ભવ દરિયાકે તિર
પહોંચાડે ભવ દરિયાકે તિર,ઐસો કોઈ મિલે સંત ફકીર…
પહોંચાડે ભવ દરિયાકે તિર
જોખમ ભરિયો જહાજ હમારો,નાવિક ઉતારી દે નીર
કરણી કિનારો કોઈ તો બતાવે,ઐસો મિલે શૂરવીર ….
પહોંચાડે ભવ દરિયાકે તિર
ધીર ગંભીર વચનના પુરા,ભલે હોય ઓછું કુળ કે અમીર
હાલ કરમથી તરત છોડાવે,વોહી હમારો પીર….
પહોંચાડે ભવ દરિયાકે તિર
અપનો તો સપને નહિ માને સંશય નહિ શરીર
લાભ કે હાનિ તો લેશ નહિ ભાવે થરી રહે મન સ્થિર …..
પહોંચાડે ભવ દરિયાકે તિર
પાંચ કોષમાં પંથી ભુલ્યો,છત્રપતિ શૂરવીર
‘દાસ સવો ‘કહે કર જોડી,લક્ષ બતાવો લગીર …..
પહોંચાડે ભવ દરિયાકે તિર
જય શ્રી કૃષ્ણ
No comments:
Post a Comment