અગોચરની આડમાં પીપળો
(મારો અનુભવ)
(મારો અનુભવ)
લગભગ આઠેક વર્ષની ઉંમર,નાના ગામના કુદરતી વાતાવરણમાં
કેળવાતું જતું બાળપણ,મિત્રો રમતો અને ગામમાં કોઈ શાળા નહિ કોઈના
ઘરમાં બાજુના મોટા ગામમાંથી શિક્ષક ભણાવવા અમુક સમય માટે આવે એટલે છોકરાઓને સલેટ
પેણ લઈને ભણવા જવાનું,સાહેબ એકડો ગુટાવે,”એક કેમ થાય એકડે એક" એટલે તમારે એકડો સીલેટમાં દોરી આપ્યો હોય તેને સાહેબ
જે બોલે તેમ બોલીને ઘૂંટવાનો,એમ શરૂઆતમાં દશ સુધી શીખવાનું ,પછી બીજા અઠવાડિયામાં બીજું,કક્કો
બારાખડી વગેરે શીખવાનું, એવી કોક ના ઘરમાં ચાલતી શાળામાં ભણવાનું,સાહેબ જાય એટલે આવજો સાહેબ કહીને સલેટ પેણ લઈને
દોડતા ઘેર જવાનું ,જાણે નાના મને કેટલું ય શીખી લીધું હોય તે હસતા
હસતા બાજુમાં બેઠેલાં બીજા છોકરા કે જે બધા દોસ્ત કહેવાય તેઓની સાથે હસતા ખુશ થતા
ચર્ચવાનું અને ઘેર પહોંચ્યા એટલે માં ના બાહુપાશમાં બધી વસ્તુ જે શીખી હોય તેને
ગર્વથી રજુ કરવાનું અને એ ખુશી માં પાછા બાપા,બહેન ને ભાઈ જોડાઈ
તે જુદા,ખરે ખરી નિર્દોષ વાતોને નિખાલસ પણે બધા સાથે રજુ કરી નિજી ઘરના જીવનમાં જોડાઈ
જવાનું,એમ કરતા,સમય ક્યાં પસાર થઇ જાય,અને ક્યારે મોટા થઇ જવાય ખબર જ ન પડે,
આવા ભોળા બાળપણ ના આઠેક વર્ષમાં એક દિવસની
સંધ્યા એ એક બે મિત્રો સાથે ગામના પાદરે રમતાં રમતાં થોડીક હિમ્મત કરીને એકાદ માઈલ
ના અંતરે આવેલા એક મોટા પીપળા તરફ જવાનું સાહસ મિત્રો સાથે નક્કી થયું,સંધ્યા ટાણું એટલે સામાન્ય રીતે બધા છોકરાઓ ઘેર જ હોય પણ અમે મિત્રો ખાટી આમલી
નીચે પાદરે
બેઠા બેઠા નાની વાતો કરતા એકબીજાના સાહસ ને નાના મનની મોટી મોટી વાતો કરતા
એક બીજાની વાતો પર હસતા ,ખામોશ થતા પીપળા પાસે જવાનું સાહસ નક્કી કર્યું,કોકે કીધું પણ ખરું કે આવે સંધ્યા ટાણે ભૂત નીકળતા હોય,એક વખત તો ભૂત ના ડરથી બધા વિમાસણ માં
પડી ગયા પણ એક જણે હિમ્મત કરીને કહ્યું મોહન કાકા તો વાડી માં આવે ટાણે જ
પાણી પાવા જતા હોય છે,તો તેમને ભૂત કઈ ન કરે,ને આપણને શું કરે,એટલે બીજા એ કહ્યું એ તો મોટા,એટલે ભૂત કંઇ ન કરે પણ આપણને તો જરૂર
ડરાવે,અને જો કઈ થઇ ગયું તો,નાના મનમાં ભૂત ની વાતો એ ભય પેદા કર્યો,તોતેર મણ નો તો આ દુઃસાહસ ને રુકાવટ કરવા માંડ્યો અને બે જણા તો પાછા પડી ગયા, પણ પછી મેં હિમ્મત કરીને કહ્યું ,ડરીએ તો ભૂત ડરાવે, એમાં એક તો એવો[MB1] ડરી ગયો કે ઘર બાજુ દોડી ગયો હવે રહ્યા અમે બે ,પેલો જતો રહ્યો એટલે અમારું મન પણ ડોલ મ ડોલ થવા માંડ્યું, બંને જણા ગંભીર થઇ ગયા,પણ ખબર નહિ પણ પેલો મારો મિત્ર મારી સાથે સંમત
થઇ ગયો અને, આથમતી સંધ્યા એ અમે પીપળા તરફ પ્રયાણ કર્યું,પીપળા ના દસેક ફૂટ જેટલા જાડા થડને અડીને
આવવાનું નક્કી કર્યું,પીપળો પણ ઊંચો દૂરથી તેમાં ભરાતા પવનથી તેના
પાંદડા ખુબજ અવાજ કરે,તેનાથી પણ ભય લાગે,આજુ બાજુ કોઈ નહિ,ઘેર બાજુથી કોઈ તપાસ કરતા આવે તે પહેલા અમે બંને નીકળી
પડ્યા,વચ્ચે નાની કોતરડી આવે,તેના પર થી રોડ જાય તેને માટે ગરનાળું બનાવેલું,નીચેથી પાણી જાય,તેનો અવાજ આવ્યા કરે, ચોમાસા ના સમયમાં આ કોતરડી માં ઉપરવાસ
ના વરસાદ ને લીધે પૂર આવે,ખુબજ પ્રવાહ વેગી લો હોય ત્યારે બસો વગેરે વાહન વ્યવહાર રોડના પ્રોબ્લેમ થી
બંધ થઇ જાય ,એટલે ખાસ કામ હોય તો કાદવ
કીચડ માં ચાલીને જવું પડે, અરે ઘણા બધા ગામોમાં તો
ઢોર ઢાખર,પાક વગેરેનું ખુબજ નુકસાન
થાય,મોટે ભાગે ના લોકો
ખેતીવાડી ઉપર ગુજરાન ચલાવતાં હોય તેમને તો ખુબજ સહન કરવું પડે,અમારા ગામમાં હજુ કોઈ મોટી
હોનારત નથી આવી,ભગવાન કરે ન આવે. પણ
કુદરતને કોણ પહોંચે,ક્યારેક અતિશયોક્તિ,ક્યારેક દુકાળ,ક્યારેક ધરતી કંપ,માનવ જીવનને પાયમાલ કરી નાખે. મારો મિત્ર કહે અહીં બેસીએ,એટલે પછી ગરનાળા ની પાકી પાળી ઉપર અમે બંને બેઠા,આજુબાજુ જોતા,હવે અંધારું થાય તે પહેલા પાછા ઊભા થઈને ચાલવા માંડ્યું,ગામમાં ક્યારેક અંબા મા,અને કોઈ ડોશીમા છોકરાઓને વાત સંભળાવતા,તેમાં ક્યારેક ભૂતિયા વાત પણ આવી જાય, એટલે એટલી તો ખબર સંધ્યા ટાણે આવું બધું,નીકળે,પણ અમે બંને પાળી ઉપરથી ઊઠી ફરીથી પીપળા તરફ ચાલવા માંડ્યા,કોઈ મોટું જો મળી જાય તો જરૂર ઠપકો આપે ને જરૂર ઘર ભેગા કરી ,પછી માં-બાપ પાસેથી જરૂર શિક્ષા મળે કોઈ વખત નીચેની પાની પકડી ને વાંકા વાળવા ની સજા,તો ક્યારેક ઉઠક બેઠક ની સજા,પણ ગુનો કર્યો હોય એટલે હવે નહિ કરું એમ કહેતા રડતાં
સજા નું પણ પાલન કરીએ, પણ આજે કોઈ આજુબાજુ હતું નહિ એટલે અમે બંને
મિત્રો આવું ગાંડુ સાહસ કરવા નીકળી પડ્યા, થોડેક ગયા
હજુ પીપળો આવ્યો ન હતો ત્યાં મારી દ્રષ્ટિ માં એક ભૂતિયું દ્રશ્ય પડ્યું,એ પીપળા પાસે બીજી એક ખાટી આમલી હતી,અને તેના પર પડતો રસ્તો,બીજા ગામો સાથે જોડતો રોડ ને ક્રોસ કરતો હતો,તે આમલી પાસે કોઈ સ્ત્રી કોઈ નાના છોકરાને હાથમાં રાખી આજુબાજુ જોતી
આમલી પાસે પીપળા બાજુ જવા ઊભી હોય એમ દેખાયું,તે અમારી બાજુ જોતી ન હતી,તેના કપડાં પણ જણે ચીથડાં જેવા હોય તેમ લાગતાં હતા, હવે મેં જે જોયું તે મારા મિત્રે જોયું કે નહિ તે ખબર નહિ પણ મેં ડરીને બૂમ પાડી એટલે અમે બંને પાછા ગામ બાજુ ભાગ્યા,મારો મિત્ર ઝડપથી દોડતો હતો એટલે આગળ નીકળી ગયો હું તેની પાછળ, કોઈની મજાલ છે કે પાછું વાળીને જુએ કે ઊભા રહે, દોડ્યા એટલે ખુબજ હાંફવા લાગ્યા,એ એના ઘેર અને હું મારા ઘેર ,એને કોણે શું પૂછ્યું કે દાટ પાડી તેની મને ખબર
નહિ મારી બા એ કાન પકડીને" ક્યાં હતો
,અત્યાર સુધી,ખાવાનું ભાન નથી,"પણ શું કહેવું દાટ સાંભળીને ખાઈને થોડી વાર પછી
તો સૂઈ ગયો,કદાચ સ્વપ્નમાં પેલી ભૂત કે ડાકણ દેખાઈ હશે,પણ અત્યારે ખબર નથી,આ અનુભવની અમારા બંને મિત્રો વચ્ચે પછી ક્યારેય ચર્ચા નથી થઇ પણ પછી એ મારો
બાળપણ નો મિત્ર મગજની કમજોરી થી થોડોક ગાંડા જેવો થઇ ગયો, તેના એક ભાઈ સાથે રહેતો હતો પણ તેનો ભાઈ પણ છેલ્લા વર્ષે સ્વર્ગવાસી થયો,
તેનો મને જીવન ભર અફસોસ છે,સ્થિતિ કોઈ પણ હોય પણ દિલના ધબકારે અનુભવેલી આ વાત જીવન
છે ત્યાં સુધી સદા યાદ આવતા લાગણીઓથી ભરાતી રહેશે કેમકે લાગણીઓનો તે સ્વભાવ છે. હાલમાં પણ તે મારો મિત્ર ગામમાં એકલવાયું જીવન જીવે છે.
No comments:
Post a Comment