સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
ધર્મ અર્થ, .કામ અને મોક્ષ,
જીવનકી ઘડિયા વૃથા ન ખોના હરી ઓમ જ્પો હરી ઓમ જ્પો
ચાદર ન લમ્બી તાનકે શોના હરી ઓમ જ્પો,હરી ઓમ જ્પો
શો ના હી જગ કા સાર હૈ,જીવન હૈ જીવન આધાર હૈ(૨)
પ્રીતિ ન ઉસકી મનસે તજો,ઓમ જ્પો,હરીઓમ જ્પો
ચૌલા યહી હૈ,કર્મકા કરનેકો સોદા ધર્મકા
ઇસકે બીના ન મારગ હો,હરી ઓમ જાપો,હરી ઓમ જ્પો
મનકી ગતિ સંભાલીયે,ઈશ્વર કી ઓર જા લિયે,
ખોના હી ચાહે મનકો હી, ખો, હરી ઓમ જ્પો હરીઓમ જ્પો, હરીઓમ જ્પો,
સત્સંગના સુભારંભમાં સંત શ્રી કહે છે, આજથી પાચ હજાર વર્ષો પહેલા,ઋષિ વેદવ્યાસની પંક્તિઓને
યાદ કરતા જયારે કોઈ ઋષિની દ્રષ્ટિથી તેમણે એ કહ્યું હતું,વિચારતા દુનિયામાં કયો માણસ માનવદેહ
મેળવીને પણ બધાથી એકલવાયો અને નિરાધાર છે,અર્થ વગરનું જીવન કોનું માનવું જોઈએ,દુનિયામાં કોણ
માણસ નિરાધાર છે જે બધાથી જુદો પડી ગયો છે,ભગવાનની દ્રષ્ટિમાં જેને આપણે અભાગી માણસ કહીએ
કેટલાક ચિંતકોનું એવું કહેવું હતું માનવદેહ મેળવ્યા પછી,વ્યક્તિ નીગુણો રહી જાય તો એનું જીવન અર્થ
વગરનું છે,તે જીવનમાં કોઈ અર્થ નથી, તેનું કોઈ મહત્વ નથી,કહેવાય છે દુનિયામાં કોઈ એવી ચીજ નથી
જે કામ નથી આવતી, દરેક. ફૂલ,દરેક છોડ,દરેક ઘાસ,દરેક તણખલું ઉપયોગી છે,દરેક જીવ ગમે તે ત્યાં
કોઈ ને કોઈ રૂપમાં ઉપયોગી છે,ત્યાં સુધી આપણે જાણીએ છીએ કે પશુ પક્ષીયોના મૃત દેહ પણ ગમે ત્યાં
કોઈના કોઈ રૂપમાં કામ આવે છે,તો બધાની કોઈ ને કોઈ ઉપયોગીતા છે,પણ મનુષ્યની ઉપયોગીતા ખાલી તેનું શરીર અને તેના સંગ્રહની સાથે આંકવામાં આવે તો તેને ઉપયોગીતા માનવામાં નહિ આવે, આપણે કેટલું
કમાયા,આપણા શરીરનો રંગ કાળો છે કે ગોળો છે,કેવો છે તે મહત્વનું નથી,મહત્વનું એ છે કે આપણે કેટલા
ગુણવાન છીએ,જો વ્યક્તિ ગુણવાન હશે તો જાતે પણ લાભ.લેશે અને દુનિયાને પણ લાભ આપશે,
કેટલાક લોકોનું કહેવું હતું,દુનિયામાં આવીને માણસે પૈસા મેળવવા જોઈએ,સાધન સામગ્રી ભેગી કરવી જોઈએ,તેનાથી તેની કિંમત વધે. છે,સમૃદ્ધિ થાય છે,તેનું મહત્વ વધે છે,અને ચાર પદાર્થો જે જીવનના કહેવામાં આવે છે,તે મેળવવા જોઈએ,ધર્મ અર્થ, .કામ અને મોક્ષ,આ ચારમાં અર્થ ,સાધન સંપતિ,અગત્યની
કડી છે,આપણા જીવનમાં આ વસ્તુ હોવી જોઈએ અને ભારત દેશમાં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે,અને ભારત દેશ સોનાની ખાણ કહેવાય છે,અને એના કારણે,આખા વિશ્વની વસ્તી અહી આકર્ષિત થાય છે કેટલાક
દેશોના લોકો હુમલો કરતા અહી આવી જાય છે,અહી આવીને અધિકાર જમાવવાનો પ્રયત્ન કરે છે,રાજ કરવા
માંડે છે,આમ અહીની સપત્તી બધાને ખેચતી રહી છે,તો કહેવાયું કે માણસે પોતાની અંદર ગમે તે રીતે ગમેતે
રૂપે ગુણવત્તા ગ્રહણ કરવી જોઈએ,ગુણવતા ધનની જરૂર છે એવું કેટલાક વિચારકોનું કહેવું છે,અને ત્યાં સુધી કહેવાય છે કે ભગવાન લક્ષ્મીનારાયણ પણ લક્ષ્મીજી પાસે પગ દબાવદાવે છે,તે તેમની શક્તિ છે
ભગવાનની શક્તિ પણ લક્ષ્મીજી છે,મનુષ્યની શક્તિ પણ લક્ષ્મીજીમાં જ છે,ધનમાં છે,માટે ધનવાન બનવું
જોઈએ,અને ધન કહેવાય છે કે માણસમાં જુદીજુદી રીતે જુદા જુદા રૂપમાં છે, માણસની વાણી મધુર હોય તો તે ધન છે,ઘરમાં એકતા હોય તેપણ ધન છે,માણસ સુંદર સ્વરૂપવાળો હોય તે પણ એક ધન છે,એક બીજામાં પ્રેમભાવ હોય,સબંધોમાં પ્રેમભાવ હોય તેપણ એક ધન છે, ધન એ પણ છે કે કોઈની પાસે પશુધન હોય,ઘણી બધી ગાયો હોય,ઘણા બધા ઘોડા હોય,આ બધાને જુના જમાનામાં ધન માનવામાં આવતું હતું,કોઈનો પુત્ર આજ્ઞાકારી હોય માતાપિતાની ઈચ્છાઓ પૂરી કરતો હોય તોતેપણ એકધન છે,પતિ પત્ની માં
એક બીજા માટે ખુબ લાગણી હોય,એકબીજાનો સાથ હોય તે પણ એક ધન છે,મિત્રોમાં સાથ હોય અને એક બીજા માટે મરી ફીટવા તૈયાર હોય તેપણ એક ધન છે,માણસ કોઈ પણ રૂપમાં આ શક્તિયો ભેગી કરે છે,
વિદ્યા તો ધન છે જ,આ બધી શક્તિયો માણસને શક્તિવાળો બનાવે છે,કહે છેકે દુનિયામાં ગુણવાન બનો તો
તમે સાર્થક જીવન જીવો છો અથવા ધનવાન બનો તો,કેટલાકનું એવું કહેવું હતું, આ દુનિયામાં એવો માણસ
દયાપાત્ર છે જે શક્તિ વગરનો છે,માણસ પાસે પાવર હોવો જોઈએ,અને પાવર જે છે તે અનેક રૂપમાં માણસ પાસે શક્તિ હોય છે,પણ બધાથી મોટી આત્મશક્તિ છે,આત્મશક્તિ જેની પાસે હોય તે હિંમતવાળો માણસ
હોય છે,તે કોઈને ડરાવતો નથી, કે કોઇથી ડરતો નથી, તે કોઈને દબાવતો નથી કે કોઇથી દબાતો નથી,
તે કોઈને દુખ આપતો નથી કે કોઈના ધ્વારા અપાયેલું દુખ જીરવી શકતો નથી
કર્તવ્ય કે કષ્ટ ધર્મને માટે,માનવતા માટે કોઈના કલ્યાણ. માટે,સમાજના કલ્યાણ માટે સહન કરે, ગમે તે દુખ પડે તો સહન કરે,એ કહેવાય છે કે જેની પાસે આત્મશક્તિ હોય તે બહુ બળવાન કહેવાય અને જેની પાસે સંગઠન શક્તિ હોય તે પણ બળવાન કહેવાય,તો બળ હોવું ઘણી મોટી વસ્તુ છે,અને એ તો કહેવાય છે કે જેની પાસે લાકડી તેની ભેસ,એટલેકે તાકાત હોવી જોઈએ,રાજસત્તા પણ આપણામાં એક શક્તિ કહેવાય છે,
બહુજ મોટી શક્તિ કહેવાય છેપણ બધું વિચાર્યા પછી છેલ્લે કહેવાય છેક વ્યાસમુનીએ બધાની વાત સાંભળ્યા પછી કહ્યું,કે હું આ બધી વાતો સાથે સહમત નથી,આ બધી વસ્તુઓ માણસ માટે જરૂરી છે,પણ હું તો માનું છું
માણસનું શરીર મેળવીને હમારી પાસે એક વસ્તુ નથી,તો જીવન નિરર્થક છે,તેશું છે,તો તેમણે કહ્યું,બધા શાસ્ત્રોના પ્રણેતા અને વ્યાખ્યા કરવાવાળા વ્યાસ ઋષીએ પોતાનો નિર્ણય કહ્યો, કે મારા મત પ્રમાણે માણસનું શરીર પામીને પણ કોઈ માણસ ભગવાનને ન મેળવી શકે,ભગવાન તરફ ન વળી શકે,ભગવાનના નામથી મીંડું હોય,ભગવાનના નામથી દુર થઇ ગયો હોય,તો તે મારા હિસાબ પ્રમાણે બધાથી ખોવાઈ ગયેલો માણસ છે
એટલેકે આપણે ગમે તેટલી પ્રગતિ કરીએ,ગમે તે રીતે,કોઈપણ વિષયમાં,આગળ વધીએ,પણ ભગવાનથી દુર ન જાય,આપણા પ્રભુને યાદ કરીએ,ભગવાન સાથે જોડાયેલા રહીએ,જોઈએ તો રામકૃષ્ણ પરમહંસ પણ એજ કહેતા હતા,કોઈ માણસ પાસે ધન હોવું તે પણ એક શક્તિ છે,બળ હોય તોપણ,.રૂપવાન હોય,કલાકાર હોય તે પણ એક શક્તિ છે,તો આ શક્તિઓને માણસ સામાન્ય રીતે પોતાનું બહુ મુલ્ય આપીને,સમય આપીને
કેમકે માણસને પૈસાદાર બનતા સમય લાગે છે,સારી નામના મેળવવા માટે,પોતાનું શરીર મજબુત બનાવવા માટે,સંગઠનને ભેગું કરવા અને સુદ બનાવવા રામકૃષ્ણ કહેતા હતા,બધીજ વસ્તુઓ માણસના જીવનમાં બહુ જ અગત્યની હોય છે,પણ કહેતા હતા મારા હિસાબથી ધન ભેગું કર્યું તો પણ શૂન્ય છે,પૈસા ભેગા કર્યા તો પણ શૂન્ય છે,વિદ્યાવાન થઇ જાય તો પણ હું તો માનું છું શૂન્ય છે કેમ કે આ બધા શૂન્ય એટલા માટે છે કે
આપણી બધી વસ્તુઓ અહીની અહી જ રહી જાય છે તે મેળવીને પણ તમે ત્યાના ત્યાં જ રોકાઈ જઈએ છીએ,પૂછવામાં આવ્યું તો મહત્વ કેવી રીતે બને છે,તો કહ્યું કે બધા શૂન્ય એક જગ્યાએ ભેગા કરો તો પરિણામ શું આવશે,શૂન્ય જઆવશે,એમણે કહ્યું કેઆ બધા શુન્યોને એક બીજાની આગળ લખતા જાઓ
એટલે કે એક શૂન્ય લખો,એના પછી તેની આગળ એક શૂન્ય જોડી દો, તો ડાબી બાજુથી જમણી. બાજુ લખતા જા ઓ,એમને એમ ચાર પાંચ શૂન્ય થઇ ગયા,હવે આ બધા શૂન્યોની આગળ માનો આ દુનિયામાં કાયમ છે અને કાયમ રહેશે, કેમ કે ધન પણ મળીને જતું રહેશે,બળ પણ જતું રહેશે,ધન સાધન પણ જશે,કલાકૃતિ પણ જતી રહેશે તો આ બધું થઇ ગયું શૂન્ય,આ બધા પાંચ શૂન્યો એકબીજાની આગળ બેઠા છે,એની આગળ જે કાયમનું રહેવાનું છે તેને જોડી દો,તે છે એક,એક છે પરમાત્માનું નામ તેને જોડી દો,તો જેશૂન્યની સાથે શૂન્ય હતું તેની આજ સુધી કોઈ કિંમત ન હતી તે જેવો એક લાગ્યો અને આગળ જે પાંચ શૂન્યો હતા તો એક હતો તે એક લાખ થઇ ગયો,તો તમે, જે તમારી પાસે હતું તે મહત્વનું ન હતું,પણ જેવું. ભગવાનનું નામ તમારી સાથે જોડાઈ ગયું તો બધી વસ્તુ મહત્વની થઇ ગઈ,કેમ કે કોઈ શક્તિનો સાચી રીતે વપરાય તો શક્તિ બને છે,કારણ કે શક્તિ શુભની સાથે જોડાવી જોઈએ,ઓમ શુભ છે,સત્યમ,શિવમ,સુન્દરમ,પરમાત્મા શિવને શક્તિની સાથે જોડો,તો શિવ શક્તિ જ્યાં હોય છે,ત્યાં કલ્યાણ હોય છે,શક્તિનો દુરોપયોગ નથી,કહેવાય છે કે જ્યાં શક્તિનો દુરોપયોગ થયો,ભગવાન તે વસ્તુ પછી ફરીથી નથી આપતા,જો તમને ઈજ્જત કરતા ન આવડે,આ માણસનું શરીર મેળવીને જો એનો દુરુપયોગ કર્યો,તો બીજી વખત તે તમને નહિ મળે,મળશે તો પશુ પક્ષીયોનું શરીર
મળશે,અને એમાં ભટક્યા પછી ફરીથી આત્મા મનુષ્યના શરીરમાં આવી,અને આ વખતે પણ આંખ ન ઉઘડે,તો આ વખતે જરૂર ચોર્યાસીના ચક્કરમાં જવું પડશે,અને જો અહી આવીને હોશ આવી જાય, આંખ ખુલી જાય,આંખ ખુલી જવાનો એ અર્થ છે,કેએ સમજ આવી જવી કે જીવન શા માટે છે,એનો ઉપયોગ કરવા માણસ તૈયાર થઇ જાય,ઉપયોગ કયા રૂપમાં કરે છે,શરીર,પ્રાણ,મન,બુદ્ધિ,આત્મા, પાંચ વસ્તુઓથી આપણે
આપણો વિકાસ કરવાનો છે,શરીર સ્વસ્થ રહેવું જોઈએ,આપણી પ્રાણ શક્તિને બાળો નહિ,રોગમાં,શોકમાં,ભયમાં,ચિંતામાં,ક્રોધમાં,આપણે આપણી પ્રાણ શક્તિને ગુમાવી દઈએ છીએ,જેમ દાખલો જોઈએ,બોન્સાઇ પદ્ધતિમાં,છોડ ઉગાડવામાં આવે છે,ગમલે માં વડનો પચ્ચીસ વર્ષનો છોડ,છ ઈંચથી વધારે ઉંચો ન થઈ શક્યો,પાન બધા લીલા અને તંદુરસ્ત હતા,કેમકે તેના મૂળ (જડ) રોજ કાપવામાં આવતી,જેવી
જડ વધે ગમ્લાની નીચેથી કાપી કાઢે,એમાં ખાતર,પાણી,માટી બદલવામાં આવતું હતું,પણ માપ વજન છે
તેને આગળ વધવા દેતા નહિ,જડ કાપતા રહેતા,કહેવાય છેકે કાતર ચલાવતા હતા જડો કાપવામાં,તો છોડ
ઉંચો નહિ જાય,કેમકે જડો ઊંડે જાય તો છોડ ઉંચો થાય,તેમ માણસની પણ જડ છે,તેને તમે રોજ કાતર લઈને કાપો છો,અને કાતર પણ એક પ્રકારની નથી,પાંચ છ પ્રકારની કાતરો છે,રોગ શરીરમાં આવશે તો તે
પણ એક કાતર છે,જે અમારી ઉંમરની જડોને કાપતી રહે છે,વધવાજ નથી દેતી,આપણે જાતે સુકાઈ જઈએ
છીએ,રોગ,શોક,ભય, ભયભીત રહેવું,ડરતા ડરતા જીવવું,મરતા પહેલા ધ્યાન રાખો,જયારે તમારો સમય
લખાયેલો હશે તે પહેલા તમે મરવાના નથી,જયારે સમય આવી જશે ગમે તેટલી કોશિશ કરશો અહી રોકાઈ નહિ શકો,જવુજ પડશે,અને મરવાની તારીખ પહેલા કોઈ તમને લઇ જવાનું નથી,તો પછી જવાનું હશે ત્યારે
જઈશું,પણ ડરી ડરીને શા માટે જીવો છો,બહાદુર બનીને જીવો,પણ માણસ ગભરાતા ગભરાતા જીવે છે,કેટલાક બહાદુર હોય છે,એની પાસે જોઈએ તો કઈ હોતું નથી,આ જગ્યાને જે વ્યક્તિએ પોતાના ખુબ ઊંચું કર્યું,આ આખા ક્ષેત્ર ને,શ્રી આનંદ ડી કે સાહેબ,સંત શ્રી કહે છે પોતાનો અનુભવ ,કે જ્યાં રહેતા હતા,જો કોઈ ત્યાં જઈને જુવે,નાની જગ્યામાં સાધારણ રૂપમાં,રૂપિયા પૈસા નહિ,સાધન સામગ્રી નહિ,પણ અંદરથી. એક એવી શક્તિ પોતાનામાં એટલો પ્રેમ બનાવ્યો આજે બધાના દિલો પર રાજ કરે છે,આજે નથી,છતાંપણ છે,કેમ કે અંદર બેઠા છે,જયારે અહીપહેલો સત્સંગ થયો,તો તેને આયોજિત કરાવવામાં તેમની ખુબજ મુખ્ય
ભૂમિકા હતી,આગળ રહીને,બધીજ વ્યવસ્થા કરાવી,અને કહ્યું દર વર્ષે આવવાનું છે,તો જયારે હું. અહી આવું છું પહેલા સત્સંગમાં તો પહેલા હું તેમને યાદ કરું છું,હું કહેવા માંગું છું કે માણસની શક્તિ તેના સંકલ્પમાં છે,
તેના જીવવાના અંદાજમાં છે,એ શક્તિને આપણે આપણામાં ઉત્ત્પન્ન કરવી જોઈએ,વધારવી જોઈએ,પણ
આપણે લોકો શું કરીએ છીએ,ભયભીત થઈને જીવન જીવીએ છીએ,તો આપણી જડો જાતે કાપીએ છીએ,રોગ,રોગી થઈને જીવવું,તે પણ આપણી ઉંમર જાતે કાપવી એટલે કે એને કાતર ચલાવવા જેવી વાત છે,હવે વિચારોકે આજના જમાનામાં ખુબજ વધારે પડતું ખેચાણ,ખુબજ ટેન્સન,સુગરનો પ્રોબ્લેમ,કોઈને લીવરનો પ્રોબ્લેમ,કીડની પ્રોબ્લેમ,કે બીજી વસ્તુ થઇ જાય,તો ડોક્ટર બધાને માટે એક જ વાત કહે છે,જો માણસ બરાબર નિયમ પ્રમાણે ખાય, પીએ, નિયમસર કસરત કરે,સુગર પણ બરાબર રહેશે અને માણસની
બીજા અંગો પણ બરાબર રહેશે,મગજ તથા હૃદય પણ બરાબર રહેશે.
,,
No comments:
Post a Comment