ગરબા પહેલા ની તૈયારી
રાગીણી...!
મમ્મીની બૂમ
સાંભળી ન સાંભળી કરી રાગીણી તેના રૂમમાં તેની કોઈ ગેમ રમતી રહી,કુસુમે ફરીથી બૂમ પાડી તે તો એવી મશગુલ થઇ ગઈ
હતી કે જાણે કઈ સાંભળ્યું નહિ પણ સુરભી
તેની નાની બહેન તેના રૂમના દરવાજા ઉપર નોક કરવા મંડી,અને તેની કાલીઘેલી ભાષામાં બોલી,
“દીદી મમી એ બે
બૂમ પાડી છે ને ત્રીજી બુમે મમ્મી સજા કરશે,”અને રાગીણી વહેલી વહેલી બહાર આવી અને સુરભી
પાસેથી દોડી ગઈ,બે વર્ષે મોટી
રાગીણી સુરભીની મોટી બેન હતી,નાનો પપ્પુ માંડ
ચાલતા શીખ્યો હતો તે દૂધની બાટલીને હાથ અને મોઢામાં રાખતો,પડતો આખડતો અવાજની દિશામાં ચાલવા મંડ્યો,જાણે તે પણ રાગિણીને કઈ કહેવા જતો હોય,બોલતા નહોતું આવડતું પણ અવાજ અને ઈશારે તે પણ તેની બેનને સજામાંથી કદાચ બચાવવા માંગતો હોય,પણ તે અડધે પહોંચ્યો ત્યાં રાગીણી ઝુમમ કરતી ત્યાંથી પસાર થઇ ગઈ અને તેની પછવાડે તેની
બીજી બેન,દૂધની બોટલ
મોઢામાંથી ખેંચી કાઢીને સુરભીને હાથ ઊંચો કરી મોટો અવાજ કર્યો,પણ વચ્ચે રમકડું પડ્યું હતું તે નજરમાં પડતા
બેનોનો પીછો છોડી તે બેસી પડ્યો ,તેની દુનિયામાં ખોવાઈ તે રમકડાં સાથે વાત કરવા
લાગ્યો,રાગીણી મમ્મી પાસે તેનો
સલવાર પકડી ઉભી રહી નાની બેન ઉત્સુકતાથી દીદીને હમણાં દાટ પડશે,તેવો ચહેરો બનાવી મમ્મી અને દીદીને ઊંચું માથું કરી જોતી રહી,રાગીણી મમ્મીને સમજતી હતી,તે તેનાથી નારાજ હતી,તેણે ફરી સલવાર ખેંચી માયૂષ ચહેરો બનાવી
મમ્મીને મનાવવાનો પ્રયત્ન કર્યો,સુરભી પણ તેના
ભાવ બદલતી રહી, છેલ્લે મમ્મી એ
ચુપકી તોડી,
"બેટા, શું કરતી હતી, બે બૂમ પાડી,"અને તેણે શાક વઘાર્યું એટલે રાગિણીને થોડી
હાથના ઈશારે પાછળ કરી, બેનને દાટ ન પડી
એટલે સુરભી જાણે નિરાશ થઇ ગઈ, સાંજ પડી ગઈ હતી.
"બેટા જો જોઈએ
પપ્પુ શું કરે છે" અને રાગીણીમાં જોશ આવ્યું સજામાંથી મુકતી, તે દોડી ગઈ પાછળ સુરભી અને પપ્પુનો કિચન બહાર
જ ભેટો થઇ ગયો તે પાછો સમતોલન ગુમાવતો પડ્યો અને જાતેને જાતે બોલ્યો "ઓ,
ઓ " અને રાગીણી ને
સુરભી ખડખડાટ હસી પડ્યા, પપ્પુને બેનોની
વાત સમજાય હોય તેમ તે પણ હસી પડ્યો, બધા કરતા તેનું હસવાનું જુદું હતું પણ હસતા
હસતા તેણે રાગિણીના ખોળામાં
પડતું મૂક્યું,અને સુરભીએ તેના ભાઈ પર અને વધારે પડતો અવાજ
સાંભળી કુસુમ પણ બહાર આવી,હસતી દીકરીઓ અને
દીકરા વચ્ચે તે પણ હસી પડી અને પપ્પુને ઉઠાવી બે ત્રણ ચુમીઓ ભરી દીધી,રાગીણી અને સુરભી મમ્મીની આસપાસ હસતા ઉભા રહયા
ત્યાં બાગમાં ફરવા ગયેલા દાદાએ લાકડીથી દરવાજા ઉપર નોક કર્યું અને બધા સાવધ થયા,રોજનો નિયમ હતો એટલે બંને બેનો દરવાજા તરફ દોડી
અને પપ્પુને હાથમાં સંભાળતી મમ્મી તેમના ધસ મસાટને રોકવા મોટેથી બોલી '
"ધીરે ધીરે"
બારણું ખુલી ગયું બંને બેનો દાદાને વળગી પડી અને પપ્પુ પણ કુસુમના હાથમાંથી સરકી
પડ્યો, અને તેની ભાગી તૂટી
ચાલમાં દરવાજા તરફ ચાલવા લાગ્યો, કુસુમ તેના સસરા
માટે બધું બરાબર જોતા રસોડામાં પાણી લેવા ગઈ. બંને બેનો દાદાને
આંગળી પકડી તેમના રુમ બાજુ ખેંચવા માંડી ,
"અરે, અરે મને તમે લોકો પાડી નાખશો,"
પણ ખેંચાણ ચાલુ રહ્યું, પપ્પુ અડધે આવ્યો ને ફરી સમતોલન ગુમાવી પડ્યો ફરી પાછું "ઓ.ઓ " તે
બોલ્યો પણ બંને બેનો દાદાને ખેંચવામાં મશગુલ હતી,તે ઉત્સુકતાથી આ
બધી ખેંચાતાણ જોઈ રહ્યો,તેની નજરો જેમ બધા આગળ વધતા ગયા તેમ ફરતી ગઈ ,કોઈ ભાવ પૂછતું ના દેખાયું,દાદા પણ ખેંચાણમાં પોતાને બચાવી રહ્યા હતા,માથે કાળી ટોપી,ધોતિયું શર્ટ અને તેના પર બંડી તેમણે પહેરેલા
હતા તે એમના એમ હતા,ચંપલ માંડ માંડ કાઢ્યા અને લાકડી આરામ ખુરશીમાં
ફેંકી અને હસવાના મૂડમાં બંને બેનોના ખેંચાણમાં ખેંચાતા રહ્યા,પપ્પુ પણ વિચારતો રહ્યો દાદા મને કેમ બોલાવતા નથી,તેની પાસે શસ્ત્ર હતું પોતાનો દાવો રજુ કરવાનું,રડીને બધાને
સમજાવવાનું,પણ તે આજે રડવાના મૂડમાં નહોતો,બધા અંદર ગયા એટલે તેની નજર દાદાની લાકડી પર પડી જે થોડીવાર પહેલા ફેંકાયેલી
આરામ ખુરશી પર પડી હતી તે જાણતો હતો દાદા કાયમ અહીં બેસી આરામ કરતા ક્યારેક તે પણ
તેના ઉપર ચઢવાનો પ્રયત્ન કરતો પણ તેના ટૂંકા પગ પહોંચતા નહિ
એટલે દાદા તેને તેમાં બેસાડી દેતા અને તે દાદાની માફક લાંબા પગ કરી બેસી જતો,તે તેવી રીતે બેસવાનો ભરપૂર લાવો લેતો અરે ક્યારેક તેની બહેનો તેને જોઈને હગ
ને ચુમીઓ આપી તેની ખુશીમાં ભંગ કરતી તો તે નાના હાથથી ધક્કો મારી એકી ટસે તેમને
જોયા કરતો,ક્યાંય સુધી બેસી રહેતો,દાદા પણ તેને માટે કશુંક અવનવું કહી તેની ખુશીમાં વધારો કરતા,દાદા સાથે તે ખુબ ખુશ રહેતો,
તે આરામ ખુરશી
તરફ તે પ્રયાણ કરતો રહ્યો કદાચ તેનું નાનું મન લાકડી માટે નવો પ્રોજેક્ટ વિચારી
રહ્યું હતું,બધા અંદર ખેંચીને દાદાને લઇ ગયા તે ભુલાઈ ગયું
હતું,પહોંચી ગયો ખુરશીમાં જેમતેમ પોતાને સમતોલ કરી
તે આરામ ખુરશીના સહારે ઉભો થયો અને દાદાની લાકડી લેવાનો પ્રયત્ન કરવા મંડ્યો,શું દાદાનો ડંગોરો લઈને ઘોડો કરવાનો કોઈ વિચાર હતો,પણ તે પોતાનો વિચાર નો અમલ કરે તે પહેલા તે મમ્મીના હાથમાં ઉંચકાય
ગયો,
"બેટા વાગશે
તને"
મમ્મીની આ રોક
તેને ન ગમી,તેણે મમ્મીની પકડ માંથી છૂટવા પ્રયત્ન કર્યો,પણ પકડ મજબૂત બનતી ગઈ,તેણે તેનું મન વાર્યું તે પહેલા મમ્મીની બે ત્રણ ચૂમી તેના ગાલ રાતા કરતી ગઈ, તે પાછો મમ્મીના હાથમાંથી સરકવા પ્રયત્ન કરતો હતો, મમ્મી તેને બેનો તરફ લઇ જતી હતી તે ખુરશી તરફ પાછો વળી પોતાનો પ્રોજેક્ટ પૂરો
કરવા માંગતો હતો,કોઈ એની વાત સાંભળતું ન હતું,મમ્મી તેને ચુમીઓ આપી પ્રેમ આપવા પ્રયત્ન કરતી હતી તેને તેની કઈ પડી ન હતી,કદાચ તેનો ધ્યેય પૂરો ન કરવા દેવાવાળા બધા તેના દુશ્મનો હતા, નાનો હતો બધા તેને હેરાન કરતા હતા ક્યારેક અવાજોમાં આરોહ
અવરોહ લાવી તે તેની વાત સમજાવવાનો પ્રયત્ન કરતો ત્યારે બધા ગાંડાની માફક હસી પડતા,આજુબાજુ હસતા બધા ગાંડા હતા,હવે તેને હજુ બીજું કશું આવડતું નહોતું એટલે
શું કરે,તે પણ બધા ગાંડાઓની કોપી કરી હસી પડતો. કદાચ તેમ તે બધાને ઉલ્લુ બનાવવામાં સફળ થાય.
ખેર મમ્મીએ તેને
બેનોના રૂમના દરવાજે સરકી જવા દીધો,કુતુહુલ થયું બેનો દાદાને કોઈ ખાસ વસ્તુ સમજાવી
રહી હતી,તે લાકડી પ્રોજેક્ટ ભૂલી તે તરફ ચાલવા લાગ્યો
કદાચ બેનોની વસ્તુ તેને પણ ખબર પડે,મમ્મી બારણાં પાસેજ ઉભી રહી તેના હાથમાં પાણીનો
ગ્લાસ હતો,તેની નજર ત્યાં પણ હતી પણ હવે તે તેને પજવશે
નહિ તેની તેને ખાતરી હતી એટલે તે આગળ વધ્યો,બધા ટેબલની
આજુબાજુ ઉભા હતા,શું કરતા હતા,તેને કઈ દેખાતું
ન હતું એટલે દાદાનું ધોતિયું પકડી અને રાગીણી નો ચોટલો પકડી તેણે ઉભો થવાનો પ્રયત્ન કર્યો
એટલે વેદના થતા રાગીણીએ બુમ પાડી,
"પપ્પુ...છોડ
મારો ચોટલો "પણ પકડ ઘણી મજબૂત હતી,તેને કોઈ જોવા
દેતું ન હતું,હવે નાની બેન સુરભી મોટી બેનની મદદે આવી દાદા
બધાની મજા લેતા મોટેથી હસી પડ્યા એટલે પપ્પુ ની નજર દાદા તરફ પડી અને તે પણ જોરથી
હસી પડ્યો જાણે બેનને રડાવીને કેટલો આનંદ લેતો હોય. ચોટલાની પકડથી
રાગિણી વેદનાથી કણસતી અડધી નમી પડી હતી,સુરભી પણ સિસકારા
લેતી ભાઈના હાથ થી બેનનો ચોટલો છોડાવવા પ્રયત્ન કરતી હતી,દાદા તરફ જોતા ચોટલો છૂટી ગયો,અને દાદાએ પપ્પુને ઉંચકી લીધો,પણ પપ્પુની નજરે ટેબલ પડેલા નવા લીલા કલરના ચણીયા ચોરી જોયા તે પાછો દાદાની
પકડથી સરી પડ્યો અને એક ડ્રેસ તેણે ટેબલ પરથી ખેંચી કાઢ્યો,અને તે નીચે નાખી તેના પર બેસી હસવા મંડ્યો પણ સુરભી તે તરફ ખાબકી અને તેની
નીચેથી ડ્રેસ ખેંચી કાઢ્યો તે તેનો ડ્રેસ હતો અને
પપ્પુ સમતોલન ગુમાવી એક ગોથું ખાઈ ગયો પણ સુરભી બગડી
ડ્રેસ લઇ મમ્મી બાજુ દોડી તે રડવા માંડી ફરિયાદ થઇ "ભઈલાએ મારો ડ્રેસ બગાડી
નાખ્યો " મમ્મીએ તેને ઉંચકી લીધી અને શાંત કરવાનો પ્રયત્ન કર્યો,સમજાવ્યું "એ કઈ બગડી નથી ગયો આપણે ફરીથી તેને સરખો કરી દઈશું," આંખો ચોળતી સુરભી ને મમ્મીની વાતથી કઈ ટાઢક વળી,તે થોડી શાંત થઇ,પપ્પુ દાદાનું ધોતિયું પકડી ઉભા થવું કે મમ્મી
તરફ જવું તેવા બે વિચારમાં નિર્ણય લીધા વગર મમ્મી ને સુરભી તરફ જોતો બેસી રહ્યો,જાણે સ્ટેચ્યુ બની ગયો,તેની આ ક્રિયા રૂમમાં બધે અસર કરતી ગઈ જાણે બધા
તેની આ નિર્દોષ પળને પામી લેવા માંગતા હતા,બધાની નજર પપ્પુ
પર હતી,હમણાં પપ્પા આવશે પછી
ડિનર લઈને તૈયાર થઇ આજે ગરબામાં જવાનો પ્રોગ્રામ હતો,અને દાદા પણ આવવવાના હતા,થોડીકવાર રોકાઈ ગયેલી,આ સ્થિતિમાં બધાજ તેના તરફ જોઈ રહ્યા હતા,તે પણ કઈ સમજવા પ્રયત્ન
કરતો હતો ,આખરે તેણે જ ચુપકી તોડી અને મમ્મી તરફ જવાનું
શરૂ કર્યું,આ એક ગરબા પહેલાની તૈયારી હતી,થોડોક સમય પછી બધા રંગીન કપડામા સજ્જ થઇ જવાના હતા,ગરબાના સ્પેસીઅલ ડ્રેસિસમાં સજ્જ થવાના હતા, ફક્ત દાદાનો
ડ્રેસ બદલાવાનો ન હતો.
જય શ્રી કૃષ્ણ
-મહેન્દ્ર ભટ્ટ.
No comments:
Post a Comment