Monday, February 9, 2015

જાગૃતિ


જાગૃતિ

 

 

જાગૃતિ રોહન ઘરમાં આવ્યો એટલે ભાઈને પાણી આપવા ગઈ,ભાઈ બેનમાં ફક્ત ત્રણ વર્ષનો ફેર,રોહન મોટો એટલે નાની બેનની કાળજી લેતો,નાનેથી મોટા થતા સુધીમાં રોહન કોમર્સ કોલેજના બીજા વર્ષમાં હતો અને જાગૃતિ હાઈસ્કુલમાં બારમાં ધોરણમાં હતી,મમ્મી થોડી મોડી આવતી, તેની મિલમાં નોકરી હતી,કામમાં થોડી તકલીફ પડતી પણ તેના પતિનું અવસાન થયા પછી છોકરાઓ મોટા હતા એટલે તેણે જાણી જોઇને ફરીથી લગ્ન નહોતા કર્યા,સગા વહાલા અને કેટલીક સહેલિયોએ તેને સમજાવી હતી,પણ સુધા તેના નિર્ણયમાં મક્કમ રહી હતી એટલે છોકરાઓ તરફ તે ખુબ ધ્યાન આપી નહોતી શક્તી,પણ મઘ્યમ વર્ગનું આ કુટુંબ થોડું વ્યવસ્થિત હતું,મમ્મીની સ્થિતિ બન્ને  ભાઈ બેન સારી રીતે સમજતા હતા,એટલે ઘણી વખત રોહન કોઈક કોલેજમાં નાની મોટી જોબ મળતી  તે  કરી લેતો,જાગૃતિને પણ કામ કરવું હતું પણ ભાઈ અને મમ્મી બંને નાં પાડતા,પપ્પાના  અવસાન પછી કેટલાક પૈસા આવ્યા હતા,પણ ક્રિયા કર્મ અને દેવામાં પુરા થયા હતા,એટલે મમ્મી કામ ન કરે તો,જરૂર તકલીફ થાય,સુધા થોડી મક્કમ મનની હતી,અઘરી જોબ હોવા છતાં તે કર્યા કરતી હતી,વખત જતા બધું બરાબર થઇ જશે એમ છોકરાઓને આશ્વાશન આપતી આશાઓ સાથે તેનું નિયમિત ગુજરાન કરતી હતી,ઘણી વખત તેની આ સ્થિતિ તેને તકલીફમાં પણ મૂકતી પણ સાવચેતીથી તે પાર થઇ જતી,એટલે તે હજુ કામ પર હતી અને જાગૃતિ રોહનને પાણી આપવા ગઈ,રોહને પાણી પીધું પણ પહેલી

 વખત જાગૃતિએ ભાઈને થોડો નિરાશ જેવો જોયો,નાની હતી પણ નિરાશાનું કારણ જાણવાનો તેણે પ્રયત્ન કર્યો,પણ સફળ ન થઇ,રોહન વરંડામાં ઉભો ઉભો પાછો યથાવત થવાનો પ્રયત્ન કરતો હતો,નાનીબેન બહુ વિચારે અને અનાયાશે મમ્મી પછી ચિંતામાં પડે તે તેને અનુકુળ ન હતું એટલે તેને રસોડામાં જઈને કઈ ન બન્યું ન હોય

એમ જાગૃતિ સાથે વર્તાવ કરવા લાગ્યો, પણ થોડીવાર પસાર થઇ બંને ભાઈ બેન માથાકૂટ કરતા હતા અને ડોર પર ટકોરા પડ્યા,કોણ હશે,મમ્મી પાસે તો ચાવી છે,જાગૃતિએ બારણું ઉઘાડ્યું,અહી નો વિસ્તાર સારો હતો,એટલે બીજો કોઈ ભય ન હતો,બાજુ વાલા રતન કાકા સાથે પોલીસ અધિકારી હતા,જાગૃતિ પોલીસને જોઈ તાજુબ થઇ,કાકાએ કહ્યું "બેટા જાગૃતિ,આ ચૌહાણ સાહેબ છે,અને તેમને કઈ પૂછવું છે,"ઘડીક પહેલા આવેલો રોહન થોડો નિરાશ જેવો હતો તેના અનુસંધાનમાં તો કઈ નહિ હોય,જાગૃતિના મન ઉપર શંકાના વાદળોએ સ્થાન લીધું,હવે શું થશે વગેરે વગેરે વિચારોએ તેના મનનો બોઝો વધારી દીધો,અને દબાણ વધતા ઉપસેલી અસરોએ તેનો ચહેરો બદલી કાઢ્યો,તે ઘડીક સ્તબ્ધ થઇ ગઈ અને વાર થઇ એટલે રોહન પણ વિચારવા લાગ્યો,ચૌહાણ સાહેબે જાગૃતિ ને  સંબોધીને કહ્યું

"બેટા,જો ચિંતા કરવાની કઈ જરૂર નથી, તું એકલી છે…?"ઉમરમાં પચાસેક વર્ષના સાહેબે આ સવાલ કરતા શાંત થતી જાગૃતિએ કહ્યું,

"ના, મારો ભાઈ રોહન પણ ઘરમાં છે"સાચું કહ્યું પણ સંકોચ થયો કે હવે સાહેબ વધુ રોહન ને બોલાવીને પૂછશે,પોલીસ ઘર પર આવે એટલે,આજુબાજુ વાળા,રસ્તા ઉપર ચાલતા સહુને કૌતુક થાય અને ક્રિયા રોકી લોકો મફતનો તમાસો જોવા ભેગા થાય તેમ થોડુક ટોળું ભેગું થઇ ગયું એટલે,પોલીસની ગાડીમાં બેઠેલા એક પોલીસ કર્મચારીએ નીચે ઊતરી સહુને જવા કહ્યું,એટલે ટોળું વીખરાવા
માંડ્યું,પણ થોડાક થોડાક અંતરે લોકો ઉભા રહીને જાણવાનો પ્રયત્ન કરવા લાગ્યા,લોકશાહીમાં લોકો ને દરેક વાતની  છૂટ પણ કોઈને નુકશાન પહોચાડીને નહિ,વ્યસ્થા ન જળવાઈ તો પછી,પોલીશ ચેતવણી આપે,અને છતાય બેકાબુ થાય તો પછી દંડો હાથમાજ હોય,પણ નાની વાતોમાં બહુ લાંબુ ન ચાલે,ભારતમાં લોકોને સમય ઘણો એટલે તમાસાને તેડું ન હોય,પણ જ્યારે જાગૃતિની નજર આ
ટોળા તરફ પડી એટલે,જાત જાતના વિચારો દબાણ વધારવા
લાગ્યા ,મમ્મી તો હતી નહિ અને ભાઈ પણ નિરાશ જેવો લાગતો હતો એટલે તેનો ચહેરો ચિંતાઓથી ભરાઈ ગયો,આ પહેલા આવો તો કોઈ પ્રસંગ બન્યો ન હતો ,ઘરની નજીક લોકો પપ્પાનું અવસાન થયું ત્યારે ભેગા થયા હતા પણ તે સામાન્ય હતું અને આ તો જરૂર ચિંતા વાળું હતું, ચિંતા અને તેથી ઉપસેલી ચહેરા ઉપરની સ્થિતિ સામે ઉભેલી વ્યક્તિઓને તેનો પ્રતિભાવ એકદમ સરળ વાતાવરણને તરંગીત બનાવી મુસીબતો નો  ડુંગર ઉભો કરી દે તેમ પોલીસ અધિકારી સામે જાગૃતિની સ્થિતિ હતી,જાણે કોઈ રીતે હાથ જોડી વિનંતી કરતી હોય કે અમારો  કોઈ ગુનો નથી મહેરબાની કરી અમને સામાન્ય જીવન

અમારી રીતે જીવવા દો,સામાન્ય જીવનમાં વહેણમાં આવી રીતે અચાનક પોલીસ આવી જાય અને સવાલો પુછવા લાગે તો કોઈને પણ હતા ન હતા કરી નાખે,તો પછી જાગૃતિ તો હજુ એક નાદાન છોકરી,તેનો ભાઈ પણ અંદરથી બહાર આવતો ન હતો,ભાઈ ઘરમાં આવ્યો ત્યારથી તેના મને અનુભવેલી ચિંતા પોલીસના આંગણે આવવાથી બમણી થઈ ગઈ હતી,હવે તો મમ્મી આવે તો તેને થોડી રાહત મળે,પણ મમ્મી આવી ન હતી અને કોઈ ગભરાટમાં  પોલીસને

ખોટો જવાબ આપી દેવાયો તો પોલીસ તો પછી પ્રશ્નોનો વરસાદ વર્ષાવી દે,પોલીસ એટલે કાયદો અને કાયદાની  સામે પહેલી વખત

 

સામનો કરતી જાગૃતિ,જો કે ઘણી વસ્તુઓ મોટા થતા સુધી આપમેળે પોતાની સ્થિતિને મજબુત કરતી હોય છે,તેમ મધ્યમ વર્ગની મુસીબતો સાથે  જીવતા  જીવતા જાગૃતિ પણ શીખી ગઈ હતી,અને તેથી તે શાંતિ થી પોલીસ સાથે વાત કરી હતી,પૈસાનું ખેચાણ,મમ્મીની

સ્થિતિ,એકનો એક ભાઈ,બધુજ, તેનું પોતાનું કુટુંબ,અને સામે પોલીસ, તેને હોશિયારીથી જવાબ આપવા જ પડશે,કોઈ પણ મુસીબત અને તે પણ કુટુંબ ઉપર આવી પડે,તો તેનો બહાદુરીથી સામનો કરવો

રહ્યો,તેમ જાગૃતિ શાંત રીતે જવાબ આપતી હતી ,બે જ વસ્તુ તેને હેરાન કરતી હતી એક તેની મમ્મીની હાજરી,અને રોહનના ચહેરા ઉપરની ચિંતા,કદાચ રોહનના અનુસંધાનમાં પોલીસ આવી હોય,તેનું મન આ બધુ ધ્યાનમાં રાખીને,પુછાતા પ્રશ્નોનો જવાબ આપતું હતું, રતનકાકાની  હાજરીથી જાગૃતિને થોડી હૂફ હતી,રતન કાકા ઘણીવખત ઘરે આવતા અને બધાના ખબર અંતર પૂછી પાછા ઘરે જતા,પણ સુધાને તેમની દેખરેખ માટે ખુબજ માન હતું,એટલે કેટલા વખતથી જાણે તેઓ કુટુંબના એક સભ્ય જેવા થઇ ગયા હતા,તેમને પણ પરિવાર હતો,પૈસાદાર કુટુંબ હતું પણ રતન કાકાને તેનું અભિમાન ન હતું,એટલે ચૌહાણ સાહેબે માહિતી પૂછી તો તેઓ તરત સાથે આવ્યા,તેમને ખબર હતી કે અત્યારના સમયે છોકરાઓ એકલા ઘેર હોય એટલે તેઓ સાથે હોય તો પોલીસને સરળતા પડે,ચૌહાણ સાહેબે,જાગૃતિને જણાવતા કહ્યું

"જો બેટા,આ વિસ્તારમાં એક ખૂની કે જે અસલમાં એક ડાકુ છે,તે ઘુસી આવ્યો છે,અને છુપાતો ફરે છે,એટલે આ વિસ્તારના એક પછી એક બધા ઘરોમાં અમે તેને શોધીએ છીએ,તે ડાકુ હોવાથી ઘણોજ ભયાનક છે,એટલે તે પોતાને છુપાવવા ગમે તે રીતે હિંસક બની શકે છે એટલે ખુબજ સાવધાની રાખવાની જરૂર છે,દરેક ઘરનું ચેકિંગ થાય છે એટલે,પોલીસને આશા છે કે,ઝડપથી તે પકડાઈ જશે પણ ત્યાં સુધી

ખુબજ એટલે ખુબજ સાવધાન રહેવાની જરૂર છે,અને આ ઘરમાં તપાસ કરવા માટે,પરવાનગીની જરૂર પડે જો તમને કોઈને વાંધો ન હોય તપાસ શરુ કરી શકાય,"અને ચૌહાણ સાહેબે મગન કાકા સામે જોયું,અને મગન કાકા એ  પણ ડોકું ધુણાવી સંમતિ આપી પણ મમ્મીની ગેરહાજરીમાં જાગૃતિ પરવાનગી આપતા અચકાતી શું કરવું તે વિચારવા લાગી બધાની નજર તેના જવાબ માટે તેના તરફ મંડાઈ,ઘર તરફ નજર કરી,બહાર એકલી પોલીસને જવાબ આપતી હતી અને રોહન બહાર આવતો ન હતો,વિચાર કર્યો કે બુમ પાડી જોઉં,પણ ગમે તેમ તે અચકાઈ,કદાચ રોહન પોતાના કોઈ અંગત કારણસર બહાર ન આવતો હોય, પણ મગન કાકાએ 

કદાચ જાગૃતિને અચકાતી જોઈ બીજો રસ્તો કાઢ્યો,

" ચૌહાણ સાહેબ,કદાચ જાગૃતિની મમ્મી એકાદ કલાકમાં આવી જશે"ચહેરા ઉપર સ્માઈલ લાવતા ચૌહાણ સાહેબે કહ્યું,

 "એકાદ કલાક તો બહુ કહેવાય પણ,મારે આ બાબતમાં બીજું કરવાનું છે એટલે તપાસ માટે અહી હું એક કોન્સ્ટેબલ જમાલ તેમજ એસ આર પી જવાનને અહી મૂકી જાઉં છું જે મમ્મી આવ્યા પછી તપાસ કરશે,બહુ જરૂરી છે,મમ્મીને આ લેખિત કાગળ બતાવી તે સહી લઈને પછી તપાસ કરશે,એટલે ચિંતા ન કરતી" અને મગન કાકાને આવજો કહી ચૌહાણ   સાહેબ જમાલને જે કહેવાનું હતું તે કહી ગયા,બંને જણા દરવાજા  ઉપર ચોકી કરતા ઉભા રહ્યા,મગન કાકાએ તેમના ઘરની  પણ ચૌહાણ સાહેબે તપાસ કરી તે જાગૃતીને જણાવ્યું અને જાગૃતિને મમ્મી  આવે ત્યાં સુધી પોતે રોકાય એવું પૂછ્યું પણ એક કલાક માટે તેમને હેરાન કરવાનું તેને યોગ્ય ન લાગ્યું એટલે તેણે નાં પાડી,’સારું તો એમ કહી કામ હોય તો મને તરત બોલાવજે એવું કહી તેઓ ગયા,જાગૃતિને મગન કાકા ગયા પછી ચોકી કરતી પોલીશ તરફ દયા આવી હોય તેમ કલાક સુધી ઉભા રહે તેના કરતા ઘરમાંથી બે ખુરશી

બેસવા માટે આપવા પૂછવાનું મન થયું એટલે તેણે ઉભી હતી ત્યાંથીજ પૂછ્યું,

"જમાલ  કાકા ઘરમાં ખુરશી છે,બેસવા માટે આપી જાઉં,"

"નહિ નહિ બેટા,ઐસી ભૂલ કભી ભી નહિ કરના,હમ બૈઠકે ચૌકી નહિ કર શકતે,મગર બેટે અભી નહિ,પણ  કભી તરસ લગી તો પાનીકે લિયે જરૂર કહેંગે,અચ્છા બેટે,થેંક યુ "કેટલા વખત પછી રાહતનો દમ લેતી જાગૃતિ જમાલ ચાચાને સ્માઈલ સાથે "અચ્છા નો જવાબ આપતી ઘરમાં ગઈ,પાછળ બારણું બંધ થઇ એની જાતે લોક થઇ ગયું,

બહાર દરવાજા ઉપર ચોકી કરતા જમાલ ચાચાએ આજુબાજુ ઉભેલા કેટલાક લોકોને ત્યાંથી ઉભા ઉભા જ હાથના ઈશારે ખસેડ્યા પણ એ લોકો ખસ્યા તો થોડા સમયમાં એક પછી એમ જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ ફરીથી ટોળું થઇ ગયું,વળી પાછા એસ આર પી નાં જવાને 'ચલો ભાઈ ચલો' એમ કહી ખસેડ્યા,પોલીશ આ બાબતથી ટેવાયેલી હોય તેમ ભેગા થતા ટોળાને ખસેડતી રહી,સમય પસાર થતા એક રીક્ષા દરવાજા સામે ઉભી રહી,સુધા રીક્ષામાંથી  ઉતરી દરવાજા ઉપર પોલીશ જોઈ ઝડપથી ભાડું ચુકવ્યું અને વહેલી વહેલી  ત્યાં આવી ગઈ,ઈંતેજારીથી મોટેથી પોલીસને પુછવા લાગી,

" શું થયું છે"

" કશું નથી થયું,તુમ સુધાબેન બરાબરને,"જમાલ ચાચાએ ચહેરા પર સ્માઈલ લાવી પૂછ્યું,

" હા, તો,"સુધાનો શ્વાસ હજુ બેઠો ન હતો,તેની નજરમાં ચિંતાનો ખુબજ ભાર હતો,અને તે ખુબજ અસ્વસ્થ દેખાતી હતી એટલે જમાલ ચાચા બોલ્યા

"દેખો બહેન પહેલે આપ શાંત હો જાઓ,કુછ ભી નહિ હુઆ "અને શાંતિથી વાત કરતા જમાલ ચાચા ઉપર તે જાણે ત્રાટકી પડી,

"મેરી પરવા મત કરો,ઓર કહો જો કહેના હૈ ઔર મૈ નહિ ચાહતી હું કે કુછ ભી નહિ હૈ તો,એ પબ્લિક મેરે ઘરકા તમાસા દેખે,કહો ઓર કુછ ભી નહિ હૈ તો ચલતિ પકડો"અને જમાલના માનને ભંગ થયો,પણ જમાલે શાંત રીતે પોતાનો કહેવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો,

"દેખો,બહેન એ કાગજ પઢ લો,જિસકે લિયે હમ આપકા ઇન્તજાર કર રહે થે બાદમે હમ ચાલે જાયેંગે.."અને સુધાએ ચશ્માં કાઢી કાગળ વાંચ્યો પોલીશનો ઓર્ડર હતો,એટલે થોડી શાંત પડી પણ પોતાનો કધાપો કાઢતી બોલતી રહી,

"નોકરી કરો તો સુપરની માથાકૂટ ઘેર આવો તો,બીજી પંચાત હવે તો ક્યારે ય શાંતિ નહિ આવે,"અને ગરમાટો કરતી તે ચાલવા માંડી,પાછળ પોલીશ ફોલો થઇ પણ પછી ઉભી રહી,અને પૂછવા માંડી

"ઘરમે કોઈ નહિ હૈ...."અને જમાલ ચાચાએ આગળ આવી કહ્યું આપકી બેટી હૈ,મગર વો આપકે લિયે વેઇટ કરનેકા બોલા"પોલીશ હંમેશા ઓર્ડરથી વાત કરતી હોય પણ જમાલ ચાચા વર્ષોના અનુભવ પછી આટલા ગરમ વાતાવરણમાં શાંત હતા સુધાનો અવાજ એટલો મોટો હતો કે બાજુવાળા મગન કાકા પણ બધાની પાછળ આવી પહોચ્યા,અને આ દોડધામમાં પાછું રોડ ઉપર ટોળું ભેગું થઇ ગયું,અને કેટલાક તો દરવાજા ઉપર પણ આવી ગયા,મગન કાકાની  નજર પડી એટલે પાછા વળી બધાને જવાનું કહેવા ગયા,પણ કોઈ ખસ્યું નહિ એટલે એસ આર પી દોડી અને ટોળું ભાગ્યું,સુધાનો પિત્તો ગયો,

"એ દેખતે હોને હમારા તમાસા,"અને જમાલ ચાચા એટલીજ શાંતિ થી બોલ્યા,

"દેખો  બેટી શાંત હો જાઓ યે તો,ભીડ હૈ,ઇસકે ઉપર મત જાઓ,ઓર પરેશાની બઢેગી"આખરે જમાલ ચાચાની ધીરાસ કામ આવી,અને સુધા કઈ ન બોલી,પણ દરવાજા  ઉપર આટલી માથાકૂટ થઇ તો પણ કોઈ એ બારણું ન ખોલ્યું તેથી પોલીસ અને સુધા બંને ચિંતામાં પડ્યા,અને સુધાના મન ઉપર એક ખુખાર ડાકુનું ચિત્ર એ  અવતરણ કર્યું,વહેલી વહેલી તે પગથીયા ચઢી ગઈ,અને ચાવીથી બારણું ઉઘાડવા  ગઈ ત્યાં જમાલ ચાચાએ તેને રોકી,અને એસ આર પી નાં જવાન માટે રોકાવા કહ્યું કેમકે તેની પાસે ગન હતી અને તેમની પાસે ન હતી,એટલે સેફટી માટે બંને રોકાયા તે દરમ્યાન મગન કાકા અને એસ આર પી બંને આવી ગયા, જમાલ કાકાના ઇશારે જવાને ગન અન બકલ કરી અને દોર તરફ ટાંકી,સુધાએ બારણું ઉઘાડ્યું અને સામે રોહન આવતો હતો,બધું સેફ લાગતા,જમાલ ચાચાએ સુધાના ઈશારે ઘરની તપાસ શરુ કરી,જવાનને ગન  કાઢવી પડી એટલે થોડો સમય માટે બધા ભયભીત થયા હતા,પણ સુધાએ રોહન ઉપર વાર લગાડવા માટે,પૂછ્યું તો તેના જવાબમાં તે સંતોષ ન પામી,પણ પરિસ્થિતિ નાજુક લાગતા તેણે રસોડામાં જઈ પાણી પીધું રોજ જાગૃતિ પાણી આપતી,પણ તે કઈ ખાવાનું બનાવતી હતી એટલે સુધાને બરાબર ન લાગ્યું પણ તેણે બહુ ધ્યાન ન આપ્યું પણ તેણે વર્તણુકમાં થોડો ફેર અનુભવ્યો, તે ખુરશી પર બેઠી મગનકાકાને બધી વાત કરી થોડીવારમાં પોલીસે તપાસ પૂરી કરી,બધું બરાબર લાગતા સુધાની તપાસના કાગળ ઉપર સહી લઇ,તપાસ પૂરી થયાની પોલીશ ચોકીમાં જાણ કરી,સુધાને સલામત રહેવાનું કહેતા,મગન કાકાનો આદર કરતા જમાલ કાકા અને એસ આર પી જવાન પોલીશની ગાડી આવી એટલે જતા રહ્યા,થોડીવાર મગન કાકા બેઠા સુધાએ  પોતાની આપવીતી ઠાલવી,મગન કાકા પાસે થોડો ભાર હળવો કર્યો,મગન કાકા પણ સુધાને  શાંત્વના આપતા થોડીવારમાં ગયા,પણ ખાવાનું કરતી જાગૃતિ યથાવત ન થઇ,હવે તો બધા જતા રહ્યા,પણ સુધા ની હળવી થતી ચિંતાઓમાં પાછો વધારો થવા લાગ્યો,કોઈ તકલીફ ન હતી તો,બધું યથાવત હોવું જોઈએ,પણ ન હતું,ઘરમાં છોકરાઓ એકલાજ હતા અને જાગૃતિ,છોકરી, અને કઈ અજુગ્તાનો વિચાર સુધાને ફરીથી ધ્રુજાવતો ગયો,તે ઉભી થઇ જાગૃતિ પાસે ગઈ,અત્યાર સુધી પોલીસ હતી,ત્યારે સુધાને પોલીશના હોવાથી ગુસ્શાનો પાર ન હતો હવે પોલીસ ન હતી તો આવા વિચારો તેને ધ્રુજાવવા માંડ્યા હતા,
 "અરે બેટા,આમ અત્યારે ખાવાનું કેમ બનાવવા માંડ્યું,રોજ તો તું મને મદદ કરે છે,"

" બસ એમ સમજ કે કોઈને માટે કરું છું" અને સુધાનું મોઢું ફેરવાઈ ગયું હાથ હવામાં પહોળા થઇ ગયા,ચહેરા ઉપર સખ્તાઇયે હૂમલો કર્યો,જે છોકરીની ચિંતામાં ખેચાઇ આવેલી માની મમતાનાં પગો ઉપર કોઈ બ્રેક લાગી ગઈ,આ અવાજ જાગૃતિનો નહતો,માં જાગૃતિને બરાબર જાણતી હતી, તો શું થયું...?,જરૂર આ ઘરનું વાતાવરણ બદલાઈ ગયું છે,તે જાગૃતિને કહેવા જતી હતી પણ રોકાઈ ગઈ કેમકે જેના પહેલા જવાબમાં  મમતા મરી પરવારી હતી તે આગળના જવાબમાં....,ગઈ, આ છોકરી હાથમાંથી ગઈ,અને સુધાએ કપાળ કૂટ્યું,મજબૂરી,કમનસીબી,જેવા શબ્દો તેની રહી ગયેલી જિંદગીમાં લાંબી લાઈનમાં જોડાઈ ગયા,શું જાગૃતિ ખરેખર ખરાબ થઇ ગઈ,પત્થરની કોરાઈ ગયેલી મૂર્તિની માફક જાગૃતિ યથાવત રહી,સુધાએ રહી ગયેલી જીંદગી માટે ઉપર નજર માંડી રોહન સીડીના પગથીયા ઉપર બેઠો હતો ક્રિયા વગર,સુધા ખોવાઈ ગઈ,શું થયું તે પોતે એકલી પડી ગઈ, હવે ક્યા સહારો શોધવો,તેની નજર ચારે તરફ ફાફા મારવા માંડી,પ્રેમાળ પતિની કોઈ મદદ મળી જાય,આ તેનાજ તો છોકરાઓ

છે,કયા ભગવાનની દુનિયામાં તે ખોવાઈ ગયા હશે,શું મર્યા પછી તેની મદદ મળશે ખરી, તેની સુધ બુધ ખોવાતી રહી,માનસિક સમતુલાને તે સંભાળી ન શકી,પડી તે ઓરડાની કાર્પેટ ઉપર ફસડાઈ પડી પણ ઉપરના રૂમમાંથી એક સડસડાટ ધસી આવેલી  બુકાનીઘારી જુવાને આવી સુધાની સંભાળ લઇ સોફા ઉપર મૂકી,

"માજી સમાલો અપને આપકો..."અને શોભાની આંખો ફરી ખુલી,

"તો  તુમ હો જિસને મેરે બચ્ચેકી એ દશા કી હૈ,તુમ્હી હો ને ખૂની જિસકે પીછે પોલીસ લગી હૈ ,અબ મેરે બચ્ચેકો કિડનેપ કરના હૈ," અને સુધા એકદમ ઉભી થઇ ગઈ

"મેરી બચ્ચીકો ક્યા કિયા હૈ તુમને,પાજી, જો ખાના તેરે લિયે બના રહી હૈ ,કીડે પડે તુજમે ઔર તેરા સત્યાનાશ હો જાય,ક્યા તેરી રાતી આંખે દેખકર મૈ ડર જાઉંગી,માં હું ,માર દાલુંગી તુઝે,મેરે બચ્ચોકે લિયે,તેરી બંદુક ભી તેરે કામ નહિ આયેગી,"પણ જુવાન નતો કઈ બોલ્યો કે ન હાલ્યો કે ચાલ્યો પણ તે સુધાની આંખોમાં એકધારો જોઈ રહ્યો,કપાળમાં કાળું તિલક અને બુકાની ધોતી અને ખામીશમાં ડાકુનો પૂરે પૂરો સ્વાંગ હતો,સુધા ઠંડી પડી એટલે જુવાને પોતાનો તમંચો તેના તરફ ધર્યો અને બોલ્યો

"દેખ માં મુઝે મારના હૈ ને લે એ ને ચલા દે ગોલી,મગર મેરી બાત પહેલે સુન લે,મૈ યહા આ ગયા હું,ઔર પોલીશ ભી યહા આ ગઈ હૈ મગર મુઝે ધુંધ નહિ પાયી,બતા...  કયું..?,મેરી માડી, મૈ એક ડાકુ હું,દુનિયાસે છુપતા હું મગર કિસીસે ડરતા નહિ હું,ક્યોકી જિસ કામકે લિયે મૈ યહા આયા હું,વો પુરા કરના મેરા મકસદ હૈ,ઔર મુઝે કોઈ રોક નહિ શકતા," જુવાનના બોલના જોમ માં સુધા ઘડીક

વાર માટે હેબતાઈ ગઈ,પણ ધરેલો તમંચો તેણે  પોતાના હાથમાં લઇ લીધો અને યુવાન સામે તાક્યો,રોહન અને જાગૃતિ બંને દોડી આવ્યા,અને દુરથી મમ્મીને રોકવા પ્રયત્ન કર્યો,પણ સુધાને કોઈ અસર ન થઇ તે બોલી

"હું તને રોકીશ,નરાધામ " જુવાન હસ્યો,જાગ્રુતિ  દોડતી યુવાનની આગળ આવી ઉભી રહી ગઈ,અને સુધાના મોતિયા મરી ગયા,શ્વાસો શ્વાસ વધી ગયા,તમંચાની ગ્રીપ ઢીલી પડી અને સુધાના મોઢામાંથી શબ્દો આપોઆપ સરકી પડ્યા

"તો એ બાત હૈ,બેટી અબ કિસીકે લિયે મરનેકો  ભી તૈયાર હૈ,બાત યહા તક બધ ગઈ હૈ તો મરો..."પણ જાગ્રુતિએ માં કઈ કહે તે પહેલા તેનું મોઢું બંધ કરી દીધું,અને બોલી

"માં,તું સમજ્યા વગર ગમે તેમ બોલી રહી છે,મને તો તેમણે  બેન કહીને બોલાવી છે અને તને ક્યારના માં,માં કહે છે પણ તું અવિરત ગાળો બોલતી જાય છે,રોકાઈ જામાં એ ડાકુ છે,પણ તેમને સમજવાનો એક મોકો આપ,અમે તો કદાચ છોકરામાં ગણાઈ જૈયે, પણ તું જરૂર સમજી શકીશ,". અને જાગૃતિ અશ્રુ સભર માને વળગી પડી,સુધાનો ગુસ્સો ઓછો થયો,પણ સામે ડાકુ,તમંચો એટલે મોતનો સામાન,ભૂલથી પણ ઘોડો દબાઇ જાય તો કોઈકના તો પ્રાણ ચાલ્યા જાય,અને અત્યાર સુધી કોણે  તમંચો જોયો હતો ને તે પણ  આજે સુધાના હાથમાં,સુધાને વળગેલી દીકરી અને એક મક્કમ અરેરાટી સાથે જોરદાર વિચાર અને તે સાથે તમન્ચાને  દુર ફેક્તી સુધા,એક જોરદાર બચાવ,જુવાનનો અવાજ,
"માં મૈ  જાનતા થા,તું મુઝે માર નહિ શકતી,તું કિસીકો માર નહિ શકતી,ઇસીલિયે તુઝે સમઝા રહા  થા, માં મુઝે એક મોકા દે,મૈ યહા બહુત રહનેવાલા  હું નહિ,જાગૃતિને બનાયા હુઆ ખાના ખાકર ચલા જાઉંગા,મૈને તુઝે માં કહા હૈ તો એક શબ્દ ભી જુઠા નહિ કહૂંગા,એક

બાર મુઝે મેરી  બાત કહે લેને દે માં,"અને જુવાન સુધાનો ઇન્તજાર કરવા લાગ્યો, સુધાની નજર જુવાનની આજુબાજુ ફરતી રહી,દુર ફેકાયેલો તમંચો યુવાને લઇ લીધો

"ઇસસે દુર રહ બેટે,બની હુઈ જીંદગી એક પલમે યે બુઝા દેતા હૈ, યે તેરે હાથમે રહેકે કિસીકો માર દેગા ઓર કિસીકી હાથોમે જાકે તેરે કો માર દેગા,"પણ જુવાન ન માન્યો

"માં મૈ એક બાગી હું અગર યે મેરે સાથ ન હોગા તો યે દુનિયા મુઝે માર દેગી,મૈ યે તેરી બાત નહિ માનુગા"  અને સુધા કઈ ન બોલી,પણ એકી તસે તે તેને જોતી રહી,
" એક દિનમેં મેરા મકસદ પુરા હો જાયેગા માં,તું સુને યા નાં સુને મગર મુઝે કહેનાં હૈ," અને બારણા ઉપર ટકોરા પડ્યા,ચાલતી ચર્ચા રોકાઈ ગઈ,વાતાવરણ માં શાંતિ છવાઈ ગઈ,જુવાન ઉપર છુપાઈ ગયો,ઉભી થતી નવી સમશ્યા સાથે પડકારના રૂપમાં ઘરનું વાતાવરણ ફેરવાઈ ગયું,બારણાંની  નોક્માથી સુધાએ જોયું,પોલીસના બે માણસો  દેખાયા,એટલે તેણે રોહનને ઈશારો કરી જુવાનને ચેતવવા કહ્યું,અત્યાર સુધી  મા માં કરતા જુવાનને એમ એકદમ પોલીશથી બચાવવા તેની મમતા જાગી ઉઠી,જાગૃતિ પણ પોલીસનું નામ સાંભળતા અવાક થઇ ગઈ,જ્યારે કૈક છુપાવવાનું આવે ત્યારે ચહેરો તેની પહેલી ચાડી ખાય તેથી સુધાએ  પોતાના મનને ખુબજ મક્કમ કરી બારણું ઉઘાડ્યું,પોલીસ રાઈફલ અને ડંડા સાથે સુધાને ખસેડી,ઘરમાં ગુસી ગઈ,સુધા મોટેથી બુમો પાડતી  સામનો કરવા

લાગી, પણ કોઈએ સાંભળ્યું નહિ,અને રોહન રોકવા લાગ્યો તો તેને પણ પછાડી એક જણ તેની  સામે જઈને ઉભો રહ્યો, જાગૃતિએ  જોયું બન્નેની નજર સારી ન હતી, એક જણાએ રાઈફલ રોહન તરફ ટાંકી,સુધા તેને રોકવા દોડી પણ તેને ધક્કો મારી પાડી નાખી,

"બહુત દાદાગીરી કરતા થા,કોલેજ્મે,મગર તેરી બહેન કો અગવા કરતે હૈ,અબ જો ચાહે કર લેના,"અને એક જાગૃતિ બાજુ ધસ્યો,જાગૃતિ સીડી તરફ દોડી ગઈ,તેને પોતાનો ભાઈ કોલેજથી આવ્યો ત્યારે કેમ નિરાશ હતો તેનું ભાન થયું,પણ તેનો પગ પકડાઈ ગયો,સુધા બેહોશ થઇ પડી રહી,જાગૃતિએ ચીસ પાડી અને જેમતેમ પગ છોડાવ્યો,અને તેની ચીસથી છુપાયેલો જુવાન બહાર આવી ગયો,તે પરિસ્થિતિને પામે તે પહેલા જાગૃતિ ઉપર ધસી આવી,મોટેથી બોલી,

"આ પોલીસ નથી,...."જુવાને તેને ઉપર ખેચી લીધી અને પેલાને જંપ મારી પકડી લીધો,પેલાના ગળાની આસપાસ એક જોરદાર પક્કડ જકડાઈ ગઈ,તે જમીનથી અધ્ધર ઉચકાઈ ગયો,અને તેના ગળાની આજુબાજુ એવી ભીસ જકડાઈ ગઈ તે તડફડવા લાગ્યો,અને તમન્ચાને બીજા હાથથી બીજા સામે ટાંકતો તે સીડી ઊતરવા લાગ્યો,પેલો રાઈફલથી તેનું ઐમ લે તે પહેલા તમન્ચામાથી ગોળી છુટી પેલાના ખભાને વીંધતી ગઈ,પેલો પડ્યો,ઘરનું વાતાવરણ હિંસક  બની ગયું,તેણે હાથ ઉંચો કરી યુવાનને રોકાઈ જવા કહી શરણે થઇ ગયો,જુવાને રોહનને તેને બાંધી દેવા કહ્યું,રોહને તેમ કર્યું,અને બીજાને પણ બાંધી દીધો,બધું  સલામત લાગતા જાગૃતિ માં પાસે દોડી ગઈ અને પાણી લઇ આવી તેના ચહેરા ઉપર છાટ્યું,તેણે આંખો ખોલી,અને

" ઓ ભગવાન આ બધું શું થઇ ગયું..."તેના મોઢામાંથી આહ નીકળી ગઈ,

"માં સબ સલામત હૈ,મગર યે તમંચા ન હોત તો....!! "

"નાં બેટા કશું નાં કહેતો,ઘણું બધું થાત પણ તારો ખુબ આભાર,"પેલા બંને આ ખડતલ યુવાનને

જોતા રહ્યાને એક જણાએ કહ્યું,

"પ્લીઝ,આપ કૌન હો  " અને જુવાને કહ્યું,

"તુઝે જાનનેકી જરૂરત નહિ,ગોડ્કા પાડ માન કે તું બચ ગયા,દુસરી બાર કોઈ નહિ બચેગા"

" માં,મૈ યહા અબ બહુત દેર નહિ રુક શકતા,મેરેકો જાના હોગા,"અને સુધા બોલી

'અચ્છા બેટા,મૈ તુઝે નહિ રોકુંગી,મગર ફિર કભી આના,અબ જો ભી કુછ હોગા તું ચિંતા મત કરના અપને આપકો સમ્હાલ્ના,હમ હમારી તકદીરકે સાથ લડ લેંગે" અને જુવાને માને આલિંગન આપ્યું,જાગૃતિને આલિંગન આપ્યું,રોહન સાથે હાથ મીલાવ્યો અને  પેલા તરફ ચેતવણી ની આંગળી ચીંધી,અને પ્રસ્થાન કર્યું ત્યાં જાગૃતિએ રોકી,બનાવેલું ખાવાનું સાથે બાંધી આપ્યું,જુવાન પાછળના દરવાજે જતો રહ્યો,જાગૃતિએ નોટીસ કર્યું પેલા બંને આ જોતા હતા,અને હવે પોલીસ આવશે તેમાં આ ભાંડો ન ફોડે,તેણે માને જણાવ્યું,માએ કહ્યું કે જે થાય તે,એમાં આપણે કશું કરી ન શકીએ,અને જાગૃતિની ચિંતા વધી ગઈ કેમકે,તે જુવાન હવે તેનો બીજો ભાઈ હતો,પોલીશ આવી, કાર્યવાહી થઇ,પેલા બંને ઉપર કેસ થયા,એક આરોપી ઘવાયો હતો તે પોલીસની મુખ્ય નોધ હતી,પણ ઘરના સભ્યો પાસેથી કોઈ માહિતી ન મળી,જાગૃતિને એક વાતથી રાહત થઇ કે કેસ ચાલશે ને આરોપી પાસેથી માહિતી મળશે ત્યાં સુધી તો કામ પતાવી જુવાન નીકળી ગયો હશે,આમ પણ તેને પોલીસ શોધતી હતી પણ હવે,તે આ ઘરમાં હતો તેની

માહિતી મળતા,ઘરના બધા સભ્યો કોર્ટ અને પોલીસ નાં સકંજામાંથી મુક્ત ન હતા,અને તેની ચિંતા જાગૃતિને સતાવતી હતી,જાગૃતિનું નાનું મન ચિંતાઓના વમળમાંથી બહાર આવવા ફાફા મારતું હતું,પણ કોઈ રસ્તો ન હતો,બિચારી જાગૃતિ....!!

 

સમાપ્ત

No comments:

Post a Comment