Friday, March 10, 2017

નવધા ભક્તિ (પંચમ ભક્તિ )



નવધા ભક્તિ 


પંચમ ભક્તિ 



मंत्र जाप मम दृढ़ बिस्वासा। पंचम भजन सो बेद प्रकासा॥

મારા મંત્રનો જપ અને મારામાં દ્રઢ વિશ્વાસ તે પાંચમી ભક્તિ છે.

 મંત્રનો જપમાં મારો દ્રઢ વિશ્વાસ છે શબરી અને વેદો પણ તેનું પ્રમાણ આપે છે,પાંચમી ભક્તિમાં પૂર્ણ પુરુસોત્તમ શ્રી રામ સમજાવે છે,પુરાણોમાં અસંખ્ય મંત્રો છે,ૐ એ સૌથી મૂળ મંત્ર છે હિન્દૂ ધર્મમાં "પ્રણવ મંત્ર " તરીકે પણ ઓરખાય છે, જેનો દરેક મંત્રની શરૂઆતમાં અને ક્યારેક અંતમાં પણ જોડવામાં આવે છે,જેમકે ૐ નમઃ: શિવાય,એમ દરેક દેવના નામ

આગળ ૐ નમઃ: લગાડવાથી તે દેવનો મંત્ર બને છે,મંત્રમાં દ્રઢ વિશ્વાસ રાખી તેનું ઉચ્ચારણ કરવાથી તે સિદ્ધ થાય છે,ગુરુદેવની સલાહ મુજબ તે કહે તેટલા મંત્રનો રોજ જપ કરવો જોઈએ,વધારે કરવાની ચેષ્ઠા કોઈ વખત નુકશાન કરે છે,ગુરુ તેમનું પદ કેટલી આકરી તપષ્યાઓ પછી પ્રાપ્ત કરે છે,તેમને અનુભવ હોય છે, એટલે ગુરૂઆજ્ઞા નું પાલન કરવું ખુબ જ જરૂરી છે,મંત્ર ની શક્તિ અપાર હોય છે,મંત્રનો એક ચિત્તથી કરવામાં આવતો જપ તે દેવ કે દેવી સુધી મંત્ર જપનારને પહોંચાડે છે,કળિયુગની શરૂઆત પછી દેવાધિદેવ અને માં પાર્વતીએ જનકલ્યાણના હેતુ અર્થે કળિયુગમાં શાંતિ અર્થે મંત્રની રચના કરી હતી,વેદકાળથી તેની ઉત્ત્પત્તિ માનવામાં આવે છે,દરેક મંત્ર નું રટણ જીવને શાંતિ અર્પે છે અને શરીરના જે સાત ચક્રો છે તેમાં મદદ કરી તેને ખોલે છે, જેથી વ્યાધિ મુક્ત શરીર વાળું જીવન જીવી જીવ મુક્તિને પ્રાપ્ત કરે છે,મંત્રના કેટલાક સ્વરૂપો છે

ભજન:આધ્યાત્મિક ગીત,
કીર્તન:ગીતમાં પ્રભુના નામનું રટણ,
પ્રાર્થના: ઈશ્વર સાથે સંવાદનો માર્ગ,
ઉપચાર મંત્ર:તેના કંપનથી શક્તિ કાર્યરત થાય છે,
ગુરુમંત્ર: સત્વનું પ્રતિનિધિત્વ,પરમાત્માના સ્થાનનું આરોપણ,અને શિષ્યને આધ્યાત્મિક માર્ગ પરનો પ્રારંભ,
બીજ મંત્ર:ગુરુમંત્રના અર્કનું પ્રતિનિધિત્વ,સમાધિમાં તેનો પ્રભાવ વધારે.

મંત્રના નિરંતર અનુસ્થાનથી ચેતના અને મનની શુદ્ધિ થાય છે,હિંદુત્વમાં મંત્ર જાપનો ૧૦૮ પવિત્ર અંક છે તેથી માળામાં ૧૦૮ મણકા તથા એક મેરુ અથવા ગુરુ મણકો હોય છે,કેટલાક મંત્રો :

ૐ નમઃ:શિવાય (શિવજીને નમસ્કાર)

ૐ નમો નારાયણા અથવા ૐ નમો ભગવતે વાસુદેવાય (ભગવાન વિષ્ણુને નમસ્કાર)

ૐ શ્રી ગણેશાય નમઃ:(ૐ અને શ્રી ગણપતિજીને નમસ્કાર)

ૐ શ્રી દત્તાત્રેયાય નમઃ(ૐ અને શ્રી દત્તાત્રેયને નમસ્કાર)


ગાયત્રી મંત્ર ,શાંતિ મંત્ર ,ૐ એ મૌલિક મંત્રો છે.વિશ્વના તમામ તત્વો અને ઉર્જાઓ મંત્રથી પ્રભાવિત કરી શકાય છે.

મહાભારતના યુદ્ધમાં જ્યારે ભીષ્મ પિતામહ અર્જુનનો વધ કરવાનું વચન દુર્યોધનને આપે છે ત્યારે તેની પુરે પુરી શક્યતા શ્રી કૃષ્ણ જુએ છે અને ઉપાયમાં જ્યારે યુદ્ધવિરામનો સમય હોય છે ત્યારે રાત્રે એક વાગ્યે દ્રૌપદીને સોળે શણગાર રચવા કહે છે,અને સમજાવે છે  પ્રહર પહેલા પૂજ્ય પિતામહને આશીર્વાદ માટે મળવું જરૂરી છે,અને પોતાની ઓળખ શ્રી કૃષ્ણ દ્રૌપદીને તેના નોકર તરીકે આપવાનું કહે છે ત્યારે દ્રૌપદી કહે છે એવું મારાથી કેવી રીતે કહેવાય ત્યારે શ્રી કૃષ્ણ કહે છે બેન હું અર્જુનનો સારથી છું એટલે નોકર જ કહેવાઉ અને અંતે દ્રૌપદીને મનાવી તેઓ ભીષ્મ પિતામહની છાવણી તરફ જવા નીકળે છે, બધા આરામ કરતા હોય છે પણ યુદ્ધનો સમય અને દુશ્મન છાવણીમાં જવું એક ભયાનક કામ હતું,પણ અગત્યનું હતું ન જાય તો અર્જુનનું મૃત્યુ નક્કી હતું,તે વખતે છાવણીમાં રસ્તામાં આવતા દરેક યોદ્ધાઓને તાંત્રિક મંત્રનો ઉપીયોગ કરી બેશુદ્ધ કરી દીધા અને તેમ પિતામહના પડાવ સુધી પહોચી ગયા ત્યાં પિતામહ દ્રૌપદીને ઓળખી ન જાય માટે ચહેરો સાડીથી ઢાંકેલો રાખવાની સલાહ શ્રી કૃષ્ણે આપી હતી, તેમ દ્રૌપદીએ પિતામહના પડાવ માં પ્રવેશ કરી તેમના પગમાં પડી,એટલે તરત પિતામહે આશીર્વાદ આપી દીધા,સૌભાગ્યવતી ભવ,અને પૂછ્યું આટલી રાત્રે એકલી સ્ત્રી ,તું કોણ છે એમ પુછાતા દ્રૌપદીએ કહ્યું હું દ્રૌપદી,અને પિતામહ નવાઈ પામ્યા,અને પૂછ્યું બેટા તું એકલી કેવી રીતે આવી તને કોઈએ રોકી નહિ ત્યારે તેણે કહ્યું મારા નોકર સાથે આવી,ત્યારે પિતામહે પૂછ્યું તારોં નોકર ક્યાં છે, ત્યારે કહ્યું નીચે છે, તો પિતામહે કહ્યું ચાલ હું પણ તારા નોકરને મળું,જો કે શ્રી કૃષ્ણે કહ્યું હતું કે બને તો પિતામહ મને ન મળે એવું કરજે પણ પિતામહ ઉઠીને જાતે નીચે આવ્યા,જોયું અને બોલ્યા સમજ્યો પણ પૂછ્યું શ્રી કૃષ્ણ,હવે મારા વચનનું શું,ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું તમે અર્જુનને મારજો,હું વચન ભંગ   થવા નહિ દઉં,અને પિતામહને પ્રણામ કરી શ્રી કૃષ્ણ દ્રૌપદીને લઇ પોતાની છાવણીમાં પાછા વળ્યાં,પિતામહ સમજતા હતા ભગવાનની લીલા ન્યારી છે,તે ધારે તે કરી શકે.બીજે દિવસે યુદ્ધનો પ્રારંભ થયો અને ભીષ્મ પિતામહે અર્જુનને પોતાની શકિતથી બાણ ચલાવી  માર્યો અને દુર્યોધન ને આપેલું વચન પૂરું કર્યું પણ અર્જુનના આત્માને શ્રી કૃષ્ણે છેલ્લા ચક્રથી ઉપર મૂકી દીધો એટલે કપાળથી નીચે સુધી જો આત્મા જાય તો યમ રાજાને લઇ જવાની છૂટ પણ અર્જુનનો આત્મા બ્રહ્મમાં હતો એટલે શરીરમાંજ રહ્યો  અને આમ અર્જુન ફરીથી જીવિત બન્યો,આમ પિતામહનું વચન અને આશીર્વાદ બંનેનું જતન ભગવાન શ્રી કૃષ્ણે કર્યું.મંત્રના પ્રભાવથી આમ થયું.

No comments:

Post a Comment