નવધા ભક્તિ
નવમ ભક્તિ
* नवम सरल सब सन छलहीना। मम भरोस हियँ हरष न दीना॥
नव महुँ एकउ जिन्ह कें होई। नारि पुरुष सचराचर कोई॥3॥
नव महुँ एकउ जिन्ह कें होई। नारि पुरुष सचराचर कोई॥3॥
* सोइ अतिसय प्रिय भामिनि मोरें। सकल प्रकार भगति दृढ़ तोरें॥
जोगि बृंद दुरलभ गति जोई। तो कहुँ आजु सुलभ भइ सोई॥4॥
जोगि बृंद दुरलभ गति जोई। तो कहुँ आजु सुलभ भइ सोई॥4॥
નવમી ભક્તિ સરળતા અને બધાની સાથે કપટ વગરનો વર્તાવ કરવો તે છે,હૃદયમાં મારો ભરોષો રાખવો અને કોઈ પણ સ્થિતિમાં ખુશી અને શોકના તાબે ન થવું, આ નવમાંથી જેની પાસે એક પણ ભક્તિ હશે તે કોઈ પણ સ્ત્રી પુરુષ,જડ કે ચેતન કોઈ પણ હોય તે હે ભામિની મને અતયંત પ્રિય છે,પછી તમારામાં તો બધાજ પ્રકારની દ્રઢ ભક્તિ છે તે પણ જે ગતિ યોગિયોં માટે પણ દુર્લભ છે તે આજે માતા તમારા માટે સુલભ થઇ ગઈ છે.
સં ત સમાગમ જીવનના શાંતિમય સ્થાનને પ્રાપ્ત કરવા ઘણો અગત્યનો છે,સત્સંગથી જીવન આધ્યાત્મિકતામાં ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરે છે,સંસારમાં રહીને સતત શાંતિ માટે ફાફા મારતા મનને થોડી રાહત મેળવવા સત્સંગ જરૂરી છે,અને તેને માટે મનને જગાડવું પડે છે ,શરીર તો સમયની સાથે ના ફેરફારોમાં પોતાની સ્થિતિ બદલતું રહેવાનું છે,પણ મન તંદુરસ્ત હશે તો તેને બધી જ સ્થિતિઓમાં મદદ મળી રહેશે અને આત્મા કે જેને સમગ્ર દુનિયાએ અમર કહ્યો છે તેને જે શરીરમાં તેનું સ્થાન છે ત્યાંથી પરમાત્મા તરફ ની ગતિમાં શાંતિમય રીતે પ્રસ્થાન કરવા ખુબ સરળતા પડશે, કોઈને ખબર નથી આ શરીર છૂટ્યા પછીની સ્થિતિનું ,પણ માનવ ની એ બીમારી છે કે તે પછીને જાણવા સતત પ્રયત્નશીલ રહે છે,કેટલાય પ્રયોગોમાંથી પસાર થઇ ગમે તે રીતે જાણવાની આ હોડ ભયાનક સ્થિતિ ઉભી થયે પણ રોકાતી નથી, સંત સમાગમથી તેની એ સ્થિતિમાં જરૂર મદદ મળે છે,બાકી દુનિયાની આજની સ્થિતિ તણાવોથી એટલી બધી ભરાઈ ગઈ છે કે ભયાનકતા ગમે ત્યારે સ્થાન લઇ શકે છે અને ત્યારે મન શાંત હશે તો શરીરની ગેરહાજરીમાં પણ આત્માની પરમાત્મા તરફની ગતિમાં અટકાવ નહિ આવે,ગમે તે સંતનો સમાગમકે સત્સંગ પરમાત્માને જ જાણવાના રસ્તા બતાવે છે
અને તે માટે મનને શાંત કરવાની જરૂરીયાત પર ખુબ ભાર મુકે છે,
એક વખતની બની ગયેલી કોઈ ઘટનાને ઘણા સંતોએ રજુ કરી છે, ઘણી વખત પરમાત્મા પણ તેના કોઈ પણ સ્વરૂપમાં ગમે ત્યારે ગમે તે ભક્તને પોતાની ભક્તિના પ્રસાદ રૂપે ભક્તની ઈચ્છા રૂપ દર્શન આપી તેના જીવનનો ઉદ્ધાર કરી દેતા હોય છે,એક ગામમાં એક જુવાન જયારે પણ જમણવાર હોય ત્યારે અઢાર લાડવા ખાઈ જતો,તેની ખાવાની આ રીતથી ગામલોકોને ત્રાસ થતો,પણ ગામનું માણસ એટલે તેને દુ:ખી ન કરાય પણ એક વખત એક સાધુ ગામમાં આવ્યા ત્યારે તેમને ચેલાની મદદની જરૂરત હતી,આમતો તેઓ ગામેગામ ફરતા અને તેમને ભિક્ષા પણ ખુબ મળતી,સાધુનું કામ જીવનને ભક્તિમાં પરિવર્તન કરવાનું એટલે 'સાધુ તો ચલતા ભલા ' એ નિયમ મુજબ તેઓ ફરતા ફરતા આ ગામમાં આવી ચઢ્યા,ગામના લોકો માટે સત્સંગ થયો અને તેમની જરૂરિયાતમાં ભિક્ષામા ચેલાની મદદ માટેની રજૂઆત થઇ ત્યારે ગામના ઉપરી એ બહુ ખાતા એ યુવાનને ચેલા તરીકે પૂછ્યું,યુવાને સાધુની મદદ કરવા સંમતિ દર્શાવી પણ સાથે પોતાની શરત રાખી કે 'ગુરુજી હમ મદદમેં આપકા સબ કામ કરેગા મગર શરત ઇતની કે હંમે અઢી શેર આતા હર અગીયાસકો આપકો દેના પડેગા,લાડુ બનાંકે ખાયેગા,અપવાસ હમ નહિ કરેગા વો આપકા કામ, મગર ખાના ભી હમ પકાયેગા 'સાધુને પણ યોગ્ય લાગ્યું, આ ઉમરમાં ઝોલીનો ભાર ઉચકવો ને ખાવાનું કરવામાં પણ મદદ એટલે યુવાનને ચેલો બનાવી દીધો ,પછીતો
રોજ સાધુ સાથે ફરવાનું અને ખાઈને મઝા કરવાની,બંનેને એકબીજા માટે ફાવતું આવી ગયું પહેલી અગિયારસ આવી અને ગુરુએ અઢી શેર લોટ ચેલાને લાડવા બનાવવા આપી દીધો,અને ગુરુજી તો અગિયારસ કરે એટલે એમના માટે જુદું અગિયારસનું ખાવાનું થયું અને ખાવાનો સમય થયો ગુરુને ભોજન પરોસી ચેલાએ પોતા માટે ખાવાનું કાઢ્યું , લાડવાનું ભોજન જોઇને ઉત્સાહમાં આવી ગયેલો ચેલો ભૂખ સંતોષવા આગળ વધ્યો ત્યાં
ગુરુજીના અવાઝ્થી રોકાયો, 'બેટા ભોજન કરનેસે પહેલે હમારી બાત સુનોગે ?'રોકાયેલો ચેલાને મનમાં થયું ,ગુરુજીએ તો પેટ પુંજા કરી લીધી હતી , હવે મને કકડીને ભૂખ લાગી છેને ગુરુ ને વાત સંભળાવવી છે પણ ગુરુની વાત ટાળી પણ ન શકાય 'હા હા,જરૂર સુનેગે'અને ગુરુજીએ કહ્યું" બેટા, ભોજન કરનેશે પહલે ઠાકુરજીકો ભોગ લગાકે બાદ ખાના "બસ ગુરુજી તો આદેશ આપીને જતા રહ્યા અને ભૂખથી આઘોપાછો થતો ચેલો લાડવાની ભરેલી થાળી ઠાકુરજીનું મંદિર હતું ત્યાં લઇ ગયો,ગુરુજીની આજ્ઞાનો અવરોધ પણ ન થાય અને દુર એક ઝાડની નીચે બેઠક હતી ત્યાં બેસી ગયો,થોડીવાર રાહ જોઈ પણ કોઈ ફેરફાર ન દેખાયો,પછી ત્યાંથી બેઠા બેઠા બુમો પાડવા લાગ્યો,"ઓ ઠાકોર ખાવું હોય તો ખાય લો મને તો કકડીને ભૂખ લાગી છે"પણ કોઈ ફેરફાર નહિ ફરીથી જોર કરીને બુમ પાડી" ઓ ઠાકોર હવે એક વખત વધારે કહીશ, નહિ આવો તો આપણાથી વધુ ભુખું નહિ રહેવાય ,કહી
દઉ છૂ આપણે તો ખાઈ લઈશું પછી ભલે ગુરુજી દંડ આપે"અને છતાં કઈ ફેરફાર ન થયો એટલે છેલ્લે ફરીથી
બુમ પાડી "ઓ ઠાકોર હવે ખાઈ લો નહિ તો તમારો સમય પૂરો ને આ થાળી મારી "અને કહેવાય છે કે ઠાકોરજીનું ત્રણ વખત નામ પડ્યું અને ચેલાની અજાયબીમાં ઠાકોરજી પ્રગટ થયા અને થાળી આરોગવા માંડી એટલે ચેલો ઉભો થઇ ગયો "લો આ તો આવી ગયા,એમ શરમ વગર ખાવા ન મંડાઈ "અને ઠાકોરજી એ કહ્યું " બેટા તે તો મને કહ્યું..."અને ચેલો ચોટલી ઉપર હાથ ફેરવતો બોલ્યો"હવે આવ્યા છો તો ખાઈ લો,પણ મારો વિચાર કરજો અને ચેલો ફરીથી બેસી ગયો ,"તથાસ્તુ " એવું ઠાકોરજી બોલ્યા અને થોડીવારમાં ભોજન કરી અંતર્ધ્યાન થઇ ગયા ,ચેલો તો ઉભો થઈને પહોચ્યો થાળી પાસે,એક લાડવો અને બીજી બધી પીરસેલી વાનગી થોડી થોડી બચી હતી,અને તુલસીના પાન ,આજુબાજુ જોયું,"બધું ખાઈ ગયા, અને જતા રહ્યા" પણ કોણ હોય ,તે તેને સાંભળે,ચેલાએ
મને કમને જે બચ્યું હતું તે ખાધું,ગુરુજી જયારે આવ્યા ત્યારે ચેલાને નિરાશ જોઈ પૂછ્યું "ક્યાં હુઆ
બેટા સબ કુછ ઠીક થાક તો હૈ ."અને ચેલો વરસ્યો "અરે કુછ ભી થીક થાક નહિ હૈ,અબસે દુસરી અગીયારસકો પાંચ શેર આટા ચાહીયેગા " ગુરુજી અચરજમાં પડ્યા પણ તરત કહ્યું "હા તો ઇસમે કોનસી બડી બાત હૈ પાંચ શેર આટા લે લેના ,મગર બેટા હુઆ ક્યાં...?"અને ચેલાએ કહ્યું "ક્યાં ન હુઆ ઐસા પૂછીએ,વો ઠાકોરજી ,જીસકો આપને
ભોગ લગાનેકો બોલા થા,વો સબ ખા ગયા,ઔર મેરે લિયે એક લાડુ ઔર તુલસીકે પત્તે છોડ ગયા..."અને ચેલાની વાત ગુરુજીને ગળે ન ઉતરી,અને હસ્યાં ચેલાને ગમે તે રીતે શાંત કર્યો.,પણ ગુરુજીનું મન પણ અગોચરની વાતથી થોડું પ્રભાવિત થયું,થોડા સમય પછી સુદની અગિયારસ આવી અને ચેલાએ પાંચ શેરના લાડુનો ભોગ લગાવ્યો અને ફરી ગુરુજી તો ફરાર આરોગી ત્યાંથી ગયા અને ચેલાએ તો ગુરુનું વચન માથે ચઢાવી પેલા ઝાડની નીચેની બેઠક પરથી ઠાકોરજીને ભોગ લેવા માટે બુમો પાડવા માંડી ,બે વખત પછી ત્રીજી વખતે ચેલો બુમ પાડવા જતો હતો અને સ્વર્ગમાં ઠાકોરજીને ખુબ ખુશ જોઈ લક્ષ્મીજીએ કારણ પૂછ્યું, તો કહ્યું "પ્રિયે ,મારી ખુશીનું કારણ જાણવું હોય તો તૈયાર થઇ જાવ,એક ભક્ત ભોગ લગાવીને બેઠો છે,અને આજે તારે પણ સાથ આપવાનો છે."પ્રભુ, ભક્ત તમારો છે ને હું આવીશ તો એને તકલીફ નહિ પડે ,"અને પ્રભુએ હાથ પકડીને કહ્યું"ચાલો આ ત્રીજી વારની બુમ પડી બીજી વાત પછી,આજે ભક્તની કસોટી"અને લક્ષ્મીજી કઈ સમજે એ પહેલા ઠાકોરજીના ખેચાણમાં
ખેચાઈ ભક્તની ત્રીજી બુમે ભોગ સામે હાજર થયા,અને ચેલો તો હડફ લઈને ઉભો થઇ ગયો ,"આવ્યા તો આવ્યા પણ સાથે એમનેય લઇ આવ્યા,વાહ માની ગયા ઠાકોરજી તમને " પણ ઠાકોરજીના ભક્તને જોવાના ધ્યાનમાં લક્ષ્મીજી મગ્ન થયા ,"અરે ભક્તના ભોગને આરોગો,'અને લક્ષ્મીજી ક્રિયાશીલ થયા "હા હા,જમી લો ને છોડજો થોડું ભગત માટે " અને ચેલો અદબ વાળીને બેસી ગયો ,ફરીથી ભગવાને કહ્યું "તથાસ્તુ" અને લક્ષ્મિજી તો હસી પડ્યા, ભક્ત માટે થોડો પ્રસાદ રાખી ફરીથી પ્રભુ લક્ષ્મીજી સાથે અંતર્ધ્યાન થયા, ચેલાએ ફરીથી બચેલો પ્રસાદ ખાઈ મન મનાવ્યું,ગુરુજી આવ્યા તેમને ચેલાની સ્થિતિનો ખ્યાલ આવી ગયો અને ચેલો કઈ કહે તે પહેલા ગુરુજી
બોલ્યા"મૈ સબકુછ સમઝ ગયા ,ઠાકોરજી સબ ભોગ ખા ગયે " અને તેના ખભાપર હાથ મૂકી સમજાવવા
જતા હતા ત્યાં ચેલો બોલ્યો "અરે ,અકેલે ઠાકોરજી નહિ સાથમે અપની પત્નીકો ભી સાથ લે આયે થે ,ખા ગયે સબકુછ ને છોડ ગયે પરસાદ,માલુમ નહિ અબ કબ પુરા ખાના મીલેગા,આપકો અબ સાડાસાત શેર આટા દેના પડેગા ". ગુરુજી આ વખતે ચેલાની વાતથી હસ્યાં નહિ પણ અડધે સુધી તેની વાતમાં સચ્ચાઈ દેખાવા માંડી ગમે તેમ કરી ફરીથી ચેલાને શાંત કર્યો અને બીજી અગિયારસે જાતે હાજર રહેવાનું મન મનાવ્યું,સમય પસાર થયો અને ફરી અગિયારસ આવી આ વખતે ચેલાએ બે થાળી ભરીને ભોગ લગાવ્યો જોઈએ હવે બે જણા કેટલું ખાય છે,આ વખતે તો થોડું પેટ ભરાશે એવા સંતોષથી તે ફરીથી ઝાડની બેઠક ઉપરથી બુમો પાડવા માંડ્યો ગમે તેમ પણ તેનો અવાઝ થોડો ભગવાન માટે માનભર્યો હતો,અને ગુરુજી ફરાર કરી જતા નહોતા રહ્યા પણ ઝાડના થડની આડમાંથી છુપાઈને ચેલાની સચ્ચાઈને જોતા હતા બે બુમો પડી અને ત્રીજીનો વારો હતો ત્યાં ફરીથી સ્વર્ગમાં હલચલ મચી ,ભગવાનના કુટુંબને પૃથ્વી ઉપર જતા જોઈ ,શંકર-પાર્વતી તેમજ બ્રહ્મા-બ્રહ્માણીને આશ્ચર્ય થયું અને
વાત જાણવા પ્રભુ પાસે આવ્યા અને પ્રભુએ સત્ય જાણવા તેમને પણ કહી દીધું "જાણવું હોય તો ચલો સાથે "અને આમ ત્રીજી ભક્તની પોકારે ત્રિ-દેવ તેમના કુટુંબ સાથે નીકળી પડ્યા અને ગોઠવાઈ ગયા ભોગની આજુબાજુ
અને એ જોઇને ચેલો તો ભડક્યો "આટલા બધા,તમે તો બધા ભક્તોના તારક કહેવાઓ છો ,તે મને ભૂખો રાખી રાખીને ખાઈને જતા શરમ નથી આવતી,આટલા બધામાં હવે શું ખાવાનું બચવાનું,થોડી શરમ બચી હોય તો પ્રસાદ છોડતા જજો "અને ફરીથી ઠાકોરજીનો હાથ ઉંચો થયો અને શબ્દ આવ્યો "તથાસ્તુ"અને ગુરુએ થડની આડમાંથી ત્રણે દેવના તેમના કુટુંબ સાથે દર્શન કર્યા અને તે પોતાના ચેલાના પગમાં પડી ગયા અને જયારે ચેલાએ કહ્યું ગુરુદેવ શું કરો છો "અરે બેટા,આજ મુઝે કુછ સમજમે નહિ આતા કે કૌન ચેલા હૈ ઔર કૌન ગુરુ આજ તેરી નિર્દોષ ભક્તિસે મુઝે ભી ભગવાનકે દર્શંનકા લાભ મિલા,આજ તેરી વજહસે મેરા જીવન ધન્ય હો ગયા " અને ગુરુજીની આંખો પ્રભુ દર્શનની ખુશીમાં અસૃસભર થઇ અને તે જોઈ ચેલો પણ રડ્યો ,ભોગની સામે જોયું તો ત્યાં કોઈ ભગવાન નહોતા ખાલી બંને થાળીમાં પ્રસાદીના રૂપમાં એક-એક લાડવો તેમજ તુલસી પત્ર પડ્યા
હતા.અને આમ ચેલાની નિર્દોષ ભક્તિએ ગુરુજીને પણ લાભ મળ્યો,બંને ગુરુ ચેલાએ પ્રેમથી પ્રભુનો પ્રસાદ લીધો. સ્વર્ગમાં" નારાયણ નારાયણ" ના પુકારે હાજર થઇ નારદજીએ ત્રણે દેવોને દેવીઓ સહીત પ્રણામ કરી ભક્ત
અને ભક્તના તારક ભગવાનનો ખુબ મહિમા ગાયો.
શુભમ ભવતુ
No comments:
Post a Comment