Friday, August 5, 2016

બપોરનો સમય



બપોરનો સમય

-મહેન્દ્ર ભટ્ટ

બપોરનો સમય,ઉનાળાની ગરમ વહેતી લહેરોથી પ્રભાવિત થયેલું જીવન ક્યાંક ભારતના સુરત જિલ્લાના કોઈ ગામની શીમ પારના ખેતરોમાં શાંત થઇ ગયું હતું .પશુ પક્ષી પણ ઝાડના છાયાના સહારે ક્યાંક છુપાઈને ગરમીથી બચી રહ્યા હતા,આવા ગરમાટા વાતાવરણમાં પણ મણિગોર સાયકલ પર કાચી સડકો પર એક યજમાનની કથા સમેટીને કથામા મળેલી સામગ્રી સાયકલના કેરિયર ઉપર ઝોળીમાં બાંધી પોતાના ઘેર જઈ રહ્યા હતા,ક્યારેક યજમાન મૂકી જવાનો આગ્રહ કરતા પણ મણિગોર પોતાની રીતે જતા,આડેધ ઉંમરમાં હજુ જોમ હતું,માથા  ઉપર શિખા અને ધોતી ઝભ્ભો અને મોઝડી તેમને અસલ બ્રાહ્મણની ઝલક પુરી કરતા હતા,પ્રેમાળ પત્ની અને બે બાળકોના પ્યારમાં તેમનું જીવન હતું,આજે ગરમી ખુબ હતી એટલે લાલ છેટી તેમણે માથા ઉપર વીંટાળી દીધી હતી વાયરો ગરમ હતો પણ કીચુક કીચુક
અવાઝ કરતી તેમની સાયકલની ગતિમાં ગરમ પવન તેમના શરીરને  ઉપર વળેલા પરસેવાને સ્પર્સ કરી ઠંડુ કરતો હતો ,એકધારી ગતિમાં ચાલ્યા જતા ગોર એક મોટી ચીસ સાંભળી સાયકલને બ્રેક મારી સડક પર પગ ટેકવી  ઉભા રહી ચીસની દિશામાં જોવા લાગ્યા દૂર ખેતરમાં બે ત્રણ ઝાડ બાજુથી ' બચાવો'
"કોઈ મને બચાવો"  એવો અવાઝ આવીને પછી થોડીવાર શાંત થઇ ગયો,અવાઝ કોઈ સ્ત્રીનો હતો એટલે ગોર દ્વિધામાં પડી ગયા કે શું કરવું,આજુબાજુ કોઈ દેખાતું ન હતું,પોતાની પત્ની ને બાળકોનો વિચાર આવ્યો પણ તેમની માં જે આ દુનિયામાં ન હતા તેમની આપેલી શીખ  યાદ આવી ગઈ ,કોઈને પણ બેટા મુસીબતમાં મદદ કરવી,હવે આજુબાજુ માં તો કોઈ હતું નહિ પણ ગભરાતા મને ભગવાન અને ભગવાનના કામ માટે પોતાના જીવનને લક્ષયમાં લઇ મદદ કરવાના મનસૂબા સાથે સાઈકલને સ્ટેન્ડ ઉપર સાઈડમાં ચઢાવી અવાઝની દિશામાં ચાલવા માંડ્યા , પરસેવો હવે શરીર પરથી ટપકતો હતો,પાંચેક મિનિટમાં તે પેલા ઝાડો પાસે આવી ગયા ,એટલા ભાગમાં કોઈ લીલોતરી ન હતી ,પણ ગોરની નવાઈ વચ્ચે ત્યાં કોઈ ન હતું આજુબાજુ જોવા પ્રયત્ન કર્યો ,કદાચ કોઈ હોય પણ કઈ નજરે ન પડ્યું,મદદ માટે ની ચીસ પણ હકીકત હતી,અને આ બાજુથીજ આવી હતી, થોડીવાર જોઈ,કોઈએ ખરાબ કામ કરીને કોઈને મિટાવી તો દીધું ન હોય એવો ભયાનક વિચાર પસાર થયો પણ તેમણે તેમના  ગાલને અડી"રામ રામ" બોલી એવા વિચાર માટે અફસોસ વ્યક્ત કર્યો,પણ કૈક તો હતું,આજુબાજુ જુવારનો પાક લણણી માટે તૈયાર હતો,કેટલાય ખેતરો તેનાથી ભરેલા હતા,કોઈ ખરાબ કામ કરી છુપાઈ જાય તો ખબર પણ ન પડે,હતાશ થઇ કોઈને ન જોતા ગોરે ગામના સરપંચને ઘટનાની વાત  બતાવવાના નિર્ણય સાથે  પાછું ચાલવા માંડ્યું,અને સડક પર આવ્યા પણ ત્યાં તેમની સાયકલ ન   હતી,હવે ગોર ગભરાયા,આજુબાજુ કોઈ ન હતું અને પહેલી વખત આવો અનુભવ થતો હતો,પોતાના ભગવાનને યાદ કર્યા,ભગવાન તો હાજર ન થયા પણ તેના નામના સહારે તેઓ થોડા શાંત થયા,ગોર જરૂર કોઈ મુસીબતનો ભોગ બની રહ્યા હતા,સાઇકલ પર ઝોળી હતી એટલે કોઈની દાનત બગડી હતી,પણ કોઈ સામે આવતું ન હતું,આ બધું દસ પંદર મિનિટમાં જ થઇ ગયું હતું, ઝોળીમાં અનાજ ,ફળ ફલાદિ વગેરે હતું પણ કથામા આવેલા આરતીના પૈસા ને દક્ષિણા તેમના ખિસ્સામાં હતા,બહુ પૈસા આવતા નહિ પણ આજુબાજુના બે ત્રણ ગામની યજમાની હતી,એટલે ગોરને ખાધે પીધે કોઈ તકલીફ ન હતી,પણ ઝડપથી ગોરે ભગવાનની મરજી માથે ચઢાવી,કોઈની મદદ જલ્દી  આવે તેની રાહ જોતા ઉભા રહ્યા,કોઈને મદદ કરવા ગયેલા ગોર મોટી મુસીબતમાં ફસાઈ ગયા,સાઇકલ ગઈ એટલે આજુબાજુ જરૂર કોઈ હતું અને જે હતું તે ખરાબ હતું તે હકીકત હતી એટલે કોઈની મદદ આવે અથવા તો શરણાગતિ,બેજ રસ્તા હતા,તે ગભરાટનો સામનો કરી સડક બાજુ જોઈ રહ્યા હતા,અને ખેતરમાંથી
અવાજ આવ્યો "ઇસ તરફ  આઓ  ,ચૂપ ચાપ "અને હવે ગોર ગભરાયા પણ છૂટકો ન હતો,કહેનાર હિન્દી બોલતો હતો, તેમણે અવાજ બાજુ ગભરાતા ચાલવા માંડ્યું, સામે કઈ કહેવાની ઈચ્છા  થઇ પણ ગમે તેમ ગોર ચૂપ રહ્યા, શું થશે ભગવાન જાણે પણ અત્યારે તે ચોર લુટારાના સકંજામાં જરૂર હતા,પહોંચ્યા તો એક જણાએ ઝડપથી તેમના હાથ પાછળથી બાંધી દીધા,ગોર મૌન રહ્યા,પણ જેણે હાથ બાંધ્યાં તેના હાથમાં ચપ્પુ હતું અને બુકાની પહેરેલી હતી ,બે જણા હતાલૂંટારા જરૂર હતા,"ચલો " એમ કહ્યું એટલે ગોર ભગવાન પર બધું છોડી ચાલવા માંડ્યા,પેલા ઝાડ પાસે પાછા પહોંચ્યા,બીજા ત્રણ ત્યાં હતા,પાંચની ટોળી હતી ,એમાં એક સરદાર જેવો હતો, બધાએ બુકાની પહેરી હતી,પેલો બોલ્યો,"મહારાજ હો"ગોરે કહ્યું " હા બ્રાહ્મણ છું ને કથા કરાવી મારે ઘેર જતો હતો ,આ મારી પાસે પચાસ રૂપિયા છે તે લઇ લો ને મને જવા દો ભાઈ"ગોરે આજુબાજુ નજર કરી ત્યાં કોઈ સ્ત્રી ન હતી,પણ એક ટેપ સરદારની પાસે દેખાતી હતી ,એટલે જરૂર કોઈ પેટરો રચાયો હતો,હવે મનોમન ગોર ભગવાનને યાદ કરતા હતા,ગમે તે રીતે તે છૂટે અને પોતાને ઘેર પહોંચે સરદાર પાછો બોલ્યો "ગભરાટ હોતા હૈ,હમ આપકો કુછ નહિ કરેંગે,હમ લુટેરે હૈ,કુછ ભી કર શકતે હૈ,આપકે પૈસે અપને પાસ રખો ઓર અપની સાઇકલ ઓર ઝોળી લે જાઓ,તુમ અચ્છે આદમી હો, "ગોર ના હાથ બંધનમાંથી મુક્ત થયા,ગોરને ભગવાન પર ભરોસો હતો,પણ આટલી ઝડપથી મુસીબતમાંથી બચાય તે પહેલી વખત બનતું હતું,તે શાંત પડ્યા,અને બોલ્યા "સરદાર શ્રી તમે હિન્દી ભાષી છો ,અને કઈ વસ્તુ તમને પ્રભાવિત કરી ગઈ કે તમે છોડી દીધો,"ગોરે વિસ્મયતાથી પૂછી લીધું
"આપ બ્રાહ્મણ હો,ઓર ભગવાનકી કૃપા આપ પર હોતી હૈ,સબ માનતે હૈ,ઔર  હમ ભી વહી માનતે હૈ,ઇસીલિયે હમારે લિયે દુઆ કરના,ઔર આપ જલ્દી નિકલો, ક્યોંકિ હમે કિસીકી લંબી હાજરી પસંદ નહિ હૈ,"ગોરને જવાબનો અંત થોડો ભારે લાગ્યો એટલે "ભગવાન તમારું ભલું કરે ભાઈ" એમ કહેતા સાઈકલને લઇ ચાલવા મંડ્યા,પણ ચાલતા રોકાયા,અને કહ્યું,"કોઈને બહુ હેરાન ન કરશો "અને સરદારે જવાબમાં ડોકી હલાવી પણ તેના ચહેરા પર હવે ગોર માટે શંકા ઉપજી એવું ગોરને લાગ્યું ,જય શ્રી કૃષ્ણ કહી તેઓ ચાલવા મંડ્યા,બધાની નજર ગોરને સડક સુધી જોતી રહી અને ગોરે સાયકલ પર બેસી ભગવાનનો પાડ માની ઘર માટે પ્રયાણ કર્યું ,ચાલતી સાયકલને ભૂલી ગોર કઈ કેટલાય વિચારોના સકંજામાં અટવાઈ પડયા,આવો સનસનાટી ભર્યો પ્રસંગ ભલ ભલાને વિચારતા કરી મૂકે,પણ એક પ્રશ્ને તેમને ખુબ દબાવ્યા ગોરાણીને આ પ્રસંગની વાત કહેવી કે નહિ અને જો કહે તો તેની અસરો તેમને માટે સહી સલામત હશે !! કેમકે આ લૂંટારા હતા,અને ગોરને વિના કોઈ હેરાનગતિ છોડ્યા તે એક અજાયબી હતી,પણ ગોરાણી ભૂલથી વાતનું વતેસર કરી દે અને વાત ફરતી થઇ ગઈ તો લૂંટારા જરૂર મરજીવા બને અને પછી તો જે ન બનવાનું બને ગોરને જરૂર જોખમ લાગ્યું,એટલે ન કહેવા માટે મનને મક્કમ કર્યું,પોતે સમજતા હતા કે આ પ્રસંગ આખા સમાજ સાથે જોડાયેલો છે, પણ પોતાના સંસારને જોખમ માં મુકવાનું તેમને પસંદ ન હતું,ભૂલીને વાત ને સમેટી લેવી એવા નિર્ણય સાથે ક્યારે ઘર આવી ગયું તેમની તેમને ખબર ન પડી પછી તો,ચાર પાંચ દિવસ ગોરને યજમાનના કામ માટે સતત જવાનું થયું,પણ તેજ સડક પર તેમની સાયકલ કીચુક કીચુક અવાજ કરતી જતી અને આવતી રહી અને ચીસની જગ્યા આવે એટલે ધીરા પડીને ઉભા રહી ગોર પગ ટેકવી પેલા ઝાડ તરફ જોતા રહયા પણ ત્યાં કોઈ અવાજ કે કોઈની ચીસ તેમને સાંભળવા ન મળતી. એક દિવસ તો ગોર તે જગ્યાએ જઈ પણ આવ્યા,પણ નવાઈ વચ્ચે ત્યાં કોઈ ન હતું,બધું ક્યાં ઓઝલ થઇ ગયું,ગોરને લાગ્યું કે લુટારાના રૂપમાં પાંચ પાંડવો તો નહિ આવ્યા હોય,અને  તે વિચારે તે પોતાને જાત પર હસતા રહયા,ઘોર કળિયુગમાં ક્યાંથી બને એ બધું,પણ એનો પડઘો રાતે ઊંઘમાં પણ પડતો,અને ગોરાણી પણ એકદમ હસવાના અવાજથી જાગી જતા,"તમને શું થાય છે"એવો પ્રશ્ન વારંવાર પૂછતા પણ તેમને કોઈપણ સંતોષ ભર્યો જવાબ ગોર પાસેથી મળ્યો ન હતો,સંતોષી ગોર રોજ પોતાની સાઈકલના કીચુક કીચુક અવાજ સાથે યજમાનવૃત્તિ કરવા નીકળી જતા. એક વાતને યાદ કરતા કે ભલા ભગવાન કયા રૂપમાં તેમની મદદે આવ્યા,પાંડવોની માફક સખાના રૂપમાં
કે આ પણ પોતાના વિચારોની અતિશયોક્તિ છે !!!.

સમાપ્ત.

No comments:

Post a Comment