Thursday, January 14, 2016

નિમંત્રણ અને નિયંત્રણ

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
નિમંત્રણ અને નિયંત્રણ






ભગવાન શ્રી કૃષ્ણના મહાન સંદેશાને આપણે આપણા જીવનમાં ઉતારીએ,કળીયુગના શરુ થવાને બહુજ પહેલા અને દ્વાપરના અંતિમ ચરણોમાં,શ્રી કૃષ્ણને ગીતાનો મહાન સંદેશ આપ્યો,આવવાના સમયમાં સહુથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણના એ સ્વરૂપ ઉપર ધ્યાન આપીએ,કે ગમે તેવી ભયાનક સ્થિતિમાં પણ તેમણે તેમનું સમતોલન ગુમાવ્યું નહિ,આ પહેલી શિખામણ ભગવાન શ્રી કૃષ્ણની છે,અને બીજું કે મુસ્કરાવું,હસતો ચહેરો એક ચમત્કારિક ગુણ બનીને તેમના ચહેરા ઉપર ફરતો રહ્યો,સ્માઈલ તેનાથી દુર ન થયું,ત્રીજી વસ્તુ કરવરતા,ઉંમરનો એ ભાગ, જેને યુદ્ધ ભૂમિમાં અર્જુનના સાથી થઈને બેઠા હતા,તે વખતે નાની ઉંમર ન હતી,છતાં એ જોઇયે,પૂર્ણ કરવટ છે,સમતુલિત છે,છતાં શાંત છે,શ્રી કૃષ્ણના આંખમાં આંસુઓ જો દેખાયા હોય તો તે અવસરો પર દેખાયા એક ત્યારે જ્યારે સુદામાનું દુઃખ જોયું, અને એક વર્ણન આવે છે,કે જ્યારે એક યજ્ઞમાં યુધીસ્થીરના યજ્ઞમાં ,એક ઋષિને આમંત્રિત કરવા અર્જુનને મોકલવામાં આવ્યો,અને નિમંત્રણ સાંભળીને ઋષિ રડવા લાગ્યા,આ વર્ણન સાંભળીને શ્રી કૃષ્ણ પણ રડ્યા,તેનો અર્થ એ કે તે ક્યારેય પોતાના દુઃખમાં રડ્યા નથી,બીજાના દુઃખોમાં તેમની આંખમાં આંસુ આવ્યા,અંદર એટલી કોમળતા હોવી જોઇયે કે બીજાનું દુઃખ આપણને આપણું દુઃખ લાગે,અને આપણું દુઃખ તે દુઃખ ન હોય,આ શ્રી કૃષ્ણનો સંદેશ છે,એટલી સવેદન શીલતા કે બીજાઓનું દુઃખ જોઇને આપણું હૃદય ઓગળવા માંડે,
રાજ્શુય યજ્ઞમાં અનેક ઋષિ મુનીયોને આમંત્રણ આપવા શ્રી કૃષ્ણે પાંડવોને કહ્યું કે જાઓ જેટલા આશીર્વાદ પામી શકો એટલા ભેગા કરો,આ બધાની શુભકામના, બધાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય,તમારો યજ્ઞ સફળ થાય,પોતાના યજ્ઞમાં પોતાના સેવા કાર્યમાં હમેશા પ્રયત્ન કર્યા કરો,બધાએ કરવો જોઇયે,વડીલના આશીર્વાદ મળે,ગરીબોની દુઆ મળે,કેટલાયની શુભકામનાઓ આપણને મળે,જ્ઞાની ધ્યાનીના આશિષ નો આપના માથા ઉપર વરસાદ થાય,આપની બુદ્ધિ સુબુદ્ધિ બને,હમારું શુર બની રહે,આપણું મન સમતોલિત રહે, હમારું હૃદય પ્રેમથી ભરેલું રહે,હમારા ઘરમાં એકતા રહે,આપણે કાયમ હસતા આગળ વધતા રહીએ,આ આશીર્વાદ બધાને જોઇયે,શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને મોકલ્યો કે જાઓ દંડક વનમાં રહેતા ઋષિયો અને તપસ્વીયોને આમત્રણ આપો,અને પ્રયત્ન કરો કે તે તમારા રાજ્શુય યજ્ઞમાં પધારે,જેવા અર્જુન ત્યાં ગયા,તો જોયું કે પાંદડાનું  ઘર બનાવીને અને પાંદડાની પથારી બનાવીને એક ઋષિ તપ કરી રહ્યા હતા,,અર્જુને જઈને જેવી તેમની આંખો ઉઘડી,તેમનું આદરપૂર્વક નમન કર્યું,અને કહ્યું મહારાજ યુધીસ્થીર રાજા છે અને રાજસૂય યજ્ઞ કરી રહ્યા છે,અને તમોને આમાંત્રિત કરવામાં આવ્યા છે,તમે પધારો,આ અવસર ઉપર અમે ખુબજ પ્રયત્ન કર્યો છે કે આવનાર અતીથીયોનું સારી રીતે સ્વાગત થાય, અમે આપણું સ્વાગત પણ સારી રીતે કરવા માંગીએ છીએ,સોનાના રથમાં તમને લઇ જવામાં આવશે,અને અમારું આખું સૈન્ય તમારું સ્વાગત કરશે,અને રાજ્યના જેટલા પણ ધનવાન લોકો છે તે તમોને પ્રણામ કરશે,નાગરિકો તમારું અભિનંદન કરશે,જેવું અર્જુને આવું કહેવાનું શરુ કર્યું,જોયું તો ઋષિજીની આંખોમાં આશુ વહેવા માંડ્યા,અર્જુને પાછું કહ્યું મહારાજ જ્યારે તમને વિદાય કરીશું,તો તમને બધી રીતે સોના,રત્નો અને જુદા જુદા ધન ધાન્યોથીતમને આદરપૂર્વક અહી વિદાય આપવામાં આવશે,તો અવસર ઉપર આપ જરૂરથી પધારો,આટલું સાંભળ્યું ત્યાં તે જોર જોરથી રડવા લાગ્યા,તો ઋષિને રડતા જોઇને અર્જુનને થયું કે જો હું કદાચ વધારે બોલીશ તો  ક્યાંક શ્રાપ ન આપી દે,તો અર્જુન પાછો આવતો રહ્યો,અને આવીને જેવું યુધીસ્થીરને બતાવ્યું,કે મેં તેમને આમંત્રણ આપ્યું પણ આમંત્રણ સાંભળીને તે રડવા લાગ્યા,અને એટલું રડ્યા કે મારાથી જોવાયું નહિ અને હું ગભરાઈને પાછો આવતો રહ્યો,એટલું સાંભળતા યુધીસ્થીર પણ રડવા માંડ્યા,યુધીસ્થીરને રડતા જોઈ અર્જુન ગભરાઈ ગયો,કે આજનો દિવસ તો કઈ બહુજ ખરાબ છે,ત્યાં ગયો તો ઋષિ રડી રહ્યા હતા અહી ભાઈ રડી રહ્યા છે,તો જઈને શ્રી કૃષ્ણને બતાવ્યું આવું આવું થયું,અને કહીને વાત પૂરી કરી ત્યાં શ્રી કૃષ્ણની તરફ જોયું, શ્રી,કૃષ્ણ પણ રડવા લાગ્યા,  અર્જુને વિચાર્યું કે મારો ચહેરો જ ખરાબ છે,જઈને અરીસામાં જોઉં કે શું કરું..હું અથવા મારી બુદ્ધિ ખરાબ છે,મારી વાણીમાં કોઈ વાંધો છે,તો પોતાની ખરાબી ઉપર ધ્યાન આપીને અર્જુન દુખી થયો,અને તે પણ રડવા લાગ્યો,અર્જુન જયારે રડવા લાગ્યો,તો શ્રી કૃષ્ણે તેની તરફ જોયું અને જોતાજ જોરથી હસ્યા શ્રી કૃષ્ણને હસતા જોઈ અર્જુને પોતાના આંસુ લુછી નાખ્યા અને ગુસ્સામાં કહ્યું કેમ હસો છો,શ્રી કૃષ્ણ પૂછે છે કે પહેલા એ બતાવો કે તું શા માટે રડતો હતો,બધાના વિષે જાણવા માંગું છું કે બધા કેમ  રડી રહ્યા હતા,કૃષ્ણ કહે છે પહેલા એ બતાવ કે તું કેમ રડ્યો,અર્જુન કહે છે કે હું ઋષિમુનીને મનાવવા ગયો હતો,તો તે મારી વાત સાંભળી રડવા લાગ્યા,મેં ભાઈને બતાવ્યું તો મોટાભાઈ પણ રડવા માંડ્યા,અને પછી તમારી પાસે આવીને બધી વાત કરતો હતો તો તમે પણ રડવા લાગ્યા,તો પછી બધા રડવા લાગ્યા તો હું પણ રડવા માંડ્યો ,હું શું કરતો...એટલે રડતો હતો,જે ઋષિને તું મનાવવા ગયો હતો,તે ઋષિએ  આખી દુનિયાની બધીજ સમૃદ્ધિ છોડીને,માન, સન્માન,વૈભવ, ધન, રાજ સત્તા,બધાનો ત્યાગ કરીને,અને પોતાના ભગવાનના થઈને સમાધિમાં બેઠા હતા,અને જયારે તેમની સમાધિ છૂટી,તો તું તેમને આમંત્રણ આપવા ગયો,તો આમંત્રણ તો બરાબર હતું પણ તે તેમને પ્રભાવીત કરવા રૂપિયા,પૈસા,માંન,સન્માન,એ બધાની લાલચ આપવાનું શરુ કર્યું,અને લાલચ ઉપર લાલચ આપતો ગયો,તો ઋષિ રડવા લાગ્યા,તેમના મનમાં થયું કે મારામાં ક્યાંક ખામી રહી ગઈ હશે,તો માયા મને ફરીથી પોતાના તરફ ખેચવા માંડી છે,અથવા લોકોનો સમાજ હજુ પણ મારામાં દોષ જુએ છે,મારી અંદર કોઈ લાલચ હશે કોઈ ખામી રહી ગઈ હશે,તો તેમના મનમાં વારંવાર,આવ્યું કે હે પ્રભુ હું તો તારો છું,મને રમકડાથી શા માટે મનાવો છો,દેખાડવું હોય તો તમારું રૂપ દેખાડો,મારે દુનિયા નથી જોઈતી,હું તો મારા પ્રાણની તારા પ્રેમના અગ્નિમાં આહુતિ આપીને યજ્ઞ કરી રહ્યો છું,મારે સત્કાર નથી જોઈતો,મારા પ્રભુ મારે તારી કૃપા જોઇયે,એવું વિચારતા વિચારતા તે ભાવવિભોર થતા ગયા,અને તું લાલચ આપતો ગયો,તે રડવા માંડ્યા, રડતા રહ્યા,અર્જુન આ ધરતી પર,આવા તપસ્વી લોકો જ પવિત્ર કરે છે,આ ધરતી આવા લોકોને કારણેજ ટકી રહી છે,જેમને તું આમંત્રણ આપવા ગયો હતો,હવે સમજમાં આવ્યું કે તે કેમ રોતા હતા, પણ ભાઈને શું થયું તેમને તો મેં કઈ કહ્યું પણ નહિ,ખાલી સમાચાર તો આપ્યા,મોટાભાઈ કેમ રડ્યા,બોલ્યા તે રાજા છે,તેમને એમ લાગ્યું કે મારા અનાજને કોઈ ઋષિ લેવા નથી માંગતા,લાગે છે મારા અન્નમાં કોઈ દોષ આવી ગયો છે,અને હું આટલા ધર્મથી ચાલુ છું,
ધર્મ પૂર્વક જીવન જીવું છું,ધર્મની રક્ષા કરું છું,ધર્મને પાળું છું,ધર્મની પૂજા કરું છું,અને જો કોઈ ધર્મની પૂજા કરતુ હોય તો,ધર્મ તેને બચાવવાનું કામ કરે છે,પણ મારાથી કોઈ ભૂલ થઇ છે,જો ઋષિ મારું અન્ન લેવા આવવા નથી માંગતા,મારાથી કોઈ ભૂલ થઇ છે,તો ઉદાસીમાં તેની આંખમાં આંસુ આવી ગયા,અર્જુને કહ્યું એ એટલું બધું ઊંડું વિચારે છે,આવું આવું વિચારે છે એ તો હવે ખબર પડી,પણ એ બતાઓ શ્રી કૃષ્ણ કે તમને શું થયું તે તમે પણ રડવા માંડયા,તો શ્રી કૃષ્ણ કહે છે અર્જુન આવવાના સમયમાં માનવતાનું,મનુષ્યનું,ઇન્શાનીયાતનું એટલું પતન થશે કે આવા લોકો જોવા નહિ મળે,ના આવા રાજા મળવાના કે ના આવા ઋષિમુની મળવાના,તે હાલતને જોઇને અને તે સમજીને મારી આંખમાં આસું આવી ગયા,અર્જુન કહે છે હું તો તમને લોકોને જોઇને રડતો હતો મને તો ખબર જ ન હતી,કે તમે શા માટે રડતા હતા,તો શ્રી કૃષ્ણ ક્યારેય રડ્યા હશે તો બીજાનું દુઃખને જોઇને,સંવેદન શીલતા છે તો એટલી દયા પણ છે,દયાથી હૃદય ભીનું છે,અને તે કારણથી આંખમાં આસું આવી જાય છે,એટલા માટે તે કરુણાનિધિ છે,કરુણાના સાગર છે,શ્રી કૃષ્ણનું એક રૂપ યોગેશ્વરનું રૂપ છે,તે રૂપ છે કે યુદ્ધની ધરતી ઉપરથી પાછા આવતા પણ પોતાના ધ્યાનમાં બેસે છે, અને જયારે ખુબ દબાણનો પ્રસંગ તે સમયે પણ તેમનું કાર્ય જોવા જેવું હોય છે,હસ્તિનાપુરમાં જ્યારે મનાવવા માટે સંધિનો પ્રસ્તાવ લઈને ગયા હતા,યુદ્ધ ન થાય તો સારું,તે દિવસની દિનચર્યાનું વર્ણન,ગ્રંથમાં લખ્યું છે,શ્રી કૃષ્ણ સવારે ઉઠીને શું કરતા હતા,અને પછી ક્યારે ગયા, શું થયું,તે દિવસે તેમાં એમ પણ કહ્યું કે ઉઠ્યા, સ્નાન વગેરે કર્યા પછી,પોતાના ધ્યાનમાં બેસીને પ્રાર્થના વંદના કર્યા પછી,યજ્ઞ કર્યો,અને યજ્ઞ કર્યા પછી બ્રાહ્મણોને ગૌદાન આપ્યું,પછી વડીલોને પ્રણામ કર્યા,પછી જેને કોઈ રીતનો અભાવ છે તેવા માટે પણ પોઈતાનું ધન,નિયત સમય પર જેમ રોજ કાઢતા હતા,તેવી રીતે દાન આપ્યું,અને પછી તેમણે સવારનો રસ લીધો અને પછી સવારનો નાસ્તો કરી,તેમનો કિનકોણક રથ હસ્તિનાપુર તરફ હાંક્યો,ખેચાણ અને દબાણ વચ્ચે,તેમનો યજ્ઞ,.ધ્યાન,દાન ,પુણ્ય,પણ ચાલી રહ્યા છે,અને અવ હદભડાટનાં સમયમાં  વડીલોને આશીર્વાદ લેવાનું માણસ ભૂલી જાય છે,તે વડીલોના આશીર્વાદ નથી લેતા, આ કૃષ્ણ ચરિત્ર છે,કે કોઈ પણ દબાણ કે કોઈ પણ ખેચાણ નો સમય છે, તમે જરા વિચારો,બધી બાજુના રાજાઓ યુદ્ધની તૈયારિયો કરી રહ્યા હોય,બધી બાજુ આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે,કે કોણ કોના પક્ષમાં છે,બંને બાજુ ભાગ દોડ ચાલી રહી છે,,એક છેલ્લો પ્રયત્ન કરવાનો બાકી છે,એકવાર મનાવીને જોઈ લેવાય,શ્રી કૃષ્ણ જાય મનાવીને આવે,સંધિનો પ્રસ્તાવ લઈને જઈ રહ્યા છે,અને આખી દુનિયાની નજર ચોટી ગઈ છે કે જોઇયે આજે શું થાય છે,તે દિવસના દબાણવાળા દિવસે પણ શ્રી કૃષ્ણ એવાજ સમતોલ થઈને જઈ રહ્યા છે,તેવું દાન પુણ્ય, તેવા સુકાર્યો ,તેવુજ રોજના માટેનું ધ્યાન,તેવી જ રીતે યજ્ઞ,હવે હવાન પણ પૂરો કરે છે,આપણે ગોવિન્દને માનવાવાળા લોકો,શ્રી કૃષ્ણને માનવાવાળા લોકો,ગીતાનું સન્માન કરવાવાળા લોકો,કેમકે રામ અને કૃષ્ણ જ અમારી સંસ્કૃતિ છે,હમારી સભ્યતા છે,હમારા ધર્મ,આપણા આંન  બાન ને શાન,હમારો જીવન સંદેશ,હમારી મર્યાદા,હમારા ધર્મ કર્મ બધુજ રામ કૃષ્ણ છે,તો તેમને સામે જોઇને,તેમના ચરિત્રોને જોઇને,આપણે શીખ શીખીએ,એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણે આ શબ્દ આપ્યો,કે પોતાના કર્યો કરતા કરતા યોગ યુક્ત થઇ જાવ,શ્રી કૃષ્ણો સંદેશ અને ગીતાનો ઉપદેશ તમારી સામે રાખું,તે પહેલા આ શબ્દ તમને બતાવવા માંગું છું,જેમ ક્યારે પણ મેં કહ્યું હતું કે યોગ શું છે,યોગ નો અર્થ જોડ છે,મેળ છે,મળવાનું છે,સંધી કરવાનું છે,જે વિયોગ આપણો થયો છે,જેનાથી આપણે છુટા પડી ગયા છે,તેનાથી જોડાવવાની જે વિધિ છે તેને યોગ કહે છે,એટલા માટે આપણે જો શબ્દના અર્થને વ્યાકરણની દ્રષ્ટીએ જોવા માંગીએ તો,યોગ શબ્દ, યજુર યોગે,ધાતુથી નિર્મિત થાય છે,વ્યાકારનમાં યુર્જરી એટલેકે પરમાત્માથી આપણી પરમ સત્તાથી,આપણી ચેતનાને, સાંધનાને
જોડવાનું નામ,સમતોલિત બનાવવાનું નામ,શાંત અવસ્થામાં પહોચવાનું   નામ યોગ છે,પતંજલિ કહે છે ચિત્ત વૃતીયોને રોકીને,મનની અંદર જે વિચાર ચાલી રહ્યા છે,તેના પ્રવાહને રોકીને,દુનિયાથી સબંધ હટાવીને,પરમ ચેતના સાથે તમારો સબંધ જયારે જોડાઈ જાય છે,તેનું નામ યોગ છે,અને કહ્યું ચિત્તની જયારે સ્થિરતા થઇ જાય છે,ત્યારે તે યોગ કહેવાઈ છે,ચિત્તની સ્થિરતા ક્યારે થાય છે,આપણું જે ચિત્ત છે,આપણું જે મન છે,તે કાયમ કલ્પનામાં રહેશે કલ્પના હંમેશા ભવિષ્યની હોય છે,કાયમ સ્મૃતિમાં રહેશે,યાદોમાં રહેશે,મનની એ ટેવ છે તે કાયમ યાદોમાં ફર્યા કરે છે,અથવા કલ્પનાઓમાં ફર્યા કરે છે,તે વચ્ચે ક્યારેય નથી રહેતું,તો ચિત્ત તમારું ન યાદમાં રહે,પાછળની વાતો પણ ન વિચારે,અને ન આવવાના સમયની કલ્પના,કોઈ ભય લાગ્યો તો ચિંતા કરશે,કઈ એવું ન થઇ જાય કઈ તેવું ન થઇ જાય,જૂની વાતોને સાંભળીને,નવાનું ચિંતન કરીને,આપણે જે માખણ કાઢ્યા કરીએ છીએ,તે માખણ હોય છે નિરાશા,દરીશું,ભયભીત થઈશું,નિરાશ થઈશું,દીપ્રેસ્સ થઈશું,વલોવતા વલોવતા વલોવતા જે આપણે પરિણામ કાઢીએ છીએ,તે નિરર્થક હશે, દુખી હશે,ચિતિત હશે,અથવા ઈરીતેત થઇ જશો,ક્રોધમાં આવી જશો,તો મન જયારે નવી વાત ન વિચારે,જૂની વાતો ન વિચારે,કલ્પનામાં ન દુબે,અને જે ચાલે છે તે વર્તમાન સમયમાં એક જગ્યાએ શાંત થવા માંડે,અને જયારે શાંત હોય ત્યારે શાંત અવસ્થામાં,પરમાત્માની પવિત્ર કિરણો તેને સ્પર્સ્વા માંડે,તેને ગુદગુદી થાય,તે પોતાનામાં આનંદિત થતો જાય,તે અવસ્થાનું નામ યોગ છે,અને એ યોગને માટે જ ઋષિમુની લોકો આમંત્રણ આપતા રહ્યા,સંસારને એટલા માટે ગુરુ સંદેશ આપે છે,આઓ અને તેને મેળવો,અને યોગને એક ત્રીજો અર્થ વ્યાકરણની રીતે જોતા લાગે છે,યુજીર્સય્માને,પોતાનું સામર્થ્ય અને પોતાના પ્રભાવમાં સંયમિત રહેતા,પોતાનો પ્રભાવ પોતાની શક્તિ,પોતાની પ્રતિભા,તેમાં પોતાને સંભાળીને રહીએ,ઉછ્ળીયે નહિ, મોટો અહંકાર ન આવવા દઈએ,પોતાની સમ અવસ્થામાં પોતાને જોડી રાખે,નિયત્રણ લગાવીને બેસે,જે પોતાના પર નિયંત્રણ કરીને બેઠો છે,શક્તિનું અમુલ્ય બનીને બેઠો છે,આવી સ્થિતિ પણ આસાન નથી,તેનું નામ યોગ કહેવાયું,ગ્રથમાં બીજું પણ કહેવામાં આવ્યું છે,સર્વ ચિંતા પરીત્યાગે,યોગ ઉચ્યતે,બધી ચિંતાઓનો જ્યારે પરિત્યાગ કરે,ચિંતા વગરના થઈને,બેફીકર થઈને,નિર્ભર રહીને,આનંદિત રહીને,ઉત્સાહિત થાય તે યોગનો પ્રભાવ છે,યોગનો અર્થ યોગાસન નથી,યોગનો અર્થ છે કે આપણે આપણી ચેતનાને,આપણી હોશને પરમાત્મા સાથે જોડી રાખીએ,અને પરમાત્મા ની શક્તિઓ જે તમને દરેક સમયે ચાર્જ કરે છે,ઉર્જાવાન કરે છે,તેનાથી જોડાઈ જવું તે યોગ છે,પોતાની જાતને આનાદિત કરવાની સ્થિતિમાં આપણે પહોચ્યા છે,અને તે વખતે શું થાય છે,તેને જાણવું પડશે,જેમ કહેવાય છે ને તમે તમારી ચાહતને જાણવા માંગો છો,તો વ્યાકુળતાથી જાણો,તમે કેટલા વ્યાકુળ છો જેને ચાહો  છો તેનાથી,પ્રેમને વ્યાકુળતામાં જાણો, શ્રધ્ધાને સેવાથી,પ્રેમને ત્યાગથી,જો જાણવાની ઈચ્છા હોય,તોલવાની ઈચ્છા હોય છે આપણી,તો તોલવાનો એક જ રીત છે,શ્રધ્ધા હોય તો સેવાથી જાણીને જુઓ,જેટલી શ્રદ્ધા હશે,એટલી સેવા કરીને બતાવશે,અને જે મુખ્ય શ્ર્ધ્ધાવાળો માણસ છે તે સેવા કરશે પણ બતાવશે નહિ,તે પાછળ રહીને પણ સેવા કરી લેશે,કેમકે તેને લાગશે કે જોવા વાળો મારો પરમાત્મા છે,દુનિયાને શું બતાવવું છે,ચાહત છે તો વ્યાકુળતાથી પરખાઈ જશે,કોઈ કોના માટે કેટલુ વ્યાકુળ છે,જેમ બાળક તેની માં માટે વ્યાકુળ છે,અને માં પોતાના બાળક માટે વ્યાકુળ છે,વેદોમાં લખ્યું છે,વત્સમ જાતમ ઈવાજ્ઞા,અન્યો અન્યમ આવી હરયત,એકબીજાની સાથે પ્રેમ એવી રીતે કરો,અને એવો વ્યવહાર બનાવી રાખો કે જેમ નવજાત વાછરડા સાથે ગાય પ્યાર કરે છે,ગાય ના વાછરડાની આજુબાજુ પણ કોઈ જાય,અને તે માણસ જાય જે ગાયને કાયમ ઘાસ ખવડાવતો હતો,તે તેના વાચર્દાને છોડવા પહોચી જાય તો ગાય તેને પણ મારવા દોડે છે,મારા બચ્ચાને ન અડક,ભલે તું ગમે તેમ કરે,જંગલમાં જોવા મળે છે,ગાયની સામે વાઘ  આવી જાય તો તે પોતાનો જીવ બચાવવા ભાગે છે,પણ જો પોતાના વાચાર્દાનો જન્મ થયો હોય,અને વાઘ આવી જાય તો પોતાના વાચાર્દાને પોતાની બાજુ લઈને પોતાના શિગડાથી વાઘનો સામનો કરવા પણ તૈયાર થઇ જાય છે,કેમકે તે એક માની મમતા છે, એટલા ભયાનક જીવનો સામનો કરવા જો કોઈ તૈયાર હોય અને તે પણ કમજોર,તેનો પ્યાર પોતાની કુરબાની આપવા તૈયાર છે,પણ જ્યાં સુધી જીવતી હશે પોતાના બચ્ચાને આંચ નહિ આવવા દે,વાંદરી  પણ તેના બચ્ચાને ખુબ જ પ્યાર કરે છે,જર્મન લોકોએ પ્રયોગ કરીને જોયું,વાંદરીનું બચ્ચું મરી ગયું,તો વાંદરી સાત દિવસ સુધી તેને છાતીએ લગાડીને ફરતી રહી,લેબોમાં તેનો પ્રયોગ કરીને જોયું,એક પીંજરું બનાવ્યું,તેમાં નીચે લોઢાની ચાદર,તેની ઉપર રેતી અને એની  નીચે આગ સળગાવવાની શરુ કરી,રેતી ગરમ થવા માંડી,તો વાંદરી ક્યારેક આબાજુ તો કયારેક બીજી બાજુ ચીસો પડતી કૂદવા લાગી,અને જયારે તેને જોયું હવે રોકાવું બહુજ મુશ્કેલ છે તો તેના બચ્ચાને નીચે કરીને તેના ઉપર ચઢી ગઈ,તેમણે લખ્યું કે માનીએ છીએ,વાંદરામાં પણ મમતા ખુબ છે,પણ જયારે પોતાના ઉપર મુસીબત આવે તો બીજાને, ત્યાં સુધી કે તેના બચ્ચાને પણ આગળ કરી દીધું,પણ ગાયની વિશેષતા છે કે તેના ઉપર જયારે વઘે હુમલો કર્યો,તો પોતાનું બચ્ચું બચાવી લીધું,પોતે સામનો કરતી લડવા માટે તૈયાર થઇ ગઈ તો એ છે પ્યાર,તેને ઉદાહરણ આપીને સમજાવ્યું કે પ્યાર તમારો આબાજુ હોય,કોઈને તમે ખુબ જ પોતાનું માનો છો,તો વ્યાકુળતા એટલી હોય છે કે,તેના માટે થોડી વધારે કુરબાની આપી શકો,માપવા માંગો છો તો પ્યારને વ્યાકુળતાથી માપજો,પ્રેમને ત્યાગથી,કોઈને ચાહો છો તો તેના માટે થઇ ગઈ રીત,વ્યાકુળતા,અને કોઈને  વધારે પડતો પ્યાર કરો છો તેના માટે તમે શું ત્યાગ કરી શકો છો,તેના ઉપર જશે,અને તમારી શ્રધ્ધા પોતાના ધર્મમાં,પોતાના વડીલો પ્રત્યે,પોતાના ગુરુજનો માટે,કેટલી છે,દેશ માટે ,જ્યાં પણ હોય,તો કેટલા સેવાવાળા તમે છો તેનાથી ખ્યાલ આવશે,અને એમાં પછી બહાનું ન હોવું જોઈએ,એ આજે ચાહતા હતા પણ કઈ કામ આવી ગયું એટલે ન આવી શકાયું,એટલે આ ન થયું,શ્રધ્ધામાં પોતે પોતાને,કેમકે શ્રધ્ધાની અભિવ્યક્તિ સેવા છે,શ્રધ્ધા અભિવ્યક્ત હોય છે,અને તપને પારખવા ચાહો છો,નાપતોલ  કરવા ચાહો છો,સહનશીલતાથી ખ્યાલ આવશે,સહનશીલતા જે છે તે બતાવે છે,કોઈ માણસમાં કેટલી સહનશીલતા છે,કેવા કેવા સંકટના સમયમાં પણ પોતાને સંભાળતો પ્રેમથી ચાલતો ચાલ્યો ગયો,તો એની સહનશીલતા જ તેનું તપ છે,તાપથી ખબર પડે કોઈની સહનશીલતાની,અને સામર્થ્ય અને શક્તિની પરખ છે,શ્રમ,પરિશ્રમ,કેટલી મહેનત કોઈ કરે છે,હું તો જોઉં છું કીડી,કોઈ કહેશે એમાં કેટલી શક્તિ,પણ ખુબ જ મહેનતી છે,તો હું કહું છું,કીડી પણ તાકાતવાળી છે,તેને પણ સાધારણ ન સમજો,કેમકે સતત મહેનત કરે છે,સતત મહેનત કરે છે પોતાના શરીરથી પણ છ ઘણું વજન ઉઠાવીને જાય છે,તમે નાના છો,શરીર નાનું છે, ગરીબ ઘરમાં છો,સાધારણ માણસ છો,એ સાધારણતા શક્તિહીનતા નથી,તમે કેટલા પરિશ્રમી છો,કેટલા કર્તવ્યનિષ્ઠ છો,તે તેનાથી જણાય છે,કે પોતાનું સામર્થ્ય કેટલું,પોતાનું સામર્થ્ય આગળ વધારો,ક્યારેક લોકો જોવામાં તાકાતવાળા લાગે છે,પણ અંદરથી મુશ્કેલીયોનો સામનો નથી કરી શકતા,શક્તિ નથી,શક્તિ તમારા પરિશ્રમથી પરખાય છે,અને કોઈ ઉદારતાને જોવી હોય,ખુલ્લા દિલનો માણસ છે,તો તેના દાનથી તે પરખાય છે,કેટલું કોઈ દાની છે,અને ભક્તિને પારખવી હોય,તો સમર્પણ થી પરખાય છે,
તો કોનું કેટલું સમર્પણ છે,પોતાના ભગવાન માટે તે શું શું ત્યાગ કરીને બરાબર સમય ઉપર ભક્તિ કરવા બેસી શકે છે,તેનાથી ખ્યાલ આવે છે,તેની ભક્તિ કેટલી છે,કેટલા બધા માણસો છે,જોવા માટે મોટા ભગત છે,પણ નિયમ નથી પાળી શકતા,મુસલમાન લોકોમાં એક મોટો ગુણ જોવા મળે છે,નમાજનો જયારે સમય થઇ જાય તો ભલે પછી ટ્રેઈનમાં હોય અથવા ક્યાય અને કોઈ પણ કામ પર હોય,પોતાનું બધું કામ છોડીને,પોતાની નમાજમાં લાગી જાય છે,તો આ સમર્પણ છે,તે ભક્તિમાં પહેલી સીડી મનાઈ છે,જે સફળતા માટે એક મહત્વપૂર્ણ પગલું છે,હું હું એ કહેવાનું પસંદ કરીશ,કે એટલા વફાદાર થાવ ભગવાન માટે જો સમય તમે આપો છો,આપણે ત્યાં તો હિંદુ સમાજમાં કહેવાય છે,કે અખો દિવસ યાદ ન કરો તો બસ એટલું  જ કરો કે જ્યારે દિવસની શરૂઆત કરો ત્યારે આપણા ભગવાન માટે,થોડો વખત આપો,અને સાંજે,તમારું કામ પૂરું કરીને સંધ્યા સમયે ઘેર પહોચી જાઓ,તો થોડીવાર તેની પાઠ-પૂજા કરતા રહો,અને કર્મોને ભગવાન તરફ સમર્પિત કર્યાં કરો,બે કામ બે સમયે સવારે ને સાંજે એને નિયમથી કરતા રહો,એટલામાં તમારો ઉધ્ધાર થઇ જશે,અને બે વખત ન કરી શકો તો એક વખત તો જરૂર કરો,પણ કરવું જોઈએ,એક નિયમ વધારે નિભાવવો જોઈએ,ક્યાંક એકલા બેઠ હો અને કલ્પનાથી દુખી કે સુખી થતા હોય,તો કલ્પનાથી તીર્થમાં પરિભ્રમણ કરીને આવો,બેઠા બેઠા ત્યાંથી અનુભવ કરો કે ગંગા સ્નાન કરવા તમે હરિધ્વાર પહોચી ગયા,તીર્થ કરવા તમે કોઈ સ્થાન ઉપર પહોચી ગયા,તીર્થમાં તમેતમારી જાતને  લઇ જાઓ,વૈષ્ણવ દેવી પહોચી જાવ,ત્ર્યમ્બકેશ્વર પહોચી જાવ,રામેસ્વરમ પહોચી જાવ,ત્યાં બેઠા બેઠા પોતાની કલ્પનાઓ થી પહોચ્યા કરો,અને સ્ટેસન પર જેમ સીધા સીધા તમે જતા હો,પ્રણામ કરતા કરતા,મનમાં તમ્રે વૈષ્ણવ દેવી જવાનું છે,ત્યાજ બેઠા બેઠા, જયારે જવાનું હશે ત્યારે તો જઈશું પણ થોડીવાર,કલ્પના કરીને જાઓ,સીડી ચઢતા ચઢતા વૈષ્ણવ દેવીનાં દરબાર સુધી પહોચી ગયા,અને જઈને પ્રણામ કર્યાં, અને પ્રનામનો પ્રયત્ન કરો,કે જયારે જઈ રહ્યા છો ,ભવનની નજીક પહોચી ગયા,તમારા પૂર્વજો તરફથી પણ પ્રણામ કરો, હું જેનું સંતાન છું અને જેની વંશ પરંપરાથી શરીર ચાલી રહ્યું છે,તે સર્વે પૂર્વજો તરફથી હું પ્રણામ કરું છું,તેમના પ્રણામ સ્વીકાર કરો,પ્રણામ કરો તમારા માતા પિતા તરફથી,તમારા બાળકો તરફથી,અને પ્રણામ તે પરિવારો માટે પણ અર્પિત કરો,કે બધાના પ્રણામ લઈને આવ્યો છું જગદંબા તારા ધ્વાર ઉપર,જે પણ મારા પોતાના છે બધાનું ભલું કરજો,અને પછી પોતાના પ્રણામ અર્પિત કરજો,જે કઈ માંગવું હોય પ્રાર્થના કરવી હોય તે કરો,હકીકતમાં તો દરબારમાં તમે પહોચો પછી વધારે સમય રોકી જ નહિ શકો,ત્યાં તો પ્રાર્થના કરવાનો કે મંત્ર જપ કરવાનો સમયજ નથી મળતો,ખાલી દર્શન કર્યાં પછી જે માંગવું હોય તે જલ્દી માણસ કહે છે અને પછી આગળ વધવાનું કહેવાઈ છે,માણસ વિચારે છે,તો પ્રાર્થના ક્યાં કરીએ,તિરુપતિ તમે ગયા તો જયારે દર્શન કરવાનો સમય આવશે તો ખુલી આંખોએ તમે દર્શન કરી શકશો,કે જે બોલવું હોય,અને જો તમે તમારી માંગ લઈને ગયા હોય,તે કહીને ફરી તમે પાછા ફરશો,એ કહેશો કે ઈચ્છા પૂરી થશે તો ફરીથી દર્શન કરવા આવીશ,પણ માંથી તો તમે જ્યાં બેઠા હોય ત્યાંથી બેઠા બેઠા,તમે વિચારો કે તિરુપતિના દર્શન થઇ રહ્યા છે,તમે ત્યાજ ઉભા છે,અને બીજી કોઈ જનતા છે જ નહિ,તમે જ છો,જે કહેવું હોય તે કહો જે બોલવું હોય તે બોલો,જુઓ કેટલાક લોકો અહી બેઠા ભગવાનમાં મન જોડ્યું છે,અને કેટલાક લોકો અહી બેઠા પણ કારોબારમાં મન લગાવીને બેઠા છે,કોઈનું મન ઘર પરિવાર બાજુ પણ આટા મારે છે,તો તમે જ્યાં બેસો ત્યાંથી ભગવાન સાથે જોડાઈ જાવ,પણ એ કહેવાય છે મન મૈલા ઔર તનકો ધોયે,જઈને થાય છે ,મન મૈલા ઔર તનકો ધોયે,ફૂલોકો ચાહે ઓર કાતોકો બોયે.
આઓ મળીને એક ભજન ગાયે,કાર્યક્રમને એક વિશ્રામની બાજુ લઇ જૈયે છીએ,
કરતો રહું ગુણગાન,મુજે દોઐસા વરદાન,
તેરા નામ હી જપતે જપતે,ઇસ તનસે નીકળે પ્રાન, મૈ કરતા રહું.......
તેરી દયાકી રહેમત કો મૈને,એ દર્શન પાયા,
તેરી સેવામે બાધાએ ડાલ,એ મોહ પાયા,
ફિર ભી અરજ કરતા હું(૨),વો શખે   તુઝે ના ધ્યાન,  મૈ  કરતા રહું ...........
તેરા......ઇસ તનસે.........મૈ  કરતા રહું ..........
રાધા મેરી દર્શન જૈસી દુખ સહ્નેકી શક્તિ હૈ,
વિચલિત નાં હું પથસે કભી ભી,મુઝકો ઐસી શક્તિ દે,
તેરે સેવામે હી બીતે(૨),ઇસ જીવનકી હર શામ- મૈ  કરતા રહું ..........
તેરા.... ઇસ....તનસે...મૈ  કરતા રહું ..........
ક્યાં માલુમ અબ કૌન ઘડી,તેરા બુલાવા આ જાયે,
મેરે મનકી ઈચ્છાએ,મેરે મનમેં હી રહ જાયે,
મેરી ઈચ્છા પૂરી કરના (૨) ઓ મેરે ઘનશ્યામ,મૈ  કરતા રહું ..........
તેરાનામ હી જપતે ......

No comments:

Post a Comment