Thursday, August 19, 2021

સરોવર દેખીને

 સરોવર દેખીને



સરોવર દેખીને આવ્યો આ હંસલો (૨) પ્યાસ લગી જલકી(૨) 

સુકાઈ ગયા સરોવર ઉડી ગયો હંસલો (૨) 

આશ લઇ જલકી હો રામ આશ લઇ જલકી

ખબર નથી પલકી,ભાઈ બાત કરે કલકી (૨) 

કેડીને,માળીયા,મંદિરીયા,એ તો 

માયા મતલબકી રે ભાઈ માયા મતલબકી(૨)

ધન,જોબન તારો આવે ને જાવે એ તો 

છાયા બાદલકી હો રામ છાયા બાદલકી 

ખબર નથી પલકી ભાઈ બાત કરે કલકી (૨)

ભાવ ધરીને આમ ભણે નરસૈંયો (૨) 

સુમિરન એક તુજકી હે દાતા સુમિરન એક તુજકી 

એકવાર દર્શન દિયોને મોરારી (૨) 

આશા એક દર્શનકી હો રામ આશા એક દર્શનકી 

ખબર નથી પલકી ભાઈ બાત કરે કલકી.



પ્રિય વાચક મિત્રો 

પવિત્ર શ્રાવણ માસની આપને  કુટુંબ સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ 

જય શ્રી કૃષ્ણ 

( પૂજ્ય ભાઈ શ્રીની કથામાંથી )

No comments:

Post a Comment