જીવન
જીવન ચાલ્યું જાય છે,વહેતા એ પ્રવાહમાં ક્યારેક નમવું જરૂરી છે
સતત જીભની વાણીમાં
કડવું ન ઘોરતા, મીથાસની જરૂર છે
જીવન તો સંગ્રામ છે
લડતા પડતા ક્યારેક સંભાળવું જરૂરી છે
લખાતા લેખન કાર્ય માટે
લેખકને વાચન જરૂરી છે
સર્જન કવિતાનું કરો તો
ઝરમર ઝરણાનું સુમુધુર સંગીત જરૂરી છે
ભાવ કરો ભગવાનનો
મન એકચિત્ત હોવું જરૂરી છે
સુ:ખ દુ:ખ ઘટ સાથે ઘડાય છે
સમભાવે જીવવું જરૂરી છે
શુભ તો નક્કી છે મનવા
બસ શાંત રહેવું જરૂરી છે.
-મહેન્દ્ર ભટ્ટ
(એક હિન્દી કવિતાના આધારે)
No comments:
Post a Comment