નવધા ભક્તિ
અષ્ટમ ભક્તિ
आठवँ जथालाभ संतोषा। सपनेहुँ नहिं देखइ परदोषा॥2॥
પૂર્ણ પુસોત્તમ ભગવાન શ્રી રામ શબરીને આઠમી ભક્તિના અનુસંધાનમાં સમજાવે છે માતા આઠમી ભક્તિ એ છે કે જે કઈ જીવનમાં મળે તેટલામાં સંતોષ માનવો અને બીજાના (પારકાના ) દોષો સ્વપનામાં પણ ન જોવા.
આઠમી ભક્તિમાં સંતોષને ખુબ મહત્વ આપતા ભગવાન શબરીને કહે છે કે માતા પાંચ વર્ષની ઉંમરે ઘરથી ભાગ્યા પછી જંગલમાં સહારો શોધતી એક છોકરીને માતંગ ઋષિનો આશ્રય મળ્યો તે પણ કેવી રીતે,એક નીચી જાતિની કન્યા એક ઋષિના આશ્રમમાં શરૂઆત રસ્તાઓની સાફ સફાઈ કરતા થઇ કઈ પણ ખાધા પીધા વિના શરૂઆતમાં પાંદડા ખાઈને ઝાડ પર રહેતી શબરીને એક દિવસ માતંગ ઋષિએ સફાઈ કરતા જોઈ અને પ્રેમથી તેની વિગતો જાણી તેને આશરો આપ્યો,આજુબાજુના લોકો નો વિરોધ હોવા છતાં માતંગ ઋષિએ કોઈ પરવા કર્યા વગર તેને આશ્વાસન આપ્યું અને કહ્યું તું ખુબ સંતોષી અને શાંત છે એક દિવસ શ્રી રામ તને જરૂર દર્શન આપશે અને તેની રાહ જોતી શબરી જયારે માતંગ ઋષિનો કાળ પૂરો થતા તેમના પછી પણ રાહ જોતી રહી જ્યારે પ્રભુ આવ્યા ત્યારે શબરી વૃદ્ધાવસ્થામાં બરાબર જોઈ પણ શકતી ન હતી અને તેથી જંગલમાંથી બોરને ચાખી ચાખીને ભગવાન માટે ભેગા કર્યા હતા તેના એઠા બોર આરોગી ભગવાને ભક્તની ઈચ્છા પુરી કરી તે વખતે આજુબાજુથી પણ લોકોએ પોતાની મુશ્કેલી ભગવાન પાસે રજુ કરવાનો પ્રયત્ન કર્યો પણ માતા શબરીનું અપમાન માટે પ્રભુએ કોઈનું ન સાંભળ્યું અંતે માં શબરી પાસે જ્યારે તેઓએ માફી માંગી ત્યારે તેઓની ભગવાને સંભાળ લીધી,
જુના સમયમાં રાજા ને ત્યાં આવતા ભિક્ષુક અન્ન ભિક્ષામાં મળે તેટલાથી સંતોષ અનુભવતા એક વખત એક રાજાને કૈક નવું સુજ્યું અને ભિક્ષામાં જે ચોખા આપતા તેની સાથે થોડાક હીરા ભેગા કરી એક ભિક્ષુક પત્નીને આપ્યા,અને પોતાના માણસોને તે શું કરે છે તેની નજર રાખવા કહ્યું ,પેલી સ્ત્રી ભિક્ષા લઇ ઘેર ગઈ તેના છોકરા ભૂખ્યા હતા એટલે તેણે ચોખા રાંધવા એક વાસણમાં કાઢ્યા અને ચોખામાં જે હીરા હતા તેને પથ્થર સમજીને બહાર નાખવા લાગી અને તે સમયે રાજાના માણસો તેના પર નજર રાખતા હતા તેઓએ કહ્યું તું આ શું કરે છે,હીરાને રસ્તા ઉપર ફેંકી દે છે,પેલીએ જવાબ આપ્યો તમારા માટે હીરા હશે મારા છોકરા ભૂખ્યા છે મને કામ કરવા દો,અને રાજાને માહિતી મળતા તેમને પણ આશ્ચર્ય થયું ભિક્ષુક માટે હીરા ની કોઈ કિંમત ન હતી કેમકે તેને પરિવારના ભરણ પોષણની ફક્ત ચિતા હતી,અન્ન મળતાં તે સંતોષ અનુભવતા.આજની દુનિયામાં કોઈને સંતોષ નથી જે મળે તેનાથી વધુ કેમ મળે તેની હોડ લાગી છે,અને એટલેજ સુખ સંપત્તિ હોવા છતાં સંતોષ નથી અને માનવી પરેશાન છે,બધું અહીંનું અહીં રહેવાનું છે જીવનના અંતે કઈ સાથે આવવાનું નથી પણ આ સત્યને જાણવા છતાં અજાણ રીતે ભક્તિ તરફ કે જે ભગવાન તરફનો એક સત્ય માર્ગ ને અવગણી પોતાની મન માની કરી ભોગોમાં અસંતોષી બનતો માનવી પોતાની દશાનો વિચાર નથી કરતો પોતે દોષી છે પણ તે આખી દુનિયાને દોષિત માને છે સમય કોઈને માટે થોભતો નથી જે માટે જીવન મળ્યું તે ભક્તિ મેળવ્યા વિના તે વેડફી દેવાશે તેની પણ તેને ચિતા નથી,
શબરી ભગવાન શ્રી રામના પ્રસન્ન વદનને પામી ત્યારે એ અનુભવ હતો કે પ્રભુ કોઈને પણ દર્શન આપી શકે ફક્ત નમ્રતા,વિવેકને સંતોષ સાથે,પ્રભુના દર્શનની તાલાવેલી એકાગ્ર થતા એ સંભવ છે,જેમ પ્રકાશિત સૂર્ય તેના અતિ તેજમાં નરી આંખે જોવો શક્ય નથી ,તેમ પ્રભુનું તેજ સુર્યથી પણ અત્યંત હોવાથી નરી આંખે દર્શન થતા નથી તેના માટે ભક્તિમાં એકાગ્ર થઇ અંતરની આંખની જરૂર પડે છે,સૂર્ય પણ વાદળો વચ્ચે આવતા નથી દેખાતો તેમ પ્રભુને જોવા અજ્ઞાન અને માયાના વાદળો દૂર કરવા પડે છે,પ્રભુ સર્વત્ર વ્યાપક છે,ભક્તિનો માર્ગ એટલો સરળ નથી નરસિંહ મહેતા અને મીરાંબાઈ તેનું ઉદાહરણ છે,સંતોષી જીવન પણ ઉપાધિઓ અનેક,કુંવરબાઇનું મામેરું પણ પ્રભુને સંભાળવું પડ્યું,હૂંડી લખી તો તેની કાળજી પણ કનૈયાને લેવી પડી,મીરાંબાઈને પણ ભક્તિમાં બધું છોડી ઝેરના કટોરાનો સામનો કરવો પડ્યો અને ભક્તિમાં કોઈ આંચ ન આવી,મીરાંબાઈ સલામત રહ્યા,કેટલાય ભક્તોની પ્રભુએ રક્ષા કરી,શરીર પાંચ તત્વોનું છે,તેમાં રહેલો આત્માની ઓરખ જયારે તમને નામ અપાતા થાય છે,પણ જયારે આત્મા તેમાંથી નીકળી જાય પછી તે નામ કે શરીરની કોઈ કિંમત નહિ પણ ભોગોમાં ખોવાયેલાને ભોગ સિવાય કઈ દેખાતું નથી,સમય કોઈને માટે રોકાતો નથી,ક્યારે જનમ્યા અને ક્યારે ઘડપણ આવ્યું તે ભોગોની હરીફાઈમાં કઈ ખબર પડતી નથી અને જયારે સત્યની ખબર પડે ત્યારે ખુબ મોડું થઇ જતું હોય છે,દરવાજે યમના ટકોરાની બીક લાગે છે,પણ જે નક્કી છે તેમાં છૂટકો નથી,ચાહનારાઓના મોટા કાફલાને છોડી ચાલી નીકળવું પડે છે,ભક્તિ એ સંતોની વાત છે ,સમજણ છે,અને સાચું સમજનાર માટે તથ્ય છે,સંતોનો સત્સંગ એ તારક છે, સંતોષ જીવનમાં વ્યાપ્ત થઇ કોઈના પણ દોષ જોવાની વ્યાધિમાંથી જીવને મુક્તિ અપાવે છે. દયા ધર્મનું મૂળ છે તેની સમજ આપે છે,અને જીવ દાની બને છે,લોભ અને અસંતોષ કોઈ પણ જીવને સદ્ માર્ગ ઉપર ચાલવા નથી દેતા,
માયા અને અભિમાન માં નારદ મુનિ પણ ફસાઈ ગયા હતા,પોતાની તપસ્યા જયારે દેવો ભંગ ન કરી શક્યા ત્યારે નારદ મુનીમાં અભિમાને પ્રવેશ કર્યો અને જયારે તેની રજુઆત તેમણે નારાયણ અને દેવી સમક્ષ કરી ત્યારે ભગવાનને ભક્તની ચિંતા થઇ અને વિશ્વમોહિનીનો સ્વયંવર રચાયો અને નારદને પણ આમંત્રણ અપાયું,અભિમાની નારદ માયામાં પણ ફસાઈ ગયા હવે વિશ્વમોહિનીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરવા તેમને નારાયણના રૂપની જરૂર પડી,ક્ષીર સાગર તો ઘણું દૂર હતું પણ નારાયણ તો વિશ્વ વ્યાપક હતા એટલે નારાયણને યાદ કરતા તે નારદ સમક્ષ હાજર થયા અને પૂછ્યું બોલ નારદ શું જોઈએ ત્યારે નારદે તેમના રૂપની માંગણી કરી ભગવાને તથાસ્તુ કહી નારદને વાંદરાનું રૂપ આપી દીધું,,ભગવાને નારદને માયામાંથી સલામત રાખ્યા ,જયારે સ્વયંવર માં હાજર થયા ત્યારે વિશ્વ મોહિની તો ન મળી પણ હાસ્યને પાત્ર બન્યાં,બે મહાદેવના ગણોએ કહ્યું મહારાજ ચહેરો પાણીમાં જોવો તો હતો અને ગુસ્સે થઇ નારદે તેઓને શ્રાપ આપ્યો,પણ પાણીમાં ચહેરો જોતા હકીકતની ખબર પડી અને સ્વયંવરમાં વિશ્વમોહિનીને વરીને જતા નારાયણને ખિજવાઈને ખુબ ગાળો આપી રથની પાછળ દોડ્યા પણ હસતા નારાયણે જયારે માયા ને ભક્ત નારદમાંથી ખેંચી લીધી ,ત્યાં કોઈ વિશ્વ મોહિની નહિ અને કોઈ અભિમાન નહિ ફક્ત ભગવાન અને ભગવાનનો સંતોષી માફી માંગતો ભક્ત,માટે
નારાયણ નારાયણ ભજમન નારાયણ.
No comments:
Post a Comment