દેખો હરિશ્ચન્દ્ર ચાલ્યા બઝારે..........
દેખો હરિશ્ચન્દ્ર ચાલ્યા બઝારે,સતવાદી સતને માટે ... દેખો......
રાજા છતાં રૂખી ઘરે વેચાણા,બાના તણા બિરજ માટે ...દેખો.....
માટે ના કહું તો મારો નાથજી લાઝે,વચન દઈ વળિયા વાટે...દેખો....
તારા દેહ રોહિદાસ વેચાણા, હે જી ભક્તિ ભલા ને શિર સાતે...દેખો.....
કુંવર રોહિદાસને સર્પ જ ડંસયો,વાત વંચાણી કાશીને ઘાટે....
રાજા રાણી પર ખડગ લઇ કોપ્યા,એ તો બીના નહિ મૂવાને માટે ...દેખો....
ધ્રૂજે ધરતી ને કંપે કૈલાસા,વાલમ રૂપ ધર્યું વિરાટે,
સતવાદી રાજા સત ન છોડે,એજી સામે ચાલી ચરણો ચાટે....દેખો....
પાછા પગલાં ના હોય સુરાના,ચાલી નીકળ્યા એ તો વસમી વાટે...
કહે રવિરામ,ગુરુ ભાણ પ્રતાપે,એજી જઈને પૂજાણા હરિને પાટે....દેખો......
જય શ્રી કૃષ્ણ.
No comments:
Post a Comment