નારાયણ નામની હો
નારાયણ નામની હો માળા છે ડોકમાં(૨)
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં....(૨)જુઠું બોલાય નહિ,ખોટું લેવાય નહિ(૨)
અવળું ચલાય નહિ હો,માળા છે ડોકમાં..
ગુરુજીના નામની હો....
ક્રોધ કદી થાય નહી, પરને નિંદાય નહિ(૨)
કોઈને દુભવાય નહિ હો,માળા છે ડોકમાં...
ગુરુજીના નામની હો.....
પરને પીડાય નહિ,હુપદ ધરાય નહિ(૨)
પાપને પોષાય નહિ હો માળા છે ડોકમાં...
ગુરુજીના નામની હો ....
સુખમાં છકાય નહિ,દુઃખમાં રડાય નહિ(૨)
ભક્તિ ભૂલાય નહિ હો ,માળા છે ડોકમાં.....
ગુરુજીના નામની હો ....
ધન સંગરાય નહિ,એકલા ખવાય નહિ,(૨)
ભેદ રખાય નહિ હો માળા છે ડોકમાં....
ગુરુજીના નામની હો.....
બોલ્યું બદલાય નહિ,ભેખને સજાય નહિ,(૨)
બાનું લગવાય નહિ હો,માળા છે ડોકમાં....
ગુરુજીના નામની હો.....
શ્રી હરી હરા નંદ કહે,સત્ય છુપાય નહિ(૨)
નારાયણ વિશરાય નહિ હો,માળા છે ડોકમાં....
ગુરુજીના નામની હો....
જય શ્રી કૃષ્ણ.
No comments:
Post a Comment