શાને કરે છે વિલાપ .........(ગુજરાતી ભજન )
શાને કરે છે વિલાપ કાયા રાણી (૨)
તારે ને મારે હવે કાંઈ નથી (૨)કાયા રાણી રે એમ જીવ રાજા કહે છે જી
ઘણા દિવસનો વનવાસ આપણે ઘણા દિવસનો વનવાસ રે
મૂકી ન જાઓ મને એકલી (૨)એમ કાયા રાણી કહે છે જી
મમતા મૂકી દે માંયલી હવે અંતરથી છોડી દે આશ રે ...જી (૨)
રજા નથી મારા રામની ,મને રજા નથી મારા રામની કાયા રાણી રે એમ જીવ રાજા કહે છે જી
અઘોર વનની માય જીવ રાજા અઘોર વનની માય રે,મૂકી ન જાઓ મને એકલી તમે (૨)
શાને કરે છે વિલાપ .....કાયા રાણી શાને કરે છે વિલાપ
ઓચિંતાના મુકામ આવ્યા હવે (૨) કાયા રાણી રે..... એમ જીવ રાજા કહે છે જી
ક્યારે થશે મિલાપ હવે ક્યારે (૨) વચન દઈને સિધાવજો તમે (૨) એમ કાયા રાણી ......
હતી ભાડુતી વેલ કાયા રાણી (૨) આતો લેન દેણ ના સબંધ (૨) કાયા રાણી રે..એમ જીવ રાજા કહે છે,
દૂર નથી મુકામ આપણો હવે દૂર નથી મુકામ રે
મને આટલે પહોંચાડીને સિધાવજો (૨) જીવરાજા રે એમ કાયા રાણી કહે છે.
શાને કરે છે..........શાને કરે છે વિલાપ છે વિલાપ કાયા રાણી (૨)
જય શ્રી કૃષ્ણ
No comments:
Post a Comment