રામ ભજ તું.....
રામ ભજ તું ,રામ ભજીલે,પ્રભુ ભજીલે પ્રાણિયા....
પ્રભુ ભજ્યા એ તો પાર પહોંચ્યા,ચૌદ લોકે જાણ્યા ....-રામ ભજતું.....
એ જી સૌને માયા ભેળી કીધી,અને દાસે બેઠો ભોણીયા,(૨)
મરણ વેળાએ એને કામ ન આવી,અવગતે અણીયા ....રામ ભજ તું......
એ જી મોહમાયાએ બહુ બંધ લીધા,એમાં પ્રભુને ન ભજાણીયા (૨)
ભૂંડી વેળાના ભૂત સર્જ્યા,એમ કહેતા જાય છે કાણિયા....રામ ભજ તું......
એ જી માયા મસની ઓરડી છે,એમાં કોક વિરલા રહી જાણીયા (૨)
ખાધી પીધી એણે ખૂબ ખર્ચી,દિલમાં ડાઘ ન આણિયા... .રામ ભજ તું......
એ જી બળ કરડે બહુ કીધી,સગાળશાશેઠ વાણિયા,(૨)
મોરધ્વજ રાજાને જનકવિદેહી,હરિશ્ચન્દ્ર હાટે વેચાણિયા....રામ ભજ તું.....
એ જી મારા ગુરુએ ગોવાળી કીધી ,અને મૂળ ધર્મમાં લાવીયા(૨)
દાસી જીવણ સંતો દીનને ચરણે,અંતે અમરાપુર માણીયા....રામ ભજ તું...... .
.જય શ્રી કૃષ્ણ.
No comments:
Post a Comment