કૈલાશ ઉપર દોડધામ
મહાદેવજી જયારે સમાધિમાંથી જાગે ત્યારે તપ કરનારા તપસ્વીઓ વરદાન માટે આવે અને ભોળાદેવ માંગે એ આપીદે,એમાં ભસ્માસુર નામનો દૈત્ય આવી ચઢ્યો ને મહાદેવને જાગેલા જોઈ કહ્યું ,દેવાધિદેવ નમસ્કાર તમે જાગ્યા એટલે આવ્યો છું પ્રભુ વરદાન આપો,મહાદેવ તપસ્વીને કદી ટાળે નહિ એટલે ભસ્માસુરની વાત સાંભળી તેને વરદાન માંગવા કહ્યું ,તેણે વરદાન માંગતા કહ્યું હું જેના માથે હાથ રાખું તે બળીને ભસ્મ થઇ જાય,અને ભોળાદેવે તથાસ્તુઃ કહી દીધું,બસ પછી તો આ દૈત્ય મહાદેવને માથે હાથ મૂકીને વરદાનની પરીક્ષા કરવા શિવજી તરફ આગળ વધ્યો,અને ભોળાદેવ ઘભરાયા કહ્યું અલ્યા આ તું શું કરે છે,ત્યાં તો શરમ વગર દૈત્ય બોલ્યો,વરદાનની પરીક્ષા તો કરવી જોઈએ ને અને તે અટ્ટહાસ્ય કરવા લાગ્યો, મહાદેવ ભાગ્યા,કેમકે દૈત્ય ભાન ભૂલીને આગળ વધી રહ્યો હતો,પોતાનું આપેલુ વરદાન મિથ્યા ન હતું,ભસ્માસુર હાથ મૂકે તે પહેલા તે દોડ્યા અને વડલાના ઝાડ ઉપર ચઢીને છુપાઈ ગયા મદદની પુકાર કરી ને વિષ્ણુને યાદ કર્યા,કૈલાશ ઉપર દોડધામ થઇ ગઈ,ને અસર વૈકુંઠમાં પડી શંખ ચક્ર ગદા પદ્મ સાથે ચૌદ ભુવનના માલીક મદદે આવ્યા અને બોલ્યા આ જેમફાવે તેમ જોયા વગર ગમે તેને તથાસ્તુઃ કહ્યા કરો છો,ત્યાં વડલા પરથી મહાદેવ બોલ્યા એ વાત પછી પેલા આનું કઈ કરો વિષ્ણુ નહીતો અનહોની થઇ જશે, અને ભસ્માસુરની સામે વિષ્ણુ વિશ્વમોહિનીનું રૂપ લઈને નૃત્ય કરવા લાગ્યા,દૈત્ય સ્વભાવે નૃત્યાંગના તરફ ખેંચાયો,એવો ખેંચાયો કે ભાન ભૂલીને તે તેની માફક જ નાચવા મંડ્યો ,નશામાં ચકચૂર હોય તેવો થઈને વરદાનની પરીક્ષા ભૂલી ગયો,ભાન ભુલ્યો ત્યાં મોકો જોઈને ભગવાને લીલા કરી ને માથે હાથ મુક્યો ને તેની નકલ દૈત્યે કરી,વિષ્ણુની નજર વડલા પર પડી ,વડલો હીંચોળા લેતો હતો,વિષ્ણુ નાચે ને મહાદેવથી રહેવાય,આખો વડલો હિલોળે ચઢ્યો, અને ભસ્માસુર પૉતાનૉ હાથ માથે અડતા બળીને ભસ્મ થઇ ગયો ,ને દેવાધિદેવ વડલા પરથી કૂદીને નીચે આવ્યા,અને કૈલાસની અનહોની તળી,દેવાધિદેવ ને વિષ્ણુ ભેટ્યા,એકબીજાની મદદ ના કરે આ દુનિયા ચાલે કેમ.
No comments:
Post a Comment