શ્રી દત્ત ઉપાસના
ઉત્પત્તિ અને વિકાસ
(લેખક ધીરુભાઈ જોષી ,મ.સ. યુનિ.વડોદરાએ પ્રસિદ્ધ કરેલ મૂળ અંગ્રેજી મહા નિબંધનો લેખકે કરેલો ગુજરાતી અનુવાદ જુલાઈ ,૧૯૭૯)
(આરંભે,:-શ્રી ગણેશ ,દત્તાત્રેય ભગવાન અને પૂજ્ય શ્રી રંગ અવધુતજીનાં ચરણકમળમાં સાષ્ટાન્ગ પ્રણિપાત કરી આ અનુવાદનો આરંભ પ.પૂ. વાસુદેવાનંદસરસ્વતી સ્વામી મહારાજ શ્રીનો દત્તઉપાસના ના ઇતિહાસમાં જે ફાળો છે તેનાથી કરીએ છીએ,આગામી દિવસોમા સ્વામી મહારાજશ્રીની પુણ્યતિથિ તથા પછી જન્મતિથિ આવી રહી છે,વળી મહાનિબંધના પ્રારંભમાં જે ઉત્ત્પત્તિ વગેરેની જે વાતો છે, તે થોડી શાસ્ત્રીય હોવાથી,નદી મુખથી જ સમુદ્ર મા પ્રવેશ કરવો રહ્યો,એ ન્યાયે,તથા આપણે ત્યાં મહાભારત વાંચવા માટે જેમ વિરાટ પર્વથી શરૂ કરવાનો પ્રઘાત છે,તેને યાદ કરી થીસીસ મહાનિબંધનો અનુવાદ વચમાંથી આપવાનું શરૂ કરવાનું ધાર્યું છે,આ ઉપરાંત ગુજરાતમાં દત્તાત્રેય ભગવાનની લીલાનો વિસ્તાર સ્વામી મહારાજશ્રીના ગરુદેશ્વરાગમન પછી ધીરે ધીરે વિસ્તર્યો અને પૂજ્ય શ્રી રંગ અવધૂતજીએ એને વ્યાપક સ્વરૂપ આપ્યું,તે દ્રષ્ટિએ પૂ. શ્રી ના ગુરુજીથી આરંભ કરવો યોગ્ય લાગ્યો છે,
પૂજ્ય શ્રી નો સમાગમ નાનપણથી જ પૂ. પિતાજીની ભક્તિને કારણે થયો અને પૂ.શ્રી નું વાત્સલ્યપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું,વળી પ્રાતઃ:સ્મરિણય પ્રા.સ્વ. ગોવિંદલાલ ભટ્ટ ,જેમની નિશ્રામાં, આ મહાનિબંધ લખાયો,અને જેમને એનું ગુજરાતી થાય એવો અંતરનો ઉમળકો હતો,તે સર્વને આરંભમાં અનેકાનેક પ્રણામ કરી આ અનુવાદની સંમતિ આપવા બદલ,મહારાજા સયાજીરાવ યુનિ. ના અધિકારીઓનો આભાર માનું છું.-લેખક.)
વાસુદેવાનંદ સરસ્વતી (ઈ.સ.૧૮૫૪-૧૯૧૪)
"મનુષ્યે સગુણ બ્રહ્માની ઉપાસના દ્વારા જ જીવનમાં પોતાના ધ્યેયને પૂર્ણ કરવા પ્રયત્ન કરતા જઈ સંતોષ માનવો જોઈએ,સગુણ ઉપાસના વિના બ્રહ્માનો સાક્ષાત્ત્કાર નથી,જેમ રાજાને પોતાના કાયદા અને સિક્કા પ્રત્યે અનહદ માન હોય છે,તે જરીતે પરમાત્માને પોતાના સગુણ સ્વરૂપ વિશે અને શાસ્ત્રો પ્રત્યે ગાઢ આદર હોય
છે,એ સાચું છેકે સિક્કો એ રાજા નથી પરંતુ તેના વિના રાજા માટે વ્યવહારિક મુશ્કેલી પડે જ; અને એ પણ
સાચું છે કે રાજા વિના સિક્કાનું કોઈ મહત્વ નથી.તેના કાયદાને માન આપતા રાજા ખુશ થાય છે. તે જ રીતે
શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવાથી મનુષ્ય ઉપર ઈશ્વર ખુશ થાય છે,આ કારણે મનુષ્યે ઈશ્વરના સગુણ સ્વરૂપને
ભજવું જોઈએ,શાસ્ત્રોએ નિયત કરેલી આજ્ઞા પાળવી જોઈએ અને એ રીતે પોતાના જીવનને સમુન્નત કરવું
જોઈએ."
ઉપર્યુક્ત અવતરણ એક એવા સંતની કલમમાંથી લેવામાં આવ્યું છે,જે સમાજમાં અત્યંત આદરપાત્ર છે.
શ્રીપાદવલ્લભ અને અને નૃસિંહસરસ્વતીના સમયમાં લોકો કર્મને અત્યંત પ્રાધાન્યતા આપતા.પરંતુ સમય જતા કર્મઠતાએ પોતાની સાર્થકતા ગુમાવી.વાસુદેવાનંદસરસ્વતીએ જોયું કે લોકો બ્રહ્મજ્ઞાનની મોટી મોટી વાતો કરે છે,પણ તેનો કક્કોય જાણતા નથી.વળી તો નિત્ય અને નૈમિત્તિક કર્મો કરે છે ખરા પણ તેની પાછળ રહેલો ઉદ્દેશ જાણતા નથી. એ સાચું છે કે કર્મ અને વિધ વિધાનો મનુષ્યના હૃદયને શુદ્ધ કરે છે,પરંતુ દુન્યવી આનંદપ્રમોદની વચમાં મનની ચંચળતાને કાબુમાં લેવી ખૂબ જ કઠિન છે.પરમાત્માની ઉપાસનાથી જ મનને કાબુમાં લાવી શકાય છે.વાસુદેવાનંદસરસ્વતીએ લોકોની આ વૃત્તિ નિહાળી અને તેમને ઉપાસના પ્રત્યે વધુ ઝોક આપ્યો.આ ઉપાસના એમના જીવનના આચારમાં સમગ્રપણે વણાઈ ગઈ હતી.એમણે એમના છેલ્લા ઉપદેશમાં પણ સાધારણ મનુષ્યે એના રોજિંદા જીવનમાં કેવી રીતે રહેવું એની વ્યવહારિક સમજણ સાથે પ્રભુ ઉપાસના પર જ ભાર મુક્યો છે.આ ઉપદેશને એમના સમગ્ર લખાણો અને ઉક્તિઓના સાર સમો ગણ્યો છે.(જુઓ: ગુરુદેવ ચરિત્ર પૃ.૧૧૬).
તે ઉપદેશમાં તેમણે કહ્યું છેકે સ્વકર્તવ્યપાલનથી પરિશુદ્ધ થયેલા હૃદયમાં જ ઉપાસના સ્થિર રહે છે.
ઉપાસના સ્થિર થયા પછી જ મનુષ્યને શાંતિ મળે છે અને તે પછી જ્ઞાન મળે છે જે તેને મોક્ષ અપાવે છે.ઉપાસના ઉપરનો સ્વામી મહારાજનો આ ઝોક ધ્યાનમાં લઈને જ પૂ.શ્રી રંગ અવધૂત મહારાજશ્રીએ વાસુદેવાનંદસરસ્વતીના આલેખેલા જીવન ચરિત્રને 'ઉપાસનાકાંડ' એવું નામ આપ્યું છે ,આ ઉપાસનાકાંડ
એમણે રચેલ શ્રીગુરુલીલામૃત ગ્રંથનો છેલ્લો અને ત્રીજો ભાગ છે.(જુઓ:ઉપાસનાકાંડની પ્રસ્તાવના)
શ્રે વાસુદેવાનંદસરસ્વતીનો જન્મ સાવંતવાડી નજીકના એક નાના ગામ માણગાંવમાં થયો હતો.તેમના પિતા ગણેશ ભટ્ટ વ્યાવહારિક વાતોમાં ધ્યાન આપતા ન હતા તેથી દાદા હરિભટ્ટજીએ એમના પ્રતિ કાળજી રાખી ભણાવ્યા.એમના જન્મ પહેલા ગણેશ ભટ્ટ દત્તાત્રેય ભગવાનની ઉપાસના માટે ઘણા વરસો ગાણગાપુર જતા હતા અને ત્યાં જ રહેતા,એક વખત તેમને આદેશ થયો કે તેમણે ગાણગાપુર છોડી પોતાના વતનમાં જ જવું કારણકે હવે ગાણગાપુર આવવાની કોઈ જરૂર તેમને માટે નથી. આ પછી થોડાજ સમયમાં ગણેશભટ્ટના પત્ની રમાબાઈએ શ્રાવણ વદ પાંચમ શકે ૧૭૭૬ મા (ઈ.સ.૧૮૫૪ ) વાસુદેવને જન્મ આપ્યો.
વેદ અને જ્યોતિષમાં નિષ્ણાત એવા શ્રી શંભુ શાસ્ત્રી પાસે થોડો સમય તેમણે શિક્ષણ લીધું.પરંતુ થોડાજ સમયમાં શિષ્ય ગુરુને ટપી ગયો.જે ગુરુથી સહન ન થતા તેમણે તેને છોડી દીધા,ત્યાર પછી તેમણે તે સમયના વિખ્યાત જ્યોતિષી શ્રી નીળમભટ્ટ પાધ્યે પાસે શિક્ષણ લેવાનું શરૂ કર્યું .પરંતુ તે ઘરના સંજોગોને કારણે માત્ર નવ મહિનામાંજ છોડી દેવું પડ્યું.અવારનવાર સાવંતવાડીમા પોતાની મુશ્કેલીયોના નિવારણ અર્થે જતા અને ત્યાંના શ્રી વિષ્ણુ ભટ્ટ અલવણી પાસેથી તે અંગે માર્ગદર્શન,
મદદ મેળવતા. જો કે ઘણું ખરું જ્ઞાન તો તેઓને સ્વયંપ્રજ્ઞાથી જ પ્રાપ્ત થતું.આમ બાર વર્ષની ઉંમરમાં તેઓ દસગ્રંથિ થયા.
વાસુદેવ આ ગમ કરી પઠન ઋગ્વેદ જાણ,
સપદઘનકર્મસંહિતા થયા દસગ્રંથિ માન.૩૬.
બાર વરસની ઉંમરે વિપ્રાશિષથી એમ
દસગ્રંથિ નામે થયા પ્રસિદ્ધ સઘળે તેમ. ૩૭.
(શ્રી ગુ.લી.ઉપાસનાકાંડ પૃ.૫)
તેઓ બાલ્યકાળથી તેજસ્વી હતા એટલુંજ નહીં એમનું; હૃદય ભક્તિભાવથી ભરપૂર હતું.યુવાન વયથી
ઓ શાસ્ત્રજ્ઞા પ્રમાણે વર્તતા અને જોડા તથા છત્રી વાપરતા નહીં.આરંભથી જ તેમને મંત્ર વિદ્યા સાધ્ય હતી એ સંબંધમાં ઘણી આખ્યાયિકાઓ તેમની સાથે જોડાય છે અને ઉદઘૃત પણ થઈ છે. યુવાન વયના શાસ્ત્રી બુવા પ્રત્યે ગામમાં લોકોને ઘણો આદરભાવ હતો .તેમણે ૨૧ વર્ષની વયે અન્નપૂર્ણા સાથે લગ્ન કર્યું અને તેમના લગ્ન પછી ૧૮૭૭ મા તેમના પિતાજીનો સ્વર્ગ વાસ થયો.
નરસોબા વાડી તરફ ગમન માટે એક દૈવી અદભુત આદેશ અને વ્યવસ્થા થતા તે થોડો સમય વાડીમાં રહ્યા.અહીં તેમને તેમના જીવન કાર્યનું દર્શન થયું અને દૈવી રીતે તેમને માર્ગ દર્શન પણ મળ્યા કર્યું. અહીં તેઓ ગોવિંદ સ્વામી અને મૌની સ્વામીના ગાઢ પરિચયમાં આવ્યા.આ બંને સંતો આધ્યાત્મિક માર્ગમાં,
મોક્ષ પથમાં આગળ વધેલા હતા અને મહદ અંશે સમાજોપયોગી કાર્યો કરતા ત્યાં રહેતા હતા.ધીરે ધીરે બ્રહ્મજ્ઞાનના માર્ગ તરફ આગળ વધતા વાયુદેવાનંદજીને જે જે દૈવી અનુભવો થવા લાગ્યા તેને દૈવી રીતેજ સમજૂતી પણ તેમને મળવા લાગી. ગુરુ ચરિત્રના સપ્તાહ પારાયણ પછી તેમણે વાડી છોડ્યું
અને ઘેર જઈ ચાંદ્રાયણ વ્રત કર્યું . ફરી પાછા તેઓ વાડી ગયાઅને ત્યાં લગભગ ચાર માસ રહ્યા . આ દરમ્યાન તેમને સ્વપ્નમાં દત્તાત્રેય ભગવાને મંત્રોપદેશ કર્યો અને માણગાંવ જવાનો અને ત્યાં રહી કાર્ય
રવાનો આદેશ થયો.રસ્તામાં કાગળ ગામમાં પરમાત્માની કૃપાથી દત્ત ભગવાનની મૂર્તિ અચાનક મળી.
દત્ત ભગવાનની કૃપાથીતેમણે અહીં ઘણા માણસોને આધિભૌતિક તથા આધ્યાત્મિક કષ્ટોના નિવારણ કરી સાચે રસ્તે ચઢાવ્યાના અનેક ઉદાહરણો મળે છે. સાત વર્ષના માણગાવના આ નિવાસમાં ચોક્કસ અને પૂર્વ નિશ્ચિત કાર્યક્રમ કે જેમાં પરમાત્મા દત્તની સંપૂર્ણ કૃપા ભળેલી હતી તે દ્વારા તેમણે યોગ માર્ગમાં અને ભક્તિ પંથમાં ખુબજ પ્રગતિ કરી ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરી શિષ્ટ લોકો દ્વારા 'શાસ્ત્રી બુવા'ના માનભર્યા નામથી સંબોધાવા લાગ્યા.માણગાંવમાં આવેલું દત્તાત્રેય ભગવાનનું મંદિર આ સંતના સ્મારક તરીકે આજે ય ઉભું છે કે જ્યા આ સંતે અત્યંત અલ્પ સમયના ગાળામાં ઘણા લોકોને આકર્ષ્યા અને તેમના પર અનુગ્રહ કરી વરદાન આપ્યા. આ જ સ્થળે અને આ જ મંદિરમાં એક વખત પરમાત્માએ તેમને વરદાન આપ્યુ કે હવેથી તેમને માણસની શ્રદ્ધા જોઈ તપાસી યોગ્ય માર્ગદર્શન આપવું અને પરમાત્મા ભક્તોની ઈચ્છા તે મુજબ પરિપૂર્ણ કરશે (શ્રી.ગુ.લી. ૩.-૧૧૩-૧૯).આ દિવસથી વાસુદેવ પ્રભુની આજ્ઞા વિના એક પણ ડગલું ભરતા નહીં
થયા દત્ત અદ્રસ્ય ત્યાં! તે દિનથી જાણ ;
વાસુદેવ ડગ ના ભરે દત્તાજ્ઞા વિણ માન.૮૮
તેમણે ઈ.સ.૧૮૮૯ મા માણગાંવ છોડ્યું અને લોકો ઉધ્ધારારથે ફરવા માંડ્યું . પ્રથમ તેઓ નરસોબાની
વાડી ગયા અને પછી એક સ્થેળેથી બીજે એમ ફરતા રહ્યા.અહીં(વાડીમાં) તેમણે મૃત પુત્રની પાછળ શોક કરતી પોતાની પત્નીને બ્રહ્મજ્ઞાનનો બોધ આપ્યો.શ્રી ફડકે નામના વિદ્વાને આવા અપૂર્વ પતિ-પત્નીના સંવાદની નોંધ લઈ લખ્યું કે કપિલે પોતાની માતા દેવહૂતિને અને દત્તાત્રેયે અનસૂયાને જ્ઞાન આપ્યું ,સાંભળ્યું છે પણ આ તો અસાધારણ અને અભૂતપૂર્વ છે.આ પછી અન્નપૂર્ણામાનો વૈશાખ વદ ૧૪(શકે ૧૮૧૩)ના રોજ ગોદાવરીના કિનારા પર ગંગાખેડમાં દેહવિલય થયો અને તેમને ચૌદ દિવસ થતાં જ તેમણે 36 વર્ષની ઉંમરે સન્યાસ ગ્રહણ કર્યો.
-નારેશ્વરનો નાદ ના સૌજન્યથી
No comments:
Post a Comment