પ્રસાદ (સન ૨૦૧૫ ની પ્રથમ વાર્તા)
નવનીતલાલને વાર્ષિક ચેક અપ માટે જવાનું
નક્કી હતું,અને જમનાબેન વારેગડી
તેમને યાદ કરાવતા હતા,પોતાની પત્નીના આ વર્તાવથી નવનીતલાલ પરેશાન હતા, અત્યારસુધીની જિંદગીમાં કોઈ રોગ નહોતો તોય અમેરિકામાં
આવ્યા પછી શ્રુતિની જીદથી આજે તેના એક જાણીતા તબીબ પાસે બતાવવા જવાનું હતું,પહેલું વર્ષ હતું,
શ્રુતિની જોબનો પગાર સાંભર્યા પછી જે સગાસબંધી જમનાબેનને મળતા ત્યાં ખુબજ રૂઆબથી વાત કરતા,ખુબજ પૈસા સાથે શ્રુતિની જીંદગી એન્જીનીયર પતિ સાથે
ખુબ ખુશાલ હતી,તેના લગ્નને ત્રણ વર્ષ
પુરા થયા હતા,લગ્નજીવન ખુબ સુખી હતું
જ્યારે પોતાના માતા પિતાને અમેરિકા બોલાવવા માટે રાજીવને વાત કરી તો તેણે તરત પત્નીની
વાતમાં 'હા' કહી દીધી,શ્રુતિ ખુબ ખુશ થઇ ગઈ,એકની એક દીકરીના આમંત્રણથી નવનીતલાલ કરતા જમનાબે ખુબ ખુશ થઇ ગયા,ભારત છોડ્યા પછી પહેલો વિચાર
તો એ આવ્યો કે સમય કેમનો પસાર થશે,અહી પુરા માન સાથે મિત્રો સાથે ગુજરતી જિંદગી ત્યાં અમેરિકામાં
કેવો વણાંક લેશે,આ એક જોખમ હતું,પત્નિને વાકેફ કરતા,તેમની એકની એક તો દીકરી હતી એટલે
કોઈ નિદાન ન થતા પરેશાનીએ પહેલી વખત નવનીતલાલની
જિંદગીમાં પગ પેસારો કર્યો હતો અને દાજ્યા ઉપર દામ તેમ જમનાબેન ની પાછળ પરાણે ખેચાતા
દીકરીના પ્યારનો તે ભોગ બન્યા હતા અને આજે પાછું ચેક અપ,શ્રુતિ આજે વહેલી આવી જવાની હતી,અને જમાઈ તો મોડા આવતા હતા એટલે જમનાબેને ત્રણ જણાં માટે
ગરમ નાસ્તો બનાવી
રાખ્યો હતો,ઉમરે પાસઠ પુરા કરી છાસઠમાં
પડાવ નાખ્યો
હતો,આગળ જવા વિચાર નહોતો,આત્મા મુઝાતો હતો,આટલી તંદુરસ્ત બોડીને તોડવા આ એપોઈમેન્ત નું સર્જન થયું
હતું,દીકરી કહે આ અમેરિકા
છે એકવાર બધું ચેક કરાવી લેવું સારું,પપ્પાના હાથ ઊંચા થઈ દીકરીને ખુબ સમજાવવાની કોશિશ કરી રહ્યા
હતા કે પપ્પા અત્યાર સુધી તો ખુબ તંદુરસ્ત છે,પણ જમના બેન જાણે વચમાં આવીને દીકરીની વાત સાવ સાચી
હતી તેની પ્રતીતિ કરાવતા હવે બીજો કોઈ છૂટકો નહતો,વાર્ષિક ચેક અપ
હવે કાયમ માટે ગુસવાની તૈયારી કરીને
આવી ગયું હતું,ભારતમાં પતિની કોઈ વાત
ન ટાળતાં જમનાબેન, દીકરી કઈ કરે કે કહે તે આપણા ભલા માટેજ કહેને,એમ કહી સમજાવતા,નવનીતલાલ બાળકના રૂપમાં પોતાને સમજવા લાગ્યા હતા,તેમને આ બધું સાચું હતું પણ બરાબર
નહોતું લાગતું,અને ચેક અપ પછી આ નીરોગી બોડીને જો કોઈ રોગનું પ્રતિક લાગી ગયું તો
થયું પછી ..!!,અને ભારતમાં તો તબીબો
પણ મિત્ર હતા અહી આ છોકરીનો દાકતર અમેરિકન અને કેમનું સમજાવવું,જે કઈ નિદાન કરે તે માનવાનું,અને તે પ્રમાણે પછી વર્તવાનું,ભારતમાં હતા ત્યાં સુધી બધા તેમને
સાભળતા હતા હવે બધા તેમને સંભળાવશે,બિચારા નવનીતલાલ,માં બેટીની હંમેશની ખુશી ખોવા નહોતા માંગતા એટલે ખેચાતા
હતા,ખુબ મોટું ઘર હતું,બધીજ સગવડતા હતી,ઘરમાં ધોતી પહેરીને ફરતા નવનીતલાલના
પહેરવેશનો કોઈને વાંધો ન હતો,જમના બેન પણ ગુજરાતી સાડી જ પહેરતા,પણ બહાર જવાનું થતું ત્યારે પાછું,બદલવું પડતું અને શ્રુતિને ભારતીય
પોશાકમાં કોઈ વાંધો ન હતો પણ મમ્મીને હવે પ્રસંગ સિવાય પેન્ટ શર્ટ પહેરવાનું ફાવી ગયું
હતું,શરૂશરૂમાં નવનીતલાલની સામે જોઇને હસી લેતા પણ હવે પલ્લે પડી ગયું હતું,
જમનાબેને ગરમ નાસ્તો બનાવ્યો હતો પણ નવનીતલાલનું મન લાગતું ન હતું જાણે પેટમાં આફરો ચઢ્યો હોય તેવું
મોઢું થઇ ગયું હતું,ભારતમાં તો જમનાબેન કઈ થાય તો શું થયું અને કેટલાય પ્રશ્નોની
ઝડી વચ્ચે ચિંતિત થતા પણ અહી એજ ચિંતા કરવાવાળું મન હતું પણ બદલાઈ ગયું હતું,જવાનું હતું એ નક્કી
હતું,ચેકઅપ એ સારું કામ હતું,
દિકરી પોતાના જીવન સાથે જોડાતી બધીજ વાતો
અને વ્યક્તિમાં કોઈ અડચણ નાં હોય અને બધું એકદમ ચોખ્ખું હોય એવો વિચાર ધરાવતી હતી,અને એટલેજ પપ્પા મમ્મીના
જીવન માટે બીજું બધું સરળ હતું પણ ઉમરના પડાવ પ્રમાણે તબિયત એ પહેલો પ્રશ્ન હતો અને
તેનું નિદાન થવું જોઈએ એટલે તેના જાણીતા તબીબને ત્યાં જવાનું નક્કી થયું હતું,સારો વિચાર હતો અમેરિકામાં
રહીને તેને કોઈ ખરાબી લાગી નહોતી,પતિ આઝાદ વ્યક્તિ હતો પણ ટોટલી
વેજીટેરિયન,નો ડ્રીંક ,નો સ્મોક,માં-બાપના ઉછેરમા શ્રુતિ
પુરા વ્હાલથી મોટી થઇ હતી અને નસીબજોગે અહી અમેરિકામાં પણ ખુબ સારું હતું,એટલે પપ્પા મમ્મી માટે
તેને એટલુજ વ્હાલ હતું બસ ચેક અપ માટે પપ્પાની
થોડી નારાજગી તે જોઈ શક્તી હતી,પણ જરૂરી હતું,જમાઈ પણ સારા હતા,બીજો કોઈ સવાલ નહોતો,એટલે આવીને પપ્પાની નારાજગી તેને સમજવી હતી,બધું બરાબર હતું ફક્ત
જમનાબેન કોઈ પણ ચર્ચામાં દીકરીના ચહેરા સામે જોઇને નિર્ણય લેતા,એટલે પતિના વ્હાલમાં
ઓછપ ન હતું પણ પતિની ઢીલાસનો ફાયદો લેવાતો હતો,એમતો નવનીત લાલ ની આંખો જો થોડીક
લાલ થાય તો પાછું બધું બદલાઈ જાય પણ જાણી જોઇને વહાલની ભરતીમાં તે ઓટ જોવા નહોતા માંગતા,સહન ન થાય તો કિચનની ખુરશી માં કે સોફા ઉપર બેસી જતા, ચેક અપ એ કોઈ
મોટો પ્રશ્ન ન હતો,ભારતમાં પોતાના ડોક્ટર મિત્રને ત્યાં ઘણા સબંધીઓ સાથે જતા પણ જ્યારે તેમના મિત્ર
કોઈ વખત ચેક અપ માટે પૂછતા તો તે નારાજ થઇ જતા એટલે આટલી જિંદગી સુધી કોઈ ચેક અપ ન
હતું કોઈક વખત પેટમાં દુખે તો અજમો ને મીઠું ભેગું કરી જમનાબેન વાટી આપે એટલે ફાકી
મારી જતા પણ અહી જમનાબેન પણ એવો આદર ભૂલી ગયા હતા,શ્રુતિ ઘણી વખત પપ્પા મમ્મી વચ્ચેની આ ઠંડી લડાઈમાં
સામેલ થઈને હળવેથી કહેતી પણ ખરી પણ પછી પોતાનું કહેણ પાછું લઇ પપ્પા મમ્મીને વળગી પડતી,ડોર બેલ વાગતાજ રાહ જોઇને બેઠેલા
જમનાબેને બારણું ઉઘાડ્યું,એટલે ટકોરનો લાભ લઇ નવનીતલાલે કહ્યું
"આજે મમ્મીએ ડોર હોલમાંથી
નહોતું જોયું,"
અને હસતી શ્રુતિ મમ્મી બાજુ ફરી એટલે તરત જવાબ આવ્યો,
"અમને ખબર છે,કે જોવાની જરૂર નહોતી,શ્રુતીજ આવવાની હતીને"અને
હાથમાં વેલણ એમનું એમજ પકડેલું હતું એટલે શ્રુતિ થોડી વધારે હસી અને પપ્પા બાજુ ફરીને બોલી
"પપ્પા સાવધાન,મમ્મીએ હવે શસ્ત્રો પકડવા માંડ્યા
છે"અને જમનાબેનને હકીકતની ખબર પડી એટલે હસ્યા અને બોલ્યા
"હવે બાપ બેટી એક થઈને
હુમલો કરો તો એય કરવું પડે,તારા પપ્પાને બતાવવા
નથી જવાનું,ચાલો જીભાજોડી કર્યા
વગર નાસ્તો કરો,ઉઠો"ઘણા વખત પછી
નવનીતલાલ પણ હસ્યા
"જો જે વેલણ હોય ત્યાં સુધી બરાબર પણ આ શ્રુતિ ચપ્પાનો સેટ લાવી
છે તેનો ઉપયોગ ન કરતી" અને
"હાય હાય" શબ્દોની
અસરમાં શ્રુતિ જમનાબેનને ગળે વળગી ખુબ હસી,નવનીતલાલે કિચનની ખુરશીમાં સ્થાન લીધું, જમનાબેનને ગળે વળગેલી શ્રુતિએ સાથે સાથે પપ્પાના ચહેરા
ઉપર ઉપસી આવેલું હાસ્ય પણ જોયું જે ચેક અપ કરાવવાના નામે ક્યાંક અલોપ થઇ ગયેલું હતું,હવે તેની માવજત કરવાની તેને જરૂર
લાગી,હવે તે જતું ન રહે,એટલે હળવે રહીને કહ્યું,
"
મમ્મી પપ્પા એકલાનું ચેકઅપ નથી કરાવવાનું
,તારું હો સાથેજ કરાવવાનું
છે,"
"અલી બોન,મશ્કરી નથી કરતીને?.."અને શ્રુતિ ગળેથી અલગ
થતા બોલી
“એમાં મશ્કરી શું મમ્મી...?,રીઅલ ચેક કરાવવાનું છે
"
"પણ શું કામ..?"અને વચ્ચે નવનીતલાલ બોલ્યા
"કેમ કે આ અમેરિકા
છે,અને ચેક કરાવવું પડે,મને કેતા તા,હવે જાત ઉપર આવ્યું તો આંખ પહોળી
થવા માંડી,"અને એકી તસે મમ્મી તરફ
જોઈ રહેલા પપ્પાને જોઈ શ્રુતિ અચરજ સાથે હસતી રહી,
"તમે તો બોલતાજ નહિ."
પણ અવાજમાં એટલો બધો ભાર ન હોતો,કદાચ ચેક અપ હવે નવનીતલાલ તરફથી ખસીને જમનાબેનનો બોઝો વધારવા
પ્રયાસ કરી રહ્યું હતું,અને શ્રુતિ મઝા લેતી કહેતી જતી હતી
"
તમે બંને આટલા બધા પરેશાન કેમ"અને પપ્પાનો અવાઝ આવ્યો
"મને કોઈ વાંધો નથી"અને
જમનાબેન કટાક્ષમાં બોલ્યા
"વાંધો હોય તો પણ શું
કરે,અત્યાર સુધી મોઢું તમારુજ
કરમાયેલું હતું"અને હાસ્યને થોડું ખુલ્લું કરતા નવનીતલાલ બોલ્યા,
"જો તમારા ચેક અપ માં
સુગર આવી તો પડોસીને ત્યાં કથામાં સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાવા નહિ મળે"અને જમનાબેનને પણ પરાણે હસવું પડ્યું,પણ બોલ્યા તો ખરાજ,
"અહી કયો શ્રુતીનો પાડોશી
કથા કરાવવાનો હતો તે પ્રસાદની ચિંતા,એકબાજુ વ્હાઈટ અને બીજી બાજુ બ્લેક,પણ તમે કહેશો તો એય કથા કરાવશે"
અને આમ પપ્પા મમ્મીને રાજી જોતી શ્રુતિએ વચ્ચે કટ કરતા કહ્યું
"હવે ચર્ચા ગાડીમાં કરવાની
છૂટ છે" અને આમ ચેક અપનો મામલો થોડો ઠંડો પડતો આગળના પડાવ તરફ ગતિમાન થયો,શ્રુતિએ સિક્યુરીટીના બટનો દબાવી
દોર બંધ કર્યું,બધા કારમાં બેસતા કાર
ગતિમાન થઇ,હવે જમનાબેનને બેલ્ટ
પહેરવાનું ફાવી ગયું હતું,પહેલા શ્રુતિની મદદ લેતા હતા,જમાઈની ગેરહાજરીમાં નવનીતલાલ શ્રુતિની બાજુમાં બેસતા,પણ કાર મોટા ભાગે શ્રુતીજ ચલાવતી,એકાદ કલાકમાં ડોક્ટરનું સ્થાન
આવી ગયું,અને શ્રુતિએ પૂછ્યું,
"બધું બરાબર મમ્મી..?"અને તરતજ જવાબ આવ્યો
"તારા પપ્પાને પૂછ"અને
હવે જાણે પપ્પાનું પાસું ઊંચું હોય તેમ જમનાબેન
તરફ જોતા
"આપણને કોઈ વાંધો નથી.."અને
બધા કલીનીકમાં ગયા. પહેલી વખત ચેક અપ માં આવેલા પપ્પા અને મમ્મીને ખુરશી પર બેસવાનું કહેતી શ્રુતિ
બારી ઉપર પડેલા પેડ ઉપર પપ્પા મમ્મીનું નામ લખ્યું,રીસેપ્નીસ્ત
સાથે નજર મળતા મેડિકલનું કાર્ડ આપ્યું,શ્રુતિને ઓળખતી હતી એટલે સ્માઈલ આપી તેણે બધું નોધ કર્યું, અને પછી મમ્મી પાસે આવી બેથી,પેસંત હતા એટલે અડધો કલાક પછીજ
બોલાવશે,એવું તેનું અનુમાન હતું,અત્યાર સુધીની શ્રુતિની બધી પ્રક્રિયાઓ
જમના બેન એકધારી જોઈ રહ્યા હતા જ્યારે નવનીત લાલ બાજુમાં પડેલા માસિકોમાં મન લગાવવાનો
પ્રયત્ન કરતા હતા,આજુબાજુ કોઈ દેશી પેસંત
ન હતું નહીતો જમનાબેન વાતે વળગી જાય,પણ શ્રુતિ બેથી એટલે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તેમાં
શરૂઆત મોટા અવાઝથી થઇ એટલે શ્રુતિએ તરત કંટ્રોલ કરી મમ્મીને ધીરેથી બોલવા કહ્યું ,પણ ઘડીક વાર માટે આજુબાજુવાળાની
નજર તેમના પર સ્થિર થઇ,પણ પછી બધું યથાવત થઇ ગયું,
"શ્રુતિ,ચેક અપમા શું કરશે..?"
"કઈ નહિ,ખાલી શરીરનું ચેક અપ
કરતા ડોક્ટરને જે અગત્યનું લાગે તે ચેક કરશેઁ, અને લોહી તો
લેશેજ કેમકે તે ખુબ અગત્યનું છે,એમાં મોટે ભાગે શું ખામી છે તેની ખબર પડી જાય,પણ ટેસ્ટીંગ નાં રીઝલ્ટ અઠવાડિયા
પછી આવશે,કેમકે બધું લેબમાં ચેક
કરવા મોકલશે,"
અને બાજુમાં બેઠેલા નવનીતલાલ બોલ્યા
"એટલે જેટલો પ્રસાદ ખાવો હોય એટલો અઠવાડીયા સુધી ખાઈ લેજે,નહિ તો પછી,સુગર બંધ..!"
"તે તમે ખાવાના હોય તો આજે ઘરે ગયા પછી બનાવી આપીશ"અને નવનીતલાલ હસ્યાને
બોલ્યા
"એ તો પ્રસાદ થોડો કહેવાય,શીરો કહેવાય."
"તે તમને દીવો કર્યા પછી લાલા પાસે ધરાવીને આપીશ,પછી તો નામ બદલાઈ જશેને,"હવે ચર્ચાને વધારવી જરૂરી
લાગતા,પપ્પાને વિચારતા જોઈ
શ્રુતિ પણ ખુશ થઇ,
કેમ કે હવે ચર્ચામાંથી ચેક અપની ચિંતા
કોઈને તકલીફ કરતી ન હતી,અને પપ્પા મમ્મી ની ચર્ચામાં
એન્ટ્રી મારતા તે બોલી,
"આજે તમારા બંનેના વિચારમાં મીઠાસ વસી ગઈ છે તો આજે એવુજ ખાવા મળશે,પછી ની વાત પછી,"
"નાના બોન ,મીઠું એટલું ઝેર,"
"તે,તું ન ખાતી,પણ દીકરીની ઈચ્છાનો પપ્પા વિરોધ
નહિ કરે,તું તારે દીવો કરીને
ધરાવી દેજે પછી અમે તેને ન્યાય આપી દઈશું,"મીઠી ચર્ચામાં બારણું ખુલ્યું અને નર્સે નામ બોલતા શ્રુતિ
મમ્મીને લઇ નર્શને ફોલો અપ થઇ, પપ્પા તરફ જોઈ સ્માઈલ
આપ્યું,અને બારણું બંધ થયું,થોડીવારમાં એક રૂમમાં નર્સે જમના
બેનનું વજન કર્યું,બ્લડ પ્રેસર માપ્યું,કાર્ડિયાક રીપોર્ટ માટે જરૂરી ટેસ્ટ કર્યા,ડોક્ટર આવ્યા,જમના બેન ને તો હાઈ નો જવાબ હાઈ
કહીને આપવાનો હતો,બાકીની બધી વાતચીત શ્રુતિ સાથે થતી રહી,બધા રીપોર્ટ ચેક થઇ ગયા અને છેલ્લે ડોકટરે શ્રુતિને હસતા હસતા કઈ પૂછ્યું
અને શ્રુતિ એ જવાબ આપ્યો 'બધું બરાબર' એટલે જમનાબેન તરફ ફરી હાથ મિલાવ્યો અને કહ્યું,'બધું બરાબર' અને જમનાબેને હસતા હસતા માથું
હલાવ્યું અને ડોક્ટર હસતા હસતા ગયા,ડોક્ટર ગયા પછી જમનાબેનને શ્રુતિ બ્લડ ટેસ્ટીંગ માટે લઇ ગઈ,થોડીવારમાં પપ્પાનો નંબર આવ્યો એટલે શ્રુતિ તેમને લઇ ગઈ બધું બરાબર
હતું ચેક અપ થઇ ગયું,બ્લડ રીપોર્ટ સિવાય બધું બરાબર હતું,એટલે પપ્પા મમ્મી બંનેના ચહેરા ઉપર ખુશી દેખાતી હતી,અને કાર માં બેઠા કાર ચાલુ કરીને
શ્રુતિએ કહ્યું,
"શું થયું,ખબર પણ ન પડીને ચેક અપ થઇ ગયું,હવે શાંતિને...!"
અને પપ્પાથી ન રહેવાયું,
"મારે તો શાંતિજ હતી બધી
અડચણ તારી મમ્મીને હતી,પ્રસાદનો સ્વાદ હજુ જીભ ઉપર એવોને એવો છે,લાળ ગળે ઉતરતી મને અહીંથી દેખાઈ છે,"અને શ્રુતિએ મમ્મી તરફ
જોયું એટલે જવાબ આવ્યો,
"તારા પપ્પા વાયડા થયા છે,બોન તું સાચવીને ગાડી ચલાવજે,આજે આખો દા'ડો પ્રસાદ ચાલવાનો છે".અને
હાસ્યના વહેણ વચ્ચે કારને પાર્કિંગ માંથી કાઢી શ્રુતિ ઘર જવા માટે મુખ્ય રસ્તા ઉપર
ભળી ગઈ,થોડીવાર શાંતિ
જળવાઈ અને ફરી પાછું પપ્પા તરફથી સંભળાયું
"શ્રુતિ તે ચીકી ખાધી
છે...!"અને શ્રુતિને સમજ ન પડી તે બોલી
"એ શું,પપ્પા"નવનીતલાલે પાછળ જોયું,જમનાબેન મરક મરક હસતા હતા
"તને ખબર નથી,સેકેલી સિંગ ને ગોળ ભેગો કરીને
ખાવ એટલે ચીકી ખાધી કહેવાય"
"એવું થોડું હોય,એવો સ્વાદ આવે પણ ચીકી તો બનાવવી
પડે" જમના બેન બારી બહાર જોતા બોલ્યા,
"એમ,તારે તો આજે મમ્મી ચીકી બનાવશે"નવનીતલાલના
જવાબ ઉપર શ્રુતિ બોલી
"અહી પટેલનો સ્ટોરે વચ્ચેજ
આવે છે તેમાં મળતી હશે તો લઇ લઈશું,"
"હવે એમને ચીકી ખાવી છે, જેમ ઉમર વધે એમ મીઠું ખાવાનું
ઓછું કરવાનું હોય ને,ખાવાના ભસ્કા તમને વધતા જાય છે,અઠવાડીયા પછી ખબર પડશે"એટલે તરતજ જવાબ હાજર હતો
"મને કે તમને"અને
સીટમાં થોડા અક્કડ થતા જમનાબેન બોલ્યા
"તમને...તમને"અને
શ્રુતિ તરફ જોતા પપ્પા બોલ્યા
"આ તો ન્યાય ન કહેવાઈ,આ તો તમારી ગરમી વધી એનો જવાબ
છે"
"હું કઈ ગરમ નથી થઇ,પણ તમારે ગરમ કરવી છે એટલે વાત
બધી ફેરવ્યા કરો છો."
"ફેરવ્યા કરો એટલે ચકડોળની
માફક,કે પછી ધીરે ધીરે ઘાણીની
માફક "
"હવે શ્રુતિને બરાબર ગાડી
ચલાવવા દેશો,"
"એ તો ટેવાઈ ગઈ છે,કેમ શ્રુતિ," અને શ્રુતિએ હસતા હસતા
ડોકું હલાવ્યું,
"સારું ચાલો,જવા દો બધી વાત,પ્રસાદની વાત ઘરે ગયા પછી કરીશું,"પણ જવાબ પૂરો થયો ને
જમનાબેન બોલ્યા
",હવે પાછી બીજી કથા ઉપજી
આવી છે"
"ના,ના કથા નથી,પણ શ્રીનાથજીના મંદિર ગયા ત્યારે
તમે બધા અંદર હતા,અને હું બહાર ઉભો હતો,ત્યારે એક માજી,ત્યાંથી તેમના કુટંબ સાથે પસાર થતા મારી પાસે અટક્યા અને બોલ્યા,
"તમે રોજના આવવા વાલા
આજે મોડા કેમ પડ્યા"અને હું ડઘાઈ ગયો,માજીને હું ઓળખતો પણ નહોતો, માજીનું મોઢું હાલતું
હતું,મને થોડુક મઝાક જેવું
લાગ્યું પણ મન મનાવ્યું કૈક ખાતા હશે ,અને વચ્ચે વાત કાપતા જમનાબેન બોલ્યા
“ પરસાદ વળી,મંદિરમાંથી બહાર નીકળે તો પ્રસાદજ
ખાતા હોયને..”અને જમનાબેન તરફ એકધારી મંડાયેલી
નવનીતલાલની આંખોએ પ્રાણ છોડી દીધા હોય તેમ પલકારા માર્યા વગરની સ્થિર થઇ ગઈ પાછી પ્રસાદે
દેખા દીધી,અને શ્રુતિ પણ હસી પડી,પપ્પા મમ્મીની કાપાકાપી તેને
ખુબ મઝા પૂરી પાડતી હતી, નવનીતલાલે પરિસ્થિતિ
ઉપર કાબુ કર્યો અને આગળ ચલાવ્યું, મને લાગ્યું કે,બિચારા માજીએ કૈક પૂછ્યું છે તો એટલાજ આદરથી મેં જવાબ
આપ્યો
"ના ના માજી હું મોડો
નથી પડ્યો,હું દર્શન કરીને હમણાજ
બહાર આવ્યો,"પણ તરતજ તેમણે કહ્યું
"તે તમારા ઘરથી હો આયા
છે"એટલે મેં કહ્યું
"હા,એ લોકો આવેજ છે,"અને પછી ભૂરા સાડલાની
કોર માથે સરખી કરતા બોલ્યા,
"એ લોકો એટલે છોકરા હોત
આયા છે"એટલે મને થોડો મારો આદર મોંઘો પડતો દેખાયો પણ હિંમત રાખી ને કહ્યું"
"હા, મારી દીકરી જમાઈ સાથે છે"પછી
બીજા પ્રશ્નની રાહ જોતો હતો,પણ એમનાથી થોડું દુર ગયેલા કુટુંબમાંથી એક ઢીંગલી દોડતી આવી,બરાબર ઢીગલી જેવીજ, લીલા ચણિયા ચોળી ને કપાળમાં નાનો લીલો ચાંલ્લો,ને હસતી માજીનો હાથ પકડી,કાલું કાલું બોલી
"દાદી,ચાલો ભૈલાને મિટિંગમાં જવાનું છે, તે મોડું થાય છે એવું મમ્મી કે છે"અને
માજીને ખેચવા લાગી અને માજી બોલ્યા
"તું મને પાડી નાખીશ બેટા,ચાલો.."અને મારી સામે તે જોવા માંડી એટલે મેં કહ્યું
"ઢીંગલી"એટલે તેણે કહ્યું
"મારી ઢીંગલી તો ગાડીમાં પડી છે,"અને માજી ખુશ દેખાતા હસતા હસતા બોલ્યા
"મારા દીકરાની છોડી છે,જહાનવી"
"એમ ,ઘણી પ્યારી બેટી છે,આવજે બેટા "
પણ તેનો પ્રયાસ જવાબ વિહીન માજીને લઇ જવાનો રહ્યો પણ માજી બોલ્યા '
"આવજો ભઈ , જય શ્રી કૃષ્ણ."મેં
હાથ જોડી જય શ્રી કૃષ્ણ કહી આદર કર્યો,અને દીકરીની નજર મારા તરફ મંડાયેલી રહી, મેં જોયું,માજી અને એ નાની ઢીંગલી સિવાય
બીજા કોઈને મારી કિંમત ન હતી,એટલે કદાચ શ્રીનાથજીના દર્શન મારા માટે ફળદાયી મને તો લાગ્યા,વાત સાંભળી,શ્રુતિ બોલી
"ગ્રેટ પપ્પા,એ બહુ સારું કહેવાય,નહિ મમ્મી"
જમનાબેન સંમત જણાયા અને ઘર આવી ગયું,ચેક અપની યાત્રા પૂરી થઇ ,ઘરે આવી કપડા બદલી સહુ કિચનના ટેબલ પાસેની ખુરશીમાં બેઠા,બધાના ચહેરા ઉપર ખુશી દેખાતી
હતી,જમનાબેને ચા મૂકી થોડો
ગરમ નાસ્તો બનાવ્યો,અને એક કીડી કિચન ટેબલ પર ફરતી હતી એટલે,શ્રુતિએ હાથ ઉંચો કરી તેને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો
એટલે,નવનીતલાલે તેનો બચાવ
કર્યો અને શ્રુતિને 'જીવ બચાવ'
ની સલાહ આપી શ્રુતિને પણ લાગ્યું કે દુનિયામાં જીવવાનો દરેકને હક્ક છે,એટલે પપ્પાનો ખુબ આભાર માન્યો,એક જીવ બચી ગયો,કોને ખબર પાપ પુણ્યની શ્રુતિને
ખબર હશે કેં કેમ ,અને કેટલાય જીવ રોજના
મરતા હશે,ને ખબરે પડતી નહિ હોય,વિચારી તો જુઓ તમારી જાતને એની
જગ્યાએ મૂકી,પરસેવો પરસેવો વળી જશે,પણ કોને નવરાશ છે,નજર બહાર જોવાની,જમનાબેને ચા ટેબલ પર મૂકી એટલે
પપ્પાને શ્રુતિએ હસતા જોયા અને મમ્મી તરફથી સવાલ આવ્યો,
"હવે પાછું શું થયું "અને પપ્પાએ
શ્રુતિ તરફ જોયુંને કહ્યું
" વાલિયા લુંટારાની વાત સાંભળી છે બેટા " શ્રુતિએ ડોકું ધુણાવી નાં પાડી
એટલે નવનીતલાલ બોલ્યા,
તો સાંભળ બેટા,આ પાપ પુણ્યનો મહિમા અહી આવે છે "એટલે શ્રુતિ એક મગ્ન થઇ સાંભળવા માંડી, "પણ બેટા વાર્તાનો અંત
તારા પપ્પા મમ્મીને લક્ષ્યમાં રાખીને પૂરો કરશે, એવું મને તો દેખાય છે,"અને તરત શ્રુતિ બોલી
"હજુ પપ્પાએ વાત શરુ પણ
નથી કરીને તને એનો અંત દેખાવા લાગ્યો"અને
"પપ્પાની નજર જ્યારે ચોરની
માફક મમ્મી તરફ જોતી હોય ત્યારે જરૂર મમ્મી માટે કૈક ખતરો હોય "અને શ્રુતિ નિરાશા
તરફ જતી મમ્મીને વળગી પડી હૂફ આપવા અને નવનીતલાલ પોતાની કઈ જીત તરફ મુસ્કુરાતા હતા,અને જીત કોની સામે,શું પત્ની સામે જીતવામાં વધારે
પડતું ઝોખમ નથી લાગતું,અરે ભાઈ ઉમરના પડાવ ઉપર બહુ ઝઘડા સારા નહિ,મન મનાવી હસતા રહેવામાં મઝા,પણ કોણ સમજાવે,નવનીતલાલ તો કોઈ કેફની નશીલી
ભાષામાં બોલવા માંડ્યા
"શ્રુતિ બેટા,મમ્મીને બહુ વ્હાલ કરવાની જરૂર નથી,"અને મમ્મીની કમાન છટકી,
"છોડ,મને ને જા તારા પપ્પા પાસે,તને વાત સંભળાવશે નહિ ત્યાં સુધી
ચૈન નહિ પડે,"અને ખુશીનું વાતાવરણ
ફેરવાયું,
"મમ્મી અત્યાર સુધી બધુ બરાબર હતું અને હવે શું થયું "જયારે શ્રુતિ
તરફથી આકરો પ્રશ્ન આવ્યો ત્યારે,બંને તરફ અસર થઇ, પપ્પા મમ્મીને ખબર હતી કે જ્યારે બેટી બગડી તો હમણાં બધુજ બગડી
જશે,અને તેની અસરમાં થોડીવાર
બધું શાંત થઇ ગયું,બંને તેમના સ્થાન પર સ્થગિત થઇ ગયા,પીન ડ્રોપ સાઈલંત,પણ શ્રુતિએ સ્થિતિ ઉપર કાબુ કરી પપ્પા મમ્મીની માંફીમાંગી,અને મમ્મીને વળગી પડી,મમ્મી એ ધીરે રહીને કહ્યું,
"તારા પપ્પાનો વાંક છે"અને
એ સાંભળતાં જ પપ્પા એ હાથ ઊંચા કર્યા પણ બોલ્યા
"મમ્મીની વાત સાચી છે,"અને જમનાબેન
બોલ્યા
" સાચું કહેજો અત્યારે તમારા મનમાં કઈ વસ્તુ વાલિયાની વાત ખેચી લાવી,"અને જવાબ આવ્યો
"આમ, વાલિયા વાલિયા શું કહે છે,થોડું માન આપ,એ વાલ્મીકી ઋષિ હતા જેમણે વાલ્મીકી રામાયણ લખ્યું,"અને
" હા તે ખબર છે, અને વાર્તાના અંતમાં પાપની ભાગીદારી
માટે મને પૂછવાના છો તે પણ ખબર છે,"અને એમાં નવનીતલાલ તરત બોલ્યા,
"તારી ભૂલ થાય છે,કળીયુગમાં કોણ ભાગીદાર બને,એ તો સતયુગની વાત હતી,"અને શ્રુતિ તરત બોલી,
"
મને લાગે પપ્પા હવે તો મારે વાત સાંભળવી
જ પડશે,
"અને પપ્પાએ બેટીને વાત સંભળાવતા કહ્યું,
'એક વખત નારદ મુની,કે જેઓ વિષ્ણુ ભગવાનના ખાસ ભક્ત
કે જેમની પાસે ત્રણેય ભુવનમાં ફરવાની શક્તિ,ત્રણ ભુવન એટલે,પૃથ્વી,સ્વર્ગ અને પાતાળ,એમને જ્યાં જવું હોય ત્યાં એ વીણા વગાડતા નારાયણ ભગવાનનું
નામ લેતા પહોચી જાય,તે એક વખત પૃથ્વી ઉપર ભગવાનના ગુણ ગાન ગાતા ફરતા હતા અને એમાં વાલીયો કે જે લુંટફાટ કરી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો તે મળ્યો
અને જે હોય તે આપી દેવા કહ્યું,નારદ મુનીએ કહ્યું,
"હું આ વિણાથી ભગવાન નાં ગુણ ગાન ગાઉ છું,મારી પાસે શું હોય"અને વાલિયા એ વિચાર્યું,વીણા લઇ લઈશ તો નારદજી ભક્તિ
કેવી રીતે કરશે એટલે તેને દયા આવી , તેણે તેનું મન બદલાઈ
તે પહેલા ત્યાંથી જતા રહેવા કહ્યું,નારદજી તેનો આભાર માની ચાલવા લાગ્યા પણ,તેમનું કાર્ય પૂરું ન થયું એટલે
ફરીથી અટક્યા અને પુછ્યું,ભાઈ વાલિયા આ લુંટફાટ તું કોને માટે કરે છે, તો તેણે તરત જ કહ્યું મારા કુટુંબ માટે,નારદજીએ કહ્યું કે આ પાપ કહેવાય
એની કરતા બીજું કૈક કામ કર,પાપ કર્યું તો તેનો ભગવાનને જવાબ આપવો પડે,તારું કુટુંબ તારા પાપમાં ભાગીદાર
થવાનું છે, અને વાલીયો વિચારવા
લાગ્યો,અને નારદ મુનિને ઉભા
રાખી તે કુટુંબના બધા સદસ્યોને પુછવા ગયો,પણ તેને નિરાશ થવું પડ્યું,પત્નીથી માંડીને સહુનો જવાબ નાં
માં હતો,
તેણે નારદજી પાસે આવીને તેનો એકરાર કર્યો
અને મુનિના પગે પડી ગયો ત્યાં નારદ મુનીએ દયા કરી તેને 'રામ' નામનો બે અક્ષરી મંત્ર આપ્યો,અને વાલિયા લુંટારાએ જીવનની સુધ બુધ ખોઈ મંત્રનો સતત જપ કર્યો, જ્યારે નારદ મુની કેટલાય વર્ષો
પછી પોતાના મંત્રનો પ્રભાવ જોવા આવ્યા તો વાલીયો આખા અંગે રાફડાથી ઢંકાઈ ગયો હતો,ફક્ત 'રામ' 'રામ'સંભળાતું હતું અને નારદ મુનીએ પ્રસન્ન થઇ કહ્યું,ઉઠો વાલ્મીકી તમારી તપસ્યા સફળ
થઇ,અને આમ વાલિયા લુંટારામાંથી
વાલ્મીકી મુનિનું પદ પામી તેમણે જીવનમાં વાલ્મીકી રામાયણ લખ્યું જે અત્યારે પણ વંચાય
છે, પપ્પાની વાત એકધારી
સાંભળી રહેલી શ્રુતિએ વાત પૂરી થઈને જોયું તો મમ્મી ઘડીભર નેપ લેતી હતી, અને શ્રુતિએ પપ્પાનું
ધ્યાન દોર્યું અને નવનીતલાલ ઉભા થયા,
"અહાહા બેટી,સ્વર્ગની અપ્સરાને પણ આટલી સુખી
ઊંઘ નહિ હોય,બેટા મને એમ લાગે છે
કે મમ્મી મારાથી હવે થાક અનુભવતી લાગે છે"અને વાક્ય પૂરું થાય ત્યાં જમનાબેન જાગ્યા,
"થોડીવાર આંખ મળી ગઈ..!"તેમણે
કહ્યું અને નવનીતલાલ બોલ્યા
"કોની સાથે..."અને
શ્રુતિ હસી,નવનીતલાલની કોમેન્ટનો
કોઈ જવાબ ન મળ્યો,
"મને જગાડી નહિ શ્રુતિ"અને
શ્રુતિ કઈ કહે તે પહેલા,
"પણ તને ઊંઘ કેમ આવી ગઈ,જગતમાં પતિ પત્ની નો સબંધ પ્રથમ
કહેવાય છે એટલે મારી સુમધુર વાત મારી બેટીને ગમી તમે ઊંઘી ગયા...?અને જવાબમાં
"આખી જીંદગી તો તમને સાંભળ્યા,હવે નવું શું કહેવાના હતા,અને સબંધની વાત કરતા હોય તો જગત
એટલે શું..?,પલે પલ જેમાં બદલાવ આવે,અને" કોઈ કઈ કહે તે પહેલા,
"મારે રસોઈ કરવાની છે,તમારી સાથે જીભા જોડી કરવાનો
મને ટાઈમ નથી,"
"આ જીભાજોડી નથી,મીઠી વાણીનો પ્રવાહ છે
"
"તે,શ્રુતિના અડોશી પાડોશીને સંભળાવો
ને તમારી મીઠી વાણી " અને બધા હસ્યા,શ્રુતિ વાળ સરખા કરતી હસતી હસતી બાથરૂમ બાજુ ગઈ અને
બારણું ઉઘડ્યું ,જમાઈ મમ્મી પપ્પાને જૈશ્રી
કૃષ્ણા કહેતા,ફ્રીજ બાજુ ગયા,એક રેડ બોક્ષ તેમના હાથમાં હતું
તે ફ્રીજમાં મુક્યું,તે ખુશ દેખાતા હતા,પણ જમાઈની હાજરીમાં થોડીવાર માટે સાસુ સસરા શાંત થઇ ગયા,અને જમાઈ પણ શ્રુતિની હાજરીમાંજ
ચર્ચામાં જોડાતા,સાસુ સસરાની આમન્યા જાળવતાં,
"શ્રુતિ ઉપર છે,"અને જમના બેન બોલ્યા,
"હા,કદાચ એ ઉપર બાથરૂમમાં ગઈ છે,"
"ઓકે,તો મમ્મી,ખાવાનું બહુ ન કરતા "
"કુકર તો મૂકી દીધું છે,પણ વાંધો નહિ"અને જમાઈ એ
સસરા તરફ જોતા કહ્યું,
"એક અમેરિકનની પાર્ટીમાં
જવાનું છે,બધાને આમંત્રણ છે,"
અને નવનીતલાલ હસતા હસતા બોલ્યા,
"હવે ,તમે બંને જજોને,અમેરિકન પાર્ટીમાં અમારું શું
કામ,.બોલવાની તકલીફ ને,બધાથી જુદું પડી જવાય,ખાવાનું જુદું હોય"અને જમાઈ
બોલ્યા
"પપ્પા,અમે બંને પણ વેજીટેરિયન છીએ,"
"સાચું પણ મમ્મીને પૂછી
જુઓ"અને જમનાબેન હસતા હસતા બોલ્યા,
"ના,ના, તમે બે જણ જઇ આવજોને …!"અને બહુ આગ્રહ ન કરતા,જમાઈ ઉપર ગયા,
થોડીવારમાં ખાવાનું થયું,શ્રુતિએ પણ પપ્પા,મમ્મીને આગ્રહ કરી જોયો,ઈચ્છા ન હોવાથી એ બાબતમાં ચર્ચા ન થઇ,ડીનર ટેબલ
ઉપર સહુએ થોડું થોડું ખાધું,અને અંતે જમાઈ ઉભા થયા,ફ્રિજમાંથી બોક્ષ કાઢ્યું અને બધાને પેંડા આપતા બોલ્યા,
"એક સારા સમાચાર છે, ઘરમાં એક નાના સભ્યનો તમારો સમય
પસાર કરવા ઉમેરો થવાનો છે,અને પપ્પા મમ્મીએ સમાચારને ખુબજ ખુશી સાથે વધાવી શ્રુતિને આલિંગન
આપ્યું,ખુશીથી ભરાયેલા વાતાવરણમાં
અડધો અડધો પેંડો જમાઈ અને દીકરીના મોઢામાં મૂકી નવા વર્ષના ગુરુવારે પ્રભુની કૃપાને
આવકારી,ખુબજ ખુશ એવા પતિ પત્નીએ
પેંડો એક બીજાના મોઢામાં મુકતા પ્રભુના પ્રસાદને માન આપ્યું.
સમાપ્ત.
No comments:
Post a Comment