રી વૃન્દાવનકા સ્થલ હો,મેરે મુખમે તુલસી દલ હો,વિષ્ણુ ચરનકા જલ હો જબ પ્રાણ....ઇતના તો .......
સન્મુખ સાંવરા ખડા હો ,બંસીકા સ્વર ભરા હો ,દિલમે લગન ભરા હો જબ પ્રાણ.....(૨)
શિર સાવના મુકુટ હો, મુખડે પે કાલી લટ હો,યહી જ્ઞાન મેરે ઘટ હો જબ પ્રાણ....ઇતના તો..
જબ કંઠ પ્રાણ આયે ,કોઈ રોગ ન સતા્યે,યમ દર્શ ન દિખાયે જબ પ્રાણ.....(૨)
મેરા પ્રાણ નિકલે સુખસે,તેરા નામ નિકલે મુખસે,બચ જાઉં ઘોર દુ:ખશે જબ પ્રાણ .....ઇતના તો....
ઉસ વક્ત જલ્દી આના ,નહિ શામ ભૂલ જાના ,રાધેકો સાથ લાના જબ પ્રાણ....(૨)
યહ એક્સી અરજ હૈ,માનો તો ક્યાં હરજ હૈ,કુછ આપકા ફરજ હૈ જબ પ્રાણ....ઇતના તો કરના...
સુદ્ધી હોવે તારી તનકી,તૈયારી હો ગમનકી ,લકડી હો વ્રજ્કે વનકી જબ પ્રાણ....(૨)
કેસર તિલક હો ભાલા,મુખ ચન્દ્રસા ઉજાલા પહેલું ગલેમેં માલા જબ પ્રાણ....ઇતના તો.....
એક ભક્ત કી હૈ અરજી,ખુદ ગર્જીકી હૈ ગરજી ,આગે તુમ્હારી મરજી જબ પ્રાણ ....(૨)
ઇતનાતો.....ઇતના તો.....ઇતના તો....જબ પ્રાણ...જબ પ્રાણ....

જય શ્રી કૃષ્ણ .

Thursday, January 5, 2012

સુખીબાબા ( ગુજરાતી વાર્તા)





સુખીબાબા
-મહેન્દ્ર ભટ્ટ


ગોમતીને કિનારે સુખીબાબાની ધૂણી ધખે ,જંગલનો વિસ્તાર વેરણ જગ્યા,જંગલી પ્રાણીઓ અને રંગ બેરંગી
પક્ષીયોની હાજરી વર્તાય,ઘણું એકાંત,યોગીબાબા યોગમાં મશગુલ રહે,તેમના માટે રહેવાની સુકા ઘાસ અને લાકડાથી બનાવેલી ઝુપડી,દૂર ગામોમાં વસ્તી ખરી ત્યાંથી ક્યારેક બાબા માટે સીધું સામગ્રી આવ્યા કરે,સુખીબાબાને ધૂણી ધખતી હોય એટલે ઠંડી અને વરસાદથી બચાવ થાય,અને બાબા યોગી એટલે તબિયતથી ખુબ ખુશ રહે,તેમની સાથે તેમનો એક પાલતું પોપટ રહે,તેનું નામ બાબાએ સુખિયા રાખેલું,બાબા એની ભાષા સમજે ,એટલે આજુબાજુ ક્યારેક ભય વર્તાય ત્યારે કે કોઈ હિંસક પ્રાણી આવી જાય તો બાબાને સુખિયો ચેતવી દે,સુખીયો બાબાની આજુબાજુના ઝાડો ઉપર બાબાની સેવામાં સમય પસાર કરે,પેટની પુંજા માટે તો કોઈ સવાલ જ નહિ,બાબાની ઝુંપડીની થોડે દુર એક ઝરણું વહેતું વહેતું ગોમતિમાં મળી જાય એટલે પીવાનું નિર્મળ પાણી મળે, દુરના ગામોમાંથી બાબાની મુલાકાતે ગામના મુખીયાની આગેવાની હેઠળ ભજન મંડળી આવે,રાતભર ભગવાનનું ભજન કરી બાબાના આશીર્વાદ લઇને જાય ,આમ બાબા અને સુખિયો ખુબ ખુશ રહે,બાબાની સફેદ લાંબી દાઢી અને લાંબી જટાથી બાબાની ઉમર વર્તાય પણ ખુશ રહેતા બાબાને તેની કોઈ અસર નહિ ,આ બાબા એક વખત આરામમાં હતા અને સુખિયાએ ચેતવણીનો સંદેશો આપ્યો,બાબાએ આંખો ખોલી પૂછ્યું
"શું છે સુખિયા,..."અને સુખીયાએ બહાર ઉડી બાબાને દિશા સુચન કર્યું, બાબા તેના ઈશારા પ્રમાણે જવા લાગ્યા,હાથમાં સુકી પણ જાડી લાકડી ,થોડે દુર જઈ સુખિયો એક પથ્થર પર બેસી ગયો,બાબાએ
ત્યાં જઈને જોયું બાજુમાં એક પીળા રંગના પથ્થરની ટોચ દેખાતી હતી,બાબાએ યોગથી ધ્યાન લગાવી પથ્થર ઉપર હાથ રાખી અવલોકન કર્યું,અને સુખિયા તરફ હસતા ચહેરે કહ્યું
"આતો સોનું છે કાચું સોનું,અડધો ફૂટ અંદર,પણ આપણે તો શું કામનું....?" ,છતાં સુખીયાની આ શોધથી તે
રાજી થયા બાબાને આમ ઝુપડીમાં પાછા જતા જોઈ સુખિયાને ચિંતા થઇ,તેનું મન આ કીમતી પથ્થરના વિચારે ચઢ્યું,આપણે માટે કોઈ કિંમત નહિ પણ અડધો ફૂટનો પથ્થર અને બાબા કહે કાચુ સોનું ,સુખિયાને બાબાની આવી હરકત પસંદ ન પડી તેણે પથ્થર ઉપર નજર રાખવાનું નક્કી કર્યું,તે નજીકના ઝાડ ઉપર બેસીને ચોકી રાખવા લાગ્યો,બાબા તો ઝુપડીમાં જઈને ધ્યાન લગાવ્યું તેમની નજર મનના માર્ગે બધું જોવા લાગ્યું અને બાબાને સુખિયા જેવાને પણ ચમત્કારી અસરથી હસવું આવ્યું,ત્યાંથી તેમણે ફરી પથ્થર ઉપર નજર લગાવી,દુરના એક ગામના પછાત વર્ગના એક છોકરા સાથે લાગી,પણ મહિના સુધી તે પથ્થરના જોડાણમાં ન આવતો હોવાથી એ એક મહિના સુધી પથ્થરનું શું? ,તે કઈ ધ્યાનમાં ન આવ્યું,બાબાએ સમાધિ છોડી તેમને ખબર હતી સુખિયો કંટાળીને હમણાં આવશે,બાબાને તો કઈ અસર ન હતી,પણ કંટાળીને સુખિયો પાછો આવ્યો ત્યારે તેનાથી ન રહેવાયું,તેની
વાચામાં તેણે બાબાને પૂછી નાખ્યું ,
"બાબા,ગામના માણસો અહી આવીને ભજન કરે છે તેમને આ પથ્થર ભેટમાં ન આપી દેવાય,ગામનું ભલું થઇ જાય"
"સુખિયા તારો સારો વિચાર છે પણ જે વસ્તુ જેના માટે લખાયેલી હોય તેનોજ તેના પર હક્ક થાય, નહિ તો આ પથ્થર અત્યાર સુધી અહી કેમ છે."
" પણ બાબા આપણને હવે ખબર પડી તો,તમને ચાહતા માણસોને લાભ ન આપીએ,કોઈ ખોટા માણસોને હાથ લાગશે તો ખોટો ઉપયોગ નહિ થાય."
"નહિ થાય,કેમકે હું જે જાણું છું તે તું નથી જાણતો,હજુ એક મહિનો એ અહી રહેવાનો છે,બસ તું નજર રાખતો રહેજે કેમકે વચ્ચેનો સમય બહુ ખરાબ લાગે છે "
સુખિયાને બાબાના ધ્યાનની ખબર હતી એટલે વધારે ચર્ચામાં ન પડ્યો,ત્રણ દિવસ પછી બાબાને કઈ નવું કરતા જોઈ સુખિયો જોઈ રહ્યો , બાબાએ લાકડીથી ઝુપડીની આજુબાજુ ગોળ કુંડાળું કરી થોડીવાર આંખ બંધ કરીને એક પગે પૂર્વ દિશામાં મોઢું રાખી ઉભા રહ્યા,સુખિયાને ચિંતા થઇ,કઈ અજુગતું થવાના અણસાર દેખાતા હતા,પણ બાબાને પૂછવું કઈ રીતે,જંગલમાં એકલા બાબા કેટલાય વખતથી રહે છે અને કેટલીય વખત મુશ્કેલીઓ આવી પણ બાબાને ક્યારેય ચિંતા કરતા જોયા નથી,તેમની શકતી અજબ હતી એટલે સુખીયાએ વધુ વિચાર્યા વગર બાબા પર ભરોસો રાખી તેમની ભક્તિમાં મન વાર્યું ,સાંજ પડી ,રાત પસાર થઇ ને સવાર પડ્યું સુખિયો લાલ
બેરીનો સ્વાદ લેતો હતો ત્યાં તેની નજર કામથા ઉપર ખેચાતા તીર ઉપર પડી ,નિશાન હરણનું બચ્ચું હતું,તેણે વિના વિલંબે ચેતવણીનો અવાઝ કર્યો અને તેને વશ થઇ બચ્ચું જીવ બચાવતું ભાગ્યું ,અને નિશાન સુખિયા બાજુ ફેરવાયું ને સુખિયો ઝુપડી બાજુ ભાગ્યો,પારધી પાછળ પડ્યો ,ઝુપડી જોઈ અચંબામાં પડ્યો ત્યાં બીજા બે હથિયારધારી આવી ચઢ્યા, બાબા ઝુપડીમાં હતા ,હવે સુખિયાને ખરેખરી ચિંતા થઇ ,ઝાડની ઓથમાંથી તેણે ત્રણેયને ઝુપડી બાજુ આગળ વધતા જોયા,માણસો ખરાબ હતા તે નક્કી હતું ,અને તેની પાસે બીજો કોઈ ઉપાય ન હતો,પેલા બાબાએ આંકેલા નિશાન સુધી આવ્યા પણ અંદર ન જવાયું ,હવે સુખિયાને બાબાના ચમત્કારની ખબર પડી ,ત્રણમાંથી એકેથી અંદર ન જવાયું એટલે તીરથી ઝુપડીમાં આગ લગાડવાનો નિર્ણય કર્યો અને તીર પાછળ કપડું બાંધી આગ લગાડી ઝુપડી બાજુ ટંકાર કર્યો ,પણ જોતજોતામાં ઝૂપડીમાંથી એક સ્વરુપમાન સ્ત્રી પ્રગટ થઇ ,અને પેલા સાથે કઈ વાત કરી ,સુખિયો આ બધું જોઈ વિચારમાં પડી ગયો, પોતે સ્વપ્નું તો નથી જોતોને ,તેણે પોતાને ચકાસી જોયો,આ સ્વપ્નું તો નહોતુજ, પેલા ત્રણે પેલી સ્ત્રીની પાછળ પાછળ જવા માંડ્યા,સુખિયો
પોતાની જાતને બચાવતો તેની પાછળ જતો હતો પણ જતા પહેલા ઝુપડીમાં તપાસ કરી,બાબા ધ્યાનમાં હતા તે ફરીથી ઉડી પેલાની પાછળ ગયો, પ્રયાણ સોનાના પથ્થર તરફ હતું,ત્યાં પહોચ્યા ,પેલી યુવતી મુસ્કરાઈ,અને
ત્યાંથી જવા માંડી,ત્રણે પથ્થર જોતા ખુબ ખુશ થયા,અને તેને ખોદવાની યોજના બનાવવા માંડ્યા,સુખિયો નારાજ
થયો,બાબાને કહ્યું હતું,ખોટા માણસો આવી લાભ લઇ જશે,અને આ એકાએક પ્રગટ થયેલી યુવતી એ સારું કામ
નથી કર્યું,ક્યાંથી આવી આવું નુકશાન કરવા,સુખિયો વિચારોના વમળમાં ગુંચવાઈ ગયો, ત્યાં તેની
નજર પડી, પેલામાથી એકે યુવતીનો હાથ પકડી લીધો,યુવતીએ આજીજી કરી,જવા દેવા માટે,પણ બીજા બે
પણ જોડાઈ ગયા,સુખીયાએ પરિસ્થિતિ બેકાબુ બનતી જોઈ જોરદાર ચીસ પાડી વાતાવરણને સાબદું કર્યું,અવાઝ્ની દિશામાં બધા જોવા માંડ્યા,ત્યાં બીજી નજરે પેલી યુવતી ત્યાં ન હતી,પેલા આજુબાજુ જોતા રહ્યા,અને એક જણ પથ્થર પાસે રહ્યો ને બે ઝુપડી બાજુ ગયા,સુખિયો આ બધું શું થઇ રહ્યું છે તે નક્કી કરી ન શક્યો,બાબા હજુ ઝુપડીમાજ હતા,સુખીયાએ જોયું,પેલો માણસ પથ્થરને આલીગન આપતો હતો,ત્યાં
તેની બરાબર બાજુમાં એક નાગ પસાર થતો હતો તેણે પોતાનો રસ્તો બદલી પેલાને ડંખ માર્યો,અને જતો રહ્યો,પેલો પડ્યો હતો એમનો એમજ શાંત થઇ ગયો,સુખીયાએ જોયું તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું,અને આ ઘટનાથી સુખિયો ફરી અજાયબીમાં પડ્યો,જાણે કોઈ વાર્તામાં બદલાવ આવી રહ્યો હતો,બાબા માટેની સમજ હજુ સુખીયો નક્કી કરી નહોતો શકતો, સુખિયો ઉડીને ઝુપડીમાં આવ્યો,પેલા બંને ઝુપડી બાજુ આવતા હતા,સુખીયાના આવવાથી બાબાના ધ્યાનમાં ભંગ પડ્યો
"બાબા પેલી નવયૌવના ક્યાંક અલોપ થઇ ગઈ,અને પેલા બે ચોરો પાછા આ બાજુ આવે છે,"સુખીયો
ગભરાઈ ગયો હતો
"મને ખબર છે,એ સુંદર સ્ત્રી વનદેવી છે, શક્તિ છે સુખિયા ચિંતાની જરૂર નથી,તે મને મદદ કરી રહી છે "અને સુખિયો અચંબામાં પડી ગયો
"બાબા,એ બતાવોને તમે કોણ છો ?... અને કેમ આટલા વખતથી હું સેવામાં છું અને તમને જાણતો નથી"સુખીયાની અજીજીનો જવાબ બાબા આપે તે પહેલા એક હાસ્ય ઝુપડીમાં પ્રસરી ગયું વનદેવી ફરી પ્રગટ થયા
"હવે બતાવ સુખિયા હું કોણ છું ...?"અને વનદેવીની આંખો સુખિયા પર કેન્દ્રિત થઇ અને બાબા હસી પડ્યા
"હું બેભાન થઇ જઈશ "સુખીયાએ કાબુ ગુમાવ્યો
"અરે બેભાન થશે તો બાબાની સેવા કોણ કરશે..?"વનદેવી તરફ
સુખિયો જોઈ રહ્યો,ત્યાં બહારથી અવાજ આવ્યો
"એ છોકરી બહાર આવ નહિ તો તારી ઝુપડી ફૂકી મારીશું,હવે તું બચી નહિ શકે ..."ત્યાં તો વનદેવી અને બાબા બંને બહાર નીકળ્યા,સુખિયો પણ ગભરાતો ગભરાતો બહાર આવ્યો
"અરે વાહ,હવે ખબર પડી ,સુંદરી નો ધણી પણ છે..."અને બાબા કઈ બોલે તે પહેલા સુંદરી બોલી
"તે તમારે શું મતલબ,પેલો પથ્થર બતાવ્યો તે સાચું સોનું છે લઈને ચાલતી પકડો,મારી માયા લાગી તો જાન ગુમાવવાનો વારો આવશે..."વનદેવી શું બોલે છે તેનું ભાન પણ નથી અને બાબા ચુપ કેમ છે,સુખિયો
મનમાં ને મનમાં ગુંચવાઈ રહ્યો હતો
"એ તો હવે ખબર પડશે, આ બુદ્ધાનેજ ખતમ કરીએ છીએ,પછી તારી વાત ..."અને પેલાએ બાણ ચઢાવ્યું બાબા આગળ આવી બોલ્યા
"હજુ વિચાર કરી લો,તમારો સાથી મરવા પડ્યો છે,તેને બચાવી પાછા આવો ,અમે અહીંથી ક્યાય જવાના નથી "અને પેલા બંને આશ્ચર્યમાં પડ્યા
"જો તું ખોટો પડ્યો ,તો તમને બંનેને મારી નાખીશું "
"મારવા મરવાની વાતપછી ,એને સાપ કરડ્યો છે,અહી લઇ આવો ,જાન બચી જશે "
"સાપ કરડ્યો છે અને તને અહી બેઠા બેઠા ખબર પડી ગઈ..."પણ વધારે વાત કર્યા વગર બંને દોડ્યા અને થોડીવારમાં પેલાને ઉચકીને લાવ્યા,સુખિયો વિચારમાં પડ્યો,ઝેરી નાગ હતો તો બાબા કેમનો બચાવશે ,પેલા દોડતા સાથીને ઉચકી ઝુપડીમાં આવવા ગયા,પણ પડ્યા
"ઉભા રહો"બાબાએ આંખો બંધ કરી ધ્યાન લગાવી પોતે બનાવેલી રેખામાં જગ્યા કરી,અને કહ્યું
"હવે આવો " અને પેલા ઝુપડીમાં આવી શક્યા
બાબાએ પેલા માણસ ઉપર મંત્ર બોલી પાણી છાટ્યું પેલો આંખો ખોલી બેઠો થયો ,સુખીયાની અજાયબીનો પાર નહોતો અને બધાની અજાયબી વચ્ચે પેલા દૃષ્ટ માણસો બાબા અને વનદેવીના પગમાં પડી ગયા,સુખિયો હજુ આ બધું સ્વપ્નું માનતો હતો ,પણ બાબા બોલ્યા
"જુઓ આ તપોભૂમિ છે ,અહી કોઈ મરણ થતું નથી,એટલે હું જાણું છું કે તમારો ધંધો ચોરીનો છે પણ હવે સારા કામ કરજો બધું સારું થશે,એવા મારા આશિષ છે."અને ત્રણેય ચોરો રડી પડ્યા બાબાના પગમાં પડી માફી માગી ,જવાની રજા માંગી,બાબાએ હાથ ઉંચો કરી અનુમતિ આપી ,બાબાની કોઈને ખબર ન પડી પણ વન દેવી બોલી
"પેલો પથ્થર નથી લઇ જવો...."અને તે હસ્યા
"માં,મશ્કરી ન કરશો અમારું નસીબ ક્યાંથી હોય બાબાની સહાયથી સારા થઈયે એટલુજ બસ છે"અને તેઓ
જતા રહ્યા,
સુખીયો સુંદરી પછી વપરાયેલો શબ્દ "માં"સમજી ન શક્યો ,આટલા ઝડપથી થયેલા પરિવર્તન કરાવનાર બાબા ને સમજવા તેના માટે ઘણું મુશ્કેલ હતું તેણે આંખો બંધ કરી બાબાને વંદન કર્યા આંખો ખોલી ત્યારે વનદેવી નહોતા અને બાબા ધ્યાનમાં હતા અને એ સ્વપ્નું પણ ન હતું ,તેણે બાબાને જાણવા કરતા બાબાની સેવામાં પોતાની ભલાઈ સમજી ,બીજી વખત ભજન મંડળી લાંબા સમય પછી આવી ત્યારે તેમાં પેલો પછાત છોકરો પણ આવ્યો હતો બાબાએ તેનું નસીબ તેને સોપ્યું, આમ બાબાની વાત સાચી થઇ તે સુખિયો સમજ્યો 'જેના માટે જેનું નસીબ હોય તે તેને મળે' ,આખું જીવન સુખીબાબાની સેવામાં વિતાવી તે ધન્ય થયો.ગોમતીનો કિનારો એમનો એમ હતો ,સવાર પડતી અને સાંજ થતી,રાત પડતી અને ફરી એનો એજ ક્રમમાં સુખી બાબાની ધૂણી ધખતી રહેતી.

સમાપ્ત

નોંધ:
આ વાર્તા કાલ્પનિક છે ,પણ ભારત દેશ ઋષિયોની તપોભુમી છે,એક ભારતીય હોવાનું ગર્વ છે,ભારત માતાને સાષ્ટાંગ દંડવત,સાચી નિષ્ઠા અને નિર્મળ હૃદય ના માર્ગે બાબાના આશીર્વાદ મેળવવા અહી બહુજ સહેલા છે,સુખીબાબા જેવા બાબાનો ક્યારેક ભેટો થઇ જાય તો બહુ જાણવાની ચેષ્ઠા કર્યા વગર વંદન કરી જીવન ધન્ય બનાવવામાં સાચી સમજ માનજો ,જય શ્રી કૃષ્ણ-મહેન્દ્ર ભટ્ટ.

Tuesday, December 27, 2011

જગત પરાયું ( ગુજરાતી કાવ્ય)



જગત પરાયું
-મહેન્દ્ર ભટ્ટ


જગત છે પરાયું સાઈ જગત છે પરાયું (૨)
હું તારામાં માનું સાઈ હું તારામાં માનું
પ્રેમ વગરનું પાત્ર અધૂરું સાઈ પ્રેમ વગરનું પાત્ર
ખાવું-પીવું,સુવું -જાગવું,કમાઈને ખોવું,ખોઈને કમાવું
આ તો બધો ક્રમ કાયમનો,જગતના નિયમોનો
શું... આ ખરું જીવન છે ...?
જગત છે પરાયું સાઈ જગત છે પરાયું(૨)

જુઠ્ઠી છે કાયા,પ્રાણ અમર છે,સત્ય છે ઈશ્વર ,બધે ખબર છે
કાળથી શું ડરવું ,આવશે એક દિન
શું...કોને ખબર ક્યારે...?
જગત છે પરાયું સાઈ જગત છે પરાયું(૨)

આવ્યા ક્યાંથી,ખબર નથી પ્યારે,
અંતે જવાનું ,માટીમાં માટી,જ્યોતિમાં જ્યોતિ
બુંદ જેમ દરિયામાં....
જગત છે પરાયું સાઈ જગત છે પરાયું
હું તારામાં માનું સાઈ હું તારામાં માનું
પ્રેમ વિના નથી કઈ જગતમાં ,પ્રેમ માં ઈશ્વર માનું .

(આ રચના હિન્દી ભજનના આધારે,રચાઈ છે )

Saturday, December 17, 2011

ચાંદની રાત (One)



ચાંદની રાત

લેખક-મહેન્દ્ર ભટ્ટ

ચાંદની રાત હતી ,નાના ગામની એક કેડી અડધો માઈલ દુર એક ખંડેર તરફ જતી હતી ,અને તે કેડી ઉપર ચુપકીદીથી પોતાને બચાવતી કોઈ સ્ત્રી ખંડેર તરફ જઈ રહી હતી,સુમસામ રાત્રી,ચાંદનીનો પ્રકાશ પણ રાત એટલે રાત,સીમમાં રાત્રે વિચરતા જંગલી પ્રાણીઓ, ખંડેર પછી તો વગડો શરુ થતો,આવી ભયાનકતા અને કેડી ઉપર પસાર થતી સ્ત્રી,જરૂર કોઈ વાત હતી,કોઈમજબૂરી હતી,તમરાનો અવાઝ એકધારો હતો,ક્યાંક વગડામાંથી જુદા જુદા અવાઝ આવતા હતા,છતાં તે સ્ત્રીની ગતિ એકધારી હતી, ગામ નાનું હતું ,પંચની આગેવાની હેઠળ ગામની કાયદા વ્યવસ્થા હતી,પંચનો નિર્ણય આખરી ગણાતો,નાની મોટી ચોરી ક્યારેક થતી,ચોરો બીજા ગમોમાંથી કયારેક ઉતરી આવતા,પણ શેરીના શ્વાનની સાવચેતીથી ગામને સહાય થતી,અજાણ્યાની પરખ થતાજ તે સાવચેત કરતા,ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્ભર થતું આ ગામમાં રખેવાળી માટે રામલાલ શર્મા હતા,છ ફૂટ લાંબો કદાવર માણસ,વાંકડી ભરાવદાર મૂછો, તેની હિમત અને તાકાત સામે કોઈ પડકારતું નહિ અને તેથી ગામ રાત નિરાંતે સુતું,ક્યારેક સિંચાઈનું પાણી રાત્રે છોડાતું તો ખેડૂતો રાતે પાણી પાવા જતા,ત્યારે રામલાલની જવાબદારી વધી જતી ખેડૂતો જે ખેતરમાં પાણી પાવામાં વ્યસ્ત હતા તેમની સાથે થોડો સમય પસાર કરી બધું હેમખેમ લાગતા રામલાલ ત્યાંથી નીકળ્યા, હાથમાં ધારીયું અને માથે ફાળિયું ધારણ કરેલ આ રખેવાળ તેના સ્વાંગમાં ગમે તે પરિસ્થિતિ સામે તાકાતથી સામનો કરવા યોગ્ય હતા, મજબુત બાંધો અને હિંમત થી તેની રખેવાળીમાં હજુ સુધી કોઈએ સામનો કરવાની હિંમત નથી કરી,ચાંદની રાત હતી ,દુર સુધી બધું દ્રષ્ટિગોચર હતું, ખેતરો સુમસામ પડ્યા હતા,સાપ સાપોલિયાં,તથા બીજા ઝેરી જીવોથી બચાવ કરતા તેઓ ગામની મુખ્ય કેડી ઉપર થઇ ગામની આજુબાજુ બીજો ફેરો મારવાના વિચાર સાથે આગળ વધ્યાં ત્યાં કેડી ઉપરની ચહલ પહલથી તે એક ઝુફાની આડ લઇ છુપાય ગયા ,કોઈ સ્ત્રી ખંડેર તરફ જઈ રહી હતી,ગજબ થયું હોય તેમ, બારીકાઈથી જાણવાનો પ્રયત્ન કર્યો,કોણ હશે..? સ્ત્રી જરૂર હતી,એટલે પ્રથમ તેમના મન ઉપર તેની બચાવ માટેના વિચારો જાગ્યા, દુર સુધી કેડી ઉપર તથા ખંડેર ઉપર તેમણે બારીકાઈથી જોઈ લીધું,બધું બરાબર જણાયું પણ, આટલી રાતે પહેલો બનાવ હતો કે જેમાં કોઈ સ્ત્રી આ રીતે ઘરની બહાર હતી,શું હેતુ હશે, અનેક આડા અવળા વિચારોએ સ્થાન લીધું,કઈ પણ હોય શકે,ગામમાં ક્યારેક નવરી સ્ત્રીઓ કેટલીક વખત દોરા ધાગાને ભક્તિની આડમાં કોઈ વહેમવમળમાં ખેચાઈને ખોટા પગલા ભરી દુખી થતી હોય છે,ડાકણ ભૂત થી ભડકાવીને ઘણા ભુવા પેટ ભરતા હોય છે,અને આવા કોઈ રોગનો આ સ્ત્રી ભોગ બની હોઈ શકે...!નહિ તો આટલી રાતે ગમે તેટલી હિંમત હોઈ તો પણ આવી રીતે સુમસામ કેડી ઉપર ભયાનકતાની સમજ હોવા છતાં જવું, રામલાલે પરિસ્થિતિને એકવાર પડકાર કરવાનો વિચાર કર્યો ,પણ બીજી પળે ચુપ રહી તેને પસાર થવા દીધી,અને તેનો છુપાતા છુપાતા પીછો કર્યો,ખંડેર સુધી પહોચી તે તેમાં પ્રવેશી ગઈ,પછી રામલાલની નઝર બહાર થઇ ગઈ,ખંડેરના અંધારામાં ઓજલ થઇ ગઈ,ખંડેરનો વિસ્તાર બહુ નાનો હતો અને આટલા વર્ષોની રખેવાળીમાં રામલાલને તેના ખૂણે ખુણાની માહિતી હતી, એટલે જેટલું નજીક જવાય તેટલું નજીક જઈ,માહિતી લેવાનો તેમણે નિર્ણય કર્યો,એક વાત તો નક્કી હતી,કે રામલાલ આજે આ બાજુ હતા એટલે આ સ્ત્રી કોઈ અણબનાવ થી રક્ષિત હતી ,નહિ તો રાતની આ વાત ગમે તે બની શકે, એકવાર રામલાલને પણ થોડી ભયની કંપારી છૂટી ગઈ,કદાચ કોઈ અગોચર દુનિયાનો જીવ પ્રગટ થયો હોય તો, જીવન પછીનો ભાગ કે જે આત્મ તત્વ છે તે દુનિયાની સમજ મુજબ અમર હોય છે અને અંતિમ ઈચ્છા ને વશ થઇ તેની ગતિ ન થઇ હોય તો તેની તાકાત પણ ખુબ વધી જતી હોય છે,ક્યારેક તેની તાકાતને વાવાઝોડા સાથે પણ સરખાવી છે,એટલે વિવેકી રામલાલે પોતાની જાતને ખંડેરમાં જતા રોકી,પણ પોતાની નજર જ્યારથી તે સ્ત્રી ઉપર પડી ત્યારથી અત્યાર સુધીનો વિચાર કરતા રામલાલને મનુષ્ય દેહના ચિન્હો નજરે પડ્યા અને હિંમત કરી તેમણે પણ પુરાણા ખંડેરમાં પ્રવેશ કર્યો, સાવચેતીની જરૂર હતી પણ રખેવાળીમાં બધું આપમેળેજ આવી જતું હોય ,આજુબાજુ જોતી તે સ્ત્રી એક બેઠક ઉપર પગની આજુબાજુ હાથ વીટાળી ખંડેરથી આગળ જતી કેડી તરફ નજર કરતી બેસી ગઈ,રામલાલ પોતાને છુપાવતા ,તેની નજીકની દીવાલ પાસે પહોચી ગયા,પણ અંધારામાં હજુ સ્ત્રીની ખબર પડતી નહોતી,એકદમ તેની સામે જવું તે પણ ઠીક ન હતું, તેથી તેને ગભરાઈને બેહોશ થઇ જવાનો ડર હતો,એટલે કોઈક બીજા પ્રયોગથી પોતાની હાજરીનો અનુભવ કરાવવાનો વિચાર કરી એક પથ્થર તેની દિશામાં ફેક્યો,એકદમ પોતાને સાવચેત કરી તેણે પોતાને દીવાલની આડમાં છુપાવી દીધી,હવે આવેલા પથ્થરની દિશામાં તે જોવા માંડી, અને તે ઘડીએ રામલાલે તે બેઠી હતી ત્યાં જઈ કહ્યું ,"બેન, મારાથી ડરવાની જરૂર નથી,હું રામલાલ છું,ગામનો રખેવાળ"ઓળખ આપવા છતાં તે સામે ન આવી "જુઓ હું આપને વચન આપું છું,અને સાથે સચેત પણ કરું છું,આટલી રાતે એકલા નીકળવું સારું નથી,"અને રામલાલને રડવાનો અવાજ સંભળાયો ,એટલે મજબુરીથી તેમને જવું પડ્યું તે સ્ત્રી જયા છુપાઈ હતી ત્યાજ બેસીને રડી પડી, હવે રામલાલ તેની નજીક ગયા,"શું દુખ છે બહેન,મને કહો ,હું વચન પાળીશ,કોઈને નહિ કહું," અને પોતાના પગ ઉપરથી છુપાવેલો ચહેરો ઉંચો થયો અને રડવાના આક્રંદ સાથે "રામુકાકા " કહી તે રામલાલને વળગી પડી, “ઓહ,ગૌરી, ગૌરી બેટા,આ પહેલા તો તું ક્યારેય દુખી નહતી અને આટલું બધું રડવાનું ,શાંત થા બેટા,મને માંડીને તારા દુઃખનું કારણ કહે,અંધારામાં તારી ખબર ન પડી બેટા,શાંત થા મને તારા બાપની જગ્યાએ માનીને કહે બેટા,હું તને જરૂર મદદ કરીશ,અને ધીરે ધીરે ગૌરી શાંત પડી , રામલાલની આંખોના છેડા પણ ભીના થયા."ઘેર ,તારી માં તો બરાબર છેને બેટા અને તને આટલી રાતે એકલી કેવી રીતે નીકળવા દીધી,"રામુકાકાના વચન અને સહારામાં ગૌરીને વિશ્વાસ બેઠો એટલે તે બોલી "કાકા,મારું અહી આવવું જરૂરી હતું"અને આંસુ લુછતા તેણે રામુકાકાને કહેવા નક્કી કર્યું,પોતાની અંગત વાત હતી એટલે કહેતા પહેલા વિચાર કરવો ખુબ જરૂરી હતો,એકલી આવી હતી પણ હવે રામુકાકાની હાજરી હતી અને વાત છુપાવવાથી પણ નુકશાન હતું,રામુકાકા રખેવાળ હતા,પણ ઘણા વખતથી ગૌરી તેમને જાણતી હતી અને ગામમાં પણ લોકોમાં તેમની સારી છાપ હતી,ઉત્તર બાજુથી કામની શોધમાં આવેલો આ માણસ આ ગામમાં લોકો
સાથે ઘણોજ ભળી ગયો હતો,ગમે તેમ પણ ગૌરીને પોતાની અંગત વાત રામુકાકાને જણાવવામાં કોઈ વાંધો દેખાતો ન હતો. અને પોતાના અંગત સવાલની તેણે રજૂઆત કરી ,"ત્રણ વર્ષ પહેલા એક યુવાન કે જે આ ખંડેરમાં આરામ અર્થે રોકાયો હતો ,અને હું અને મારી બે સહેલીયો સુકી ડાળીઓ અને ગોબર ભેગી કરતી અહી આવી હતી અને આ યુવાનનો ત્યાં ભેટો થયો,સહેલીયોના સમજાવવા છતાં,આ અજાણ્યા યુવાનમાં મારું મન પરોવાયું,સહેલીયો મારી જીદથી નારાજ થઈને જતી રહી અને યુવાન સાથે થોડો સમય પસાર થયો, તે વેપારી હતો,લાંબી વાતચીત ન થઇ પણ અમારા બંનેની આંખોએ સબંધ બંધાયો,ફરી કોઈ ચાંદની રાતે આવવાના વચન આપી તે જતો રહ્યો, ત્યારથી એક વર્ષ સુધી અહી દર પૂનમે હું આવી એની રાહ જોતી,થાકેલી માં સુતા પછી હું ઘરની બહાર બધાથી નજર બચાવતી નીકળી જતી,પછીતો મારી સહીલીયોએ પણ સંબંધ કાપી કાઢ્યા ને મારી માએ ગામ અને નાતમાં છોકરા શોધવા પ્રયત્ન કર્યા,પણ ગામમાં આ બનાવ પછી મારું નામ વગોવાયું,અને કોઈ સાથ આપતું નથી ,માં પણ હવે થાકી ગઈ છે,કંટાળીને હિંમત ભેગી કરીને આજે પણ આવી ,યુવાન તો ન મળ્યો પણ પ્રેમથી વાત કરવાવાળું કોઈ મળ્યું, મને વચન આપ્યું છે તો કાકા સાથ પણ આપજો ,નહિ તો આ ગામ મને મરવાની ફરજ પાડશે " અને ચોધાર આંસુએ તે રડી પડી,રામલાલ પણ વાત સાંભળી થોડા ક્ષોભમાં પડ્યા અને ઊંડા વિચારમાં સરકી પડ્યા,ગૌરીની વાતમાં ઘણું સત્ય હતું પણ ગૌરીને સાથ આપતા બીજી ઘણી મુશ્કેલીયોનો સામનો ઉભો થયો,અને અત્યાર સુધી જે ગામ તેમને ઓળખતું હતું તે આવતી કાલથી ભૂલવા માંડશે અને પછી તો તબાહી તબાહી,પણ વચનથી બંધાયા પછી વચન
ભંગ રામલાલને માન્ય ન હતો અને ગૌરીને સાથ આપવાનું નક્કી કર્યું પછી ગમે તે થાય,અને ગૌરીને હાથ પકડી ઉભી કરતા કહ્યું," હું સાથ આપીશ બેટા ચાલ,તારે વધારે હવે રડવું નહિ પડે,હું તને ઘરે મૂકી દઉ "અને અત્યાર સુધી તૂટી પડેલી ગૌરીના ચહેરા ઉપર ખુશીઓની લહેર દોડી ગઈ,જીવવાનો સહારો મળ્યો,જતા જતા ગૌરીએ એક સવાલ રજુ કર્યો
"કાકા, હજી મને એ યુવાન મળશે.....?"
જવાબમાં રામલાલે આછા હાસ્યથી કહ્યું"તું એવી વ્યક્તિના શોધમાં છે કે જેનું નામ નથી,ઠેકાણું નથી,થોડા સમયનું મીઠું સ્વપ્નું તને પરેશાન કરતુ ગયું છે પણ તારો સાચો પ્રેમ હશે તો જરૂર આવશે,અને બેટી કહી છે તો હું તેને શોધવામાં મદદ કરીશ બંને સાથે શોધીશું "અને આમ ગૌરીએ રામલાલના સાથથી શાંતિનો શ્વાસ લીધો , બીજા દિવસની સવાર થઇ ,રામુકાકા મુકીને ગયા પછી પહેલીવખત ગૌરી શાંતિથી ઊંઘી હતી,માં જયારે ઉઠી ત્યારે ગૌરીના કાયમ નાખુશ લાગતો ચહેરા ઉપર
લાલીમાં જોઈ એટલે માએ ટકોરે કરી ,
"આજે કઈ નવું કરવાની છે કે આટલી ખુશ છે,કામ ઘણું પડ્યું છે "
"માં ,મારી કોઈ ખુશી પણ ગમતી નથી,કામ રોજ તો કરું છું "
"સારું,હવે જીભાજોડી કર્યા વગર કામે લાગ "
ગૌરી કઈ બોલી નહી,પણ બારણું કોઈએ ઠોક્યું અને માંડીએ જાતે જઈને બારણું ઉઘાડ્યું ,ગામનો કોતવાલ પંચાયતનો સંદેશો લાવ્યો હતો,
"માડી,પંચને કેટલાક ખુલાશા જોઈએ છે એટલે તમારા બંનેને આવવાનું છે"
"બધા પાછળ પડી ગયા છે,હવે અમે શું કર્યું ...?"અને માંડીએ ગૌરી સામે જોયું ,ગૌરી નીચું જોઈ ગઈ
"સારું ,આવીશું" અને બારણું બંધ કરી ગૌરીનો હાથ પકડી બોલ્યા
"છોરી,કઈ થયું હોય તો અત્યારે કહી દે,રસ્તો સુઝે.."
"માડી ,કઈ નથી થયું,...."
"આ ઘરમાં ક્યારેય શાંતિ આવવાની નથી ...."
અને કુધાપો કરતા બંને માં-દીકરી કામે લાગ્યા,ઘડીક માટે આવેલી ગૌરી ની ખુશી ઉપર ફરીથી ચિંતાઓનો ઢગલો
થયો. સાંજ પડી પંચ ભેગું થયું ગામલોકોની હાજરી વચ્ચે ગૌરી તેની માં અને રામલાલ પણ હતા,પહેલો પ્રશ્ન રામલાલને થયો "રામલાલ,ગામ માટે રખેવાલી માટે બધાને માન છે પણ ગઈ રાતે કેટલાકે તમને ગૌરીસાથે ખંડેરની કેડી ઉપર આવતા જોયા હતા અને ગૌરીનો હાથ તમારા
હાથમાં હતો ,તો આ અંગે તમારું શું કહેવું છે? "
"એ તો મારા બાપા જેવા છે,કોઈને વગોવતા પહેલા થોડો તો વિચાર કરો
" ગૌરી એ મોટેથી કહ્યું અને માડી સામે જોયું પણ માંડી પણ સાદ્લાનો છેડો મોઢા પર ઢાંકી માથું હલાવતી હતી.
"ગૌરી,તને પૂછવામાં આવે ત્યારે બોલવાનું ,વચ્ચે બોલવાનો દંડ થશે "મુખ્યાએ ખુલાશો કર્યો.
"રામલાલ,જવાબ આપો "મુખ્યાએ કહ્યું "હા,એ સાચી વાત છે, પણ હું રખેવાળ છું ,મારી રખેવાળીમાં એક દીકરી જેવી દુખી ગૌરીને તેના ઘરે સહી સલામત પહોચાડવામાં તમને મારો કોઈ દોષ દેખાયો, આટલા વર્ષો પછી તમને વિશ્વાસ નથી "
"પણ રામલાલ જે લોકો એ જોયું ,તેમના વર્ણન મુજબ ગૌરી સાથે તમે જે કહો છો તે કરતા વધારે પડતા સંબંધો પંચની નજરોમાં છે,તમે સાબિત કરો કે તમે નિર્દોષ છો "
"શું સાબિત કરું..?,કોઈએ કહ્યું ને તમે માની લીધું,મેં જે તમને કહ્યું તેજ મારું સત્ય છે અને તેમાં સાબિત કરવા જેવું કઈ છેજ નહિ,અને છતાં તમને બરાબર ન લાગતું હોય તો પંચનો જે નિર્ણય હોય તે હું ખુશી થી સ્વીકારીશ,બસ આથી વધારે મારે કશું કહેવાનું નથી, માનવ ધર્મ મારા માટે બહુ મહત્વનો છે." રામુકાકાના સચોટ નિર્ણય અને જવાબથી પંચના સભ્યોમાં અસર પડી ,બધાએ ભેગા થઇ પંચના મુખ્યાને નિર્ણય કહ્યો,ગૌરી તથા તેની માંને પણ આ અંગે પ્રશ્ન પુછાયા,તેની માં એ તો આખો દિવસ કામ કર્યાથી થાકી જવાથી આ બધું ક્યારે બન્યું તેની કંઈજ ખબર ન હોવાનો ખુલાશો કર્યો,પણ ગૌરી રામુકાકાએ જે કહ્યું તેને વળગી રહી ,પંચે રામુકાકા તથા ગૌરીના જવાબનો અનાદર કરતા તડીપારનો દંડ કર્યો,ગામના લોકો પણ પંચના નિર્ણય સાથે સંમત ન થયા,એક જુવાને તો મોટા આવઝ્થી કહ્યું, "અત્યાર સુધી પંચનો નિર્ણય માથે ચઢાવ્યો છે પણ રામુકાકાને ખોટી રીતે બલીનો બકરો બનાવાયા છે ,તેમના ગયા પછી કોણ એવું છેકે ગામની સાચવણી કરશે,ચોરી લુટ વધી ન જાય તો મને કહેજો,અને હું ચમન જો પંચ તડીપારનો નિર્ણય પાછો લેતું હોય તો,ગૌરી સાથે વિવાહ કરવા તૈયાર છું,પંચને શાંતિથી ફરીથી વિચારવા વિનંતી " પંચે યુવાનની વાત સાંભળી તેની વાતની ગંભીરતાનો વિચાર કર્યો,અને ગૌરી તરફ મુખ્યાએ ઈશારો કરી તેને પૂછ્યું,પણ ગૌરી નીચું જોઈ ગઈ,રામુકાકાને પણ યુવાનની વાત બરાબર લાગી,ગૌરી ઉપર તેની માએ પણ દબાણ કર્યું,પણ ગૌરીએ બધાને પોતાનો નિર્ણય જણાવતા કહ્યું, "હું એક વખત મારું દિલ દઈ ચુકી છું, અને તેની હું રાહ જોઇશ,મારા માટે કોઈને ભાવ જાગ્યો તેમનો આભાર, પણ મને તે મંજુર નથી "અને ગામલોકોને પણ ગૌરીની આ વાત ન ગમી ,માએ ફરી દીકરી ઉપર કુધાપો કર્યો અને ન કહેવાના શબ્દો ગૌરીને કહ્યા,રામુકાકા સિવાય ગૌરીના નિર્ણયનો વિરોધ થયો અને બીજા દિવસની સવારે રામુકાકા અને ગૌરીને ગામ છોડવું પડ્યું, આ પછી રામલાલ તેમજ ગૌરીએ બાજુના મોટા ગામમાં કામ માટે શોધ ચલાવી અને રામલાલને ચોકીદારની નોકરી મળી ગૌરીને પણ પૈસાદારને ત્યાં ઘરના કામ કરવાની નોકરી મળી ,અને આવી રીતે એકાદ વર્ષ પસાર થયું,પોતાના ગામમાંથી ક્યારેક કોઈ બઝારમાં મળી જતું,ત્યારે રામલાલને ત્યાની ખબરો મળતી,જયારે ગૌરીને કહેતા ત્યારે ગૌરી માના સમાચાર જાણવા ખુબ આતુર થતી અને એક દિવસ પંચના મુખ્યા શમ્ભુકાકા રામલાલને મળવા આવ્યા,રામલાલ ખુબ અચંબામાં પડી ગયા,પહેલાતો ગામમાં વધી ગયેલા ચોરી લૂટના બનાવ અંગે જણાવ્યું અને ફરીથી પંચે તેમની સજા માફ કરીને પાછા ગામમાં આવી જવાનું સુચન કર્યું,રામલાલ તેમને ઘેર લઇ ગયા અને ગૌરીને આ અંગે પૂછ્યું પણ ગૌરી નારાજ હતી,કેમકે શમ્ભુકાકા જાણતા હતા છતાં પંચના દબાણથી સજા કરી હતી એટલે રામુકાકાને જવા અંગે તે સહમત થઇ પણ પોતે જવા રાજી ન હતી,રામુકાકાએ સમજાવી પણ પોતાના નિર્ણયમાં ફેરફાર ન કર્યો, આખરે શમ્ભુકાકાએ એક વાત કહી કે એક માણસને પુરાના ખંડેરમાં વારે ઘડી આવતો હોવાથી ગામની હદમાં પંચ સમક્ષ હીરાશતમાં લઇ રાખવામાં આવ્યો હતો અને ગામની બે છોકરીઓએ તેને ઓળખી બતાવ્યો હતો ,ત્યારે ગૌરીની ખુશીનો પાર ન રહ્યો અને રામલાલે અને સમ્ભુકાકાએ હસીને ગૌરીને આશીર્વાદ આપી દીધા,
"હવે તું ઓળખી બતાવ એટલે કરીએ કંકુના ..."સમ્ભુકાકાની વાતથી ગૌરી શરમાઈ ગઈ,આ પછી ગામમાં શરણાઈ વાગી,ઢોલ ધબૂક્યા ,પૂનમની રાતે ગૌરીની માએ પહેલી વખત સુખનો અનુભવ કર્યો, ચાંદની રાતના ચંદ્રની હાજરીમાં ગૌરીએ પ્રભુતામાં પગલા માંડ્યા.

સમાપ્ત

Saturday, December 3, 2011

સંત સમાગમ ( બોધ કથા )




સંત સમાગમ
-મહેન્દ્ર ભટ્ટ

સંત સમાગમ જીવનના શાંતિમય સ્થાનને પ્રાપ્ત કરવા ઘણો અગત્યનો છે,સત્સંગથી જીવન આધ્યાત્મિકતામાં ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરે છે,સંસારમાં રહીને સતત શાંતિ માટે ફાફા મારતા મનને થોડી રાહત મેળવવા સત્સંગ જરૂરી છે,અને તેને માટે મનને જગાડવું પડે છે ,શરીર તો સમયની સાથે ના ફેરફારોમાં પોતાની સ્થિતિ બદલતું રહેવાનું છે,પણ મન તંદુરસ્ત હશે તો તેને બધી જ સ્થિતિઓમાં મદદ મળી રહેશે અને આત્મા કે જેને સમગ્ર દુનિયાએ અમર કહ્યો છે તેને જે શરીરમાં તેનું સ્થાન છે ત્યાંથી પરમાત્મા તરફ ની ગતિમાં શાંતિમય રીતે પ્રસ્થાન કરવા ખુબ સરળતા પડશે, કોઈને ખબર નથી આ શરીર છૂટ્યા પછીની સ્થિતિનું ,પણ માનસ ની એ બીમારી છે કે તે પછીને જાણવા સતત પ્રત્નશીલ રહે છે,કેટલાય પ્રયોગોમાંથી પસાર થઇ ગમે તે રીતે જાણવાની આ હોડ ભયાનક સ્થિતિ ઉભી થયે પણ રોકાતી નથી, સંત સમાગમથી તેની એ સ્થિતિમાં જરૂર મદદ મળે છે,બાકી દુનિયાની આજની સ્થિતિ તનાવોથી એટલી બધી ભરાઈ ગઈ છે કે ભયાનકતા ગમે ત્યારે સ્થાન લઇ શકે છે અને ત્યારે મન શાંત હશે તો શરીરની ગેરહાજરીમાં પણ આત્માની પરમાત્મા તરફની ગતિમાં અટકાવ નહિ આવે,ગમે તે સંતનો સમાગમ
કે સત્સંગ પરમાત્માને જ જાણવાના રસ્તા બતાવે છે અને તે માટે મનને શાંત કરવાની જરૂરીયાત પર ખુબ ભાર
મુકે છે, એક વખતની બની ગયેલી કોઈ ઘટનાને ઘણા સંતોએ રજુ કરી છે, ઘણી વખત પરમાત્મા પણ તેના કોઈ પણ સ્વરૂપમાં ગમે ત્યારે ગમે તે ભક્તને પોતાની ભક્તિના પ્રસાદ રૂપે ભક્તની ઈચ્છા રૂપ દર્શન આપી તેના જીવનનો ઉદ્ધાર કરી દેતા હોય છે,એક ગામમાં એક જુવાન જયારે પણ જમણવાર હોય ત્યારે અઢાર લાડવા ખાઈ જતો,તેની ખાવાની આ રીતથી ગામલોકોને ત્રાસ થતો,પણ ગામનું માણસ એટલે તેને દુ:ખી ન કરાય પણ એક વખત એક સાધુ ગામમાં આવ્યા ત્યારે તેમને ચેલાની મદદની જરૂરત હતી,આમતો તેઓ ગામેગામ ફરતા અને તેમને ભિક્ષા પણ ખુબ મળતી,સાધુનું કામ જીવનને ભક્તિમાં પરિવર્તન કરવાનું એટલે 'સાધુ તો ચલતા ભલા ' એ નિયમ મુજબ તેઓ ફરતા ફરતા આ ગામમાં આવી ચઢ્યા,ગામના લોકો માટે સત્સંગ થયો અને તેમની જરૂરિયાતમાં ભિક્ષામા ચેલાની મદદ માટેની રજૂઆત થઇ ત્યારે ગામના ઉપરી એ બહુ ખાતા એ યુવાનને ચેલા તરીકે પૂછ્યું,યુવાને સાધુની મદદ કરવા સંમતિ દર્શાવી પણ સાથે પોતાની શરત રાખી કે 'ગુરુજી હમ મદદમેં આપકા સબ કામ કરેગા મગર શરત ઇતની કે હંમે અઢી શેર આતા હર અગીયાસકો આપકો દેના પડેગા,લાડુ બનાંકે ખાયેગા,અપવાસ હમ નહિ કરેગા વો આપકા કામ, મગર ખાના ભી હમ પકાયેગા 'સાધુને પણ યોગ્ય લાગ્યું, આ ઉમરમાં ઝોલીનો ભાર ઉચકવો ને ખાવાનું કરવામાં પણ મદદ એટલે યુવાનને ચેલો બનાવી દીધો ,પછીતો
રોજ સાધુ સાથે ફરવાનું અને ખાઈને મઝા કરવાની,બંનેને એકબીજા માટે ફાવતું આવી ગયું પહેલી અગિયારસ આવી અને ગુરુએ અઢી શેર લોટ ચેલાને લાડવા બનાવવા આપી દીધો,અને ગુરુજી તો અગિયારસ કરે એટલે એમના માટે જુદું અગિયારસનું ખાવાનું થયું અને ખાવાનો સમય થયો ગુરુને ભોજન પરોસી ચેલાએ પોતા માટે ખાવાનું કાઢ્યું , લાડવાનું ભોજન જોઇને ઉત્સાહમાં આવી ગયેલો ચેલો ભૂખ સંતોષવા આગળ વધ્યો ત્યાં
ગુરુજીના અવાઝ્થી રોકાયો, 'બેટા ભોજન કરનેસે પહેલે હમારી બાત સુનોગે ?'રોકાયેલો ચેલાને મનમાં થયું ,ગુરુજીએ તો પેટ પુંજા કરી લીધી હતી , હવે મને કકડીને ભૂખ લાગી છેને ગુરુ ને વાત સંભળાવવી છે પણ ગુરુની વાત ટાળી પણ ન શકાય 'હા હા,જરૂર સુનેગે'અને ગુરુજીએ કહ્યું" બેટા, ભોજન કરનેશે પહલે ઠાકુરજીકો ભોગ લગાકે બાદ ખાના "બસ ગુરુજી તો આદેશ આપીને જતા રહ્યા અને ભૂખથી આઘોપાછો થતો ચેલો લાડવાની ભરેલી થાળી ઠાકુરજીનું મંદિર હતું ત્યાં લઇ ગયો,ગુરુજીની આજ્ઞાનો અવરોધ પણ ન થાય અને દુર એક ઝાડની નીચે બેઠક હતી ત્યાં બેસી ગયો,થોડીવાર રાહ જોઈ પણ કોઈ ફેરફાર ન દેખાયો,પછી ત્યાંથી બેઠા બેઠા બુમો પાડવા લાગ્યો,"ઓ ઠાકોર ખાવું હોય તો ખાય લો મને તો કકડીને ભૂખ લાગી છે"પણ કોઈ ફેરફાર નહિ ફરીથી જોર કરીને બુમ પાડી" ઓ ઠાકોર હવે એક વખત વધારે કહીશ, નહિ આવો તો આપણાથી વધુ ભુખું નહિ રહેવાય ,કહી
દઉ છૂ આપણે તો ખાઈ લઈશું પછી ભલે ગુરુજી દંડ આપે"અને છતાં કઈ ફેરફાર ન થયો એટલે છેલ્લે ફરીથી
બુમ પાડી "ઓ ઠાકોર હવે ખાઈ લો નહિ તો તમારો સમય પૂરો ને આ થાળી મારી "અને કહેવાય છે કે ઠાકોરજીનું ત્રણ વખત નામ પડ્યું અને ચેલાની અજાયબીમાં ઠાકોરજી પ્રગટ થયા અને થાળી આરોગવા માંડી એટલે ચેલો ઉભો થઇ ગયો "લો આ તો આવી ગયા,એમ શરમ વગર ખાવા ન મંડાઈ "અને ઠાકોરજી એ કહ્યું " બેટા તે તો મને કહ્યું..."અને ચેલો ચોટલી ઉપર હાથ ફેરવતો બોલ્યો"હવે આવ્યા છો તો ખાઈ લો,પણ મારો વિચાર કરજો અને ચેલો ફરીથી બેસી ગયો ,"તથાસ્તુ " એવું ઠાકોરજી બોલ્યા અને થોડીવારમાં ભોજન કરી અંતર્ધ્યાન થઇ ગયા ,ચેલો તો ઉભો થઈને પહોચ્યો થાળી પાસે,એક લાડવો અને બીજી બધી પીરસેલી વાનગી થોડી થોડી બચી હતી,અને તુલસીના પાન ,આજુબાજુ જોયું,બધું ખાઈ ગયા , અને જતા રહ્યા પણ કોણ હોય ,તે તેને સાંભળે,ચેલાએ
મને કમને જે બચ્યું હતું તે ખાધું,ગુરુજી જયારે આવ્યા ત્યારે ચેલાને નિરાશ જોઈ પૂછ્યું "ક્યાં હુઆ
બેટા સબ કુછ ઠીક થાક તો હૈ ."અને ચેલો વરસ્યો "અરે કુછ ભી થીક થાક નહિ હૈ,અબસે દુસરી અગીયારસકો પાંચ શેર આટા ચાહીયેગા " ગુરુજી અચરજમાં પડ્યા પણ તરત કહ્યું "હા તો ઇસમે કોનસી બડી બાત હૈ પાંચ શેર આટા લે લેના ,મગર બેટા હુઆ ક્યાં...?"અને ચેલાએ કહ્યું "ક્યાં ન હુઆ ઐસા પૂછીએ,વો ઠાકોરજી ,જીસકો આપને
ભોગ લગાનેકો બોલા થા,વો સબ ખા ગયા,ઔર મેરે લિયે એક લાડુ ઔર તુલસીકે પત્તે છોડ ગયા..."અને ચેલાની વાત ગુરુજીને ગળે ન ઉતરી,અને હસ્યાં ચેલાને ગમે તે રીતે શાંત કર્યો.,પણ ગુરુજીનું મન પણ અગોચરની વાતથી થોડું પ્રભાવિત થયું,થોડા સમય પછી સુદની અગિયારસ આવી અને ચેલાએ પાંચ શેરના લાડુનો ભોગ લગાવ્યો અને ફરી ગુરુજી તો ફરાર આરોગી ત્યાંથી ગયા અને ચેલાએ તો ગુરુનું વચન માથે ચઢાવી પેલા ઝાડની નીચેની બેઠક પરથી ઠાકોરજીને ભોગ લેવા માટે બુમો પાડવા માંડી ,બે વખત પછી ત્રીજી વખતે ચેલો બુમ પાડવા જતો હતો અને સ્વર્ગમાં ઠાકોરજીને ખુબ ખુશ જોઈ લક્ષ્મીજીએ કારણ પૂછ્યું, તો કહ્યું "પ્રિયે ,મારી ખુશીનું કારણ જાણવું હોય તો તૈયાર થઇ જાવ,એક ભક્ત ભોગ લગાવીને બેઠો છે,અને આજે તારે પણ સાથ આપવાનો છે."પ્રભુ, ભક્ત તમારો છે ને હું આવીશ તો એને તકલીફ નહિ પડે ,"અને પ્રભુએ હાથ પકડીને કહ્યું"ચાલો આ ત્રીજી વારની બુમ પડી બીજી વાત પછી,આજે ભક્તની કસોટી"અને લક્ષ્મીજી કઈ સમજે એ પહેલા ઠાકોરજીના ખેચાણમાં
ખેચાઈ ભક્તની ત્રીજી બુમે ભોગ સામે હાજર થયા,અને ચેલો તો હડફ લઈને ઉભો થઇ ગયો ,"આવ્યા તો આવ્યા પણ સાથે એમનેય લઇ આવ્યા,વાહ માની ગયા ઠાકોરજી તમને " પણ ઠાકોરજીના ભક્તને જોવાના ધ્યાનમાં લક્ષ્મીજી મગ્ન થયા ,"અરે ભક્તના ભોગને આરોગો,'અને લક્ષ્મીજી ક્રિયાશીલ થયા "હા હા,જમી લો ને છોડજો થોડું ભગત માટે " અને ચેલો અદબ વાળીને બેસી ગયો ,ફરીથી ભગવાને કહ્યું "તથાસ્તુ" અને લક્ષ્મિજી તો હસી પડ્યા, ભક્ત માટે થોડો પ્રસાદ રાખી ફરીથી પ્રભુ લક્ષ્મીજી સાથે અંતર્ધ્યાન થયા, ચેલાએ ફરીથી બચેલો પ્રસાદ ખાઈ મન મનાવ્યું,ગુરુજી આવ્યા તેમને ચેલાની સ્થિતિનો ખ્યાલ આવી ગયો અને ચેલો કઈ કહે તે પહેલા ગુરુજી
બોલ્યા"મૈ સબકુછ સમઝ ગયા ,ઠાકોરજી સબ ભોગ ખા ગયે " અને તેના ખભાપર હાથ મૂકી સમજાવવા
જતા હતા ત્યાં ચેલો બોલ્યો "અરે ,અકેલે ઠાકોરજી નહિ સાથમે અપની પત્નીકો ભી સાથ લે આયે થે ,ખા ગયે સબકુછ ને છોડ ગયે પરસાદ,માલુમ નહિ અબ કબ પુરા ખાના મીલેગા,આપકો અબ સાડાસાત શેર આટા દેના પડેગા ". ગુરુજી આ વખતે ચેલાની વાતથી હસ્યાં નહિ પણ અડધે સુધી તેની વાતમાં સચ્ચાઈ દેખાવા માંડી ગમે તેમ કરી ફરીથી ચેલાને શાંત કર્યો અને બીજી અગિયારસે જાતે હાજર રહેવાનું મન મનાવ્યું,સમય પસાર થયો અને ફરી અગિયારસ આવી આ વખતે ચેલાએ બે થાળી ભરીને ભોગ લગાવ્યો જોઈએ હવે બે જણા કેટલું ખાય છે,આ વખતે તો થોડું પેટ ભરાશે એવા સંતોષથી તે ફરીથી ઝાડની બેઠક ઉપરથી બુમો પાડવા માંડ્યો ગમે તેમ પણ તેનો અવાઝ થોડો ભગવાન માટે માનભર્યો હતો,અને ગુરુજી ફરાર કરી જતા નહોતા રહ્યા પણ ઝાડના થડની આડમાંથી છુપાઈને ચેલાની સચ્ચાઈને જોતા હતા બે બુમો પડી અને ત્રીજીનો વારો હતો ત્યાં ફરીથી સ્વર્ગમાં હલચલ મચી ,ભગવાનના કુટુંબને પૃથ્વી ઉપર જતા જોઈ ,શંકર-પાર્વતી તેમજ બ્રહ્મા-બ્રહ્માણીને આશ્ચર્ય થયું અને
વાત જાણવા પ્રભુ પાસે આવ્યા અને પ્રભુએ સત્ય જાણવા તેમને પણ કહી દીધું "જાણવું હોય તો ચલો સાથે "અને આમ ત્રીજી ભક્તની પોકારે ત્રિ-દેવ તેમના કુટુંબ સાથે નીકળી પડ્યા અને ગોઠવાઈ ગયા ભોગની આજુબાજુ
અને એ જોઇને ચેલો તો ભડક્યો "આટલા બધા,તમે તો બધા ભક્તોના તારક કહેવાઓ છો ,તે મને ભૂખો રાખી રાખીને ખાઈને જતા શરમ નથી આવતી,આટલા બધામાં હવે શું ખાવાનું બચવાનું,થોડી શરમ બચી હોય તો પ્રસાદ છોડતા જજો "અને ફરીથી ઠાકોરજીનો હાથ ઉંચો થયો અને શબ્દ આવ્યો "તથાસ્તુ"અને ગુરુએ થડની આડમાંથી ત્રણે દેવના તેમના કુટુંબ સાથે દર્શન કર્યા અને તે પોતાના ચેલાના પગમાં પડી ગયા અને જયારે ચેલાએ કહ્યું ગુરુદેવ શું કરો છો "અરે બેટા,આજ મુઝે કુછ સમજમે નહિ આતા કે કૌન ચેલા હૈ ઔર કૌન ગુરુ આજ તેરી નિર્દોષ ભક્તિસે મુઝે ભી ભગવાનકે દર્શંનકા લાભ મિલા,આજ તેરી વજહસે મેરા જીવન ધન્ય હો ગયા " અને ગુરુજીની આંખો પ્રભુ દર્શનની ખુશીમાં અસૃસભર થઇ અને તે જોઈ ચેલો પણ રડ્યો ,ભોગની સામે જોયું તો ત્યાં કોઈ ભગવાન નહોતા ખાલી બંને થાળીમાં પ્રસાદીના રૂપમાં એક-એક લાડવો તેમજ તુલસી પત્ર પડ્યા
હતા.અને આમ ચેલાની નિર્દોષ ભક્તિએ ગુરુજીને પણ લાભ મળ્યો,બંને ગુરુ ચેલાએ પ્રેમથી પ્રભુનો પ્રસાદ લીધો. સ્વર્ગમાં" નારાયણ નારાયણ" ના પુકારે હાજર થઇ નારદજીએ ત્રણે દેવોને દેવીઓ સહીત પ્રણામ કરી ભક્ત
અને ભક્તના તારક ભગવાનનો ખુબ મહિમા ગાયો.
સમાપ્ત