Sunday, December 13, 2015

ભગવાન પર ભરોષો


સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
ભગવાન પર ભરોષો



જ્યારે પણ મુસીબતો  જીવનમાં શરુ થતી હોયતે સમય દરમ્યાન માણસોની યોગ્યતા ,બુદ્ધિ તેમજ શક્તિની
પરીક્ષા થાય છે,આપણે કેટલું સમતોલ કરી શકીએ,કેટલી ધીરજ રાખી શકીએ,કેટલી હિંમતથી કામ લઈએ,
અને કેટલી સચ્ચાઈ રાખી શકીએ,અને એવો કોઈ નથી આ દુનિયામાં,કે જેની સાથે કાયમ એકની એક સ્થિતિ
રહી હોય,અને જેનું ભરણ પોષણ ખુબજ સુખની સ્થિતિમાં થાય છે તે અંદરથી ક્યારેય મજબુત નથી થતા,
એટલે યાદ રાખો જ્યારે કોઈની પણ મદદ મળતી નથી ત્યારે એક શક્તિ કે જે હંમેશા તમારી સાથે હોય છે,અને તેને આપણે પરમાત્મા ની શક્તિ કહીએ છીએ,એ શક્તિ ઉપર ભરોષો રાખતા શીખો,કદાચ ઘણા બધા દરવાજા આપણે માટે બંધ થઇ રહ્યા હોય,કેમ કે દુઃખમાં એવું જ લાગતું હોય છે,છતાં પણ તમને ખુબ પ્રેમ કરતા પ્રભુ જેટલા દરવાજા તમારા માટે બંધ થયા હોય તેનાથી દસ ઘણા વધારે તમારા માટે ખોલી આપે છે, તે તમારા માટે રસ્તો છે,તમે હિંમત ન હારો,પરમાત્મા ઉપર કાયમ વિશ્વાસ રાખો અને પ્રાર્થનાના માધ્યમથી આ સત્તા કે પરમાત્માની એ શક્તિ સાથે જોડાયેલા રહો જે તમને  તોડતી નથી,કાયમ તમારી સંભાળ રાખે છે
જે શક્તિ આપણને પ્રેરણા આપે,પ્યારના ગીત સંભળાવી,ખભો થપથપાવી મજબુત કરે,એને, એ સત્તાને કાયમ યાદ રાખો,પ્રાર્થના,ભજન,કીર્તન કે કોઈ પણ રીત થી,તેના તરંગોને આપણી અંદર પ્રવાહિત કરવાના
ઉપાયો જ પ્રાર્થના છે,ભજન છે,કીર્તન છે,ક્યારેક જો આંખમાં આંસુ આવી જાય તો દુનિયાથી છુપાવી રાખો
પણ ભગવાન સામે એ આંસુઓને છુપાવો નહિ,ત્યાં અવિરત વહેવા દો,આંસુઓના ફૂલો ચઢાવી આશીર્વાદ માંગો,અને ભગવાનને કહો,હે પ્રભુ મને ક્યારેય છોડશો નહિ,દુનિયાના દુખો મને એકલો બનાવી દે પણ હે પ્રભુ
તારી કૃપાથી હું એકલો નાં પડું,તું મારી સાથેને સાથે રહેજે,આ મારી પ્રાર્થના છે,અને એની દયા એવી થાય છે કે સાધારણ માણસ,કે જેને,દુનિયાએ સમજી લીધું હતું કેઆતો ગયો કામથી,પણ ભગવાન તેને  ફરીથી સુરજની માફક ચમકાવી દે છે,તેની કૃપા તેને ફરીથી ઊંચા સ્થાને મૂકી દે છે,
તો એક આશા,એક વિશ્વાસ,એક ભરોષો,એકજ જગ્યાની લગન,એકજ જગ્યાએ પોતાની નિષ્ઠા,એકજ જગ્યાની વફાદારી,પાકી કરી લો ,ભગવાનની કૃપા હંમેશા થતી રહેશે,સંત શ્રી કહે છે ચાલો ભેગા મળીને ગાઈએ
મેરા નાથ,તું હૈ,મેરા નાથ તું હૈ,નહિ મૈ અકેલા મેરા સાથ તું હૈ,(૨)
ચલા જા રહા હું મૈ,રાહ પે તુમ્હારી,રાહોમેં આયે જો તુફાન આંધી ,
આ મૈ તુઝે મેરા હાથ દુંગા,નહિ મૈ અકેલા મેરા સાથ તું હૈ
મેરા ઇષ્ટ તું હૈ,મૈ તેરા પુંજારી,મેરા ખેલ મૈ હું,તું મેરા ખિલાડી
મેરી જીન્દગીકી હર બાત તું હૈ,નહિ મૈ અકેલા મેરા સાથ તું હૈ
તેરા દાસ હું મૈ,તેરે ગીત ગાઉં,તુઝે ભુલકે ભી ન કભી ભૂલતા હું,
ઈતિહાસની ઉપર એક નજર કરીએ તો મેવાડની રાણી મીરા એકલી પડી ગઈ,આખી દુનિયા પરિક્ષા લઇ રહી
હતી,અને એનું ભલું ઇચ્છ્વાવાલા અને પ્યાર કરવા વાળા બધા લોકો,તેનાથી દુર થઇ ગયા હતા,માતા પિતા,સાસુ અને સસરા બધા જતા રહ્યા હતા,તેનું ભલું ચાહ્વાવાલો તેનો પતિ પણ નહોતો રહ્યો,છ મૃત્યુ તેણે
જોયા હતા,એક એક કરીને બધા સાથ છોડી ગયા હતા,એવો સમય આવી ગયો હતો કે ઘરના માણસો જ તેને
બદનામ કરવા માંડ્યા હતા ઝેરનો પ્યાલો લાવીને સામે મુક્યો અને કહ્યું મીરાં આ તારે માટે છે અને એ તારી સજા છે,આ ઝેરના પ્યાલામાં મીરાએ કૃષ્ણનું રૂપ જોઇને પી લીધો,પણ ઝેર પણ તેને કઈ કરી ન શક્યું,મીરાં મહેલ છોડીને હાથમાં એકતારો
લઈને ગીત ગાતી નીકળી પડી,એને લાગી રહ્યું હતું તેનો ગોવિંદ એની સાથે છે તે ક્યારેય એકલી નથી,અને
પોતાની યાત્રા કરતી કરતી તે વૃંદાવન પહોચી ગઈ અને વૃંદાવનથી દ્વારિકા, દ્વારિકામાં જઈને જેમ જમુના
સાગરમાં મળી જાય છે તેમ પોતાના ગોવિંદ સાથે મળી ગઈ,પણ સંત શ્રી નિવેદન કરે છે કે જે મીરાના માધ્યમથી લોકો પોતાને તેના ભજનો ગાઈને ભગવાન સાથે જોડે છે,અથવા ભગવાન સાથે જોડાયાનો અનુભવ કરે છે તે મીરાની શકતી જુઓ,પુરા રાજસ્થાનમાં દુકાળ પડ્યો,લોકો મીરાને મનાવવા આવ્યા,અને
કહેવા લાગ્યા,રાજસ્થાન તારું સન્માન ન કરી શક્યું તેનું દુઃખ ભોગવી રહ્યું છે,જે ધરતી પર સંતનું સન્માન નથી થતું ત્યાં દુઃખ ચારેબાજુ ફેલાઈ જાય છે,મીરાએ શુભ કામના કરતા લોકોને કહ્યું,જાઓ હું તમારા માટે
બધું સારું થઇ જાય એમ ઇચ્છું  છું,પણ હું ત્યાં પાછી નહિ આવું કેમકે જમુના વહીને જેમ સાગરમાં મળી જાય છે પછી તે પાછી નથી ફરતી,પાછું ફરવાનું તે નથી જાણતી,હું હવે મારા ગોવિંદની થઇ ગઈછું દુનિયાની નહિ,
સંત શ્રી કહેવા એ માંગે છે કે મોટા મોટા દુઃખોમાં કોઈ વ્યક્તિ તૂટી ન જાય,અને સાધારણ માણસ નાનામાં નાના દુઃખમાં તૂટીને પડી ભાંગે છે,એક પરમાત્માની શક્તિ,માણસને આગળ અને આગળ લઇ જાય છે,ભગવાનની શક્તિનું એ બળ છે કે બાળક ધ્રુવે નાની ઉમરમાં જંગલમાં બેસીને ભગવાનનું તપ કર્યું,
દુનિયાથી જુદો થઇ ગયો,પિતાથી જુદો થઇ ગયો,માએ ભક્તિ કરવા મોકલી આપ્યો,કોના સહારાથી તે જીવ્યો,
તે શક્તિ પરમાત્માની હતી,એવી રીતે તમે જુઓ નરસિંહ મેહતા,કેટલી પરિક્ષાઓ થઇ,પણ બધી પાર થઇ
કેમ?,કેમકે ભગવાનનો ભરોષો હતો,તેનો સહારો લઈને ચાલતા હતા,
એટલા માટે,દયાન રાખો,દુઃખ તમારું ગમે તેવું હોય,કદાચ દુઃખ આપવા વાળા પ્રભુએ તમારા  કર્મોના હિસાબથી,સંસારના હિસાબથી કે દુનિયાને હેરાન કરવાના હિસાબથી,ગમેતે રીતે દુઃખ આવી ગયું હોય,તમારી
ભક્તિ તમારું બ્રહ્મ કવચ બનીને તમારી રક્ષા કર્યા કરે છે,એટલે તમારી ભક્તિને છોડશો નહિ,તે સહારાને
બચાવી રાખજો ,હવે આ પંક્તિઓ સાથે ગાઈએ,

તેરા સાથ દુ મૈ તેરે ગીત ગાઉ,તુઝે ભુલકે ભી ન કભી ભૂલ જાઉં
તું હી મેરે બંધુ,પીતરું માત તું હૈ, નહિ મૈ અકેલા મેરે સાથ તું હૈ,
મેરા નાથ તું. હૈ,મેરા નાથ તું હૈ,મેરા......................





No comments:

Post a Comment