Tuesday, December 22, 2015

શિવજીનો મૃત્યુંજય મંત્ર

સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
શિવજીનો મૃત્યુંજય મંત્ર

રોજ સવારે સદાશિવ ભગવાનની તસ્વીર સામે રાખીને અને શિવલિંગ ઉપર પાણીનો અભિષેક કરીને  પૂજ્ય
ગુરુદેવનું ધ્યાન ધરીને,રુદ્રાક્ષ ની માળા ઉપર મૃત્યુંજય મંત્ર સતત ૨૧ દિવસ  જપ કરે, સંત શ્રી સાથે મંત્રનો ઉચ્ચાર કરવાનો અનુરોધ, ઔમ  ત્રયમ્બકમ યજામહે સુગંધીમ પુષ્ટિ વર્ધનમ ઉરવાર રુક્મેવ વંદનાન મૃત્યુર
મોક્ષ્ય યમામૃતા આ મૃત્યુંજય મંત્રનો અર્થ પણ સમજી લો
ત્રયંબક યજામહે,ત્રયંબક નામના ભગવાન શિવ,જે માતા પિતા તેમજ ગુરુની નજર થી જુએ છે,જે સર્જન
કરવાની,પાલન કરવાની તથા સંહાર કરવાની શક્તિ ધરાવે છે,જે આપણને નિર્માણ કરવાની શક્તિ આપે છે,અને બધાનું પાલન પોષણ કરવા માટે તેમજ ઘર પરિવાર ચલાવવા આપણને હિંમત આપે છે,અને મનને શાંત રાખે,જેનાથી મીઠી ઊંઘ આવે,શાંતિ મળે,બળ મળે,પૈસા મળે,આનંદ મળે,મન સમજે કે આટલું છે મારી પાસે હું ઘણો આગળ છું,તો પછી શા માટે હિંમત હારું,
તો આ જેત્રણ પ્રકારની શક્તિઓ છે જે ભગવાન શિવનું આ રૂપ ધરે છે જેને ત્રયમ્બક કહેવાય છે,
યજામહે કે હે પ્રભુ અમે આપનું ધ્યાન કરીએ છીએ, સુગંધીમ પુષ્ટિ વર્ધનમ એટલે કે તમારું ધ્યાન કરનારને
હે પ્રભુ સુગંધી એટલે કે કીર્તિ મળે છેપુષ્ટિ એટલેકે તેનું પાલનપોષણ વર્દન્મ એટલે એનો સ્વભાવ હોય છે,
આગળ કહ્યું છે ઉરવા રુક્મેવ વંદનાન એટલે કે ભગવાન અમોને બંધનોથી,દુઃખોથી,કર્મોથી એવા છોડાવો
કે જેમ ફળ પાકે છે તો ડાળીથી જાતેજ છુટું પડી જાય છે,એવી રીતે અમે જ્ઞાનથી,શ્રધ્ધાથી ,ભક્તિથી
પાકી જઈ આખી જીંદગી ભોગવી લઈએ,પછી આ જીવનનું ફળ પાકીને આપના ખોળામાં પડે,
મૃત્યુર મોક્ષ્ય યમામૃતા નો અર્થ ભગવાન અમને મૃત્યુથી બચાઓ પણ અમૃત,સુખ અને આનંદથી દુર ન કરશો

આ બાજુ  રહીએ તો પણ તમારા હાથોમાં પેલી બાજુ રહીએ તો પણ તમારા ખોળામાં હોઈએ, એવી હે પ્રભુ
અમારા પર દયા કરજો, મંત્રનો એવો અર્થ થાય છે કે,ભગવાન શિવજીના પાંચ મોઢા છે,એક મુખ છેઅગ્નિ ,
યજ્ઞ કરવો,એક મુખ છે જીવ માત્રની સેવા,ભગવાનને ભોગ ધરવો હોય,મંદિરમાં જઈએ છીએ તો ત્યાંથી
ભોગ લgઇ લઈશું,ભગવાનને ભોગ ધરાવવા બધા જાય છે,પણ ભગવાન બધાનું  ધરાવેલું ખાય છે,એવું નથી,શબરીએ એંઠા બોર ખવડાવ્યા ખાઈ લીધા,ગોપ ગોપીયો,નામદેવ,કર્માંબાઈ બધાના ભોગ ભગવાને ખાધા
પણ આપણે ધરાવીએ તો લેતાજ નથી
તો પછી એવું વિચારી લઈએ કે શિવજીના બીજા પણ કૈક મોઢા છે,અગ્નિમાં આહુતિ આપીશું તો ત્યાં સુધી પહોચશે પણ તેનું ધ્યાન રાખવું,કેટલાય લોકો બીજાના વિનાશ માટે,યજ્ઞ,પૂજન વગેરે કરે છે,એનાથી બચવું
યજ્ઞમાં આહુતિ પોતાનું પારકાનું બધાનું કલ્યાણ થાય એવો  મનમાં ભાવ રાખી આપવી,બીજું જીવમાત્ર  પર
દયા કરો, ચકલા પારેવડાને દાણા નાખવા,કીડીયારું ઉભરાઈ ત્યારે કીડીઓને લોટ નાખવો,ગાયોને ઘાસ
નાખવું,ખડકીમાં કે ઘરના આંગણે કુતરો બેઠો હોય તેને પણ એક ટુકડો રોટલાની આશામાં તે સેવક કે ચોકીદાર બનીને બહાર બેઠેલો હોય છે એના પર પણ દયા કરતા રહો,એક મોઢું ભગવાનનું એ છે કે ઘરમાં જે
વડીલ વૃદ્ધ છે તે,તેની છત્ર છાયા બહુ જ મદદ કરે છે ક્યારેક ઘરમાં વડીલ વૃદ્ધ હોય ત્યાં સુધી જુદી વાત
હોય છે,જેવા તે ગયા કે તેની સાથે તેની છાયા માયા બધુજ જતું રહે છે,ઘરમાં કોઈ તાજગી રહેતી નથી,કોઈ
મળવા આવતું નથી,કામ કરવામાં મન લાગતું નથી,.માંદગી,મુશ્કેલી વધી જાય છે આમ શિવજીનું ત્રીજું
મોઢું વડીલ વૃદ્ધ ના રૂપમાં છે,તેનું સન્માન કરો,એવું ન વિચારો,કે તે કઈ કરતા નથી,આખો દિવસ ખામીયો
જોયા કરે છે,સાચું ખોટું બોલ્યા કરે છે,આખો દિવસ બોલ્યા કરે છે,વૃદ્ધોએ પણ વિચારવું જોઈએ,.જેમ જેમ
ઉંમર વધતી જાય છે તેમ તેમ શરીરમાં શક્તિ રહેતી નથી,જીભ ઉપર તાકાત આવી જાય છે,બહુજ બોલે છે,
ચુપ કરવા મુશ્કેલ થઇ જાય છે,
કેટલાક ઓરખીતા બેઠા હોય,તો દીકરા ,દીકરી વડીલને શાંત કરવા મહેમાનોથી નજર બચાવી, દુરથી ઈશારા
કર્યા કરે છે, હોઠો પર આંગળી મૂકી બાપુજી શાંત થઇ જાવ,શાંતિ શાંતિ શાંતિ એમ મુક ઈશારા કર્યા કરે છે,
પણ બાપુજી ગમે તેમ જે કઈ કહેવું હોય તેમ કહી દે છે,તો પછી મોટા નાના બધા એક જેવા જ,તે એક વાત
દસ દસ વાર ફેરવ્યા કરે છે,એની ખબર પણ નહિ પડે,એમને એમ લાગતું હોય છે કે હું આજે પહેલી વખત સંભળાવું છું,એનાથી નારાજ ન થશો,બાપુજીની બહુ મોટી કૃપા હોય છે,એમાં શનિ મહારાજનો વાસ હોય છે,
સાડા સાતી ચાલતી હોય એને ધ્યાન રાખવું જોઈએ,વૃદ્ધને ક્યારેય પજ્વશો નહિ,વૃદ્ધના આશીર્વાદ શનિની
દશાથી બચાવે છે,યાદ રાખો,જેની સૂર્યની દશા ચાલતી હોય, સીધો હિસાબ બતાવું છું,પંડિતોની કે જોશીયોના
 જેવા દાખલા કે જે ગ્રંથોમાં લખ્યા હોય,જો સુર્યની દશા ચાલતી હોય,તો બાપુજીને ખુશ કરો,ચંદ્રમાની દશા
હોય,તો મને પ્રસન્ન કરો,મંગલ હોય તો ભાઈ અને બુધ હોય તો બહેનને પ્રસન્ન રાખો,ગુરુ એટલે બૃહસ્પતિ દશા હોય તો ગુરુજીને ખુશ કરો, અને શુક્ર પત્નીનો વાર છે,જેની ઉપર શુક્રની દ્રષ્ટી હોય,તો સીધું ધ્યાન રાખીને
પત્નીને ઘરેણા વગેરે આપીને ખુશ રાખો,શુક્ર ખુશ થઇ જશે,આ સ્ત્રી સમાજને ખુબ ગમશે,અને જેને શનિની
દશા હોય તો પોતાના વૃદ્ધને ખુશ રાખો,શનિ વૃદ્ધોનો દિવસ છે,અને પછી રાહું અને કેતુ - એક છે જીવો ઉપર દયા રાખવી,અને બીજું અપંગોની સેવા કરવી,કોઢી હોય,નિર્બળ હોય,ગરીબ હોય,અસહાય હોય, એની સેવા
કરો ,જો તમે આ કરી લેશો તો ક્યાય જવું નહિ પડે,ક્યાય કોઈ જંતર મંતર ના ચક્કરમાં પડવાની જરૂર નહિ
પડે,તમારા ઘરમાં તમારા નવ ગ્રહોની કૃપા થઇ જશે,બહેન અને દીકરી ને જે આપો છો,તે પણ અસર કરે છે,
પણ લોકો વિચારે છે,તમે બેન બેટીને દાન કરી દો છો,તો મંદિરમાં આપવાની શું જરૂર?, જોકે એ તો આપણાં
ઘરની વાત છે,પણ બહાર આપણે જે થાય તે કર્યા કરવું જોઈએ,બહેન બેટી માટે દાન નથી હોતું, આ વાતને
સમજી લેજો,બેન બેટીને આપો છો તો તે પંડિત નથી જેને આપ દાન દેવા જાવ છો,પંડિતમાં પણ બે પ્રકારની વસ્તુ હોય છે,દક્ષિણા,એ ખુબ ઉંચી વાત છે,જેણે તમારા માટે ઘણું બધું કર્યું અને
તેના માટે તમે આભાર વ્યક્ત કરતા પ્રમાણીકતાથી તેના ચરણોમાં ફૂલ અર્પણ કરો છો,દાન તરીકે તે છે
દક્ષિણા,અને એક હોય છે દાન કરવું, દાન એ અલગ વસ્તુ છે,તો હાથથી દાન પણ કરતા રહેવું જોઈએ ,
કારણકે ધનથી દાન આપી દેશો તો પણ વાત પૂરી નહિ થાય,હાથથી સેવા પણ કરો,ભગવાને પૈસા આપ્યા હોય અને તમે તમારા હાથથી ચેક લખી આપશો  એટલે કામ થઇ   જશે એવું નથી,ચેક આપ્યા પછી
તમારા હાથથી સેવા કરવાનો  પ્રયત્ન કરો,અને ક્યારેક સમય  કાઢીને તમારા મંદિરમાં કે ધર્મ સ્થાનમાં જઈ
જોડાનું કામ કરો,બૂટને પોલીશ કરી જુઓ,જીવનમાં જે જૂતા પડ્યા હોય તે તમારું નસીબ મારતું હતું,
એનાથી છુટકારો મળશે,સેવાનો મોટો લાભ છે,જે હાથોની રેખાઓ નસીબ માટે બનતી નથી તે સેવા કરવાથ
બની જાય છે અને દુર્ભાગ્યની રેખાઓ સેવા કરવાથી આપોઆપ ઢીલી પડે છે,બીજા કોઈ ચક્કરમાં ન પડશો,
ચક્કરમાં પડશો તો ચક્કર કાપ્યા કરશો,કેમ કે કોઈનું કોઈતમને ચઢાવવાળા મળતા રહેશે, સાચી રીતે જુઓ, કામ થાય છે,અને એક બીજી વાત,જીવન નામ જ ફેરફારનું છે
ફેરફારોને જ જીવન કહેવાય છે,દરેક પળે કઈ ન કઈ ફેરફાર થતો ,રહે છે અને આપણને પણ ફેરફાર
ગમે છે,આપણે કહીએ છીએ,જે અમારી પાસે છે તે સુરક્ષિત રહેવું જોઈએ,બદલાઈ ના જાય,બસ જેવું  છે
તેવું બરાબર રહે,અને દરેક પળે કઈનું કઈબદલાઈ રહ્યુ છે,નદીઓ કિનારા બદલી રહી છે.સમયની ધારાઓ
બદલાઈ રહીછે દરેકવસ્તુ બદલાઈ રહી છેસમય ક્યાય રોકાતો નથી,મન બદલાવા તૈયાર નથી,આપણે ત્યાના
ત્યાજ ચોટીને બેસી રહ્યા છે,આગળ જો સમય બદલાઈ ગયો તો વિચારીએ પહેલા રાજ આપણું હતું,હવે
છોકરાઓનું રાજ આવી ગયું તો એનું રાજએને કરવા દો,વચ્ચે વાંધા ન પાડો,સાસુને વિચારીને  ઘરની
ચાવીઓ વહુને આપી દેવી જોઈએ,અને દુરથી જોતા રહો,


પણ આપણા દેશમાં પ્રર્થા વિચિત્ર છે,સગાઇ થાય તેના ત્રીજે દાડે વહુને રસોડામાં કામ માં લગાડી દે છે,અને ચાંદીનો એક ચાવીઓનો ઝૂડો તેની કમ્મરમાં લગાડી દે છે,અને નવાઈની વાત તો એ છે કે એ ઝૂડોઆપવામાં
આવે છે તેમાં ચાવીઓ તો હોતીજ નથી,સાસુ ઘણી હોશિયાર છે,રીવાજ પૂરો કરે છે પણ ચાવીઓ તો આપતી જ નથી,અનેઆ બાજુ વહુ પણએવું શીખીને આવી હોય છે કે એને ચાવીયોની જરૂર જ
નથી પડતી,માસ્ટર કી લઈને આવી હોય છે જાણે છેપતિને કબ્જામમાં કરી લઉં પછી કઈ કરવાની જરૂર જ નથી,બધા જ તાળા આપોઆપ ખુલી જવાના છે,સમજો તો પોતાની જાતને પોતે જ સંભાળો,સમજાવો,નહિ તો બહુ મોટું નુકશાન થઇ જાય છે,અને બધાએ દયાન રાખવાની જરૂર છે,ઘરમાં વહુ આવી છે,તો તે તમારી
ભાગ્ય લક્ષ્મી,રાજ લક્ષ્મી કે ગૃહ લક્ષ્મી છે,તમારી ગૃહ લક્ષ્મી અત્યાર સુધી બીજાને ત્યાં  રહેતી હતી તે હવે તમારા ઘેર આવી છે,તેનું સ્વાગત સત્કાર, માન સન્માન કરવાની તમારી ફરજ છે,અને બધાએ ધ્યાન રાખવાની જરૂર છે,વહુને કબજામાં રાખો,દીકરો કબજામાં આવી જશે,વહુના સહારે વૃધાવસ્થા પસાર કરવાની છે,દીકરો તો હાથમાં રહેવાનો છે,પણ જો વહુ તમારા હાથમાં હશે તો પછી કઈ કહેવાનું રહેતું નથી,બધું જ
તમારા હાથમાં છેપણ જો વહુને તમે નારાજ કરી,તો કદાચ એકાદ દિવસ પસાર થાય પણ બીજા દિવસે તે તેના પતિને લઈને બીજે રહેવા જતી રહેશે,અને ખાસ કાળજીની વાત એ છે કે રહેવા બીજે જશે તો જગ્યા બદલાશે પણ હૃદય ના સબંધોમાં અંતર  ક્યારેય પડવું  ન જોઈએ,

જો દિલના સબંધો તૂટ્યા તો પછી ભલેને એકજ ઘરમાં રહેતા હોય અને જુદું ખાવાનું બનાવતા હોય તો પણ
એક બીજાથી હજારો માઈલનું અંતર પડી જાય છે,અને એક બીજી વાત યાદ રાખો કે ક્યારેક આવું થઇ જાય તે આપણને ગમતું નથી,પણ એમાંથી પણ કૈક શીખવાનું મળે છે,એમાં ક્યારેક આપણું ભલું થઇ જાય,આપને
ફરિયાદ કરીએ ભગવાન આવું કેમ તેવું કેમ,આવું તો થવુંજ ન જોઈએ,મારી સાથે જ કેમ થયું,ખબર નહિ કયા જન્મનો હિસાબ મારે ભોગવવાનો હતો,પણ આવા દુખ સાથે ભગવાન કૈક સારું પણ જરૂર આપતો હોય છે,તમને મુશ્કેલીઓ મજબુત બનાવે છે,ચેલેન્જ તમને પ્રબળ બનાવે છે,પરિક્ષાઓ જીવનમાં ધીરજ ઉત્પન્ન
કરે છે,તો ગભરાશો નહિ,દરેક વસ્તુમાંથી કૈક શીખો,નેપોલિયન હિલ્લ નામનો એક બહુ સારો લેખક થઇ ગયો
તેને એક વાર્તા લખી હતી,કે પાણીનું એક વહાણ ડૂબ્યું,દરિયામાં મોટી મોટી પત્થરની દીવાલો હોય છે,તેમાં વહાણ ભૂલથી ખોટી રીતે આ પત્થરો સાથે અથડાયું,તેમાં હતા તેટલા બધા માણસો મરી ગયા,એક યુવાન બચ્યો, તે પાણીની લહેરો સાથે ખેચાઈને એક ટાપુના કિનારે જઈ પડ્યો ત્યાં તેને ભાન આવ્યું,તેણે પોતાને
એક નિર્જન ટાપુ ઉપર એકલો પડેલો જોયો,ત્યાં ઝાડ  પાન હતા પણ માણસો કોઈ ન હતા,તે ખુબ રડ્યો,ભગવાનને કહેવા લાગ્યો હું તો નોકરી શોધવા નીકળ્યો હતો,નોકરી મળતી હતી તે કામ કરવા જતો  હતો,ઘરના લોકો પણ ખુબ ઉત્સાહમાં હતા,ત્યાં કૈક બન્યા પછી ઘર સંસાર વાસાવતે,પણ હવે ક્યાં આવી ગયો છું,ભગવાન હવે મારું શું થશે,પણ રડતા  રડતા આંખો શીથીલ થઇ ગઈ ત્યારે મનમાં વિચાર આવ્યો
રડવાથી કઈ વળવાનું નથી,જો રડવાથી દુખ દૂર થાય  તો આખી દુનિયા રડી રડીને દુખો ભૂલી જતી,દુખ તો
હિંમતથી જ મટે,તો  પછી કઈ કરવું પડશે,તો મનમાં   આવ્યું  કે કઈ હલન ચલન કરીએ,નહિ તો ભૂખે મરી જઈશું,ત્યાં જે ફળો મળ્યા તે ખાવાના  શરુ કર્યા, વ્રુક્ષોનિ છાલ ચાવી ચાવીને તેના રસથી પેટ ભરવાનું શરુ કર્યું,અને પછી સુકાઈ ગયેલી લાકડીયો જોડી જોડીને એક મકાન બનાવવાનું શરુ કર્યું,એક ઝુપડી બનાવી,
રાતે આરામથી સુવાય,પથ્થર સાથેપથ્થર.  અથાડીને આગ સળગાવવાનો પ્રયત્ન કરતો રહ્યો,પણ આગ સળગી નહિ,તો પછી કાચું ખાઈને સુતો રહ્યો,.એક દિવસ તે તેના ટાપુ ઉપરથી જોતો હતો તો સામે એક બીજો નાનો ટાપુ તેણે જોયો,તેણે લાકડા ભેગા કરી તેનો એક તરાપો બનાવ્યો અને તેના ઉપર બેસીને તે પાણીની લહેરો વચ્ચે થઇ તે સામેના નાના ટાપુના કિનારે પહોચ્યો,જેવો તે ત્યાં પહોચ્યો તો તેણે પાછળના ટાપુ ઉપરથી ભયંકર કડાકાનો અવાજ  સાંભળ્યો તે તરફ જોવા લાગ્યો,વીજળી ચમકી અને જમીન પર પડી અને આગ લાગી ગઈ,જ્યાં વીજળી પડે છે ત્યાં મોટો વજ્રપાત થાય છે,બધુજ સળગાવી દે છે,તો વીજળી પડી અને તેનું ઘર સળગી ગયું,લાકડાનું મકાન
એવી જગ્યા કે જ્યાં કોઈ ઓજાર ન હોય કોઈ સાધન ન હોય,ત્યાં બિચારાએ કેવી રીતે મકાન બનાવ્યું હશે,જયારે મકાન સળગતું જોતા તે ખુબ રડ્યો,અને વિચારવા માંડ્યો જઈને કોઈ રીતે બચાવી લઉં,તો પાછો તેનો તરાપો જલ્દી જલ્દી ચલાવીને તે ત્યાં પહોચ્યો,જ્યાં ત્યાં પહોચ્યો જોયું તો બધું સળગીને રાખ થઇ ગયું
હતું,બસ ધુમાડો નીકળી રહ્યો હતો,લાકડીયો સળગી રહી હતી,નીકળતા ધુમાડાને સળગતી આગ જોતા તે ભાન ગુમાવી પડી ગયો,અને ક્યારે સુઈ ગયો,ખબર પણ ન પડી, સુતા સુતા તેને લાગ્યું કોઈ તેને જગાડી
રહ્યું હતું તે જાગ્યો,જોયું તો ત્રણ ચાર માણસો તેની આજુબાજુ ઉભા હતા,વિચાર્યું કે તે મરી ગયો છે ને જમના
દૂતો તેને લેવા આવ્યા છે,અને તે કહી રહ્યા હતા,ઉઠો ,તો તે ઉઠી ગયો અને નજર મળતા પેલા લોકો
પુછવા લાગ્યા,કોણ છો ભાઈ? ,તો તે આંખો ચોળતો સામે પુછવા લાગ્યો તમે બતાઓ તમે કોણ છો,પેલાઓએ કહ્યું અમે બતાવીશું પહેલા તું બતાવ તું કોણ છે,તેને કહ્યું સાહેબ ચાર છ મહિના પહેલા જે પાણીનું વહાણ ડૂબી ગયું હતું તેમાંથી બચેલી એક વ્યક્તિ છું,અને અહી મારી ભાર કાઢવા કોઈ ન આવ્યું ,મુસીબતોથી બચવા અને જીવન ચલાવવા એક મકાન બનાવ્યું હતું તે પણ આજે સળગી ગયું,તો આજે હું ભગવાનથી,દુનિયાથી  અને બધાથી ખુબ નારાજ છું,બહુ જ દુખી છું,પણ તમે કહો તમે કોણ છો,તો તેમણે કહ્યું અમે સરકારના માણસો છીએ,અને તમારા મકાનની જે આગ લાગી તેની જ્વાળા અને ધુમાડો દુર સુધી આકાશમાં દેખાઈ રહ્યો હતો તે અમે હેલીકોપ્તારમાંથી અહીંથી પસાર થતા જોઈ,અમારું દિવસે સર્વે કરવાનું કામ હતું,કોઈ વસ્તુ કે કોઈ સામાન મળે,તો અમે સતત સર્વે કરતા હતા પણ આ બાજુ કોઈ નજરે ન પડ્યું,અને આજે તારા મકાનમાં આગ લાગવાને કારણે,જવાળાઓ ઉઠવાને કારણે,અમને લાગ્યું અહી કોઈ છે, તો અમે તમને લેવા આવ્યા
છીએ,ચાલ તારા ઘેર,હવે તેને બચાવની એક તક મળી,આજેરાતે તે ભગવાનને તે ફરિયાદ કરતો હતો હવે
હેલીકોપ્ટરમાં બેઠો બેઠો શું કહી રહ્યો છે,હે ભગવાન તારી બહુ   જ કૃપા છે જો તે આગ લગાડી ન હોત તો હું
આ જગ્યા પર એમનો એમ પડ્યો રહેત અને જીવન ત્યાજ પૂરું  થઇ જાત,તે આગને બહાનું  બનાવીને મને  બચાવ્યો છે,દુખના રૂપમાં પણ તારી આ મોટી દયા છે,તું દુખ  પણ આપે છે તો પણ દયા કરવા માટે,જેથી
કાયમ માટે મારું દુખ દૂર થઇ જાય,અને હું કાયમ માટે સુખી થઇ શકું,તારી ખુબજ મહેરબાની પ્રભુ હું તમને સમજી ન શક્યો..

No comments:

Post a Comment