Thursday, March 16, 2017

નવધા ભક્તિ (ષષ્ઠી ભક્તિ)


નવધા ભક્તિ 


ષષ્ઠી ભક્તિ 




छठ दम सील बिरति बहु करमा। निरत निरंतर सज्जन धरमा॥1॥

છઠ્ઠી ભક્તિ કહેતા રામજીએ શબરીને કહ્યું માતા શરીરની ઇન્દ્રિયો પર કાબુ રાખવો,ઇન્દ્રિયો મન પાસે પહેલા જાય છે અને જ્યા તમારું મન તેને પરવાનગી આપે પછી જ ઈચ્છાઓનો બોઝ વધે છે,એટલે મન પર કાબુ કરતા ઇન્દ્રિયો પણ કાબુમાં આવે છે,શરીરને મીઠી ચીજો ખુબ પસંદ આવે છે,આંખો મીઠાઈને જુએ છે અને જીભ પર લાળ ધસી આવે છે,આંખો કોઈ સુંદર વસ્તુને જુએ છે અને તેમાં તરત મોહ પામે છે,જો મન બરાબર હોય તો જેટલું શરીર કે જેને પિંડ કહેવામાં આવે છે તેને અનુકૂળ હોય એટલુંજ ગ્રહણ કરે છે,દરેકની હદ હોય છે,તે પાર કરતા નુકશાન વેઠવાનો વારો આવે છે,મીઠાઈ વધુ પડતી ખવાઈ તો શરીર તેની તંદુરસ્તી ગુમાવે છે,સુંદર વસ્તુ તેના અધિકાર સુધી સુંદર રહે છે,તેના પર
પરાણે અધિકાર જમાવાય તો સમાજમાં આબરૂ ખોવાનો વારો આવે છે,મન શું સારું અને શું નકામું તેનું અનુમાન કરે છે અને તે પ્રમાણે ઇન્દ્રિયો ને છૂટ આપે છે,
ધર્મ પ્રમાણે વર્તવું તે સારી વસ્તુ છે પણ અધર્મનો સહેવાસ કરતા નાશ પામવાનો વારો આવે છે,ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે કે યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત ,ધર્મ એ સારી વસ્તુ છે જયારે જ્યારે પૃથ્વી પર તેનો નાશ થાય છે ,ત્યારે અધર્મ નો નાશ કરવા ગ્લાનિ એટલેકે પ્રકાશના રૂપમાં ભગવાન ખુદ અવતાર ધારણ કરે છે,અને ધરતીને પાપવિહોણી કરે છે.કળિયુગ ચાલે છે અધર્મ વધતો જાય છે,પુરાણોમાં લખ્યું છે તેમ ક્યાંક પ્રભુનો અવતાર થશે,
મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણે  કૌરવોને પોતાની અક્ષૌહીણી સેનાને  આપી અને કહ્યું હું યુદ્ધભૂમિમાં યુદ્ધ નહિ કરું , પાંડવોના પક્ષમાં અર્જુનના સારથી બની રથ હાંક્યો પણ જ્યા ભગવાન ત્યાં ધર્મ અંતે અધર્મ પર ધર્મનો વિજય થયો,
શીલ એટલે સારો સ્વભાવ કે સારું ચારિત્ર્ય તે પણ જેનામાં ધર્મ હોય તેમાં જરૂરથી હોય ,સારા સમાજ માટે આ બધું આવશ્યક છે,વધારે પડતા કામોનો ત્યાગ કરી સંત પુરુષોના ધર્મમાં આચરણ કરવુતે છઠ્ઠી ભક્તિમાં પ્રભુ શબરીને સમજાવે છે,
સમુદ્ર મંથનમાં જ્યારે વિશ્વ મોહિની નીકળી ત્યારે દેવો તેના સ્વરૂપને જોઈ મોહ મુગ્ધ બની ગયા હતા પણ તે વિષ્ણુ ભગવાનની માયા હતી,એક વખત પોતાના ભક્ત નારદ કે જેમાં અહંકાર પેદા થયો,ત્યારે વિષ્ણુ ભગવાને આ વિશ્વમોહિનીમાં ફસાવી પોતાના ભક્તને સમજાવી તેનો અહંકાર દૂર કર્યો,જરૂર પડતી બધીજ વ્યવસ્થા ભગવાને કરી ,રાજા પણ તે બન્યા અને રાણી પણ તે બન્યા,દીકરી વિશ્વમોહિનીને બનાવી અને સ્વયંવર પણ રચી ,બધા રાજાઓ સાથે નારદને પણ આમંત્રણ આપ્યું,અને વિશ્વમોહિનીનો મોહ પામવા અહંકારી નારદે ભગવાન પાસે તેમનું રૂપ અને શણગાર માંગી લીધો અને સ્વંયવરમાં ભાગ લેવા સન્યાસી નારદ પહોંચી ગયા,ભાન ભૂલ્યા અને ફસાયા,ભગવાન પણ તેમના રચેલા સ્વંયવરમાં જાતે આવ્યા,વિશ્વ મોહિની વરમાળા લઇ નારદ પાસે આવી તો ખરી પણ હસીને ત્યાંથી હારમાં ઉભેલા એક રાજાના ગળામાં વરમાળા પહેરાવી દીધી,નારદ વિચારમાં પડી ગયા કે આમ કેમ થયું વિશ્વંભરનું રૂપ નારદ અને માળા બીજાના ગળામાં,ત્યાં બાજુમાં બેઠેલા મહાદેવના બે ગણોએ કહ્યું મહારાજ તમારો ચહેરો જોયો છે ,જરા પાણીમાં તેનું પ્રતિબિંબ તો જુઓ,અને નારદ ગુસ્સામાં ધુઆ પૂઆ થતા બે ગણોને શ્રાપ આપી ચહેરો જોવા ગયા અને વાંદરાનું પ્રતિબિંબ જોતા સમજી ગયા,વિષ્ણુ કહે કઈ ને કરે કઈ ,ત્યાંથી ગાળો ભાંડતા તેમના રથ તરફ દોડ્યા અને ભગવાન તો વિશ્વમોહિનીને લઇ હસતા હસતા નારદને ગાળો બોલતા સાંભળતા રહ્યા અને જ્યા ભક્ત માટે પ્રેમ થયો એટલે નારદના સ્વભાવમાંથી મોહ ખેંચી લીધો,અને જ્યા નારદને પોતાની ભૂલ સમજાય ત્યાં કોઈ વિશ્વમોહિની નહિ કે કોઈ રથ નહિ ફક્ત ભક્ત અને ભગવાન ,
એટલે ભગવાન એટલે શું જેનો કણ કણમાં,અત્ર,તત્ર સર્વત્ર તેનો વાસ,તમે તમારી ઇન્દ્રિયોને અંતર્મુખ કરી તેમાં એકાગ્ર થાવ અને જે રૂપમાં જુઓ તે તેનું રૂપ,પુરાણોમાં આવતા વર્ણન પ્રમાણે છબીકાર છબી બનાવે તે રૂપ  પુરાણોક્ત ભગવાનનું રૂપ ,કદાચ તે રૂપ ન પણ હોય,અત્યારે જે શ્રી કૃષ્ણ ભગવાન કે શ્રી રામજીનું ચિત્ર જોઈને આપણે નમન કરીયે છે તે કદાચ બીજું જુદું ચિત્ર પણ હોય શકે પણ આપણા પુરાણોએ જે કહ્યું તે રૂપમાં હિન્દૂ સમાજે સ્વીકાર્યું અને ચિત્રો અને મૂર્તિઓ બની પૂજા અર્ચના કરીયે છીએ.કળિયુગમાં
ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી ખુબજ અઘરું છે,એટલે પોતાના શરીરમાં રહેલા પરમાત્માને નજીક હોવા છતાં મરતા સુધી મેળવી શકાતો નથી,અને મુક્તિ થતી નથી અને અંતિમ ઈચ્છાઓને પરવશ થઇ પુનરપિ જન્મ અને મરણના ફેરા ફરતા રહેવું પડે છે,
અંતર્મુખનો આનંદ અનેરો હોય છે,સંતોને તે પર્યાપ્ત છે,માટે સંતોમાં સમાજ ભગવાનનું રૂપ જુએ છે અને પુંજા કરે છે,એક વખત વિશ્વામિત્ર ને તેમના ચેલાએ કહ્યું,આપણે સન્યાસી છીએ,એટલે જગતનો મોહ સ્પર્શી ન શકે,ગુરુએ જોયું ચેલામાં અહંકાર આવ્યો એટલે તેમણે કહ્યું સમય આવ્યે સમજાવીશ,સમય પસાર થયો વરસાદની ઋતુ આવે એટલે જંગલમાં રહેતા ઋષિઓની કુટિરમાં લાકડા ફાડીને ચેલાઓ દ્વારા ભેગા કરવામાં આવે તે એક શિષ્યની રોજની પ્રવૃત્તિનો એક ભાગ,જેથી આગ પ્રગટાવી ઠંડીથી બચી શકાય તેમ માઘ  માસમાં વિશ્વામિત્રની કુટિરમાં પણ અગ્નિ પ્રજ્વલિત હતો ચેલો હતો ગુરુ બહાર ગયા હશે,અને જંગલમાં કોઈ મધુર ગીત નો અવાઝ ચેલાને સંભળાયો,વિચાર્યું અહીં જંગલમાં રાત્રે કોણ ગીત ગાઈ રહ્યું છે કુતુહુલ થયું અને પોતે સન્યાસી હતો પણ ગુરુ વગર પોતાની મનોકામના પૂર્ણ કરવા તે કુટિર બહાર નીકળ્યો વરસાદ પડતો હતો જોયું તો કોઈ સુંદરકન્યા ,દેવ કન્યા  કે નાગ કન્યા આ ગીત ગાઈ રહી હતી ,મોહમાં તે ગુરુને ભુલ્યો અને પૂછ્યું આપ કોણ છો અને મેઘ માસમાં વરસતા વરસાદમાં સુંદર ગીત ગાઈ રહ્યા છો આપ સંપૂર્ણ રીતે ભીંજાઈ ગયા છો જો શરીરની કાળજી નહિ લો તો બીમાર પડી જશો,મારી કુટિર નજીક જ છે તમો તેમાં રાતભર આશરો લઇ કાલે સૂર્યોદય થતા જતા રહેજો જેથી બીમાર ન પડો,પેલી સુંદર કન્યાને ચેલાની વાત ગમી અને કહ્યું હું આશરો જ શોધતી હતી,એટલે તે ચેલા સાથે કુટિરમાં ગઈ ચેલાએ કહ્યું તમે અહીં રહેજો અને હું બીજી કુટિરમાં જઈશ દરવાજો બંધ કરી લેજો,અને તે ગયો દરવાજો કન્યા એ બંધ કર્યો પણ  તે ગીતમાં મોહિત થયો હતો એટલે પાછો આવ્યો અને કહ્યું સાંભળો અહીં જંગલમાં મારા જેવાજ રૂપમાં એક રાક્ષસ રહે છે એટલે બારણું ખોલવાનું કહે તો પણ ન ખોલશો કન્યાએ સારું કહી દરવાજો ફરી બંધ કર્યો ,સુંદર યુવતીના ગીતમાં તે અત્યંત મોહિત થયો,તેના વિચારો બેકાબુ બન્યા,સન્યાસીની હાલત બુરી થઇ અને ગુરુનું ભાન રહ્યું નહિ , મોહમાં આંધળો થયો,અડધીરાત્રે આવી કુટિરનો દરવાજો ખખડાવી પોતાની ઓરખ આપી દરવાજો ખોલવા કહ્યું ,દરવાજો ન ખુલ્યો એટલે મોહ માં આંધળો બનેલા  ચેલાએ કુટિરની છતમાં જઈ છેદ કરી કુટિરમાં કૂદીને કન્યાને વળગી પડ્યો પણ દાઢીનો સ્પર્શ થતા જોયું તો વિશ્વામિત્રને જોયા અને પોતાના દોષની માફી માંગતો ગુરુના ચરણમાં પડી ગયો ગુરુએ ચેલાને માફ કરી તેનો અહંકાર દૂર કર્યો અને કહ્યું પુરાણોમાં બધું સમજીને લખવામાં આવ્યું છે,ગમે તેને મોહ થઇ શકે છે,ઇન્દ્રિયોનો કાબુ ન રહેતા ગમે તે પરેશાન થઇ શકે છે.

No comments:

Post a Comment