એક સ્વીટ બર્ડ
પણ કોઈથી છૂટતું નથી,
બધાને ઊંચું સ્થાન જોઈએ છે,
ખોટું નહિ કહું પણ ક્યારેક પેઈન્ટિંગ પુરુ કર્યા પછી કે કોઈ રચના લખ્યા પછી નામની સહી કરતા મારી રચના કે મેં દોર્યું એવું તો થઇ જ જાય છે,એટલે હું પણ અહમના દોષમાંથી બાકાત નથી,દુનિયામાં જ પાલન પોષણ થયું હોય પછી દુનિયાનો રોગ તો લાગવાનોજ પણ કઈ ખોટું ન થાય અને મિત્રતા વધે,અને કોઈ હસે એટલે આપનો ભગવાન પણ ખુશ,હવે મૂળ વાત પાર આવીયે,આ મારા પઈંટિંગ એક સ્વીટ બર્ડને વાચા આપી હું એક રચનામાં ફેરવવામાં ઈચ્છું છું એટલે તેની વાર્તા કહેવા જઈ રહ્યો છું,જે કદાચ તમને પણ મારા જેવો આનંદ આપે,તમને નથી લાગતું આવો શોખ ગમે ત્યારે ગમે તે વિષય પર,તમને મઝા આપે,તમારા મનને થયું સમાજ સાથે જોડાયેલા કોઈ પણ સંજોગો સાથે તમારે લખવું છે બસ,લઇ લો કલમ અને પેપર હાથમાં અને વહેવા દો મનના તરંગોને,અને રચના તૈયાર,કેટલા બધા વિષયો,આખા જીવન સુધી લખ્યા જ કરો અને એવુજ પેઇન્ટિંગમાં,
તો આ મારા પેઈંટિંગનું સ્વીટ બર્ડ જંગલના એક લીલાછમ ઝાડની એક ડાળી પર બેઠું બેઠું હિલોળા ખાતું હતું અને તેની નજર એક જુવાન ઉપર પડી,આજુબાજુ બીજા પક્ષીઓ પણ ચહેચહાટ કરતા હતા,તે જુવાન કોઈ ચિંતામાં ચાલ્યો જતો હોય એમ લાગ્યું,તે ઝાડ નજીક આવ્યો અને તેને વાચા ફૂટી મોટેથી બોલ્યું
"એ ભાઈ"પેલો હાંફળો ફાંફળો ઉપર નીચે જોવા લાગ્યો અને ગભરાયો.
" એ ભાઈ,અહીં આ ઝાડની ડાળી ઉપરથી હું બોલું છું,મારુ નામ સ્વીટ બર્ડ છે,"
"સ્વીટ બર્ડ"અને તેની નજર ઝાડની ડાળી ઉપર સ્થિર થઇ એક સુંદર પક્ષી તેને કહી રહ્યું હતું તે નવાઈ પામ્યો આ વગડામાં કોઈ તેની સાથે વાત કરી રહ્યું હતું,
"આભાર મિત્ર,હું એકલો અટૂલો પાણી માટે ક્યારનો તલસી રહ્યો છું,ખુબ તરસ લાગી છે,મને પાણી ક્યાં છે તે કહીશ"
"ઓ હો તે મને મિત્ર કહ્યો અને એટલી મદદ ન કરું,ચાલ મારી પાછળ પાછળ આવ,પણ હું ચીસ પાડું તો ઉભો રહી જજે,કેમકે આ વગડો છે મુસીબત ગમે ત્યાંથી આવી પડે,
" સારું સારું હું ચેતી જઈશ" અને તે સ્વીટ બર્ડ ઉડ્યું તે પ્રમાણે તેને જોઈને તે દિશામાં ચાલવા મંડ્યો,પાંચેક મિનિટ ચાલ્યા અને પાણી દેખાયું એટલે તે દોડ્યો પણ તેના મિત્રે ચીસ પાડી,તે એકદમ ઉભો રહી ગયો,જોયું તો જ્યા તેના મિત્રે ચીસ પાડી તે ઝાડ નીચેથી એક લાંબો સાપ પસાર થઇ રહ્યો હતો,તે પસાર થયો પછી તે ફરી ઉડ્યો અને અને એક નાની ખાડીમાંથી વહેતુ પાણી બંને મિત્રો એ પીધું તરસ છિપાતા જુવાન ખુબ સંતોષ પામ્યો,બંને મિત્રો ફરીથી એક ઝાડ પાસે આવ્યા,એક નીચી ડાળી પર સ્વીટ બર્ડ બેઠું ને છાયામાં પેલો જુવાન ઝાડના થડનો ટેકો લઈને બેઠો,બંને વાત કરવા લાગ્યા ,પેલા જુવાને કહ્યું હું ચાલી ચાલીને ખુબ થાકી ગયો છું,વસ્તીમાં પાછા જવું છે પણ રસ્તો મળતો નથી,અને વગડામાં ભટક્યા કરું છું,"
સ્વીટ બર્ડે કહ્યું " તારા નસીબ સારા છે,હજુ તું હેમ ખેમ છું નહિ તો આ વગડામાં ઝોખમો ઘણા છે"
"સારું થયું મિત્ર તું મળ્યો તો ગમે તેમ મને રસ્તો મળશે."
"જરૂર મળશે હું જાણું છું આ વગડો પૂરો થયે એક સડક વસ્તી તરફ જાય છે,"
" તો ચાલ આપણે અતયારેજ ચાલવા મંડીએ તો સાંજ પડ્યે કોઈ ઠેકાણું પડે,"
"તું થોડો આરામ કર અને પછી જઇયે,બહુ દૂર નથી, પણ આ ખભે તે શું ટીંગાડ્યું છે,દૂરબીન જેવું"
જુવાન હસ્યો અને કહ્યું "આ દૂરબીન નથી,આ કેમેરો છે ,જો હું તારો ફોટો લઉં અને છબી બહાર આવશે પછી હું મેગેઝીનમાં મુકીશ,હું એક છબીકાર છું,મારુ કુટુંબ છે મારી પત્ની અને એક નાની દીકરી"
અને જુવાને સ્વીટ બર્ડનો ફોટો પાડયો અને તેને બતાવ્યો સ્વીટ બર્ડ ખુબ ખુશ થયું ,ખુબજ સુંદર હતો જુવાન પણ ખુશ થયો અને સ્વીટ બર્ડને કહ્યું અને ખાતરી આપી હું મેગેઝીનમાં તારો ફોટો મુકીશ અને આપણી કહાની પણ લખીશ,આ દરમ્યાન જુવાનને આરામ પણ થઇ ગયો અને બંને મિત્રો સડક તરફ નીકળી પડ્યા ,અડધા કલાકના અંતરે સડક આવી ગઈ,સડક જોઈને યુવાનમાં સ્ફૂર્તિ આવી,પણ વસ્તીમાં પહોંચતા ચાલતા વાર તો લાગશે જ કોઈ વાહન મળી જાય તો ઝડપથી પહોંચાય પણ વગડા જેટલો અહીં ભય ન હતો,તે જ્યાં સુધી ચાલતો રહ્યો ત્યાં સુધી તેના મિત્રની મદદ મળી પણ થોડા વખતમાંજ મિત્ર બર્ડની વાચા બંધ થઇ ગઈ તે પ્રયત્ન કરવા છતાં વાત ન કરી ન શક્યું,જાણે પેલા મિત્રને મદદ કરવા તેને ભગવાને થોડો સમય વાચા આપી હોય,ગમે તેમ તેને જુવાનને મદદ કરવાનો સંતોષ હતો તે તેના કુટુંબ સાથે ફરી મળી જશે,પેલા મિત્રને એક વાહન મળ્યું એટલે તેણે સ્વીટ બર્ડ ને આવજો કહ્યું પણ પેલા વાહન ઉપર સ્વીટ બર્ડ થોડીવાર ઉડીને તેણે પોતાનો જવાબ આપ્યો,આવજો ન કહિં શક્યું તેનો તેને અફસોસ હતો.અને અહીં આ વાર્તાનું હું પૂર્ણવિરામ આપું છું,મિત્રો આ સ્વીટ બર્ડનું
પેઇન્ટિંગ ૧૬" બાય ૨૦"ના કેનવાસ ઉપર ઓઇલમાં બનાવ્યું છે જે જોયા પછી આપ કથા અને ચિત્ર બંનેનો બમણો આનંદ મેળવી શકશો,ખુબ ખુબ આભાર.
-મહેન્દ્ર ભટ્ટ
No comments:
Post a Comment