સંત શ્રી સુધાંશુ મહારાજ ની અમૃત વાણી:
સંત શ્રી સુધાંશુ મહારાજ પ્રવચનમાં ભલાઈ અને બુરાઈ ઉપર બોલતા કહ્યું હતું કે બુરાઈ એ એવી પ્રકિયા છે કે તેના પ્રભાવમાં આવેલ નું જોર ખુબ હોય છે,તે કોઈની પણ પરવા કર્યા વગર સમાજને પાયમાલ કરી નાખે છે જ્યારે ભલાઈ સ્વભાવમાં ખુબ શાંત હોવાથી દબાવ અને ડર વચ્ચે તેનો પ્રભાવ સહન કરતો જાય છે એટલે બુરાઈ સામે લડો તેને હટાવો,સાચો સમાજ બનાવો,નહિ તો દુનિયા ખરાબીથી ભરાઈ જશે,ભગવાન ભોલાનાથ શિવજીએ પણ ત્રિશુલ ની સાથે ડમરૂ જોડી પ્રતિક બતાવ્યું છે ત્રિશુલ એ બુરાઈને હટાવવાનું અને સમય આવ્યે તેનો નાશ કરવાવાળું શસ્ત્ર છે જ્યારે ડમરું એ સંગીતથી વિશ્વમાં આનંદ વધારવાનું માધ્યમ છે,એટલે સમય આવ્યે બુરાઈ વધે તો ડમરું વગાડી બુરાઈને મર્યાદા બહાર જવાની ચેતવણી આપી ભગવાન તેને સંતુલિત રાખે છે,કારણકે સમાજમાં આવા ખરાબ લોકો કઠોર થવાથી જ કાબુમાં આવે છે જ્યારે કેટલાક પ્યારને હિસાબે પોતાનું જીવન વિતાવે છે,કાયરતાનું નામ ભક્તિ નથી,તૈમુર લંગ એક મોગલ સામ્રાજ્યનો બાદશાહ થઇ ગયો તેને એક વખત એક સંતને કહ્યું કે મને ઊંઘ ખુબ આવે છે ,તો ઉપાય શું,પેલા સંતે તેને કહ્યું કે ઊંઘ તમારે માટે ખુબ સારી છે,એટલે જ્યાં સુધી તે ઊંઘતો રહે ત્યાં સુધી સમાજ ને હેરાન તો ન કરે,ખરાબ લોકો સુતા રહે તો સારું છે,ભલા લોકો ક્યારેય બેસતા નથી,હજારો માણસો સચ્ચાઈની સામે હશે પણ અંતે તો વિજય સચ્ચાઈનોજ થશે,સત્ય સહન કરે છે પણ કદાપિ હારતું નથી,1986 માં સંત શ્રી જ્યારે ભક્તિનો પ્રચાર કરવા મંદિરોમાં પ્રવચન આપતા પણ લોકો સાંભળતા નહિ ,મોટા પાર્કમાં માઈક લગાવી તેમણે પ્રચાર કરવા માંડ્યો, તો લોકો ટકોર કરવા માંડ્યા, આ તો અહી પણ પાછળ પડી ગયા,અને દુર ઉભા જાણે તમાસો જોતા હોય તેમ, અવાજ ઓછો રાખજો વગેરે કહેવા માંડ્યા,સંત શ્રીને કોઈ અસર ન હતી પણ વ્યવસ્થાપકો કહેવા માંડ્યા કે દુર ઉભા રહીને સાંભળે તે પણ આપને માટેતો સારું જ છે,એટલે સંત શ્રી એ કહ્યું કે દુર ઉભા છે તે કાલે પાસે પણ આવશે અને બેસશે પણ ખરા,બીજે દિવસે બે શબ્દો કાન પર પડતા લોકો કહેવા માંડ્યા આને સત્સંગ થોડો કહેવાઈ આમાં તો જીવન જીવવાનું જ સમજાવવામાં આવે છે,ત્યારે સંતે કહ્યું કે મૃત્યુ તો અનિવાર્ય છે એની કોઈ વાત જ ન હોય જીવન કેમ જીવવું તેનીજ ચર્ચા કરી ઉકેલ શોધવો પડે પછી લોકોને કૈક બરાબર લાગ્યું બધા પ્રવચનમાં આવવા લાગ્યા ને સંત શ્રીને પૂછવા લાગ્યા અમે કઈ સેવા આપી શકીએ,કઈ પાણી પીવડાવીયે ,સંત શ્રી એ કહ્યું તમારી મરજી ઘરથી પાણી લઇ આવોને પીવડાવો પછી તો લોકોનું જૂથ વધ્યું અને એજ લોકો કે જે પહેલા વિરોધ કરતા હતા તે પ્રચાર અને સત્સંગમાં જોડાઈ ગયા,એટલે સંત શ્રી એ કહ્યું જાગતા રહો અને મસ્તીમાં રહો,,ખુશ રહો અને આગળ વધો સાથે સાથે અંદરનો આનંદ પણ વધારતા જાઓ,ખુશીયો વધારી અંદર અને બહારથી સૃન્ગાર કરો,જે કાઈ મળે તે અપનાવો,તેમાં સંતોષ માની ખુશીનું જીવન જીવો,ભલા માણસોને બદનામ કરવા મોટા મોટા ષડયંત્રો રચવામાં આવે છે,ભલા માણસો હંમેશા જાગતા રહે,એટલે સજાગ રહે,સત્ય સાથે જોડાતા ઈશ્વરની પણ સહાય મળશે,ભક્ત લોકો જલ્દી ગભરાતા હોય છે,ક્યા કોઈ મશ્કરી કરે તો તેમને દુનિયાથી છુપાવીને કામ કરે છે,સાચા છો શા માટે ડરવું,હિમતથી સામનો કરો,સુખેથી સુવો,અને બીજાનો ખ્યાલ કરો,યેદ અંતરમ તદ બાહ્યમ,યેદ બાહ્યમ તદ અંતરમ, વેદોમાં કહ્યું છે
જનક વિદેહી સુંદર રેશ્મીવસ્ત્રો ધારણ કરતા,સોનાના સિહાસન ઉપર બેસતા,અને સુંદર રાજમહેલ ,નૃત્યાંગના નાચ કરતી હોય,સંગીતનો જલસો હોય,ઠાઠમાઠથી ભરેલા રાજદરબારમાં બધાની વચ્ચે એક તરફ રાજા અગ્નિ સળગતો રાખતા,લોકો પુછતાં બધા દીવા સળગાવે છે અને આપ અગ્નિ કેમ સળગતો રાખો છો,
ત્યારે રાજા કહેતા,આ આગ ચિતાની યાદ કરાવે છે,એ ન ભૂલવું જોઈએ,કે એક દિવસ આવવાનો છે તો એક દિવસ જવાનો પણ છે, સજાગ થઇ જાવ,પ્રેમ કરો પ્રાણીમાત્રને પ્રેમ કરો ભગવાન મહાવીરે સૂત્ર આપ્યું હતું!જીવો અને જીવવા દો ,દરેકને આ પૃથ્વી ઉપર જીવવાનો હક્ક છે દરેક નાનામાં નાના જીવની કદર કરો , અનંત પ્રેમ કરવાવાળોશુભની સાથે રહે છે,પ્રેમની ઓર્ખાણ જ એ છે કે દંભ વગરનું જીવન જીવવું,
ફ્રાન્સને વિકસિત કરવામાં નેપોલિયન નો ખુબ ફાળો હતો ,બહુ જ વિનમ્ર સ્વભાવ,તે ફ્રાન્સનો અધીનાઈક,એક વખત કેટલાક મજુરો પૂલના બાંધકામમાં વ્યસ્ત હતા, કામ તેજ દિવસે પૂરું કરવાનું હતું પણ પૂલ માટેના થાંભલા લઇ જવા માટે બે માણસો ખૂટતા હતા,નેપોલિયન એ વખતે ઘોડા ઉપર સવાર થઈને ત્યાંથી પસાર થતો હતો,તેને આ જોયું આને ઘોડા ઉપરથી ઉતરી તે મજુરો સાથે જોડાઈ ગયો,હજુ એક માણસ ખૂટતો હતો નેપોલીયને દુર ઉભેલા માણસને બુમ પાડી , ભાઈ તમેય જોડાય જાવ, પેલાએ ત્યાંથી ઉભા ઉભા કહ્યું હું શા માટે જોડાઉં , હું તો અહીનો ઠેકેદાર છું,ત્યારે નેપોલિયન બોલ્યો હું પણ આખા દેશનો ઠેકેદાર છું,આ કામ આજે પતાવવાનું છે અને એક મજુર ખૂટે છે, પેલો બોલ્યો મને ખબર છે,તો પછી રાહ કોની જુએ છે,જોડાઈ જા ,અને એવું કહી તેને કહ્યું તું મને ઓળખે છે, હું કોણ છું ,પેલો કહે મારે તને ઓળખવાની શું જરૂર,તને મજુરી આપી દઈશું ,હું નેપોલિયન છું ,હવે તારો શું વિચાર છે,બદ્ધા અજાયબીથી નેપોલિયનને જોવા માંડ્યા અને પેલો ઠેકેદાર પણ જોડાઈ ગયો,એમ દેશનો વિકાસ કરવો હોય તો બધાએ કામ કરવું પડે,પૂલનું કામ તેના સમય પ્રમાણે પૂરું થયું,આટલો મોટો માણસ જ્યારે નાનો બનીને કામમાં જોડાઈ જાય તો જરૂર દેશનો ઉધ્ધાર થઇ જાય.
No comments:
Post a Comment