સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
ધ્યાન અને પરમાત્મા
ચોવીસ કલાકમાં ઓછામાં ઓછો એક કલાક તો આપો જ,અને હું તો જે આ તરફ આવવાનો પ્રયત્ન કરે છે,જે પણ એવું વિચારે છે,આપણે ભક્તિના માર્ગ ઉપર ચાલીયે,દીક્ષા લેવા આવે તો હું તો પહેલા એ જ
કહું છું,કે ભાઈ ગુરુને કૈક આપવું પડશે,આપવું હોય તો એટલુજ કે એક કલાક ગુરુ માટે કાઢો,અડધો કલાક
ફીજીકલ એક્ષ્સરસાઈજ કરો,તો અડધો કલાક પૂજા પાઠ કરશો,આ એક કલાક જો નિયમથી ગુરુની વાત માનીને,કેમકે એમાં ઓછું કેટલું કરવું,અડધો કલાક તો પોતાને માટે આપીજ શકો છો,બે ચક્કર મારીને આવવાના છે,એટલામાં અડધો કલાક તો થઇ જ જવાનો છે,અડધો કલાક ભગવાનના ભજનમાં બેસી જોઓં,
ત્રેવીસ કલાક હું કહું છું તમે તમારા માટે રાખો,એક જ કલાક ભગવાન માટે તમે રાખો,એટલામાં જ એવું થશે કે અડધો કલાક સવારમાં ઉઠીને,કસરત કરે અને અડધો કલાક ભગવાનના ભજનમાં બેસી જાઓ,તો એક તો દાક્તરની લાઈનથી માણસનો બચાવ થશે અને બીજું જમ રાજાની લાઈનથી બચાવ થઇ જશે
,બંને લાઈનોમાં નહિ જોડાવું પડે,છતાં પણ આપણે કાતર લઈને બેઠા છીએ,આપણી જડો કાપી રહ્યા છીએ,
આ લોક બગાડી રહ્યા છીએ અને પરલોક બગાડી રહ્યા છીએ,શરીર ખરાબ છે તો આલોક ખરાબ થઇ જ જશે,પૈસા બની ગયા હોય પણ શરીર ખરાબ હોય તો પછી એનો ફાયદો શું,ચાર્લી ચેપ્લીન,એટલો મોટો હાસ્યનો કલાકાર બન્યો.તો તેની માને મળવા માટે ગયો,માની પાસે આવ્યો અને માને સમજાવવાની
કોશિશ કરવા લાગ્યો કેજો માં હું આજે ક્યાપહોચી ગયો છું,ધનવાન બની ગયો પણ માંએ તેને જોઇને શું કહ્યું
,બેટા પૈસા તો તું કમાયો છે પણ પૈસાનો આનંદ લેવા તારું શરીર પણ સુકાઈ ગયું છે, કે નહિ,બધા પૈસાનો આનંદ તો તું ત્યારે લઇ શકીશ જ્યારે તારીતબિયત બરાબર કરશે,તે તારી તબિયતના કેવા હાલ બનાવી
દીધા છે બેટા,આ પૈસાની જરૂર નથી જો તારી તબિયત સારી હોય,તો આ પૈસા થોડા પણ હશે,તો તારી જીંદગીમાંઆનંદ આવશે,એટલા માટે બધું કરવાની સાથે,તું તારી તબિયતનું ધ્યાન રાખ,
આપ જાણો કે દીકરો ક્યાય જાય,ઘરથી બહાર કમાવવા માટે તો જયારે પાછો આવશે તો આવતાજ બાપ ખિસ્સું ફફોળશે ,શું કમાય આવ્યો સમય તો ખરાબ નથી કર્યોને,જ્યાં ધંધા માટે ગયો હતો ત્યાંથી
લાભ લઈને આવ્યો કે નહિ,બાપ તો ખાલી ખોટ કે લાભ માટે પૂછશે, પણ માં બીજું
કશું નહિ પૂછે,બધાથી પહેલા બાપે,ખિસ્સા બાજુ જોયું,અને માએ દીકરા તરફ જોઇને ત્યાં કઈ ખાધું પીધું
હતું કે નહિ,બરાબર આરામ કર્યો હતો,પોતાનું ધ્યાન રાખ્યું હતું,કે નહિ, માને માટે પૈસો મહત્વનો ન હતો,માને માટે બધાથી પહેલા પોતાના દીકરાની તબિયત છે,પણ હું કહેવા એ માગું છું કે,આપણે આપણી જડોને તથા આપણા માં- બાપના આશીર્વાદને બેકાર કરી રહ્યા છીએ,જડોને કાપી રહ્યા છીએ અને માબાપના આશિષને નકામા કરી રહ્યા છીએ કારણકે ચિંતા અને ભયમાંઉંમરની જડોને કાપી રહ્યા છીએ
,એને મોટી નથી થવા દેતા ખોખલા થઈને જીવી રહ્યા છીએ,થોડાક નિયમો
બનાવીને,જીવન જીવવામાં થોડીક રીતભાતો બદલીને જીવવાના અંદાજ ને સરખો કરી લઈએ,ઓછું હોય તો ઓછામાં જીવી લઈએ, જયારે ભગવાને થોડું આપ્યું હતું નાના ઘરમાં ખુશ રહેતા હતાને,હવે આટલું બધું છે,પૈસા પણ સારા છે,રહેવાનું ઘર પણ સારું છે, પણ અંદર અંદર ન છોકરાઓ કે પતિ પત્નીમાં
મેળનો અભાવ છે,પોતાના માટે સમય નથી,ભગવાન માટે સમય નથી,પારકા માટે સમય છે,અને પારકા ઉપર પણ કોઈ ઉપકાર નથી કરી રહ્યા,ઘણા બધાની સ્થિતિ એ હોય છે,જો પુછાય કે બધું બરાબર છે,તો પતિ કઈ નથી કહેતો પણ પત્ની કહે છે દોડધામ તો બહુ છે,પણ કરવાનું કશું નથી,આખો દિવસ ભાગમ ભાગ કરે છે,પણ તેની પાસે કઈ કરવાનું નથી,પણ બહુ બીઝી છે,ભગવાનની બાજુ બીઝી થઇ જાવ તો પછી કામ પણ બરાબર રહેશે અને કામ કરનાર કામને માટે થઈને જીવશે,કામને બરાબર થઇ જશો,નકામું જીવન જીવી રહ્યા છો,તો પછી ભય,રોગ,ચિંતા અને શોક,કોઈપણ વસ્તુ જતી રહે તો એટલો દંભ ન કરો
,વસ્તુ તો જતી રહી પણ સાથે તમારા જીવને પણ બાળી મુકશો,તમારી ઉંમર ખરાબ થઇ જશે,અને હું તો એક વાત કહું છું,હારી જાવ એનું દુખ નથી પણ હાર ન માનો,હારી જવું એ જુદી વાત છે પણ હાર માની લેવી એતો ખુબજ ખોટી વાત છે,જો તમે જુદા પડી જાવ,હારી જાઓ,પાછળ પડી જાઓ,પણ હૃદયમાં એવું વિચારીને ન ચાલો કે હું હારી ગયો છું, હૃદયથી માનો કે હું ફરીથી લડીશ,ફરીથી લડીશ અને જીતીને રહીશ,અને જીતીને બતાવીશ,આપણે જીંદગીમાં પણ હાર માનીને બેસી જઈએ છીએ,હું હારી ગયો છું,હું ભાંગી પડ્યો છું,હવે નહિ.બચાય,મેં ઘણો પ્રયત્ન કરી જોઈ લીધું,બધુજ કરીને જોઈ લીધું,,મારું કશું વળવાનું નથી,અને વધારે મહેનત કઈ થવાનું નથી,આ શબ્દો જે આપણે કહ્યા, તો એ માનવું જોઈએ,માણસ અહી સુધી એ કહી દે, તે ભાંગી પડ્યો,અને ગમે તેવી સ્થિતિ આવે હાર ન માને,માણસ હારી પણ જાય,હારી પણ ગયો હોય,અને હાર ન માને તે સફળ થાય છે,
ફરીથી પ્રયત્ન કરશે,ફરીથી પ્રયત્ન કરશે,આઈસ્તાન ના જીવનમાં આવા બહુ દાખલા રહ્યા,મોટો વૈજ્ઞાનિક થઇ ગયો,તે પોતાના પ્રયોગોમાં કેટલી વાર અસફળ થયો, અને એડીસન તો જીવનનું અજબનું ઉદાહરણ છે,
૬૦૦ પ્રોયોગો કર્યા,જેબલ્બ બનાવી રહ્યો હતો, તે લાઈટ આજે માણસની ઘણી મોટી શક્તિ બની ગઈ છે,વીજળીના ગોળાની જ્યારે તૈયારી કરી રહ્યો હતો,૬૦૦ વાર પોતાના કાર્યમાં હાર્યો,આ કામ થઇપણ શકશે કે નહિ,૬૦૦ વાર અસફળ થયા પછી તેને સફળતા મળી, જોએ માની લેત,૬૦૦ વાર,એક બે વાર ફેઈલ
થઇ જાય તો કેટલાય માણસો,ત્યાના ત્યાં જ રોકાય જાય છે,કેટલાય માણસો છે જે કામ શરુ તો કરે છે,
પણ નિષ્ફળ થતા વચ્ચેજ છોડીને બેસી જાય છે,કેટલાય માણસો ખજાનાની શોધમાં મહેનત કરતા રહે અને જોયું કઈ,થવાનું નથી,છોડીને બેસી ગયા, કેટલાય એવા હોય કુવો ખોદવા માંડે,થોડુક ખોદે ને પાછા બેસી જાય,કોઈક થોડી હિંમત આપે તો બીજી જગ્યાએ થોડું ખોદે ને પાછા બેસી જાય,જીદગીભર જુદી જુદી જગ્યાએ જઈને ખોદ્યું પાણી ન નીકળ્યું અને કહી દીધું અમારા નસીબમાં જ ન હતું,પણ જો એકજ જગ્યાએ જરા હિંમત રાખીને ખોદ્યા કર્યું હોત તો પાણી
મળી જાત, જે પણ કામ કરો, પૂરી લગન સાથે કરો,શક્તિની સાથે કરો,જરૂર સફળતા મળશે,હારી જવું તે એક અલગ વાત છે,પણ હાર ન માનશો, લગન પૂરી થાય,અને શક્તિની સાથે કામ કરો,તો મેં તમને કહ્યું ,
પોતાની ઉંમર પોતાના હાથે જાતેજ કાપી રહ્યા છીએ,એક કલાકનો સમય રોજ નિયમિત તમારા માટે કાઢો ,
અને થોડો પ્રયત્ન કરીને એક કલાક સમાજ સેવા માટે રાખો,કઈને કઈ સમાજસેવાનું કામ પણ કરવાનું છે,
એક એક કલાક જોડીને,અઠવાડીયાના સાતમાં દિવસે છ કલાક જે જોડાયા તે સાતમાં રજાના દિવસે અડધો
દિવસ સમાજ સેવા માટે,જન કલ્યાણ માટે,આત્મકલ્યાણ માટે હું સમય કાઢી રહ્યો છું,એવું માનીને,
જે આખા અઠવાડિયામાં,ન કરી શક્યો,જોવામાં આવે તો માણસ આઠ કલાક જો તેના બિસ્તર ઉપર જતા હોય
આઠ કલાક તેના રોજી રોટી કમાવવામાં જતા હોય,તો આઠ કલાક બાકી રહ્યા,તેમાં આપણે કહીએ,આવવા જવાના,ખાવા પીવાના,નાવા ધોવાના,એના પણ રોજના ચાર કલાક લગાવીએ,તો પણ ચાર કલાક બાકી રહે છે,આ ચાર કલાકનો જો આપણે જો સારી રીતે ઉપયોગ કરીએ,ખાલી ચાર કલાકની વાત કરી રહ્યો છું,૨૪ કલાકમાંથી ૨૦ કલાક જેવી રીતે બીજાના પસાર થઇ જાય તેમ તમારા થઇ જાય,ચાર કલાકનો સારી રીતે ઉપીયોગ કરવાનો શીખી જાવ,અત્યારે બીઝનેસ મેનેજમેન્ટ,કોર્સ ના કે કેટલા મેનેજમેન્ટ કોર્સ છે,હું કહું છું, કે તમે તમારા વ્યવસ્થા ખાતર થોડોક પ્લાનિંગ કરો કે આ ચાર કલાકનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ,દુનિયાના મોટા મોટા લોકો મોટા બન્યા છે તો કેવી રીતે મોટા બન્યા છે,તેના સમયનો તેમણે કેવો ઉપયોગ કર્યો,
નેપોલિયન ફ્રાન્સનો, એટલો મોટો,પહેલા સેનાપતિ હતો,પછી તેનો ભાગ્યવિધાતા થઇ ગયો, પછી તે ત્યાનો
શાશક બન્યો,તેણે બધુજ કર્યું ,તેણે નિયમ બનાવ્યો હતો,બપોરે જમીને,૧૦ ,૨૦ મિનીટ આરામ કરવાનો
જમ્યા પછી એક નાનું ઝોકું તે લઇ લેતો,દરેકને પોતપોતાના નિયમ હોય છે,કેમકે એવું કહેવાઈ છે માણસને
બે સવાર હોય છે, એમ તો એકજ સવાર હોય છે,જો બપોરે જમીને એક નાનું ઝોકું લઈને પાચ સાત મિનીટ મગજને આરામ આપી,પ્લાનિંગ કરી પછી કામે ચઢો,એકદમ દોડો નહિ,તો નેપોલિયને નિયમ બનાવ્યો હતો ,
દરેક કામ પછી થોડો આરામ જોઈએ,તેને યુદ્ધ બહુ લડવા પડ્યા,અને લડાઈ લડવાના સમયે કેટલા કેટલા
યુદ્ધ લડવા પડ્યા,જીવનનો મોટે ભાગનો સમય તેનો યુધ્ધમાં પસાર થયો,યુદ્ધ પણ એવા નહિ,માનસ બેઠો હોય તેના હેદ્ક્વાર્તાસમાં અને ફોંજો યુદ્ધ લડી રહી છે,એવું યુદ્ધ કે જેમાં આખી દુનિયાને ખતરો,કેમકે તોપો
ગરજે,ગોળીયો વરસી રહી છે,અને ઘોડા ઉપર બેસીને તે ફોઉજીયોને નિયંત્રિત કરી રહ્યો છે,પોતાની ઓફિસમાં બેસીને પ્લાનિંગ કરીને આપે છે,આ કામ આમ કરવાનું,તારે આ મોરચામાં આવી રીતે લડવાનું,
અને પાછો પોતાની દેશની સડ્કોનો અને ત્યાના ભવનોનો નકશો બનાવી રહ્યો છે,આવીઆવી સડકો હોવી
જોઈએ,આવી યોજનાઓની સાથે વસ્તીઓ વસાવવામાં આવે,આવી રીતે રહેવું જોઈએ,તો આ માણસને
યુદ્ધ સમયે પણ ખાવાનું ખાવાનો સમય નથી,કેટલી વખત ઘોડાની ઉપર બેઠા બેઠા ખાધું,ઘોડાની પીઠ ઉપર
તેનો સાત મીનીટનો સુવાનો નિયમ પૂરો કર્યો,પીઠપર સુઈને આરામ કરી લીધો,કે નીચે ઉતરીને જ્યાં ત્યાં બિસ્તર પાથરીને સુઈશું ,નહિ, સેનાને પણ ખબર ન પડે એ અંગ રક્ષકો સાથે રાખ્યા અને ઘોડાની પીઠ ઉપરજ સાત મીનીટનું ઝોકું લીધું,પછી આગળ માટે થોડું મગજ તાજું કરીને,કેમકે એ યાદ રાખો કે લોકો
દરેક વખતે પોતાના મગજને વિચારોથી ભર્યે રાખે છે,દરેક વખતે કૈક વિચાર્યા કરે છે,તેનું મગજ જુઠું થઇ જાય છે,તેનું પ્લાનિંગ બહુ સરસ નથી હોતું,જો મગજને ખાલી કરીને થોડો આરામ આપીને,ધ્યાન જેમ આરામ છે,માથાને આરામ આપવાની એકરીત છે,અને આ ધ્યાન સાથે ભક્તિ જોડાઈ જાય,એનાથી પરમાત્મા આપણને તેની સાથેજોડાવાની એક મોટી શક્તિ બની જાય છે,અને નહિતો ધ્યાનને,ખાલી મગજ ખાલી કરીનેવિચારોથી શૂન્ય થઈને ખેચતાણ માંથી મુક્ત થવાનું સાધન બનાવી દો,
જેવી રીતે લોકો શીખવાડી રહ્યા છેખેચ તાણનું ધ્યાન કરો,તો મગજને ખાલી કરવાની રીત શિખી જાવ,
તો તણાવથી મુક્ત થવાશે,ઘણો લાભ છે, તેનાથી પણ જો તે ધ્યાનને ભક્તિ સાથે
જોડી દો તો પરમાત્મા સાથે મેળવવા વાલી ચીજ થઇ જશે, પરમાત્મા
સાથે એવી રીતે જોડી દેશે જે જન્મોથી આજ સુધી નથી થઇ શક્યું,જો એક વાર આવું થઈ જશે,એકવારમાં
જ એવી સ્થિતિ મળી જશે,કે જે દરવાજો આજ સુધી બંધ હતો,જેને જીસસ ક્રાઈશે એવી રીતે કહ્યું ,
ખખડાવો,તમારા માટે ખોલી દેવામાં આવશે,તમે બુમ પાડો તમારી બુમ સાંભળી લેવામાં આવશે,તો સાંભળવા વાલી કોઈ બીજી નહિ એકજ શક્તિ છે,દુનિયાને પરમાત્મા જ સાંભળે છે,પણ સંભળાવવાનો રસ્તો એકજ છે અને તે છે ધ્યાન,ધ્યાનથી આપણે તેના સુધી પહોચીએ
પણ હું એ કહેવા માંગું છું આખો દિવસ વિચારો મગજમાં ભરાયેલા રહે છે,દરેક વખતે કૈક વિચાર્યા કરીએ છીએ,અને વૃધ્ધાવસ્થા સુધી તો હાલત એટલી ખરાબ થઇ જાય છે કે,કરવા માટે કશુજ નથી પણ વિચારવા માટે ખુબ હોય છે,ભગવાન પણ એટલી કૃપા કરે છે,આપણને પાછલા જન્મની યાદ નથી આપતો,અને ત્યાં ને ત્યાં જ ભુલાવી દે છે,પાછળની યાદ થોડી પણ રહે તો માણસની ટીન
એજ શરુ થાય તે પહેલા બધી યાદો ભુંસાઈ જાય છે,કોઈને કેટલુય પાછળનું યાદ હોય,કેટલાક લોકોને યાદ રહી જાય છે,તો ૧૦ કે ૧૧ વર્ષ સુધી વધારેમાં વધારે યાદ રહે છે,આમ તો ૭-૮ સાલ ૫-૭ સાલ સુધી પાછળની યાદ રહે છે,પછી ભૂલાવવાની શરુ થઇ જાય છે,અને આમ તો ભગવાન શું કરે છે,જેમ કે છ દિવસ થયા,જન્મ લીધા પછી છ દિવસ પછી,છઠ્ઠ હોય છે,છઠ્ઠ પુંજા લોકો કરે છે,છઠ્ઠ પૂજા તે પુંજા નથી જે હું કહી રહ્યો છું,સૂર્ય પુંજા નથી કહેતો,જે છઠ્ઠી મનાવવામાં આવે છે,જન્મ પછી છ દિવસ થઇ જાય,તો છ દિવસ થતા જ ભગવાન બ્રહ્માજી માથા ઉપર લેખ લખવા આવે છે,અને જયારે તે સમયે માથા ઉપર લેખ લખતા,તેની સાથે જોડી દે છે,અને કહી દે છે,તારા નસીબનાં હિસાબ પ્રમાણે દુનિયામાં તું ઘણુબધું મેળવીશ,પણ જીવ જ્યાં સુધી પરમાત્માના ધામથી જોડાયેલો છે,ત્યાની યાદો જોડાયેલી છે,ત્યાનો આનંદ જોડાયેલો છે,જેમ જેમ તેનેજેમ જેમ તેને દુનિયાનો ખ્યાલ આવતો જશે,પ-છ વર્ષનો થશે,એટલે તેને બધા સવાદની યાદ શરુ થઇ જશે,અત્યાર સુધી પરમાત્માની યાદ હતી,પણ એ પણ એક ધ્યાન રાખો,કે આ યાદ દુનિયાની યાદ, જન્મ થતા થતા પણ સમય થાય છે,જીવનના ૨૫ વર્ષ જે મુકાય છે, તે ખુબજ આનંદની સાથે કપાઈ જાય છે,બાકીનું જીવન ખુબ જ ખેચાણ,અને દબાવનું હોય છે,ઘણું બધું દબાણનો હોય છે,પહેલાનો સમય ખુબ જ આનંદ નો હોય છે,તો ભગવાન જેવું ભાગ્ય લખે છે,માથા ઉપર લેખ લખે છે,તેના પ્રમાણે જે વ્યક્તિને જે મળવાનું છે તે મળવાનું શરુ થઇ જાય છે,અહી આવીને તેને ફેક્ટરી મળી ગઈ,કામ ધંધો મળી ગયો,રૂપિયા પૈસા પણ મળી ગયા,બધીજ વસ્તુઓ આપણે જાતે જ કમાવવાની હોય છે,તો ભગવાન છતાંપણ શું કરે છે,પાછળની યાદો કોઈ કોઈ વ્યક્તિયોને ,જેનું મૃત્યુ એક્સીદ્ન્તમાં થયું હોય,આગમાં બળી જઈને થયું હોય,પાણીમાં પડીને થયું હોય,ઉપરથી પડીને થયું હોય,કોઈ પણ ભયંકર એક્સીદંત થઇ ગયો અને આવા લાખો કેસોમાં,લાખો કેસ એવા થયા હોય,તેમાં કોઈને પાછળની યાદ રહેતી હોય છે,ફક્ત થોડાને,લાખોમાંથી થોડાને યાદ રહી જાય,અને જે થોડાને યાદ રહે છે,તે થોડા સમય પછી ભુલાઈ જાય છે,તમે વિચારો,જો પાછળની યાદ બધાને રહી જાય તો દુનિયામાં કેટલી મુસીબતો ઉબી થઇ શકે છે,કોઈ માણસ કરોડપતિ હોય,અને પછીનો જન્મ તેને ઝુપડીમાં મળે,તેનો જન્મ કોઈ ગરીબ ગુરબાને ત્યાં થાય,અને જતાજ તેને આગલા જન્મની યાદ આવવા લાગે,જેવું તેને ભાન થાય,યાદ તેને બાકી છે,હવે તેણે બોલવાનું શરુ કર્યું,હું અહી જન્મ્યો હતો,આ મારા માબાપ હતા,તો જન્મ્યો હતો જે કરોડપતિ ઘરમાં,ત્યાં તે કરોડપતિ થઈને રહેતો હતો,તે ત્યાં જઈને ઉભો રહી જશે અને તે જગ્યાને તે પોતાની બતાવવા માંડશે,તે જગ્યામાં બેસી જાય,તો તમે જાણો છો જો આવી આગળની યાદ રહેવા માંડે તો સંપતિના ઝગડા એક જન્મ્નાજ સમ્પેત્વા ભારે હોય ત્યાં આમ જન્મ જન્માંતરના શરુ થઇ જાય,તો આ દુનિયા કચેરી બની જશે અને જીવવાને લાયક નહિ રહે,એટલા માટે ભગવાન પાછળના જન્મની યાદ આપતો નથી,દયા કરે છે,પાછળનું ત્યાં ને ત્યાં જ ભુલાવી દે છે,આગળની નવી વાત,હા ભુલાવ્યા પછી શું કરે છે,માણસને યાદો ભુલાવી દે છે પણ ખાતું ભુલાવતો નથી,પાછળનું ખાતું ભુલાવતો નથી,પાછલા ખાતા ભગવાન ભુલાવતા નથી,એકાઉન્ટ માં ભગવાન બરાબર ઠીક રાખે છે,પાછળનો એકાઉન્ટ સાથે આવી રહ્યો છે,પાછળની યાદો તો ભૂલાઈ જ ગઈ છે,હવે માણસ કહે છે,મને શું ખબર મેં પાછળ શું કર્યું હતું,તમે તો મુનીમ્જીની માફક રેકોર્ડ લઈને બેસી ગયા,અમને સજા કરી રહ્યા છો,હવે અમે કેટલાય વર્ષો સુધી
દુખ ભોગવીશું,જો પાછળની યાદ કરાવવામાં આવે તો જીવવાનું જ મુશ્કેલ થઇ જાય,પણ ભગવાન પાછળની યાદો આપતા નથી,પણ પાછળનો હિસાબ બરાબર મેઇન્તેઇન કરે છે,પાછળ કેટ કેટલા કર્મો એવા હતા જેનું ફળ અત્યાર સુધી તમને મળ્યું નથી,કારણ કે નાનું જીવન હતું,અને એમાં પણ એનો પાછળનો હિસાબ કિતાબ પૂરો કરવાનો હતો,હવે આ જનમનું શરુ થશે,પાછળનો પણ બરાબર કરવાનો છે,તો કોઈ સુખ તો કોઈ દુખ જીવનમાં ચાલ્યા કરે છે,અને માણસ એવી એવી વસ્તુ વિચારે છે,મેં જીવનમાં કોઈ ખરાબ કામ કર્યું નથી,મેં કોઈને હેરાન કર્યાં નથી,છતાંપણ મારી સામે આટલા બધા દુખો આવીને ઉભા થઇ ગયા,કારણકે દુર્ભાગ્ય આવે છે ત્યારે માણસની પાસે રૂપિયા,પૈસા,માન,સન્માન,સગા સબંધી બધું ખોવાઈ જાય છે,મગજ પણ કામ નથી કરતુ,અને આની કોઈ અવધી હોય છે,અને એમાં જ્યોતિષ શાસ્ત્ર ના મુજબ કોઈ એવી કાલ ગણના માનવામાં આવે છે,આ સમય ચાલી રહ્યો છે,આ દશા ચાલી રહી છે, અત્યારે તમારો ફલ્ભુક્તી નો સમય છે,તેમાં તમારું માન પણ ખતમ થઇ જશે,ધર્મ પણ ખતમ થઇ જશે,ફળ આપનારી વસ્તુઓ પણ ખતમ થશે,હા સાથે જ્યોતિષશાસ્ત્ર એ બતાવી દે છે કે આટલો સમય પસાર થયા પછી તમારી
દશા સુધરશે,પણ માણસને માટે કહેવાય છે,કે તમારે શું કરવાનું છે,જે ખરાબ સમય છે તે વધારે ખરાબ ન થાય,અને સમતોલિત થઇ જાય,તો એક તો તમારે કર્મ ન છોડવું,ભક્તિ નહિ છોડવી,સત્કર્મ ન છોડવું,ગુરુના
ચરણોમાં પ્રીતિ લગાવી રાખવી, અને ઈશ્વર ભક્તિ અને ધર્મ કરમ નિત્ય નિયમથી કરતા રહેવું,સહનશક્તિ વધારી લેવી અને ચામડી કરી દેવી જાડી,અને કાન એવા ઊંચું સાંભળે,અને બોલવામાં ગુંઘા થઇ જાવ,અને મજબુત એવા થઇ જાવ કે કહેવાય કે,દુનિયામાં કોઈ પણ જાતની સ્થિતિ હોય,પોતાનો રસ્તો પણ દેખાતો ન હોય,તો પણ ચાલતા રહેવું,ચાલતા
રહેવું,ચાલતા રહેવું,અંધારી ગુફાઓમાંથી પસાર થઇ જશો,અને જેવા કેટલાક વર્ષો વીતશે,સમય સામે સારો આવશે,તો અત્યાર સુધી તમારી સામે જેટલું દુખ ભારે આવ્યું હતું,તમારા તીર્થનું પુણ્ય,તમારા દાનનું પુણ્ય,
તમારા ગુરુની કૃપાનું પુણ્ય,અને તમારી ઉપર ભગવાનના આશીર્વાદનો પ્રભાવ,આ બધાને જોડીને જેટલો ખરાબ સમય આવ્યો હતો એટલો ખરાબ લાગશે નહિ,પણ હવે જે સારો સમય આવશે તે ચાર ઘણો વધીને આવશે,જેટલું સૌભાગ્ય ભગવાને તમને આપ્યું હતું તેનાથી ચારઘણું સૌભાગ્ય તમને વધારીને આપશે,તમારું પુણ્ય તમને ચારઘણા વધારશે,અને પછી માણસ એટલો આગળ વધે છે કે તે ભૂલી જાય છે કે મારી પાસે
આટલો ખરાબ સમય પણ આવ્યો હતો,પછી કહેવામાં આવ્યું છે,કે જ્યારે ખરાબ સમય આવે ત્યારે આ વખતે
હિંમત રાખવી,ધીરજની સાથે વિતાવવું,અને સારો સમય આવી જાય તો સારા સમયમાં એટલું આનંદ મગ્ન ન થઇ જવું કે ખરાબ સમયનું ભાન ન રહે,સારા સમયમાં સુખી સમયમાં,દુખની ઘડીયોને જરૂર યાદ રાખવી
જે પાછળ લાગી છે,કેમકે દુખ એ જ કહે છેહું જઈ રહ્યું છું,સુખનો હાથ પકડી રાખજો,મને યાદ રાખજે,મને યાદ રાખશે તો ભગવાન પણ યાદરહેશે,દુખ હંમેશા એજ કહે છે મને યાદ રાખજે,મને યાદ રાખશે તો ભગવાન પણયાદરહેશે,અનેતું મને ભૂલશે તો તને મારી યાદ કરાવવા ફરીથી આવીશ અને ફરીથી ખોટું થશે,અને ફરીથી કોઈને કોઈ રીતે તને ભગવાન મારે યાદ કરાવવાનો છે દુખ જભગવાનની યાદ કરાવડાવે છે,પણ જેને સુખમાં જઈને પણ દુખની યાદ છે,પોતાના પરમાત્માની પણ યાદ છે,તે સમતોલ રહેશે,તેની ઉપર કૃપા થતી રહેશે,તોતે માણસ સાર્થક જીવન જીવી રહ્યો છે,જેશરીરને મેળવીને,મનુષ્યના શરીરને મેળવીને,પોતાના મનને પરમાત્માની સાથે જોડેલું છે,જે ભગવાનને ભૂલી ગયો છે તે જગંઠા માણસ છે તેણે મનુષ્ય દેહ મેળવીને નિરર્થક જીવન જીવીને મોટું સૌભાગ્ય મેળવી ગુમાવી દીધું છે એનાથી મોટું દુર્ભાગ્ય
બીજું ન હોઈ શકે.
ભજન
સારે જહાકે માલિક,તેરા હી આશરા હૈ,રાજી હૈ હમ ઉસીમે જિસમેં તેરી રજા હૈ,(૨)
હમ ક્યાં બતાયે તુમકો,સબ કુછ તુમ્હે ખબર હૈ,હર હાલમે હમારી તેરી તરફ નજર હૈ,
કિસ્મત હૈવો હમારી જો તેરા ફેસલા હૈ,રાજી હૈ હમ ઉસીમે........
સારે જહાકે.........
હાથોકો હમ દુહાકે આક્રર મિલાયે કૈસે,સજ્લેમે તેરે આક્રર શીરકો ઝુકાયે કૈસે
મજ્બુરીયા હમારી સબ તું હી જાનતા હૈ,રાજી હૈ હમ ઉસીમે.........
રોકર કટે યા હસ કર,કટતી હૈ જીન્દગાની,તું ગમ દયા ખુશીમે,સબ તેરી મહેરબાની,
તેરી ખુશી સમજકર,સબ ગમ ભૂલા દિયા હૈ,રાજીહૈ હમ ઉસીમે..........
સારે જહાકે.........
દુનિયા બનાકે માલિક,જાને કહા છીપા હૈ,આતા નહિ નજરમે બસ એક હી ગીલા હૈ,
ભેજા હૈ ઇસ જહાં મેં જો તેરા શુક્રિયા હૈ,રાજી હૈ હમ ઉસીમે.......
સારે જહાકે............
No comments:
Post a Comment