ભીતરનો ભેરુ
ભીતરનો ભેરુ મારો આત્મો ખોવાયો રે,માર્ગનો ચીંધનારો ભોમિયો ખોવાણો રે
વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો, .... ભીતરનો ........(૨)
એના રે વિના મારી કાયા છે પાંગળી,આંખ્યો છતાં મારી આંખ્યું છેઆંધણી,(૨)
મારા રે સરોવરિયાનો હંસલો રિસાયો રે સરોવરમાં તરતો કોઈએ જોયો
હોય તો કેજો ... ભીતરનો ........
તનડું રૂંધાયું મારુ મનડું રૂંધાયું ,તાર તુટયોને અધવચ્ચ ભજન લજવાણું ,(૨)
કપરી આંધીમાં મારોદીવડો ઝડપાયો રે(૨)
આછો સળગતો કોઈએ જોયો હોય તો કેજો
ભીતરનો ...........
જય શ્રી કૃષ્ણ .
No comments:
Post a Comment