શ્રધ્ધા અને પ્યાર
સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
સતત દયાન અને પુંજા કરવાવાળા મને પ્રાપ્ત કરશે,જો શ્રધ્ધા હશે તો તમે ૧૦૦૦ કી.મી. ચાલીને પણ
સત્સંગમાં આવશો,સવારે પાંચ વાગે બોલાવશે તો પણ આવશો અને શ્રદ્ધા નહિ હોય તો તમારા ઘરની નજીકના હોલમાં કાર્યક્રમ કરવામાં આવે તો તમે પૂછશો રવિવારે ન યોજી શકાય,અને અમેરિકામાં તો જીવવા અને મરવા પણ રવિવાર જોઈએ,જીવવા,મરવા,ખુશી અને દુખ માટે પણ રવિવાર જોઈએ જો કોઈ વિક ડેયજ માં મરી જાય અને પ્રસંગ કરવાનો આવે તો કહે આને આ જ દિવસે મરવાનું હતું ,રવિવાર જોઈએ,સુવિધા હોય કે ન હોય બધી વસ્તુને છોડીને આવી જાવ તો શ્રધ્ધા કહેવાશે,જ્યાં કોઈ શરત નહોય
પ્રેમમાં શરત ન હોય,શ્રધ્ધામાં શરત લગાવવામાં નથી આવતી,ભગવાનને મેળવવા માંગું છું પણ,જો,કિન્તુ ,
પરંતુ ,બહુ જ લગાડવામાં આવે છે,જ્યારે તેમાં કોઈ જો કે પણ .જેવા શબ્દો છેજ નહિ,જયારે બોલાવશે
ત્યારે આવી જશો,યાદ આવશે ને ચાલી પડશો,તો શ્રધ્ધા તમારામાં ખુબ હોય અને કોઈ શરત ન હોય ત્યારે તમારી ભક્તિ સફળ થશે,અને શ્રધ્ધા નહિ હોય તો કદાચ ભગવાન સામે હશે તો પણ કામ નહિ થાય,કંસની સામે કૃષ્ણ અને રાવણની સામે રામ હતા તોય કઈ ફરક નહોતો પડ્યો,કંસને કૃષ્ણએ મારી તો નાખ્યો પણ
બદલી ન શક્યા,રાવણને પણ મારી નાખ્યો પણ એ જેવો હતો તેવો જ રહ્યો,તમે વિચારશો કૃષ્ણ સામે હોય તો બધું બદલાય જવું જોઈએ,કેમ બદલાતું નથી,કેમ ચેન્જ નથી આવતો,કેમકે શ્રદ્ધા નથી પ્યાર નથી,શ્રદ્ધા હશે અને ભગવાન કે કોઈ દેવતા સામે હશે તો એકદમ ફરક પડવા માંડશે,શ્રદ્ધા નહિ હોય તો કોઈ ફરક નહિ પડે,પ્રાણોમાં તરસ નહિ હોય,પ્યાર નહિ હોય તો ભગવાન સામે હશે તો પણ કોઈ ફરક નહિ પડે,એટલે શ્રદ્ધા જોઈએ,ખુબ શ્રદ્ધા જોઈએ,બુદ્ધ આવ્યા,બુદ્ધની સામે કેટલા બધા લોકો રહ્યા,પણ કોઈ ફરક નહિ,
શ્રધ્ધાવાલો એક પણ માણસ ન ગયો,એક માણસ હતો તે બુદ્ધની સામે ત્રીસ વર્ષ પછી ગયો,તેમની વિષે
સાંભળતો રહ્યો,બુદ્ધે આ કહ્યું તે કહ્યું,તે આવા હતા તેવા હતા,અને જેવો જવા મારે તૈયાર થતો તો ઘરમાં કોઈ ને કોઈ મુસીબત આવી જતી,ક્યારેક ક્યારેક મુસીબત આવી જતી અથવા કોઈ મોટી બિઝનેસની ડીલ આવી
જતી, કયાંક ખબર પડે કે બુદ્ધ નજીકમાંજ આવ્યા હોય અને મલવા જવાનું વિચારે તો ઘરમાં કોઈ ખુશીનો પ્રસંગ આવી જાય ,ક્યારેક કોઈ મળવા આવી જાય,ત્રીસ વર્ષો સુધી એવું બન્યું કે તે જઈ જ ન શક્યો,અને ત્રીસ વર્ષો પછી કોઈકે કહ્યું કે બુદ્ધ નજીકમાંજ છે,પણ એ એવા નથી રહ્યા કે શરીર સંભાળી શકે,કદાચ તે જવાના હોય,બસ એટલુજ સાંભળવાનું હતું,તે તો એવો ભાગ્યો, હું તો ભાંગી પડ્યો છું,લુટાઈ ગયો છું,યુગની
એક અવાજ બનીને દેવતા આવ્યા હતા અને હું મળી ન શક્યો,દુનિયાની માથાકુતોમાં પડ્યો રહ્યો,તે ફરી નહિ
આવી શકે આ ચંદ્ર અને તારાઓ તેના સાક્ષી છે,કે બુદ્ધ આવ્યા હતા ધરતી પર અને હું નજીક હોવા છતાં મળી ન શક્યો,અને જેવો તે ભાગ્યો કોઈકે આવીને સુચના આપી કે તેના છોકરાનો પગ ભાંગી ગયો, તેણે કહ્યું ભાંગી જવા દો,કેટલાક માણસો રસ્તામાં મળ્યા તેમણે કહ્યું અમે લોકો તમારે ઘરે j જ આવતા હતા,તમારી સાથે ધંધો કરીને બહુજ ફાયદો થયો,એક ઘણું મોટું અને સારું ધંધાનું પ્રપોઝલ લઈને અમે આવ્યા હતા,તેણે કહ્યું પ્રપોઝલ તો આવતા જ રહેશે, હવે હું કોઈ વાત સંભાળવાનો નથી,તે દોડતો જાય છે ગામ પસાર કરતો જાય છે એક ગામ પાસે જેવો પહોચ્યો તેનો પ્રમુખ હતો તે તેની સામે ઉભો રહી ગયો,તેણે કહ્યું પ્રણામ કરું છું હું તો તમારે ઘેર જ આવતો હતો,અને તમારી દીકરીનો વિવાહ મારા દીકરા સાથે થઇ જાય,અને તે માણસ સ્વપ્ના જોતો હતો કે તેનો સબંધ પેલાના ઘર સાથે બંધાઈ જાય,તેને લાગ્યું કે બધા કામો પુરા થતા નજરે પડે છે,બધી વસ્તુઓ સામે આવી રહી છે,વાંધાઓ પણ સામે પડતા નજરે પડે છે,દીકરાનો પગ ભાંગ્યો છે ,અહી ધંધામાં પણ સારો મોકો મળવા જઈ રહ્યો છે,અહી દીકરી માટે પણ સબંધ બંધાતો નજરે પડે છે,ત્યાં અંદર પણ અવાજ નો
પડઘો પડે છે બુદ્ધ જઈ રહ્યા છે,તેણે કહ્યું આજે હું દુનિયાની વાત નહિ સાંભળું,સબંધ પછી પણ બંધાશે,દુકાન પછી પણ ચાલતી રહેશે,જેનો પગ ભાંગ્યો છે એની સારવાર કોઈ પણ કરી લેશે પણ બુદ્ધ જતા રહ્યા તો પછી કઈ સમાલી નહિ શકાય,મારે જવું છે અને તે ભાગતો ભાગતો પહોચ્યો,અને જે મહાત્મા બુદ્ધ સાંજ પડી છે અને શરીર છોડવાની સ્થિતિમાં છે,કેટલાક લોકોથી તે ઘેરાયેલા છે, તે આગળથી ખસેડી કાઢે છે, ખસીજાવ, મને મળવા દો,પાસે પહોચી ગયો,તો તેમનો એક પ્રમુખ શિષ્ય આગળ ઉભેલો હતો,હવે તે તેને ખસેડી નથી શકતો,પણ બુદ્ધે ઈશારો કર્યો,કહ્યું એને આવવા દો,નજીક પહોચી ગયો તો તેની આંખમાંથી આંસુ વહી રહ્યા છે,બુદ્ધે કહ્યું હવે આવ્યો,કેટલી વાર લગાડી તે,તને પૂરી તરસ લાગી છે,ધ્યાન રાખજો ભક્તોને જ કહે છે,જેને પુરેપુરી તરસ લાગી જાય,પુરેપુરી તરસ જેને લાગી જાય છે,તરસ ખુબજ ઉચાઈયે પહોચી છે, પછી માણસ નોટો ગણવામાં ધ્યાન નથી લગાવતો,પ્રાણ નીકળવાના છે તરસથી,ત્યારે તેને દુનિયાના આકર્ષણો નથી સમજાતા,કોઈની વાત સારી નથી લગતી ,પાણી શોધવા માંગે છે,કહેવાય છે ભક્ત તે છે જેને પૂરી ભગવાનની તરસ લાગી જાય,તેનેજ ભગવાન મળે છે બીજા કોઈને નથી મળતો,અમે તો ભગવાનને મેળવવા માંગીએ છીએ પણ અમારી જે આવશ્યકતાની જે લીસ્ટ છે ને
તેમાં ભગવાન છેલ્લા નંબરે છે,એટલા માટે નથી મળતો, અમે બીજી બધી વસ્તુઓ પહેલા મેળવવા માંગીએ છીએ તેની સાથે ભગવાન મળી જાય તો મળી જાય,પણ પછી, પહેલા નહિ,જેને ભગવાન પહેલા જોઈએ,બાકી વસ્તુઓ પછી તેને જ ભગવાન મળે,બુદ્ધે કહ્યું તું આવી ગયો છે પણ બહુજ વાર લગાડી દીધી,તે મનમાં ને મનમાં બોલતો રહ્યો,હું શું જાણું હું કેવી રીતે આવી ગયો ,પણ આવી ગયો છું,એટલું બરાબર નથી,આવી ગયો છું,ગમે તે રીતે,બુદ્ધે કહ્યું તું કઈ મેળવવા માંગે છે પણ તરસ કેવી રીતે બુઝાવું,પનઘટ બંધ થઇ ગયો છે,તેની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા છે પણ એક મુસ્કરાત પણ છે,છેલ્લા સમયે હું પહોચી તો ગયો,બુદ્ધ આશીર્વાદ આપીને જતા રહ્યા,પણ તે માણસ પછી ઘરે ન ગયો, તેણે કહ્યું હું તે દુનિયામાં નહિ જાઉં જેણે મને અહી પહોચવા ન દીધો,,હવે હું તેનો થઇ ગયો છું, લોકોએ પૂછ્યું શું કરશો,તો તેણે કહ્યું જે તેણે મને સંભળાવ્યું છે તે હું સંભળાવીશ,લોકોએ પૂછ્યું પણ તમે તો કઈ સાંભળ્યું જ ન હતું તેણે શું કહ્યું હતું,તમે તો તેનો ઉપદેશ સાંભળી નહોતા શક્યા,જેમણે સાંભળ્યા છે તેમની પાસેથી સાંભળતો રહીશ અને આગળ સંભળાવતો રહીશ,અને મારે આજ કામ કરવાનું છે બીજું કશું કરવુજ નથી,પણ જ્યારે કોઈ બુદ્ધની વાત સંભળાવે ત્યારે તે ફક્ત કાનથી નહોતો સાંભળતો,કાનની સાથે હૃદયથી પણ સાંભળતો હતો,પોતાના રોમ રોમથી તે સાંભળતો હતો,અને એકે એક માણસને તે પગે લાગતો હતો,જે તમે સંભળાવી રહ્યા છો તે મારા બુદ્ધનો સંદેશ સંભળાવી રહ્યા છો,ગુરુનો સંદેશો આટલા પ્રેમથી સંભળાવવાવાળો કોઈ મળી જાય,એને લાગતું હતું કે આ સાચો સંબંધી મળી ગયો, જેમણે અગાધ શ્રધ્ધા રાખી ગુરુ ઉપર તેમણે આ મેળવ્યું, શાલીપુત્ર બુદ્ધની નજીક રહેતા રહેતા તેના રંગમાં રંગાઈ ગયો,બુદ્ધનું રૂપ અંદર આવી ગયું,બુદ્ધ જેમ બોલતા હતા તેમ એની અંદર પણ કુવો ખોદાઈ ગયો,પાણી એની અંદર પણ અમૃત આવી ગયું, આ ગુરુના પનઘટ ઉપર પાણી પીવા વાળા તો ઘણા લોકો હતા પણ જેના હૃદયમાં પાણીનું ઝરણું ફૂટ્યું તેવા શાલીપુત્ર,બુદ્ધે કહ્યું કે જાઓ, જેવું મેં કહ્યું તેવો સંદેશ દરેક ઘરમાં પહોચાડી દો,તારો દીવો સળગી ગયો, જેના દીવા હોલવાયેલા છે તેને સળગાવી દે,ધ્યાન રાખજો બુદ્ધે ક્યારેક કહ્યું હતું, કે જમીન ઉપર તળાવ જુઓ તો એ ન સમજશો કે તે ફક્ત પાણી છે,યાદ રાખજો તે તમારા જન્મ જન્મના આંસુ છે,એટલા જન્મો તમે લઇ ચુક્યા છો,ક્યાંક પર્વત જુઓ તો એ ન સમજશો પત્થરો અને માટીથી જોડાયેલો ભાગ છે,તમે એટલીવાર મરી ચુક્યા છો,અને તમારા હાડકા જોડાતા રહ્યા તો એ પર્વત બની ગયા,તમે એટલી વાર મર્યાં છો અને એટ એટલી રાખ અને હાડકા જોડાતા રહ્યા કે તે પર્વત બની ગયા,તમે એટલા જન્મો લઇ ચુક્યા છો,અને દરેક જન્મની એજ વાત હતી,એવી રીતેજ રડ્યા હતા એવી રીતેજ તડપ્યા હતા,
હવે કેટલીવાર ફરી મરવા માટે ઉભા છો,હવે મરો તો એવા મરો કે પછી મરવું ન પડે,જીવો તો એવી રીતે જીવો કે તે જીવન યાદ કરી શકાય,ચાલો તો એવી રીતે ચાલો કે ચાલવાનું નકામું ન થાય,મંઝીલ સુધી પહોચી શકાય,કૃત્ય કરો તો એવું કરો કે દુનિયામાં તમારી કૃતિ યાદ કરી શકાય,એવી રીતે જીવવાનું શરુ કરો,બુદ્ધે જે કહ્યું,શાલીપુત્રના જીવનમાં ઉતરી ગયું,બુદ્ધે કહ્યું હોલવાયેલા દીવા સળગાવવાના શરુ કરો તો તે ચાલી નીકળ્યો,પણ તેને લાગતું હતું,હું આવી તો ગયો છું દુર પણ તેને રોજ ગુરુને પ્રણામ કરવાની ટેવ હતી, હવે કેવી રીતે પ્રણામ કરીશ,પાછો જઈ નથી શકતો કેમકે ગુરુએ કહ્યું જાઓ જઈને કાર્ય કરો,તો છેલ્લે એને એક રીત મેળવી,રોજ સવારે કોઈ એક દિશામાં પ્રણામ કરતો હતો તો બીજે દિવસે કોઈ બીજી દિશામાં પ્રણામ કરતો હતો, તો કોઈકે પૂછી લીધું કે તમે આમ રોજ જુદીજુદી દિશામાં પ્રણામ કરો છો,તેને કહ્યું મારા ગુરુ કઈ દિશામાં જતા હોય છે તેની મને ખબર હોય છે,એટલે તેજે દિશામાં હોય તે દિશામાં પ્રણામ કરીને તેમના આશીર્વાદ લઇ લઉં છું,હવાઓને કહું છું કે જાઓ મારા સદગુરુને સ્પર્સ કરીને આવો,અને પછી મારા માથા ઉપર સ્પર્સ કરી લેજો જેથી મારા ગુરુજીની ચરણ રજ મારે માથે ચઢી જાય,શા માટે કહેતો હતો તે,ભગવાને જીવન આપ્યું છે, તેની દયા, પણ જીવવાનો રસ્તો ન બતાવ્યો, જીવન જીવવાનો રસ્તો બતાવે છે સદગુરુ જીવન આપવાવાળો મહાન છે પણ જીવન જીવવાનું શીખવાડવા વાળો તેથી પણ મહાન છે,એટલે કબીર કહેતા પહેલા સદગુરુ ને પ્રણામ કરજો, ભગવાનને પછી પ્રણામ કરી લેજો,સુફી લોગ કહે છે,કોઈ એક મુસાફરને ભાષા નહોતી આવડતી તો ગામની બહાર રાખવામાં આવ્યો,અને કોઈએ તેને લોટ,ચોખા, દાળ,નામક મસાલા તેલ વગેરે સામગ્રી કાચી અવસ્થામાં તેની પાસે મૂકી દીધી પણ તે બિચારાને ખાવાનું કરતા નહોતું આવડતું,તે ત્રણ દિવસ સુધી ભૂખો બેસી રહ્યો,સુફી લોકો કહે છે આ વાત બધાની છે,બધી વસ્તુઓ ભગવાને આખી દુનિયામાં આપેલી છે,દરેક દર્દની દવા ભગવાને ઉપજાવી છે,પણ તમને ખબર નથીને કઈ દવા ખાવાથી દર્દ દુર થશે,બધી વસ્તુઓ છે દુનિયામાં જેનાથી શાંતિ થાય છે પણ તમને ખબર નથી, લોટ છે, દાળ છે પણ તમને ખાવાનું બનાવતા નથી આવડતું,જેને વિધિ આપી ,રીત બતાવી દીધી,અને તમે તમારું, પેટ ભરતા શીખી ગયા તમારી તરસ છીપાવવાનું શીખી ગયા,તે વિધિ બતાવવા વાળા સદગુરુ જ છે એટલે તેમને પહેલા પ્રણામ કરવા જોઈએ,જીવનને વધુ સારું બનાવવા તે અમને રસ્તો આપે છે,તો અલગ અલગ દિશાઓમાં રોજ પ્રણામ કરે છે,એટલા માટે ગ્રંથોમાં એ કહેવામાં આવ્યું છે,મંત્રો ત્યારે સફળ થશે, જયારે ગુરુના માધ્યમથી મંત્રો લઈને તમે એને જપવાનું શરુ કરો,દરેક તીર્થ તમને સારું ફળ આપશે જ્યારે ગુરુએ આપેલી વિધિ પ્રમાણે ચાલતા તીર્થ બાજુ જાઓ,ગુરુવાળા થાઓ તો આ વસ્તુઓ તમને લાભ આપશે,પણ હું તમને બતાવું છું કે જેનાં પ્રાણોમાં પ્યાસ છે તે દરેક મુસીબતોને પાર કરીને,દરેક અગવડતા કુદીને પહોચશે, મેળવશે, અને જેનામાં શ્રધ્ધા નથી,તરસ નથી તેને નહિ મળે,વિવેકાનંદ આવ્યા આ દેશમાં સ્વામી રામતીર્થ પણ આવ્યા,વિવેકાનંદ પછી રામતીર્થ આવ્યા,હિન્દુસ્તાન તે વખતે ગુલામ હતો, રામતીર્થ સાજે જયારે સુરજ આથમતો હતો,ભારતમાં રહેતા હતા તો સુરજને ઉગતો જોતા હતા,અમેરિકામાં રહેતા તેઓ આથમતા સુરજને જોતા હતા,તે વખતે તે એક ગીત ગાયા કરતા હતા,રૂખી સુખી ખાયેંગે,ભારતકા માંન બધાયેંગે, એક એવું ગીત ગાતા હતા,તો સાંજ થતા થતા તે સુરજને જોતા હતા તેમની આંખોમાં આંસુ વહેતા હતા,કોઈએ તેમનો અવાઝ સાંભળ્યો કે તેઓ શું કહેતા હતા,તો તે કહેતા હતા સુરજ તું જજે ભારત દેશમાં જઈને ઉગશે,આ દેશથી વિદાય લઈને મારા દેશમાં ઉગશે,તો આ મારા આંસુઓને લઈને જજો મારો દેશ ગુલામ છે,ક્યારેક તે આઝાદીનો સુરજ જુએ,આ આસુઓને લઈને જજો તેને કોશ બનાવીને મારા દેશના ખેતરો ઉપર વરસાવી દેજો,ખેતરમાં ફસલ લહેરાઈ જાય અને મારા દેશનું ગૌરવ ઊંચું થઇ જાય,એક ભારતના સંતની આત્મા પોકારતી હતી કેમકે તે શ્રદ્ધાવાળા હતા,જેને શ્રધ્ધા છે તે ભગવાન માટે,દેશ માટે માનવતા માટે એટલોજ પ્રેમ રાખીને પોકારશે,એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ સમજાવે છે કે જે શ્રધ્ધાવાલો હશે તે જ મારો થઇ શકશે,શ્રધ્ધાવાન લભતે જ્ઞાનમ...,શ્રધ્ધાવાલો એ જ્ઞાનને પ્રાપ્ત કરી શકશે,શ્રધ્ધાને માં પાર્વતી કહેવામાં આવી છે, વિશ્વાસને કહેવામાં આવ્યું છે તેશંકર છે,કૃષ્ણે તમે માનો છો પણ કૃષ્ણ તમે ત્યારેજ બની શકશો જ્યારે શ્રધ્ધાવાન થશો,જો શ્રધ્ધા જ નથી તો કૃષ્ણ સામે હશે તો પણ નહિ મળી શકે એટલે શ્રધ્ધા પહેલા અને વેદોમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે,શ્રધ્ધામ પ્રાત: હવામહે....શ્રધાને સવારે નિમંત્રણ આપો કે હે શ્રદ્ધા અમે તને પ્રભાતમાં પોકારીયે છીએ,ભગવાન શ્રી કૃષ્ણે તો એ પણ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કેવી છે, તેની પર્સનાલીટી કેવી છે, તેનું વ્યક્તિત્વ કેવું છે,જેવી જેની શ્રધ્ધા હોય છે તેવું તેનું વ્યક્તિત્વ હોય છે,તો શ્રધ્ધા તમોને ભગવાનની પાસે લઇ જઈ શકશે,જેની અંદર શ્રધ્ધા હતી તેઓએ ભગવાને મેળવી લીધો તેઓએ ગુરુને પણ શોધી કાઢ્યા,ગુરુની નજીક લોકો જાય છે ગીતામાં ભગવાન કહે છે, તટ વિધિમ પ્રની પાટીમ... તેમની પાસે જઈને જ્ઞાન આપો પણ પ્રની પાટીમ...પ્રણામ કરીને,પૂરી રીતે માથું નમાવીને પ્રણામ કરીને અને શ્રધાવાળા બનીને,એકવાર ગુરુના થઇ જાવ,પછી દુનિયા આઘી પછી થઇ જાય તો પણ હલશો નહિ,એકવાર ટકી જાવ પછી પૂરી રીતે સમર્પિત થઇ જજો,કેટલાક લોકોની ટેવ હોય છે આજે મારી વાત સાંભળે છે તો સારી લાગે છે,પ્રભાવિત થઇ રહ્યા છે, કાલે કોઈ બીજા આવશે એને જોઇને પ્રભાવીત થશે,એક ઘરડી માં મને મળી તેણે કહ્યું કે તમને સાંભળીને એટલું સારું લાગે છે, મને તો એમ થાય છે કે તમને મારા ગુરુ બનાવું મેં કહ્યું સારું,તો તેણે કહ્યું કાલે મંત્ર આપજો,તો મેં કહ્યું પહેલા ગુરુ કર્યા હતા,તેણે કહ્યું છ કર્યા હતા પણ તે હવે રહ્યા નથી, મેં કહ્યું સારું તો શું થયું,કે જો મેં પહેલીવાર ગુરુ કર્યા તે છ મહિનામાં જ ઉપર જતા રહ્યા,,મેં કહ્યું પછી,
બીજા મેં એક સાલ પછી કર્યાં,પણ તે એક સાલ જ ચાલ્યા,તો પછી મેં કહ્યું તમે જે છ પહેલા કર્યા હતા તે હજુ છે,તો બોલે તે તો નથી રહ્યા,તો પછી મેં કહ્યું હવે , તો કહે તમે જ બોલો, હવે તો તમારી તરફ શ્રધ્ધા જાગી છે,મેં તો પછી હાથ જોડીને કહ્યું માતા આપ કોઈ બીજાને શોધો હું તો હજુ, સમજી ગયા ને તમે,કેમકે જે કોઈને તેમણે ગુરુ બનાવ્યા તે બધાને પાર ઉતારી દીધા,ન જાણે શું શ્રધ્ધા ભક્તિ રહી હશે તેમની, પણ એકવાર કોઈના થાવ તો પૂરી રીતે તેના થઇ જાવ,એકાદ વાર ભૂલ સુધારી શકાય છે પણ વારંવાર નહિ,મળો, મન તૈયાર થયું હૃદય તૈયાર થયું, થોડું ઘણું અગર, મગર હોય તો એને ફેકી દો,કેમકે અગર મગરના ચક્કરમાં રહેશો તો તમે ચુકી જશો, પછી પ્રસંગ ખોવાઈ જશે,નદીના કિનારે ઘણી બધી નાવડીયો હોય છે,એકને ચુતવી પડે છે,એક પર જ બેસી જાવ તેજ પાર કરી આપશે,પણ એકમાં બેઠા અને બીજીમાં પગ રાખી રહ્યા છે,તો પછી ડૂબવાનો કાર્યક્રમ થઇ જશે,એટલા માટે એકવાર સમર્પિત થયા પછી ચાલવા માટે સંકલ્પબદ્ધ હોવ તો કાર્ય થાય છે,એક નિવેદન તમોને બધાને એ કરીશ,કેટલીક વસ્તુઓ તમે સાથે જોડી લો,,હું તમને જલ્દી જલ્દી કેટલીક વસ્તુઓ બતાવીશ,એક તો જપને શીખો, જપ કરવાનું,જપ તો જપ કરીને ભગવાનનું નામ લેવાનું,પણ રીતો ઘણી બધી હોય છે,ચૌદ રીતો છે,એક બોલી બોલીને જપ કરવો,ગાઈને, બોલીને, એક ગણગણીને કોઈ ટયુન ચાલી રહી હોય,પોતાના રોમ રોમમાં એ ધુનોને ગુન્જાવો છો,હે ગીરીરાજ ધરન મૈ તો તેરી શરણ, ગીરીરાજ ધરન મૈ તો તેરી શરણ,,તો જેમ ભજન ગાયું અને તમારો ભાવ ભગવાનથી જોડાઈ ગયો,તમારું મન ત્યાં જોડાયેલું છે,પણ એમજ ચાલતા ચાલતા તમે ગણ ગણો છો,ગાઈ તો નથી રહ્યા છતાં પણ ગાઈ રહ્યા છો ,બોલી તો નથી રહ્યા છતાં બોલી રહ્યા છો,એક એવી ખુશી જે અંદર બેઠેલી છે તે બહાર પ્રગટ થવા માંગે છે,બોલીને, ગણગણીને ,પ્રદક્ષિણા કરતા કરતા,મંદિરની ,પ્રદક્ષિણા કરી રહ્યા છો અને અને અંદરથી જપો છો,નિત્ય જપ,નીમીત જપ,કાયમ જપ, અને બાળક બરાબર થઇ જાય પત્ની બરાબર થઇ જાય,કાર્ય થઇ જાય,તે નિમિત જપ,ઘરમાં ખુશી આવી જાય, એક માળા આપણા નામની એક માળા તેના નામની,માળા લઈને જપ કરવો,વગર માળાએ જપ કરવો,.માળા હાથમાં લઈને,ધ્યાન રાખજો જે આંગળીથી માંડ ગણો છો,તે આંગળીથી માળા નથી ગણવાની, વચ્ચેવાળી બે આંગળીયોથી,મિડલ,અને રીંગ ફિંગર,થી માળા કરો,પહેલી આંગળી,ઇન્દેક્ષ ફીન્ગરને ને દુર રાખો,તે દુનિયાદારી માટે છે કોઈની સામે આંગળી કરો તો તેનો જ ઉપયોગ કરો છોને,અને ક્પીને દબાવીએ છીએ બેસી જાવો બેસી જાવો ,ઉભા થઇ જાવ, જતા રહો તો એ બધુજ તો પણ તેનો ઉપયોગ કરીએ છીએ,પણ એ વચ્ચેની બે આંગળી કોઈ કામમાં નથી આવતી,તો ભગવાનના કામમાં આવે,એમ જપ કરો,માળાથી જપવું, એક જપ હોય છે, ઉપાન સુજક,હોઠ હાલે, જેમ પ્યારની કોઈ વાત તમારા દોસ્તને તમે કાનમાં કહી રહ્યા છો,જેમ બાળક કોઈ વસ્તુ માંગવા માટે માના કાનમાં ગણગણે,મારે એ જોઈએ,એમ પ્યારથી ભગવાનને પોકારો,હોઠ હાલે અવાજ તમારા સુધીજ સંભળાઈ,બીજું કોઈ જાણે નહિ તેને ઉપાક્ષું જપ કહેવાય. અંદરને અંદર માળા ચાલતી રહે ,મનમાં ને મનમાં શ્રી રામ શ્રી રામ.....,ઓમ ઓમ ઓમ,....અંદર ને અંદર માળા ચાલે અને તમે તેમાં ધ્યાન અટકાવો,એને કહેવાય છે માનસિક જપ,એક બીજો પણ ઉત્ક્રસ્ત છે, ઉઠતા બેસતા ચાલતા ફરતા,સુતા જાગતા, તમારા અંદરથી રામનું નામ ચાલતું રહે તેને કહે છે અજપા જપ,ઘણા બધી રીતો છે,ગુરુની પાસે રહીને શીખવી જોઈએ,અને ઘણા બધા રસ્તા તપના છે,તપ કરવાની રીત એને પણ શીખો,તપ કરવાની રીત,તપ કરવાની જે રીત છે ને,પાપોને ધોવા અને આત્મા ને સાફ કરવા બધથી મોટી રીત,.તપની છે,તો સવારે યોગ સાધના કરાવીશું તો સાથે તપ વિષે પણ થોડુક બતાવીશું,તો તે વખતે તમો જે કઈ સાંભળો,તેને નિર્ણય કરીને પ્રયોગ કરી જુઓ,તમારા જીવનમાં એક ક્રાંતિ થશે,અને તમે જાતે અનુભવ કરશો,કે કેટલું મહાન પરિવર્તન તમારા જીવનમાં આવ્યું છે,તમારા સહુને માટે શુભ કામનાઓ,આપું છું,આવો નિવેદન કરીએ,
જહાં લે ચલોગે વહા મૈ ચલુંન્ગા,(૨) જહાં નાથ રાખ લોન્ગે વહી મૈ રહુંગા..જહાં......
એ જીવન સમર્પિત ચરણમેં તુમ્હારે,તુમ્હી મેરે સર્વસ્વ,તુમ્હી પ્રાણ પ્યારે,
તુમ્હે છોડ કરના, કસીસે કહૂંગા,જહાં......જહાં નાથ રખ લોગે.....
હરે રામ હરે રામ હરે રામ બોલો ,હરી ઓમ હરી ઓમ હરીઓમ બોલો,
હરીઓમ ,હરી ઓમ હરીઓમ બોલો,હરી ઓમ હરી ઓમ હરી ઓમ બોલો.
નમ: શિવાય, નમ: શિવાય,નમ: શિવાય,રીમ નમ: શિવાય
સીતા રામ સીતારામ સીતા રામ,બોલો,રાધે શ્યામ,રાધે શ્યામ રાધે શ્યામ બોલો....
આ સંસારના કણ કણમાં જે પરમ સત્તાનો વાસ છે,વહેતા ઝરણામાં,ખીલતા ફૂલોમાં,ચંદ્ર અને સૂર્યના પ્રકાશમાં,અને આંખોની જ્યોતિમાં,હૃદયની ધડકનોમાં જે શ્વેત સુંદર છે,ઉર્જા છે શક્તિ છે,તે તત્વની ઉપર ધ્યાન ધરીને,તેને શરણે થઈએ,રામ કૃષ્ણ પરમ હંસ એમ કહેતા હતા, તમારું મન કોઈ હાથીના જેવું છે,તેને નવડાવ્યા પછી જો છૂટો મૂકી દેવામાં આવે તો તેની ટેવ હોય છે તે ફરીથી ધૂળ તેના શરીર ઉપર નાખીને ફરી ગંદો થઇ જાય છે,અમે પણ સત્સંગમાં બેઠા પછી ફરીથી દુનિયામાં જઈએ છીએ,દુનિયાના ખરાબ વિચારોનો પ્રભાવ અમારા મન ઉપર આવે છે અને પછી મન એવુજ ગંદુ થઈ જાય છે,રામ કૃષ્ણ કહેતા હતા હાથીને નવડાવીને વાડીમાં એક ઘેરામાં લઇ જાવ,અને સાંકળોથી બાંધી દો, એમ મનને પણ એક પરિવેશમાં લઇ જાવ જ્યાં,ભક્તોનો પરમાત્માના લાડલાઓનો ,ભજન કરવાવાળાનો ઘેરો હોય ત્યાં ગુરુના પ્રેમની સાકળથી મનના દોરાને બાંધી લો પછી તે પોતાની જાતને ક્યારેય ગંદુ નહિ કરે,નહિ તો તેને પોતાને ગંદુ કરવાની ટેવ છે,મગજમાં કંઈનું કઈ ચાલ્યા જ કરતુ હોય છે,દુનિયાની ઘણી બધીપીડાઓ,ઘણું બધું દુખ,પોતાના કે બીજાઓના લગાડેલા ઘાવ,અમારી અંદર બધે પીડાઓ આપે છે, મન અશાંત રહે છે,ક્યારેક મન રડવાનું કે ભાગી જવાનું ,ક્યાંક દુર જતા રહેવાનું,વિચારે છે પણ દુનિયાના કોઈ ખૂણામાં શાંતિ નથી જ્યારે આપનું મન શાંત નથી,એટલે મેં કાલે તમને કહ્યું હતું,શાંતિની ઈચ્છાથી
શાંતિ નહિ આવે,ઈચ્છાની શાંતિ કરશો તો શાંતિ આવશે,બહુજ ઈચ્છાઓ છે અંદર ,અમે આખી દુનિયાને બદલી નાખવા માંગીએ છીએ,બધાને કહીએ છીએ કે બધા અમારા પ્રમાણે એડજેસ્ટ થાય,પણ અમે કોઈની સાથે એડજેસ્ટ કરવા તૈયાર નથી,અમે ઈચ્છીએ છીએ કે આખી દુનીયા નમી જાય પણ અમે નમવા તૈયાર નથી,અમે એવી ત્રાજુ લઈને બેઠા છીએ કે વેચવાની જુદી અને ખરીદવાની જુદી,તો એમ કોણ પસંદ કરશે,સારું થવા થોડા આપણે નમીએ થોડા બીજા એડજેસ્ટ કરે,એકબીજાને સમજે
એકબીજા સાથે મેળ કરી લે,તે સારી વાત છે, ધ્યાન રાખજો,,દુનિયાનું કામ તમારા વગર ચાલી શકે છે,પણ દુનિયાની વગર તમારું કામ નહિ ચાલી શકે,એટલા માટે બધાનો સાથ લેવો પડશે,કોઈને તમે પોતાનું બનાવી દો,તમે કોઈના બની જાવ,એનું નામ જીવન છે., અમે સમાજમાં રહીએ છીએ ,પશુ પંખી,કીડી ,પતંગ એકલા રહી શકે છે,પણ માણસને કોઈનો સાથ જોઈએ
આજથી તમે બદલાઓ.,આજ સુધી બહુજ ઉપદેશ સાંભળ્યા આજથી પોતાને પણ થોડા ઉપદેશ સંભળાવો,એકલા બેસીને થોડી પોતાની સાથે વાત કરીને જુઓ,જે પણ દુખો અમારી સાથે છે તેની જવાબદારી અમે બીજાના ઉપર ઢોળી દઈએ છીએ,થોડી જવાબદારી તમે રાખો અને જુઓ તમે શું શું કરી નાખ્યું હતું,અમારી ભૂલો ક્યા હતી,જેમ તમે પોતાની ભૂલોને સુધારવાની શરૂઆત કરશો,તે જો ઉપર કરુણા નીધાન છે તેનો આશીર્વાદ પણ મળવાનો શરુ થઇ જશે,અને પછી થોડું નમવાનું શરુ થઇ જાય તો જીવન આનંદથી ભરપુર થઇ જાય,બસ એને ધ્યાન રાખીને ચાલો અને આપની રોજની શરૂઆત પ્રાર્થનાઓથી કરીએ,આપના ભજનોમાં પણ પ્રાર્થના ને ઉમેરીએ,તમારી પ્રાર્થના પણ એવી ન હોવી જોઈએ કે ભગવાન મફતમાં જીતાડશો,કોર્નર નો ફ્લેટ આપવશો, પાડોશીને પાયમાલ કરી દેજે,મારું માઈક બરાબર કરી દેજે,
શરણમે આયે કે હમ તુમ્હારી,દયા કરો હે દયા તુમ્હારી (૨)
સમાલો બિગડી દશા હમારી, દયા કરોહે ,દયાલુ ભગવન
શરણમે, આયે.....
ન હંમ મે કમી હૈ ,ન હમ મેં શાંતિ ન હમ મેં સાધન,ન હમ મેં ભ્રાંતિ,
તુમ્હારે દરપે હૈ હમ ભિખારી,દયા કરો હે દયાલુ ભગવન
શરણમે આયે.......
જો તુમ હો સાથી તો હમ હૈ સેવક,જો તુમ હો પાલક તો હમ હૈ બાળક,
જો તુમ હો ઠાકુર તો હમ હૈ પુજારી,દયા કરો હે દયાલુ ભગવન
શરણમે આયે....
બુરે હૈ જો હમ તો હૈ તુમ્હારે ,ભલે હૈ જો હમ તો હૈ તુમ્હારે,
તુમ્હારે હોકર રહે તુમ્હારે,દયા કરો હે દયાલુ ભગવન
શરણમે આયે....
સદા હી કર દો મહા ની શાંતિ,હરો હમારે યે જ્ઞાન ભક્તિ,
કભી સમાલો બેતાબ આંધી,દયા કરો હે,દયાલુ ભગવન
શરણમે આયે.....
ઘણું મોટું સૌભાગ્ય છે, તમને બધાને મળવાનો આ અવસર પ્રાપ્ત થયો,આ થોડીક ભાવ્યાહિત વાતો,આપણે બધા કરીશું,પાછળવાળા સજ્જનોને બરાબર સંભળાઈ છે ને,જેને નથી સંભળાતું તે હાથ ઉચો કરે,હવે આ વાત કેવી રીતે તમને સંભળાઈ,આનો અર્થ ફક્ત એટલો જ છે,કે મારો અવાજ તમને થોડો ઓછો સંભળાઈ છે,તો થોડુક બરાબર કરી લો અને હું મારો અવાજ થોડો વધારું છું,કોઈ એક દિવસમાં પૂરી વાત નથી કહી શકાતી,છતાં પણ થોડીક વાતો કરવાનો પ્રયત્ન કરીશ,જો આપણે ઈચ્છીએ કે આપણી આધ્યાત્મિક યાત્રા બરાબર ચાલતી રહે,અને આપણે આપણા
જીવનને સારું અને સાચું બનાવી શકીએ, આનંદથી ભરપુર,પ્રેમથી ભરપુર, જીવનને થોડું રંગીન બનાવી શકીએ,તો સહુથી પહેલા તમે પ્રયત્ન કરો કે જે ચાલી રહ્યું છે,કે તમે તેમાં થોડું ચેન્જ લાવી શકો, કૈક પરિવર્તન કરવાનો પ્રયત્ન કરશો,ખોટું અને સાચાનો મેળ મેળવીને ક્યારેય તમે બરાબર નહિ થઇ શકો,ખોટાને ફેકી દેવું પડશે જ,સુધારા માટે પણ તૈયારી કરવી પડશે,તેના માટે કોઈ મૂહર્ત કઢાવશો એવું નથી જ્યારે તમે જાગી જાઓ,ત્યારથી તમારો નવો દિવસ શરુ થઇ જશે,એક ક્ષણ માં જીવન બદલાઈ જશે,જે ક્ષણમાં તમારામાં તમારું મન બદલાઈ જશે,તમારા વ્યવહારમાં પરિવર્તન આવી જશે,તો સહુથી પહેલા તો એ ધ્યાન રાખો,કે થોડા ભગવાન સાથે જોડાવાનો આપણે પ્રયત્ન કરીશું,શું કરવું જોઈએ,તો થોડા જપ,તાપ, થોડી પ્રાર્થના સ્તુતિ, ભગવાનનું નામ સ્મરણ,તેની જરૂરત છે બધાને તેનો રસ્તો બતાવું છું જલ્દી,જલ્દી ,જયારે આપણે સ્તુતિ કરીએ છીએ,તો ભગવાનના નામનો મહિમા કહીએ છીએ,અને સ્તુતિ કરવાથી ભગવાન માટે લાગણીયો ઉત્પન્ન થાય છે,પ્રેમ જાગે છે, આકર્ષણ વધે છે,શ્રધ્ધા અને વિશ્વાસ ખુબ વધે છે,ભગવાનના મહિમાને એ રૂપમાં કહો જે ગુણવાળા શબ્દો છે, કરુણા નીધાન છે,તું દયાળું છે,સર્વ શક્તિમાન છે,બધાનું ભલું કરે છે, તું દાનવીર છે,અનાથોનો નાથ છે,નીર્ધનોનું ધન છે, નીર્બલોનું બળ છે,તું દીનાનાથ છે,તું બધાનો સ્વામી, તું બંધુ, તું સખા,તું મારું જ્ઞાન તું સર્વસ્વ,મારા જીવનના પ્રાણો નો પ્રાણ છે,શુભ કરવાવાળો,દુખ હરવાવાળો,તું અંતર્યામી,તું પતિત પાવન ,આ જે નામો છે આ નામોને કેમ જોશો,અને નજીકનો અનુભવ કરો,તું ભક્ષણ હર છે,ક્ષમા શીલ છે,મારી ભૂલોને માફ કરજે,મેં ઘણી ઘણી ભૂલો કરી છે,હું ભૂલો કરવાનું કદી નથી છોડતો તું માફ કરવાનું કદી નથી છોડતો,હે પ્રભુ તારા સ્વરૂપને પ્રણામ,વારંવાર પ્રણામ,હું ખરાબમાં ખરાબ થઇ જાઉં છું અને તું પતિત પાવન થઇ જાય છે,મને પડેલાને છતાં પણ તું સંભાળી લે છે,તું રક્ષા કરવાવાળો પીર છે,તું માનું સ્વરૂપ છે,જગદંબા,
જગજનની,માં પરમેશ્વરી પણ તું જ છે,શરણાગતિ, પરિત્રાણ પરાયણે સર્વે સ્યાતી હરે દેવી નારાયણી નમોસ્તુતે,બધનું કલ્યાણ કરવાવાળી હે જગદંબા હે જગજનની,હે માં પરમેશ્વરી,જયંતી,મંગલકારી,ભદ્રકાળી,કપાલી, દુર્ગા,ક્ષમાં,શિવાધાત્રી, સ્વાહા,સ્વધા,નમો સ્તુતે,તું જ જયંતી,મંગલા, કાળી,.અનેક નામ છે તારા,હે જગદંબા, હે જગજનની,હે માં તને પ્રણામ કરું છું,
સર્વ મંગલ માંગલ્યે,શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી,નારાયણી નમોસ્તુતે,બધાનું મંગલ કરવાવાળી ,બધાનું દુખ દુર કરવાવાળી ,બધાની ઝોળી ભરવા વાળી,હે નારાયણી હે માં તને પ્રણામ.
આ સ્તુતિ છે પ્રભુની , તે જગદંબાની ,તે માની,તે પરમ સ્વરૂપ જગદંબાની સ્તુતિ કરતા નજ્દીક્તાનો અનુભવ કરો,આ સ્તુતિ છે,કોઈ પણ ભગવાનના કોઈ પણ નામનું સ્મરણ કરતા કરતા, પ્રચનદમ
પ્રગુસ્તમ,પ્રગ્લ્ભમ,પરેષમ...આ જે મંત્ર પાઠ તમે કરો છો,તમે ચતુષ્ઠ છો,વિશિષ્ઠ છો,પ્રચલિત છો,.
તમારાથી માંગ કઈ નથી,તમે અગોચર છો,.તમે અંતર્યામી છો,તમારા સ્વરૂપને પ્રણામ કરું છું,હું તને ભૂલી જાઉં દુનિયાની ઝંઝતોમાં ફસાઈને પણ હે મારા કૃપાલુ દેવ તું અમને ક્યારેય ન ભૂલતો,તારી શક્તિને પ્રણામ કરું છું,કઈ પણ યાદ કરતા,આપ્દામ અપહર્તારામ ,આપ્દાઓને હરીલેવાવાળા, દરેક પ્રકારની સંપદાને આપવાવાળા,દરેક પ્રકારની વિપત્તિઓને દુર કરવાવાળા,દરેક પ્રકારની સંપદા,ધન,દૌલત, સુખ સમૃદ્ધિ,ખુશી,આપે છે એવા અંતર્યામી રામને,કણ કણમાં રહેવા વાળા રામને,
હું પ્રણામ કરું છું,કોઈ પણ એક શ્લોકનો પાઠ કરીએ,તેની સ્તુતિ કરીએ,તો નજ્દીક્તાનો અનુભવ કરો,પણ યાદ રાખો જેવા જપ તેવી ભાવના બનાવો,તેવા મનના ભાવ જગાવતા રહો,જેવા જેવા નામ તમે બોલો છો તેને અનુરૂપ ભાવનાઓ બનતી જશે,તો તમને ભગવાનની નજ્દીકતા નો અનુભવ થશે,ભલે તમે ગમે તે સ્વરૂપને યાદ કરો,એક દંતમ,ચતુર ભૂજમ,ગણપતિ ભગવાનની સ્તુતિ કરી રહ્યા છીએને,વરદાન આપવાવાળા,જેઓ અનેક નામોથી પ્રખ્યાત છે,જેના કાન મોટા છે, જેમનું પેટ મોટું છે,શુપકર્ણકમ, જેના કાન મોટા છે,નાના મોટા ગરીબ અમીર બધાને જે સાંભરે છે,લમ્બોદરમ,પેટ મોટું છે,હાજા ખુબ મજબુત છે,બધાની સારી ખોટી વાતોને અંદર પચાવી લે છે,આપણે કોઈ વાતને પચાવી નથી શકતા તરતજ આખી દુનિયાને બતાવી દઈએ છીએ,ભાષમાં અંકુશ ધરીયમ,બંધન છે તેના હાથમાં અંકુશ છે,નિયંત્રણ છે, બ્રેક તેના હાથોમાં જ છે,દંડ કરવા પર આવે તો રડાવ્યા વગર છોડશે નહિ,અને વરદાન દેવા પર આવશે તો હસાવ્યા વગર છોડશે નહિ,ખુશીયો ખુશીયો થી ભરી દેશે,તો કોઈ પણ રૂપમાં તેની સ્તુતિ કરતા તેની નજ્દીક્તાનો અનુભવ કરો,
કર્પૂરગૌરમ, કરુણાવતારમ, સંસારસારમ,ભુજ્ગેન્દ્ર હારમ,સદા વસંતમ હૃદયારવિદે,ભવમ ભવાની સરીતમ નમામી,કર્પૂર ની માફક જેનો રંગ ગૌર છે,પણ કરુણાના અવતાર છે,દયાના અવતાર છે,દયાની સાક્ષાત મૂર્તિ છે,તો પોતાને બદલવાનો પ્રયત્ન કરો,કઠોર દંડ આપવા વાલા માલિક પણ તમારે માટે બદલવા તૈયાર થઇ જશે,તમે નહિ બદલશો તો તે પણ નહિ બદલાઈ,તમે બદલાઈ જશો તો તે બદલાશે ને તે દંડ આપીને તમને સજા આપવાનું નથી ઈચ્છતા,પણ તમને બદલાયેલા જોવા ઈચ્છે છે,તેને દંડ આપવામાં આનંદ નથી આવતો,શિવ પુરાણમાં અનુષ્ઠાનમાં કહે છે હું કોઈ પ્રાણધારી જીવને રડાવવા નથી માંગતો,મારી ઈચ્છા છે તેના દોષ નાશ પામે,જ્યારે કોઈ જીવ, પ્રાણી પોતાની જાતને પોતેજ પવિત્ર કરી દે છે,તો તે મારી નજીક થઇ જાય છે,અને જે પોતાની જાતને સ્વચ્છ નથી કરતો તેને હું દુખી કરીને દંડ આપું છું તે સુધરી જાય અને છતાય નથી સુધરતો તો તેને કઠોર તાપની વચ્ચેથી પસાર થવું પડે છે,જેમ કોઈ પાત્રને થોડો ઘણો મેલ લાગ્યો હોય અને પાણી સાથે ઘસવાથી સાફ થઇ જાય અને મેલ સાફ ન થાય તો તેને અગ્નિમાં ગરમ કરવામાં આવે,તેમ હું નરકમાં નાખવા નથી માંગતો,કઠોર દુખ આપવા નથી માંગતો,તો તમે જાતેજ બદલાવા તૈયાર થઇ જાઓ નહિ તો તે રુદ્ર છે, પણ સાથે
કરુણાવતાર પણ છે દયા કરવા પર આવશે તો ખુબ દયા પણ કરશે,તેની દયા અદભુત છે, તેનું તો નામ પણ ચમત્કાર કરે છે, દક્ષિણ ભારતમાં રામાયણનું એક અલગ જ રૂપ પ્રચલિત છે,કબંધકી રામાયણ છે પણ એવી રીતે તમે જુઓ તો ધડ્પાલ કવિએ પણ રામાયણનું રૂપ, રામજીના સ્વરૂપનું
વર્ણન કર્યું,હનુમાન નાટકકારે ,પણ દક્ષીણમાં એક કવિ થયો તેને કૈક જુદીજ રીતે કહી દીધું, કે રામજીના હાથે જે પથ્થરો નાખશે, રામજીનું નામ લખીને જે પથ્થરો સાગરમાં નાખશે તે તળશે, પણ રાવણે પણ જે પથ્થરો ઉપર પોતાનું નામ લખીને જે પથ્થરો નાખશે તે પણ તળશે, તો તેને રાવણ મેમરી લખી તેમાં લખ્યું,કે જયારે મંદોદરીએ રાવણને પૂછ્યું,કે તમારામાં તો એવી કરામત નથી કે પથ્થરો તળે તો પછી કેવી રીતે તર્યા,તો રાવણે કહ્યું મેં દરેક પથ્થરો પાસે જઈને કહ્યું તને રામના સમ જો ડૂબ્યો તો,સમ દેવાની રીત કામ આવી બાકી રાવણ શું કરી શકે,રાવણની પાસે તો ત્રીક હતી,તો જેનું નામ અને જેના સમ આપવાથી કામ થઇ જતું હોય,પથ્થર પણ ડૂબવાનું છોડી મુકે,તો નામ જપીને જુઓ, ડૂબવાના નથી ચોક્કસ તળશો જ, તેનું નામ લો પણ હૃદયથી,ટેપ રેકોર્ડમાં ચાલતી કેસેટ ની માફક નહિ,સી ડી પ્લેયર ન થઇ જાઓ હૃદયમાં નામનો,પ્રભાવનો અનુભવ થવા દો,તો એક રસ્તો તો છે સ્તુતિનો,જે મેં તમને બતાવ્યો,ભગવાનના કોઈ પણ રૂપનું ધ્યાન કરો,કોઈ પણ રૂપ લઈને તમો ભગવાનની સ્તુતિ કરો,પણ તેમાં ડૂબીને જુઓ,.જેવી રીતે તમો મનને અર્થની સાથે જોડતા જશો,અને તેમાં તમે ડૂબતા જશો તો ચમત્કારનો અનુભવ કરશો,ચમત્કારને તમે કૃષ્ણનું નામ આપો,નારાયણ પ્રભુનું નામ આપો,શિવનું નામ આપો,રામજીનું નામ આપો, કોઈ પણ નામ તમે જાણતા તેની સાથે મન જોડીને જુઓ,અને એ પણ યાદ રાખો જ્યારે તમે મંત્રનો જપ કરતા હો તો તેના સ્વરૂપનું ધ્યાન રાખો,શાન્તાકારામ ભુજગશય પદ્મના ભમ સુરેશમ..જેમનું સ્વરૂપ શાન્તાકારામ,શાંત છે,ભુજ્ગશયનમ,શાપના ખોળામાં જે સુતેલા પડ્યા છે, હવે અહી મઝાની વાત છે, સાપની ઉપર નિવાસ હોય અને શાંત હોય,એ તો સંભવ જ નથી,પણ મારા પ્રભુનું રૂપ જ એ છે,જ્યાં અશાંતિ ને અશાંતિ જ હોયજો અશાંતિની ઉપર બિસ્તર લગાવીને સુઈ જાય,તેજ મારા ભગવાનનું રૂપ છે અને મારા પ્યારાઓનું રૂપ છે,પરમાત્માને માનવાવાળાનું નું રૂપ છે,જો આપણે એવું સમજતા હોઈએ, કે બધું આપણે અનુકુળ થઇ જાય પણ એવું નથી,પણ પ્રતિકુળ સ્થિતિની વચ્ચે જે પોતાનું મન મનાવી લે,તો એનેજ ભગવાનનું ધ્યાન કરવાનું છે,વિશ્વાધારામ ગગન્સદ્ષમ, આખા સંસારના જે આધાર છે,
બધાજ પ્રાણીમાત્રનો જે આધાર છે,એનું સ્વરૂપ જ એવું છે,પદ્માભામ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે,ગગન સદ્ષમ નો પણ ઉપયોગ કર્યો છે પણ હું તો ફક્ત બે શબ્દો ઉપર ધ્યાન અપાવીશ,તે શાંત છે અને શાંતિ વગર જીવન ચાલી નથી શકતું,અને એક વસ્તુ યાદ રાખો ભગવાને બધાને સહુ વહેચી દીધું પણ એક વસ્તુ ન વહેચી,દુનિયા બની હતી અને દુનિયા બનતી હતી ત્યારે ભગવાને પોતાના બાળકોને કહ્યું જેને જે ચાહે તે લઇ જાઓ,તો બધાએ બધું લઇ લીધું,
કોઈકે કોર્નરનો ફ્લેટ લઇ લીધો,કોઈકે ડોલર તો સોના ચાંદી બધાએ પોતાની વસ્તુઓ લઇ લીધી
તો જુઓ, લક્ષ્મી માતાએ આવીને પૂછ્યું કે પ્રભુ તમે બધાને બધું વહેચી દીધું કૈક પાસે પણ રાખ્યું ,આ માણસ તમને યાદ કેવી રીતે કરશે,ભગવાને કહ્યું મેં બધાને બધું આપી દીધું પણ એક વસ્તુ કોઈને આપી નહિ અને કોઈએ માંગી પણ નહિ તો તે છે મનની શાંતિ અને જે કઈ તેમને મળી ગયું,તેને મેળવીને પણ તેઓ સુખી નહિ રહે કેમકે તેમની પાસે મનની શાંતિ નથી જે દિવસે તેઓ મારી શરણમાં આવશે,ત્યારે તેમને મનની શાંતિ મળશે અને આપેલી બધી વસ્તુઓ તે વખતે સુખ આપશે,ઘર પણ સારું લાગશે,બહાર પણ સારું લાગશે,પતિ પત્ની વિવાહ થયો નથી અને ફોન ઉપર કેટ કેટલી વાતો કરતા હોય છે ને લગ્ન થઇ જાય પછી પત્ની ફોન ચેક કરતી હોય છે,જયારે લડવું હોય તો પતિ લાંબી વાત કરતો હોય,નહિ તો ટુકમાં પતાવી દેતો હોય, એવું લાગે જાણે
કયા ભવનો બદલો ચૂકવતો હોય,એક છતની નીચે છે જરૂર પણ વાત એવી છે કે તેરી મેરી બને ના ઔર તેરે બીના સરે ના,રહેશે સાથે સાથે પણ તારી ને મારી બનશે નહિ અને તારા વગર ચાલશે નહિ,એટલે શું કરીએ સાથે રહેવું જ પડશે, એક નિવેદન કરવા ઈચ્છું છું,કે અમે ચાહિયે છીએ કે ઘરમાં સુખ શાંતિ રહે તો પુરુષે તો તેની અક્કડ બતાવતા બચવું જોઈય્રે,ગમે તેમ કહેવું,દબાવમાં રાખવું,અને સ્ત્રીઓએ પોતાની વાણી ઉપર કાબુ રાખવો જોઈએ,આટલાથી ઘણી બધી બની જાય છે,પુરુષોએ ક્યારેક સ્ત્રીઓના વખાણ કરવા જોઈએ અને સ્ત્રીઓએ અક્કડ, જીદ્દી સ્વભાવ ને ત્યજી દેવો જોઈએ, અંદરસ્ટેન્ડિંગ થઇ જાય,એદ્જેસ્મેન્ત થઇ જાય ઈગો પ્રોબ્લેમ જતો રહે,તો ઘર ખુશાલ થઇ જાય છે,પણ સમસ્યા એ છે કે કોઈ સુધરવાનું ચાહતું જ નથી,સુધારવાનું
ઈચ્છે છે, બધાએ સમ ખાધા છે કે બરાબર કરી ને છોડીશ પણ કઈ બરાબર થતું નથી,પતિ કહેતો હોય તો પત્નીને સાંભળવું નથી હોતું અને ક્યાંક પતિ જે કહ્યું તે પત્નીએ ઊંધું લઇ લીધું,ઘરમાં રહે છે પણ ત્યાં નર્ક બન્યું છે,પહેલા પતિ માટે તે ચંદ્ર મુખી હતી,પછી સુરજ મુખી થઇ,અને પછી જવાળા મુખી,તું મારાથી દુખી અને હું તારાથી અને છોકરાઓ પણ એવી વાર્તા સંભળાવતા હોય,
એક પહાડ ઉપર એક સુખી રહેતો હતો ત્યાં એક સુખી પહોચી ગઈ,પણ ત્યાં કોઈ સુખી છે જ નહી,બંને દુખી છે,જ્યારે છોકરા વાર્તા કરતા હોય,તે કઈ નહિ પણ આપણા જીવનની વાર્તા સંભળાવતા હોય ,કેમકે આપણે જપવું નથી,મળવાનું નથી ઈચ્છતા,જ્યાં સુધી ઘરને શાંત બનાવશો નહિ ત્યાં સુધી ખુશીયો આવી નહિ શકે,અને ભગવાને આપણી પાસે કૃપા રાખી દીધી છે
મનની શાંતિ,,એટલે ક્યારેક તમે ઈચ્છતા હો મનની શાંતિ રહે,તો ગુરુના શરણોમાં જાઓ,તીર્થ સ્થાનોમાં જાઓ,થોડા દિવસ સમય કાઢીને તીર્થમાં જાઓ,પત્ની પતિ જ્યાં પણ જાય ત્યાં ધ્યાન રાખે કે સાથે મિત્રોને લઇ જાય નહિ તો તે ઝઘડતા જ રહેશે, હોટેલમાં પતિ પત્નીને ઓરડો જોઈતો હતો તો પહેલા કહેવામાં આવ્યું સર્ટીફીકેટ બતાઓ તમે પતિ પત્ની છો,પત્ની ચુપ ઉભી હતી તો પતિએ કહ્યું એટેચી ખોલ; અને સર્ટીફીકેટ બતાવ, તો પત્ની શોધવા માંડી પતિએ લડવાનું શરુ કરી દીધું,,હવે બને લડવા માંડ્યા મેનેજરે કહ્યું હું સમજી ગયો તમે બંને અસલી છો,બતાવવાની જરૂર નથી આવું બીજું કોઈ લડી જ ન શકે, આનાથી મોટું બીજું કોઈ સર્ટીફીકેટ છે જ નહિ,તો શું આ પતિ પત્નીની ડેફીનેસન છે, આ દુર્ભાગ્ય છે,આવું દુર્ભાગ્ય કોઈને નહોય,તીર્થ જાઓ, ભગવાનનું નામ લો, દાન પુણ્ય કરો,પોતાની ભૂલો માટે ક્ષમા યાચના કરી લો,એક ગંગા તે છે જેમાં આપણે પાપ ધોઈએ છીએ,પણ છતાં પાપ લાગેલા રહી જાય છે,એકાંતમાં બેસીને તમારા પ્રભુજીને યાદ કરીને,કે તે મને કેટલા મોકા આપ્યા સુધરવા માટે પણ હું કમજોર,ભૂલો કર્યા કરું છું,હું જાણું છું કે તું જો કઠોર થશે તું એટલો કઠોર થઇ જશે કે,હું મારી જાતને સંભાળી નહિ શકું,અને પછી તું દયા કરીશ નહિ માટે હે પ્રભુ મારી ભૂલોને ક્ષમા કરજો,અને પછી તમારા આંસુઓમાં નાહીને જોજો,અંદરની જે ગંગા છે તેમાં થોડીવાર નાહીને જોજો,તમારા આંસુઓથી પ્રાયશ્ચિત્ત, અને પ્રશ્ચાતાપ,એટલે આપણા દેશમાં પ્રાયશ્ચિત્ત અને ખુબ પ્રશ્ચાતાપ ને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે,કે જો તમે નિષ્પાપ થવા માંગો છો તો પસ્તાવો,મારાથી ભૂલ થઇ,ભૂલ થવી એ સહજ પ્રકુતિ છે, પણ ભૂલને માની લેવી તે મનુષ્ય માટે એક સારા માનવી માટે સારું નથી,તેને સંસ્કૃતિ કહે છે પોતાની ભૂલને માનીને સુધારી લેવી,અને ભૂલને ભૂલ ન માને અને દોષા રોપણ કરે તે વિકૃતિ છે,એ પશુતા છે , એ રાક્ષશિ પણું છે,કેમ કેમ ભક્તિ કરવા માંડ્યો,કેમ કેમ જીવન વિતાવવા માંડ્યો,હે પ્રભુ મને શક્તિ આપો હું મારું જીવન સારી રીતે જીવું,આવી રીતે કોઈ સંકલ્પ તમે આ વખતે કરો છો તો માનજો કે કોઈ તીર્થમાં જવાનું નસીબમાં હશે,અને જ્યારે પાછા આવશો ત્યારે પ્રભુની મદદ મળશે, નવો ઉત્સાહ મળશે,અને ધીરે ધીરે તમારું દુર્ભાગ્ય થવાનું ઓછું થતું જશે અને તમારું સૌભાગ્ય બનવાનું શરુ થઇ જશે,એટલે એવું કરવાનું શરુ કરો,એવી વ્યવસ્થા કરવાની શરુ કરો,અને યાદ રાખો, એ માનીને ચાલો કે તમારી પત્ની દેવી સૌભાગ્યવતી તેના સ્વભાવથી પણ તમારી ઉન્નતી થતી હોય છે,તેના કોઈને કોઈ કર્મ તમને આગળ વધારે છે,તે ભલે,ઓછી અક્કલવાળી છે,અને ભલે થોડું ભણેલી છે,અને તેની દુઆઓ,પ્રાથનાઓ,તેના મંત્રપાઠ,તેના જપ,સાધના નથી ,કેમ જાણે કેમ કેમ તમને સંભાળે છે, એટલા માટે તેની સંભાળ લો,અને હું તો એ કહીશ, મારા શબ્દો ઉપર ધ્યાન આપજો,પોતાનું પ્રિય,પતિ માટે પત્ની,અને પત્ની માટે પતિ,તેના ગુણો અને દોષોની સાથે તેનો સ્વીકાર કરી લો,અને એ સમજો કે માણસ આવોજ હોય છે, તેનામાં બધી ચીજો નથી હોતી,કેટલીક બુરાઈ હોય છે, કેટલીક સારી હોય છે, મને જેવું મળ્યું તે સારું જ છે ,મારા પ્રભુની મહેરબાની છે,તેમ સમજીને સ્વીકારી લો,તો ખુશ રહેશો,અને જો સ્વીકાર નહિ કરો સાથે તો રહેવાનું જ હશે,મજબુર થતા થતા પોતાને સમજાવી લેશો,બધામાં ઘણા બધા ગુણો પણ હોય છે અને નથી પણ હોતા,ત્રુટીઓ પર ધ્યાન આપજો,તો મેં તમને એટલા માટે કહ્યું હતું કે ભગવાને પોતાની પાસે મનની શાંતિ રાખી લીધી હતી,પહેલા મેં આગળ વધારી હતી આ વાત હું તો નથી ભૂલ્યો ,તમે નાં ભૂલી જશો,હું સમજાવી રહ્યો હતો કે જે પરમાત્મા, જો શાંત સ્વરૂપ છે ભુજગ શયન કે જે સુતેલા છે,આરામ કરી રહ્યા છે,શેષ ની ઉપર, શાપની ઉપર, ઝેરથી ભરેલા શાપ ઉપર શયન કરે છે,આ પૂરો સંસાર, પૂરી પથારી,પૂરી દુનિયા કાટોથી ભરેલી છે, તેમાં ફૂલો ખીલવવાના છે,તેને સારું તમારે બનાવવાનું છે, પણ પહેલા શાંત રહેતા શીખો,અને શાંત થવા થોડું ધ્યાન,મેડીતેસન જરૂર શીખો,સદગુરુની વાણી શાંતિ આપશે,જ્ઞાન શાંતિ આપશે,ભક્તિ શાંતિ આપશે,સત્કર્મ શાંતિ આપે છે,સેવા શાંતિ આપે છે,દાન શાંતિ આપે છે,પુણ્ય શાંતિ આપે છે,આ શાંતિને અપનાવો,જેટલા જેટલા માયાથી જોડાતા જશો,સીધા નકલીપણાથી જોડાતા જશો,તેટલી અશાંતિ આવશે,અને એ યાદ રાખો કે ભગવાનની જે સેક્ટેરી છે તે માયા છે,તે બધાથી પહેલા પરિક્ષા લે છે,અને એ તપાસ કરે છે કે માણસ કેવો છે,ભગવાન તરફ આવો છો તો વચ્ઘ્ચે માયા છે,
વચ્ચે એવી વસ્તુ મળી જશે કે તેમાં તમે ફસાઈ જશો,માયા તે જુએ છે ,તે ચેક કરે છે,અને જો આપણે એ ચક્કરમાં ન પડ્યા અને આગળ વધી ગયા તો માયા ભગવાનને હોટ લાઈન ઉપર ફોન કરી દે છે,કે એ માનવાનો નથી અને તે તમારા પગથીયા ચઢે છે,અને પછી પ્રભુ તેની કૃપાનો ખજાનો ખુલ્લો મૂકી દે છે,પોતાના ખોળામાં સ્થાનનો અધિકાર આપી દે છે,એટલે ગમે તેવું આકર્ષણ હોય,ગમે તેવું પ્રલોભન હોય દુનિયાની કોઈ પણ વસ્તુને એટલું મુલ્ય ન આપશો,એટલી કિંમત ન સમજશો કોઈ વસ્તુની જેટલી પરમાત્માના નામની સમજશો,પરમાત્માના નામની આગળ બધી વસ્તુને ફેકી શકશો તો તેની કૃપાના અધિકારી થઇ જશો,કેવી પણ લાલચ સામે હોય, ફેકો લાલચને બેસો ભગવાનની પાસે,છેવટના સમય સુધી જો આવો સ્વભાવ બનેલો રહેશે,તો ગતિ થશે, જો છેવટ સુધી ધ્યાન તાવમાં રહેશે તો ગતિ નહિ થાય,દુર્ગતિ થશે,પુરાણા સમયમાં કહેવાય છે કે સોની માંડો પડ્યો,અને તાવ તેને ખુબ આવતો હતો તે બિચારાએ સોનું ખરીદ્યું હતું,તે વિચારતો હતો કોઈ ખરીદનાર આવી જાય,તે ઘરડો થઇ ગયો હતો ૮૦ -૮૫ વર્ષની ઉંમર હતી,દુકાન છોડતો ન હતો,ડોક્ટરને બોલાવવામાં આવ્યા,તાવ ખુબ ચઢ્યો હતી ડોકટરે થર્મોમીટર
લગાવીને કહ્યું એકસો ચાર,એણે જે સોનું ખરીદ્યું હતું તે ૧૭ રૂપિયા તોલા ભાવમાં હતું તે સમજ્યો કે કોઈ ઘરાક આવી ગયો ૧૦૪ નો ભાવ આપે છે,,જેવું ડોકટરે કહ્યું ૧૦૪ તો તેના દીકરાએ ડોક્ટરને કાનમાં કહ્યું બચશે કે નહિ બચે,એનું ધ્યાન તો બીજી બાજુ છે,અને બાપ એ સમજી રહ્યો છે,કે છોકરો વેચવા નથી માગતો,તો તેને કહ્યું કમબખ્ત વેચી દે તેને ૧૦૪ માં,અને એમ કહેતા કહેતા પ્રાણ છૂટી ગયો,તો આવા માણસની ગતિ શું થાય છે મર્યા પછી શેઠજી બનીને નહિ આવે ,ઉંદર બનીને આવશે,તેજ દુકાનમાં રહેશે પણ ઉંદર બનીને અહી તહી ભમતો રહેશે,નામ જપતા રહો,સંસારથી ધ્યાન હટાવતા રહો,અને કરતાલ સાથે નામ જોડેલું રાખો,જરૂરથી ગતિ થશે,એટલા માટે ધ્યાન ભગવાનમાં લગાઓ,જપતા શીખો, અને સંસારથી ઉપર ઉઠવાનું શીખો,જરૂર ગતિ થશે,એક
રીતેચમેંત છે,એક એટેચમેન્ટ છે, દુનિયાની સાથે એટેચમેન્ટ થાય છે, પણ ધીરે ધીરે મનને શીખાવો દુનિયાથી દુર થવાનું,માયા પોતાની તરફ ખેચશે પણ માયાને તમારા વશમાં રાખો.પૈસા મેળવવા છે,ધન કમાવવું છે,સુખ સુવિધા લેવી છે, બધું તમારી પાસે હોવું જોઈએપૈસા કમાવવા તે ખરાબ વાત નથી,, પૈસામાં પાગલ થઈને રંગાઈ જવું,લાલચમાં ડૂબતા જવું,કેમકે લાલચની કોઈ સીમા રેખા નથી,લાલચને કંટ્રોલ કરવી જોઈએ,જેમ જેમ લાલચને કંટ્રોલ કરતા જશો તેમ તેમ સુખી થતા જશો,નહિ તો એનો કોઈ અંત નથી કેટલું પણ કમાઈ લો,લાગતું રહેશે કે ઓછું છે, અને મેં એક વાર શીખવાડ્યું હતું,કે ધન કમાવવા માટે ગાંડો માણસ તબિયતને દાવ પર મુકીને ધન કમાઈ છે,
જયારે તબિયત બગડી જાય છે અને પૈસા આવી જાય છે ત્યારે પૈસા ખર્ચીને બગડેલી તબિયત સુધારવાનો પ્રયત્ન કરે છે,પણ કેટલી વિચિત્ર વાત છે કે તબિયત આપીને,તબિયત બગાડીને પૈસા
કમાઈ શકાય છે પણ પૈસા આપીને તબિયત સુધારી નથી શકાતી,તે તો પ્રભુની આપેલી છે,નીંદ ગઈ તો પાછી નહિ આવે,ચૈન ગઈ તો પછી નહિ આવે,મનની શાંતિ જતી રહી તો પાછી નહિ આવે,ઘરની ખુશી જતી રહી તો પૈસા ખર્ચ કરતા પણ પાછી નહિ આવે,એટલે ભગવાને જે આપ્યું છે એને સાધના ન સમજો,તેની દયાને સંભારતા રહો,જો તેની દયાને સંભાળતા સંભાળતા પૈસા કમાઈ શકો તો કમાઓ,બસ એ જ સંદેશ છે અમારો ,જે કીમતી વસ્તુ છે,તેને કમાઈને તમે કદાચ દુનિયાની વસ્તુઓ બેગી કરી લેશો,શા માટે,રડતા થઇ જશો,દુનિયા તેનો જુદો જુદો મતલબ કાઢીને જુદી જુદી લાઈનમાં છે,જુદી જુદી લેનમાં ચાલતી જતી રહેશે તમે ક્યા ઉભા રહેશો,એટલે સારું છે,સમજી વિચારીને જીવો, કહેવાય છેને કે કોઈ માણસે એક દિવસ બેસીને,સાઈઠ વર્ષની ઉંમર થઇ ગઈ છે,પોતાની તિજોરી ખોલી, મોટી સેફ છે જેમાં ઘણી બધી નોટો ભરેલી છે,તો એ જોઈ રહ્યો છે કે આ હું કમાયો આ ઉંમરમાં,તો જુએ છે કે આ કંપનીઓના શેર વગેરે છે,
તો જુવાનીનો આટલો સમય ગયો આટલું કમાતા, પંછી આગળ જુએ છે જમીન વગેરેના કાગળો રાખેલા છે કહે છે કે હું આ ઉમરમાં કમાયો,ખાસ દિવસો દોડતો હતો દેશમાં વિદેશોમાં,બધાનો હિસાબ લગાવવાનો છે,જેટલું કમાવવું હતું એટલું કમાયો ,જ્યાં સુધી પહોચ્વાનું હતું તેટલું પહોચી ગયો,કેમકે રોજ તે વિચારતો હતો કે આટલું કમાઈ લઉ તેટલું કમાઈ લઉં,ખિસ્સામાં જે ડાયરી છે તેમાં ડોક્ટરોના નંબર વધારે લખાયેલા છે,હવે તો મારે સંભાળવું જ પડશે,એક સમય હોય છેને જેમાં ખિસ્સાની ડાયરીમાં નંબર કોઈના હોય છે પછી બીઝનેસવાળાના હોય છે,અને એક સમય એવો આવીજાય છે કે ફક્ત ડોક્ટરોના નંબર હોય,હાર્ટવાળા ક્યાં બેસે છે દાતોવાલો ક્યાં,લીવર વાળા,સુગરવાલા ક્યાં,તે બધાના નંબર હોય છે તે બધાને ફોન કર્યા કરતો હોય છે,હવે કોઈનો પરિચય કરાવતો નથી, પહેલા તો બીઝનેસ લીંક વાળાને પરિચય કરાવતો,હવે ડોકટરોનો પરિચય કરાવીને ખુશ થાય છે અમારા ફેમીલી ડોક્ટર છે,મળો ને મળો તમો,અમારે શું કરવાનું મળીને, ભગવાન ન કરે ડોક્ટરને ત્યાં જવું પડે, મનની શાંતિ જતી રહી તો પાછી નહિ આવે,ઘરની ખુશી જતી રહી તો પૈસા ખર્ચ કરતા પણ પાછી નહિ આવે,એટલે ભગવાને જે આપ્યું છે એને સાધના ન સમજો,તેની દયાને સંભારતા રહો,જો તેની દયાને સંભાળતા સંભાળતા પૈસા કમાઈ શકો તો કમાઓ,બસ એ જ સંદેશ છે અમારો ,જે કીમતી વસ્તુ છે,તેને કમાઈને તમે કદાચ દુનિયાની વસ્તુઓ બેગી કરી લેશો,શા માટે,રડતા થઇ જશો,દુનિયા તેનો જુદો જુદો મતલબ કાઢીને જુદી જુદી લાઈનમાં છે,જુદી જુદી લેનમાં ચાલતી જતી રહેશે તમે ક્યા ઉભા રહેશો,એટલે સારું છે,સમજી વિચારીને જીવો, કહેવાય છેને કે કોઈ માણસે એક દિવસ બેસીને,સાઈઠ વર્ષની ઉંમર થઇ ગઈ છે,પોતાની તિજોરી ખોલી, મોટી સેફ છે જેમાં ઘણી બધી નોટો ભરેલી છે,તો એ જોઈ રહ્યો છે કે આ હું કમાયો આ ઉંમરમાં,તો જુએ છે કે આ કંપનીઓના શેર વગેરે છે,
તો જુવાનીનો આટલો સમય ગયો આટલું કમાતા, પંછી આગળ જુએ છે જમીન વગેરેના કાગળો રાખેલા છે કહે છે કે હું આ ઉમરમાં કમાયો,ખાસ દિવસો દોડતો હતો દેશમાં વિદેશોમાં,બધાનો હિસાબ લગાવવાનો છે,જેટલું કમાવવું હતું એટલું કમાયો ,જ્યાં સુધી પહોચ્વાનું હતું તેટલું પહોચી ગયો,કેમકે રોજ તે વિચારતો હતો કે આટલું કમાઈ લઉ તેટલું કમાઈ લઉં,ખિસ્સામાં જે ડાયરી છે તેમાં ડોક્ટરોના નંબર વધારે લખાયેલા છે,હવે તો મારે સંભાળવું જ પડશે,એક સમય હોય છેને જેમાં ખિસ્સાની ડાયરીમાં નંબર કોઈના હોય છે પછી બીઝનેસવાળાના હોય છે,અને એક સમય એવો આવીજાય છે કે ફક્ત ડોક્ટરોના નંબર હોય,હાર્ટવાળા ક્યાં બેસે છે દાતોવાલો ક્યાં,લીવર વાળા,સુગરવાલા ક્યાં,તે બધાના નંબર હોય છે તે બધાને ફોન કર્યા કરતો હોય છે,હવે કોઈનો પરિચય કરાવતો નથી, પહેલા તો બીઝનેસ લીંક વાળાને પરિચય કરાવતો,હવે ડોકટરોનો પરિચય કરાવીને ખુશ થાય છે અમારા ફેમીલી ડોક્ટર છે,મળો ને મળો તમો,અમારે શું કરવાનું મળીને, ભગવાન ન કરે અમારે મળવું પડે,લોકો પરિચય કરાવે છે,વૃદ્ધ માણસની મુસીબત એ છે એને જરા સારું લાગે છે,આ આંખોના ડોક્ટર છે,ઘણા સારા ડોક્ટર છે ઘણી સારી આંખો જુએ છે,પરિચય કરાવતા રહે છે,તો તે માણસ પોતાની વસ્તુઓનો હિસાબ લગાવે છે અને કહે છે,આટલા વખતમાં એકતાલીસ છાયા સામે આવી ગઈ, તેને કહ્યું ઉઠો,ચાલવાનો સમય થયો,બધું છોડીને ચાલ,આ માણસે કહ્યું હજુ તો મેં જીવવાની તૈયારી કરી છે,વિચાર કરી રહ્યો છું કે કાલથી જીવન જીવવાનું શરુ કરીશ,તમે પણ મને મોકો આપો ,હજુ તો મેં તૈયારી કરી છે,આટલા પૈસા ભેગા કરી લઉ,પછી જીવન જીવવાનું શરુ કરીશ દો
અત્યાર સુધી તો મને કઈ હોશ નથી,ન દિવસનો ખ્યાલ,ન રાતનો ખ્યાલ,ન સુવાનું ધ્યાન,ન ખાવાનું ધ્યાન, ન સગા,ન સબંધ,હું તો બધુજ ભૂલી ગયો હતો અને હવે તમે કહો છો ચાલો !!,તો યમરાજે કહ્યું ભાઈ એ તારી ભૂલ છે,તમારી મિસ્ટેક છે તો એમાં હુંશું કરી શકું છું,ચાલવું તો પડશેજ,તો તેને કહ્યું કોઈ લેણ દેણ નો હિસાબ થઇ શકે છે,ભારતનો માણસ છે જે કાર્ડ બનાવે છે ટેવ હોય છે ને,જમે કહ્યું સમય ખરાબ કરી રહ્યા છો ઉઠો,તેને કહ્યું તો પછી એમ કરો મેંજે પૈસા તિજોરીમાં રાખ્યા છે એમાં અડધા તમારા અને અડધા મારા,થોડી દસ કે પાંચ સાલ જીવન આપો હું તેમાં તે જીવન જીવી લઈશ,જેની મેં તમન્ના કરી છે,યમે કહ્યું નહિ ,એ જે ઉપાય છે તે તમારા કામનો હોય શકે અમારા કામનો નહિ,અને હવે તો તમારા કામનો પણ નહિ તો તેણે કહ્યું તો એક કામ કરો,મને એક દિવસનો સમય આપો હું બધાને હાથ જોડીને આવું મારી મોટી ભૂલો થઇ છે,સગા સબંધીઓને મળી આવીશ,બાળકોને સમજાવી આવીશ આવું આવું જીવન જીવજો,યમે કહ્યું બધા પોતપોતાની રીતે શીખતા હોય છે,તમારા સમજાવવાથી કોઈ સમજવાનું નથી,તું અત્યાર સુધી છોકરાઓને સમજાવી રહ્યો હતો,કોઈ સમજ્યું,હવે પણ નહિ સમજે,જ્યારે જ્યારે જીવનમાં ઠોકરો ખાશે ત્યારે ત્યારે તે જાતે સમજાશે,એટલે સમજી લો જેટલી વખત તેની સાથે વાત કરો એટલો સમય ભગવાનનું નામ લઇ લો,તેનાથી કલ્યાણ થઇ જશે,તેણે કહ્યું તો એક કામ કરો આ બધા પૈસા તમે સંભાળો અને બે મિનીટ નો મને સમય આપો,યમે કહ્યું બે મીનીટનું તું શું કરીશ,હું કાગળ ઉપર લખવા માંગું છું આ દુનિયાના નામે એક સંદેશ લખવા ઈચ્છું છું,તેણે બતાવી દેવા માંગું છું કે હું ગાંડો હતો,દુનિયાની વસ્તુઓ ભેગી કરવામાં લાગ્યો રહ્યો,જીવન જીવવાની વ્યવસ્થા કરવામાં લાગી રહ્યો,રોજ રોજ આ જીવન મારી સામે ખુશીઓ લઈને ઉભું રહ્યું,મેં તેણે દુર કરી દીધું,
પૈસાને ખુબ મહત્વ આપી દીધું,જીવન એવું ન જીવવું જોઈએ, રોજ રોજ આનદ કમાઓ, રોજ પૈસા પણ કમાઓ રોજ પ્રેમ પણ કમાઓ,રોજ પોતાના જીવનમાં મુસીબતો પણ જુઓ,પણ સાથે સાથે તેનો ઉપકાર પણ મનાવતા રહો,જીવનમાં કીમતી,શાંતિ છે, પ્રસન્નતા છે,ચૈન છે,આનંદ છે, સગા સબંધી છે તે કીમાંતીને પણ સંભાળી લો,સાથે સાથે કમાવવાનું પણ શરુ કરતા જાઓ,કોઈ હરીફાઈમાં જોડાઈ ન જાઓ,ગાંડપણની હરીફાઈમાં,જે ખોટી રીતે તમે અપનાવી લીધી છે,તેણે છોડી ડો, જીવન બહુજ કિંમતી છે,સમયથી વધારે કઈ કિંમતી નથી,તેણે કહ્યું હું બહુજ વધારે જોવા માંગુ છું,એ બતાવતો જાય છે મારા જેવા ગાંડા આ દુનિયામાં ઘણા બધા છે,આવી રીતે જીવવા વાળા ઘણા બધા છે,જમે તેણે રોક્યો અને કહ્યું કે ન લખીશ,તેણે કહ્યું કેમ..?,યમે કહ્યું આવા પુસ્તકો ઘણા બધા લખાઈ ચુક્યા છે,કોઈ વાચવા નથી માંગતું,અને કોઈ વાંચી પણ લેશે તો સમજવા નથી માંગતું,કોઈ સમજી લેશે તો તેણે અપનાવવા નથી માગતો એટલા માટે એ મૂર્ખતા તું ન કરીશ,આ દુનિયામાં તારા જેવા ગાંડા બહુ જ જોયા છે,એટલે ઉઠ, ચાલ,તારી પાસે,જ્યારે તું હાથ જોડીને માંગી રહ્યો છે તો આઠ દસ મિનીટ બીજી આપું છું,તું જો એનું નામ લઇ લઈશ તો તેનો અડધો સમયમાં તેનું જપેલું નામ તારા કામમાં આવી જશે,એટલે પ્રાર્થના છે તમો સર્વેને,થોડોક સમય તો જોવું પડશે પછી પાછો આવીશ તમારી વચ્ચે,પછી વાત કરીશ કેમકે હું પણ ખાલી ભૂમિકા જ બનાવી શક્યો છું,જેને હું બનાવવા માંગતો હતો અને આપને પણ ભૂમિકા બનાવતા રહી જઈશું,એટલે પ્રાર્થના બધાને જેટલું કહ્યું છે તેના પર વિચાર કરજો,સંભળાવવા અહી નહિ તમારા ઘરમાં ઘૂસીને પણ સંભળાવવા આવી જૈયે છીએ ટી.વી. નાં માધ્યમથી,જયારે તમે સાંભળી રહ્યા હોય છે,અને સાંભળી રહ્યા હોય તો પોતાની રીતે વિચારજો,જે દિવસે તમે પોતાની જાત સાથે સત્સંગ કરવાનું શીખી જશો,તે દિવસે તમારા જીવનનો નવો અધ્યાય શરુ થઇ જશે,અને મંગલકામના કરું છું કે ભગવાન કરે આપનું જીવન બહુ ખુશીયોથી ભરેલું રહે,અને ભગવાન તમારા ઘરમાં સુખ આપે ,શાંતિ આપે,સારમાં એક વાત કહીશ એક રસ્તો સ્તુતિનો છે,વધાવો ,મહિમા ગાઓ ભગવાનની,એક રસ્તો પ્રાર્થનાનો છે,પોતાના હૃદયના ઉદગાર ભગવાનની સામે રજુ કરો,
એક રસ્તો સંકીર્તનનો છે,તેનું નામ જપતા આત્મા નાચવા માંડે,અને હોશ ન રહે અને એક રસ્તો જપનો છે,જપના મેં કેટલાક પ્રકાર તમને બતાવ્યા હતા ,જપના ૧૪ પ્રકાર છે,અને બાર પ્રકારના તપ છે, બાર પ્રકારના તપમાં એક તપ છે અર્જન તપ,કઈ, ને અર્જિત કરો,કૈક જુઓ જીવનમાં, કૈક ગુણ જુઓ, એક કર્ષણ તપ છે,સુવિધા ન પણ હોય તો પણ એવા રહો કે સુવિધા છેગરમી લગતી હોય તો પણ એવી રીતે રહો કે હું બરાબર છું,ઘરનું વાતાવરણ બરાબર ન હોય તો પણ
મનને સમજાવી લો,સુવિધા ન પણ હોય તો પણ સત્સંગમાં ,પરમાત્માના નામમાં મન પોરવવાનું શીખો, ઉધમ જોડતા શીખો એ પણ એક તપ છે,એક તપ તિથિક્ષમ તપ, સહનશક્તિ વધારવાનું શીખો,કેવી રીતે વધારવી તે પણ શીખવાડવામાં આવે છે,એક તપ જાનગન તપ છે, પૂર્ણ માસીથી પૂર્ણ માસી સુધી,દોષોને દુર કરવા અને ગુણોને જોડતા જવું,મૌન સાધીને ધ્યાનને જીવનમાં ઉતારવું,
અલગ અલગ રૂપમાં તપો છે,તેને જીવનમાં ઉતારવાથી આત્મા પવિત્ર થાય છે,પછી આવે છે ધ્યાન કોઈ પણ જીવનમાં ધ્યાન લાગવાનું શરુ થાય છે અને ધ્યાન ખુબ વધતું જાય,તો સમાધી સુધી પહોચી જાય છે,તો સમાધિની ક્ષણો જીવનમાં આવે છે તો ધ્યાન રાખવું કે તે દીગધ્ધા પણ આરતી વંદન કરવા પહોચે છે, કેમકે આશ્રય થાય છે,કે આ પૂરી પ્રકુતિ પાસે આખા સંસારને સુવડાવવાનાં સાધનો હયાત છે તો પણ કોઈ જાગી ગયું તો તેની આરતી ઉતારવા માટે દેવતાઓ પણ આવે છે, તો ધ્યાનમાં થોડાક માણસો સામેલ થયા હતા, તેમને થોડા થોડા બે દિવસના સત્રમાં જે કઈ શીખવાડ્યું તેને તમે ગ્રહણ કરો,અને આગળ માટે હું અહી આવું તેના માટે રાહ ન જોશો,જ્યારે હું તમારે માટે આવી શકું છું તો તમે પણ મારા માટે આવી શકો,તો કૈક જુદું જ થશે,તો હું આશા રાખું કે તમે ધ્યાન રાખશો, આવો બધા મળીને ,ઘણા બધા ભજનો માટે કહેવામાં આવ્યું ,પહેલા મને કહેવામાં આવ્યું હતું કે જેટલો સમય ચાહો તેટલો લેજો પણ,કિન્તુ પરંતુ તો વચ્ચે છે જ,બધાની મરજીનું ભજન કયું સંભળાવું તે પણ મારા માટે સમસ્યા છે, આવો અત્યારે મંગલકામના કરી લઈએ આપણે બધા,
ભલા કરો ભગવાન સબકા ભલા કરો,(૨)દાતા દયા નીધાન સબકા ભલા કરો(૨)
ભલા કરો,ભલા કરો,ભલા કરો ભગવાન સબકા ભલા કરો
દેખિયે,કેવલ ગાના હી નહિ,સબકે લિયે મંગલ કામના કરના,લગભગ તેરા સાલ પહલે મૈ જબ હિમાચલ કે લિયે જા રહા થા પંજાબ સે હોકર,તો વો સમય એક ટ્રક કે પીછે લિખા હુઆ દેખા, લિખા હુઆ થા,ભગવાન સબકા ભલા કરો,મૈને સોચા એ બહુત ભલા ઇન્શાન હૈ,લેકિન અગલી પંક્તિ દેખી તો માથા ઠમકા,પહેલી પંક્તિ થી ભગવાન સબકા ભલા કરો દુસરી પંક્તિ થી શરૂઆત પહેલે મુઝશે કરો,લેકિન આપને સબકી મંગલકામના કારની હૈ,સબકી ભલાઈ મેં હમારી ભલાઈ હૈ,ઉસી સમય મૈને એ ધૂન ગુનગુનાતે હુએ,રાસ્તેમે તૈયાર કી થી ઔર ચાહતા હું કે સભી પ્યારસે મિલકર ગુનગુનાયે,
ભલા કરો ભગવાન સબકા ભલા કરો,(૨)દાતા દયા નીધાન સબકા ભલા કરો(૨)
ભલા કરો,ભલા કરો,ભલા કરો ભગવાન સબકા ભલા કરો
તુમ્હી હો માતા પિતા હમારે યે જગ જન કા તુમ હી સમાલે..(૨).
હમ તેરી સંતાન સબકા ભલા કરો,ભલા કરો,ભલા કરો,
ભલા કરો ભગવાન સબકા ભલા કરો
તું દુનીયાકા પ્રીતમ પ્યારા,સબસે ઊંચા સબસે ન્યારા(૨)
સકલ ગુણોકી ખાણ ,સબકા ભલા કરો (૨) ભલા કરો ભગવાન .........
ભલા કરો ભલા કરો (૨) ભલા કરો ભગવાન.....
તું સબકા હૈ પાલન હારા,સબકો મિલતા તેરા સહારા,(૨)
હે જગદીશ મહાન ,સબકા ભલા કરો (૨)ભલા કરો ભગવાન .........
ભલા કરો ભલા કરો (૨) ભલા કરો ભગવાન.....
તું સબકા હૈ પાલન હર સબકો મિલતા તેરા સહારા....
ધ્યાન રખે,ભગવાન લગાતાર સબકો અપની કૃપાએ,અપની દયા, અપની અનુકંપા,અપના અનુગ્રહ પ્રદાન કરતા હૈ,ઔર હમ સબ નિરંતર ભૂલતે જાતે હૈ,કૃતજ્ઞતા વ્યક્ત નહિ કરતે,અચ્છે કામોમે સ્વયમ જુડો,અપને બચ્ચોકો જુડો,અપને બછોકો અપની ઉંગલી પકડકર મંદિર લાનેકી કોશિશ કરો,જબ બુધે હો જાઓગે તો આપકા હાથ પકડકર આપકા બચ્ચા દિલસે લે જાયેગા,ઇસીલિયે આજ આપ ઉંગલી પકડ લો કલ વો હાથ પકડેગા, અગર આજ આપ ઉન્હેં છોડ દોગે,તો વો પહલે છોડનેકો તૈયાર બૈઠા હૈ, ઇસીલિયે ખુદ સેવા કરો,બચ્ચોસે સેવા કરવાઓ,ખુદ માથા જટાઓ બાડોકે આગે,ગુરુજનોકે આગે, જ્ઞાની ધ્યાની લોગોકે આગે,ઔર દેખિયે, જો લોગ યહા અપને ઘર પરીવારકો છોડકર કુછ ભી પંડિત લોગ,જ્ઞાની લોગ આપકે બીચ આયે હુએ હૈ ન,બૈઠે હૈ,
કોઈ કમી નહિ વહા ઇન્ડિયા મેં બહુત સત્કાર હૈ,સબકા સત્કાર હૈ, થોડે સે ડોલરકે લિયે યહા આકર બૈઠે હૈ ઐસા નહિ હૈ, વહા બહોત કૃપા હૈ,સબકા આદર કરના શીખો અપને વિદ્વાનોકા ,અપને જ્ઞાનીયોકા,અપને વિષયોકે જો પથદર્શક હૈ,તો આપકી સંસ્કૃતિ જીવિત રહેગી ઇસ દુનિયામે,ક્રિશ્ચિયન લોગ કમસે કમ જૈસા,સન્માન દેતે હૈ અપને પ્રીસ્ટકો,હમ લોગોમે કમિયા હૈ,ઘર ભર દો,ઉનકા,કોઈ કભી નહિ છોડો,મેરા ધ્યાન હૈ કભી ગુજરાતમેં અમદાવાદમેં જૈન સમુદાયકે લોગોમે એક વ્યક્તિ,એકલોઉંતા બેટા,સાધુ બન ગયા,ઉસકે પિતાને મોતી બારબાર ઉનકે શીરસે ફેકે હીરા ઝવેરાત બાર બાર ફેકે લોગો દોડ દોડકર ચુન રહે થે,ઉસને કહા કે કિસકા બેટા ઉસ લાઈનમે ચલતા હૈ, હર કોઈ અપને અપને બચ્ચોકો અમીર બનાનેમે,કોઈ ડોક્ટર,એન્જીનીયર બનાનેમે લગા હુઆ,કોઈ ઉસે,ઉદ્યોગપતિ બનાનેમે લગા હુઆ,પરમાત્માકી તરફ કોઈ કોઈ ચલતા હૈ,અગર મેરા બેટા ઇસ તરફ ચલા હૈ તો મૈ હીરા ઝવેરાત ઇસકે ઉપર બર્સાનેકો તૈયાર હું,ઐસા સન્માન ઉસકો દિયા થા,જિસ દિન યે સન્માન કરોગે ન,આપકી સંસ્કૃતિ દુનિયામે સબસે ઉપર જાયેગી,જબ કે સબસે ઉપર હૈ,ઈસકા મુલ્ય સમજના હૈ,હંમે ધ્યાન હૈ હમારે પિતાજીને,સંકલ્પ કિયા થા કે જો પહેલા બેટા હૈ ઉસકો ધર્મ કે લિયે દેના હૈ,એક ભાઈ વકીલ બન ગયા,એક બીઝનેસમેન બન ગયા,લેકિન પહલેવાલે બેટેકો,બડા પહેચાના,ઔર પહલે બચ્ચેસે મમતા બહુત હોતી હૈ,ઉઠાકે ગુરુકે શરણમે છોડકર આયે,મુઝે ધ્યાન હૈ,
No comments:
Post a Comment