મઘા નક્ષત્ર (Magha Nakshatra)
આવો જાણીએ આ નક્ષત્રની ""મહાનતા""
મઘાનો અર્થ થાય છે મહાન. આકાશમાં મઘા નક્ષત્રનું 10મું સ્થાન છે. મઘા નક્ષત્રના પગ, સિંહ રાશીમાં આવે છે. મઘા નક્ષત્રની તાકાત તથા પ્રભુત્વ સાથે જોડાયેલ હોય છે. તેનું પ્રતિક ચિન્હ રાજ સિંહાસન માનવામાં આવે છે.
મઘા નક્ષત્રની મહાનતા
મઘા નક્ષત્રનું સંગ્રહિત જળ પીવાથી પાચન શક્તિ મજબૂત થાય છે. શરીરમાં રહેલા કોઈપણ પ્રકારના વિષતત્વ એટલે કે, ઝેરી તત્વ મૂત્રમાર્ગથી દૂર થાય છે પિત્ત અને કફની સમસ્યા પણ દૂર થાય છે. જેનામાં જાડાપણું હોય તે એ પણ ઓછું થાય છે. સૌથી મોટી સમસ્યા માનવામાં આવે તો તે વિટામિન બી12 ની ઉણપ પણ દૂર થાય છે.
વર્ષા ઋતુમાં સૂર્ય નું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબજ મહત્વ નું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે “મઘા કે બરસે, માતુ કે પરસે” એટલેકે માઁ જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતા ની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે.
આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નથી. આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. પેહલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇપણ રીતે તે બગડતું નથી.
હજુ પણ ગામડાંઓમાં અમુક ઘરો માં મઘાનું વરસાદી પાણીનો સંગ્રહ કરી અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે.
જેવી રીતે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને સ્વાતિ નક્ષત્રના વરસાદનું જ પાણી પીવે છે. એ બાબતના નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્ર ના નક્ષત્ર ને આધીન એક દિવસનું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે..""
આ વરસે મઘા નક્ષત્રની તારીખ:
“સૂર્ય એક નક્ષત્ર માં લગભગ 14 દિવસ ભ્રમણ કરે છે. આ વરસે સૂર્ય નારાયણ મઘા નક્ષત્રમાં શ્રાવણ વદ ૯ ને રવિવાર તારીખ 17/08/2025 થી તારીખ 29/08/2025સુધી રહેશે.”
આ નક્ષત્રમાં સારો વરસાદ પડતો હોય છે.. તો આ દિવસોના સમયમાં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો.
આ દિવસો દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય.
આંખોને લગતાં કોઈ પણ રોગ માં આ મઘા નક્ષત્રના પાણી ના બે બે ટીપા નાખી શકાય, પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે. જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે.
આધ્યાત્મિક બાબતે મઘા ના પાણીનો ઉપયોગ શું ?તો આ પાણી થી વર્ષ ભર સુધી ગંગા જળ ની માફક તેનો ઉપયોગ કરી શકાય છે. મઘાના પાણી થી મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ કેહવાય છે. જે ગંગાજળ અર્પણ નું ફળ આપે છે.
શ્રી સુકતમ ની 16 રુચા દ્વારા આ પાણી નો અભિષેક શ્રીયંત્ર ઉપર કરવામાં આવે તો ધન લક્ષ્મી આકર્ષાઈ ચીર સ્થાયી થાય છે. ....આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવ દેવી ની પૂજા અભિષેક માં આ પાણી નો ઉપયોગ કરી શકાય છે.
મઘા નક્ષત્ર માં વર્ષેલું જળ નિર્મળ કેમ ?
અગસ્ત્ય મુનિ નો ઉદય ઓગસ્ટ માં નિયમિત થાય છે
અગત્સ્ય માટે કહ્યું છે.
उदये च मुनेरगस्तयनाम्न: कुसुमायोग मलप्रदूषितानि |
ह्रदयानि सतामिव स्वभावात् पुनरम्बुनि भवन्ति निर्मलानी ||
જ્યારે અગત્સ્ય નામના તારા નો ઉદય થાય છે તો દૂષિત જળ પણ સ્વચ્છ થઈ જાય છે. એવો પ્રાકૃતિક નિયમ છે. જેમ સદાચારી ના મન ની કલુષતા દૂર થઈ જાય તેમ જ અગત્સ્ય ના ઉદય પછી જળ નું દુષણ દૂર થઈ જાય.
અગસ્ત્ય ના ઉદય પછી જે વરસાદ થાય છે તેનું જળ નિર્મલ હોય છે મતલબ મેઘરૂપ સર્પો ની વિષાગ્ની (તાપ) થી તપેલું હોવા ના કારણે અને ઇન્દ્રાજ્ઞા થી વરસવા વાળુ જળ હંમેશા પવિત્ર અને કલ્યાણ કારી હોય છે પૃથ્વી પર આશરે ઉત્તર અક્ષાશ 38° પર ના પ્રદેશ માં અગત્સ્ય નું દર્શન દુર્લભ છે.
આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવી દેવતાની પૂજા અભિષેકમાં આ પાણીનો ઉપયોગ કરી શકાય છે. આ પોસ્ટ ને શક્ય એટલી વધુ ફેલાવશો. ___લોકો નિરોગી રહેશે.
હંમેશા પ્રકૃતિ પર વિશ્વાસ રાખો. દરેક બીમારીનો ઈલાજ પ્રકૃતિમાં જ ભગવાને આપેલો છે. આથી જ કહેવાયું છે કે પ્રકૃતિ દેવો ભવ:
( એક પ્રસ્તૃત લેખ, આવકારના સૌજન્યથી )
No comments:
Post a Comment