માં અન્નપૂર્ણા કથા
કાશી નિવાસી ધનંજયને ત્યાં સુલક્ષણા નામની પવિત્ર સ્ત્રી હતી,તેણે પતિને કહ્યું સ્વામી તમે કઈ ધંધો કરો તો એ વાત ધનંજયના ધ્યાનમાં આવી તેણે ભગવાન શ્રી વિશ્વનાથનું પૂજન કરવાનું નક્કી કર્યું,તે ભગવાનને પ્રસન્ન કરવા પૂજા કરવા બેસી ગયો કહેવા માંડ્યો હે પ્રભુ ! મને પૂજાપાઠ કઈ નથી આવડતું ફક્ત તમારા ભરોશે બેઠો છું એટલી વિનંતી કરીને તે ત્રણ દિવસ ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો,એ જોઈને ભગવાન શંકરે તેના કાનમાં અન્નપૂર્ણા,અન્નપૂર્ણા અન્નપૂર્ણા એવી રીતે ત્રણ વખત કહ્યું,આ કોણે કહ્યું તેના વિચારમાં ધનંજય પડી ગયો,મંદિરોથી આવતા બ્રાહ્મણોને તે પૂછવા લાગ્યો,અન્નપૂર્ણા કોણ છે,તો તેઓએ કહ્યું તું અન્ન છોડીને બેઠો છે માટે તને અન્નની વાત સૂઝે છે તું ઘેર જા અને અન્ન ખા,ધનંજયે ઘર જઈને પોતાની પત્નીને બધી વાત કરી,તે બોલી નાથ ચિંતા ન કરો,શંકર ભગવાને જાતે મંત્ર આપ્યો છે તે તેનો જાતે જ ખુલાસો કરશે,તમે ફરીથી જઈને તેમની આરાધના કરો.ધનંજય ફરીથી પહેલાની જેમ પૂજા કરવા બેસી ગયો,રાત્રે શ્રી શંકર ભગવાને સ્વપનામાં આજ્ઞા કરી પૂર્વ દિશામાં જા,તું સુખી થશે ,મહાદેવજીનું કહ્યું માની તે પૂર્વ દિશામાં અન્નપૂર્ણા અન્નપૂર્ણા એમ જપ કરતો ચાલી નીકળ્યો,ત્યાં તેને સુંદર સરોવર દેખાયું,તેના કિનારે કેટલીય અપ્સરાઓ ટોળામાં બેઠી હતી.એક કથા કહેતી હતી અને બીજી બધી અન્નપૂર્ણા અન્નપૂર્ણા એમ વારંવાર બોલતી હતી,આજે અન્નહન માસની પૂજનીય રાત હતી ,આજથીજ તેની શરૂઆત થતી હતી ,તે જેની શોધ કરતો હતો તે બધું સાભળવામાં આવ્યું,ધનંજયે ત્યાં જઈને પૂછ્યું હે દેવીઓ આપ આ શું કરી રહયા છો,તેમણે કહ્યું અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ,તેણે ફરીથી પૂછ્યું વ્રત કરવાથી શું થાય છે,તે કોઈએ કર્યું પણ છે? તે ક્યારે કરવામાં આવે છે,તેની વિધિ મને પણ કોઈ કહો,તેઓ કહેવા લાગી આ વ્રત કોઈ પણ કરી શકે છે,૨૧ દિવસ માટે ૧૧ ગાંઠનો દોરો(સુતર) લેવો,૨૧દિવસ ના થાય તો એક દિવસનો ઉપવાસ કરવો, તે પણ ન થાય તો ફક્ત કથા સાંભળીને પ્રસાદ લેવો,ઉપવાસ કરીને કથા સંભળાવવી,કથા સાંભળવાવાળું કોઈ ન મળે તો સામે પીપળાનું પાન મૂકીને તેને કથા સંભળાવવી,અથવા કુંવારીકા,દ્વારપાટા વ્રજની સામે,અથવા દીવા ની સાક્ષી રાખીને સૂર્ય,ગાય,તુલસી કે મહાદેવને કથા સંભળાવવી,કથા કહયા વગર મોઢામાં દાણો પણ ન મુકવો,જો ભૂલ થાય તો ફરીથી એક દિવસ ઉપવાસ કરવો,તે દિવસે ક્રોધ ન કરવો,જુથ્થું ન બોલવું,
ધનનજયે કહ્યું,આ વ્રત કરવાથી શું થશે?,તો કહેવા લાગી આ વ્રત કરવાથી આંધળાને આંખો મળે,લુલા- લંગડાને પગ મળે,નિર્ધનના ઘેર ધન આવે,વાંઝણી સ્ત્રીને પુત્ર મળે,મુરખાને વિદ્યા મળે,જે ઈચ્છાથી પુંજા કરવામાં આવે તેની ઈચ્છા માતા પુરી કરી છે,તે કહેવા લાગ્યો બહેનો મારી પાસે પણ અન્ન ,ધન ,વિદ્યા કૈજ નથી,હું એક દુઃખી બ્રાહ્મણ છું,મને આ વ્રતનું સૂત્ર (સુતર) આપશો,તેણે કહ્યું હા ભાઈ તમારું કલ્યાણ થાઓ,હું તમને તે આપીશ લો આ વ્રતનું મંગળસૂત્ર,મંગલ સૂત્ર લો ધનંજય ,અન્નપૂર્ણા અન્નપૂર્ણા એમ બોલતો ધનંજય પગથિયાં ઉતરી ગયો,તો શું દેખાય છે કરોડો સૂર્યના તેજ જેવું પ્રકાશવાળું અન્નપૂર્ણા માતાનું મંદિર તેની સામે છે,સોનાના સિંહાસન ઉપર માતા વિરાજ્યા છે,અને ભિક્ષા માટે ભગવાન શંકર તેમની સામે ઉભા છે,દેવાંગનાઓ શ્લોકો ઉચ્ચારે છે,હથિયાર બંધ પહેરો છે,ધનંજય દોડીને માતાજીના પગમાં પડી ગયો,દેવી તેના મનની વાત જાણી ગયા, તે કહેવા લાગ્યો,માતા તમે તો અંતર્યામીઓ છો હું મારી દશા તમને શું કહું,માતાએ કહ્યું બેટા તે મારુ વ્રત કર્યું છે જા,તારો દુનિયા સત્કાર કરશે,માતાએ ધનનજયની જીભ ઉપર મંત્ર લખી દીધો,હવે તો રોમેં રોમમાં વિદ્યા પ્રગટ થઇ,એટલામાં આંખ ખુલી તો જોયું તે કાશી વિશ્વનાથ મંદિરમાં ઉભેલો હતો,માતાના વરદાનથી ધનંજયનું મન ભરાઈ આવ્યું,સુલક્ષણાંને બધી વાતો કહી,માતાની કૃપાથી તેનું ઘર સંપત્તિથી ભરાઈ ગયું,સગા સબંધીઓ કહેવા લાગ્યા આટલું મોટું ઘર છે પણ સંતાન નથી,એટલા માટે તું બીજી વખત લગ્ન કર,ધનંજયને બીજું લગ્ન કરવું પડ્યું,અને સતી સુલક્ષણનાને સોંત નું દુઃખ સહન કરવું પડ્યું એવી રીતે દિવસો વીતતા ગયા,અને ન મહિનો આવ્યો,નવા લગ્ન કરેલ પતિને સુલક્ષણાએ કહેવડાવ્યું કે વ્રતના પ્રભાવથી આપણે સુખી છીએ,તેના કારણથી આ વ્રત છોડવાનું નથી, સુલક્ષણાની વાત ધ્યાનમાં લઈને ધનંજય તેની પાસે આવ્યો, આ વ્રતમાં બંને બેઠા,નવી વહુને આ વ્રતની ખબર જ ન હતી,તે ધનંજયના આવવાની રાહ જોવા લાગી,દિવસો વીતી ગયા અને વ્રતમાં ત્રણ દિવસ બાકી હતા,નવી વહુને ખબર પડી તેના મનમાં ઇર્ષયાની જવાળા પ્રજ્વલિત થઇ,તે સુલક્ષણાના ઘેર આવી પહોંચી,અને ઝઘડો કર્યો,ધનંજયને થોડી ઊંઘ આવી ગઈ અને તે સમયે નવી વહુએ વ્રતનું સૂત્ર તોડીને અગ્નિમાં નાખી દીધું,તેનાથી માતાજી ક્રોધિત થયા,તેના ઘરમાં અકસ્માતે આગ લાગી ગઈ બધું સળગીને ખાક થઇ ગયું,સુલક્ષણાને ખબર પડી તે પતિને તેના ઘેર લઇ ગઈ,નવી વહુ ખીજવાતી તેના પિતાના ઘેર જતી રહી,
પતિને પરમેશ્વર માનતી સુલક્ષણા એ કહ્યું નાથ ગભરાવવું ન જોઈએ,માતાજીની કૃપા અલૌકિક છે,પુત્ર કુપુત્ર થાય છે પણ માતા કુમાતા નથી થતી,શ્રદ્ધા રાખીને આપણે ફરી આરાધના શરૂ કરીયે,તે જરૂર આપણું કલ્યાણ કરશે,માતા રહિત બાળકની માફક ધનંજય ફરીથી માતાની કૃપા મેળવવા પાછળ પડ્યો,
અને ફરીથી તે સરોવર અને પગથિયાં પ્રગટ થયા,તેમાં અન્નપૂર્ણા માં કહીને તે ઉતરી પડ્યો,ફૂલની માફક માતાજીએ તેને સંભાર્યો,ફરીથી આવેલો જોઈ દેવાંગનાઓ તેને મારવા દોડી,માતાએ કહ્યું એને ન મારશો તે બ્રાહ્મણ છે,ગઈ વખતે તે વ્રત કરીને આવ્યો હતો અત્યારે તે પ્રાણદાન કરીને આવ્યો છે,ધનંજય તે સાંભળીને માતાના ચરણોમાં રડવા લાગ્યો,માતા પ્રસન્ન થયા અને બોલ્યા આ સોનાની મૂર્તિ લે તેનું પૂજન કર તું ફરીથી સુખી થઇ જશે,તને મારા આશીર્વાદ છે, તારી પત્ની સુલક્ષણાએ શ્રદ્ધાથી મારુ વ્રત કર્યું છે,તેને મેં પુત્ર આપ્યો,ધનંજયે પોતાની આંખો ઉઘાડી,તે ફરીથી કાશીવિશ્વનાથ મંદિરમાં ઉભો હતો,ત્યાંથી તે પોતાના ઘેર આવ્યો,સુલક્ષણાને સારા દિવસો રહ્યા અને પુરા મહિના વીતતા પુત્રનો જન્મ થયો,કાશીમાં આશ્ચર્યની લહેરો ફેલાય ગઈ,અને લોકો ખુબ માનવા લાગ્યા આવી રીતે શહેરના ની:સંતાન શેઠને ત્યાં પુત્ર પ્રાપ્ત થતા તેમણે માતા અન્નપૂર્ણાનું સુંદર મંદિર બંધાવ્યું,તેમણે ધૂમ ધામથી માતાજીને મંદિરમાં પધરાવ્યા ,યજ્ઞ કર્યો અને ધનંજયને મંદિરના પુંજારી (આચાર્ય)બનાવ્યા,મંદિરની દક્ષિણ બાજુ તેને રહેવા માટે સુંદર ભવન બનાવી આપ્યો,ધનંજય તેની પત્ની સાથે તેમાં રહેવા લાગ્યો,માતાજી માટે આવતી દાન દક્ષિણાથી તેની આવક ખુબ વધી ગઈ,ત્યાં નવી વહુના પિતાને ઘેર ચોરી થઇ,બધું લૂંટાઈ ગયું તે ભિક્ષા માંગીને પેટ ભરવા લાગી,સુલક્ષણાએ સાંભર્યું તો તેને બોલાવવામાં આવી,તેને બીજા ઘરમાં રાખીને અન્ન વસ્ત્રની વ્યવસ્થા કરી આપી,ધનંજય સુલક્ષણા અને તેનો પુત્ર માતાની કૃપાથી આનંદ કરવા લાગ્યા,માતાજીએ જેમ તેનો ભંડાર ભરી દીધો તેમ બધાના ભર્યા.
બીજી કથામાં સંતો કહે છે એક વખત એક ભક્ત કાશીમાં માં અન્નપૂર્ણાની વાતોથી પ્રભાવિત થયો એવું કહેવાય છે કે કાશીમાં માતાના ભવ્ય મંદિરમાં તેને તેના પ્રભાવમાં માતા અન્નપૂર્ણા ના હાથે ખાવાની જીદ સાથે મંદિરમાં ભૂખો બેસી રહ્યો,ભોજન ગ્રહણ કરતા અન્ય ભક્તોએ તેને અન્ન ગ્રહણ કરવા કહ્યું અને કહ્યું અહીં વારાણસીમાં માં અન્નપૂર્ણા કોઈને ભૂખ્યા રાખતી નથી પણ તે ન માન્યો પોતાની જીદ પર તેણે ન ખાધું,સહુ ભક્તો રાત પડી એટલે ઘેર ગયા,પણ તે ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો મંદિર બંધ થયું,તે બેસી રહ્યો પુજારીજીએ પણ તેની નોંધ ન લીધી ત્યાં મંદિરમાં મધરાતે માં અન્નપુર્ણાને ચાંદીની થાળીમાં ભોગ ધરાવવામાં આવે છે,ભોગ ધરાવીને પૂજારી જતા રહે અને સવારે પ્રસાદીના રૂપમાં તે ભોગ વહેંચાતો હશે,
પણ તે દિવસે જે ભોગ માતાજીને ચઢ્યો તે ચાંદીની થાળી માતાજીએ ખુદ પેલા ભક્તની પાસે લઇ જઈને કહ્યું બેટા ખાઈ લે જીદ ન કરીયે,એટલું કહી માતાજી જતા રહ્યા,અને તે ભૂખ્યો તો હતો જ અને માતાજી એ ખુદ કહ્યું એટલે તેણે બધું ખાધું અને ત્યાં ને ત્યાં જ સુઈ ગયો,સવારે પૂજારી આવ્યા માતાજી પાસે થાળી ન જોતા શોધ ખોળ થઇ અને ચોરી થઇ હોવાનો સંદેશ ફેલાયો અને શોધતા ખાલી પડેલી થાળી પેલા સુતેલા માણસ પાસે મળી આવી એટલે ચોર ગણી સહુ તેને મારવા ગયા ત્યારે પેલા ભક્તે કહ્યું મને મારશો નહિ ખુદ માતાજીએ મને આ થાળી આપી ખાવાનું કહ્યું હતું હું માતાજીનો ભક્ત છું જુઠ્ઠું નથી કહેતો એટલે સહુ અચંબામાં પડ્યા અને તેની વાતનો સ્વીકાર થયો પણ પૂજારી રડી પડ્યા અને બોલ્યા કેટલાય વર્ષોથી સેવા કરું છું મને કઈ ન મળ્યું અને આ પાગલને માતાજીએ ખુદ ખવડાવ્યું .
અન્નપૂર્ણા સદા પૂર્ણા શંકર પ્રાણવલ્લભે,
જ્ઞાન વૈરાગ્ય સિદ્ધયર્થમ ભિક્ષાં દેહી ચ પાર્વતી.
માતામેં પાર્વતી દેવી ,પિતા દેવો મહેશ્વર ,
બાંધવા શિવભક્તિશ્ચ સવદેશો ભુવનત્વયં .
શુભમ ભવતુ .
ચૈત્રી નવરાત્રમાં માતા અન્નપૂર્ણા સહુનું શુભ કરે
જય માતાદી
અન્નપૂર્ણા માતાની જય
(પબ્લિશ મીડિયાના આધારે)
No comments:
Post a Comment