વૈષ્ણવ સંતો
વૈષ્ણવ સંતો જ્યારે મળતા ત્યારે ભક્તી અંગે કૈક ચર્ચા થતી,એક વખત સંત તુલસીદાસ અને સંત સૂરદાસનો ભેટો થયો તુલસીદાસ બોલ્યા
"'જય સિયારામ"
તો સુરદાસે જવાબ આપ્યો
" જય ગોપાલ "
બંને વિખ્યાત સંતો એક સિયારામ ની વાત કરે બીજા બાલ ગોપાલની બંને ભગવાનના ભક્તો તેમાં તુલસીદાસે કહ્યું
"હવે તો રામની બાજુ આવી જાવ" સુરદાસે કહ્યું
"શા માટે, હું લડ્ડુ ગોપાલને માનું છું "તો તુલસીદાસે કહ્યું
"ચાલો નક્કી કરીએ કોણ મોટું "સુરદાસ સંમત થયા પણ કેવી રીતે તે પ્રશ્ન કર્યો તુલસીદાસે ઉપાય બતાવ્યો "એક ત્રાજવામાં હું બેસું અને બીજામાં તમે જે પલ્લું નીચે નમે તેના ભગવાન મોટા "સુરદાસે સંમતિ આપી અને હરીફાઈ થઇ તુલસીદાસે જયસીયારામ કહ્યું અને સુરદાસ જય ગોપાલ કહી પલ્લામાં બેઠા પણ તુલસીદાસનું પલ્લું નમી ગયું એટલે તુલસીદાસ બોલ્યા ,
"હવે તો માની ગયાને? " સુરદાસને ખોટું લાગ્યું તે લડ્ડુગોપાલને ગમે તેમ બોલતા પોતાની લાકડી લઇ યાત્રાના રસ્તે એક ઝૂંપડીમાં આવી બેસી ગયા ત્યાં લડ્ડુ ગોપાલ પ્રગટ થયા અને કહ્યું ,
"સુરદાસ નારાજ છો ?" તો સુરદાસ કઈ ન બોલ્યા અને ભગવાને આંગળી અડાડી ટીખળ કરી
" શું થયું, સુરદાસ? "તો બોલ્યા,
" મારે તમારી સાથે વાત નથી કરવી ".તો ભગવાને પૂછયું
"કેમ ?" અને સૂરદાસનો મિજાજ બગડ્યો બોલ્યા,
"રાક્ષસોને મારી શકો છો,દુનિયાને તકલીફમાં મદદ કરો છો ,હું પણ રોજ ભક્તિ કરું છું મારી વાત આવી ત્યારે પાણીમાં બેસી ગયા ,પલ્લામાં તમારું નામ દઈને બેઠો હતો તો થોડા ભારે ન થવાય તુલસીદાસ સામે મારી આબરૂ ગઈ પણ તમારે શું? સૂરદાસનું જે થવાનું હોય તે થાય.આમ ભક્તોની લાજ રખાય".અને પ્રભુ હસ્યાં ,"કરો,જેમ મશ્કરી કરવી હોયતેમ". અને ભગવાન બોલ્યા
"ઉભારો, ભૂલ તમારી છે. ખરું કહેજો તમે પલ્લામાં બેસતા પહેલા શું કહ્યું હતું.?" સુરદાસ બોલ્યા
"જયગોપાલ "પ્રભુએ કહ્યું
"અને તુલસીદાસ શું બોલ્યા હતા ?"
"જય સીયા રામ "પ્રભુ બોલ્યા,
" તો એ બતાવો બે વધારે કે ત્રણ "સુરદાસ બોલ્યા
"ત્રણ જ હોય ને ,પણ તમે કહેવા શું માંગો છો ?"પ્રભુએ કહ્યું
"તમે લડ્ડુ ગોપાલનું નામ લીધુ એટલે.એક નાનું બાળક અને તમે પણ હલ્કાફૂલ ને સામે ત્રાજવે રામ સીતા અને તુલસીદાસ ત્રણ હવે કયું પલ્લું નમે ,તમે જ કહો ..!"અને પ્રભુની વાત સુરદાસ માની ગયા અને લડ્ડુ ગોપાલને થેલામાં નાખી જય શ્રી કૃષ્ણ બોલતા દોડ્યા તુલસીદાસ પાસે અને કહ્યું
" ચાલો ફરી હરીફાઈ કરીયે મારી ભૂલ થઇ" તુલસીદાસ બોલ્યા,
" તમને જેણે ભણાવીને મોકલ્યા તેની મને ખબર છે પણ હરીફાઈ થઇ ગઈ હવે ફરીથી ના થાય કેમકે જો થાય તો તમે રાધે કૃષ્ણ કહી ને બેસો પણ પછી કોઈ પલ્લું નમે નહિ" અને સત્યને માની સુરદાસ હસી પડ્યા અને બંને ભક્તો રામ સિયા કે રાધે કૃષ્ણનો ભેદભાવ ભૂલી પ્રેમથી ભેટી પડ્યા.
રજુઆત મહેન્દ્ર ભટ્ટ
No comments:
Post a Comment