Tuesday, July 28, 2015

અમે નિશાળીયા રે..(ભક્તિ ગીત)

અમે નિશાળીયા રે..(ભક્તિ ગીત)



અમે નિશાળીયા રે જીવન સંગ્રામના (2)
હારે મારે હરિના ગુણલા ગાવા,નિશાળીયા રે જીવન....અમે...
ધર્મ નીતિના અમે મારગડે ચાલવા,
મમત મુકીને મહારથ માણવા,
દીન દુખિયાની સેવા કરવા, નીશાળીયારે.. .જીવન...અમે....
સત્સંગની શાળામાં સંયમનો  નેમ છે,
સત્યની સ્લેટ અને પ્રેમની પેન છે,
હારે, દયાનો એકડો ઘુટો....  નીશાળીયારે.. .જીવન...અમે..
વાણી વર્તન શુદ્ધ રાખો વ્યવહારમાં,
નાના મોટા નાં ભેદ ટાળો સંસારમાં
હારે તમે ભક્તિનું ભાથું બાંધો ...નીશાળીયારે.. .જીવન...અમે..
ટુકા જીવનને ઉજ્જવળ બનાવવા,
જ્ઞાન વૈરાગ્યને બીજ બનાવવા,
હારે તમે જીવતા વૈકુંઠ પામો....   નીશાળીયારે.. .જીવન...અમે.
.અમે નિશાળીયા રે જીવન સંગ્રામના (2)
હારે મારે હરિના ગુણલા ગાવા,નિશાળીયા રે જીવન....અમે...

(આ ગીત ભક્ત પ્રહલાદે પોતાની સાથીઓને ભક્તિનો બોધ આપતા  ગાયુ હતું એવું ભાગવત માં પ્રમાણ છે)

જય શ્રી કૃષ્ણ.

No comments:

Post a Comment