કાગવાસ શું કામ...... ?
વડ કે પીંપળા.. નાં ટેટા ગમેતેટલા...રોપશો તો પણ તે નહિ ઉગે.
પ્રકૃતિ પરમાત્માએ આ બે અતિ મહત્વના વૃક્ષ ઉગાડવા ...માટે અલગ ગોઠવણ કરી છે.
(પીપળ માટે તો ગીતામાં ભગવાને કહ્યું છે કે વૃક્ષ માં પીપળ હું છું)
આ પીપળ-વડ બન્નેના ફળ( ટેટા..) કાગડા ખાય...અને એમની ..હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે ફળ(બીજ) ઉગવા .. લાયક થાય છે તે સિવાય નહિ .માટે તો ધાબે..દીવાલનીકોટે...
જ્યાં જ્યાં કાગડો વિષ્ટા કરે ત્યાં ત્યાં આ બન્ને ઝાડ ઉગે છે.
પીંપળો...એકમાત્ર વૃક્ષ છે... જે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી દોઢ પ્રહર સુધી ઓક્સિજન ..આપે છે.
વડને જમીની અને હવાઈ(વડવાઈ) એમ બે પ્રકારના મૂળ છે.
આ વડવાઈ 100 ગજના વર્તુળનો ભેજ શોષી લૈઈ હવાને સૂકી રાખે છે... અસ્થમા જેવા... ફેફસાંના રોગ ન થાય એટલે તો વડીલો આ વૃક્ષ(વડ) નીચે બેસે . (*વડીલો આ ઝાડ નીચે બેસે એટલે તો તે વડલો કહેવાયો.*)
હા, વડ ના ઔષધીયગુણો અપાર છે.
આ *અતિ મહત્વના* વૃક્ષો .... કાગડાની મદદ વગર ઉગાડવા શક્ય નથી.
માટે આપણા સ્વાર્થ માટે પણ કાગડાઓને કોઇ પણ ભોગે બચાવવા પડે.
કાગડાના ઈંડામાંથી ભાદરવામા બચ્ચા બહાર આવે તો એને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે.
માટે ઋષિઓએ ..કાગડાનાબચ્ચાઓ
.ને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાદ્ધપક્ષમાં *કાગવાસ* ની ગોઠવણ કરી. જેથી કાગડાની નવી પેઢી ઉછરી જાય.
બીજું *કાગડા ઘરની આસપાસની ગંદકી બારે માસ ખાઈને સફાઈ કરે છે એટલે તે ઋણ ચૂકવવા પણ ખીરની કાગવાસ નાખીએ છીએ*
મગજ દોડાવ્યા વગર પિતૃઓમા આસ્થા રાખી શ્રાદ્ધ કરજો.... પ્રકૃતિનાં રક્ષણ માટે !!
*ધ્યાન રહે.....*
આપણી સનાતન સંસ્કૃતિની તમામ ધાર્મિક પરંપરાઓ/ઉત્સવોમાં પ્રકૃતિ *વિજ્ઞાન જોડાયેલ છે*.
કાગવાસ નાખીએ..
*કાગડા જીવાડી આપણે પણ જીવીએ*
( એક પ્રસ્તૂત લેખ)
No comments:
Post a Comment