Friday, February 27, 2015

આરતી શ્રી રંગ અવધુતજીની


આરતી શ્રી રંગ અવધુતજીની

જય પાંડુરંગ સ્વામી,ગુરુ જય અવધૂત સ્વામી.,
સહુમાં અંતર્યામી,પુરણ નિષ્કામી,ઓમ જયદેવ જયદેવ,
આરતી પ્રેમે ઉતારું,આણી ઉમગ હૃદયે,ગુરુ ,આણી ઉમગ હૃદયે
દર્શનથી દુઃખ ટાળો,ભાળો ભવસંગે જયદેવ જયદેવ,
સગુણ સ્વરૂપે દેવ,ભક્તની ભીડ ભાંગો,ગુરુ ભક્તની ભીડ ભાંગો
દુઃખી હૃદયને જાણી, દયા દિલે આણો,જયદેવ જયદેવ
પરમકૃપાળુ ગુરુદેવ,સહુને સુઃખ કરતા ગુરુ  સહુને સુઃખ કરતા
અંતરના આનંદથી,વિમુખ નવ કરતા  જયદેવ જયદેવ,
દેતા આપનું નામ સંકટ સહુ ટાળે,ગુરુ સંકટ સહુ ટાળે,
જનમ મરણની ભીતિ,દેખતા દુર થાશે જયદેવ જયદેવ,
જય પાંડુરંગ સ્વામી,ગુરુ જય અવધૂત સ્વામી.,
સહુમાં અંતર્યામી,પુરણ નિષ્કામી,ઓમ જયદેવ જયદેવ,


જય ગુરુદેવ દત્તા,જય શ્રી રંગ અવધૂત મહારાજકી
અવધૂત ચિંતન જય ગુરુદેવ

No comments:

Post a Comment