વસંત પંચમી શુભકામનાઓ
વસંત પંચમીની આપ સહુ વાચકમિત્રોને ‘મોગરાના ફૂલ’ બ્લોગ વતી કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ.
મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.
વાચક મિત્રો, મોગરાના ફૂલ બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે.વિધ વિધ ગુજરાતી સામગ્રી આ બ્લોગમાં રજુ કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે.આ બાબતને ધ્યાનમાં લઇ આપની કૉમેન્ટ્સ જરૂર આપશો જેથી આપની પસંદગીનું લખાણ પણ મૂકી શકાય,ભૂલ ચૂકને માફી આપી સતત પ્રેમથી સ્વીકારી આપના ગમા અણગમાથી અમને વાકેફ કરશો,આભાર સાથે મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ. If you like paintings please visit my http://www.ompaintingblog.com/ Thanks.
વસંત પંચમી શુભકામનાઓ
વસંત પંચમીની આપ સહુ વાચકમિત્રોને ‘મોગરાના ફૂલ’ બ્લોગ વતી કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ.
મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.
ક્યાં ગુમાન કરના બે મિટટીમે મિલ જાના
માન અપમાન છોડકે તું સંતોકે ચારનોમે આના
ક્યાં ગુમાન ………
મિટ્ટી ખોદકર મહલ બનાયા,ગવાર કહે એ ઘર મેરા,
આ ગયા ભવ્વર લે ગયા,જીવ ન ઘર તેરા ન મેરા
ક્યાં ગુમાન……….
મિટ્ટી ખાના, મિટ્ટી પીના,મિટ્ટી કરના ભોગો
મિટ્ટીસે મિટ્ટી મિલ ગઈ તો ઉપર ચલે સબ લોગો
ક્યાં ગુમાન………..
હાડ જલે જૈસે લકડીકી મુલી,કેસ ઝરે જૈસે ઘાસા
સોના સરીખી કાયા જલ ગયી, કોઈ ન આવે પાસા
ક્યાં ગુમાન………..
કહત કબીર સુનો ભાઈ સાધુ, જુઠ્ઠી હૈ સબ માયા
ભજન કરો ઔર ધ્યાન ઘરો, પવિત્ર હોગી કાયા
ક્યાં ગુમાન ………..
જય શ્રી કૃષ્ણ .
માં બાપસે બઢકર…….(હિન્દી ભજન)
માં બાપસે બઢકર જગમેં કોઈ દુજા નહિ ખજાના,
જિસને તુજે જનમ દિયા હૈ ઉનકા નહિ દિલ દુખાના
દિનરાત તુઝે તેરી માને અપને હાથોંમેં ઝુલાયા
ખુદ ગિલેમે માં સોઈ ,સુખેમેં તુઝે સુલાયા.
તું કોઈ દુઃખ દેકર ના માંકો કભી રૂલાના
જિસને તુઝે જનમ દિયા હૈ ઉનકા નહિ દિલ દુખાના
માંબાપકી શરણસે બઢકર, દૂસરા કોઈ સ્વર્ગ નહિ હૈ
સબ દૌડકે તીરથ બંદે કરલે માબાપકી પુંજા .
ઇસ જનમ મરણસે તુજકો અગર હૈ મુક્તિ પાનાં
જિસને તુજે જનમ દિયા હૈ ઉનકા નહિ દિલ દુઃખાના
માં બાપસે બઢકર જગમેં કોઈ દુજા નહિ ખજાના,
જિસને તુજે જનમ દિયા હૈ ઉનકા નહિ દિલ દુખાના.
જય શ્રી કૃષ્ણ.
શ્રી ભાગવત ગીતાની ૧૮ જ્ઞાનની વાતો
(૧) યુવાનીમાં જેણે પાપ કર્યા છે તેને વૃદ્ધાવસ્થામાં ઊંઘ નથી આવતી તેને તેઓ પશ્ચાતાપ માં ગુજારે છે.
(૨) ભગવાને જેને સંપત્તિ આપી હોય તેણે ગાય રાખી તેની સેવા કરવી જોઈએ તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે.
(૩) જુગાર, દારૂ પીવો, પરસ્ત્રી માટે જવું,હિંસા કરવી,જુથ્થુ બોલવું,અભિમાન, આસક્તિ અને નિર્દયતા એ બધામાં કળિયુગનો વાસ છે એટલે એનું એક બીજું નામ છે ઘોર કળિયુગ.
(૪) અધિકારી શિષ્યને એટલે જે જ્ઞાન મેળવવા માટે મહેનત કરે છે તેને સદ્ગુર (સારા ગુરુ ) જરૂર મળે છે.
(૫) ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યે પોતાના હૃદયને વારંવાર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ,ઈશ્વર સિવાય તેનું કોઈ નથી, સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે તેનું આ બ્રહ્માંડમાં પણ કોઈ નથી જે તેનો સાથ આપશે.
(૬) ભોગમાં ક્ષણિક સુખની પ્રાપ્તિ થાય છે જયારે એની સાથે ત્યાગમાં સ્થાયી સુખ કે આનંદ મળે છે.
(૭) શ્રી કૃષ્ણ કહે છે કે સત્સંગ ઈશ્વરની કૃપાથી મળે છે,જયારે કુસંગમાં પડવું પોતાના જ વિચારોનું કારણ હોય છે.
(૮) લોભ અને મોંહ માયા પાપના માતા પિતા કહેવાય છે સાથેજ લોભ પાપનો બાપ જ છે.
(૯) શ્રી કૃષ્ણ કહે છે કે સ્ત્રીનો ધર્મ છે કે તુલસી અને પાર્વતીની પુંજા કરે તેનાથી તેની સુખ સમૃદ્ધિ કાયમ રહે છે.
(૧૦) મનુષ્યે પોતાના મન અને બુદ્ધિ પર હંમેશા વિશ્વાસ ન કરવો જોઈએ કેમકે તે વારંવાર મનુષ્યને દગો કરે છે,પોતાને નિર્દોષ માનવું એ ઘણો મોટો ગુનો સાબિત થાય છે.
(૧૧) પતિ પત્ની પવિત્ર સંબંધ બનાવી રાખે તો પ્રભુ તેમના ઘેર જન્મ લેવાની ઈચ્છા રાખે છે.
(૧૨) ભગવાન એ બધી કસોટીયો પર કસી કસીને ઓરખી મનુષ્યને સ્વીકારે છે એટલે મનમાં ખોટા વિચારો ન લાવવા જોઈએ કાયમ અને બીજાની સાથે પ્રેમભાવથી રહેવું જોઈએ.
(૧૩) સુખ તેમજ આનંદ કાયમ મનુષ્યમાજ વસે છે પરંતુ મનુષ્ય તેને સ્ત્રી, ઘર અને બહારની સુખ પ્રાપ્તીમાંજ શોધ્યા કરતો હોય છે.
(૧૪) શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાનની ઉપાસના ફક્ત શરીરથી જ નહિ પણ મનથી પણ કરવી જોઈએ.ભગવાનના પ્રણામ તેને પ્રેમબંધનમાં બાંધે છે .
(૧૫) મનુષ્યની વાસના જ તેના પુનર્જન્મનું કારણ બને છે.
(૧૬) મનુષ્ય ઇન્દ્રિયોને આધીન રહે છે એટલે જ તેને જીવનમાં વિકાર અને મુશ્કેલીયો આવે છે.
(૧૭) મનુષ્યમાં ધીરજ,સદાચાર,સ્નેહ અને સેવા જેવા ગુણો સત્સંગ વગર આવતા નથી.
(૧૮) શ્રી કૃષ્ણ કહે છે વસ્ત્ર મેલા થતા શરીર પરથી બદલાય છે બસ તેવી જ રીતે મન અને હૃદયમાં મેલ આવે તો તેને કાઢી નાખવો જોઈએ.
જય શ્રી કૃષ્ણ.
બ્રહ્મમુહૂર્ત
બ્રહ્મમુહૂર્ત નો અર્થ બ્રહ્માનો સમય,એ ૪૮ મિનિટનો સમય જે સૂર્યોદય પહેલા એક કલાક અને ૩૬ મિનિટ પહેલા શરુ થાય. એ સામાન્ય રીતે રાતનું મુહર્ત જે સ્પિરિટયુઅલ માટેનો ઉમદા સમય,યોગા માટે અને મેડિટેશન માટેનો ઉમદા સમય, આ સમય દરમ્યાન સ્પિરિટ માટેનું કામ કરાય તે દિવસના બીજા કોઈ સમય કરતા વધુ અસરવાળું હોય.
બ્રહ્મમુહૂર્ત એ રાત્રિની ૧૪ મી કળા છે. એક મુહૂર્ત એ ૪૮ મિનિટનો સમય છે આખી રાત્રી આવા ૧૫ મુહૂર્તમાં વહેંચાયેલી છે.સૂર્યોદય ભૌગોલિક વર્ષના સ્થળ અને સમય પ્રમાણે બદલાય છે અને તેની સાથે બ્રહ્મમુહૂર્તનો સમય પણ બદલાય છે,દા.ત. જો સૂર્યોદય સવારે ૬:૦૦ વાગ્યાનો હોય તો બ્રહ્મમુહૂર્ત સવારે ૪:૨૪ શરુ થાય અને સવારે ૫:૧૨ વાગ્યે પૂરું થાય.
સંતોના વિચાર
સ્વામી શિવાનંદ અને સદ્ગુરુ માને છે કે બ્રહ્મમુહૂર્તનાં સમય દરમ્યાન મન પ્રાકૃતિક રીતે સાહજિકપણે ઓછા પ્રયત્ને મેડિટેશનમાં એકાકાર થાય છે.તે વખતે મન પ્રાકૃતિક રીતે શાંત,ચોખ્ખું અને તૈયાર હોય છે.દિવસના અવાજો અને ઘોઘાટોથી ફ્રી હોય છે.મેડિટેશન કરવા બહુ મહેનત કરવી પડતી નથી. તે વખતે ભગવાન સાથે મનને એકાકાર કરવું સહેલું થઇ જાય છે. પ્રાર્થના અને પુંજા બ્રહ્માંડ સાથે બહુ સહેલાઈથી એકાકાર થાય જ્યાં પ્રભુનો વાસ છે. બ્રહ્માંડ સાથે જે અલૌકિક ઉર્જા જોડાયેલી છે તેને સાકાર કરી અનુભવવું સહેલું થઇ જાય છે.જયારે મન બ્રહ્મમાં લિન થાય છે ત્યારે ભક્ત બ્રહ્માંડ તરફથી આવતા મોજાને ગોળાકારે પોતાનામાં ભળતા જોવાનો અનુભવ કરે છે,કોઈ તેજસ્વી ઉર્જા તેની આસપાસ ભ્રમણ કરતી પણ અનુભવાય છે. આત્મા આ સમયમાં પોતાની બ્રહ્મ સાથેની સ્થિતિ અભ્યાસ પ્રમાણે વધારતો જાય છે જે સામાન્ય કરતા ઘણો અલૌકિક હોય છે જ્યાં બ્રહ્મ સાથેના તાર જોડાય છે. જેમાં બીજા યોગિયોં અને આત્માઓના મોકલાતા મોજાઓનો પણ અનુભવ થાય છે.
સાધુગુરુ કહે છે બ્રહ્મમુહૂર્ત એ બ્રહ્મનો સમય છે તમે એવી રીતે પણ જોય શકો કે એ સમય જયારે તમોએ તમને બનાવ્યા,એ સમયે કુદરત સાથે ઓતપ્રોત થઇ શકાય.
પ્રાચીન અષ્ટાંગ હૃદયં માં કહ્યું છે કે આ સમય દરમ્યાન ચાલવાની ક્રિયા ખુબજ લાભદાયક,લાબું આયુષ્ય અને રોગપ્રતિકારક હોય છે.
બ્રહ્મમુહૂર્ત પવિત્ર,જોરદાર અને યુનિક ઓપ્પોર્ટુનિટી રોજ બરોજ વધારે છે દરેક દિવસે અંદર શાંતિ,મનની ચોખ્ખાઈ અને ડિવાઇન સાથેનું ઊંડું જોડાણ થાય છે.
જય શ્રી કૃષ્ણ
સંત જલારામ બાપા
સંત શ્રી જલારામબાપા સન ૧૭૯૯ માં કારતક માસની સાતમે ગુજરાતમાં રાજકોટ જિલ્લાના વીરપુર ગામે પિતા શ્રી પ્રધાન ઠક્કર તથા માતા રાજબાઇ ઠક્કર ને ત્યાં જનમ્યા હતા,તેઓનો પરિવાર લોહાણા હતો, પૂજ્ય શ્રી જલારામ બાપા ભગવાન રામના ભક્ત હતા. તેઓ પૂજ્ય પિતાશ્રી ના ધંધાની જવાબદારી સંભાળતા, ખાસ કરીને તેઓ યાત્રાળુ, સાધુઓ અને સંતોની સેવામાં રચ્યા પચ્યા રહેતા. તેઓ તેમના પિતાશ્રીના ધંધાથી જુદા થયા ત્યારે તેમના
.કાકા વાલજીભાઈએ તેમને અને તેમની પત્ની વીરબાઈ સાથે તેમના ઘરમાં રહેવાનું કહ્યું .
પૂજ્ય શ્રી બાપા સોળ વર્ષની ઉંમરે ૧૮૧૬ માં આટકોટના શ્રી પ્રાગજીભાઈ ઠક્કર ના પુત્રી વીરબાઈ સાથે તેમના લગ્ન થયા.તેઓએ પોતાની જીવન શૈલી ભૂખ્યા તથા ગરીબોની જરૂરિયાતો પૂર્ણ કરવામાં બદલી કાઢી જેમાં વીરબાઈએ સંપૂર્ણ સાથ નિભાવ્યો.
૧૮ વર્ષની ઉંમરે હિન્દૂ પવિત્ર સ્થળોની યાત્રા પુરી કર્યા પછી ફતેહપુરના ભોજા ભગત પાસે આવ્યા જ્યાં તેમને શિષ્ય તરીકે સ્વીકાર થયો અને તેમને રામ નામનો ગુરુમંત્ર અને જપમાળા તેમના ગુરુ શ્રી ભોજલરામે આપ્યા. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘ સદાવ્રત’ અન્નભંડાર ખોલ્યું જ્યાં ભૂખ્યા,સંતો,સાધુઓને ગમે તે સમયે ખાવા માટેની સગવડ કરવામાં આવી.
એક દિવસ એક સાધુ તેમને ત્યાં આવ્યા રામભક્તિની વાત સાથે તેમને કહ્યું રામભક્ત હનુમાન તથા રામભક્તો જલ્દી આવશે, શ્રી જલારામ બાપાએ શ્રી રામને કુટુંબના દેવ માન્યા અને થોડા સમયમાં હનુમાન ભક્તો બધેથી આવ્યા પછી સીતામાતા અને લક્ષમણ પણ દેખાયા આ એક અલૌકિક હતું ,તેમના ઘરમાં જ્યાં સદાવ્રત માટે અનાજ રખાતું તે ભંડાર પણ ઉભરાઈ ગયો,પછી તો ગામના બીજા ભક્તો અને ગામના લોકો માનવ કલ્યાણના તેમના ભગીરથ કામ સાથે જોડાઈ ગયા.
ત્યાર પછી આજ સુધી વીરપુરમાં કોઈ પણ વર્ગની વ્યક્તિને પછી તે હિન્દૂ ,મુસલમાન, ઊંચી કે નીચી જાતિના હોય બધાને એકસરખું ભોજન આપવામાં આવે છે.
એવું કહેવાય છે કે એક વખત એક હરજી નામનો દરજી પેટના ભયંકર દુઃખથી પીડાતો તેમની પાસે આવ્યો અને જલારામ બાપાએ તેને માટે પ્રાર્થના કરી અને તેનું દુઃખ દૂર થઇ ગયું,તે એકદમ તેમના પગમાં પડી ‘ બાપા ‘ બોલ્યો ત્યારથી સંત શ્રી જલારામ, જલારામ બાપા તરીકે ઓરખાવા લાગ્યા.
જોતજોતામાં તેમના ચાહનારા ખુબ વધ્યા અને લોકો તેમના રોગો મટાડવા તથા મુશ્કેલીયો દૂર કરવા આવતા જલારામ બાપા તેમને માટે ભગવાન રામ પાસે પ્રાર્થના કરતા અને અલૌકિક રીતે તેમના કામ થઇ જતા. હિન્દૂ અને મુસ્લિમો બંને વર્ગ તેમને માનતા.૧૮૨૨ માં જમાલ નામનો એક મુસ્લિમ વેપારીનો દીકરો માંદો પડ્યો અને બધા ડોક્ટરો પાસે તેનો ઈલાજ ન થયો તે વખતે હરજી દરજીએ જમાલને પોતાનો અનુભવ કહ્યો,જમાલે તેના ઘેરથી પ્રાર્થના કરતા કહ્યું કે જો તેનો દીકરો સાજો થઇ જશે તો તે જલારામબાપાના સદાવ્રત માટે ૪૦ બોરી ઘઉં આપશે
અને તેનો છોકરો સાજો થઇ ગયો એટલે તે ગાડું ભરીને ઘઉં લઇ જલારામબાપા પાસે ગયો અને સદાવ્રતમા આપતા જલારામ બાપા માટે બોલ્યો ‘ જલા સો અલ્લાહ’
એવું કહેવાય છે કે ભગવાને એક વૃદ્ધ સંતના વેશમાં આવી શ્રી જલારામને કહ્યું કે વીરબાઈને તેમની સેવા માટે મોકલ,જલારામે વીરબાઈને પૂછ્યું પછી તે સંમત થતા સંતની સાથે મોકલ્યા પણ પછી થોડાક માઈલો ચાલ્યા પછી જંગલમાં પહોંચતા સંતે વીરબાઈને કહ્યું કે અહીં તું મારા માટે રાહ જોજે. તે રોકાયા પણ સંત પાછા ન આવ્યા એમણે આકાશવાણી સાંભળી કે ‘ આ તો ફક્ત તમારી જોડીના કેવો આવકાર છે એની ચકાસણી હતી,’ સંતે જતા પહેલા તેમની ઝોળી અને દંડ વીરબાઈ પાસે રવા દીધા હતા,વીરબાઈ તે દંડ અને ઝોળી સાથે લઇ (જે આકાશવાણીના શબ્દો પ્રમાણે ) જલારામ પાસે પાછા આવ્યા. હજુ પણ વીરપુરમાં એક કાચના બોક્સમાં તે દંડ અને ઝોળી દર્શન માટે સંઘરેલા છે.
જલારામબાપા ૧૮૮૧ માં ફેબ્રુઆરીની ૨૩ તારીખે ૮૧ વર્ષની ઉંમરે દેહાંત થયા. હજુ પણ તેમને માનનારા ભક્તો માને છે કે વીરપુરમાં તેમના માની ન શકાય તેવા પરચા જોવા મળે છે. એક પરચો એવો છે કે તેમના મરણ પછી તેમણે એક બહેનને પાણી પાયું હતું.
( વિલકૉપીડીયાના આધારે )
જય જલારામ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.