સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી
આધ્યાત્મિક યાત્રા
ઉંદરો પાકિસ્તાનનો હોય કે ભારતનો જેમ પેલા નકશાના હિસાબથી એક જેવા દર બનાવે છે,મઝાની વાત એ છે કે કાગડો પાકિસ્તાનનો હોય, ભારતનો હોય,અમેરિકાનો કે પછી ઇંગ્લેન્ડનો બધા એક જેવાજ માળા બનાવે છે,પણ એક નવાઈની વાત છે,જેટલામાં તેનું શરીર આવી શકે તેટલો જ માળો બનાવે છે મોટો નહિ,તે પણ વિચારે છે પોતાની એનર્જી શા માટે વેસ્ટ કરવી,તેની અંદર પણ અક્કલ છે, વાઘ પણ તેની રહેવાનું ગુફા જેવું બનાવે છે પણ બહુ મોટું નહિ,તે સાફ કરશે ,કઈ પણ કરશે,પણ એમાં રહેવાય એટલુજ બનાવશે,તે મોતના ચક્કરમાં પડતો જ નથી,માનસ પોતાની જિંદગીની બધી જ શક્તિ આમાં વેડફી કાઢે છે,કેમકે બીજાઓના મકાન નાના હોય તોતો મારું તેનાથી મોટું હોવું જોઈએ,.અને એ ચક્કરમાં મકાન બનાવવામાં ને બનાવવામાં તે આખું જીવન પૂરું કરી નાખે છે,તો હવે આપણે માનીએ છીએ કે અમે પશુના તળિયે જીવીએ છીએ,અમે તેનાથી પણ નીચે જીવીએ છીએ,આપણે મોટું બનાવવાની માથાકૂટ માં ઘણી બધી ઉર્જા શક્તિ,એનર્જી ગુમાવી દઈએ છીએ,હા એક વાત થઇ શકે છે,મકાન બનાવતા રહો,એમાં રહો,આનંદ લો,આધ્યાત્મિક થઈને ત્યારે એ બધી વસ્તુઓ તમારે માટે ગરબડ ઉભી નહિ કરે,તે તમને શાંતિ આપશે,હવે પ્રશ્ન થાય છે,આધ્યાત્મિક થવાનો અર્થ શું છે,પહેલી અગત્યની કડી છે પોતાના સ્વભાવ પ્રમાણે જીવવાનું શરુ કરો,તમારા વાસ્તવિક સ્વભાવમાં ઉપર આવો,હવે તમારું વાસ્તવિક રૂપ શું છે,જે તમાર બાળપણમાં હતું,તોતડાપણું ,સરળતા,જલ્દી માની જવું, જલ્દી રિસાઈ જવું,તો હૃદય ઉપર કોઈ વાત નિશાન નહિ બનાવી જાય,બહુજ નિર્મળ હતા આપણે,તો લોકો કહે છે આ છોકરો ભગવાનનું રૂપ છે,મૂળ સ્વભાવ તમારો ક્રોધ નથી,ગુસ્સો નથી,ગુસ્સામાં તમને બે કલાક રાખવામાં આવે,તો તમે પરેશાન થઇ જાઓ છો,પાંચ,દશ મીનીટનો ગુસ્સો બસ થઇ જાય છે,પણ પ્રેમ તમારો સ્વભાવ છે,તમને ચોવીસ કલાક નહિ આખું જીવન પ્રેમમાં વીતી જાય તો ખબર પણ નથી પડે કે આખું જીવન ક્યારે પૂરું થઇ ગયું,તો સ્વભાવમાં ઉતરી આવવું જ આધ્યાત્મિક કહેવાય છે,એકદમ તમને આશ્ચર્ય લાગશે,કે ભગવાનના ભક્ત થવું કે આદ્યાત્મિક થવું,કોઈ એવી ચીજ નથીજે કોઈને ગમતી નથી,એ તો એવી વસ્તુ છે,જેમાં દરેક,દરેક વર્ગનો માણસ તેને મેળવવા માંગે છે,પણ,કેમકે તે વસ્તુ,ભક્તિના નામથી લોકો એ સમજે છે ,કે કદાચ કોઈ આદિકાળ કે બહુજ જૂની દુનિયાના લોકો છે એ લોકો શું શીખવાડવા માંગે છે,કે ઘંટ,ઘડિયાળ વગાડી શું શીખવાડવા માંગે છે,તો ધ્યાન આપજો પ્રેમ તમારો સ્વભાવ છે,
નિરાશ થવું તે તમારો સ્વભાવ નથી,તે સ્થિતિમાં તમને વધારે વખત રાખવામાં આવે,તમે નહિ રહી શકો,નિશ્ચિત રહેવું,બેફીકર રહેવું તે તમારું મૂળ રૂપ છે,ચિંતા કર્યા કરવાનું તમારું વાસ્તવિક રૂપ નથી,નિશ્ચિત્ત રહીને તમારે સમય પસાર કરવો પડે,ખબર પણ ન પડે ક્યારે સમય પસાર થઇ ગયો,નીડર થઈને,બેફીકર થઈને,ચિંતા જતી રહે,કોઈ ક્ષોભ ન રહે,બેક્ષોભ થઈને,કોઈ ભય ન હોય એવી સ્થિતિમાં જીવન ચાલતું હોય,તો તમને સમયની ખબર પણ નહિ પડે,આનંદમાં રહેવું,હસતા રહીને મસ્તીમાં રહેવું,ઝૂમતા રહેવું તે તમારો સ્વભાવ છે,
તમે ઝૂમતા જતા હોય અને પગ જમીનને અડતા ન હોય તે તમારું વાસ્તવિક રૂપ છે,બસ તેમાં ટકી રહેવા માટે આધ્યાત્મિક યાત્રા છે,અને તેના માટે ઋષિયોયે માર્ગ બતાવ્યા છે,હવે પ્રશ્ન આવશે કે આપણે એ તરફ જવા ઈચ્છીએ છીએ,તો કઈ બાજુથી શરૂઆત કરાય,કયો રસ્તો અપનાવીએ,શાનાથી એ વાત બને, તો સૌથી પહેલા એ કહીશ,એક તો રોજના જીવનમાં,સામાન્ય જીવનમાં એક વાતનું ધ્યાન રાખો,કે જેમ તમે ધનને ખર્ચ કરો છો,સંભાળી સંભાળીને,એમ કે જે તમારી મુંડી છે,સમય જેતમારો છે તેને તમે કીમતી ધન માનો,અને તેને
સંભાળીને ખર્ચ કરો,ખોટો ખર્ચો ન થવા દો,એ જે તમારી પલકો છેને,જેને તમે ઝબકો છો,પલકોને તમે ઝબકો
છો,પલકો ઝબકવા જે સમય લાગે છે તેને કહે છે પલ,અને પલ પલ જોડતા જાઓ,તેનાથી બને છે જીવન,
જેમ બુંદ બુંદથી બને છે સમુદ્ર,આખું જીવન એક એક પળથી બને છે,જો જીવનને સંભાળવું હોય તો એક એક પળને સંભાળવાની શરુ કરો,એક પણ પલ ખોટી ન જવા દો,અહીંથી શરુ કરો અને બીજો રસ્તો,કે તમારા દિવસની જે શરૂઆત થાય છે,ત્યાંથી તમે તમારી જાતને સંભાળી લો,જાગો છો તો એમ માનો કે હું ભગવાનના કામ માટે જાગ્યો,જેણે જીવન આપ્યું છે,પોતાના માટે આપી છે,પોતાનું રૂપ આપવા માટે આપી છે, મારામાં ભગવાન જાગી જાય,મારામાં ભગવાનનું રૂપ ધારણ થઇ જાય,હું ભગવાનનો છું,ભગવાનનો પુત્ર છું, ભગવાન જેવા ભગવાન મારામાં પ્રગટ થઇ જાય,તો હું એના માટેજ દુનિયામાં છું,અને રોજ જીવન આપવાવાળો મને જગાડે છે,તો પોતાના કામ માટે તો ભગવાનને પ્રસન્ન કરવા કામ કરવાવાળો થાઉં,ભલે રોજી રોતી કમાઉ પણ રોજી રોતી કમાતા એવું કાઈ ન કરું જેથી તે નારાજ થાય,શરૂઆતમાં આ રોજ કહો,અને રાત્રે જયારે સુઓ,ભગવાન મારા પિતા છે,તમારી ગોદમાં હું વિશ્રામ કરવા જાઉં છું,જાગ્યો છું તો તેના કામ માટે,તેન પ્રસન્નતા માટે,સુતો છું તો ગોદમાં વિશ્રામ કરવા માટે,બંને વાતો કદાચ થઇ જાય,.ખાવા બેઠા હોય ત્યારે હું મારા ગોવિંદનો પ્રસાદ ખાઉં છું,જેવું પણ વિચારો હું મારા ભગવાનનો જેવો પ્રસાદ છે તેવો પ્યારથી ગ્રહણ કરું,પછી એ ધ્યાન રાખો,મારા સંપર્કમાં આવવા વાળા માણસને,મારા કાંટાનો અનુભવ ન થાય મારા ફૂલોનો અનભવ થાય,મારા સ્વભાવના કાટા કોઈને ન ભોકાય,અને મારા સ્વભાવમાં કાટા છે તો તેનો ત્યાં ઉપયોગ કરું જેનાથી ખરાબી અને ખરાબ લોકો અંદર દાખલ ન થઇ જાય,ખરાબ થી બચવા તમારી કઠોરતાનો પ્રયોગ કરી લો,ખરાબ લોકોને અંદર ઘુસવા ન દો,અને કોઈને પોતાનો આદર્શ માની લો,એટલા માટે ધ્યાન રાખો કે કોઈ પણ માણસ ભગવાનને માને છે તેને કહેવામાં આવે છે કે તમારા ઇષ્ટ દેવ બનાવી લો,મેં એકવાર બતાવ્યું હતુંને,એક પંથ,એકકંઠ,એક સંત,એક ગ્રંથ,એક મંત્ર,માણસનો હોવો જોઈએ,એક મંત્ર આપણો એક સંત આપણો,અર્થ એક ગુરુ અને એક ગુરુનો
આપેલો મંત્ર,એક ગ્રંથ,કોઈ એક ગ્રંથ ઘરમાં રાખો,તેનાથી મનને જોડી દો,એક પંથ,એક રસ્તો નક્કી કરો,એક કંઠ નો અર્થ ઈષ્ટદેવની સાથે એક થઇ જાવ,પછી રામજી હોય,મહાદેવ,કૃષ્ણ,દુર્ગા માતા,વેન્ક્તેસ,ગણપતિ,
હનુમાનજી,લક્ષ્મી નારાયણ,અથવા રાધા કૃષ્ણ,અથવા તો નિરાકારને તમે માનતા હો,ઓમકારને માનતા હો,તો ત્યાં તમારી માનતા જોડી લો,એક જગ્યાએ ટકી જાઓ,અને જે રીત બતાવવામાં આવે તે રીતે તેને અનુસરો,
એ વાતનું ધ્યાન રાખીને કે રીતથી આઘુંપાછું આપણે નથી થવાનું,તેનાથી તમારી પ્રગતિ થશે,ગુરુ જે રીત બતાવે તેનાથી આઘુંપાછું નથી થવાનું,જયારે રીતને અનુસરીને જોડાઈ જશો પૂરી માનતાથી,પૂરી શક્તિથી
તો કામ થવાનું શરુ થઇ જશે,તો રોજનો નિયમ બનાવો,જાગતી વખતે,સુતી વખતે,ખાતી વખતે,ભગવાનથી જોડાવો,અને જયારે કામ કરવાનું શરુ કરો,અને પૂરું કરો ત્યારે એક સેકંડ પ્રાર્થના કરો,કામ શરુ કરો તો ભગવાનને કહો,આ મારી કર્મભૂમિ છે,અહી કામ કરવા હું આવ્યો છું,મને આશીર્વાદ આપો અહીંથી હું પુણ્ય
કમાઉ,અને તમારી પ્રસન્નતા મેળવું,પ્રસિદ્ધિ મેળવું,નામ અને કીર્તિ મળે,તબિયત સારી અને પૈસા મળે,દુખી થઈને કોઈ કામ નહિ કરવું,અને બધી જગ્યાએ નસીબને રડ્યા ન કરો,નસીબને રડ્યા વગર,અભાર માનતા કરો,કેટલાક માણસોને નસીબ માટે રડવાની ટેવ હોય છે,દરેક વાતમાં મારું તો નસીબ ખરાબ,મારા તો સબંધી આવા છે,મારી તો જન્મથી સ્થિતિ ખરાબ હતી,સબંધી મળ્યા તો બહુ ખરાબ મળ્યા,પાડોશી પણ
ખરાબ મળ્યા,અને ક્યારેક તો માણસો એમ પણ કહેવા માંડે છે કે હું જે કામ કરું તે બધું અવળું પડે છે,અને
હું કબર ખોદવાનું કામ શરુ કરું તો લોકો મરવાનું બંધ કરી દેશે,બસ એને કઈ કામ મળવું ન જોઈએ ભલે ગમે તે થઇ જાય.તો એવું પોતાને મૂંઝાવું પડે એવું કામ સહેજ પણ ન કરો,જે કામ કરી રહ્યા છો તેમાં માનો કે આ કામ મારા પ્રભુએ આપ્યું છે કામ શરુ કરતા પહેલા પ્રાર્થના કરો અને પૂરું પણ પ્રાર્થનાથી કરો,આવી રીતે તમારો આખો દિવસ પૂરો કરો,ધ્યાન રાખો,તમારે આખો દિવસ પુંજા પાઠમાં પૂરો કરવાનો એવું કઈ નથી ,દુનિયાદારી માં રહો,ખુબ કામ કરો,પણ આખો દિવસ એક વસ્તુ કરવાની છે તે હું ભગવાન શી કૃષ્ણના માધ્યમથી બતાવવામાં માંગું છું,કેમકે તે સંપૂર્ણ છે,કૃષ્ણ સંપૂર્ણતા છે,કૃષ્ણનો સંપૂર્ણ અવતાર દેખાય છે,અને હું તો એ પણ કહું છું કે જેમ મુઠ્ઠીમાં આકાશ નથી પકડી શકાતું,તેમ કેટલો પણ પ્રયત્ન કરો,કૃષ્ણને સમજવા,તેની મહિમા, તેની વ્યાખ્યા કરવામાં,ક્યારેય પૂરી નહિ કરાય,તમે દીવાને પકડી શકો છો,તેની જ્યોતને નહિ,કૃષ્ણ શબ્દને તમે બોલી શકો છો,પણ જે કૃષ્ણ ચેતના છે,તેને તમે સંભાળી ન શકો, તે ખુબ મોટો વિસ્તાર છે,પણ તેની જે વાણી છે તેને સમજવા થોડો પ્રયત્ન કરતા રહો,એકવાર મેં પ્રયત્ન કર્યો હતો,કેટલાક દિવસો સતત કરવાનો,એકજ જગ્યાએ બેસીને મેં ૮૪ પ્રવચનો ગીતા ઉપર આપ્યા હતા,એનો કોઈક ભાગ તમે સાંભળ્યો હશે,જે ઝી ટેલીવિઝન પર ઘણા વખત પહેલા પ્રસારણ છે,ગીતા ઉપર આવે છે,આજથી દસ સાલ પહેલા ૮૪ પ્રવચન છે,બે પછી કર્યા હતા કુલ ૮૬ હતા,તે વખતે કૈક શરૂઆત કરતા એ કહ્યું હતું,કે ઘણા બધા લોકોએ ગીતા ઉપર કૈકને કૈક કહ્યું છે,તો એક બીજો કહેવા વાળો આવી ગયો,પણ મેં કહ્યું ભાઈ મારી હાલત એવી છે જેમ શિવજીના લિંગ ઉપર ફેલેત્હેજ કેટલાય ફૂલો
ચઢેલા હોય તો પણ પોતાનું એક ફૂલ તમે જરૂરથી ચઢાવો છો,તો તો કૃષ્ણની આરાધના બહુજ થઇ કે થશે પણ હું પણ મારું એક ફૂલ અર્પણ કરવા ઈચ્છું છું,અને મેં એ પણ કહ્યું હતું,આખી દુનિયામાં હિમાલય એક છે,બીજો હિમાલય નથી,ગંગા પણ દુનિયામાં એક છે બીજી નથી,અને ગીતા પણ આખી દુનિયામાં એક છે અને બીજી ગીતા થઇ જ શક્તિ નથી,કૃષ્ણની ગીતા,ગીતા ગીત છે,સંગીત છે,જીવનનું સંગીત,જે કાયરતાથી વીરતા તરફ લઇ જતો મંત્ર છે, તે અધોગતિને પ્રાપ્ત થયેલ માણસ માટે પ્રગતિનું મહાન ગીત છે,તે મરણોતર માટે અમૃતની સંજીવની છે,તે દુખોથી પ્રસન્નતા બાજુ લઇ જવા વાળો ઉદગોષ છે,તો કૃષ્ણ એ ગીતાના સંદેશમાં અધ્યાત્મિક પથના પથિકો માટે એક સંદેશો આપે છે,જેની એક કડી હું તમને બતાવું છું,પુરા શ્લોકનું એક બિંદુ સંતુષ્ટ: સતતં યોગી,
યોગી કાયમ સંતોષી રહે છે,યત આત્મ દ્રઢ નિશ્ચય, જેનું આત્મસ્વરૂપ પરમાત્મા સાથે જોડાયેલું છે,જે યુક્ત
છે,યોગ યુક્ત છે,દ્રઢ નિશ્ચય,જેનો નિર્ણય દ્રઢ છે,આ બધામાં એક શબ્દ જોડતા જાઓ, સતત,નિરંતર,આ સતતને જો સમજવું હોય,તો આ દિવસે થોડો ધ્યાનનો પ્રસંગ તમને આપીશું,મેડીટેશનનો ,તો એક સતત યોગ
હોય છે,એક યોગ તો એ છે કે તમે ધ્યાન માટે બેસો આસનમાં પ્રસન્નતાથી આનંદ સાથે સબંધ જોડો,પોતાના
પૂર્ણ પ્રેમ રૂપમાં તમે ઉતરી આવો,તમારા પ્રસન્નતાવાળા રૂપમાં આવી જાવ,તમારા બાળસ્વરૂપ રૂપમાં તમે આવી જાવ,બાળક જેવા થઇ જાવ,સરળ થઇ જાવ,તરલ થઇ જાવ,જેમ પ્રવાહીના રૂપમાં કોઈ વસ્તુ આવી જાય,
જેમ લોઢું ૧૦૦૦ ડીગ્રી ઉપર પહોચીને પીગળી વહેવા માંડે,બરાબર એવી સ્થિતિમાં તમે તરલ થઇ ગયા ,એ તો એ તેજ સ્થિતિ જયારે,આસન પર બેઠેલા,પણ સતત યોગી બની રહેવું,કૃષ્ણ કહે છે તમે સતત યોગી બનો,હવે એ યોગ શું છે,આસન પર તમે બેઠા હતા બહુજ શાંત, પ્રેમપૂર્ણ,મદન મુસ્કાન વાળા માનસ,અને કોઈ ખીજવત નથી,ઈરીતેસન નથી,ઈરીતેસન પૂરી ખતમ થઇ ગઈ છે,કોઈ દંભ નથી,ઈગો નથી,તમે ઇગોલેસ છો,
કોઈ આપવા લેવાનું,કઈ મેળવવાનું કે ગુમાવી દેવાનું કોઈ દબાણ નથી,પુરેપુરી શાંત સ્થિતિમાં બેઠા છો તમે,એવી રીતની મનની સ્થિતિ તમારી કાયમ બની રહે,તેને સતત યોગ કહેવાય છે,હવે તેને કેવી રીતે બનાવશો,અહીંથી તમે ઉઠ્યા,પોતાની મસ્તીથી,પોતાના આનંદથી,પોતાના પ્રેમથી,પોતાના સહજ ભાવથી ચાલતા તમે ગયા,આરામથી પગરખા પહેર્યા,બહુજ ખુશીથી ચાલતા, ન દોડાદોડીમાં,નહિ ધીમા ગયા અને જઈને ચાવી લગાવી દરવાજો ઉઘાડ્યો,બહુજ પ્રેમથી સીટ પર બેઠા,સ્તિઅરિન્ગ તમારા હાથમાં છે,ગાડીને સ્ટાર્ટ કરી, ગેરમા નાખી, હવે તમે જઈ રહ્યા છો, યાત્રા તમારી ચાલી રહી છે પણ કેટલા પ્રેમથી,આનંદમાં જઈ રહ્યા છો,જેમ ગાતા ગાતા,ગણ ગણતા,હવાઓને કઈ તરાને સંભળાવતા જઈ રહ્યા છો,કઈ ગણગણતા તમે જઈ રહ્યા છો,હવાઓ સાથે જેમ વાતો કરી રહ્યા હોય,આસમાનથી કઈ વાતો કરી રહ્યા હોય, તમે સામે જોઈ
છો, સજક છો, સતર્ક છો,પણ તમે હાવળા બાવળા નથી,તો તમારો યોગ સાથે ચાલી રહ્યો છે,તમારી ગાડીમાં તમારો યોગ સાથે ચાલી રહ્યો છે,હવે ઘરમાં પહોચ્યા,તમારા બારણાને ખોલો છો બહુજ પ્રેમથી,ઘરમાં જાઓ છો તો એકદમ આનંદથી તમે આવ્યા અને કોઈએ થોડું કડવું કહી દીધું તો હળવેથી તમે મન મનાવી કહ્યું ચાલો કઈ વાંધો નહિ,હવે તમે વિચારો તમારા ઉપર કોઈ
પ્રભાવની અસર થતી નથી તમે તમારા પ્રેમમાં એવાજ ઉભા છોએવી જ રીતે જીવો છો,તો એ સતત યોગ છે,અને એમ આ યોગ તમારામાં આવી રીતે આવીને વ્યવહારમાં ઉતરે નહિ ત્યાં સુધી તમે યોગી બની ન શકો,ભલે તમે કેટલાય પ્રાણાયામ ખેચીને બેસી રહો,તે નકલી નાટક થઇ શકે છે
અસલી વસ્તુ નથી થઇ શક્તી,એ તમે યાદ રાખી લો અને તેજ તમારે શીખવાનું છે,અને કદાચ તમારે ક્રોધ પણ કરવો પડે,ઉપરના તલથી કરવો,માં દીકરાને વઢી રહી છે,વઢવાનું બહાર સુધી છે અંદર સુધી નથી,અંદર જયારે ગુસ્સો અડી જાય, તો અંદરનું જનાવર જાગી જાય છે,,અંદરનું ગાંડપણ જાગી જાય છે,કોઈ માનસ એવું જોવા ઈચ્છે,કે તે ગાંડો હોત તો કેવો લાગતો હોત,તો તેને તે જયારે ખુબ ગુસ્સામાં હોય ત્યાર્રે તેનું મુવી બનાવી દેખાડવામાં આવે,આ તમારું ક્રોધનું રૂપ છે,પણ આ તમારું ગાંડપણનું રૂપ છે,ગાંડપણનો એક નાનો આચકો એવો જ આવશે જયારે તમે પુરા ગાંડા થઇ જશો તો તમે એનાથી પણ વધારે પ્રગતિ કરી શકશો,ત્યારે તમે તમારા ઘણા ઊંડાણમાં પહોચી જાઓ છો,તમારું જે અનકોન્સીયસ મન છે તેના જે તંતુ છે,કેમકે માથાના તંતુઓને જુઓ તો,નીચે વાળા તંતુ,બિલકુલ માણસ અને જાનવરમાં એક જેવી સ્થિતિ હોય છે,એક તે તત્વ કાર્તેક્ષ્ત સુધી આપણે એવી જગ્યાએ પહોચીએ છીએ જ્યાં આપણે,ખોટી વસ્તુઓ ઉપર નિયંત્રણ લગાવીએ છીએ,જ્યાં આપણે આપણને રોકીએ છીએ કે આ નથી કરવાનું,આમ નથી બોલવાનું, આવો વ્યવહાર નથી કરવાનો,આ કરવાનું બરાબર નથી,જ્યાંથી આપણે નિયંત્રણ લગાવવા માંડીએ છીએ,ત્યાંથી માણસ શરુ થઇ જાય છે,અને જ્યાંથી આપણો સ્વભાવ સારાપણાનો,થઇ જાય છે ત્યાંથી અમારા અંદરનો દેવ જાગી જાય છે,અને જ્યાં આપણે કાયમ આનંદમાં જીવવાનું શરુ કરી દઈએ છીએ,ત્યાં આપણે આપ્ણી ભગવત્તાથી જોડાઈ જઈએ છીએ,અને યોગ તમને ,ધ્યાન તમને ત્યાં સુધી લઇ જાય છે અને કોઈ સદગુરુની શરણ તમને ત્યાં સુધી લઇ જાય છે,આ ,આજ તમારી જીવનની યાત્રાનો પ્રારંભ હોવો જોઈએ,કોઈ ગુરુની પાસે તમે કદાચ જાઓ,તો આનાંથી ઓછી વસ્તુનીલાલચ તમે રાખોજ નહિ,આનાંથી ઓછું તો અમારે જોઈતું જ નથી,"ચલ હંસા ઉસ દેશ જહાં પર્બ્રહ્મ્કા ખેલ,જ્યોતિ જલે અગમકી બિન બાટી બિન તેલ."તમારે તો ત્યાં જવાનું છે,જ્યાં વગર બત્તી અને વગર દીવાનો પ્રકાશ છે,વગર વાદળે વરસાદ વર્ષે છે,ફૂલ નથી ખીલતા પણ સુગંધ વહી રહી છે,જ્યાં હવાચાલતી લાગતી નથી,પણ તેની અનુભૂતિ થાય છે,
જ્યાં સાજ વાગતા જણાતા નથી પણ સંગીતનો અનુભવ થાય છે,જ્યાં કોઈ હાથ તમને તમારી નજીક આવતો નથી દેખાતો,પણ સ્પર્શનો અનુભવ થાય છે,કોઈ પ્યારથી, વ્હાલથી,સ્પર્શ તમારા સુધી પહોચાડે,હવે પ્રશ્ન આવશે કે ત્યાં જવા માટે, આપણે યોગયુક્ત થવા માટે,સતત યોગયુક્ત થવા માટે,આ યોગ માટે શું કરવું જોઈએ,કોઈ વસ્તુ સતત રહી જાય,નિરંતર રહી જાય પણ નિરંતર રહેવા માટે કોઈ ચીજ હોવી પણ જોઈયેને, થોડું તો મળે,થોડું હશે તો લગાતાર મળતું રહેશે,એકવાર અમીર થવાય પછી સદા અમીર રહેવાય તેવો પ્રયત્ન કરાય,તો પહેલા અમીરી લાવવા માટે પહેલા ગરીબી દુર કરવા માટે તો શું કરવું તેના માટે જરૂરી છે,યોગ યુક્ત થવા માટે
કોન્સંત્રેસન,એકાગ્રતા શીખવી જોઈએ,અને એકાગ્રતા શીખવા માટે ત્રાટક શીખો,અને ત્રાટક એક રીતનો નથી,પાંચ પ્રકારના છે,હું પૂરો પ્રયત્ન કરીશ,તમને બેસાડીને તમારું ધ્યાન કેળવાય,તમારું મન ત્યાં સુધી જાય,તમને અનુભુતીયો થાય,પણ તેવું મન તેવી સ્થિતિ તમારી બનાવો,અને પછી તમે શરુ કરો,તમારો મંત્ર તમારા માટે ફળદાયી બને,તમારું ધ્યાન તમને ભગવાનથી જોડે,તમારી ભક્તિ તમારામાં પ્રેમનો સંચાર કરે,અને પછી એક વખત હું પ્રયત્ન કરીશ તે વિધિઓ બતાવવાનો કે કદાચ જીવનમાં ક્યાંક ચઢતી પડતી થાય છે,આ ચઢતી પડતી વચ્ચે કેટલાક એવા પણ મંત્રો છે,
જેના માધ્યમથી આપણે ભગવાનથી જુદી જુદી કૃપાઓ મેળવી શકીએ છીએ,તો તેના પણ કૈક વિધાન છે,વધારે નહિ પણ ઓછામાં ઓછી બે ત્રણ પ્રકારની ચીજો આપણે શીખી લેવી જોઈએ,જેમ કે એકલા જાતે બેસીને તમે જાતે કત્રીતમેન્ત કરી શકો,તો પૂરો પ્રયત્ન મારો રહેશે,કે આ દિવસોમાં તમને હું બધુજ આપું,પણ મારી સામે મુસીબત એ છે કે,થોડોક જ સમય લઈને હું આવ્યો છું,અને બતાવવાની ઈચ્છા મારી ખુબ જ છે,તો સહુથી પહેલા તો એ નિવેદન કરીશ કે તમે જયારે પણ અહી આવો, તો તમારી એક ડાયરી અને એક પેન સાથે જરૂર લાવજો,જે બતાવવામાં આવે તેના પોઈન્ટ્સ તમે જરૂરથી લખી લો,એમ તો એવું થાય છે કે લાગે છે કે બધું યાદ છે,અને યાદ થાય છે ,પણ પછી એ થાય છે કે તમે જશો ત્યારે કહેશો કે બહુ સારું બતાવ્યું હતું ,બહુ જ કામની વસ્તુ હતી,પણ ભૂલી જવાયું કે શું બતાવ્યું હતું,પણ ખુબ સરસ હતું,કૈક યાદ છે તો કહે થોડુંઘણું યાદ છે પણ ભૂલી ગયો,તો ભૂલવા ન દેશો,કેમકે જે આપણે ખાઈ લઈએ છીએ તે મહત્વપૂર્ણ નથી,કેટલું પચાવી શકીએ છીએ,ડાઈજેસ્ટ કેટલું કરી શકીએ છીએ તે મહત્વનું છે,
કેટલું તમે કમાયા તે મહત્વપૂર્ણ નથી,મહત્વપૂર્ણ એ છે કે કેટલું તમારે કામ આવ્યું,તેજ યાદ રાખવું યોગ્ય છે, તે જ તમારું પોતાનું છે,નહિ તો કહેતા રહો હું માલિક છું,કોઈ માણસની કોઈ કંપની હોઈ,મિલ હોઈ,ફેક્ટરી હોઈ,કોઈ ફેકટરીમાં જઈને તમે કહો હું અહીનો માલિક છું,મઝાની વાત એ છે કે,ત્યાં ખાલી તમેજ માલિક નથી કહેતા હોતા,ત્યાં રહેવા વાળો ઉંદર પણ કહે છે હું અહી રહું છું હું અહીનો માલિક છું,સાપ ત્યાં રહ્રતો હોય તો તે પણ કહે છે કે હું અહીનો માલિક છું,અહી અમેજ રહીએ છીએ,એક કીડી પણ બતાવશે,કે મારું ઘર અહી જ છે, આવજો ક્યારેક મળજો,બધા ત્યાં રહે છે તે બધાજ માલિક છે,અને કશું નથી કહી શકાતું,આ માલીક્પણું ક્યારે પૂરું થઇ જાય,પણ જયારે તમે ખરા માલિક થઇ જશો તો તે માલિક ની સાથે પણ સબંધ બંધાવવાનો શરુ થઇ જશે,અને જયારે તે સબંધ જોડાઈ જશે તો યાદ રાખજો જે પણ માલિક પાસે હશે તે તમને મળવાનું શરુ થઇ જશે,આવો એક ભજન આપણે ભેગા થઈને ગાઇએ,સમય ઝડપથી વહી ચુક્યો છે,અને મારી ઈચ્છા હતી કે હું તમને ઘણું બધું સમજવું,પણ સમયનું ધ્યાન તો રાખવું જ પડશે,તમારા આ ઉત્સાહ માટે હું ખુબ પ્રસન્ન છું,એક નિયમ છે કે પુણ્યને વધારવા માટે,કેમ કે જેટલા સુખો આપણે ભોગવીએ છીએ તે પુણ્યને કારણે છે,પુણ્યને જેટલા આપણે વધારી લઈએ છીએ એટલું જ આપણે સુખ વધારી લઈએ છીએ,તો હું એ પ્રાર્થના કરીશ,પુણ્ય સેવાથી વધે છે, દાન કરશો એનાથી તમારું પુણ્ય વધશે,પુણ્ય વધારવાનો સારો ઉપાય છે, કોઈક સારા કામમાં તમે જાતે જોડાઓ અને બીજાને પણ જોડો, અને કહેવાય છે કે તીર્થ,મંદિર,યજ્ઞ,દાન વગેરે, આ બધાથી પણ સારું કામ છે,કોઈ સદગુરુની શરણમાં રહીને સત્સંગી બનવું,અને સત્સંગ જયારે તમે કરો છો,તો સત્સંગમાં તમે જાઓ અને કોઈને તેમાં તમે સામેલ કરો,તો જેટલા તેમાં સામેલ થશે,સારું થતું જશે , તો તેની કમાઈથી જે ફર્ક પડશે,પુણ્ય વધશે તે તો તેના ખાતામાં જમા થશે જ,પણ તમને પણ કમિશન ઘેર બેઠા ભગવાન તરફથી મળતું રહેશે,તો એને એટલું વધારો કે તમારું ખાતું પુણ્યથી ભરાઈ જાય,અને એવું કામ બિલકુલ ન કરો કે કમીશન ઉપરજ રહો અને બીજું કામ કઈ ન કરો,બીજાને સત્સંગમાં મોકલતા રહો અને પોતે ન આવો,આવતા રહો અને બીજાને સાથે જોડતા રહો,ભાઈ પછી તમારી ગાડીમાં બેસાડીને લાવો,જે છોડને લગાવો તેને સુકાવા ન દો,જેને સત્સંગથી જોડી દીધા તે છોડોને સુકાવા ન દો,કોઈ પણ બહાને તેને જોડી રાખો અને કોઈ સુકાવા માંડે,તો પહેલા તો પ્રયત્ન કરો લીલુછમ રહે,અને તો પણ સુકાઈ જાય તો બીજો તેની જગ્યાએ લાવીને લગાવી દો,જેનાથી તમારી ગણતરી પૂરી રહે,અને દરેક માણસે એ પ્રયત્ન કરવો જોઈએ,પોતાના જીવનમાં ઓછામાં ઓછા ૨૭ અને થઇ શકે તો પૂરી માળા,૧૦૮ ની માળા, ૧૦૮ વ્યક્તિ સત્સંગમાં જોડી શકો અથવા,૧૦૮ સત્સંગોમાં જોડાઈ શકો,અથવા ૧૦૮ ઘરોમાં સત્સંગોનો ઢોલ વગાડી શકો,તો એનાથી મોટું પુણ્ય કોઈ હોઈ ન શકે,એ સંકલ્પ કરવો જોઈએ,૧૦૮ સત્સંગો મારે જોડવાના છે,૧૦૮ વ્યક્તિયો ને જોડવાના છે,૧૦૮ ઘરો સુધી મારે સત્સંગો પહોચાડવાના છે,એવી રીતે જો તમે એક માળાનો સંકલ્પ લઇ લો.,તો તમે સમજો કે તેનાથી મોટું કોઈ પુણ્ય ન હોઈ શકે,આવો મળીને પ્રાર્થના કરીએ ભગવાનની, એક ઈચ્છા મનુષ્યની પણ હોય છે,કે આ જીવનમાં પણ પ્રગતિ થાય,અને મર્યા પછી પણ સદગતિ થાય,
કરતા રહું ગુણગાન,મુઝે દો ઐસા વરદાન,, (૨)
તેરા નામ હી જપતે જપતે ઇસ પલસે નીકળે પ્રાણ,.....મૈ કરતા રહું...
.તેરી દયાસે હી મન મોહન મૈને એ નર તન પાયા
તેરી સેવામે બાધાએ ડાલે જગ કી મોહમાયા
ફિર ભી અરજ કરતા હું,...,હો શકે તો લેના જન,.......મૈ કરતા રહું....
રાધા ,મીરા, નરસિંહ જૈસી દુખ સહનેકી શક્તિ દો
વિચલિત ના હું પથસે પ્રભુજી મુઝકો ઐસી ભક્તિ દો,
તેરી સેવામે હી બીતે ઇસ જીવનકી હર શામ ......,મૈ કરતા રહું,મુઝે દો ઐસા વરદાન,(૨)
તેરા નામ હી જપતે જપતે ઇસ પલસે નીકળે પ્રાણ,...મૈ કરતા રહું....
No comments:
Post a Comment