ગીતા નું મહાત્મય
જ્યારે આપણે એકવીસમી સદીના સાનિધ્યમાં છીએ
ત્યારે ગીતાની જો વાત કરીએ તો તેમાં કેટલાય ફેરફારો થઇ ચુક્યા છે જે મુખ્ય અર્વાચીન
ગીતા માં બે લાઈનમાં શ્લોકોની રચના હતી અને ભાષા સંસ્કૃત હતી,હાલમાં કેટલીય ભાષામાં
તેનો અનુવાદ થઇ ચુક્યો છે અને શ્લોકોની લાઈન પણ ચારની થઇ ગઈ છે,પણ ગીતા સ્વયમ ભગવાનનું
ગીત છે માટે તે મહાન છે,બે વસ્તુ યુદ્ધ અને યોગ વારેઘડી સાથે હોય પણ બે માંથી એકજ સંભવ
છે,અને ભગવાને અર્જુનને
યુદ્ધ કરવા સલાહ આપી હશે કે યોગ કરવા સામાન્ય રીતે વિષાદમાં ડૂબેલા અર્જુનને બહાર લાવવા
યોગથી શાંત કરવો જરૂરી હતો યુદ્ધ તો અનિવાર્ય હતું સંસ્કૃત ભાષામાં એક શબ્દના દસ અર્થ
થતા અને એને હિસાબે ઘણા વિવાદ પણ થયા,જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે સમાધાનના છેલ્લામાં
છેલ્લા પ્રયત્નો નિષ્ફળ ગયા, શ્રી કૃષ્ણ શાંતિદૂત બનીને ગયા,શ્રી વ્યાસજીએ પણ છેલ્લો પ્રયત્ન કરી જોયો,ધ્રુતરાષ્ટ્ર સમજતા હતા છતાં પુત્ર દુર્યોધનની વાત સાથે વળગી
રહ્યા, દુર્યોધને એક તસુ જમીન પણ આપવાનો ઇનકાર કર્યો એટલે યુદ્ધ અનિવાર્ય
બન્યું,જ્યારે કૃષ્ણને અર્જુન
અથવા દુર્યોધન સાથે જોડાવાનું આવ્યું તો ભગવાને જાહેરાત કરી કે એકબાજુ હું અને બીજી
બાજુ મારી અઢાર ઔક્ષહનિ સેના અને હું જે બાજુ હોઈશ તે બાજુ યુદ્ધ નહિ કરું ત્યારે વિનાશકાળે
વિપરીત બુદ્ધિ એવા દુર્યોધને કૃષ્ણને પસંદ ન કર્યા પણ તે ભૂલ્યો કે સામાન્ય રીતે સેના
ગમે તેટલી મોટી હોય પણ પોતાના માલિકને જ આધીન રહે પછી તે ગમે ત્યાં હોય,પણ પાંડવો સામે પ્રતિશોધની
ભાવના સાથે તેનો વ્યવહાર વધારેને વધારે બગડતો ગયો,તેના બધા ભાઈયોના નામ દુ થી શરુ થતા હતા
દુર્યોધન દુશાસન વગેરે અને છેલ્લી બેન હતી તેનું નામ પણ દુશીલા હતું આમ બધાજ ભાઈયોમાં
કોઈને કોઈ ઇન્દ્રિય બગડેલી હતી,એક અક્ષૌહનિ સેનાની સંખ્યા એટલે લગભગ પચાસ લાખ સૈનિકો અને એવા
અઢાર એટલે એટલી મોટી સંખ્યા હરિયાણાના કુરુક્ષેત્રમાં કેવી રીતે સમાઈ શકે એટલે આ એક
કદાચ વ્યાસજીના સાક્ષાત્કારનું પરિણામ હતું,વ્યાસજીને જ્યારે સાક્ષાત્કાર થયો ત્યારે પહેલા
દિવસે તે ભૂલી ગયા બીજે દિવસે પણ ભૂલી ગયા આખરે ભગવાનને વિનંતી કરી ત્યારે ભગવાને ગણપતિજી
વ્યવસ્થા કરી પણ ગણપતિજીએ એક શરત રાખી કે હું બહુજ ઝડપથી લખું છું એટલે તમારે ઝડપથી સતત બોલવું પડશે,વ્યાસજીએ સામે શરત મૂકી કે જે લખો તે સમજી વિચારીને લખશો,શરત માન્ય રાખી અને આમ ગીતાજી જેવા મહાન પુસ્તકની રચના થઇ,આપણે દેવી દેવતાના વંશજ છીએ પુરાતન કાળમાં જ્યારે પવિત્રતા લુપ્ત
થઇ ત્યારે વસ્તી આર્ય કહેવાઈ આ સિંધુ નદીને કિનારે રહેતી વસ્તી અડધી હિન્દુસ્તાનમાં
આવી તે હિંદુ કહેવાયા, હિંદુ એ ધર્મ નથી
ગીતાજીમાં ક્યાય હિંદુ શબ્દનો ઉલ્લેખ મળતો નથી,સનાતન એ આપણો ધર્મ છે,ગીતામાં ખુદ ભગવાને
અર્જુનને ઉપદેશ આપી યુદ્ધ કરવા સંમત કર્યો હતો તે દરમ્યાન મનુષ્યના જીવન સાથે જોડાયેલી
બધીજ વાતોની
રજૂઆત થઇ હતી માટે ગીતા એ આખા વિશ્વ માટે એક આકર્ષક ધર્મ પુસ્તક બન્યું હતું,ગાંધીજીએ પણ લખ્યું હતું કે જ્યારે મને કૈક મુસીબતો સતાવે ત્યારે હું ગીતાનું વાચન કરું એટલે મને જરૂર શાંતિ મળે,આમ દુનિયાના ઘણા મહાનુભાવો માટે ગીતા ખુબજ અગત્યનું ધર્મ પુસ્તક બન્યું હતુ,એ સમયમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે પણ ગીતાજીમાથી પ્રેરણા લઇ યુદ્ધ એટલેકે હિંસાની વાત બાદ કરી બોદ્ધ ધર્મ અને જૈન ધર્મની સ્થાપના કરી, જીસસ નાં તેર થી તેત્રીશ વર્ષના જીવનનો કોઈ ઈતિહાસ નથી તે વરસો દરમ્યાન કહેવાય છે કે જીસસ હિંદના પ્રવાસે હતા અને ગીતાજીનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી બાઈબલની રચના કરી હતી,ઘણી વિગતો ગીતાજી સાથે મળતી આવે છે,દરેક જાતનું સમાધાન ગીતાજીમાથી પ્રાપ્ત થાય છે,આજનો સમય એક આધુનિક ટેકનોલોજીનો છે,પણ જ્યારે તકલીફ થાય તો ગીતાજી તેનું સમાધાન કરે છે,પાંચ હજાર કે વધુ વર્ષો પહેલા રચાયેલું આ પુસ્તક એટલે તો મહાન છે,ગીતાજીનું મહાત્મય સાંભળીને લખતા ગણેશજી પણ ખોવાઈ જતા હતા કેમકે ઘણું અમુલ્ય મહા ગુપ્ત જ્ઞાન હતું,સત્યની દ્રષ્ટિથી સત્તામાં ધ્રુતરાષ્ટ્ર તો અંધ હતા પણ તેમની પત્ની ગાંધારીએ પણ આંખો પર કાળી પટ્ટી બાંધી દીધી હતી એટલે બધાજ અંધારામાં હતા,પછી અધર્મ સિવાય બીજું શું થાય, અધર્મ થાય તો જ ભગવાન આવે,આમ જુઓ તો તો આ આખી દુનિયા કુરુક્ષેત્ર છે,અને દુનિયામાં લોકોની સ્થિતિ તેના જેવીજ છે,ખુરશીની માયા બેસનારને અંધ બનાવી દે છે દરેક દેશની આ સ્થિતિ છે,ભગવાનની વાત ઉપર કોઈ ટીપ્પણી નથી થઇ પણ મૂળ ગીતાજીમાં જે બધું ઉમેરાયું એમાં ટીપ્પણી થઇ છે,ક્રીસ્ત કુષ્ણ પરથી થયેલો શબ્દ મળતો આવે છે કદાચ ત્યાના લોકોને બોલતા ન ફાવ્યું હોય એટલે કૃષ્ણ પરથી ક્રીસ્ત અને કૃષ્ણ નીતિ ઉપરથી ક્રીસ્ચાનીતી જેવો પ્રાસ બેસે છે,કૃષ્ણ ગાયોની વચ્ચે ગોવાળ થઇ મોટા થયા હતા અને ક્રીસ્ત પણ તબેલામાં જનમ્યા હતા ક્રીસ્તનો તેના ધર્મગુરુઓએ વિરોધ કરી મોતની સજાની સત્તા પાસે માંગણી કરી હતી પણ સતાધીસોને પણ ક્રીસ્તમાં સત્ય સમજાયું હશે એટલે ધર્મ ગુરુઓનો અનાદર ન કરતા ક્રીસ્તને ક્રોસની સજા થઇ હતી એવુ કહેવાય છે કે ત્રણ દિવસ ક્રિસ્ત જીવ્યા હતા,આમ ગીતાજીનો પ્રભાવ આખી દુનિયા ઉપર હતો,અને હાલમાં પણ તે એક મહાન પુસ્તક છે,જન્મની સાથેજ મરણ પણ દરેક શ્વાસ લેતા દુનિયાના જીવોનું નક્કી જ છે એ મહાન સત્ય ગીતામા સમજાવવામાં આવ્યું છે,અને જીવનને સારી રીતે કેમ જીવવું તે પણ બતાવ્યું છે આમ વસ્તુનુ સમાધાન એ ભાગવત ગીતા છે ,તે ભગવાનનું ગાન છે,માટે મહાન છે અને તે જ તેનું મહાત્મય છે.
મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.

-
(સંતોના ઉપદેશના આધારે)
No comments:
Post a Comment