નવધા ભક્તિ
સપ્તમ ભક્તિ* सातवँ सम मोहि मय जग देखा। मोतें संत अधिक करि लेखा॥
સાતમી ભક્તિ સમજાવતા પૂર્ણ પરસોત્તમ શ્રી રામજીએ શબરીને કહ્યું આખા જગતને સંભાવથી (સરખા ભાવથી)મારામાં ઓતપ્રોત જોવું,એટલેકે આખી દુનિયાને સમભાવથી રામમય જોવી,અને સંતોને મારાથી પણ વધારે માનવા.
ગુરુ ચેલા સાથે જતા હતા,ગુરુ અંધ હતા એટલે ચેલાની સહાયમાં તે દોરે તેમ ચાલ્યા જતા હતા,જંગલ હતું ગુરુએ ચેલાને કહ્યું બેટા જ્યારે ખાઈ આવે ત્યારે મને કહેજે,ચેલાએ સારું કહ્યું અને જ્યારે ખાઈ આવી ત્યારે ચેલાએ કહ્યું ગુરુજી ખાઈને કિનારે આપણે ઉભા છીએ,તો ગુરુજીએ કહ્યું બેટા મને ખાઈમાં ધક્કો મારી દે,ચેલો વિષ્મય થઇ બોલ્યો એ હું ન કરી શકું ગુરુદેવ,બેટા ગુરુની આજ્ઞાનું પાલન ન કરીશ તો તારે નર્કમાં જવું પડશે,ચેલાએ કહ્યું હું સો વાર નર્કમાં જવા તૈયાર છું અને ગુરુ ચેલાનો નિર્ણય જોઈ પ્રસન્ન થયા અને કહ્યું બેટા,તું ગુરુના પ્રેમમાં મને ધક્કો નથી મારી શકતો તો સકલ જગમાં વ્યાપ્ત પ્રભુ ભક્તને કેમ ત્યજી શકે,એટલે આખા જગતને પ્રભુમય જોવું,પ્રભુનું વારંવાર સ્મરણ એજ જીવનનું ધ્યેય છે,ભક્ત એકચિત્ત થઇ ભક્તિ કરે ત્યારે પ્રભુના કૈક અંશનો પ્રસાદ તેને પ્રાપ્ત થાય છે,
મીરાંબાઈ ને જયારે ગુરુ પ્રાપ્તિ થઇ ત્યારે ગુરુજીએ તેને એક તંબૂર અને ગળામાં તુલસીની માળા પહેરાવી ,ગુરુ જયારે જીવનમાં આવે ત્યારે ભજન લઈને આવે,એટલેકે જીવન કૃષ્ણાર્પણ કરે છે,જ્યા શરણાગતિ થઇ ત્યાં મીરા કહેવા લાગી રામ વિના જગ ખારો લાગે,ભક્તિમય મીરાંબાઈએ ભક્તિમય પદો રચી જીવન સાર્થક કર્યું,રામ રતન ધન પાયો, જૂનું તો થયું રે દેવળ ,ઝેર તો પીધા છે જાણી જાણી ,એ રી મૈં તો પ્રેમ દીવાની વગેરે પ્રસિદ્ધ પદો તેમણે રચ્યા.
આ મીરાંબાઈનો જન્મ રાજસ્થાનમાં,જોધપુર,ચૌકડી ગામમાં પિતા રત્નસિંહને ત્યાં ૧૪૪૮ માં થયો હતો,દાદા દુદાજી પાસેથી કૃષ્ણ ભક્તિ બાળપણથી જ મળી હતી,૧૫૪૭ માં કૃષ્ણ ભક્તિ ગાતા ગાતા જીવનનો ત્યાગ કર્યો હતો,
સત ચિત્ત આનંદ માં આખું જગત વ્યાપ્ત છે,જે જ્ઞાની સર્વમાં ભગવાનને જુએ છે તે સાચો જ્ઞાની છે,ભગવાનમાં માનતા ભક્તનું શરીર એક મંદિર છે,અને તેમાં ભગવાન રહે છે તો ભગવાન કહે છે મારાથી મોટો મારો ભક્ત,ભગવાન સંતો અને ભક્તોને પોતાનાથી વિશેષ સમજવાનું શબરીને જ્ઞાન આપે છે,ભગવાનના વિધાનને ભક્ત જ ઉકેલી શકે છે,જે તપથી અને યોગ થી શક્ય નથી તે ભક્તિથી શક્ય છે.
કુરુક્ષેત્રમાં એક મેળો નિર્માણ થયો,શ્રી કૃષ્ણ દ્વારકાવાસી સાથે આવ્યા, ઉગ્રસેન આવ્યા,યુધિષ્ઠિર આવ્યા,બધા આવ્યા અને નંદ બાબાના શિબિરમાં ઘણા માણસો આવ્યા,નારદજી પણ પહોંચ્યા અને શ્રી કૃષ્ણની પટરાણીઓને કહ્યું અહીં તીર્થમાં આપેલું દાન અક્ષય રૂપમાં મળે છે,તમે જે દાન કરો,જે તમે આ ત્રાજવામાં મુકશો તે દાન રૂપે મળશે,સત્યભામાએ કહ્યું દાનનું ફળ અક્ષય મળે તો શ્રી કૃષ્ણનો સાથ જન્મો જન્મ મળતો રહે તે માટે મારે દાન કરવું છે તો કહેવામાં આવ્યું શ્રીકૃષ્ણને ત્રાજવામા મૂકી દો,તો શ્રી કૃષ્ણ એક ત્રાજવામાં બેસી ગયા અને બીજામાં સંકલ્પ કરી બીજી વસ્તુઓ મુકવામાં આવી પણ શ્રી કૃષ્ણનું પલ્લું ભારે રહ્યું,યુધિષ્ઠિરે રાજ મૂકી દીધું ,સોના ચાંદી અને દ્વારકાની બધી સંપત્તિ મૂકી દેવાય પણ કોઈ વસ્તુ પલ્લું ઊંચું ન કરી શક્યું,ભગવાન કૃષ્ણ એમજ બેસી રહ્યા બલરામના માતાજી રોહિણી જે નંદ બાબા સાથે આવ્યા હતા તેમણે સૂઝાવ મુક્યો કનૈયા ભક્તિની કિંમતે જ વેચાશે,કેટલી મોટી વાત હતી,બીજા પલ્લામાંથી બધુજ કાઢી નાખવામાં આવ્યું,રાધાજીને બોલાવવામાં આવ્યા અને રાધાજીએ ત્રણ વખત શ્રીકૃષ્ણ શરણમ મમ કહ્યું અને એકપાત્રમાં પાણી સાથે તુલસીપત્ર મૂક્યું અને શ્રી કૃષ્ણનું પલ્લું ઉચકાઈ ગયું ,નારદજીએ તુલસીને પ્રસાદના રૂપમાં લઇ ભગવાનને કહ્યું તમો બધાની સાથે મળો અને ભક્તિનો માર્ગ સમજાવો અને નારદ ત્યાંથી જતા રહ્યા,એટલે રાધાની ભક્તિનો મહિમા અધિક રહ્યો,હે નાથ તમે તુલસીને પાંદડે તોરાણા..... સમ દ્રષ્ટિનો સાધક અણુ અણુમાં ભગવાનના સ્વરૂપનું જ દર્શન કરે છે,તે ખૂબ જ ઊંચી ભક્તિ છે.,ભક્ત ભગવાનના ધ્યાન સ્વરૂપનો અભ્યાસ કરતા કરતા અંતર્મુખ થતો જાય છે અને પરમાનંદ માં ખોવાઈ જાય છે,ત્યાં કોઈ નાદ નથી શ્વાસની ક્રિયા પણ ખબર પડતી નથી,અને તેજોમય શક્તિનો અનુભવ થતા ભક્તના શરીરમાંથી આભા બહાર આવવા માંડે છે,એવી શરણાગત ભક્તિને પ્રભુ હંમેશા આધીન રહે છે,
No comments:
Post a Comment