Friday, March 3, 2017

નવધા ભક્તિ (ચતુર્થ ભક્તિ)

નવધા ભક્તિ

ચતુર્થ ભક્તિ



ગુરુ પદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન
ચૌથી ભગતી મમ ગુન ગન કરઈ કપટ તજિ ગાન
ચોથી ભક્તિ શબરીને સમજાવતા પૂર્ણ પરસોત્તમ ભગવાન રામ શબરીને કહે છે,શબરી મનમાં કોઈ પણ કપટ રાખ્યા વિના મારા ગુણોનું ગાન કરવું,
કપટ રહિત થઇ ભગવાનના ગુણો ગાવા,જેમ અગ્નિની પાસે જતા ઠંડી દૂર જતી રહે છે અને ગરમીનો અનુભવ થાય છે તેમ ભગવાનના ગુણોનું કપટ રહિત ગાન કરવાથી દુઃખો દૂર ભાગે છે અને આનંદનો અનુભવ થાય છે,ભગવાન શખ્ય ભાવમાં ભક્તની ભક્તિથી પ્રસ્તુત થાય છે,દુઃખ દૂર ભાગી જાય છે અને કદાચ દૂર ન થયા હોય તો તેને સહન કરવાની શક્તિ વધે છે અને દુઃખમાં પણ આનંદનો અનુભવ થાય છે, કીર્તન ભક્તિ ભજનમાં ચાર વિભાગોમાં વહેંચાઈ છે,જે હનુમાનજીએ   હાથમાં કિરતાર લઈને ભગવાનના ગુણોનું   ગાન કર્યું તે હનુમંતિ ભક્તિ,નારદની રીતે નારાયણ નારાયણ કરી તંબુરાના તાર ઉપર પ્રભુના ગુણો ગવાય તે નારદિય ભક્તિ,સામાન્ય રીતે  ઇસ્કોન,હરે રામ હરે કૃષ્ણનું ગાન કરનારા ,એકનાથ,ચૈતન્ય મહા પ્રભુ,વગેરે હાથમાં તંબૂર લઇ,ટપલી લઇ કે કિરતાર લઈને આ ભક્તિમાં તરબોર થતા હોય છે,ડમરુના નાદ ઉપર નાચતા ગવાતી ભક્તિ તે શામ્ભવીક ભક્તિ જે શૂર તાલના નાદ ઉપર ગવાતી હોય છે,,અને ભાગવત ,રામચરિત માનસ વગેરેના શ્લોકોનું ગાન કરી તેના વિષે વર્ણન કરી કરવામાં આવતી ભક્તિ તે વ્યાસીક કીર્તન ભક્તિ ,યેન કેન પ્રકારે ભગવાનની નિકટ જવા કપટ રહિત થઇ પ્રભુના ગુણો ગાઈને ભક્તિ કરવી,મનુષ્યના જન્મથી આરંભાતી જીવન યાત્રા શરૂઆતમાં નિર્દોષ નિરાકાર હોય છે, જેમ જેમ જીવન વધતું જાય તેમ તેમ માત પિતા તથા સમાજના વાત્સલ્યમાં સારું ,નબળું મનુષ્ય શીખતો જાય અને દુઃખોની અવધિ વધતા,કોઈ મહાશક્તિનું સ્મરણ થતું જાય તે કપટ રહિત હોય તો અંતકાળ પહેલા પ્રભુની પ્રાપ્તિ થાય,પહેલા સ્મરણ અને પછી સમાધિની અવસ્થા આવે જેમાં ભક્ત ભગવાનનો બની જાય,સંસારથી મન છૂટી જાય આ છે ભક્તિનું પરિપક્વ ફળ,
પ્રાચીન કાળમાં ભક્ત કવિ નરસિંહ અને મીરાંબાઈ ની નિષ્કામ ભક્તિ માં કૃષ્ણ ભગવાનના ગુણો ગાતા ગાતા ભગવાનની પ્રાપ્તિ થયાના દાખલા છે,નરસિંહ મહેતાના તે કાળમાં પણ સમાજ સામે પડકાર રૂપમાં ભજનો છે, મીરબાઈયે પણ પોતાના રાણાના રાજ ત્યજીને કૃષ્ણ ભક્તિમાં જીવન પૂરું કર્યું, તે  સમયના  તેઓ  ક્રાંતિકારી  કવિઓ  હતા
નરસૈંયો પ્રભુના  ગુન ગાન કરતા સમાજને સમજાવે છે,

જાગીને જોઉં તો જગત દીસે નહીં
ઊંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે
પંચ મહાભૂત જે પરબ્રહ્મથી ઉપન્યા અણુંઅણુંમાં રહ્યાં એને વળગી
ફૂલ ને ફળ તેતો વૃક્ષ નાં જાણવા થડ થકી ડાળ નવ હોય અળગી
…ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે
વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખ દે કનક કુંડળ વિષે ભેદ નોયે
ઘાટ ઘડિયાં પછી નામ રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે
…ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે
જીવ ને શિવ તેતો આપ ઈચ્છાએ થયાં રચી પરપંચ ચૌદ લોક કીધાં
ભણે નરસૈયો તેજ તું તેએજ તું તેને સમર્યા તે કંઈ સંત સીદ્યા
…ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે
જાગીને જોઉં તો જગત દીસે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે

~ નરસિંહ મહેતા
આનો આસ્વાદ આપતા ~ નિખિલ મહેતા, હ્યુસ્ટન, ટેક્ષાસ, યુ.સેસ.એ.કહે છે

ભક્તિની ચરમસીમા પર ભક્ત જ્ઞાની બને અને જ્ઞાની ભક્ત બને. નરસિંહ મહેતા કૈક એવાજ જ્ઞાનીભક્ત અને ભક્તકવિ ! કવિ ની વ્યાખ્યા શું? જે સંસાર ની પેલે પાર જોઈ શકે. “સંસારસ્ય પારમ દર્શયતી ઈતિ…” નરસિંહની આ રચના, સર્જન, એજ પરમ અદ્વૈતનું આખ્યાન. બસ આટલુંજ સમજાય તો કોઈ શાસ્ત્રો ફમ્ફોળવાની જરૂર નહીં કદાચ આજ નરસિંહની પરમ અનુભૂતિ – જાગૃતિ ની આ ક્ષણે અનાયાસે સરી પડેલું સત્ય…
“જાગીને જોઉં તો જગત દીસે નહીં ઊંઘ માં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે”

મનુષ્ય જ્યાં સુધી જાગતો નથી ત્યાં સુધી ભોગોમાંજ ભટક્યાં કરે છે. સંસાર સાગરમાં ઝોલાં ખાતો અથડાયાં કરે છે. ડૂબી જવાની ભીતિ તેને સતત રહે છે. અને એકવાર જાગ્યાં પછી તેને ભોગ પણ પરમ ભોગ બની જાય છે. બધુંજ રસમય એકાકાર અને ચૈતન્યમય! જ્યાં સુધી “હું” ત્યાં સુધી આ માયા, આ સંસાર, આ જગત! “હું” નાઓગળી ગયા પછી બધુંજ રસમય એકાકાર અને ચૈતન્યમય! અ-દ્વૈત “One without a Second” પરમ ચૈતન્ય ની લીલા માત્ર. “બ્રહ્મ ના લટકાં!” પરમ ચૈતન્ય માં રમવાની ઈચ્છા જાગી “એકોહમ બહુસ્યામ” અને તે એક અદ્વૈત અનેક દ્વૈત ભાસવા લાગ્યું. જગત શબ્દનો અર્થ ખૂબજ સરસ છે “જે હરક્ષણ બદલાતું રહે છે તે જગત” – That which is fleeting and changing! જે છે નહીં પણ ભાસે છે. મૃગજળ ની જેમ. જેમ તરસ્યો મનુષ્ય મૃગજળ ની પાછળ દોડે છે પણ તે દૂર સરતું દેખાય છે અને તે પામી શકતો નથી. જે છેજ નહીં તેને પામી કેમ શકાય! આંખના ઉઘડ્યાં પછી જ એની વ્યર્થતા સમજાય. સમજાયા પછી બધાંજ પ્રપંચો શમી જાય અને પછી એકમેવદ્વિતીયમ – તે એકમેવ તત્વ નું શેષ રહેવું! પછી બધાં બ્રહ્મનાં જ લટકાં “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે” બસ પરમતત્વની લીલા માત્ર!
પંચમહાભૂત એક સચ્ચાઈ જેનું પરબ્રહ્મથી અવતરણ થવું અને અણું અણું માં એનું વિલસી રહેવું. ફૂલ અને ફળ જેમ વૃક્ષનાં જ અંગો. અને ડાળ નું થડમાંથી ઉદભવવું. બસ એક અખંડ તત્વ, ભાસે કે અલગ છે પણ નથી! It’s just mind blowing!
“પંચ મહાભૂત જે પરબ્રહ્મથી ઉપન્યાં અણુંઅણું માં રહ્યાં એને વળગી
ફૂલ ને ફળ તેતો વૃક્ષ નાં જાણવા થડ થકી ડાળ નવ હોય અળગી”
જેમ સમુદ્રમાં જન્મેલી માછલી ને પ્રશ્ન થાય કે આ સમુદ્ર ક્યાં છે? એને કેમ કરી સમજાવાય કે તારું અસ્તિત્વજ આ સમુદ્ર છે. તું આમાંજ જન્મી છે આજ તારું ઉદભવ સ્થાન! તારી ચોતરફ, તારી ઉપર-નીચે આજુ-બાજુ જે છે તેજ સમુદ્ર. આજ તારું ઉદભવ સ્થાન અને તારું વિલીનીકરણ પણ એમાંજ! Your very existence is this ocean! પણ એની અંતરની આંખ ઉઘડે તોજ એને સમજાય કે જે સમુદ્રને તે શોધી રહી છે તેને એનાથી અલગ કરી દેખાડી કેમ શકાય? વેદો શ્રુતિ-સ્મૃતિ આના જ તો સાક્ષી છે… કનક કુંડળ નો ભેદ તો ફક્ત નામ રૂપ પુરતોજ… ઓગળ્યા પછી તો તે સોનું જ ને.
“વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખ દે કનક કુંડળ વિષે ભેદ નોયે
ઘાટ ઘડિયાં પછી નામ રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે”
પરમ તત્વમાં ઈચ્છા જાગી અને જીવ અને શિવ પ્રગટ થયા અને ચૌદ લોક નો આ બધો પ્રપંચ રચાયો. નરસિંહ આજ તો ભણી રહ્યો છે અને જોઈ રહ્યો છે કે આખું અસ્તિત્વ એકાકાર તદ્રુપ ચૈતન્યમય અને અનુભૂતિ ની એક ક્ષણે એના મોઢામાંથી સરી પડેલા ઉદગાર… તેજ તું તે એજ તું તેને સમર્યા તે કંઈ સંત થયા.
“જીવ ને શિવ તેતો આપ ઈચ્છાએ થયાં રચી પરપંચ ચૌદ લોક કીધાં
ભણે નરસૈયો તેજ તું તેએજ તું તેને સમર્યા તે કંઈ સંત સીદ્યા
જાગીને જોઉં તો જગત દીસે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે”

ભક્તિમાં કપટ ન હોવું જોઈએ,કપટથી પ્રભુની પ્રાપ્તિ મુશ્કેલ બની જાય છે,જયારે આશ્રમમાં સુદામા અને કૃષ્ણ ખાસ મિત્રો હતા,ગુરુમાં લાકડા કાપવા સહુને મોકલતા તેમાં એક વખત જગલમાં બહુ વરસાદ પડ્યો અને બંને એક ઝાડના ઓથમાં વરસાદથી બચવા તે બંધ થાય ત્યાં સુધી ઉભા હતા અને બંનેને ખુબ ભૂખ લાગી હતી તેમાં સુદામા તેની સાથે પોટલીમાં ચણા લઇ આવ્યા હતા તે થોડી થોડી વારે ચાવીને ખાતા હતા ચાવતા અવાજ આવતો હતો એટલે કૃષ્ણે પૂછ્યું સુદામા કઈ ખાવાનો અવાજ આવે છે,ત્યારે સુદામા જુઠ્ઠું બોલ્યા ના ના એ તો ઠંડીને હિસાબે મારા દાંત કકડે છે કૃષ્ણ બધું જાણતા હતા પણ બહુ ઊંડાણમાં ન ગયા અને તે અંગે વધુ ના પૂછ્યું,આશ્રમનો કાલ સમાપ્ત થયો અને સમય જતા બંને પોત પોતાની રીતે મોટા થયા,શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા અને સુદામાની સ્થિતિ બહુ સારી ન હતી , ભીખ માંગીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતા હતા,તેમને ખબર હતી પોતાના શખા શ્રી કૃષ્ણ મોટા રાજા થઇ ગયા હતા,તેમની મિત્રતામાં પૂરો ભાવ હતો પણ એક વખતના જૂઠાણાંથી તેમને ગરીબાઈનો સામનો કરવો પડતો હતો,પણ ભગવાન દરેકને જીવનમાં એક વખત રાજી થતા હોય અને તે વખતે સ્થિતિ બદલાતા વાર નથી લાગતી,એવુજ સુદામાનું થયું,તેમની પત્નીએ એક વખત કહ્યું શ્રી કૃષ્ણ તમારા પરમ મિત્ર છે એક વખત તો જાઓ અને આપણી સ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કરો,સુદામાને પત્નીની વાત ગમી પણ ગરીબાઈને બધાજ હસતા હોય ત્યાં આવા ચિથરેહાલ પોશાકમાં દ્વારકામાં કેવી રીતે જવું અને કોઈને ત્યાં જાય તો કૈક લઈને જવું પડે,એટલે પોતાની વ્યથા કહી તો તેની પત્ની પાડોશમાંથી ત્રણ મુઠ્ઠી પહુંઆ લઇ આવી તેની પોટલી બાંધીને લઇ જવા કહ્યું,સુદામા ગભરાતા આવતી મુશ્કેલી માથે લઇ દ્વારકા પહોંચ્યા પગમાં પગરખાં નહોતા એટલે કાંટા કાંકરાથી ઇજા પામ્યા હતા અને દરવાજા ઉપર ઉભેલા દરવાનને કહ્યું ભાઈ મારે શ્રી કૃષ્ણને મળવું છે,પેલો અચરજથી હસ્યો,અને કહ્યું તારે કૃષ્ણને મળવું છે,હા ભાઈ હું તેમનો બચપણનો મિત્ર છું,મિત્ર ન કહો તો ખાલી સુદામા આવ્યો છે એટલું કહેશો તો તેમને ખ્યાલ આવી જશે,પહેલા તો પેલાને નવાઈ લાગી પણ જ્યા સારું થવાનું હોય તેમ તે ત્યાંથી ગયો ખુબજ સમય લાગતા સુદામાને થયું એટલા મોટા વૈભવમાં તેમને કેવી રીતે યાદ હોય એટલે નિરાશ થઇ સુદામા પાછા ઘેર જાવા ઉપડ્યા,પણ કૃષ્ણને સમાચાર મળતા
તે દોડ્યા રસ્તામાં ખેસ પણ પડી ગયો અને મારો સુદામા આવ્યો એમ કહી દોડ્યા,રાણીઓ વિચારમાં પડી ગઈ પહેલી વખત આટલા વ્યગ્ર થઇ કૃષ્ણ દોડી રહ્યા હતા એવું તો શું થયું,અને પાછા જતા સુદામાને રોકી ભેટી પડ્યા બંને અશ્રુ સભર બની ગયા આખરે આટલા મોટા મહેલમાં શરમાતા શખા સુદામાના તાંદુલ આરોગી ભગવાને પોતે તેના પગ રાણીઓ સાથે ધોયા અને સાથેજ પોતાના મિત્રનું દરદર ટાળી  તેની સ્થિતિ સુખમયી કરી દીધી,આવા ઘણા દ્ર્ષ્ટાન્ત પુરાણોમાં લખાયેલા છે.એટલે પ્રભુ પોતાના ભક્ત પાસે કપટ રહિત ભક્તિનો આગ્રહ રાખે છે.

No comments:

Post a Comment